________________ પર > આદર્શમુનિ. કહેવા લાગી કે હે પૂજ્ય મુનિ મહારાજ! મારા આ ત્રણે પુત્રે મને પરમ પ્રિય છે. પરંતુ આપને ઉપદેશ સાંભળીને પરમ સુખની પ્રાપ્તિ માટે સંયમ ધર્મ ગ્રહણ કરવાની ઈચ્છા થઈ છે. તેથી આપ કૃપા કરી મને અને સાથે આ ત્રણે પુત્રોને દીક્ષા આપે, તેમાં મારી સંમતિ છે. આ પ્રમાણે સંમતિ મળતાં પૂજ્ય શ્રીએ ત્રણેને દીક્ષા આપી. જો કે બાળકોની ઉંમર નાની હતી, છતાં તેમણે પ્રસન્નવદને આનંદપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પૂજ્યશ્રીએ જ્યેષ્ઠ પુત્ર જવાહિરલાલજીને તેના પિતા રતનચંદજી મહારાજને શિષ્ય બનાવ્યું. ત્રણે શિષ્યોએ સમય મેળવીને પોતાના ગુરૂ શ્રી રતનચંદજી મહારાજ પાસે વિનયપૂર્વક જ્ઞાનાભ્યાસ કર્યો, અને થોડા જ સમયમાં સ્વશાસ્ત્ર તથા પરશાસ્ત્રોમાં પારંગત થઈ ગયા. જે કઈ પણ પ્રશ્ન કરતું, તો તેને જવાબ સંતોષકારક આપતા. અમારા ચરિત્રનાયકના દાદા ગુરૂનું એટલું શ્રેષ્ઠ જ્ઞાન હતું કે તવેદકલ્પ ઉત્તરાધ્યયન,) દશ વિકાલિક વિગેરે સૂત્રનો અર્થ જ્યારે પુછવામાં આવતું ત્યારે તે પિતાની જબાનથી સમજાવી દેતા. પ્રાચીન ઇતિહાસના કેટલાય પ્રસંગો તેમને આબેહુબ યાદ હતા. તેમને આત્મા રાગદ્વેષ, દુરાગ્રહ, મત્સર, ઈર્ષા-ભાવ વિગેરેથી વિમુકત હતા. તે વૈરાગ્ય, ધૈર્ય, વિનય વિગેરે સદ્ગુણોની સાક્ષાત મૂર્તિરૂપ હતા. તેમની સેવામાં રાજા, મહારાજા, દિવાન તથા ધનિકો વિગેરે કઈ પણ આવે તેમને “દયા પાળો” એટલું જ કહેતા અને તેમના હાથમાં ઈશ્વર સ્મરણમાળા હરહંમેશ રહેતી. તેઓ મહાન આત્મજ્ઞાની તથા શાંત મુદ્રાવાળા હતા. તેમના શિષ્ય સરળ સ્વભાવવાળા, કવિવર હીરાલાલજી મહારાજ જે અમારા ચરિત્રનાયકના ગુરૂ હતા તેમના શિષ્ય સમુદાયમાં ચરિત્રનાયક