________________ > આદર્શ મુનિ. પ્રકરણ ૧૦મું. સંવત 1953-14. રામપુરા તથા બડી સાદડી (મેવાડ). જ્ઞાનોપાર્જન, છાવણી (ઝાલાવાડ)માંને ચાતુર્માસ શાન્તિ અને આનંદ પૂર્વક પુરો થયા બાદ હીરાલાલજી મહારાજ ત્યાંથી "વિહાર કરી ગયા. તે વખતે તેમની સાથે શ્રીચેનરામજી મહારાજ તથા શ્રીકાલુરામજી મહારાજ પણ હતા. તેથી તેમના બે વિભાગ પાડયા. શ્રીચેનરામજી મહારાજ તથા ચોથમલજી મહારાજ નાનાં નાનાં ગામોમાં વિહાર કરતા કોટા પધાર્યા. તે વખતે ચેનરામજી મહારાજ પૂછવા લાગ્યા કે ચેાથમલજી, વ્યાખ્યાન કોણ વાંચશે? આને મને ભારે વસવસે થાય છે. ત્યારે તેમણે ઉત્તર આપ્યું કે વાંચીશ. ત્યાં તેમણે બે વ્યાખ્યાન કર્યા. પછી તે હીરાલાલજી મહારાજ પણ ત્યાં આવી પહોંચ્યા. કેટલાક દિવસે વહી ગયા પછી જ્યારે હીરાલાલજી મહારાજ વિહાર કરી જવા તૈયાર થયા, ત્યારે શ્રાવકે કહેવા લાગ્યા કે નવા મહારાજ (ચૈથમલજી મહારાજ)ના મુખેથી એક વધુ વ્યાખ્યાન સાંભળવાની અમારી અભિલાષા છે. તેમની વ્યાખ્યાન પદ્ધતિ