________________
શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાઘર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯
કળિકાળને લઈને ઘર્મની પ્રાપ્તિ દુર્લભ છે. તે પ્રાપ્તિ થાય તો પણ સાઘના કરવી દુર્લભ છે. ક્ષેત્રનો પ્રભાવ હોય તેમ
કાળનો પણ પ્રભાવ છે. આ કાળમાં બઘાં નિમિત્તો ઘર્મને વિપરીત થાય તેવાં છે. નિવૃત્તિના સ્થળે પુરુષનો યોગ હોય
૧ જુઓ પત્રસુઘા પત્ર નં. ૯૧૪
૨. “શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કહ્યો છે; અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થસંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે; જો કે સર્વ કાળને વિષે પરમાર્થ-પ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોનો જોગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તો અત્યંત દુર્લભ હોય છે. જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણપરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થમાર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવાજોગ કાળ આવે છે.
આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદ સ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઇચ્છા, અને તે સંબંઘી નિશ્ચયમાં દ્રઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી; તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે, જો કે હજુ આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચ્છેદ પ્રાપ્ત થઈ નથી, તેમ સત્પરુષ રહિત ભૂમિ થઈ નથી, તોપણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે, એમ જાણીએ છીએ.”
–શ્રીમદ્ રાજચંદ્ર (આંક ૩૯૮)