________________
ખુલાસા કરવાના પ્રસંગે તેઓના આચાર વગેરે દર્શાવી છેવટે પ્રશસ્તિ જણાવી કર્તાએ ગ્રંથ પૂર્ણ કર્યો છે. આ ગ્રંથ ઉપરની સ્વોપન્ન ટીકા નવીન ન્યાયની પદ્ધતિ પ્રમાણે બનાવી છે, તે વાંચવાથી કર્તાની અપૂર્વ વિદ્વત્તા જણાય છે.
મૂળગ્રંથની શરૂઆતમાં ગ્રંથકાર જણાવે છે કે હું શ્રીપાર્શ્વનાથ પ્રભુને અને ગચ્છનાયક આચાર્ય મહારાજ શ્રીવિજયદેવસૂરીશ્વરજી મહારાજને વંદન કરીને બોધને અનુસારે અધ્યાત્મમતની પરીક્ષા કરીશ. તેમ જ ટીકાની શરૂઆતમાં પણ જણાવ્યું છે કે-જે વાગ્યેવતા (સરસ્વતી) પંડિતોને અથવા દેવોને વંદન કરવા લાયક છે અને જેનું સ્વરૂપ ૐકાર મંત્રાક્ષર ગર્ભિત છે, તે વાન્દેવતાનું સ્મરણ કરીને હું સ્વોપજ્ઞ (સ્વકૃત) અધ્યાત્મમતપરીક્ષાનું વિવરણ કરું છું. ટીકાના શ્લોકનું પ્રમાણ ૪,૦૦૦ શ્લોક છે. આ સટીક ગ્રંથ દે. લા. જૈન પુસ્તકોદ્વાર ફંડ તરફથી છપાયો છે અને તેનું ભાષાંતર શ્રી આત્માનંદ સભા તરફથી છપાયું છે.
૨. અધ્યાત્મસાર : કર્મરૂપી વાદળાથી ઢંકાયેલા ભવ્ય જીવો અધ્યાત્મ સેવારૂપી પવનથી તે વાદળાને દૂર કરી આત્મિક તેજનો અનુભવ કરી શકે છે. આ મુદ્દાથી ગ્રંથકારે આ ગ્રંથમાં સાત મુખ્ય વિભાગ(પ્રબંધ)ની અને દરેક વિભાગમાં એકાદિ અધિકારની સંકલના કરીને અધ્યાત્મનું સ્વરૂપ વર્ણવ્યું છે. તેમાં પ્રથમ પ્રબંધમાં અધ્યાત્મની પ્રશંસા, અધ્યાત્મસ્વરૂપ, દંભત્યાગ, ભવસ્વરૂપ આ ચાર બાબતનું સવિસ્તર વર્ણન જણાવ્યું છે. બીજા પ્રબંધમાં વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ અને વૈરાગ્ય સંબંધી જરૂરી બીના સ્પષ્ટ રીતે વર્ણવી છે. ત્રીજા પ્રબંધમાં મમતાનો ત્યાગ, સમતા, સદનુષ્ઠાન અને મનઃશુદ્ધિનું સ્વરૂપ જણાવ્યું છે. ચોથા પ્રબંધમાં સમ્યક્ત્વ, મિથ્યાત્વત્યાગ અને કદાગ્રહત્યાગની બીના જણાવી છે. પાંચમા પ્રબંધમાં યોગ, ધ્યાન અને ધ્યાનસ્તુતિ વર્ણવી છે. છઠ્ઠા પ્રબંધમાં આત્મનિશ્ચય વર્ણવ્યો છે. સાતમા પ્રબંધમાં જૈનમત સ્તુતિ, અનુભવી સજ્જનસ્તુતિ જણાવી છે. જૈન શ્વે, કોન્ફરન્સ પ્રકાશિત ‘જૈન ગ્રંથાવલી’ વગેરેના આધારે આ મૂલ ગ્રંથનું પ્રમાણ ૧૩૦૦ શ્લોક છે. આનો યથાર્થભાવ જણાવવા માટે પંન્યાસજી મહારાજ શ્રી ગંભીરવિજયજી ગણિજીએ તેના ઉપર ટીકા બનાવી છે, તે શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ છપાવી છે.
૩. અધ્યાત્મોપનિષદ્ ઃ અનુષ્ટુપ છંદમાં સંસ્કૃત ૨૩૧ શ્લોક પ્રમાણ મહાન જ્યોતિર્ધર # ૧
–