________________ 142 >આદર્શ મુનિ. ધર્મોપદેશકોએ પ્રયત્ન કર્યા છતાં તે લોકોમાં સંપ થવો લગભગ અશકય લાગતા હતા પરંતુ મહારાજશ્રીના ઉપદેશનો એ તો પ્રભાવ પડે કે તેમનામાં મેળ થઈ ગયે. એજ મુજબ તેમને લીધે માહેશ્વરી મહાજનેમાં પણ તડજોડ થઈ ગઈ અને આવા કેટલાય ઉપકાર કર્યા. ત્યાંથી વિહાર કરી તેઓ ભિલવાડે પધાર્યા. જ્યાં 35 ખાટકીઓએ ઉપદેશ સાંભળી પિતાના ધંધાનો ત્યાગ કર્યો. પછી ત્યાંથી ચાતુર્માસ માટે તેઓ ચિત્તોડ પધાર્યા. આવતા પહેલાં જ જેન તથા અજૈન જનતા ઉત્સુક્તાથી તેમની માર્ગ પ્રતીક્ષા કરી રહી હતી. ખૂબ ધામધુમથી તેમનું સ્વાગત કર્યું. પછી બજારમાં તેમનું ચિત્તાકર્ષક અને મનોરંજન વ્યાખ્યાન થવા લાગ્યું. શ્રીમાન જીવનસિંહજી સાહેબ હાકેમ તથા અન્ય પ્રતિષ્ઠિત જાગીરદાર, રાજ્ય કારભારીઓ તથા યુરોપિયન ટેલર સાહેબ નિયમિત હાજર રહેતા. ત્યાં પણ બ્રાહ્મણોમાં પરસ્પર ઈર્ષા તથા દ્વેષને લીધે બે તડ પડવા લાગ્યાં હતાં. તેઓ પણ તેમના ઉપદેશથી એકત્ર થયા. હાકેમ સાહેબે આ તડજોડીની ખુશાલીમાં સઘળાને પ્રીતિભોજન કરાવ્યું. મહારાજશ્રી વ્યાખ્યાનમાં ભગવતી સૂત્રો કહેતા હતા, તેથી હાકેમ સાહેબની સઘળી માનસિક શંકાઓનું સમાધાન થતું. આમ કરતાં ધીમે ધીમે જૈનધર્મ ઉપર તેમની ખુબ શ્રદ્ધા બેઠી. એક દિવસ યૂરોપિયન ટેલર સાહેબે (Atomp) પરમાણુનું કથન સાંભળી મહારાજશ્રીને પૂછયું કે આ પરમાણુની ચર્ચા આપના ધર્મ ગ્રન્થોમાં કયારથી છે? અમારે ત્યાં તે તેને પત્તો મળેય માત્ર 250 વર્ષ થયાં છે. આના પ્રત્યુત્તરમાં મુનિશ્રીએ