________________ > આદર્શ મુનિ. પ્રત્યેક વિષયમાં તેમની સલાહ તથા સંમતિ લેતા. તેઓશ્રીના હાલમાં નીચે પ્રમાણે શીખ્યો છે. તપસ્વી મેતીલાલજી મહારાજ, દેવીલાલજી મહારાજ, ભેરૂલાલજી મહારાજ અને ઈન્દ્રમલજી મહારાજ. તપસ્વીજી એકાન્તર કરતા હતા અને પારણું* કરવામાં પણ તેમણે સર્વ પ્રકારનાં મિષ્ટાન્ન તથા ઘી તેલમાં તળેલા પદાર્થોને સદાને માટે તિલાંજલિ આપી હતી. પાંચ વરતુઓ (પાણી, રોટલા, રાંધેલું અનાજ વિગેરે, શાક, દૂધ) ઉપરાંત ત્યાગ કર્યો હતો. વચ્ચે વચ્ચે છઠ, આઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ કર્યા કરતા હતા. તપસ્વીજી દયા અને પોપકારના સાગર હતા. જ્યારે તેઓ જન્મ (કાશમીર માં વિરાજમાન હતા, ત્યારે તેમણે ત્યાં 8000 ગાયોને અભયદાન અપાવ્યું હતું. આ પ્રસંગની તથા તપસ્વીજીની તપશ્ચર્યાની કાશમીરના મહારાજા સર પ્રતાપસિંહ સાહેબે પણ વારંવાર મુક્તકંઠે પ્રશંસા કરી હતી. અસ્તુ. ત્યાં તપસ્વીજી ચાલવાને માટે અશક્ત બની ગયા, તેથી આઠ વર્ષ સુધી ત્યાં જ રહ્યા. આવા સંજોગોને લીધે સં. ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ને શુભદિને શ્રીમન્નાલાલજી મહારાજને આચાર્યપદપર આરૂઢ કરવામાં આવ્યા. તેમજ મુનિઓ તરફથી પણ તેમણે શાસ્ત્રવિશારદની પદવી એનાયત કરવામાં આવી. તેમનું જ્ઞાન તથા ચારિત્ર પ્રશંસનીય તેમજ અનુકરણ કરવા એગ્ય છે જ્યારે તેઓ ઉપદેશ આપે છે (ઉદાહરણ તરીકે ભગવતીજી, પન્નવણાજી, સ્થાનાંગજી, વિગેરેનું મૂળ પ્રતિપાદન કરે છે.) ત્યારે શ્રેતાઓને એમજ ભાસ થાય છે કે તેમને સર્વશાસ્ત્ર કઠસ્થ છે, અને ખરેખર છે પણ કંઈક એમજ. * તપસ્યાની પ્રતિજ્ઞા કર્યા પછી તેની પૂર્ણાહુતિ પર જ્યારે ભજન કરવામાં આવે તેને પારણું કહેવામાં આવે છે.