Book Title: Paramno Sparsh
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
Catalog link: https://jainqq.org/explore/034433/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પરમતો સ્પર્શ કુમારપાળ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ અને જીવનનો સમન્વય કરતી ચિંતનયાત્રા પરમનો સ્પર્શ કુમારપાળ દેસાઈ પ્રાપ્તિસ્થાન ગૂર્જર સાહિત્ય ભવના રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001 ફોન : 079-22144663, 22149660 e-mail: goorjar@yahoo.com. web: gurjarbooksonline.com ગૂર્જર સાહિત્ય પ્રકાશન 102, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હૉલ સામે, 100 ફૂટ રોડ, પ્રફ્લાદનગર, અમદાવાદ 380015 ફોન : 26934340, 98252 68759 - gurjarprakashan@gmail.com Page #3 -------------------------------------------------------------------------- ________________ કિંમત : રૂ.૨૫૦ પહેલી આવૃત્તિ : ઑગસ્ટ, 2018 Paramno Sparsh A collection of philosophical thinking by Kumarpal Desai Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1 (© કુમારપાળ દેસાઈ ISBN:9 પૃષ્ઠ : 8+248 નકલ : 1000 પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001 ફોન : 22144663, e-mail : goorjar@yahoo.com * * * મુદ્રક : ભગવતી ઑફસેટ સી/૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદાવાદ-380 004 Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ અધ્યાત્મના વિશાળ આકાશને જોનારા વિદ્યા, ભક્તિ અને આનંદના સ્ત્રોત સમા મુમુક્ષુઓના માર્ગદર્શક અને સાધનાપથ દાખવતા અનેક ગ્રંથોના રચયિતા પરમ પૂજ્ય સંતશ્રી આત્માનંદજી તથા પૂ. બહેનશ્રી શર્મિષ્ઠાબહેનને એમની પાસેથી ત્રણ દાયકાથી પણ વધુ મળેલા સત્સંગ-લાભ અને પ્રસન્નતા-પ્રાપ્તિને માટે સાદર સમર્પણ - કુમારપાળ દેસાઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભે ધર્મતત્ત્વનું અવગાહન, સંતોનો પ્રત્યક્ષ મેળાપ, અધ્યાત્મરસિકોનો સત્સંગ અને ભીતરમાં સદૈવ વહેતી અધ્યાત્મ-પિપાસામાંથી સર્જાઈ આધ્યાત્મિક અનુભૂતિ માટેની અભીપ્સા અને ઉપાસના. આકાશ અને અધ્યાત્મને ક્યાં કોઈ દીવાલ હોય છે ? ધર્મ સંપ્રદાયના આંધળા અભિનિવેશથી કે વાડાબંધીથી મુક્ત એવી પરમના સ્પર્શની ઝંખના જાગી. એવા સ્પર્શને પામવા માટે આંતરજીવનની તાલીમશાળામાં કેટલાક પ્રયોગો કર્યા અને એ રીતે પરમનો સ્પર્શ પામવાની નોંધવણી તૈયાર થતી રહી. આમાં આલેખાયેલું ચિંતન સૌ માનવીને માટે ઊર્ધ્વરોહણમાં પ્રેરક બને એ જ એક આશય. ઉદાહરણમાં ચિંતન ખોવાઈ જાય નહીં, તેની તકેદારી રાખી. સિક્કાની બંને બાજુની માફક શુભ પરિબળો સાથે અશુભનાં પરિબળો પણ ધ્યાનમાં રાખ્યાં છે. સર્જક ‘જયભિખ્ખ'એ ‘ગુજરાત સમાચાર'ની રવિવારીય પૂર્તિમાં મુનીન્દ્ર'ના ઉપનામ હેઠળ ‘જાણ્યું છતાં અજાણ્ય' કૉલમ શરૂ કરેલી. એમનું અવસાન થતાં ૧૯૭૦માં એમની પ્રસિદ્ધ ‘ઈટ અને ઇમારત' કૉલમની સાથોસાથ ‘જાયું છતાં અજાણ્ય' કૉલમ લખવાની જવાબદારી પરમ આદરણીય શ્રી શાંતિલાલ શાહે મને સોંપી. વર્ષોથી એ કૉલમ ચાલતી હોવાથી એમાં અનેક લેખો પ્રકાશિત થયેલા હતા. તેમાંથી કેટલાક લેખોનો સંચય કરી ગ્રંથસ્વરૂપે પ્રકાશિત કરવાનો મુરબ્બીઓ ને મિત્રોનો આગ્રહ હતો. એ આગ્રહ હવે ફળીભૂત થાય છે એનો આનંદ છે. આ સંદર્ભમાં શ્રી શ્રેયાંસભાઈ શાહ, બાહુબલિભાઈ શાહ તથા નિર્મમ શાહનો આભારી છું. ગુજરાતી વિશ્વકોશના કાર્ય નિમિત્તે જેમના સારસ્વતી-સત્સંગથી સદૈવ લાભાન્વિત થતો રહ્યો છું એવા મારા પરમ સ્નેહી મુરબ્બી શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ પાસેથી આ પુસ્તક અંગે મળેલા માર્ગદર્શન માટે તેમનો આભારી બાળપણથી જ પૂજ્ય શ્રી મોટા, મા આનંદમયી, પૂ. કલ્યાણચંદ્રજી બાપા, શાંતિપ્રસાદજી મહારાજ જેવાં સંતાનો અને અનેક જૈન આચાર્યોનો Page #6 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ સેવવા મળ્યો. પૂ. નાનુભાઈ શાસ્ત્રી સમા મુમુક્ષુ પાસે પુત્રભાવે રહેવા મળ્યું. પૂ. ગોકુળભાઈ શાહ, પૂ. આત્માનંદજી, પૂ. રાકેશભાઈ ઝવેરી, પૂ. લાડકચંદભાઈ વોરા 'બાપુ' અને પૂ. ભાઈશ્રી નલિનભાઈ કોઠારીનો પ્રત્યક્ષ પરિચય થયો અને એમની પાસેથી શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વવિચારને પામવાનો યોગ મળ્યો. એ સહુને ઋણસ્વીકાર સાથે વંદન કરે છે. વળી પરમનો સ્પર્શ'– એ નામે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના માસિક 'દિવ્યધ્વનિમાં સતત લેખો પ્રગટતા રહ્યા. આ લેખમાળામાં એકસોથી વધુ લેખો પ્રગટ થયા અને હજુ એ લેખમાળા લખાઈ રહી છે. આ માટે સંસ્થાના અધિષ્ઠાતા પૂ. આત્માનંદજી, પૂ. બહેનશ્રી શર્મિષ્ઠાબહેન તથા સામયિકના સંપાદક શ્રી મિતેષભાઈ શાહનો આભાર માનું છે. જીવનની સમજદારી ખીલવવામાં ઉપયોગી થાય એવું સત્ત્વવિચાર અને વિચારસત્ત્વ પ્રગટ કરતું આ બહુજનહિતાય અને બહુજનસુખાય એવા આ પુસ્તકમાં હ્રદયની ઊર્ધ્વતાની ઝંખના અને પરમ તત્ત્વને જરૂર પડ્યે ગ્રંથો અને પરંપરાનીયે પાર જઈને જોવાની મનોકામના મારી રહી છે. જોઈએ, પરમનો સ્પર્શ પામવાની આ યાત્રા કેવી ને કેટલી ફળદાયી થાય છે. ૩૦-૮-૨૦૧૮ – કુમારપાળ દેસાઈ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧ ઓળખ અંતર્યામીના હૃદયની ઈશ્વરની કેવી મરજી ! પરમની પ્રાપ્તિનો માર્ગ પહેલાં ઈશ્વરસન્મુખ થઈએ ! પ્રેમ-પ્રિયજનથી “પરમ’ સુધી પરમાનંદનો પર્વોત્સવ ઉષ્માપૂર્ણ ભાગીદારી ૮ યાચના કે ઉપકાર ? ૯ ઈશ્વર તમને ચાહે છે ! ૧૦ પરમના સ્પર્શની તાલીમશાળા ૧૧ મુજ જીવનમાં તુજ ઇચ્છા ૧૨ સર્જન-વિસર્જનનો ખેલ ૧૩ જીવ આમ છેતરાય છે ! ૧૪ આપણું અવિનાશી ચિદાકાશ ૧૫ પરમ તેજે તું લઈ જા ૧૬ કાચું સુખ ને સાચું સગપણ ! ૧૭ જાગરણનું પર્વ ૧૮ સર્વ સત્યે પ્રતિષ્ઠિતમ્ ! ૧૯ અધ્યાત્મ અને ઉત્સાહ ૨૦ અહીં મસ્તો તણો અડ્ડો ૨૧ જીવનમાં આવશે “યૂ-ટર્ન' ૨૨ શ્રદ્ધા, તારાં રૂપ ! ૨૩ શ્રદ્ધાના સૂર ૨૪ આપણા આત્માની સાક્ષીએ ૨૫ વૃત્તિઓના અદશ્ય કુરુક્ષેત્રમાં ૧૦૦ ૧૦૪ ૧૦૮ ૧૧૨ ૧૧૯ ૧૨૩ ૧૨૭ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ૧૩૮ ૧૪૨ ૧૪૯ ૧૫૪ ૧૬૨ ૧૬૯ ૧૭૩ ૧૭૯ ૨૯ પાંચ તોફાની અશ્વો અને મનમોજી સારથિ ! ૨૭ ભવોભવની ભૂલ સુધારીએ ! ૨૮ આંખમાં આંજેલું એક સ્વપ્ન ૨૯ દૂસરા ન કોઈ ૩૦ ધ્યેયવિમુખ એટલે જીવનવિમુખ ૩૧ ફિકરની ફાકી કરે ૩૨ શૂન્ય બનીને પૂર્ણ પામીએ ૩૩ અજ્ઞાત પ્રતિ એક ઊંચી છલાંગ ! ૩૪ પળેપળની જાગૃતિ ૩૫ એકલો જાને રે ! ૩૬ દુ:ખ : અંતર્મુખતાનો રાજમાર્ગ ૩૭ ગંગોત્રીની ખોજ ૩૮ સ્વકેન્દ્રી, સુખકેન્દ્રી અને સ્વાર્થકેન્દ્રી ૩૯ મારે આટલું બસ છે ! ૪૦ ક્ષેધ : ભીતરમાં વસતો યમરાજ ૪૧ ભયનું ચિકિત્સાલય ૪૨ તુલનાનું દુઃખ અને ભૂલસ્વીકારનું સાહસ ૪૩ ભૂલની આદત અને ચિંતાનો બોજ ૪૪ અગમ પિયાલો પીઓ મતવાલા ૧૮૩ ૧૯૧ ૨૦૬ ૨૧૨ ૨૧૮ ૨૨૩ ૨૨૯ ૨૩૫ ૨૩૮ ૨૪૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ Heaven's call is rare, rarer the heart that heeds; સાદ સ્વર્ગનો વિરલ, તેને આવકારતું હૈયું અધિક વિરલ - શ્રી અરવિંદ (સાવિત્રી', ગ્રંથ ૧૧, કડી-૧, પૃ.૩૮૯) Page #10 -------------------------------------------------------------------------- ________________ પરમનો સ્પર્શ કુમારપાળ દેસાઈ Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ ઓળખ અંતર્યામીના હૃદયની ચાલો, પરમ સાથે - ઈશ્વર સાથે જરા નિરાંતે ગોઠડી કરી લઈએ. ઈશ્વર સાથે આપણો સબંધ સર્વાંશે એકપક્ષી છે. આપણે આપણા દિલની સઘળી ઇચ્છિત કે ગુપ્ત વાત કહીએ છીએ. આપણી ગાંડી-ઘેલી, સાચીખોટી માગણીઓ અને મૃગતૃષ્ણાઓનું નિવેદન કર્યે રાખીએ છીએ. આપણી અતૃપ્ત મનોકામના તત્કાળ કે તત્ક્ષણ તૃપ્ત કરવા માટે અતિ આગ્રહ કરીએ છીએ. આપણા જીવનમાં વસ્તુ, સ્થિતિ કે વ્યક્તિ પરત્વેના અસંતોષને દૂર કરવા માટે કંઠ રૂંધીને કે કરુણ સ્વરે ભીની આંખે યાચના કરીએ છીએ. આમ આપણે ઈશ્વરને સતત કશુંક કહેતા, માગતા કે યાચના કરતા હોઈએ છીએ. વારંવાર ઈશ્વરના નામનું રટણ કરીએ છીએ, પછી તે રામ હોય કે કૃષ્ણ, મહાવીર હોય કે બુદ્ધ, ઈશ્વરની આરતભરી ઉપાસના કરીએ છીએ અને એ ઉપાસનાની સાથે આપણી આશાને જોડી દઈએ છીએ, જેમ પતંગની સાથે દોરીને જોડીએ તેમ. પહેલાં આપણે મનથી દોરવાઈને, અપેક્ષાની તૃપ્તિ માટે કે કોઈ ઇચ્છાની પૂર્તિ માટે કાર્ય કરીએ છીએ. કાર્યની સફળતા કે નિષ્ફળતા પર આપણે ‘જેવી ઈશ્વરની મરજીની