________________ > આદર્શ મુનિ. જોઈએ કે તેમ કરવાથી પાત્રની સુંદરતામાં અવશ્ય વધઘટ થાય છે, પરંતુ પાત્રોનું વાસ્તવિક મૂલ્ય શરૂઆતમાં માટીને ચાક ઉપર ચઢાવી તેના ઘડેલા ઘાટ ઉપર તથા ભઠ્ઠીમાં પકવવામાં દર્શાવેલી ચતુરાઈ ઉપરથી આંકવામાં આવે છે, તેવી જ રીતે બાળકરૂપી પૂતળું માતાના ગર્ભરૂપી સંચામાં તૈયાર થાય છે. અને જેવા જેવા ઉત્તમ તથા કનિષ્ઠ, મધ્યમ તથા હલકા, સાત્વિક, રાજસી તથા તામસી પદાર્થોને રાસાયણિક પ્રગ ગર્ભાધાનના સમયથી જ આ મહાન રસશાળામાં કરવામાં આવે છે, તેવાજ ઉત્તમ અથવા મધ્યમ અથવા અધમ સન્તાનરૂપી પુતળાની ઉત્પત્તિ થાય છે. જે હોશિયાર, પારેખ, અને જાણકાર માતા-પિતા હીરે બનાવવાની સામગ્રી એકઠી કરી. તેને યોગ્ય સમયમાં, ચોક્કસ રીતથી, સાવધાનીપૂર્વક મિશ્રણ કરે તે તેનો અમૂલ્ય અગર તો મેંઘામૂલને હીરે બને છે. જે કંઈ ઉતરતા પ્રકારની સામગ્રી આવી જાય તો તેવુંજ ઉતરતું રત્ન પેદા થાય છે. અને જે સસ્તા ભૂલના કાચ બનાવવાની સામગ્રી એકત્ર કરવામાં આવે તે કાચજ ઉત્પન્ન થાય છે. રામ અને રાવણ, કૃષ્ણ અને કંસ, યુધિષ્ઠિર અને દુર્યોધન, પૃથ્વીરાજ અને જ્યચંદ, વિગેરે ઉત્તમ અને અધમ મનુષ્યની ઉત્પત્તિ માતાના ગર્ભાશયરૂપી અદભૂત પ્રયોગશાળામાંથી થએલી, થાય છે અને થશે. તેમાં તફાવત માત્ર રસાયણોની ઉત્તમતા અથવા અધમતાને જ ચાલ્યો આવે છે. બસ, જે પ્રકારનું પદાર્થોનું સંમિશ્રણ થયું તેજ મુજબનું પ્રાકૃતિક પ્રગશાળામાં રસાયણ થઈને બહાર પડે છે. મહાવીર જેવા મહાપુરૂષ અને રાવણ, કંસ તથા દુર્યોધન જેવા અધમ પુરૂષ પેદા કરવા તે હજુ પણ આપણા હાથની વાત છે. જેવા મસાલાને પ્રગ કરવામાં આવશે તેવાજ દયાળુ કે દુષ્ટ,