________________
શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય અચલરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭
આત્મસ્વરૂપ પામવા માટે સતત ઇચ્છા, લગની, રટણ લાગવું જોઈએ તેવી આસક્તિ મારામાં નથી. ક્ષણિક વસ્તુઓમાં આસક્તિ છે. “જૈસી પ્રીતિ હરામકી તૈસી હર પર હોય, ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકરે કોય.” વળી વિરહમાં દુખ થવું જોઈએ, ઝંખના રહેવી જોઈએ તે પણ નથી. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને લખ્યું હતું કે “વિરહમાં પણ કલ્યાણ છે.” વિરહમાં પણ જો સત્પરુષ વિશેષ સાંભરે ને પ્રેમ વર્ધમાન થાય તો હિતકારી છે. પણ તેવો વિરહાગ્નિનો તાપ લાગવો જોઈએ.
વળી તારી સર્વ જીવો પ્રત્યે અત્યંત કરુણા, અલૌકિક પ્રીતિ છે. “કોને તારું ને કોને પાર ઉતારું !” એવી નિષ્કારણ કરુણા છે. જે તીર્થકરો તથા જ્ઞાનીઓ મોક્ષે ગયા છે તેમણે પરમ પ્રેમથી પોતાને તથા પરને તારવા ભારે પુરુષાર્થ કર્યો છે. નિરંતર પ્રમાદરહિતપણે પુરુષાર્થ કરી સર્વ કષ્ટોને સહન કરીને પોતે મોક્ષે ગયા ને સાથે કેટલાયને તાર્યા! તે એકતાર તન્મય પ્રીતિ અથવા આવેશપૂર્ણ ભક્તિની કથા પણ વિચારવી સાંભળવી આ કાળમાં દુર્લભ થઈ પડી છે. તે માટે ખેદ થવો જોઈએ તે થતો નથી.
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દ્રઢ ભાન; સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮
આત્માના શુદ્ધ સ્વરૂપને પામવા ભક્તિ એ મુખ્ય સાઘન છે. આત્માર્થે વાંચવું, વિચારવું, બોઘ સાંભળવો, જ્ઞાન, ધ્યાન એ સર્વ ભક્તિ છે. તે ભક્તિનો રંગ ક્યારે લાગે કે દેહ તે હું