________________ 130 > આદર્શ મુનિ, એમ સમજ્યા કે કોઈ નાવણ (નાયન) અથવા કામ કરનારી હશે, જે પિતાના દાવા અથવા હક્ક માટે કહેતી હશે. થોડા સમય બાદ જ્યારે પત્નીએ ખૂબ બૂમબરાડા પાડી બોલવાનું શરૂ કર્યું, ત્યારે ખૂબ ધાંધલ મચ્યું. લોકો વ્યાખ્યાન સાંભળતાં સાંભળતાં ઘાંટા પાડી વાતો કરવા લાગ્યા, ત્યારે મહારાજશ્રીને માલુમ પડયું કે આ તે તેજ સ્ત્રી છે કે મને સંયમ લેવામાં વિનરૂપ થઈ હતી, અને હમણું પણ તે હું ફરીથી ગૃહસ્થાશ્રમ અંગીકાર કરૂં, એજ વૃત્તિથી આવી હોય એમ લાગે છે. આમ વિચારી તેને ત્યાં વિશેષ રેકાવાનું ઉચિત લાગ્યું નહિ, અને તેથી મન્દસર ચાલ્યા ગયા. પત્ની ત્યાં પણ પહોંચી ગઈ. અને ધાંધલ મચાવવા લાગી. પરંતુ શ્રીસંઘે તેને સમજાવી ત્યાંથી પ્રતાપગઢ પાછી મેકલી. મન્દસારમાં તેમણે જે હૃદયસ્પ ઉપદેશ કર્યો તેથી વીસા પિરવાડ રતનલાલના સુપુત્ર છગનલાલ તથા ભિલાડે નિવાસી ચાંદમલ ઓસવાળ કે જેમની ઉંમર તે વખતે 14-15 વર્ષની હતી, તેમનામાં સંસાર વિરક્તિનો અતિશય આવિર્ભાવ થયો. તેમણે મહારાજશ્રી પાસે દીક્ષા લેવાને વિચાર પણ પ્રદર્શિત કર્યો. છગનલાલની માતા તો ઘણા વખત પહેલાં સંસારથી વિરકત થઈ ગઈ હતી. બંને યુવાનને ખૂબ સમજાવવામાં આવ્યા પરંતુ તે પોતાના નિશ્ચયમાંથી ચલાયમાન થયા નહિ, પરંતુ મુનિ મહારાજની સાથે જાવરા આવ્યા. કેમકે ચાતુર્માસ માટે મહારાજશ્રીએ જાવરાની વિજ્ઞપ્તિને સ્વીકાર કર્યો હતો. સંવત ૧૯૬૬ને ચાતુર્માસ જાવરામાં કર્યો. ચાતુર્માસનાં વ્યાખ્યાનથી જનતાને સારી જ્ઞાન પ્રાપ્તિ થઈ કેઈ કારણવશાત્ ત્યાં એક હાથીને વધ કરવાનું હતું. પરંતુ મહારાજશ્રીના