________________
૧૦
નિત્યનિયમાદિ પાઠ ત્યાં કાળ કંઈ નડતો નથી. પ્રભુશ્રીજી હતા ત્યારે તેમની સમીપે ચોથા આરા જેવું લાગતું. બોઘ અને ભક્તિથી આત્મા ઠરતો. સંસારનું વિસ્મરણ થતું. તેમ આવા વિપરીત કાળમાં પણ જો જીવ સત્પરુષની આજ્ઞા અનુસાર ભક્તિ કરવાનો નિયમ કરે, વ્રત ત્યાગ દ્વારા મર્યાદા કરે ને તેને દ્રઢ રીતે વળગી રહે તો ઘર્મસાઘન બની શકે, એમ મર્યાદા એટલે આજ્ઞાઆરાધનરૂપ ઘર્મ જીવને બચાવી શકે. સત્યરુષની આજ્ઞામાં લક્ષ રાખે તો પાપ કરતો અટકે. સત્પરુષની આજ્ઞારૂપી અંકુશ છે, છતાં તે અંકુશમાં વર્તાતું નથી. નિયમિત ઘર્મઆરાઘન કરવા કહ્યું છે તે થતું નથી. તે માટે વ્યાકુળતા-મુઝવણ થવી જોઈએ તે પણ થતી નથી. મારાં કેવાં ભારે કર્મ છે ! કૃપાળુદેવે કહ્યું છે કે ભારેકર્મી જીવો આ કાળમાં અવતરે છે. તેથી ઘર્મની જિજ્ઞાસા ઘટતી જાય, લોકોમાં વાહવાહ કહેવડાવવા બધું કરે. પરમાર્થ–આત્માનું હિત શાથી થાય એ સૂઝતું નથી. નિરંકુશતા વધતી જાય છે. માબાપનું કહ્યું ન માને તો ભગવાનનું કહેવું શું વિચારે? ભગવાન હતા એ જ ન માને. શાસ્ત્રોને કલ્પના માટે અને પોતાની કલ્પનાએ સ્વચ્છેદે બધું પ્રવર્તન કરે. બીજાં કામ આડે પરમાર્થ માટે અવકાશ જ નથી.
સેવાને પ્રતિકૂળ છે, તે બંઘન નથ ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦
સેવા–સપુરુષે જે આજ્ઞા આપી છે તેની આરાઘના એટલે આત્માની ઉપાસના થતી નથી. આળસ, ઊંઘ, પ્રમાદ, વિકથા આદિ તેમાં પુરુષાર્થ કરવા દેતાં નથી. દેહ ને ઇંદ્રિયોને અર્થે બધું પ્રવર્તન થાય છે. ખાવું, પીવું, હરવું, ફરવું, નાહવું, ઘોવું,