________________ > આદર્શ મુનિ ---- - ----~~~~~~~~~~ ~~~~~~~~~~~~ ~~~ ***** ** - પ્રકરણ ૧૧મું. સંવત 155-56-57. જાવરા, રામપુરા, મંદસૌર. પ્રારંભિક વ્યાખ્યાન. IS ડી સાદડીને ચાતુર્માસ સમાપ્ત થતાં ત્યાંથી નિઓ | બ હેડા તથા ચિત્તડ થઈ પારસોલી (મેવાડ) પધાર્યા. છે ત્યાં રાવ રત્નસિંહજી, શ્રીમાન મેવાડાધીશના સેળ આ જાગીરદારમાં એક હતા. તે જૈનધર્મથી પરિચિત હતા, અને તેમાં તેમને શ્રદ્ધા હતી. તે જૈનમુનિઓ તરફ માન અને પૂજ્યભાવથી જોતા, અને તેમને આદર સત્કાર કરતા. તે ઘણી વખત કહેતા કે જૈન સાધુઓ જેવા ત્યાગ અને ભાવના બીજે કયાઈ દ્રષ્ટિગોચર થતાં નથી. સાહેબના અંતરમાં તપસ્વી મહાભાગી રતનચંદજી મહારાજ, ગુરૂ જવાહરલાલજી મહારાજ, પંડિત મુનિશ્રી નંદલાલજી મહારાજ તથા સરળ સ્વભાવી કવિવર હીરાલાલજી મડારાજની સત્સંગતિથી જૈનધર્મ તરફ આટલી શ્રદ્ધા તથા ભક્તિભાવ ઉત્પન્ન થયાં હતાં. ઉપરોકત મુનિઓને રાવ ઉપર એટલે બધો પ્રભાવ પડો હતો કે તે જાતે કહેતા કે મને જે કઈ લાકડી અગર