મહોર મારીએ છીએ. મુખ્યત્વે તો આપણે આપણી ઇચ્છાથી આદરેલા કાર્યની નિષ્ફળતાને ‘ભગવાનની ઇચ્છા' એવું રૂપકડું નામ આપીને એની નિષ્ફળતામાંથી મન વાળી લઈએ છીએ. એ રીતે કદાચ આપણા અહંકારને અકબંધ જાળવી રાખીએ છીએ. પહેલાં આપણે આપણી ઇચ્છા અને મરજી પ્રમાણે મનસ્વી વર્તન કર્યા, જરૂર પડ્યે દુષ્કૃત્યો-અચકાયા વિના અનિષ્ટ કાર્યો પણ કર્યો અને પછી એમાંથી ઊગરવા માટે, આગ લાગતાં માણસ ફાયર-બ્રિગેડ પાસે જાય તેમ આપણે ઈશ્વર પાસે દોડી જઈએ છીએ. કૃત્ય કે અપકૃત્ય કરતી વખતે મનમાં ઈશ્વરનું લેશમાત્ર સ્મરણ કરતા નથી. પ્રબળ અહંકારથી કાર્યારંભ કરીએ છીએ. પોતાની તાકાત, આવડત કે ખૂબી પર મુસ્તાક બનીને એને કાર્યાન્વિત પરમનો સ્પર્શ ૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪ પરમનો સ્પર્શ કરીએ છીએ. એ સમયે આપણી પોતાની વિશિષ્ટ' એવી કુશાગ્ર બુદ્ધિનો અહંકાર ચિત્તમાં ઘૂમરાતો હોય છે અને પછી જ્યારે એ કાર્યમાં મુશ્કેલી આવે ત્યારે તત્કાળ ઈશ્વરનું સ્મરણ કરવા માંડીએ છીએ. પહેલાં એને એ કાર્યને અંગે કશું પૂછવાની લેશમાત્ર જરૂર જણાઈ નહોતી, એ ઉચિત કે અનુચિત છે એ વિશે ઈશ્વરને સાક્ષી રાખીને – સાથે રાખીને કશી વિચારણા કરી નહોતી, પરંતુ હવે જ્યારે મુશ્કેલીમાં ખરેખરા ફસાયા છીએ ત્યારે, દૂર ઊભેલા બધિરને બોલાવવા માટે જેમ જોરથી સાદ પાડીએ એમ ઈશ્વરને સાદ પાડીએ છીએ. રૂંધાયેલા કંઠે અને આંખમાં અશ્રુ સાથે એની સમક્ષ પ્રાર્થના કરીએ છીએ. પોતાનું કાર્ય સિદ્ધ થાય તે માટે ઈશ્વર સાથે ત્રાગું કરવામાં આવે છે. કોઈક તો ઈશ્વરને એમ પણ કહે છે કે “જો તું મારું આ કામ કરી આપીશ તો હું તને જ સોના-રૂપાથી મઢી દઈશ કે પછી આટલી બાધા-માનતા કરીશ.' કેટલાક સ્વયં ઈશ્વરને પડકાર કરતાં મનોમન કહે છે કે ‘જો મારું આ કામ સફળ નહીં કરી આપે, તો તારી કદી પૂજા કરીશ નહીં કે તારી મૂર્તિને પ્રણામ પણ નહીં કરું.' આથી આગળ વધીને કોઈક પોતાની નબળી શ્રદ્ધાને દાવ પર લગાવે છે અને કહે છે કે જો “મારી આ ઇચ્છા તું સિદ્ધ નહીં કરી આપે, તો હું તને બાજુએ મૂકીને અન્ય ચમત્કારિક દેવની પૂજાઉપાસના કરીશ.' દંભી ભક્ત કે બનાવટી ઉપાસક જ્યારે ભગવાનને આવું કહેતો હશે, ત્યારે ભગવાન શું વિચારતો હશે ? એણે નજરોનજર જોયું છે કે આ માનવી પોતાના હેતુને સિદ્ધ કરવા માટે કેવા પ્રપંચો નિર્ભય રીતે ખેલતો હતો ! એને ખ્યાલ છે કે “સ્વયં મને અને મૂલ્યને ભૂલીને એ કેવાં પયંત્રો રચતો હતો, ભિન્ન ભિન્ન દાવપેચ અજમાવીને પોતાની કાબેલિયતનાં સાચાં-ખોટાં બણગાં ફૂંકતો હતો, પરંતુ પગ તળેથી ધરતી ખસી એટલે હવે એ મારા દ્વારે યાચનાપાત્ર લઈને ઊભો છે !' ઈશ્વર આ જાણે છે, નિરાંતે જુએ છે અને મરક મરક હસે છે. એ વિચારે છે કે પહેલાં તો તું તારા મનમાં આવેલા પ્રાપ્તિના તરંગોથી ઇચ્છાઓનો સાગર પાર કરવા નીકળ્યો હતો. પોતાના અહમ્ પર આસ્થા રાખીને આંધળુકિયાં કરતો હતો. એક સમયે તને એવું પણ હતું કે આ સિદ્ધિ મેળવીને હું જગતનો સમ્રાટ બની જઈશ. એનો નિયંતા બનીશ. એમાં નિષ્ફળતા સાંપડતાં હવે તું નાછૂટકે મારે શરણે આવ્યો છે.” અહંકારનું Page #14 -------------------------------------------------------------------------- ________________ શરણું લેનારો, આવે વખતે એકાએક ધસમસતો ઈશ્વરના શરણે પહોંચીને સાષ્ટાંગ દંડવત્ કરે છે. ઈશ્વરે એને પહેલાં વ્યર્થ ફાંફાં મારતો, દાવ ખેલતો, તરકટો કરતો અને બડાઈ લગાવતો જોયો હતો અને હવે એ પશ્ચાત્તાપ સાથે શરણે આવેલો જુએ છે ! ત્યારે એ ઈશ્વરને શું થતું હશે? એના મનોભાવ કેવા હશે ? ચહેરા પર કેવી વ્યથા હશે ? કેવો વિષાદ હશે ? “માંડૂક્ય ઉપનિષદ’ અને ‘બૃહદારણ્યક'માં ઈશ્વરને ‘અંતર્યામી’ કહ્યા છે. આ અંતર્યામી એના ‘ઉપાસક'ના આવા કાચિંડાના રંગની માફક પલટાતા મનોભાવોના આટાપાટા જોઈને શું વિચારતો હશે? એ આ વિશે ઝાઝું વિચારતો નથી. માણસના એ પેંતરા પ્રત્યે વિશેષ લક્ષ આપતો નથી. એક સમયે કરેલાં અહંકારભર્યા ઉચ્ચારણોને માટે એને ક્ષમા કરી દે છે, કારણ એટલું જ કે એ “પરમેશ્વર' છે. “જીવના અંતર્યામી’ તરીકે એનું એ સ્વરૂપ છે અને તેથી જ પેલાં અંધકારભર્યા કૃત્યોને ઉપનિષદની આ પરમજ્યોતિ હળવાશથી લે છે. નહીંતર માનવીએ અહમુથી ફુલાઈ જઈને એ જ્યોતિ સામે જે ઉત્પાતો અને અણછાજતા આક્ષેપો કર્યા તે સામે એને ઘણું-ઘણું કહેવાનું હોય, ઠપકો આપવાનો હોય, સજા જાહેર કરવાની હોય પશ્ચાત્તાપ ન કરે ત્યાં સુધી બંધનમાં રાખવાનો હોય; કિંતુ ઈશ્વર એને સજા કરવાને બદલે એની વૃત્તિ-લીલા જોઈને હળવો વિનોદ માણી લે છે ! પહેલાં એ વ્યક્તિ ‘શકટનો ભાર જેમ શ્વાન તાણે” એની માફક ‘હું કરું હું કરું' એવી એવી અજ્ઞાનતાથી ચાલતો હતો, હવે એની “હું કરું'ની અહમુજન્ય અજ્ઞાનતા અળગી થાય છે. હવે એને સૂઝે છે કે મેં કરેલી સઘળી યોજનાઓ અને આયોજનોનો કશો અર્થ નથી. મારે તો એ ઈશ્વરની જ પરમ યોજનાઓ અને આયોજનોને જાણવાની જરૂર હતી. એ જ યોજના કરે છે અને એ જ અમલ કરાવે છે તો પછી એ ઈશ્વરની સાથે, પરમની સાથે ભાગીદારી કરવાને બદલે એકલો ધંધો શાને માંડ્યો હતો ? ભક્તોનાં જીવન જોઈશું તો એમના જીવનકાર્યમાં કોઈ નકશાની રીતિની યોજના હોતી નથી. પરમ સિવાય અન્ય કોઈની પ્રાપ્તિની એની યાચના હોતી નથી. તેઓ કોઈ યોજના ઘડતા નથી અને છતાં સઘળું આપોઆપ થતું જતું હોય છે. મધ્યકાલીન ભક્તો અને અર્વાચીન સંતોના પરમનો સ્પર્શ ૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૬ પરમનો સ્પર્શ જીવનપ્રસંગો આ જ સૂચવે છે. આ ભક્તોના જીવનમાં માત્ર સરળતા અને આત્માની પવિત્રતા હોય છે અને સૌથી મહત્ત્વનું એવું આત્મસમર્પણ - સર્વસમર્પણ હોય છે. આપણે પરમને સમર્પિત થવાને બદલે પરમ આપણને સમર્પિત થાય તેવો પ્રયાસ કરતા હોઈએ છીએ. પરમને સ્પર્શવાને બદલે આપણે એના સ્પર્શની રાહ જોઈએ છીએ. આપણે પોતે યોજના ઘડતા હોઈએ છીએ અને પછી એ યોજનાને અનુરૂપ કાર્ય કરતા હોઈએ છીએ, પરંતુ આવી કોઈ યોજના કે આયોજન કરતાં પૂર્વે ઈશ્વરનું - પરમનું - સ્મરણ કર્યું હોય છે ખરું? એને સાક્ષી રાખીને એ આયોજનનો પ્રારંભ કર્યો હોય છે ખરો ? આવા ઈશ્વરને ઋગ્વદના સૂક્ત(૧૦-૧૨૯-૭)માં ‘સૃષ્ટિસર્જનનો જ્ઞાતા એવા પરમ વ્યોમમાં રહેતા અધ્યક્ષ” તરીકે ઓળખાવ્યો છે. એ અધ્યક્ષને ૬ કાર્યના પ્રારંભે સ્મરવામાં આવે છે ખરો ? કાર્યોનાં આયોજન પૂર્વે ઈશ્વરસ્મરણ કરીએ, ભોજનપૂર્વે, શયનપૂર્વે અને એ રીતે જીવનના પ્રત્યેક તબક્કે હંમેશાં એનું સ્મરણ કરીએ, તો એ જ આપણે માટે યોજના કરવા લાગશે. એનું પરિણામ શું આવશે? એનું પરિણામ એ આવશે કે આપણું કાર્ય ઈશ્વરનિર્દિષ્ટ હોવાથી ચિંતા, બોજ કે “સ્ટ્રેસ' વિના કરી શકીશું. ચિત્તમાં એની સિદ્ધિ કે અસિદ્ધિના સંશયો ચકરાવા લેશે નહીં, નિષ્ફળતાનો ડર સતાવશે નહીં અને એ કાર્યમાં આપણી ગતિ-પ્રગતિ બોજરૂપ બનવાને બદલે આનંદરૂપ બની જશે. પરમનો સ્પર્શ શક્ય છે ? ઈશ્વર સાથે આપણી ગોષ્ઠિ શક્ય છે? ગોષ્ઠિમાં પરસ્પર વચ્ચે સંવાદ હોય. આપણે ઈશ્વર સાથે ક્યારેય સંવાદ સાધીએ છીએ ખરા ? આપણે તો સદેવ આપણા મનની સઘળી વાતવાંધા, પ્રશ્નો કે ફરિયાદો એની આગળ ઠાલવતા રહીએ છીએ. ‘આ નથી”, “આ તું મને આપ’, ‘આટલું તો તારે મને આપવું જ જોઈએ’, ‘જો તું ઈશ્વર હોય તો ઓછામાં ઓછું આટલું તો તારે મારા માટે કરવું જોઈએ’ આમ ઈશ્વર પાસે સતત એક પછી એક આપણી માગણીઓ મૂક્તા રહીએ છીએ. આપણે આવી માગણીઓ મૂકવા જેટલો અધિકાર મેળવવા કશો યત્ન કર્યો હોતો નથી, આપણે તો એમ માનીએ છીએ કે ઈશ્વર પાસે માગવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને જે માગીએ તે તત્કાળ આપણી આગળ હાજર કરી દેવું એ એની ફરજ છે ! Page #16 -------------------------------------------------------------------------- ________________ આપણે તો પરમાત્મા પાસે આ કે તે સતત માગ્યા કરીએ છીએ, પરંતુ આપણે ક્યારેય એ પરમના ચિત્તનો વિચાર કર્યો ખરો? આપણી ચેતનાથી એને નીરખ્યો, પરંતુ એની ચેતનાને જાણવા-પ્રમાણવાનો જેવો કરવો ઘટે એવો પ્રયાસ કર્યો છે ખરો ? એ ઈશ્વર હોય, પરમાત્મા હોય કે તીર્થંકર, એમનું ચિત્ત કેવું હશે ? એમના મનમાં કેવા કેવા ભાવો જાગતા હશે ! પરમને સ્પર્શની કેવી ઉત્કંઠા હશે ? એના માનસની ગતિ, સ્થિતિ અને પરિસ્થિતિ કેવાં હશે ? ‘શ્વેતાશ્વતર ઉપનિષદ'ના રચયિતા ઋષિએ તેને પામવાનો પ્રયાસ કર્યો છે. દ્ર, શિવ અને હર - એમ અનેક રીતે ઈશ્વરનું સ્વરૂપ સમજવાનો પુરુષાર્થ કર્યો છે. એ ઋષિએ ઈશ્વરને ક્યા રૂપે જોયા ? ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’ કહે છે, ‘અંતરિક્ષમાં એકાકી વૃક્ષની જેમ તે સ્થિર ઊભો છે, તેમ છતાં આ આખું વિશ્વ તેનાથી છે.” (૩-૯) આવા ઈશ્વરને સર્વ ભૂતોનો (પ્રાણીના) અંતરાત્મા કહ્યો છે અને એમ પણ કહ્યું છે કે તે લોકોનાં દુઃખોથી Âપાતો નથી. અંતરાત્માનું તત્ત્વ પકડવાનો આપણે કદીયે ઉપક્રમ કર્યો છે ખરો? ઈશ્વરની મનઃસૃષ્ટિ અને એમના ભાવનાવિશ્વનો વિચાર કર્યો છે ખરો? આપણે તો વારે ઘડીએ ઈશ્વરને આપણા ભાવોના સંદેશા મોકલાવતા રહીએ છીએ, પણ એના મનોભાવને વિશે સાવ અજ્ઞાત રહીએ છીએ. એથીય વધુ આપણે ધૃષ્ટતાપૂર્વક એ ઈશ્વરે શું કરવું જોઈએ તેનું એને માર્ગદર્શન આપીએ છીએ અને એમનાં જ્વન-કાર્યોનું મૂલ્યાંકન કરીએ છીએ ! પણ ખરેખર એ માટે આપણું ગજું કેટલું અને યોગ્યતા કેટલી એનો ક્યારેય વિચાર કરતા નથી. પરમાત્માનો આપણે બાહ્ય ટ્રષ્ટિએ વિચાર કરીએ છીએ, પણ તેને માટે આપણી પાસે ભીતરી દષ્ટિ ક્યાં છે ? આપણે આપણાં બુદ્ધિ અને હૃદયથી એને જાણવાની કોશિશ કરીએ છીએ, પરંતુ એમની પ્રજ્ઞા અને એમના હૃદયનો અહેસાસ આપણી પાસે નથી. આપણે એનું વર્ણન કરીએ છીએ, જેમ કે, તીર્થંકરનું વર્ણન કરતાં એમ કહીએ કે વિપરીત ઋતુઓ એમને અનુકૂળ બની જતી અને એ ચાલતા ત્યારે માર્ગના કાંટાઓ નીચે નમી જતા, પરંતુ એની પાછળ તીર્થંકરની જ પ્રભાવશક્તિ કઈ રીતે અને પ્રેમ કરી શકતી હતી તેનો ખ્યાલ કરીએ છીએ ખરા ? આપણે શાસ્ત્રોનું મોટે ભાગે પોપટિયું ઉચ્ચારણ કરીએ છીએ, માત્ર પરમનો સ્પર્શ ૭ | so0 Page #17 -------------------------------------------------------------------------- ________________ Jah2 Lolah ? એમનું ઉપરછલ્લું વાચન કરીએ છીએ, પરંતુ એના મૂળમાં રહેલા પરમના સ્પર્શને જોવા-પકડવા-પામવાની કોઈ તાલાવેલી હોતી નથી. રામના જીવનની ઘટનાઓ અંકે કરીએ છીએ, પણ એમના જીવનનો ગૂઢાર્થ મેળવવા પ્રયાસ કરતા નથી. શ્રી રામની મૂર્તિને જોવાને બદલે એમના મનને ક્યારેય જોઈએ છીએ ખરા ? રામના મનમાં કેવા કેવા ભાવો અને સંચલનો જાગતાં હશે એનો ખ્યાલ કરીએ છીએ ખરા ? એમના ચિત્તમાં કેવી સ્વસ્થતા અને કેવું ગાંભીર્ય હોય છે તેનો આપણને ખ્યાલ આવે છે ખરો ? એમણે જૈન તીર્થંકરના જીવનની વાત કરીએ. એમની જીવનગંગાની ગંગોત્રી સમાન જે એમનું મન તેમાં કેવી નિર્મળતા, કેવી સમતા અને કેવી અહિંસા હશે એને વિશે ક્યારેય વિચાર્યું છે ખરું ? આમ ઈશ્વર હોય, પરમાત્મા હોય કે તીર્થંકર હોય, એમનું જીવન આપણને ચર્મચક્ષુથી જ ઉપલક નજરે નહીં દેખાય. એના માટે તો મહાયોગી આનંદઘનજીએ કહ્યું છે તેમ, ‘દિવ્ય વિચારનાં નયન’ હોવાં જોઈએ. એ એવું અત્યંત રહસ્યમય જીવન હોય છે કે જેને જાણવા માટે સમર્પણપૂર્વકનો તાત્ત્વિક અભિગમ જરૂરી હોય છે. - શ્રીમદ્ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક પુરુષને એમના જમાનામાં અત્યંત મોહમયી નગરી - મુંબઈ નગરી “સ્મશાન જેવી' લાગી હતી. આ ઘટના જ્યારે જાણીએ ત્યારે શ્રીમદ્ રાજચંદ્રજીના ચિત્તમાં કેવો વૈરાગ્ય વસતો હશે તેનો ખ્યાલ આવે છે. એમની આંતરિક ભૂમિકા સમજવા માટે મંથનમથામણ જરૂરી બને છે. આદિ કવિ નરસિંહ મહેતા સ્નાન, સંધ્યા, પૂજા વગેરેને કશું મહત્ત્વ આપતા નહોતા. વેદ, વ્યાકરણ અથવા તો પદર્શનના અભ્યાસનું પણ એમને મન મહત્ત્વ નથી. ખરું કામ તો પરબ્રહ્મને જોવાનું છે. બાકી બીજા બધા તો આપણા પ્રપંચો છે. એ કહે છે, એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાં લગી પરિબ્રહ્મ ન જોયો, ભણે નરસિંહ તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો...” આમ જ્યાં સુધી ‘પરિબ્રહ્મને જોયો નથી, ત્યાં સુધી નરસિંહને ‘સાધના સર્વ જૂઠી’ લાગે છે અને મનખા-દેહ એળે ગયેલો જણાય છે. એ પરબ્રહ્મને કઈ રીતે અનુભવી શકાય ? ઈશ્વરના હેતુને પારખવા આપણે પ્રયત્ન કરીએ, પરંતુ તેને પામવા - સમજવાની ક્ષમતા આપણી પાસે છે ખરી? Page #18 -------------------------------------------------------------------------- ________________ આપણે એના હેતુને, અર્થને કે મર્મને સમજતા નથી અને પછી એની સામે ગંભીર ફરિયાદ કરવા દોડીએ છીએ ! માણસ પહેલાં પોતે ચિત્ત અને કર્મથી કેટલાય તરંગ તુક્ક, વિચારો અને કલ્પનાના ઘોડા દોડાવે છે અને એમાં સફળ થાય તો પોતાની જાત પર અભિનંદનોની વર્ષા વરસાવે છે; નિષ્ફળ જાય તો ઈશ્વરને માથે દોષનો સઘળો ટોપલો ઓઢાડે છે, પણ વિચાર કરો કે આ ઈશ્વર માણસની બધી જ ઇચ્છાઓને સફળ કરે, તો માણસની કેવી હાલત થાય? ઈશ્વર પોતાની યોજના છોડીને માણસની સઘળી યોજનાઓને મંજૂર કરવા માંડે તો શું થાય? માણસના મનમાં તો કેવી કેવી યોજનાઓ આકાર લેતી હોય છે! માણસ પોતાના ઇષ્ટની સાથોસાથ અનિષ્ટનો પણ વિચાર કરતો હોય છે. કેટલાક દુર્યોધનો તો અન્યનું અનિષ્ટ કરવામાં રાજી થતા હોય છે, કોઈ શકુનિ રાતદિવસ વિરોધીની હત્યાના પ્રપંચો રચતો હોય છે અને કોઈ મંથરા તો વિના કારણે બીજાની તબાહીથી આનંદિત થતી હોય છે. આમ, માનવીની આડેધડ જો સઘળી યોજનાઓ સાકાર થાય તો જગતમાં મોટી અંધાધૂંધી વ્યાપી જાય, કેટલીય અનિષ્ટ ઘટનાઓ બને, અત્યાચાર અને જોરજુલમ થાય, અને દુનિયા આખીમાં અરાજ કતાભર્યો અંધકાર ફેલાઈ જાય. આથી જ માનવીની યોજના પાર પાડવાનું કામ ઈશ્વરે પોતાની પાસે રાખ્યું છે એમાં ઘણો ઊંડો સંકેત છે. માત્ર મુશ્કેલી એટલી છે કે ઘણી વાર માનવી ઈશ્વરની આ યોજનાનું ધ્યેય સમજવામાં નિષ્ફળ જાય છે. પરમનો સ્પર્શ ૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ ICC ઈશ્વરની કેવી મરજી ! ૧૦ પરમનો સ્પર્શ પોતાની જાતને ડાહ્યો, સમજદાર અને કાબેલ માનનાર માનવી કેટલી બધી મૂર્ખામીભરી માગણીઓ ઈશ્વર પાસે કરે છે, પણ ઈશ્વર એવો સમજદાર છે કે એની બધી માગણીઓને સંતુષ્ટ કરતો નથી. એ તો એની ઇચ્છા અને એના હેતુ પ્રમાણે માનવીના જીવનને ઘડતો હોય છે. માનવીએ ઘણી ઘણી ધારણાઓ કરી હોય, પણ એ કંઈ ઈશ્વરની ધારણાઓ હોતી નથી. ઈશ્વરની ઇચ્છા જ બળવાન. બ્રિટનથી બૅરિસ્ટર થઈને મહાત્મા ગાંધીજી ‘આસામ’ નામની સ્ટીમરમાં બેસીને મુંબઈ આવતા હતા, ત્યારે એમણે માન્યું હતું કે મુંબઈ ઊતરીને વહેલામાં વહેલી તકે પોતે રાજકોટ જઈને રાહ જોતી પોતાની વહાલસોયી માતાને મળશે અને પોતાને જોઈને માતા પૂતળીબાઈ પણ આનંદવિભોર થઈ જશે ! પોતે માતાને સચ્ચાઈપૂર્વક કહી શકશે કે એમના લાડકા દીકરા મોહનદાસે એમની આગળ લીધેલી ત્રણેય પ્રતિજ્ઞાઓ વિલાયત-(ઇંગ્લેન્ડ)માં પૂર્ણ રૂપે પાળી છે ! આ બૅરિસ્ટર મોહનદાસ ગાંધીની ધારણા હતી. સ્ટીમરમાંથી ઊતર્યા પછી એમણે એમના મોટા ભાઈ લક્ષ્મીદાસને કહ્યું કે ચાલો, જલદી રાજકોટ પહોંચી જઈએ અને માનાં દર્શન કરીએ. એ સમયે લક્ષ્મીદાસે આંખમાં આંસુ સાથે કહ્યું, “બા તો હવે આપણી વચ્ચે નથી રહી, તને યાદ કરતી કરતી એ તો સ્વર્ગે સિધાવી.” જીવનમાં આપણે આપણી ઇચ્છા પ્રમાણે બધું કરવા ઇચ્છીએ છીએ, પરંતુ થાય છે તો ઈશ્વરની ઇચ્છા મુજબ જ. ઈશ્વર પોતાની ઇચ્છા અને હેતુ અનુસાર આપણા જીવનને ઘડતો હોય છે. આપણા જીવનને જુદા જુદા વળાંકો આપતો હોય છે. આપણે સુખથી છકી જઈએ છીએ, દુઃખથી દુઃખી દુઃખી થઈ જઈએ છીએ, જ્યારે ભક્ત નરસિંહ તો કહે છે: Page #20 -------------------------------------------------------------------------- ________________ સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ટાળ્યાં તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા.” જીવનમાં જે સુખ કે દુઃખ આવે, આશા કે વિષાદ જાગે, આનંદ કે વેદના સર્જાય, તેને સંતો અને મહાત્માઓ ઈશ્વરની દેન માને છે. એમણે જીવનની પ્રત્યેક પરિસ્થિતિનો હસતે મુખે સ્વીકાર કર્યો છે. એની સામે કશી ફરિયાદ કરી નથી; એ અંગે કોઈ આશ ઠાલવ્યો નથી અથવા તો એવી ઘટનાઓને કારણે સંત આસ્તિકમાંથી નાસ્તિક બની ગયા નથી. ‘રામ રાખે તેમ રહીએ” એ રીતે રહે છે. સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે તેમ ‘જે જે ભાવો અવશ્ય બનવાના છે, તેમને જો અટકાવી શકાયા હોત તો નળ, રામ કે યુધિષ્ઠિર જેવા મહાપુરુષો દુ:ખોથી લપાત નહીં.' આધુનિક સમયમાં ભાગ્યે જ એ પરમની, એ ઈશ્વરની ઇચ્છાનો વિચાર થતો હોય છે, તો પછી એનો આનંદભેર સ્વીકાર તો ક્યાંથી થાય? જો યથાર્થપણે સ્વીકારભાવ કેળવવામાં આવે, તો વ્યક્તિ જે તે પરિસ્થિતિ અને પરિણામને સમતાપૂર્વક સ્વીકારી શકે. એનું જીવન સુખ- 1 દુ:ખથી દોલાયમાન નહીં થાય અને આનંદસભરતાથી એ જીવતો રહેશે. | આપણે કોઈ યોજનાનો પ્રારંભ કરીએ ત્યારે એ માટેના આપણા પ્રયત્નનો પ્રારંભ થાય છે, પરંતુ યોજનાના પરિણામની આપણને કશી ખબર હોતી નથી. ધાર્યું હોય કંઈ અને થાય કંઈ ! આથી જ આરંભસમયે વ્યક્તિ ઈશ્વરસ્મરણ કે પ્રાર્થના કરે છે, કારણ એ કે આરંભનું આપણને જ્ઞાન –એની ખબર હોય છે, પરંતુ યોજનાના અંત વિશે આપણે સાવ બેખબર હોઈએ છીએ. એવો ખ્યાલ પણ આવતો નથી કે ધારેલી યોજના સફળ થશે અને આપણી સંપત્તિમાં વધારો થશે કે પછી એ યોજના નિષ્ફળ જશે અને આપણું જીવન ચોમેર આફતોથી ઘેરાઈ જશે ! કર્મ કરવું પણ ફળની આશા ન રાખવી. એટલે કે વ્યક્તિએ પુરુષાર્થ કરવો પણ અમુક પરિણામ આવશે જ એમ માનવું નહીં. એનો આ પુરુષાર્થ તો વૈજ્ઞાનિકના પ્રયોગ જેવો છે, જેમાં નિષ્ફળતાઓ આવતી રહે અને ઈશ્વરકૃપા હોય તો સફળતા હાથ લાગે. કુશળ આયોજક ઈશ્વર પાસે તો યોજનાની આખી રૂપરેખા હોય છે. સમગ્ર યોજનાના આરંભથી અંત સુધીનો પરમનો સ્પર્શ ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પરમનો સ્પર્શ એને ખ્યાલ હોય છે. નવાઈની વાત તો એ છે કે આપણી યોજનાઓ નિષ્ફળ જાય, ત્યારે આપણે પૂર્વજન્મના કર્મનો, ઈશ્વરનો કે નસીબનો વાંક કાઢીએ છીએ. હતાશાને દૂર રાખવા માટે બહાનાં ઊભાં કરીએ છીએ, કારણ કે આપણો અહંકાર એ નિષ્ફળતાનો સ્વીકાર કરવા માટે લેશમાત્ર તૈયાર હોતો નથી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એક વાત સરસ કહી છે : “ઈશ્વર મોટાં મોટાં સામ્રાજ્યોથી વિમુખ થાય છે, પરંતુ નાનાં નાનાં પુષ્પોથી ક્યારેય ખિન્ન થતો નથી.” આપણી યોજનાઓ વિશે જરા વિચાર કરીએ. કેટલાકમાં ભવ્ય સફળતા અને કેટલાકમાં ઘોર નિરાશા અને નિષ્ફળતા તો ક્યારેક છેક સફળતાને કિનારે વહાણ લાંગરવાનું હોય અને ડૂબી જાય છે તો ક્યારેક નિષ્ફળતાનાં વાદળોથી ઘેરાયેલા ગમગીન આકાશમાં સફળતાનો સૂર્ય એકાએક ઊગે. આમ યોજનાની સફળતા કે નિષ્ફળતા આપણા હાથની વાત નથી. સફળતા મળે કે નિષ્ફળતા મળે, એનો સ્વીકાર કરીને આગળ ચાલવું, કારણ કે યોજનાના પરિણામ અંગે આપણે કશું નિશ્ચિત કહી શકતા નથી. આફત કે સંકટથી અકળાવાને બદલે જે કોઈ પરિસ્થિતિ હોય તેનો સાનંદ સ્વીકાર કરવો. - વિશ્વવિજેતા થવાની મહેચ્છા સાથે મહાન સિકંદર ગ્રીસથી નીકળ્યો હતો. પરંતુ એની આ વિજયયાત્રા ભારત સુધી આવીને થંભી ગઈ ! એને ગ્રીસ પાછા ફરવું પડ્યું. એ ચીન સુધી પહોંચી શક્યો નહીં તો એને જીતવાની તો વાત જ શાની ? એની જગતવિજેતાની ભવ્ય ઇચ્છા સિદ્ધ થઈ નહીં. ગ્રીસથી વિજયયાત્રાએ નીકળ્યો ત્યારે સિકંદરે માતાને સાંત્વન આપ્યું હતું કે “જગતવિજેતા થઈને હું તારી પાસે પાછો આવીશ અને પછી તારી ભરપૂર સેવા કરીશ'. પરંતુ પરિસ્થિતિ એવી થઈ કે એ વિજય મેળવીને ગ્રીસ દેશના સીમાડે પહોંચ્યો ત્યારે એને એની માતાના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા ! સિકંદરની યોજના અને ઇચ્છા - એકેય સફળ ન થઈ. આથી જ ઈશ્વરની યોજનાને સમજનારી મરમી વ્યક્તિઓ જે કોઈ પરિસ્થિતિ હોય એનો સ્વીકાર કરે છે. પરિસ્થિતિથી અકળાઈ જવાને બદલે પ્રતિકૂળ સંજોગોને આવકારે છે. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનની પત્ની Page #22 -------------------------------------------------------------------------- ________________ મેરી લિંકનથી તદ્દન ભિન્ન સ્વભાવની હતી. લિંકન સ્વાવલંબી, સંતોષી, પરગજુ અને નિઃસ્વાર્થી હતા, જ્યારે મેરી એમનાથી તદ્દન સામા છેડાની, કંજૂસ ને ઝઘડાળુ સ્વભાવ ધરાવતી હતી. ઉદાર લિંકન ફંડફાળો ઉઘરાવનારને ક્યારેય ખાલી હાથે જવા દેતા નહીં અને મેરીથી આ સહેજેય સહન થતું નહીં. મેરી વારંવાર ખૂબ ગુસ્સે થતી. ક્યારેક લિંકન એટલો બધો ત્રાસ અનુભવતા કે તેઓ ઘરની બહાર નીકળી જતા, ઑફિસમાં જઈને બેસી જતા. આમ છતાં લિંકને ક્યારેય કોઈની સામે એમના દાંપત્યજીવન અંગે ફરિયાદ કરી નહોતી. એ બધું મૂંગે મોઢે સહન કરતા રહ્યા અને પોતાના સિદ્ધાંતમાં અડગ રહીને ધ્યેયસિદ્ધિ માટે પુરુષાર્થ કરતા રહ્યા. ઈશ્વરની યોજના પર શ્રદ્ધા રાખનાર ઘણી શંકાઓ અને વિકલ્પોથી મુક્ત રહે છે. પતિના કે દિયરના ત્રાસ સામે મીરાં કેવી શ્રદ્ધાથી ‘પ્યારા ગોવિંદના ગુણ’ ગાય છે; શ્રદ્ધા-ખુમારી દાખવે છે ! એ જ મીરાં કહે પરમનો સ્પર્શ ૧૩ “રાણોજી રૂઠશે તો રાજ તજાવશે, પ્રભુજી રૂઠે તો મરી જાશું. વિખના પ્યાલા રાણાજીએ મોકલ્યા, ચરણામૃત કરી લેશું.” જો રાણા રૂઠશે તો બહુ બહુ તો એમના રાજ્યમાંથી કાઢી મૂકશે, પણ તેથી શું ? ચિંતા તો પ્રભુની કરવાની છે કે પ્રભુ રૂઠે તો શું થાય? મીરાંને ત્રાસ આપનાર રાણાજીએ એને ઝેર મોકલ્યું હતું. મીરાંએ વિષનું ચરણામૃત રૂપે પાન કર્યું. આ રીતે મીરાંએ પોતાની ભક્તિમાં પ્રતિકૂળ એવા સંજોગોને સ્વીકારીને ગિરધરના ગુણ ગાવાનો આનંદ અનુભવ્યો હતો. આપણે આપણી જીવનકિતાબ ખોલીને સ્વયંના અનુભવોનો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે જીવનની કેટલીક ઘટનાઓને આપણે તર્ક કે બુદ્ધિથી સમજી શકતા નથી. આવી ઘટનાઓને સમજવા માટે આપણા માથાનું દહીં કરીએ છીએ, કિંતુ એ વિચારતા નથી કે એની પાછળ ઈશ્વરી સંકેત તો નિહિત નથી ને ? ઈશ્વરની યોજનાને સમજવા માટે આપણે કોઈ પ્રયાસ કે પુરુષાર્થ કરતા નથી. ઈશ્વર કપરી પરિસ્થિતિમાં કોઈ અણધાર્યો ઉકેલ આપી દે છે, કોઈ આફત આવતી હોય તો એ Page #23 -------------------------------------------------------------------------- ________________ Jdh≥ (loth b પહેલાં આપણને ચેતવી દે છે. મુશ્કેલીઓમાં ઘેરાયા હોઈએ અને એમ લાગે કે આમાંથી બહાર નીકળી રોકાય તેમ નથી, એવે સમયે એકાએક આપત્તિમાંથી ઉગારનારી કોઈ માર્ગ મળી જાય એવો આપણો અનુભવ . આપણે આપણા માટે ઈશ્વર પાસે કશું માગવાની જરૂર નથી; માત્ર એના સાસશિષ્યની, એના સ્પર્શનો અનુભવ કરવાની જરૂર છે. યાચનાનું પાત્ર લઈને એની પાસે વારંવાર દોડીને કરગરવાની જરૂર નથી, પરંતુ શ્રદ્ધાની ખુમારી ધારણ કરીને એની પરમ કૃપાને આત્મસાત્ કરવાની આવશ્યકતા છે. આપણે તો ઈશ્વરને દાતાર માનીને એક પછી એક યાચનાઓ કરતા રહીએ છીએ. એ યાચનાઓમાં મોટે ભાગે આપણી અપેક્ષાઓની આંધી, અતૃપ્ત ઇચ્છાઓનો ઉકળાટ અને તૃષ્ણાનો તરફડાટ હોય છે. ઈશ્વરના પ્રત્યેક દર્શન સમયે આપણે હૃદયથી બે હાથ જોડવાને બદલે બે હાથ લાંબા કરીને ભિક્ષા માગતા હોઈએ છીએ. આપણી નાનીમોટી ઇચ્છાઓ એની સમક્ષ રજૂ કરીએ છીએ અને હજી આટલું ઓછું હોય તેમ બાધા, આખડી કે માનતા રાખીને એ પૂર્ણ કરવા માટે એને ફરજ પાડીએ છીએ. આપણે આપણા પ્રપંચમાં ઈશ્વરને કેટલો બધો ફસાવી દઈએ છીએ ! ક્યારેક તો અંગત લાભની માગણી કરવાને બદલે વિરોધીના અહિતની, સામેના ઉમેદવારના પરાજયની કે પછી દુશ્મનના મૃત્યુની યાચના કરાય છે. હકીકતે તો ઈશ્વર પ્રત્યે જેમ રાખે તેમ રહીએ'નો ભાવ હોવો જોઈએ. એની ઇચ્છા પ્રમાણે જીવવાની આપણી તૈયારી હોવી જોઈએ. ‘મારી નાડ તમારે હાથ'નો શરણાગતિનો ભાવ હોવો જોઈએ. ગુરુ નાનકની જેમ, ‘જ્યાં ક્યાંય જાવ, જે કંઈ જુઓ, ત્યાં એનો જ પ્રકાશ દેખાય છે. એવી અનુભૂતિ આપણને થવી જોઈએ. ઈશ્વર પર શ્રદ્ધા રાખનારના હૃદયમાં આપોઆપ પ્રસન્નતા જાગતી હોય છે. ‘ગોતાશ્વતર ઉપનિષદ'માં ઈશ્વરની વાત કરતાં કહ્યું છે : “ઈશ્વરને આંખોથી કોઈ જોઈ શકતું નથી, પરંતુ આપણામાંથી સહુ કોઈ મનને પવિત્ર કરીને નિર્મળ બુદ્ધિથી ઈશ્વરને જોઈ શકે છે.” આથી તર્કની દીવાલો, બુદ્ધિના કિલ્લા, ઇચ્છાઓના આગારો, બહાનાંની બારીઓ અને અટકળોનાં દ્વાર રચીને જીવનને કુંઠિત રીતે જોવાનો પ્રયાસ કરવાને બદલે ઈશ્વરની યોજનાનો અને એના નિર્ણયોનો સ્વીકાર કરીને રહેવું જોઈએ. |_ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ માટેનો પ્રયત્ન એ માનવીય પુરુષાર્થ છે, પરંતુ એનું પરિણામ એ ઈશ્વરનો સંકેત છે. મનુષ્ય તરીકે આપણે એકેએક વસ્તુઓ સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. એકેએક ઘટનાનો તાગ મેળવવા માટે આપણે ખૂબ ઊંડે ઊતરીએ છીએ, દિવસોના દિવસો સુધી એને માટે મંથન-મથામણ કરીએ છીએ. આપણી આસપાસની બાહ્ય બાબતો પાછળ આપણે ઘણી રાક્તિ અને સમય ખર્ચીએ છીએ, પરંતુ એટલી જ શક્તિ આપણે સાર્યક અને હેતુપૂર્ણ આંતરિક અને સાત્ત્વિક બાબતો માટે ખર્ચીએ તો ? આપણે આપણા વનને ઉર્ધ્વગામી બનવાના પ્રયત્નોમાં આપણો પુરુષાર્થ પ્રોજએ તો ? RO hbàhe [[ølth @ Page #25 -------------------------------------------------------------------------- ________________ 20 ૧૬ પરમનો સ્પર્શ 3 પરમની પ્રાપ્તિનો માર્ગ પરમનો સ્પર્શ પામવાના ભિન્ન ભિન્ન માર્ગો છે. કોઈ જ્ઞાનના માધ્યમથી-ાંયાભ્યાસ દ્વારા એને પામવાનો પ્રયાસ કરે