________________ આદર્શ મુનિ. 149 ^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^ જજ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. વ્યાખ્યાનને પ્રારંભ કરતાં તેમણે જણાવ્યું કે, આવા મહાત્માઓનું એક વ્યાખ્યાન પણ લોકોને ઉદ્ધાર કરી શકે છે. તેમણે શૈલપુર પધારવાને માટે મહારાજશ્રીને ખુબ આગ્રહ કર્યો, પરંતુ તે વખતે લશ્કર શ્રીસંઘ પણ ત્યાં આવી પહોંચ્યો હતો, તેમને અત્યંત આગ્રહ જોતાં તેમના નિમંત્રણને અસ્વીકાર કરે અને એમ નહતું. આ જોઈ અગ્રાવાળાઓએ વિચાર કર્યો કે જે અમે હમણાં આગ્રાના ચાતુર્માસ માટે સ્વીકાર નહિ કરાવી લઈએ તે આ લાભ લશ્કરવાળાએ લઈ જશે. આમ વિચાર કરી ત્યાંવાળાઓએ ખૂબ પ્રયત્ન કરી આખરે સ્વીકાર કરાવ્યા. મહારાજશ્રીએ સ્વીકાર તો કર્યો પરંતુ એક શરત કરી કે જે કઈ ઠેકાણે કે મહાન ઉપકાર અગર તે દીક્ષા થવાની હશે, તો તેને હું ટાળી શકીશ નહિ. આ પ્રમાણે કેટલાક વધુ દિવસે આગ્રામાં ઉપદેશ કરી ત્યાંથી વિહાર કરી લપુરને પંથે પડયા. ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપી મેરેના પધાર્યા. ત્યાં સ્યાદ્વાદ વારિધિ (સાગરરૂપ) ગોપાલદાસજી બરૈયા તથા દિગમ્બર જૈન રાષભ બ્રહ્મચર્યાશ્રમના અધ્યાપક તરફથી ત્યાં જઈ ધર્મોપદેશ કરવાનું નિમંત્રણ આવ્યું. આના જવાબમાં તેમણે કહેવડાવ્યું કે રાત્રિને સમયે અમારા નિવાસસ્થાનથી વિશેષ દૂર જવું નહિ એ અમારો નિયમ છે. આ સાંભળી તે લેકે નિરૂત્તર બન્યા, પરંતુ ઉપદેશની લાલસા તે રહી જ ગઈ. વિશેષ કાવાનો અવકાશ નહત, તેથી પ્રાતઃકાળે નિત્યકર્મથી પરવારી મહારાજશ્રીએ લશ્કર તરફ પ્રયાણ કર્યું, અને યથાસમયે લશ્કર પહોંચ્યા. ત્યાં શરાફબજારમાં તેઓશ્રીનું વ્યાખ્યાન થયું. શ્વેતામ્બરેનાં લગભગ