________________ *. vvvv w w wwwww પ. > આદર્શ મુનિ. પિતાની પ્રવૃત્તિ ઈશ્વર-ભકિતમાં પલટાઈ ગઈ. ત્યાર પછી આપણા ચરિત્રનાયક પ્રતાપગઢ ગયા. તે દિવસમાં ત્યાં શ્રી અમોલક રાષિજી મહારાજ વિરાજતા હતા. તેમણે તેમનાં દર્શન કર્યા અને વ્યાખ્યાન સાંભળ્યું, જેને લીધે વૈરાગ્યવૃત્તિ વિશેષ દૃઢ થઈ. ત્યાંથી તેઓ એક પંજણીની (નાના છનું રક્ષણ કરવા વપરાતી) દાંડી તૈયાર કરાવી લાવ્યા. ત્યાંથી તેઓ “છોટી સાદડી' (મેવાડ) ગયા. ત્યાં મુનિ શ્રી લાલજી મહારાજ તથા શંકરલાલજી મહારાજ વિરાજતા હતાં. તે વખતે શ્રી લાલજી મહારાજને પૂજ્ય પદવી નહોતી મળી. તેમનાં દર્શન કર્યા, અને તેમના આદેશ મુજબ ચાર રાત્રિનો આગાર રાખી, “તેવિહાર (રાત્રિભેજન)ને જીવનપર્યત માટે ત્યાગ કર્યો ચાર રાત્રિને જે આગાર રાખે હતે, તે બીના માતુશ્રી પાસે પ્રગટ કરી નહોતી. એક દિવસ રાત્રે તેમણે દહીંવડાં ખાધાં. રાત્રિભેજનને ત્યાગ કર્યો હોવાથી અને રાત્રે ખાવાથી તેમને તેમાં બીલકુલ સ્વાદ લાગે નહિ. ઉલટું પિતાની પ્રતિજ્ઞા તરફ ધ્યાન ખેંચાવાને લીધે તેમને દુઃખ અને પશ્ચાત્તાપ થયા. ઘેર આવી ચૂપકીથી પિતાના હાથે ધોતા હતા, તે વખતે માતાજીએ કહ્યું, “બેટા આજે તે કંઈક ખાધું હોય એમ લાગે છે. કોઈ પણ બાબતની પ્રતિજ્ઞા લીધા પછી તેનો ભંગ કરવો જોઈએ નહિ. અત્યારે તારી ઉંમર નાની છે, તે વખતે જે તું મન અને ઈદ્રિયને વશ નહિ રાખે, તો તેઓ વખત જતાં સ્વચ્છન્દી થઈ જશે, અને તારા જીવનને કલુષિત બનાવશે.” (1) આગા–ત્રત લેતી વખતે વ્રત લેનાર પોતાની અસમર્થતાને લીધે તે વ્રત ન પાલવા માટે કેટલાક દિવસની છુટ લે છે તેને કહે છે. ચાર રાત્રિનો આગાર રાખે તેની મતલબ એ કે મહીનામાં ચાર વખત રાત્રિભોજન કરવામાં આવે તે ગણાય.