છે. કોઈ ધ્યાનસાધનથી એની પ્રાપ્તિ માટે ધ્યાનસ્થ બને છે. કોઈ અવિરત ધર્મયાત્રાઓ કરે છે. કોઈ જીવનમાં ધર્મક્રિયાને અપનાવીને એક પછી એક ક્રિયાઓ કર્યે જાય છે. કેટલાય દિવસના ઉપવાસો, અઠ્ઠાઈઓ, એકાદશીઓ, માસખમણ, વ્રો અને અતિ દીર્ઘ તપશ્ચર્યાઓ કરે છે. ક્યાંક એવું દષ્ટિગોચર થાય છે કે દિવસભર એક પછી એક ધર્મક્રિયાઓની એવી ગૂંથણી કરી દેવામાં આવી હોય છે કે આ ધર્મક્રિયાઓને જ મોક્ષપ્રાપ્તિનું સાધન માનવામાં આવે છે. કોઈ ધર્મસ્થાનમાં માત્ર ભક્તિની ધૂન બોલાતી હોય છે અને એને જ પરમેશ્વર-પ્રાપ્તિનું પરમ સાધન માનવામાં આવે છે . આ બધાં સાધનો-માધ્યમો દ્વારા પરમનો કિંચિત્ સ્પર્શ પામી શકીએ, પરંતુ ઘણી વાર આ સાધનોના ઉપયોગ અંગેનો ઔચિત્ય અને વિવેક વિનાનો અતિરેક એના ઉપયોગ કરનારાને જ ડુબાડી દે છે. વ્યક્તિ પોતાના સાધનામાર્ગમાં અધવચ્ચે જ અટકી પડે છે, એ જ એનો આખરી મુકામ બની જાય છે અને પરમની પ્રાપ્તિનું ધ્યેય કે લક્ષ્ય દૂર રહી જાય છે. પરમાત્મપ્રાપ્તિ માટેનાં પોતાનાં માધ્યમો અંગે સાધકે સ્વયં કડક પરીક્ષા કરવી જોઈએ. આ માધ્યમો એ જ એનું સર્વસ્વ નથી. આ સાધનો દ્વારા એકો પોતાની હદનીય પાર છલાંગ મારવા પ્રયાસ કરવો જોઈએ. ઈશ્વર વિશે ગ્રંથોના ગ્રંથો રચનાર કે કલાકોના કલાકો સુધી પરમાત્મભક્તિનું હૃદયસ્પર્શી વ્યાખ્યાન કે કથા કરનારની જીભ જ પરમાત્માની વાત કરતી હોય છે. એના હૃદયને એ સંસ્પર્શ થયું છે કે નહીં, એની એણે વર્ષ આંતર-તપાસ આદરવી જોઈએ. યોગ કરનાર માત્ર આસનાદિ યૌગિક ક્રિયાઓ સુધી જ સીમિત હોય |_ Page #26 -------------------------------------------------------------------------- ________________ તો એ યોગ શારીરિક વ્યાયામ બને છે, પરમચેતના સાથેનું અનુસંધાન નહીં. ચાર ધામની યાત્રા કરનાર કે પંચતીર્થી કરનાર એનાં ચરણથી સઘળે ઘૂમી આવે છે, પણ એના ભીતરમાં કોઈ યાત્રા થતી નથી. ધર્મક્રિયા એ એક અર્થમાં અત્યંત છેતરામણી ઘટના છે. એ ક્રિયાથી પરમની પ્રાપ્તિના માર્ગે જનારે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. ક્યારેક ક્રિયા માત્ર જડ કે સ્થૂળ પુનરાવર્તન બની જાય છે. અગિયારસ આવે અને ઉપવાસ કરવાના, પર્યુષણ આવે અને અઠ્ઠાઈ કરવાની. આની સાથે ઘણી વાર ક્રિયાના મર્મને જોડવામાં આવતો નથી. ક્રિયા કરનારને માટે સૌથી મહત્ત્વની બાબત એનું ધ્યેય સાથે સતત અનુસંધાન રહે એ છે; જેમ કે, ઉપવાસનો હેતુ આત્માની નજીક વસવાનો છે. આથી ઉપવાસ સમયે સતત એ વિચાર કરવો જોઈએ કે આના કેન્દ્રમાં આત્મા છે ખરો ? ઉપવાસ દ્વારા એ સાંસારિક બાબતોથી કેટલો અળગો થઈને આત્માની સમીપ ગયો તે જોવાનું છે, પણ જો આત્મલક્ષિતાને બદલે બાહ્યલક્ષિતા હશે તો એ ક્રિયા માત્ર કવાયત બનશે. ઉપવાસ લાંઘણ બની રહેશે. ક્રિયા ક્યારેક દંભ, તો ક્યારેક પ્રસિદ્ધિનો અંચળો ઓઢી લે છે. એ જીવનશુદ્ધિ માટે ક્રિયા કરતો નથી, પરંતુ ‘પોતાનું જીવન શુદ્ધ છે એમ દર્શાવવા માટે' ક્રિયા કરે છે, આમ ક્રિયાના માર્ગેથી પરમપ્રાપ્તિ માટે જનારની સામે અનેક ભયસ્થાનો હોય છે. ભક્તિમાં એક પ્રકારનો રંગ હોય છે. વ્યક્તિ એના ગાનમાં તરબોળ બની જાય છે. ક્યારેક એ સ્વયં નૃત્ય કરવા લાગે છે, પરંતુ એ ભક્તિનું ભાવનામય વાતાવરણ અને અનુસંધાન એના વ્યાવહારિક જીવનમાં હોવું જોઈએ. ભક્તિનું ગાન કરે અને છતાં હૃદયમાં માન, અભિમાન હુરે તેવું બનતું હોય છે. ભક્તિના ગાન સાથે ચિત્તમાં પરમાત્મા સાથે નાતો જોડાવો જોઈએ. એના સમગ્ર અસ્તિત્વને પરમના સ્પર્શનો અનુભવ થવો જોઈએ. આમ જ્ઞાન, કર્મ, ધ્યાન કે ભક્તિ; ગમે તે માર્ગે વ્યક્તિ પરમની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે ત્યારે સૌથી પહેલી બાબત એ છે કે એનું સાધન શુદ્ધ હોવું જોઈએ અને એ શુદ્ધ સાધન દ્વારા એણે હૃદયને નિર્મળ કરવું જોઈએ. આ બધાં જ સાધનોમાં; પછી તે જ્ઞાન હોય, કર્મ હોય કે ભક્તિ હોય; એ સૌમાં હૃદયને નિર્મળ કરવાની અમાપ શક્તિ રહેલી છે. જેમ જેમ હૃદય નિર્મળ થતું જશે, તેમ તેમ ઈશ્વરનો અવાજ શ્રવણ કરવાની ક્ષમતા વધશે. એમ કહેવાય છે કે પરમાત્માને તો તમારા આંગણે પધારવું પરમનો સ્પર્શ ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પરમનો સ્પર્શ છે, માત્ર એને આવકારવા માટે તમારે હૃદયને નિર્મળ કરવું પડશે. હૃદયનું આંગણું ત્યારે જ સ્વચ્છ થાય કે જ્યારે વ્યક્તિમાં પરમાત્માને પામવાની તીવ્ર તૃષા હોય. ધર્મપુરુષો અને સંતોના જીવનમાં એક આરત કે ઝંખના હતી. એમણે બાહ્યજીવનના સઘળા અવરોધો અને આકર્ષણો ત્યજીને માત્ર પોતાના ધ્યેય પર નજર ઠેરવી હતી. એમણે ક્યારેય એમ વિચાર્યું નહીં કે જીવનમાં આટલું પદ, ધન, સન્માન, સત્તા પહેલાં પ્રાપ્ત કરી લઉં; પછી નિરાંતે પરમાત્માનું ચિંતન કરીશ. એનાથી તદ્દન વિપરીત એવી એમની વિચારધારા હતી અને તે એ કે જીવનમાં પદ, માન-અપમાન, સુખ-સંપત્તિ એ બધાંની લેશમાત્ર પરવા કર્યા વિના એમણે પરમની પ્રાપ્તિની ખેવના કરી. સંસારી અને સંત વચ્ચે આ જ ભેદ છે. સંસારી સતત બાહરી પ્રભાવ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે અને સંત સતત આત્મસ્વભાવ પ્રગટ E કરવા પ્રયાસ કરે છે. સંસારી જગત સાથેના વ્યવહારોમાં દુઃખ આવતાં ઈશ્વરનું સ્મરણ કરે છે, જ્યારે સંન્યાસી દુ:ખ કે સુખ – કોઈ પણ સ્થિતિમાં અહર્નિશ નામસ્મરણ કરે છે. સંસારી માટે ઈશ્વરસ્મરણ સ-કારણ અને આયાસયુક્ત હોય છે, સંતને માટે એ નિષ્કારણ અને સહજ હોય છે, આથી સંસારમાં વસનાર સાધકમાં પરમાત્માની પ્યાસ જાગે છે, પરંતુ “માથું મૂકીને હરિના માર્ગે’ ચાલવાની એની તૈયારી હોતી નથી. એ પોતાના આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ, ઇચ્છાઓ – એ બધું લઈને પરમાત્માનો માર્ગ પામવા નીકળે છે, જ્યારે સંત એ સઘળું છોડીને પરમાત્માના માર્ગે પ્રયાણ કરે છે. પરમાત્મ-પ્રાપ્તિનાં સાધનનો વિચાર એ માટે જરૂરી છે કે ઘણી વાર પરમાત્મા અળગો થઈ જાય છે અને માત્ર સાધન જ રહે છે. વ્યક્તિ ઉપવાસ કરે ત્યારે એ કઈ રીતે વર્તે છે તે જુઓ. કેટલાકને માટે ઉપવાસ એ આત્મકલ્યાણનું સાધન નહીં, પણ આત્મશ્લાઘાનું માધ્યમ બની રહે છે. ‘પોતે ઉપવાસ કર્યો છે” એ વાત કોઈ પૂછે કે ન પૂછે, પરંતુ બતાવ્યા વિના રહી શકતા નથી. આવે સમયે ઉપવાસ દૂર જતો રહે છે અને માત્ર અહંકાર તરવરતો રહે છે. વળી વારંવાર “આજે મારે કશું ભોજન લેવાનું નથી' એમ વિચારીને પોતાની ભોજનવૃત્તિનું જ સ્મરણ કર્યા કરે છે અને એ રીતે આત્મસ્મરણને બદલે આહારસ્મરણ કરતો રહે છે. આવો ઉપવાસ સ્વાદવિજયને બદલે સ્વાદવૃત્તિની સ્મરણગાથા બની જાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્રિયાનો પાયો સાહજિકતા છે. જે કંઈ કરવામાં આવે, તે સહજ રીતે થવું જોઈએ. એને બદલે ઘણી વાર ક્રિયાનું બાહ્ય રૂપ જળવાય છે અને આંતર રૂપ નંદવાઈ જાય છે. વળી આવા ઉપવાસ ક્યારેક સ્પર્ધાનું રૂપ લે છે. ‘તમે એક ઉપવાસ કર્યો, તો મેં ત્રણ ઉપવાસ કર્યા” એમ કહીને વ્યક્તિ પોતાની પીઠને પોતે જ ત્રણ વાર ધન્યવાદ આપતી હોય છે ! સામી વ્યક્તિ કરતાં પોતે વધુ તપસ્વી છે એ વાતની સ્થાપના કરતો હોય છે અને એ રીતે પોતાનો પ્રભાવ દર્શાવવાની કોશિશ કરે ક્યાંક વ્યક્તિ ઉપવાસ કરીને આખો દિવસ પોતાની દિનચર્યા પ્રમાણે જ જીવતો હોય છે. માત્ર એમાં આહારની બાદબાકી થઈ ગઈ હોય છે, પરંતુ એ અંતરમાંના પરમ તત્ત્વ પ્રતિ અભિમુખ બનતો નથી. એની બાહ્ય પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલ્યા કરે છે. પરિણામ એ આવે છે કે ઉપવાસ પર ઉપવાસ થતા રહે છે અને ભીતરમાં કોઈ પરિવર્તન આવતું નથી. કંઈક અંશે પથ્થર પર પાણી રેડવા જેવી આ ક્રિયાઓ બની જાય છે. ફરાળી ઉપવાસમાં તો અમુક આહાર છોડી દેવામાં આવે છે, પરંતુ જે આહાર કરવામાં આવે છે તે બધો સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે. ક્યારેક તો રોજના કરતાં ફરાળી ઉપવાસમાં ‘ભક્તજન' વધુ ભોજન લેતો હોય છે ! પર્યુષણસમયે હોટલનું વિસ્મરણ થઈ જાય છે, પરંતુ જેવાં પર્યુષણ પર્વ પૂર્ણ થાય કે તરત હોટલનું અતિસ્મરણ થઈ જાય છે ! આનો અર્થ એટલો કે જે કંઈ છોડ્યું તે થોડા સમય પૂરતું હતું. થોડા લોકોને બતાવવા માટે હતું, થોડા દેખાવ પૂરતું હતું ! એને ભીતર સાથે કશી નિસબત નહોતી. એણે છોડવા જેવું કશુંય છોડ્યું નહોતું. એય સ્વાવૃત્તિ પહેલાંના જેવી જ તીવ્ર રહી. આજના સમયમાં માણસ સતત કંઈ ને કંઈ ખાતો હોય છે. ભોજન ઉપરાંત પણ એને સતત ખાવાનું જોઈએ છે, ક્યારેક એ પોપકૉર્ન ખાય, ક્યારેક વેફર્સ કે કેડબરી