________________ આદ મુનિ. જાય છે. પરંતુ અમે એ સાબિત કરી દેખાડવા માગીએ છીએ કે આટલું અંતર પડતું હોવા છતાં પણ ભગવાન મહાવીર તથા ભગવાન બુદ્ધ બંને સમકાલીન થઈ શકે છે. એટલું ચોક્કસ છે કે તેમની સમકાલીનતાનો સમય ઘણો છેડો પુરવાર થશે. અમે ભગવાન મહાવીરને નિર્વાણ કાળ પર૭ વર્ષ પૂર્વે માનીએ છીએ, અને તે ઉપરથી એ સ્પષ્ટ છે કે તેમનો જન્મ ઈસ્વી સન પૂર્વે પ૯ની સાલમાં થયો હતો. હવે જે બુદ્ધને નિર્વાણ કાળ ઈસ્વી સન પૂર્વે ૪૮૭ની સાલ માનવામાં આવે છે તે એ દિવા જેવું સ્પષ્ટ છે કે તેમનો જન્મ ઈસ્વી સન પૂર્વે પ૬૭માં થયે હોવો જોઈએ. આ ગણત્રીથી જોતાં બુદ્ધ લગભગ એક વર્ષ જેટલે કાળ ભગવાન મહાવીરના સમકાલીન હતા. ઉપરોક્ત વિવેચનથી એ સ્પષ્ટ દેખાય છે કે ઘણે લાંબો વિચાર અને દલીલ કરતાં પણ મહાવીર સ્વામીને સમય એજ નિર્ણત થાય છે કે જે તેમની પ્રચલિત સંવત કહેવાય છે. વળી આ વિષયને અન્ય અનેક ગ્રન્થમાં સર્વાશ ખુલાસો થઈ ગયો છે, તેથી અમે આ સ્થળે આ વિષય ઉપર લંબાણ વિવેચન ન કરતાં અત્રે વિરમવાનું ઉચિત ધારીએ છીએ. મહાવીર સ્વામીની પછી જૈનધર્મનું સંરક્ષણ-મહાવીર સ્વામીની પછી વિકમ સંવત 213 સુધી એટલે ઈ. સ. 156 સુધી અગીઆર અંગ તથા ચૌદ પૂર્વોનું જ્ઞાન પ્રચલિત હતું. એમ કહેવાય છે કે મહાવીરની પછી ગૌતમ (ઇન્દ્રભૂતિ) સુધમ તથા જનૂ નામના ત્રણ કેવલિયોએ જૈનધર્મને સુરક્ષિત