________________
૧૨
નિત્યનિયમાદિ પાઠ
પ્રવર્તતા તે બધું યાદ આવે. પરંતુ આમતેમ બધે જોયા કરે, નકામું બડબડ બોલ્યા કરે તો ભગવાન શી રીતે સાંભરે ? વચનથી વેર કે પ્રીતિ થાય છે, તેથી ભવ ઊભા થાય. નયન પણ બાહ્ય વસ્તુઓ પ્રત્યે રાગદ્વેષ કરાવી ઘણાં કર્મ બંધાવે છે તેથી એ બન્નેનો સંયમ કરવો જોઈએ. સત્પુરુષના વિયોગમાં તેમનું શરણ લઈને વચન નયનને સ્મરણ, કીર્તન, દર્શનાદિમાં રોકવાં. બીજેથી રોકીને ગુપચુપ આત્માર્થ સાધી લેવો. લોકપ્રસંગ ઘટાડી આત્માર્થમાં લાગી રહેવું.
વળી જે તારા ભક્ત નથી તેઓ આસક્તિપૂર્વક સંસારની ખટપટમાં લાગી રહ્યા છે. તેમના પ્રસંગમાં આવતાં તન્મય થઈ જાઉં છું, તેમ ન કરતાં તે પ્રત્યે ઉદાસભાવ, ઉપેક્ષાભાવ રહેવો જોઈએ. તેમજ ગૃહકુટુંબ આદિનાં કાર્યો ઘણાં આનંદ સાથે કરું છું. પરંતુ તેમાં મારાપણું કરવાથી આત્માને બંઘન કરી દુઃખમાં લઈ જશે એમ સમજી ત્યાં પણ ઉદાસ રહેવું જોઈએ. જ્ઞાની ગૃહવાસને ભાલા સમાન અને કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે ! તેમ મને થતું નથી. નકામી વાતોમાં વખત કાઢી નાખે. અરીસામાં જોઈને કલાક ખોટી થાય ! ઘરનાં કાર્યમાં જરૂર પૂરતો વખત આપી દેહ પાસે ભક્તિ, ધર્મધ્યાન વગેરે કામ કરાવવું. આત્માર્થે બને તેટલું ખોટી થવું.
અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; ની નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨
ભગવાન યાદ આવે તો ભગવાનનું માહાત્મ્ય લાગે. તેને બદલે હું કેમ વખણાઉં, કેમ સારો દેખાઉં એમ અંહભાવ રહે છે.