________________
મહામુનીશ્વર મહર્ષિ આનંદઘનજી પ્રદેશથી નમી પડે, એમ અત્ર પ્રતીત થાય છે. અને આવી નિર્દભ લઘુતામાં જ યશોવિજયજીની સાચી ગુરુતા રહેલી છે. * આ આનંદઘનજીના પ્રસંગ ઉપરથી વર્તમાનમાં પણ જે કઈ અલ્પશુત અજ્ઞાની જન યત્ર તત્રથી કંઈક શીખી
લઈ પોતાને જ્ઞાની માની બેસવાને
ફકે રાખતા હોય તેને ઘણું પડે યશવિજયજીના લેવા જેવું છે, અને આ મુદ્દો પારમાર્થિક સદ્ગુરુ ખાસ લક્ષમાં લેવા યોગ્ય છે કે
આત્માનુભવી એવા સાચા સદ્ગુરુના સમાગમ-ગ વિનાનું ગમે તેટલું દ્રવ્ય કૃતજ્ઞાન પણ પરમાર્થથી મિથ્યા છે, એવા તથારૂપ ભાવગી સગ્ગી પ્રાપ્ત ભાવગુરુગમ વિનાનું જ્ઞાન અકિંચિત્કર છે. તેનું આ જલવંત ઉદાહરણ છે. જેને “કૂર્ચાલી શારદ –મૂછાળી સરસ્વતીનું બિરુદ મળ્યું હતું અને કલિયુગમાં જે હરિભદ્રને લઘુ બંધુ કહેવાતું હતું, એ ગુરુઓને ગુરુ અને આચાર્યોને આચાર્ય આ શ્રી યશોવિજય જે ધર્મ ધુરંધર મહામૃતધર પુરુષ પણ ગંભીરપણે નિખાલસતાથી એકરાર કરે છે કે –“હું આવા આત્મજ્ઞ સંતના દર્શન સમાગમ પહેલાં લેતું હતું, ને આ પારસમણિના સમાગમ વેગ પછી સેનું બન્યું છું.”
આ પારમાર્થિક સદ્ગને અને તેવા આત્મજ્ઞાની વીતરાગ સશુરુ થકી પ્રાપ્ત ભાવ-ગુરુગમને અપૂર્વ મહિમા સૂચવે છે. શાસ્ત્રમાં જે ગુરુમહિમા બહુ ગાવામાં આવ્યો છે તેનું રહસ્ય આ જ છે. આમ તે આ પૂર્વે શ્રી યશોવિજયજીને