________________ > આદર્શ મુનિ. પ્રારંભ કર્યો. આધુનિક કાળમાં “નિગ્રન્થ” (બન્ધન રહિત) શબ્દને બદલે “જૈન” (જિનને શિષ્ય) શબ્દ વપરાશમાં આવે છે. મહાવીર સ્વામી સ્વયં “નિર્ચથ” ભિક્ષુ તથા જ્ઞાતુ” વંશના હતા. તેથી તેમના પ્રતિસ્પધી બૌદ્ધ લેક તેમને “નિગ્રન્થ જ્ઞાતપુત્ર' કહેતા હતા. પોતાના ધર્મને પ્રચાર કરવા તથા પરધમીઓને સ્વધર્મમાં લાવવા મહાવીર સ્વામીએ ત્રીસ વર્ષ સુધી દશે દિશાઓમાં ભ્રમણ કર્યું, ખાસ કરીને મગધ તથા અંગનાં રાજ્યમાં વર્તમાનકાળમાં જેને બિહાર તથા ઓરિસ્સા કહેવામાં આવે છે) પર્યટન કરીને તે મેટાં મોટાં નગરમાં ગયા. તે વિશેષે કરીને લાંબે કાળ ચમ્પા, મિથિલા, શ્રાવસ્તી, વૈશાલી તથા રાજગૃહમાં વસવાટ કરતા. મગધના રાજા બિંબસાર તથા અજાતશત્રુ (કૃણિક) તેમના પરમભક્ત તથા શિષ્ય હતા. જૈન ગ્રન્થ ઉપરથી એમ જણાય છે કે મહાવીર સ્વામીએ મગધ રાજ્યના શિષ્ટ સમાજના સંખ્યાબંધ લેકેને સ્વધર્મના અનુયાયી બનાવ્યા હતા. મહાવીર સ્વામીનું નિર્વાણ - પટના જીલ્લાના પાવાપુર નામના એક પ્રાચીન નગરમાં રાજા હસ્તીપાલના મહેલમાં મહાવીર સ્વામીએ પિતાની ક્ષણભંગુર કાયાને ત્યાગ કર્યો. જૈન ગ્રન્થોના આધારે મહાવીર સ્વામીને નિર્વાણકાળે વિકમ સંવતની 470 વર્ષ પૂર્વે (એટલે કે ઈસ્વી સન પૂર્વે પર૭ વર્ષ) માનવામાં આવે છે. ડૉકટર હર્મન જૈકેબી મહાશયનું એમ કહેવું છે કે મહાવીર સ્વામીને નિર્વાણ કાળ પર૭ વર્ષ પૂર્વે માનવાથી બુદ્ધ તથા મહાવીર સમકાલીન થઈ શક્તા નથી, તેમજ તેમનામાં પચાસ વર્ષનું અંતર પડી