________________ ૧૫ર > આદશ મુનિ, ખાટકીઓએ પિતાને હિંસક ધંધે ત્યજી દીધે, અને તેને બદલે વ્યાપાર તથા ખેતી કરવા લાગ્યા, ત્યારથી સુખી જીંદગી ગુજારે છે. શું દુનિયામાં તમારે માટે બીજે કઈ ધ કે નિર્વાહનું સાધનજ નથી ? જે તમારું ભલું ચાહતા હે તો મારું માની આ ધંધાને છોડી પરભવને માટે પ્રભુ ભજન કરે. દયા કરવી એ મનુષ્ય માત્રને ધર્મ છે. જુઓ, તુલસીદાસે કેવું સરસ ગાયું છે “દયા ધર્મ કે મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાંડિયે. જબલગ ઘટમેં પ્રાણ” આ ઉપદેશ સાંભળી પેલે ખાટકી કહેવા લાગે. હા બાપજી, આપ કહે છે, તે બધું બરાબર છે. હું પરમાત્માને સર્વવ્યાપી માની સૂર્ય-ચન્દ્રની સાક્ષી રાખી પ્રતિજ્ઞા કરું કે જ્યાં લગી આ ખોળીયામાં પ્રાણ હશે, ત્યાં લગી આ ધંધે કદાપિ નહિ કરું. પરંતુ આપની સાથે જે આ ભક્તજને છે, તેમને મારી વિનંતિ છે કે મારી પાસે આજે બે બકરા છે તે. તથા મારે ઘેર બીજા ત્રીસ બકરા છે, તેમને ખરીદી લઈ, મને રૂપીઆ આપી દે, કેમકે તે વડે હું બીજે ધંધો કરી શકું.” આ સાંભળી દયાળુ શ્રાવકોએ રૂપીઆ આપવાનું કબૂલ કર્યું, અને તેનું કામ કરી આપ્યું. ત્યાંથી વિહાર કરી સીંગલી થઈ તેઓશ્રી સરવાણિયા પધાર્યા અને ત્યાંથી નિમચ, મલ્હારગઢ થઈ મન્દસર પહોંચ્યા. આ વખતે શ્રી જવાહરલાલજી મહારાજનું રવાથ્ય સારું થઈ ગયું હતું. તેથી તેમણે ચાતુર્માસ માટે પાલણપુર શ્રીસંઘની વિજ્ઞપ્તિને સ્વીકાર કર્યો. પૂજ્ય શ્રી લાલજી મહારાજ પણ ત્યાંજ વિરાજતા હતા. તે સમય ગંગાપુર શ્રીસંઘે આવી પ્રાર્થના કરી કે થોડા દિવસ બાદ તેમને ત્યાં તેરપંથિને