________________ આદર્શ મુનિ 53 સિવાય નીચે જણાવેલા બીજા પણ શિષ્ય હતા. મુનિશ્રી સાકરચન્દજી મહારાજ, પંડિત મુનિશ્રી હજારીમલજી મહારાજ, મુનિશ્રી ગુલાબચંદજી મહારાજ, તપસ્વી મુનિશ્રી હજારમલજી મહારાજ, મુનિશ્રી શેભાલાલજી મહારાજ, મુનિશ્રી મયાચંદજી મહારાજ, મુનિશ્રી મુલચંદજી મહારાજ. આ શિષ્ય સમુદાયમાં પંડિત મુનિશ્રી હજારીમલજી મહારાજના સુશિષ્ય તથા ચરિત્રનાયકના ગુરૂવારના પિત્ર શિષ્ય વૈયાવૃત્તિવાળા મુનિશ્રીનાથુલાલજી મહારાજ છે. અસ્તુ. ચરિત્રનાયકના ગુરૂવર્ય ઘણું સરળ સ્વભાવના તથા શીઘ્રકવિ હતા. તેમનાં કાવ્ય આજપર્યંત જનતાને ઉપદેશ આપી રહ્યાં છે. તેમને ઉપદેશ ખૂબ મનેહર, મધુર તથા પ્રભાવશાળી હતો. સમયની ગતિ ન્યારી છે. તેઓ સંવત ૧૯૭૪માં દેવલોક પામ્યા. તેમના નાનાભાઈ મુનિશ્રી નંદલાલજી મહારાજ હયાત છે. તે પણ મોટા વિદ્વાન છે. તેમની ઉપદેશ આપવાની પદ્ધતિ અતિશય પ્રશંસનીય છે તેમના શિષ્ય મુનિશ્રી ખૂબચંદજી મહારાજ ઘણાજ શાંત સ્વભાવવાળા છે, અને પિતાને સમય સ્વાધ્યાયમાં ગાળે છે. તેમનાં રચેલાં સેંકડે સ્તવન તથા લાવણીઓ છે, તેમાંના કેટલાક તો પ્રકાશિત પણ થયાં છે. એ ઉપરાંત શિષ્યગણમાં અત્યારે તપસ્વી છેટુલાલજી મહારાજ, તપસ્વી બાલાલજી મહારાજ, પ્રતાપમલજી મહારાજ અને હીરાલાલજી મહારાજ પણ છે. મુનિશ્રી ખૂબચંદજીના શિષ્યો નીચે મુજબ છે - પં. કસ્તુરચંદજી મહારાજ, કેસરીમલજી મહારાજ, હરખચંદજી