________________ આદર્શ મુનિ. કરવાને એ પાપી રાતદિવસ યુક્તિ પ્રયુકિતમાં મંડે રહેતો. તેનાં આવાં આચરણ ઈ ધમપરાયણ રંગજીની કેધવાલા ભભૂકી ઉઠી. તેની નીચતા જોઈ તેને પિતાના શિયળરક્ષણની ભારે ચિંતા થવા લાગી. એક દિવસ તેણે વિનયપૂર્વક તે ક્ષત્રિયને કહેવડાવ્યું કે, “તમે તે ક્ષત્રિય છે, અને મારા પિતાતુલ્ય છે. આવી પરિસ્થિતિમાં આપની રહેણીકરણ અત્યાચારના રૂપમાં પલટાતી જાય છે, તે આપને ભાસ્પદ નથી, માટે કૃપા કરી આપની કુવાસનાને તિલાંજલી આપશે.” પરંતુ દુમતિ ક્ષત્રિયના મન ઉપર આની કંઈપણ અસર થઈ નહિ. એતો એના એ ભગવાન એ મુજબ પિતાના પ્રય નેમાં રપ રહેવા લાગ્યું. તેણે રંગુજીને મેળવવા માટે નાનાવિધ પ્રયત્નો કર્યા. તેને ફસાવવા માટે જાતજાતની લાલચ આપી. પરંતુ સતીએ પોતાના ધર્મમાંથી ચુત થવાની કલ્પના સરખી કરી નહિ. પોતાના સઘળા પ્રયત્ન નિષ્ફળ જતા જોઈ તેણે એક વખત બે ચાર માણસને ત્યાં મેકલ્યા, અને એને કઈ પણ રીતે ઉંચકી લાવવા ફરમાવ્યું. જ્યારે સતીને સંદેહ પડયો કે મારા શીયળ અને ધર્મને ભ્રષ્ટ કરવાની પેરવી ચાલી રહી છે, ત્યારે તેણે વિચાર કર્યો કે હવે શું કરવું? આ દુષ્ટ પિતાની દુષ્ટતા ત્યજવાને નથી, અને જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું શીયળભ્રષ્ટ થઉં, તે તદ્દન અસંભવિત છે. આખરે આ નરપિશાચથી છુટવાનો કોઈ પણ રસ્તો નથી એમ જાણી રંગુજીએ પિતાના મકાનની પછીતથી નીચે પડી પ્રાણાર્પણ કરવાનો વિચાર કર્યો. આ વિચારને અમલમાં મૂકવા પિતાના મકાનને બીજે માળેથી કૂદી પડવાની તૈયારી કરતી હતી, તેજ વખતે ઉંટ ઉપર બેઠેલે એક માણસ બારીની લગોલગ દેખાય,