________________ આદર્શ મુનિ. વિહાર કરી તેઓ નમી પધાર્યા, અને ત્યાં જેન તથા જૈનેતર જનતાને ઉપદેશ કર્યો. આ ઉપદેશને ત્યાં ખૂબ પ્રભાવ પડે, અને એક અઢાર વર્ષના એશવાલ યુવકે આગળ આવી દીક્ષા લેવાની વૃત્તિ જાહેર કરી. તેથી મહારાજશ્રીએ તેને ફરમાવ્યું કે અમે અહીંઆ તે શેકાય શકીએ એમ નથી, પરંતુ અમે બડી સાદડીમાં ચાતુર્માસ કરવાના છીએ. તેથી તમે પણ સાથે દયા પાળ (સાથે ચાલે). આમ કહી ત્યાંથી વિહાર કર્યો તો માર્ગમાં એક કાળા નાગે આડા આવી માર્ગને રેકી નાખ્યો. તે વખતે તેમણે વિચાર્યું કે સાદડી જવામાં કંઈ લાભ થાય એમ લાગતું નથી. તેથી ત્યાંથી નીકળી બગાણ (નીમચ)માં રાતવાસો કર્યો. ત્યાં મૂશળધાર વરસાદ વરસ્યો, તથા હજારીમલજી મહારાજના પગમાં પણ વારોએ જોર કરી વિશેષ કષ્ટ આપવા માંડયું. તેથી તેમને ચાલવામાં અતિશય મુશ્કેલી પડવા લાગી. આવા સંજોગોમાં નીમચ જવાનો વિચાર કરી રહ્યા હતા. એટલામાં જ નીમચથી શ્રીયુત પન્નાલાલજી ચૌધરી તથા મન્નાલાલજી રાઠેડ આદિ શ્રાવકે ત્યાં આવી કહેવા લાગ્યા કે આપ નીમચ પધારો. આના જવાબમાં મહારાજશ્રીએ કહ્યું કે તમે લેકે એ શા માટે આ તકલીફ ઉઠાવી? અમે તો ત્યાં જ આવતા હતા. પછી બધાને સાથે લઈ નીમચ પધાર્યા, ત્યાં ચાતુર્માસ કર્યો, અને ખૂબ આનંદ છે. કેટલાય શ્રાવકોને તેઓશ્રીએ જ્ઞાન-ધ્યાનને બેધ આપે. જનસમુદાય વ્યાખ્યાને સાંભળી ચકિત તથા આશ્ચર્ય ગરક થઈ ગયે. સારાયે શહેરમાં લોકો એ જ ચર્ચા કરતા હતા કે ચોથમલજી દીક્ષા લઈને આવા હોશિયાર તથા સુપ્રસિદ્ધ વ્યા ખ્યાનકાર થશે, તેને અમને તે સ્વપ્નેય ખ્યાલ નહતો. અમે તો વૈરાગ્યાવસ્થામાં તેમની ઠેકડી કરી બનાવતા હતા. એટલું જ