________________ આદશ મુનિ. 115 કમાંજ વિહાર કરવાનું ફરમાવ્યું હતું અને પિતે ઘણે દૂર નીકળી ગયા હતા. “વળી જે હું ત્યાં હોત તો તેમના અંતકાળે કંઈ જ્ઞાનચર્ચા પણ શ્રવણ કરાવત, પણ ખેર, જે થયું તે સારું થયું, મેહથી કર્મબંધન થાય છે,” એમ વિચારી ત્યાંથી પાછા ફરતા હતા. એવામાં જાવરા શ્રીસંઘ ત્યાં આવી તેમને જાવરા લઈ ગયે. અહો! માતૃપ્રેમ! સંસારમાં એ કેવી અલૌકિક ચીજ છે ! તેનું યથાર્થરૂપે વર્ણન કરવું એ મનુષ્યશક્તિની બહાર છે. સંસારમાં મનુષ્યમાત્રને જેટલા સગુણો છે, તેમાં માતૃસેવા એક અલોકિક તથા અસાધારણ ગુણ છે. નહિ તો સાંસારિક માયા–મમતાથી વૈરાગ્યવૃત્તિ સેવનાર નિર્ગુણ બ્રહ્મના જાણનાર, અહંકારાદિ દુર્ગુણેથી વિમુખ તથા કામ, ક્રોધ, લોભ અને મેહના ત્યાગી ખરા સાધુ મુનિ મહારાજ મૃત્યુ પછી પંચતમાં મળી જનાર તથા માટીના રૂપમાં પલટાઈ જનાર માનુષિક દેહ માટે શેક કરે તે શું સંભવિત છે? પરંતુ આ જગતમાં જન્મ ધારણ કરવાથી જીવના કુદરતી માતપ્રેમનું આ એક પ્રમાણ છે, તેથીજ જગતની તુચ્છમાં તુચ્છ જાતે તથા પશુ પક્ષીઓ પણ તે વિહેણું નથી હોતાં. અસ્તુ. જાવરા જઈ પોતાના માતુશ્રીના અંતિમ કાળના હેવાલ સાંભળ્યા કે એક બે દિવસ તે તેમણે (માતાએ) તેમનું સ્મરણ કર્યા કર્યું. પરંતુ પછી બેલવા માંડ્યું કે “પુત્ર કેને? આ શરીર પણ આપણું નથી, તે પછી મેહ મમતા શા માટે?” આ પ્રમાણે રતલામ શ્રીસંઘે તેમની ચેષ્ટા જોઈ કહ્યું કે તેમની તબીઅત તે સારી છે, તો પછી સંથારે કરાવવાની શું જરૂર છે? એક સાધ્વીએ કહ્યું કે મેં તેમને તેવિહાર કરાવ્યા છે, તે સાંભળી માતા બોલ્યા કે “નહિ. મેં તે વિહાર કર્યા છે. જે રાજ્ય