________________ આદર્શ મુનિ મલજીને કહ્યું કે કાચું-ઠંડું પાણી પીવાને ત્યાગ કરે. આના ઉત્તરમાં તેમણે એમ કહ્યું કે વાત તો સારી છે, પરંતુ રેલ્વેમાં તે નિભાવવું કઠણ છે. આથી થોડા સમય બાદ જ્યારે મને એમ લાગશે કે હવે નભવામાં વાંધો નહિ આવે ત્યારે હું તેનો ત્યાગ કરીશ. ત્યાંથી નીકળી ભીમાસર આવ્યાં. ત્યાં હજારીમલજી બાંઠિયાએ કેટલાંક શાસ્ત્ર આપ્યાં, તે લઈ ત્યાંથી તેઓ દેશનૂક આવ્યાં. ત્યાં પૂજ્ય હકમીચંદજી મહારાજના સંપ્રદાયવાળા રઘુનાથજી મહારાજ તથા હજારીમલજી મહારાજનાં દર્શન કર્યા. પછી જ્યારે તેમની સેવામાં ઉપસ્થિત થયાં, ત્યારે રઘુનાથજી મહારાજે પૂછ્યું કે તમે કેણ છે? કયાં રહે છે? અને અહીં કેવી રીતે આવ્યાં છે? ઉત્તરમાં ચાથમલજીએ કહ્યું કે વૈરાગી છીએ. નીમચ નગરમાં રહીએ છીએ અને દર્શનાર્થે આવ્યાં છીએ. ત્યારે રઘુનાથજી મહારાજે કહ્યું કે ઠીક છે, ત્યારે તે દીક્ષા લે. શું પહેલાં કંઈ શીખ્યા કર્યા છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે પ્રતિક્રમણ અને દશવૈકાલિક શીખે છું. સ્વામીજીએ કહ્યું. “વારું, ત્યારે સઝા (સ્વાધ્યાય) કરે.” આ ઉપરથી ચોથમલજીએ સઝા કરી જે સ્વામીજીને ઘણી પ્રિય લાગી. તેથી તેમણે કહ્યું કે તમે મારી પાસે જ દીક્ષા લે. એકાન્તર કરવું પડશે; અને જે આ અનુકુળ ના આવે તે એકટાણું રહેશે. આના પ્રત્યુત્તરમાં ચાથમલજીએ કહ્યું કે દીક્ષા તે નંદલાલજી અને હીરાલાલજી મહારાજ પાસે લઈશ. આ ઉપરથી સ્વામીજીએ કહ્યું કે તેઓ તો બાર વાગે આહારાદિથી નિવૃત્ત થાય છે, પછી કયારે જ્ઞાન ધ્યાન કરશે? *એકાન્તર–એક દિવસે ખાવું, બીજે દિવસે નિરાહાર રહેવું અને ત્રીજે દિવસે ખાવું તે પ્રમાણે એક એક દિવસે છોડી ભેજન લેવું તે.