________________ > આદર્શ મુનિ. જણાવવામાં આવ્યું કે ચાથમલજી વાંચશે આ સાંભળી “ઠીક" કહીને વ્યાખ્યાન મંડપમાં જઈને બેઠા. ગતમજી બાગિયા ભગવતી પન્નવણાદિના સૂક્ષ્મ તના જાણકાર હતા. તેમની હાજરીમાં હસ્વ દીઘની ભૂલ કરવાની પણ કેઈની મગદૂર શું! ઘણા ખરા સાધુઓ તો તેમની સમક્ષ સુત્ર વાંચવાની પણ આનાકાની કરતા હતા. પરંતુ, ચાથમલજી મહારાજે તે પ્રવાહની માફક વ્યાખ્યાન આપ્યું તથા એકએક આચારંગ સત્રનો ભાવાર્થ સમજાવ્યું. આખરે ઉપરોક્ત શ્રાવકને કહેવું પડયું કે “ચથમલજી મહારાજ, આપે ચેડા જ વખતમાં સારે પરિશ્રમ લઈ ખૂબ યોગ્યતા સંપાદન કરી છે. મને તો એવી કલ્પના પણ નહોતી કે આપની વ્યાખ્યાનની શિલી આટલી બધી હૃદયગ્રાહી તથા પ્રભાવશાળી બનશે. વૈરાગ્યાવસ્થામાં મેં આપને જે કંઈ વચન કહ્યાં હતાં, તેને માટે હું આપની ક્ષમા યાચું છું.” કેટલાક દિવસે ત્યાં રોકાયા પછી તેઓ પાછા જાવરા પધાર્યા અને ગુરૂવર જવાહરલાલજી મહારાજ વિગેરેની સેવામાં લાગી ગયા. જ્યારે ચાતુર્માસ નજીક આવ્યું ત્યારે ગુરૂવર જવાહરલાલજી મહારાજ, નંદલાલજી મહારાજ આદિ સઘળાએએ આપણું ચરિત્રનાયકની હાજરી ત્યાંજ આવશ્યક ગણું ત્યાંજ રાખ્યા. આ પ્રમાણે સંવત ૧૯૫૬ને ચાતુર્માસ તેમણે જાવરામાં કર્યો. ચાતુર્માસમાં તેમણે શ્રાવક–બાલકને સામાયિક પ્રતિકમણ, થેકડા સ્તવન વિગેરે શીખવ્યાં. આજ સમયના ગાળામાં પંડિત નંદલાલજી મહારાજ ત્રિસ્તુતિકx રાજેન્દ્રસૂરિ * આ સૂત્રનો અન્વય તથા ભાવાર્થ કરે અને સન્ધિ તથા સમાસની વ્યાખ્યા કરવી અતિશય કાઠન છે. * ત્રણ થઈ મંદિરમાગિયોના અગ્રણી.