________________ આદર્શ મુનિ. 110 મળ્યા કે કંઝેડામાં એક ભાઈ દીક્ષા લેવાના છે. આ જાણું સઘળા વિચાર કરવા લાગ્યા કે તેની ભાવેત્તેજના માટે કોને ત્યાં મેકલ? પૂજ્યશ્રીએ મહારાજશ્રીને આજ્ઞા કરી કે તમે જાવ, અને કાર્ય પાર પાડે. ત્યારે તેમણે પૂજ્યશ્રીને વિનંતી કરી કે મારાથી કેવી રીતે થશે ? અને શું થશે ? આ સાંભળી પૂજ્યશ્રીએ સ્વમુખે ફરમાવ્યું કે “જાવ, તમારે પગલે તે જંગલમાં પણ મંગળ થઈ જાય છે, અને બીજી વાત એ છે કે તમારા ચાતુર્માસ કાનોડમાં કરવાને હું ત્યાંથી સ્વીકાર કરતો આવ્યો છું. ત્યાંના રહેવાસીઓએ મારે તથા તમારે માટે ખૂબ આગ્રહ કર્યો છે; તેથી આપણ બેમાંના એકે તે ત્યાં અવશ્ય ચાતુર્માસ કરવા જ જોઈએ. આજ્ઞા મેળવી મહારાજશ્રી કંઝેડા પધાર્યા. ત્યાં ઉપદેશ આપી પેલા વૈરાગીને ઉત્તેજીત કરી, તેઓ ભાટખેડી પધાર્યા, અને તેથી મણસે પધાર્યા. એ દિવસે માં તેમની તબીઅત નાદુરસ્ત રહેતી હતી, છતાં પિતાની મધુર વાણીથી સઘળાને પ્રપુલિત કર્યા. આવા મહાત્મા કે જે બિમાર તથા પરવશ અવસ્થામાં પણ પોપકાર તથા સમાજેન્નતિનાં લક્ષ્યબિંદુ હૃદયમાં જડી રાખે છે, તેમના પ્રભાવ કેના ઉપર ન પડે ? તેમના ઉપદેશથી ત્યાંના વતની કજોડીમલ બેથરાને વૈરાગ્ય ઉત્પન્ન થયે. સ્ત્રી, પુત્ર તથા માલમિલ્કત ત્યાગી તેમણે દીક્ષા લેવાની પ્રતિજ્ઞા જાહેર કરી, અને તેને માટે વિનંતિ કરી તો મહારાજશ્રીએ કહ્યું કે જો તમારે આ નિશ્ચય જ હોય તે ક્ષણમાત્રનો પણ વિલંબ ર્યા સિવાય તમારી અભિલાષા જલદીથી ફળીભૂત કરો. આટલું કહી તેઓ ત્યાંથી વિહાર કરી નીચ પધાર્યા અને નીમચથી છેટીબડી સાદડી થઈ સંવત ૧૯૬રના ચાતુર્માસ માટે કાનડ પધાર્યા.