________________
આનંદઘનજી યશોવિજ્યજીના પારમાર્થિક સદગુરુ બીજા વ્યાવહારિક ગુરુઓને કાંઈ તેટે તે; ન્યાય, દર્શન, વિદ્યા આદિ અંગે તેમને અનેક ઉત્તમ ગુરુ સાંપડ્યા હતા, છતાં તે “લેટું ' કેમ રહ્યા ? કારણ એટલું જ કે પારમાર્થિક કલ્યાણ તો એક જ્ઞાની પારમાર્થિક સદ્ગુરુના
ગથીજ થાય છે. શ્રી યશોવિજયજીને આનંદઘનજીને સમાગમ થતાં આ પારમાર્થિક ગુરુની ખેટ પૂરાઈ. આમ આનંદધનજી શ્રી યશોવિજયજીના પરમ ઉપકારી પારમાર્થિક સદગુરુ છે, એ આ ઉપરથી ફલિત થાય છે.
બૂઝી ચહત જે પ્યાસકી, હૈ બૂઝનકી રીત; પાવે નહિં ગુરુગમ બિના, યેહી અનાદિ સ્થિત. ”
–શ્રીમદ્ રાજચંદ્રજી. ગગન મંડલમેં અધબિચ કૂવા, ઉહા હે અમીકા વાસ; સગુરા હાએ સે ભરભર પીવે, નગુરા જાવે પ્યાસા. ”
-- શ્રી આનંદઘનજી. શ્રી આનંદઘનજીને સમાગમ એ શ્રી યશોવિજયજીના જીવનને પરમ ધન્ય અને મહત્વને પ્રસંગ છે અને આ પ્રસંગ આનંદઘનજીના જીવન પર ઉપયેગી પ્રકાશ પાડે છે, એટલા માટે અત્ર કંઈક વિચાર્યું છે.
૨. ભકત ત્રિમૂર્તિ ઃ એક તુલના નમું આનંદના ઘન વરષિ આનંદઘનને,
નમું દેવચંદ્ર અમૃતઝરણ જ્ઞાનધનને,