________________ આદર્શ મુનિ. 33 પછી તેણે પિતાને અલગ સંપ્રદાય સ્થા, અને “મેં તે તીર્થકર અર્થાત્ અહંતનું પદ પ્રાપ્ત કર્યું છે એમ કહેવા લાગ્યો. આ પ્રમાણે મહાવીર સ્વામી તીર્થંકર થયા તેનાથી બે વર્ષ પહેલાં ગશાલાએ જગત સમક્ષ પિતાને તીર્થંકર હવાને દા રજુ કર્યો. તેણે જે સંપ્રદાય સ્થાગે તે “આજીવિક સંપ્રદાયના નામથી પ્રસિદ્ધ છે. ગોશાલાના સિદ્ધાંત અને વિચારો સંબંધી માત્ર બદ્ધ તથા જૈન ગ્રન્થદ્વારાજ જાણી શકાય છે. શૈશાલા તથા તેના અનુયાયીઓ (આજીવિક લક) પિતાના સંપ્રદાયને લગતો એક પણ ગ્રન્થ પાછળ મૂકી ગયા નથી. જૈન ગ્રંથોમાં ગોશાલા સંબંધી ઘણું જ કહેર ભાષા વાપરવામાં આવી છે, એ ઉપરથી વાંચક સમજી શકશે કે જેને અને આજીવિકેમાં ભારે મતભેદ હતો, અને એ મતભેદને લીધે જ મહાવીર સ્વામીના પ્રભાવને પ્રારંભકાળમાંજ સજડ છેકે પહોંચ્યો. ગોશાલાની ખાસ બેઠક શ્રાવસ્તી નગરીમાં એક પ્રજાપતિ કુંભારની દુકાન હતી એ દુકાન હાલહલા નામની સ્ત્રીની માલિકીની હતી. એમ માલુમ પડે છે કે શ્રાવતી નગરીમાં ગોશાલાની ખ્યાતિ ઘણી સારી હતી. બાર બાર વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કર્યા બાદ તેરમાં વર્ષે મહાવીર સ્વામીએ સાંસારિક સઘળાં સુખદુખનાં બ ધનમાંથી મુકિત અપાવે તેમજ જેનાથી અવર્ણનીય અલોકિક આનંદ તથા “વસુદેવ કુટુમ્ની ભાવનાથી મન હંમેશાં તરબોળ રહે એવું સર્વશ્રેષ્ઠ જ્ઞાન તથા કેવલ્યપદ પ્રાપ્ત કર્યું. અસ્તુ. આજ સમયથી મહાવીર સ્વામી પિતાને “જિન” અથવા “અહંત' કહેવડાવવા લાગ્યા. આ વખતે તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી, અને ત્યારથી જ તેમણે પોતાના ધર્મનો પ્રચાર કરવાનો