________________
નિત્યનિયમાદિ પાઠ અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ ! ૬
હું આવો પામર છું ને હે પ્રભુ ! તમારી શક્તિ ને પ્રભાવ તો અલૌકિક છે. ત્રણે કાળમાં દુર્લભ એવા સદ્ગુરુની પ્રાપ્તિ થઈ છે તેનો વિચાર આવતાં ઉલ્લાસ થઈ આવવો જોઈએ. સટુરુષ મળ્યા તો સંસારરૂપી વન પાર કરવા ચોઓ ઘોરી રસ્તો મળ્યો તેથી મુમુક્ષુને મૂંઝવણ ટળી જતાં કેટલી પ્રફુલ્લતા આવે? આવા પુરુષનો જોગ કોઈ મહાપુણ્ય થયો તેનું માહાસ્ય અપાર છે. ગમે તે ગતિ થાય તો પણ જો શરણ છે તો અવશ્ય મોક્ષે લઈ જશે. આ કાળમાં આવા પુરુષ મળ્યા તે અહોભાગ્ય ! એક વચન પણ ખરા હૃદયથી આરાઘે તેનું કલ્યાણ થશે. પુરુષાર્થ કરવો જોઈએ. આત્માની દાઝ રાખી સત્પરુષ પર પ્રેમ વઘારે, તેમ તેમ બોઘ પરિણમે. પરંતુ મને સત્પરુષનું માહાભ્ય લાગ્યું નથી તેથી પરમપ્રેમનો એક અંશ પણ મારામાં નથી. તેમનાં વચન સાંભળી ઉલ્લાસભાવ, સ્નેહ આવે તેમ થતું નથી. લગ્નનાં ગીત ગાતાં ઉત્સાહમાં ઘાંટો બેસાડી દે તેવો ઉત્સાહ પરમાર્થભક્તિમાં નથી. સંસારનો સ્નેહ પલટાઈને ભગવાન પ્રત્યે થવો જોઈએ. તે અપૂર્વ સ્નેહ પ્રગટે તો સાચી અગ્નિનો એક તણખો જેમ બધું રૂ બાળી મૂકે, તેમ એક અંશ સ્નેહ આવે તો બઘાં કર્મો બાળી નાખે ! માથે અનંતકાળનાં કર્મોરૂપી બોજો છે. ઘણું કામ કરવાનું છે તે માટે પરમ પ્રભાવ–બળ જોઈએ તે નથી. સિંહનો શિકાર કરવા જતાં સસલાથી બીએ તે કેમ પાલવે ? તેમ સંસારનાં બંધનો તોડવા બળ, હિમ્મત, પુરુષાર્થ જોઈએ તે નથી.
૧. જુઓ પત્રસુઘા પત્ર નં. ૫૬૧