________________
વંદનાદિ પણ પૂર્વ અને પછી હિતકારી છે. (૨૨) પૂજાધિકારનો સમાવેશ વંદનાધિકારમાં થઈ શકે છે. (૨૩) પ્રભુદેવે ઈંદ્રાદિકે કરેલ વંદનાની અનુમોદના કરી પ્રભુની આગળ કરાતું નાટક બીજાં અશુભ કાર્યોના જેવું ન કહેવાય. (૨૪) આવા નાટકને ભક્તિના અંગ તરીકે જણાવ્યું છે. આવી ભક્તિના પ્રભાવે દુર્ગતિ ન થાય, સદ્ગતિનો બંધ થાય ને છેવટે મોક્ષ પણ મળે. (૨૫) દાનના ઉપદેશ કે નિષેધની પેઠે જિનપૂજાનો ઉપદેશ કે નિષેધ ન કરવો એમ નહિ, કારણ કે તે અનુબંધહિંસા છે જ નહિ. (૨) ચૈત્ય કે પ્રતિમાને અંગે થતી દ્રવ્યહિંસા અર્થદંડ પણ ન કહેવાય અને અનર્થદંડ પણ ન કહેવાય. (૨૭) પૂજાનું સ્વરૂપ જણાવતાં દયા અને હિંસાનું સત્ય સ્વરૂપ સૂત્રપાઠ દઈને સમજાવ્યું છે.
5. જૈનતર્કપરિભાષા : સ્યાદ્વાદર્શનના પાયા જેવા (૧) પ્રમાણ, (૨) નય અને (૩) નિક્ષેપ - નામના ત્રણ પરિચ્છેદવાળો આ ગ્રંથ છે. તેમાં પ્રથમ પ્રમાણપરિચ્છેદમાં (૧) પ્રમાણ એટલે શું ? (૨) પ્રમાણનો તેના ફળની સાથે અભેદભાવ કઈ રીતે ઘટે? (૩) પ્રમાણના ભેદો કેટલા? (૪) પ્રત્યક્ષ પ્રમાણ કેટલા પ્રકારનું છે ? (પ) સાંવ્યાવહારિક પ્રત્યક્ષનું અને પારમાર્થિક પ્રત્યક્ષનું તાત્ત્વિક સ્વરૂપ શું? (૬) ચક્ષુનો અને મનનો વ્યંજનાવગ્રહ ન હોવાનું કારણ? (૭) અવગ્રહાદિનું સ્વરૂપ શું? (૮) તે પ્રસંગે થતી શંકાઓનું સમાધાન શું ? (૯) મતિજ્ઞાનના દરેક ભેદમાં બહુ-બહુવિધ વગેરે ભેદો કઈ રીતે સમજવા? (૧૦) શ્રુતજ્ઞાનનું યથાર્થ સ્વરૂપ શું? (૧૧) સંજ્ઞાક્ષરાદિ ત્રણ ભેદો તથા શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો ક્યા ક્યા? (૧૨) પારમાર્થિક પ્રત્યક્ષના અવધિજ્ઞાન વગેરેના ભેદો કેટલા? (૧૩) યોગજ ધર્મજન્ય જ્ઞાનમાં અને કેવલજ્ઞાનમાં તફાવત શો? (૧૪) પરોક્ષપ્રમાણનું લક્ષણગર્ભિત સ્વરૂપ શું? (૧૫) તેના પાંચ ભેદો કયા કયા? (૧) પરોક્ષના સ્મરણ-પ્રત્યભિજ્ઞા-તર્ક-અનુમાન-આગમ ભેદોનું સ્વરૂપ શું ? (૧૭) સ્મરણનું પ્રમાણપણું કઈ રીતે ઘટી શકે ? (૧૮) તેને માનવાની જરૂરિયાત શી? (૧૯) પ્રત્યભિજ્ઞાનું લક્ષણ શું? (૨૦) તેને અલગ માનવાનું કારણ શું ? (૨૧) પ્રત્યભિજ્ઞામાં અનુમાન વગેરેનો સમાવેશ કઈ રીતે થઈ શકે? (૨૨) તર્કનું સ્વરૂપ શું? (૨૩) વ્યાતિગ્રહમાં તેની જરૂરિયાત કઈ રીતે અને કેટલે અંશે છે? (૨૪) સામાન્ય લક્ષણનો બોધ થવામાં અને શબ્દાર્થના વાચ્ય વાચકભાવની સમજણ પાડવામાં કોની વિશેષ જરૂરિયાત પડે છે? (૨૫) તર્કનું સ્વતઃ પ્રમાણપણું કઈ રીતે સમજવું?
પીભવતી ૧૦