________________ ->આદર્શ મુનિ વિગેરે કેટલાંક પુરાણોમાં પણ જૈન ધર્મનો ઉલ્લેખ છે. જેનોના અનેક ગ્રંથો જોતાં એમ માલૂમ પડયું છે કે છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામી ઉર્ફે વર્ધમાન શકરાજ પર્વે 605 વર્ષ પહેલાં એટલે કે ઈસુની પૂર્વે પર૭ વર્ષ પહેલાં મેક્ષ ગતિને પામ્યા. મારા વિવેચનનો અર્થ એમ છે, કે જે સમયે શાક્ય બુદ્ધના જન્મ પણ હેતે થયો તેના પણ ઘણુજ કાળ પૂર્વે જૈન ધર્મ પ્રચલિત હતા, ઘણાજ પ્રાચીન જૈનશ્રુતમાં બદ્ધ કે બુદ્ધદેવના પ્રસંગનું વર્ણન સરખુંય આવતું નથી, જ્યારે લલિતવિસ્તર વિગેરે ઘણુંજ પ્રાચીન બૌદ્ધ ગ્રંથમાં નિર્ચન્થ” નામથી જૈન વિષે ઉલ્લેખ મળી આવે છે. બૈદ્ધ તથા જૈનધર્મનું કેટલાક વિષયમાં સામ્ય લાગતું હેવાને લીધે જૈનધર્મને પરિવર્તી કહી શકાતું નથી. સામ્ય હોવાને લીધે જે તે પરિવર્તી હોય તો એજ રીતે દ્વધર્મ પણ પરિવતી સિદ્ધ થાય છે. આ પ્રમાણે ઉપરનાં પ્રમાણોથી જૈનધર્મ એ બૌદ્ધધર્મથી પૂર્વેને છે તે સિદધ થાય છે. ' જૈનગ્રન્થોમાં એવું વર્ણન આવે છે કે જૈનધમ અનાદિ છે તથા ઉત્સર્પિણી, અવસર્પિણી કાળના ત્રીજા તથા ચોથા કાળમાં ચોવીસ તીર્થકરોનાં પ્રાગટય થઈને ધર્મને પ્રકાશ થયા કરે છે. જૈનધર્મને અભિપ્રાય છે કે સુષ્ટિ અનાદિ છે-તેનો કેઈ સરજનહાર કે સંહારનાર નથી જે કંઈ ફેરફાર તેમાં થાય છે તે પોતાની મેળે સમયના ફરવા સાથે થયા કરે છે. જૈન મત પ્રમાણે જમ્મુદ્વીપની મધ્યમાં ભરતક્ષેત્ર તથા ઐરાવતક્ષેત્રમાં ઉન્નતિ