________________
આ ગ્રંથ છે. પ્રકાશક શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર. આ ગ્રંથમાં કર્તાએ-૧. શાસ્ત્રયોગ શુદ્ધિ અધિકાર, ૨. જ્ઞાનયોગાધિકાર, ૩. ક્રિયાધિકાર અને ૪. સામ્યાધિકાર-આ ચાર અધિકાર પૈકી પહેલાશાસ્ત્રયોગશુદ્ધિ નામના અધિકારમાં (૧) અધ્યાત્મનું ખરું સ્વરૂપ શું સમજવું? (૨) તેને લાયક ક્યા જીવો હોઈ શકે ? (૩) કેવા પ્રકારના હ્રદયમાં અધ્યાત્મનો પ્રાદુર્ભવ થાય ? (૪) તુચ્છાગ્રહિ જીવોની કેવી ખરાબ હાલત થાય છે ? (૫) શાસ્ત્રનું સામર્થ્ય કેવું હોય છે ? (૬) શાસ્ત્રની પરીક્ષા કઈ રીતે કરી શકાય ? (૭) કષ-છેદ-તાપનું સવિસ્તર સ્વરૂપ શું ? (૮) અને કષશુદ્ધિ વગેરે ત્રિવિધ શુદ્ધિ કઈ રીતે શાસ્ત્રમાં ઘટાવી શકાય ? (૯) એકાંતવાદીઓ પણ આડકતરી રીતે સ્યાદ્વાદ મતને કેવા રૂપે સ્વીકારે છે ? (૧૦) નયશુદ્ધિ-શ્રુતજ્ઞાન ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ શું ? (૧૧) ધર્મવાદને લાયક કોણ હોઈ શકે ? આ અગિયારે પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરવા પૂર્વક વચમાં પ્રસંગે જરૂરી બીના પણ સરસ રીતે વર્ણવી છે. બીજા – જ્ઞાનયોગ નામના અધિકારમાં (૧) પ્રતિભાજ્ઞાન કોને કહીએ ? (૨) આત્મજ્ઞાની મુનિ કેવા હોય છે ? (૩) ખરું વેદ્યપણું કોને કહીએ ? (૪) જ્ઞાની પુરુષો કઈ રીતે નિર્લેપ થઈ શકે છે ? (૫) ચિત્તની શુદ્ધિ કરવા માટે કર્યાં કયાં સાધનોની સેવના કરવી જોઈએ ? (૬) જ્ઞાનયોગ વ્યાવહારિક દષ્ટિએ અને નૈૠયિક દૃષ્ટિએ કેવા સ્વરૂપવાળો હોય છે; આ છ પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરતી વખતે બીજી પણ જરૂરી બીના ટૂંકમાં જણાવી છે. ત્રીજા - ક્રિયા અધિકારમાં-ક્રિયામાં જરૂરિયાત જણાવવાના પ્રસંગે કઈ ક્રિયાથી નિર્મલ ભાવવૃદ્ધિ થઈ શકે ? આનો ખુલાસો જણાવીને જ્ઞાની પુરુષો પણ કર્મનો નાશ કરવા માટે ક્રિયાની સાધના જરૂર કરે છે, આ બીના જણાવી છે. ચોથા – સામ્યાધિકારમાં (૧) સમતા ગુણવાળા જીવની કેવી સ્થિતિ હોય છે? (૨) સમતા વિનાનું સામાયિક પણ કેવું હોય છે? (૩) પરમાત્મસ્વરૂપને પમાડવામાં સમતા કઈ રીતે કેવા પ્રકારની મદદ કરે છે ? (૪) સમતાથી કોને કોને કેવા કેવા પ્રકારના લાભ થયા ? આ ચાર પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરતાં છેલ્લા પ્રશ્નના સમાધાનમાં ભરત, દમદંત ઋષિ, નમિરાજર્ષિ, સ્કંદસૂરિના શિષ્યો, મેતાર્ય મુનિ, ગજસુકુમાળ, અર્ણિકાપુત્ર, દઢપ્રહારી, શ્રી મરૂદેવા વગેરેના દાખલા આપ્યા છે. છેવટે પ્રશસ્તિ વગેરે જણાવીને ગ્રંથ પૂરો કર્યો છે.
પાંચાર ક