________________ આદર્શ મુનિ.< 85 શેઠ ગુમાનમલજીને ત્યાં ઉતર્યા, અને ચૈથમલજીના સસરા પૂનમચંદને તેડાવી દીક્ષાની આજ્ઞા માગી, તે તે લાલચોળ ડાળી કરી ગુસ્સામાં બોલ્યા, “ખબરદાર ! યાદ રાખો મારી પાસે આ બે નાની બંદુક છે. તેમાંની એક નાળથી ગુરૂને અને બીજી નાળથી ચેલાને સ્વધામ પહોંચાડી દઈશ.” થયું. આટલું સાંભછીને તે લેકે ત્યાંથી નીકળી પડયા, અને કેરી આવી સઘળી બીના કહી સંભળાવી. આ સાંભળી સાધુઓ ચમક્યા, અને પૂજ્ય ચોથમલજી મહારાજે દીક્ષા આપવાને સાફ ઈન્કાર કર્યો. આ વખતે હીરાલાલજી મહારાજ ત્યાંથી પસાર વિહાર કરી ગયા. અને આપણા ચરિત્રનાયકને કહયું કે તમે ત્યાં દયા પાળજે, (એટલે કે ત્યાં આવજે) હું તમને દીક્ષા આપીશ. પછી ચોથમલજી મહારાજ પિતાની માતા સાથે મન્દર ગયા અને ત્યાં રહેવા લાગ્યા. તે દિવસેમાં તેઓ ગૃહસ્થની માફક રહેતા હતા. મન્દસારમાં એ વખતે ગાતમજી બાગિયા નામે એક શાસ્ત્રજ્ઞ શ્રાવક રહેતા હતા. તે ચાથમલજીની રહેણી કરણી જોઈ કહેવા લાગ્યા, “તમારાથી સાધુપણું કેવી રીતે નિભાવાશે?” મારા વિચાર મુજબ તે તમારી આ સઘળી હીલચાલ વ્યર્થ છે. સારી વાત તો એ છે કે તમે બંગલી (મન્દસરનું એક બાર)માં દુકાન માંડી તમારા નિર્વાહ ચલાવ્યા કરે” બીજા પણ કેટલાક લેકે એવા હતા જે ઠઠ્ઠા મશ્કરીમાં તેમને કહેતા કે “ચેથમલજી જાવ, સાધુ થઈને તમારે સાસરેથી ભીક્ષા લઈ આવે.” એક દિવસ તેમની માતાએ તેમને કહ્યું, “બેટા, આપણી પાસે જે દરદાગીના છે, તે તું કહેતો હોઉં તો તારા સસરાને આપી આવું; અને તેની પાસે દીક્ષા માટે આજ્ઞાપત્ર લખાવી લાવું. કેમકે પછી તને દીક્ષા આપવામાં કઈને કઈ પ્રકારની આપત્તિ