________________
૨. સાધમિકની શ્રેષ્ઠતા
બીજા કામમાં જોડી દે એટલે અન્યાયને નેતરું દીધું ગણાય. બીજાને બીજા કાર્યમાં રેકે એટલે એ ધર્મ કરી શકે નહીં. કપડાં મેલાં થવાના જાણ્યાં છતાં પહેરવાં પણ પડે અને છેવાં પણ પડે.
શ્રાવકની ફરજ છે કે–જે ધર્મની પ્રતીતિ થઈ તે સાંજે કુટુંબની આગળ તેનું સ્વરૂપ સમજાવે, તેમાં વિપરીત પ્રરૂપણ થઈ હોય તેની હું મિચ્છામિ દુક્કડં દઉં છું. વ્યાખ્યાન સાંભળનારની ફરજ થઈ કે સાંજે પોતાના કુટુંબને એકઠા કરી ધર્મોપદેશ આપે. મારવાડી, પંજાબી, ગુજરાતી વગેરે પિતાની નાતજાતવાળા છે, છતાં તે તે દરેકમાં દેશને અંગે સરખા સંસ્કારો પાડવામાં આવે છે. દેશના સંસ્કાર પાડવા જાત નાત વગેરે જેવાય છે. જેમ લશ્કરમાં હૈદ્ધા જુદા જુદા દેશના હોય તે પણ માત્ર જીત આપણું થાય તેટલું જ સાધ્ય હોય. તમે સાધર્મિકના સમાગમમાં આવે, સાધર્મિક મળે ત્યારે અન્ય અન્ય જુદા દેશથી આવેલ સાધમિકે, અન્ય અન્ય જાતિઓ અને અન્ય અન્ય ન્યાતિઓના હોય તે પણ તે બધા સાધર્મિક બંધું જ ગણાય. જેમ જય મેળવવાના મુદ્દાથી એકઠા થએલા સૈનિકે ભલે જુદા જુદા દેશના હોય, જુદી જુદી જાતના હોય, પરંતુ તેમાં દેશ તરીકે, કુળ તરીકે ભેદ રખાય તે લશ્કર જીતી શકે નહીં. દેશ, જાતિ, કુળભેદને જયમાં એક બાજુ મૂકવાં પડે. તે દેશ જાતિ કુળ છોડી દેતાં નથી. પણ કાર્યમાં ભેદ રાખવામાં આવે તે જીતનું કાર્ય સફળ બનાવી શકે નહીં.
એક વાત સર્વ ધર્મિષ્ઠોએ લક્ષમાં રાખવાની છે. “આપણે મેહમલને જીતવાને માટે સૈનિક છીએ.” સૈન્યમાં જનરલ કર્નલ અને સૈનિકે હોય પણ ધ્યેય બંનેનું એક જ હોય. મેહને તજવા માટે તૈયાર થએલા સૈનિકે કોણ? જૈનશાસન માનનારા. તે સૈનિકેમાં દેશ, જાતિ, કુળને ભેદ આડો આવી શકે નહીં. રાજાની વફાદારી કરનારા, રાને વફાદાર રહેનાર બધા રાજ્યના સેવકે છે. એવી રીતે અહીં જે જિનેશ્વરના ધર્મને માનનારા છે તે બધા સાધર્મિકે છે. સમાન ધર્મથી પ્રવૃત્તિ કરનારા બધા સાધમિકે છે. આ
जैनधर्म विनिर्मुक्तो माभुव चक्रवर्त्यपि स्यां चेटो दरिद्रोऽपि जनधर्माधिवासितः॥ .