________________ આદર્શ મુનિ. પત્થરથી મારે તો પણ હું તેને બદલે લેવાનો વિચાર યા યત્ન સરખે કરું નહિ, અગર તો તેને શિક્ષા પણ કરૂં નહિ. શિકાર ખેલવાનો વિચાર તો તેમના અંતરમાંથી બીલકુલ નાબૂદ થઈ ગયે હતો. તેથી જે તેમને જેન–શ્રાવક કહેવામાં આવે તો તે પણ અનુચિત લેખાય નહિ. કેમકે એક શ્રાવકના જેવાજ તેમના આચાર વિચાર હતા. એક દિવસ રાવ સાહેબે ચૈથમલજી મહારાજને શિક્ષણની બાબતમાં કંઈક વાત કરતાં કહ્યું કે હજુ આપની અવસ્થા નાની છે, તેથી જેટલું જ્ઞાનોપાર્જન થઈ શકે એટલું કરો. વળી સાથે સાથે ગુરૂની સેવામાં તત્પર રહેવાનું પણ તમારૂં ખાસ લક્ષ્યબિંદુ હોવું જોઈએ. તમે જે બપોરે અને સાયંકાળે વ્યાખ્યાન આયાં તે ઘણાં ઉત્તમ હતાં. તે સાંભળીને હું ઘણે પ્રસન્ન થયે છું અને ભવિષ્યને માટે પણ એટલે વિશ્વાસ બેસી ગયા છે કે જે તમારી આવીજ ઢબ અને શૈલી રહેશે તો ગુરૂદેવના આશીર્વાદથી સમય આવતા જેનસિદ્ધાતિના ધાર્મિક ક્ષેત્રમાં તમારું પણ ખાસ અને આદરણીય સ્થાન હશે. વિગેરે. ત્યાંથી વિહાર કરીને તેઓ નારાયણગઢ પધાર્યા. ત્યાં નૃસિંહજી મહારાજની તંદુરસ્તી બરાબર નહતી, તેથી ગુરૂદેવ (હીરાલાલજી મહારાજ) તેમને તેમની સેવામાં મૂકતા ગયા. જ્યારે નૃસિંહજી મહારાજનું સ્વાથ્ય સારું થઈ ગયું, ત્યારે તે ત્યાંથી વિહાર કરી મંદર ગયા. એક દિવસ ભૂરા મગનીરામજી મહારાજે તેમને કહ્યું કે, ચોથમલજી, આજ તમે વ્યાખ્યાન વાંચે. તે જ સમયે આગળ દર્શાવેલા શાસ્ત્રવેત્તા ગૌતમજી બાગિયા કે જે પહેલાં ચાથમલજી મહારાજને વારંવાર કહેતા કે તમારામાં સાધુ થવાના લક્ષણ નથી. તે સાધુઓના ઉપાશ્રયમાં આવી પૂછવા લાગ્યા કે આજે કેણ વ્યાખ્યાન વાંચશે! પ્રત્યુત્તરમાં