________________ 102 >> આદર્શ મુનિ. કેઈપણ રોગને ઉપચાર કરવાને ઘસડેથી એક હજામ આવતો હતો. તેને તેમણે પિતાનું પેટ દેખાડી દવા લીધી, અને તેનું ત્રણ દિવસ સેવન કર્યું. આનાથી તેમને સારો ફાયદો જણાય. આ ઉપરથી હજામે કહ્યું કે બે દિવસ વધુ ચાલુ રાખે તો આપને સઘળે રેગ મૂળમાંથી જશે. પરંતુ તેઓશ્રી અતિશય અશક્ત થઈ ગએલા હોવાથી જવાબ આપ્યો કે હવે મારાથી આ દવા નથી લઈ શકાતી. આ સાંભળી હજામે કહ્યું કે, “ખેર, ઔષધ ના લેવા વિચાર હોય તો ના લેશે. પરંતુ આટલું તો અવશ્ય કરજો કે જમ્યા પછી ડાબી બાજુ ઉપર માલીશ કરજો અને તેજ પડખે સૂઈ જજે. આમ કરવાથી પણ આપને આ રોગ નિર્મલ થશે.” હજામના કહેવા મુજબ તેમણે કેટલાક દિવસ સુધી કર્યું, અને તેથી તેમને ઉદરરોગ તદ્દન નષ્ટ થયું. ત્યાંથી તેઓ કપાસણુ થઈ સારેલ પધાર્યા. ત્યાં રૂપચન્દજી સિયાલના ધર્મપત્નિ પ્રતાપબાઈને અન્નજળ ગ્રહણ કર્યો વીસ વર્ષ વીતી ગયાં હતાં. ન તો તેને ભૂખ લાગતી કે ન તે તરસ લાગતી છતાં સઘળાં ગહકાર્યો સારી રીતે કરતી હતી. અસ્તુ. અહીંથી હવે કયાં વિહાર કરે તેને તે વિચાર કરવા લાગ્યા. નાથદ્વારા અહીંથી બહુ નજીક છે. અને ત્યાં દૂર દૂરના લેકો પણ આવે છે. વળી જે ત્યાં શ્વેતામ્બર સ્થાનકવાસીનાં ઘર હોય તો ત્યાં જવું ઠીક છે. એમ વિચાર કર્યો. કેાઈ શ્રાવકને પૂછતાં માલુમ પડયું કે ત્યાં શ્રાવકનાં ઘરો છે. તેથી મહારાજશ્રી વિહાર કરી નાથદ્વારા આવ્યા. જ્યારે બજારમાં પહોંચ્યા ત્યારે સઘળા શ્રાવકોએ પોતપોતાની દુકાનો ઉપર ઉભા થઈ તેમને વન્દન કર્યા. પછી મહારાજશ્રીએ પૂછ્યું કે ઉતારે કયાં આગળ છે? ત્યારે જવાબ મળે કે દ્વારકાધીશના ખડગ ઉપર. તેથી મહારાજશ્રી ત્યાં જઈ