ખાય તો ક્યારેક કોઈ ઠંડું પીણું ગટગટાવે. પ્રાણીઓમાં આવી વારંવાર કે સતત ખાવાની વૃત્તિ જોવા મળતી નથી. ડુક્કરે એક વાર ઘાસ ખાઈ લીધું હોય પછી ગમે તેવું લીલું સરસ મજાનું ઘાસ એને ખાવા માટે આપવામાં આવે, તોપણ એ ખાતું નથી, જ્યારે મનુષ્ય આખો દિવસ કંઈ ને કંઈ ‘ફાક્યા” કરતું પ્રાણી બની જાય છે. ગાય ભોજન પછી નિરાંતે વાગોળે છે. માણસ ભોજન જ કર્યા કરે છે ! આથી ધર્મની યાત્રા કરનાર પોતાની સાથે પરમનો સ્પર્શ ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ S ૨૦ પરમનો સ્પર્શ ધર્મને કેટલો રાખે છે તે વિચારવું જોઈએ. પગપાળા ડાકોર જુનાર કે શત્રુંજય તીર્થની યાત્રા કરનાર એના રંગે કેટલો રંગાય છે તેનો વિચાર કરવો જોઈએ. બાકી ચરણ યાત્રાધામ તરફ ચાલે અને મન અનેક પાપવિચાર કરે તો એ યાત્રા કહેવાય નહીં; માત્ર આંટા માર્યા જ ગણાય. આમ, ધર્મપાલનમાં પ્રયોજાતાં સાધનોની શુદ્ધિનો ઊંડો વિચાર કરવો જોઈએ. જ્યાં ક્રિયા જ અશુદ્ધ હોય, ત્યાં પ્રાપ્તિ ક્યાંથી થાય ? સ્વાદવિજય માટે આયંબિલ કર્યું હોય અને અનેક વાનગીઓનો થાળ મર્યો હોય. તે કેમ ચાલે ? આથી જ જૈનદર્શનમાં ‘વૃત્તિસંક્ષેપ’નો વિચાર આપવામાં આવ્યો છે. પોતાના ભોજનમાં અમુક જ વાનગીઓ લેવી, તેમ કહેવામાં આવ્યું છે. પણ તેમાં વાનગી પર ભાર નથી, પણ વૃત્તિ પર ભાર છે. તમારી સ્વાદવૃત્તિ પર તમે સંયમ રાખો તેમ કહેવાયું છે. આમ પરમ તત્ત્વ પ્રતિ જતી વખતે ભક્તજને એવા પરમાત્માની ભાવના સેવવી જોઈએ કે જેના ગુણોથી પોતાનું જીવન સુવાસિત બને, જેની પાસેથી આત્મસાક્ષાત્કાર પામી શકાય અને જેનો મહિમા વર્ણવતાં વર્ણવતાં પોતે આ ભાવોને હૃદયસ્થ કરી શકે. R) |_ Page #30 -------------------------------------------------------------------------- ________________ પહેલાં ઈશ્વરસન્મુખ થઈએ ! આઘાતજનક છતાં સત્ય હકીકત એ છે કે પ્રાર્થનાની પ્રભાવનાની સૌને ખબર છે. તેમ છતાં એને સાધવાની પ્રક્રિયાની ઘોર ઉપેક્ષા થતી હોય છે. ક્યાંક પ્રાર્થના માત્ર શિષ્ટાચાર બની જાય છે, ક્યાંક પ્રાર્થના ચીલાચાલુ રોજિંદી ક્રિયા બની રહે છે તો ક્યાંક પ્રાર્થના એ ઈશ્વર પ્રત્યે માગણી કે આજીનું પ્રલોભનયુક્ત રૂપ ધારણ કરીને બેઠી હોય છે. માણસને પરિણામ વધુ પસંદ પડે છે, પ્રક્રિયા નહીં. વિશ્વના સર્વોચ્ચ શિખર એવરેસ્ટ-વિજયની યોગાથા વર્ણવનાર ભાગ્યે જ એ વિજય પ્રાપ્ત કરવા માટેના આરોહકોના પ્રબળ પુરુષાર્થનો વિચાર કરે છે. હકીકતમાં પરિણામ કરતાં પ્રક્રિયા વિશેષ મહત્ત્વની અને અગત્યની હોય છે. કવિને કાવ્યરચનાની પ્રક્રિયા સમયે જેવો આનંદ કે ભાવાનુભૂતિ થાય છે, તે કાવ્યસર્જન પછી થતી નથી. કોઈ મનોહર કાવ્ય વાંચો ત્યારે એનું પરિણામ આપણે પામીએ છીએ, પરંતુ એનો ખરો આનંદ તો ત્યારે આવે કે જ્યારે આપણે જાણીએ કે સુંદર કાવ્યના સર્જન માટે કેવી કેવી પ્રક્રિયામાંથી એનો રચિયતા કવિ પસાર થયો છે. મહાત્મા ગાંધીની સિદ્ધિની વાત કરીએ છીએ, પરંતુ એ માટે એમણે કરેલો કસોટીઓનો સામનો કે એમના ભગીરથ પ્રયત્નોને વીસરી જઈએ છીએ. ગાંધીની અહિંસાનો મહિમા ગાઈએ છીએ, પરંતુ એ અહિંસાની સિદ્ધિ માટે ગાંધીએ કરેલી ગુણોની કેળવણી વિશે કોઈ વિચાર કરે છે ખરું ? આ ગુણોની તાલીમ હોય તો જ અહિંસાનો પ્રયોગ સફળ થાય. અહિંસા માટે ઉચ્ચ કોટિની ત્યાગવૃત્તિ, ન્યાયી વર્તન, આત્માનું ભાન, દેહપીડા સહન કરવાની શક્તિ જેવા આંતરિક ગુણોની આવશ્યકતા પર મહાત્મા ગાંધીજીએ ભાર મૂક્યો હતો. એમણે કહ્યું હતું કે એમ કરવા જતાં જમીન જાય, ધન જાય, શરીર જાય, તોપણ અહિંસાનો ઉપાસક એની પરવા કરે નહીં. વળી એમણે કહ્યું કે અભય થયા વિના પૂર્ણ અહિંસાનું પરમનો સ્પર્શ ૨૧ | @ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પરમનો સ્પર્શ પાલન શક્ય નથી. અહિંસાની તાલીમ માટે મરવાની તાકાત જોઈએ. હવે વિચાર કરો કે વ્યક્તિએ આવા ગુણોની તાલીમ લીધી હોય નહીં અને એ ગુણો કેળવ્યા હોય નહીં, પછી એ માત્ર અહિંસાની ભાવનાનું રટણ કરે કે એનો પ્રયોગ કરે તો એ સફળ થાય ખરો? આ રીતે ઈશ્વરના આશીર્વાદ પામવા માટે ગુણોની કેળવણીની જરૂર છે. આ તાલીમ કે કેળવણીમાં સૌથી નિર્ણાયક બાબત છે વ્યક્તિનો ઈશ્વરસન્મુખ રહીને જીવન જીવવાનો દઢ સંકલ્પ. એ વ્યક્તિની દૃષ્ટિ કોઈ સાંસારિક સિદ્ધિ પામવા તરફ નહીં, પરંતુ પરમનો સ્પર્શ પામવા પ્રત્યે હશે. પ્રત્યેક કાર્ય કરતી વખતે એ વિચાર કરશે કે આનાથી એ પ્રસન્ન થશે કે નારાજ ? એના જીવન-વ્યવહારના તોલમાપનો કાંટો એ હશે. જેનાથી પરમ રાજી થાય એવું કરવું, નારાજ થાય એવું કદી ન કરવું. આમ વ્યક્તિગત રાજીપાને બદલે પરમના રાજીપાનો સતત ખ્યાલ કરવાનો રહે. આને પરિણામે એવો કાર્યવિવેક જાગશે કે અવળે માર્ગે કે કુસંગ તરફ એ ડગલું પણ નહીં માંડે. અકલ્યાણકર માર્ગો પર એ ‘નો એન્ટ્રી'નું બોર્ડ લગાવશે. શુભ કે મંગલદાયી માર્ગો તરફ એની સહજ ગતિ થશે અને જેમ આગળ વધશે તેમ ઊર્ધ્વ કલ્યાણગામી નવા નવા માર્ગો મળતા રહેશે. પાનખરમાં વૃક્ષ પરથી પર્ણો ખરે તેમ દુર્ભાવોનાં પર્ણો ખરી પડશે. કઈ રીતે ઈશ્વર સન્મુખ રહી શકાય ? ઈશ્વરને એ બે પ્રકારે સન્મુખ રાખશે : એક તો પોતાના પ્રત્યેક કાર્યમાં ઈશ્વરને હાજર-નાજર રાખશે અને બીજું કે એ ઈશ્વરના ગુણોનું અવિરત ચિંતન કરીને એવા ગુણોની પ્રાપ્તિ માટે પ્રયાસ કરશે. એ ગુણો પોતાના વ્યક્તિત્વમાં ખીલવવા માટે સભાન બનીને પ્રયત્ન કરશે. જીવનવ્યવહારમાં જાગતાં પ્રબળ પ્રલોભનો અને આકર્ષણોની વચ્ચે રહીને એ આ દિવ્ય ગુણોનું હૃદયમાં અવતરણ કરવા અને પછી એ અવતરિત થયેલા ગુણોને વ્યવહારમાં પ્રગટાવવાનો પ્રયાસ કરશે. માણસની ભીતરમાં ગુણ અને અવગુણ, પ્રકાશ અને અંધકાર, દેવ અને દાનવ - બંને એકસાથે વસેલા હોય છે. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ રૂપે ગુણવાન કે પૂર્ણ રૂપે અવગુણ ધરાવતી હોતી નથી. સમજદાર વ્યક્તિ પોતાના ગુણોને ખીલવે છે અને અવગુણો પર કાબૂ રાખે છે. અવગુણોને ઓગાળતાં જઈને ગુણો ખીલવીને જીવનબાગમાં ગુલાબ રૂપે પ્રગટાવતો રહે છે. અવગુણ ધરાવનારી વ્યક્તિના હૃદયમાં ગુણ વિદ્યમાન તો હોય Page #32 -------------------------------------------------------------------------- ________________ છે, પરંતુ એ શુભ ગુણો કે શુભ ભાવોને દબાવીને અને કચડી નાખીને પોતાના અવગુણોને વધુ ને વધુ ઉશ્કેરતો, પોષતો અને બહેકાવતો રહે છે. અહંકારી વ્યક્તિ કોઈ કામ સિદ્ધ થાય ત્યારે આ કાર્ય પોતે સિદ્ધ કર્યું છે' એવા અહંકાર પર મુસ્તાક રહીને સર્વત્ર ઘૂમતો હોય છે. એ નિષ્ફ′′ જાય ત્યારે અને તેથી ચાર સંતાપ થાય છે. વનમાં હતાશા આવે છે અને એ આત્મહત્યા કરવા સુધી દોડી જાય છે. માનવ સ્વ-જીવનને ઈશ્વરસન્મુખ કરશે એટલે આપોઆપ એની સૃષ્ટિ એના ભીતરમાં રહેલા ગુણોની સન્મુખ જશે. આપણી સમક્ષ વાલિયા લૂંટારામાંથી ઋષિ વાલ્મીકિ બન્યાનું દુષ્ટાંત છે જ. જેમ જેમ એના ગુણો પ્રગટ થરો, તેમ તેમ ઈશ્વરના આશીર્વાદ પામવાની ઘૂમતાવાળું એનું વ્યક્તિત્વ ઘડાતું જશે. આવા ઈશ્વરી આશિષની ઇચ્છાથી વ્યક્તિના અહમ્ ભાવનું નિગરણ થશે. આથી જીવનમાં જે કંઈ શુભ કાર્ય થાય છે, તેમાં ‘હું તો નિમિત્ત છું, આ કાર્ય કરનાર તો ઈશ્વર છે' એમ માનનાર ગુણવાન વ્યક્તિને જીવનની સફળતા ઉર્ફખલ બનાવતી નથી અને નિષ્ફળતા ધોર નિરાશામાં ડુબાડી શકતી નથી. વ્યક્તિ ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરશે, ત્યારે આપોઆપ એ વ્યક્તિ અન્યને સહાયરૂપ થવાનો પુરુષાર્થ કરી. સ્વહિતની કેન્દ્રિતતામાંથી બહાર નીકળી એ પરહિતનો વિચાર કરશે. પોતાના સ્વાર્યનું કામ કરવાને બદલે પરમાર્થનું કામ કરતાં એને પ્રસન્નતા થશે અને એનો ‘માંહ્યલો’ રાજી રાજી થઈ જશે. સમય જતાં આવી વ્યક્તિ અન્યનાં સુખ, આનંદ અને પ્રસન્નતામાં પોતાનું સુખ અનુભવતી થશે. બીજાના ચહેરા પર સુખની છાલકો જોઈને તે પોતાના અંતરમાં અપૂર્વ ઉલ્લાસ અનુભવશે. ઈશ્વરસન્મુખ માનવી પોતાના આત્માની ઓળખની સાથેસાય દુઃખી અને સંતપ્ત જ્વો પર આપોઆપ કર્ણા વરસાવતો રહેશે. પારકાની ચિંતા કરનાર સ્વાભાવિક રીતે પોતાના ઘરના પરિવારજનોની ચિંતા તો કરો જ હોય. એ સમજે છે કે એની પહેલી સેવા એના ઘર અને કુટુંબથી શરૂ થઈ છે, આથી જ માતાપિતાની સેવાથી માંડીને દીન-દુ:ખિયાની સેવા સુધી એના કાર્યનો અનુબંધ સધાતો રહેશે. આમ પ્રથમ બાબત તો એ છે કે સાધ માં પરમાત્મપ્રાપ્તિની તીવ્ર તૃષા-તડપન જાગવી જોઈએ. આ વાતનો મર્મ ઘણો ગહન છે. એનું કારણ એ છે કે જેવી ઇચ્છા એવા એને તૃપ્ત કરવાના માર્ગો. ધનની તરસ પરમનો સ્પર્શ ૨૩ 3000 Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પરમનો સ્પર્શ જાગે એટલે વ્યક્તિ ધન-પ્રાપ્તિ માટે રાતદિવસ અવિરત પ્રયાસ કરશે. એને માટે થઈને એ પાછું વળીને જોશે પણ નહીં; અન્યનું શોષણ કરતાં કે પારકું છીનવી લેતાં એને લેશમાત્ર આંચકો લાગશે નહીં કે થડકારો થશે નહીં. એ પ્રપંચ ખેલશે, દગો રમશે, કાવાદાવા કરશે. પાપની પરવા નહીં કરે, હત્યા કરતાં એને થડકારો નહીં થાય, ધ્યેયસિદ્ધિ માટે દોડ્યા જ કરશે. જેને ધનની તીવ્ર લાલસા હોય તે આવું જ કરે ને ! સારાખોટા તમામ માર્ગે ધનપ્રાપ્તિનો મરણિયો મહાપ્રયાસ કરશે. કોઈ વ્યક્તિને સ્વરૂપવાન સુંદરી પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો એની દૃષ્ટિ સિનેમાઘરમાં જ નહીં, પરંતુ દેવાલયમાં પણ સ્વરૂપવાન સુંદરી પર હશે ! જગતમાં ઘર, પરિવાર, મિત્રો અને આખી સૃષ્ટિ હશે, પણ એ તો સઘળે નારીસૌંદર્યને જ શોધશે. વ્યક્તિની જેવી તૃષા, એવું એનું જીવન. વ્યક્તિની જેવી ઇચ્છા કે ઝંખના એવી એની સૃષ્ટિ. સત્તાની ઝંખના ધરાવનારની સૃષ્ટિમાં સર્વોચ્ચ પદે તો સત્તાની પ્રાપ્તિ જ હોય છે. આને માટે એ સંપત્તિ એકઠી કરે, કોઈની સંપત્તિ છીનવી | લે, સાથ આપનારને દગો કરે કે વિરોધીને હરાવવાના પ્રયાસો કરે, પરંતુ એનું અંતિમ ધ્યેય તો યેનકેન પ્રકારેણ સત્તાપ્રાપ્તિ જ હોય છે. જેવી અભીપ્સા એવું જીવન – એ સૂત્રને લક્ષમાં રાખીને વિચારીએ તો એ બાબત મહત્ત્વની બનશે કે પરમાત્માની તડપન ધરાવનાર પાસે એવું જીવન છે ખરું? વાસના, સત્તા કે સંપત્તિની એષણા ધરાવનાર પોતાની ઇચ્છાપૂર્તિ માટે એમાં કેટલો બધો નિમગ્ન હોય છે ! આ બધા કરતાં અતિ ઉચ્ચ એવી પરમાત્માની તૃષા હોય તો જીવન કેવું હોવું જોઈએ. જેમ ધનનો માપદંડ છે, સત્તાનો માપદંડ છે એમ પરમાત્માનો માપદંડ પણ છે અને એ માપદંડ મુજબ સાધકના હૃદયમાં એ ભૂમિકાને યોગ્ય ભાવના, તડપ, તીવ્રતા અને દઢતા જાગવી જોઈએ. આજે પરમાત્મા માટેની આપણી તરસ જાગે છે કઈ રીતે ? કોઈ દોષ, ભૂલ કે દુષ્કર્મને કારણે જીવન રાનરાન અને પાનપાન થઈ ગયા બાદ વ્યક્તિ કથામંડપમાં બેસીને ‘ભક્તિપૂર્વકરાવણવધની વાત સાંભળે છે. કોઈ પ્રભાવક સંતની પાવન વાણી સાંભળતાં કઠોર હૃદય થોડું દ્રવી ગયું અને વ્યક્તિને એમ લાગે કે “ચાલો, હવે પરમાત્માની ખોજ શરૂ કરીએ.” અને એ ઈશ્વરની શોધમાં નીકળે છે. ઘરસંસારમાં વારંવાર થતા કલહ-કંકાસથી કંટાળીને આશ્રમમાં વસનારા પણ મળશે. નવી પેઢી સાથે Page #34 -------------------------------------------------------------------------- ________________ અનુકૂલન સધાતું ન હોય અને તેથી આશ્રમનો આશરો લેનારા પણ મળશે. અહીં મહત્ત્વનો સવાલ એ છે કે પરમાત્મા માટે જાગેલી તૃષા મૃગજળથી તો તૃપ્ત થાય તેવી નથી ને ? બાહ્ય કારણ પર પરમાત્મ-પ્રાપ્તિની ઇચ્છા આધારિત હોય તો એ ઇચ્છા એ સાચી ઇચ્છા નથી, કોઈ દુર્ઘટના બને કે પછી પોતાનાથી કોઈ ગંભીર ભૂલ, અપરાધ કે દોષ થાય અને વ્યક્તિ પરમાત્મા ભણી વળે, તો એના અંતરમાં પરમાત્મપ્રાપ્તિની સાચી લગની લાગી છે એમ બેધડક નહીં કહી શકાય. સઘળું પરિસ્થિતિના સંદર્ભમાં જોવાનું સમજવાનું રહે. સંસારની આધિ, વ્યાધિ કે ઉપાધિથી કે રોજિંદી સમસ્યાઓથી બળ્યોજળ્યો માણસ સંતની નિશ્રામાં સાંત્વના જરૂર પામે, પરંતુ પરમાત્મા માટેની પ્યાસ એ તો સાવ ભિન્ન બાબત છે. એવું બને કે વ્યક્તિ પોતાના પુત્રથી દુ:ખી થઈને કે એની પત્નીથી અપમાનિત થઈને “માયાવી” સંસાર ત્યજીને પરમાત્માની ખોજમાં નીકળે, પરંતુ એ જ પુત્ર કે એની પત્ની ફરી પાછા લેવા આવે તો એ પરમાત્મપ્રાપ્તિનો માર્ગ છોડીને પાછો “માયાવી’ સંસારના માર્ગે ચાલવા લાગશે. આનું કારણ એ છે કે એમનામાં જાગેલી પરમાત્મઝંખના બાહ્ય કારણો પર આધારિત હતી. એને મનોમન એમ થયું નહોતું કે સંસારનો માર્ગ છોડીને મારે પરમાત્મ-માર્ગ ખેડવો છે. સંસારનાં દુઃખોનો | તીવ્ર આંચકો હતો, એનો સ્વયંનો પાકટ અનુભવ નહીં. હૃદયમાં એવી લાગણી થઈ નહોતી કે જીવનમાં ગમે તે સંયોગો હોય તોપણ મારે પરમાત્મમાર્ગે જ જવું છે. કોઈ સંજોગથી પ્રગટેલી પરમાત્મભક્તિ એ સંજોગ બદલાતાં બુઝાઈ જાય છે. કોઈ સંત દુ:ખમય સંસારનું વર્ણન કરે, માયાવી જગતની કે એના મિથ્યા રૂપની વાત કરે અને વ્યક્તિ સઘળું છોડીને પરમાત્મપ્રાપ્તિના માર્ગે જવાનો વિચાર કરે છે, કદાચ એ માર્ગે થોડોક જાય પણ ખરો અને ફરી સંસારરસ એને આકર્ષે તો માર્ગ છોડીને પાછો પણ વળી જાય છે, આથી પરમાત્મા માટેની તૃષા એ આંતર-તૃષા હોવી જોઈએ. ભીતરમાંથી જાગેલી ભક્તિ હોવી જોઈએ. ઋગ્વદમાં પરમાત્માનું વર્ણન કરતાં કહ્યું છે ‘ઘાવાપૃથિવી વર્માર્ત ' અર્થાત્ “તે પરમાત્મા ઘી (સ્વર્ગ) અને પૃથ્વી બંનેને ધારણ કરે છે” (૧૦.૩૧.૮) અને અન્યત્ર એ પરમાત્માનું વર્ણન કરતાં ‘ઋગ્વદ’ના ઋષિ કહે છે : પરમનો સ્પર્શ ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ • Jdhe (lotāh Ye ‘પૃષ્ઠો વિશ્વસ્ય મુવનસ્ય રાના ।’ અર્થાત્, તે પરમાત્મા સર્વલોકના સ્વામી છે. (૬.૩૬.૪) આવા પરમાત્માની પ્રાપ્તિની આ વાત છે, જે પરમાત્માની અનન્યતાનો અનુભવ ઋષિઓ અને સંતોએ વર્ણવ્યો છે. પરમાત્માની સાચી પ્યાસ જાગવા માટેનાં સાધનો પણ શુદ્ધ, સહજ અને સાચાં હોવાં જોઈએ. ભવ્ય, વિશાળ અને ઝાકઝમાળભર્યાં મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જામેલી હોય છે, પણ એ દર્શનાર્થીઓની દર્શનપિપાસા તપાસવા જેવી હોય છે ! કોઈને આ મંદિરની ભવ્યતા સ્પર્શી જાય છે અને બહાર નીકળ્યા બાદ એ મંદિરના વૈભવનું વર્ણન કરે છે. કોઈને મંદિરનું સ્થાપત્ય એટલું બધું આનંદદાયી લાગે છે કે એ મંદિરમાંથી પાછા ફર્યા બાદ જ્યાં જશે ત્યાં મનોરમ સ્થાપત્યના કે એનાં ઉત્કૃષ્ટ શિલ્પોની પ્રશંસા કરશે. કોઈને આરતી તો કોઈને આંગી ભવ્ય લાગે છે. કોઈને મંદિરની ભીડમાં લાગેલા ધક્ક યાદ રહી જાય છે. કોઈ મંદિરમાં જાય છે તોપણ પ્રસાદમાં ચિત્ત ચોંટાડીને બેઠા હોય છે. કોઈની નજર મંદિરમાં સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરીને આવતી મહિલાઓ પર હોય છે તો કોઈના કાન મંદિરના પુજારીએ કહેલા પ્રભુના પરચાઓ સાંભળવા પર લાગેલા હોય છે. આપણે તિરુપતિ, શત્રુંજય કે અક્ષરધામના મંદિરમાં જઈને શેનું દર્શન કરીએ છીએ ? આપણી આંખ જે જગતમાં જોતી હતી અથવા તો આપણું મન જે ઇચ્છતું હોય છે, એનું જ આપણે દર્શન કરીએ છીએ ને ? અતિપવિત્ર સ્થાનમાં પણ આપણી મનોવૃત્તિ કેવી અપવિત્ર હોય છે! બહારથી જં લઈને ગયા હોઈએ છીએ, એનાં જ દેવાલયમાં દર્શન કરીએ છીએ. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી પરમાત્માના દર્શનનો ઉલ્લાસ કોઈ પ્રગટ કરે છે ખરું ? ઈશ્વરની આંખને એકીટસે જોયા પછી અંતરમાં થયેલા અનુભવની કોઈ વાત કરે છે. ખરું ? મંદિરના શાંત વાતાવરણમાં ઈશ્વરસન્મુખ થયેલા આનંદના અનુસંધાનનું કોઈ વર્ણન કરે છે ખરું? મંદિરમાં પ્રવેશતી વખતે ચહેરા પર સંસાર-વ્યવહારની ગ્લાનિ હોય, પરંતુ બહાર નીકળ્યા પછી ચહેરા પર અવર્ણનીય તેજનો કોઈએ અનુભવ કર્યો હોય છે ખરો ? RO |_ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ - પ્રિયજનથી “પરમ' સુધી ‘રેસિંગ ટ્રેક પર દોડતા આજના સ્પર્ધાત્મક યુગમાં વ્યક્તિ સતત અન્યની સાથે પોતાની તુલના કરતો રહે છે. આવી તુલના કરીને, પોતાની મર્યાદા જાણીને એને ઓળંગવા પ્રયાસ કરે તે ઉત્તમ. પણ મોટા ભાગે તો આવી તુલના કરીને પ્રત્યેક બાબતમાં વ્યક્તિ પોતાની જાતને મોખરે રાખવા ચાહતી હોય છે. પોતાના ક્ષેત્રમાં જાતને મોખરે રાખવાની કે શ્રેષ્ઠ પુરવાર કરવાની ઇચ્છા એ અનુચિત કે અયોગ્ય નથી, પરંતુ એને માટે કષાયપૂર્ણ અનિષ્ટકારી રસ્તા અપનાવાય તે સદંતર ખોટું છે. આ પ્રકારની વ્યક્તિ પહેલાં દોષદર્શન કે આક્ષેપનો સહારો લેશે અને અણગમતી કે વિરોધી વ્યક્તિ પર તરેહ તરેહના આક્ષેપો કરવા લાગશે. જાણીબૂજીને એની ક્ષતિઓ વધુ ફુલાવીને દર્શાવવા લાગશે અને એની મર્યાદાઓ શોધવાની ચોતરફ તપાસ આદરશે. આવા આક્ષેપની પાછળ દબાતે પગલે દ્વેષ પ્રવેશશે અને એને વિરોધીનું સઘળું વિષમય લાગશે. સમય જતાં એ વ્યક્તિ પોતાના વિરોધીની આસપાસ પોતાના દ્વેષનો બંધિયાર કિલ્લો રચી દેશે. પરિણામે એ વિરોધી વ્યક્તિના હૃદય સુધી પહોંચી શકશે નહીં. એમાં નિંદા સતત ભળતી રહેશે અને એમાંથી શત્રુતા જાગશે. આમ ચડિયાતા થવાની સ્પર્ધા અંતે કટુતા, દ્વેષ અને શત્રુતામાં પરિણમે છે. દુર્બુદ્ધિથી ચાલનારી વ્યક્તિ પોતાના જીવનમાં ઉચ્ચ ગુણોની ઉપાસના કરવાને બદલે વિરોધી વ્યક્તિના પોતે