________________ ~~-~~~-~~~~~~~~~~~~~~~~~~~^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^? 122 > આદર્શ મુનિ. તરફથી આમંત્રણ મળ્યું કે ત્યાં (રતલામમાં) કોન્ફરન્સ મળવાની છે માટે કૃપા કરી આપ અવશ્ય પધારશે. તેથી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ઉજૈન ગયા અને બજારમાં જાહેર વ્યાખ્યાન આપ્યું. મહારાજશ્રીને પ્રથમથી જ બંધ મકાનમાં વ્યાખ્યાન આપવું પસંદ નથી, તેથી તે મોટે ભાગે બજારમાં જ વ્યાખ્યાન આપ્યા કરે છે, અને તેથી સામાન્ય રીતે સઘળા લેકોને લાભ મળે છે. અસ્તુ. ત્યારબાદ યોગ્ય સમયે તેઓશ્રી રતલામ પધાર્યા. તે વખતે અન્ય સંતપુરુષે પણ પધાર્યા હતા, અને બહારગામથી પણ હજારે માણસો આવ્યા હતા. સરકારી સ્કુલમાં વ્યાખ્યાન કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ એકાદશી તથા દ્વાદશીને રોજ મહારાજશ્રીનાં વ્યાખ્યાન થયાં. લેકેની ભીડ બેસુમાર હતી. આ વ્યાખ્યાન વખતે મોરબી (ગુજરાત) નરેશ પણ હાજર હતા. ત્યાં હાજર રહેલા સઘળાઓએ તે ખૂબ તારીફ કરી પરંતુ કેન્ફરન્સના જન્મદાતા શ્રીમાન અંબાવિદાસજી ડેસાણએ વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ ઉભા થઈ પોતે ટુંકામાં બે શબ્દો કહ્યાં, જેમાં એમ જણાવ્યું કે કેન્સરન્સના ઉદેશ તથા સારાંશ સઘળાનો મહારાજશ્રીના વ્યાખ્યાનમાં સમાવેશ થઈ ગયો છે. અને આપણે સર્વેએ તેઓશ્રીના ઉપદેશ અનુસાર કાર્ય કરવું જોઈએ ઈત્યાદિ.