________________ આદર્શ મુનિ.< હ૧ છે. ગુમાવેલી વસ્તુ પાછી મેળવી શકાતી નથી. નયમું અંદર અંદર વૈમનસ્ય-વેર વધારવું. અથવા આપણા આ નુકશાનને બદલો લે. કે જેની ભરપાઈ કદી થઈ શકતી નથી અગર બદલે લેવાતું નથી. તે સર્વથા અજુગતું છે. એમાં કે ઈનો ઉપાય ચાલતો નથી. ખૂનીઓએ કાં તો કર્મોનો બદલો લીધે અગર અન્ય કંઈ પણ થયું. પરંતુ વાતને અહીં જ સમાપ્ત કરે. પ્રિય વાંચક ! જે પૂર્ણતાને પ્રભાવ ! અહા ! કેવી દિવ્ય ભાવના છે ! ત્યાગનું કેવું અદ્ભુત ઉદાહરણ છે ! ખરેખર, આ કલિકાળમાં તો આવાં ઉદાહરણો વિરલજ ગણાય ! વળી આપણા ચરિત્રનાયકની માતાની આ ત્યાગમાં સતયુગની ઝાંખી થાય છે. ધન્ય છે એ માતૃહૃદયને! કે જે પોપકાર, ત્યાગ, અને “ગામત સર્વભૂતેષુની અલૌકિક ભાવનાથી ભરપૂર છે. આવા અનુપમ ગુણોનું ગાન કરવાનું મારા જેવા અપમતિનું ગજુ શું? સાચી વાત તો એ છે કે આવા ત્યાગ અને ધર્મની સાક્ષાત મૂતિરૂપી માતાઓ જે દેશમાં ઉદભવે છે, તે દેશ ખરેખર ગાવશાળી બને છે. આવી માતાઓના ચરિત્ર સુવર્ણ અક્ષરે લખાય એવાં હોય છે. કેસરબાઈ ! તને ધન્યવાદ છે! છે.