________________ આદર્શ મુનિ. જે જેનાગમોના માર્ગના યાત્રાળુ બની સંદેહમાં પડેલા લેકેનું સુંદર રીતે સંતોષકારક સમાધાન કરે છે, તથા જે શુદ્ધ જ્ઞાનરૂપી સુવર્ણની કસોટીરૂપ છે એવા પરમશાંતચિત્ત પૂજ્ય શ્રી મન્નાલાલજી મહારાજનું હું સમરણ કરું છું, તથા તેમને નમસ્કાર કરું છું. (2) तपोराशिजैनागममनननिर्धारण-मुखै:, नुकार्य: कालं विलसति नयन योगनिरतः / मुनिर्मुन्नालालो ललिततरभालो मृदुवचाः, स तीर्थशध्यानामृतरसरसी राजतुतराम् // 3 // જે તનિધિ જેનસિદ્ધાંતોના ધ્યાન તથા મનન વિગેરે શુભકાર્યમાં તંથા યોગનિષ્ઠ અવસ્થામાં પિતાનો કાળ વ્યતીત કરે છે. તથા જે તેજસ્વી લલાટવાળા, મધુરવાણી બોલનાર, તીર્થકરોના ધ્યાનરૂપી અમૃત રસને રસીયા છે, એવા પૂજ્ય મુનિશ્રી મુન્નાલાલજી મહારાજ યશસ્વી થાવ. (3) सदा यो व्याख्यानामृतरससुपानाद्विनयतो, नतानां श्राद्धानां मन उपगतानां प्रमथन् / स्वभक्तानां काम्यं सलिलधरसाम्यं प्रकुरुते, मुनिमुन्नालालो जयति स समालोचन परः // 4 // જે વિનયથી નમેલા છે. અને પોતાના ભકત શ્રાવકોનાં મન હંમેશાં વ્યાખ્યાનરૂપી અમૃત પાઈને પ્રસન્ન કરી મનવાંછિત મેઘરાજની બરાબરી કરે છે, તેવા તત્ત્વોની પરીક્ષા કરનાર પૂજ્ય શ્રી મુન્નાલાલજી મહારાજને સર્વદા વિજય થાવ (4)