________________ ૩ર > આદર્શ મુનિ. સુધી તે તેમણે વસ્ત્ર પણ બદલ્યું નહિ. એ તપશ્ચર્યાના પ્રભાવથી વિમાનેના જીવનમાં માત્ર આટલોજ પલટો થયે એમ નહિ પરંતુ તેમને વિશ્વબંધુત્વ ભાવ પણ એટલે બધે વૃદ્ધિગત થયો કે કીડી મંકેડી વિગેરે નાના વિધ ક્ષુદ્ર જીવજંતુઓ પણ સ્વચ્છન્દતાથી તેમના શરીર ઉપર ભ્રમણ કરવા લાગ્યાં. ત્યારબાદ તે કઈપણ જાતની પૃહા વિના બેધડક વિચરવા લાગ્યા. લાગલગાટ ધ્યાન ધરી નિરંતર પવિત્ર જીવન ગાળી, તથા ખાનપાન સંબંધી કડકમાં કડક નિયમ પાળી પિતાની ઇન્દ્રિો ઉપર સંપૂર્ણ કાબુ મેળવી તેઓ જીતેન્દ્રિય બન્યા. તેઓ ગેસાઈ થઈ ગયા. કઈ પણ પ્રકારના ભય સિવાય ઘેર અરણ્યમાં વસતા અને કઈ કઈવાર એક સ્થળેથી બીજે સ્થળે વિચરતા હતા. સંસારના સમયે સમયના મહાપુરૂષો ઉપર ગુજારવામાં આવે છે. તેવા ઘર અત્યાચારે કેટલીક વખત તેમની ઉપર ગુજારવામાં આવ્યા, પરંતુ તેમના પિતાની ઇન્દ્રિય ઉપર એટલે બધે સંયમ હતા કે દરેક પ્રકારને બદલો લેવાની ભીષણ શકિત હોવા છતાં તેમણે પિતાના હૃદયમાંથી પૈર્ય તથા શાન્તિને સહેજ પણ ચળવા દીધાં નહતાં. તેમજ પિતાના અત્યાચારીઓ પ્રત્યે કદી રેષ સરખે પણ બતાવ્યું નહતો. એક વખત જ્યારે તે રાજગૃહની પાસે નાલન્દમાં હતા. ત્યારે ગોશાલ સંખલિપુત્રની સાથે તેમને મેળાપ થયે ત્યાર પછી કેટલાંય વર્ષો સુધી મહાવીર સ્વામીને તેની સાથે ઘણે ગાઢ સંબંધ રહ્યા. બંને જણે છ વર્ષ સાથે રહી ઘણું ઉગ્ર તપશ્ચર્યા કરી. પછીથી ગોશાળ ગર્વિષ્ઠ બની મહાવીર સ્વામીની સાથે અણબનાવ કરી તેમનાથી વિખુટો પડે. વિખુટા પડ્યા