________________
(અઢારમી સદીના મહાન જ્યોતિર્ધરો
પૂ. આ. શ્રી વિજયપધસૂરિજી મ.
મહોપાધ્યાયશ્રી યશોવિજયજીને જે સાહિત્યરચનાઓએ પ્રખર વિદ્વાન તરીકે અમર બનાવ્યા છે તેમની એક પછી એક કૃતિનું - એ કૃતિમાં આવતાં વિષયનિરૂપણનું સંક્ષિપ્ત અવલોકન કરીશું. ઉપાધ્યાયજીત મૌલિક ગ્રંથો
૧. અધ્યાત્મમત પરીક્ષા : આનું બીજું નામ અધ્યાત્મમતખંડન છે. મૂળ ગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૮૪ ગાથાનો છે. તેની ઉપર વાચકવર્ષે સ્વોપજ્ઞ ટીકા રચી છે. દિગંબરો એમ માને છે કે કેવલિભગવંતોને કવળાહાર હોય જ નહિ. આ બાબતમાં ગ્રંથકાર મહર્ષિએ કેવળજ્ઞાન અને કવળાહાર એ અવિરોધી વસ્તુ છે એટલે જ્યાં કેવળજ્ઞાન હોય ત્યાં જેમ મોહનીય વગેરે ચારે ઘાતી કર્મો વિરોધી હોવાથી સંભવતા નથી, તેવો વિરોધ કેવળજ્ઞાનની સાથે કવળાહારને હોવામાં નથી એ સિદ્ધ કર્યું છે. શ્રી સમવાયાંગમાં ચોત્રીસ અતિશયોમાં જણાવ્યું છે કે “પ્રભુના આહારમાં નિહાર ચર્મચક્ષુવાળા જીવો જોઈ શકે નહિ' એ વગેરે વસ્તુ સચોટ દાખલા દલીલો દઈને કેવલીને કવલાહાર હોઈ શકે એમ સાબિત કર્યું છે. દિગંબરો માને છે કે – પ્રભુને ધાતુરહિત પરમૌદારિક શરીર હોય. આ બાબતનું, પ્રભુને જન્મથી જ એક શરીર હોય છે વગેરે જણાવીને, ખંડન કર્યું છે. જો કેવલી પ્રભુને આહાર ન હોય તો તત્ત્વાર્થમાં કેવલીને કહેલા અગિયાર પરિષહો (જેમાં સુધા પરિષહ ગણ્યો છે તે) કઈ રીતે ઘટશે? આવા અનેક પ્રશ્નો પૂછીને આહારની બાબતમાં પર્યાપ્ત નામોદય પણ કારણ તરીકે જણાવીને દિગંબર મતની અનેક માન્યતાને અસત્ય ઠરાવી છે. છેવટે (૧) દિગંબર મત ક્યારે પ્રકટ થયો? (૨) તેઓ ઉપકરણ નથી રાખતા, તેનું શું કારણ? આ પ્રશ્નોના
આ પmભારતી n કે