________________ > આદર્શ મુનિ અત્યારે સંસાર સુખ ભોગવવા લાયકની છે, નહિ કે વૈરાગ્ય લેવાની! વળી જે તારી એવીજ મરજી હોય તે યોગ્ય સમયે તું પણ તેને અંગીકાર કરજે. પરંતુ હમણાં તે ગ્રહસ્થાશ્રમી જ રહે. વળી તારૂં લગ્ન પણ હમણાં જ કરવામાં આવ્યું છે. એવી સ્થિતિમાં તું દીક્ષા કેવી રીતે લઈ શકે? આ પ્રમાણે માતા તથા કુટુંબીઓના સમજાવવા છતાં તેમને જે રંગ લાગ્યા હતા, તે કોઈ પણ રીતે ઓછે ન થ. પરંતુ બધાનું કહ્યું સાંભળ્યા પછી તે તેમને વધારે રંગ લાગે. જ્યારે માતાને લાગ્યું કે આ હવે માનશે નહિ, ત્યારે તેમણે કહ્યું, “ઠીક, જા. તારી વહુને તેના પીઅરથી તેડી આવ. જે તને તે અનુમતિ આપે અને તારી સાથે તે પણ સાધ્વી થાય તો તું દીક્ષા લેજે” આ ઉપરથી ચોથમલજી પત્નીને તેડી લાવ્યા, અને તેની પાસે પોતાને વિચાર પ્રગટ કરી સંમતિ માગી, તો તેણીએ સાફ ના પાડી. માતા તથા પુત્ર બંનેએ વહુને ખુબ ઉપદેશ આપે, પરંતુ તે તે એકની બે ના થઈ, અને ઉલટો ઘરમાં કંકાસ પેઠે. તેમની પત્નીએ તેમને કહ્યું અને વ્યાજબીજ સંભળાવ્યું કે, “જે તમારે દીક્ષા લેવી હતી તો પછી લગ્ન શા માટે કર્યું? હવે જ્યારે લગ્ન થઈ જ ગયું છે, તે સાંસારિક તથા ગ્રહસ્થ ધર્મનું પાલન કરો. આગળ ઉપર એગ્ય સમયે તેને વિચાર કરજો.” આ પ્રમાણે પત્નીએ પિતાની સટ દલીલ ભારે ચાલાકીથી રજુ કરી. પરંતુ જેમ સ્ત્રી તેમની સાથે સહમત ન થઈ તેમ તે પણ પોતાના દૃઢનિશ્ચયથી સહેજ પણ ચલિત ન થયા. મતભેદને લીધે જ્યારે કુટુંબમાં કંકાસ ચાલુ થયે, ત્યારે પિતાની પત્નીને પિતાના મામાસસરાને ત્યાં મૂકી આવ્યા. આ પ્રમાણે એક રીતે તેમને માર્ગ નિષ્ક ટક