કલ્પેલા અનિષ્ટ ગુણોનું સતત ચિંતન કરતો હોય છે અને અન્યને અહિતકર એવા વિચારોમાં સતત મગ્ન રહે છે. એક અર્થમાં કહીએ તો એના ચિત્તમાં જાગેલો દુર્ભાવનાનો દૈત્ય વાસ્તવિક શત્રુ કે પ્રતિકૂળ પરિસ્થિતિ કરતાં વધુ અકલ્યાણકર અને દુઃખદાયી બને છે. એનું ચિત્ત સતત વિક્ષુબ્ધ રહેતું હોય છે અને આવું દોષદર્શન ઈશ્વરદર્શન માટે અવરોધરૂપ બને છે. આથી સ્વામી રામતીર્થે કહ્યું છે પરમનો સ્પર્શ ૨૭ Oca Page #37 -------------------------------------------------------------------------- ________________ 20 Jdh≥ (loth pe કે અન્યનું દોષદર્શન કરવા કરતાં એના દોષોની ઉપેક્ષા કરવાથી વ્યક્તિ બીજાના કરતાં પોતાની જાતને એ દોષોથી વધુ મુક્ત રાખી શકે છે. આવી દોષદર્શનની બહેકેલી વૃત્તિ અને અવિરત પ્રવૃત્તિ સમય જતાં આત્મઘાતક રૂપ ધારણ કરે છે. પહેલાં એ એક વ્યક્તિના દોષ જઐ છે અને પછી એની એ આદતનો તંતુ એના સ્નેહીજનોના દોષ જોવા સુધી લંબાય છે. એ પછી કુટુંબીજનો અને આસપાસના સમાજના દોષ જુએ છે. કારણ કે એની દષ્ટ પર ગુજાર્શનને બદલે દોષદર્શનનાં ચાં લાગી ગયાં હોય છે. આકાશમાં ઊંચે ઊડતી સમડીને પૃથ્વીની કોઈ રમણીયતા દેખાતી નથી. પણ ધરતી પર પડેલી વિા જ દેખાય છે. એટલે એ કોઈ પણ વ્યક્તિ, પ્રસંગ કે પરિસ્થિતિમાંથી કોઈક ને કોઈક દોષ શોધી કાઢશે. સમય જતાં જાણે-અજાણે આ એની આદત બની જાય છે, તે જ તેની ષ્ટિ અને એ જ એના વિચારોની ગતિ બની જાય છે અને એનો દુષ્પ્રભાવ એના સમગ્ર જીવન પરત્વેના દૃષ્ટિકોણમાં પ્રતિબિંબિત થાય છે. ધીરે ધીરે અન્યના દોષદર્શનની ટેવ એના મનને એવી વળગી પડે છે કે એને પોતાનો દોષ ક્યારેય દૃષ્ટિગોચર થતો નથી. બીજાઓના દોષની એ અહર્નિશ વાત, વળી વળીને એની જ ચર્ચા ને વિવેચના કરશે. આવા દોષદર્શનની વાત કે ચર્ચા કરવાથી વ્યક્તિના ભાવનાજગતનું સૌંદર્ય, ઉમદા વિચારોનું માધુર્ય અને ચિત્તની આનંદસ્થિતિ નષ્ટ થાય છે. કોઈની ગુણપ્રશંસા સમયે વ્યક્તિના અવાજમાં તાજગી, ઊભરો અને ઉમળકો અનુભવાય છે, જ્યારે દોષપન સમયે શબ્દો મંદ અને તૂટક લાગે છે અને એનો અવાજ પણ લથડતો લાગે છે. હકીકતમાં તો આવા દોષદર્શનને બદલે વ્યક્તિએ ઈશ્વરીય ન્યાય પર શ્રદ્ધા રાખવી જોઈએ. વ્યક્તિમાં જે કંઈ દોષ હશે, તે પ્રમાણે એને ભોગવવું પડશે. એનાં કર્મોને કારણે એને સહન કરવાનું આવશે. એના દીોનું વર્ણન કરનાર અને એ વિશે નિર્ણય આપનાર ન્યાયાધીશ હું કોણ ? આમ વિચારીને અન્યના દોષોનો વિચાર કરવાથી દૂર રહેવું જોઈએ. આંતરદર્શનની કેડીએ ચાલતા સાધકને જ્યારે બીજી વ્યક્તિનો દોષ દેખાય, ત્યારે એણે પોતાના ઘરમાં પ્રેકિયું કરવું જોઈએ. સ્વયંના અંતઃકરણને તપાસીને વિચારવું જોઈએ કે અન્યની માફક પોતે તો આવો કોઈ દોષ ધરાવતો નથી ને ? પોતાનું આંગણું તો મેલું નથી ને? એમાં તો આવો |_ Page #38 -------------------------------------------------------------------------- ________________ કોઈ કચરો પડ્યો નથી ને ? આમ સાધક સ્વદોષદર્શન કરીને પોતાના એ દોષને દૂર કરવા માટે પ્રયત્નશીલ બનશે. જોકે સ્વદોષદર્શન એ કપરું છે અને એ માટે ભગીરથ પ્રયાસ કરવો પડે છે. સૌપ્રથમ તો સ્વદોષોનું જ્ઞાન હોવું જરૂરી છે, કારણ કે એ જાગૃતિ જ એને સાચા માર્ગે દોરે છે. આથી જ ગંગાસતીએ એમની ભજનવાણીમાં પાનબાઈને વારંવાર મનની નિર્મળતા અર્થાત્ નિરભિમાનીપણાની વાત કરી છે. એ કહે છે કે આ અધ્યાત્મના મેદાનમાં આવવું હોય તો શું કરવું? મેદાન' શબ્દ શક્તિની કસોટીનો સંકેત કરે છે. ઈશ્વરને પામવાના પ્રયત્નમાં મનની દૃઢતાની શક્તિની કસોટી થાય છે. આ “મેદાનમાં આવવા માટે આળસ છોડવાની વાત છે અને એ પછી નિર્મળ થઈને જો અવાય તો જ અધ્યાત્મરસ પામી શકાય : ગંગાસતી કહે છે : ‘ભાઈ રે ! માન રે મેલ્યા પછી રસ તમને મળશે, પાનબાઈ!” મનને સ્થિર કરી આવો રે મેદાનમાં ને મિટાવું સરવે ક્લેશ રે” સરળ ચિત્ત રાખી નિરમળ રે'વું ને આણવું નહીં અંતરમાં અભિમાન રે.’ આ રીતે અભિમાનને છોડીને આવનારને અધ્યાત્મરસ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી અભિમાન હોય ત્યાં સુધી એ રસાનુભવ થતો નથી. ગંગાસતીએ ખૂબ સરળ રીતે કહ્યું છે કે ચિત્તમાંથી કપટ અને કાવાદાવા દૂર કરીને એને નિર્મળ રાખવું અને અંતરમાં અભિમાન આણવું નહીં. જો આટલું થાય તો વ્યક્તિ અધ્યાત્મરસ સુધી પહોંચી શકે. કેવો છે આ પ્રભુનો પ્રેમરસ ! એ આશ્ચર્યજનક જ ગણાય કે બે તદ્દન વિરોધી બાબતોની પ્રાપ્તિ માટે એક જ શબ્દ કે ભાવ પ્રયોજાય છે. સાંસારિક જીવનમાં છલોછલ પ્રેમની કેટલીય મુલાયમ, રોમહર્ષક અને વેદનાપૂર્ણ મધુર વાતો-કથાઓ થાય છે અને એ જ રીતે આધ્યાત્મિક જીવનમાં પણ પ્રભુપ્રેમની આરત, પ્રભુમિલન અને પ્રભુતડપનની કથા-કવિતા ભક્તો, સંતો અને મરમીઓ પાસેથી સાંપડે છે. વ્યવહારજીવનમાં પતિ-પત્ની, સ્નેહીઓ, પ્રિયતમ કે પ્રિયતમા અને પરિચિતો સાથેના પ્રેમની વાત થાય છે તો અધ્યાત્મ-જીવનમાં ઈશ્વર સાથેના પ્રેમની વાત થાય છે, આથી જ માનવીના પ્રેમ અને ઈશ્વરના પ્રેમ માટે ઉર્દૂ કવિતામાં ‘ઇશ્કે મિજાજી” અને “ઇશ્કે હકીકી' શબ્દ પ્રયોજાય પરમનો સ્પર્શ ૨૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પરમનો સ્પર્શ જ છે. આ બંને પ્રેમનું સ્વરૂપ જુદું છે. પ્રશ્ન એ થાય કે પ્રેમતત્ત્વનું એક ભૂમિકાએથી બીજી ભૂમિકાએ રૂપાંતર થતું હશે ? પરંતુ આજ સુધી આ પ્રેમતત્ત્વના મર્મને જ્ઞાની હોય કે ધ્યાની, મનોવિજ્ઞાની હોય કે શરીરશાસ્ત્રી, અનુભવી હોય કે કવિ હોય – કોઈ પૂર્ણતયા દર્શાવી શક્યું નથી. બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે દરેકે પોતીકી દૃષ્ટિએ પ્રેમને જોયો છે અથવા તો એમનો પ્રેમ વિશેનો વિચાર એમના જીવનના અંગત અનુભવોમાંથી પ્રગટેલો છે. કોઈને ‘પ્રેમકટારી' વાગી છે, તો કોઈએ ‘પ્રેમપિયાલો પીધો છે. આ પ્રેમ ક્યાં વસે છે એની પણ અનેકોએ વાત કરી છે. કોઈએ કહ્યું કે સાચો પ્રેમ ભૌતિક પદાર્થો પર નહીં, કિંતુ હૃદયના ગુણો પર આધારિત હોવો જોઈએ. કોઈને પ્રેમીઓનો પ્રેમસબંધ વિચિત્ર લાગ્યો છે તો કોઈને આ પ્રેમની વૃત્તિ જ અસ્થિર લાગી છે. પણ આ સઘળી તો | સાંસારિક પ્રેમની વાતો છે. ઈશ્વરપ્રાપ્તિના પાયારૂપ એવા પ્રેમની વાત કરવા માટે રામનો વિચાર કરો કે રહીમનો વિચાર કરો, કૃષ્ણનો, મહાવીરનો, ઈશુ ખ્રિસ્તનો કે કોઈ ફિરસ્તાનો વિચાર કરો, બધા જ ધર્મસ્થાપકોએ એમના જીવનના આધાર રૂપે પ્રેમને અપનાવ્યો છે. ઈશ્વરીય પ્રેમની સાથોસાથ એમણે આસપાસની સૃષ્ટિ સાથે સ્નેહથી જીવવાનું પસંદ કર્યું છે. એમનો આ પ્રેમનો તંતુ રામાયણમાં આલેખાયેલા સંસાર વ્યવહારથી માંડીને ‘શ્રીસૂત્રકૃતાંગસૂત્ર' જેવા જૈન આગમગ્રંથોમાં આલેખાયેલા પ્રાણી અને છેક પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ સુધી લંબાયેલો છે. શ્રીમદ્રાજચંદ્ર જેવાને એમની માતા દેવમાએ શાક સમારવા આપ્યું ત્યારે આંખમાંથી આંસુ સરે છે. કારણ કે આઠ વર્ષના એ બાળકને લીલોતરીમાં રહેલા અદૃષ્ટ જીવોનો વિચાર આવે છે અને એમના પ્રત્યે કરુણા વહે છે. સૉક્રેટિસ કે મીરાંથી માંડીને મહાત્મા ગાંધી કે મધર ટેરેસા સુધી સહુએ એમના જીવન અને કાર્યમાં પ્રેમને કેન્દ્રવર્તી રાખ્યો છે. એ પ્રેમના બળે જ હિંસા, અનાચાર, અન્યાય કે શોષણનો સામનો કર્યો છે. સાધકનો ઈશ્વર તરફનો પ્રેમ સ્થિર જ્યોતિ જેવો હોય છે. ‘આર્યાસપ્તશતી'માં કહ્યું છે તેમ, “મહાપુરુષોનો પ્રેમ રત્ન-પ્રદીપની જેમ ગરમ હોતો નથી, ઘટતો નથી, ખરાબ થતો નથી અને બુઝાતો નથી, એનો પ્રકાશ દરેક રાત્રે ઉજ્વળ અને નિર્મળ જ હોય છે.” Page #40 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા પ્રત્યે સાધકનો આવો જ પ્રેમ હોવો જોઈએ. સાધક જેને પ્રેમ કરે, તેને પૂર્ણતયા પ્રેમ કરે તો એને આત્મવિશ્વાસ અને પ્રકાશ સાંપડે છે. જો રામને ચાહો તો રામ સાથે રહો, ઈશુ ખ્રિસ્તને ચાહો તો ઈશુ ખ્રિસ્ત સાથે રહો. તમારી ચાહનામાં સાથે રહેવાની ભાવના ભળેલી હોવી જોઈએ. એનું કારણ એ છે કે તો જ પ્રભુ-તન્મયતા જાગે. કૃષ્ણની સાથે રહેવાથી ધીરે ધીરે એ ભક્તનું જીવન કૃષ્ણમય બની જશે. મહાવીર સાથે રહેતાં એ સ્વયં મહાવીર બની જશે. પ્રેમ એ પ્રભુપ્રસાદી છે, જે આગળ જતાં ભક્તને માટે સંજીવનીરૂપ બને છે. પ્રેમનિહિત શ્રદ્ધાને કારણે ભક્તમાં અભય પ્રગટે છે. હનુમાનના અભયનું કારણ એમની રામભક્તિ છે. મીરાંને કોઈ આપત્તિની કોઈ પરવા નથી કારણ એમની પાસે કૃષ્ણભક્તિ છે. કામદેવ શ્રાવકની ભગવાન મહાવીર પ્રત્યેની અડગ શ્રદ્ધાનું સ્મરણ થાય છે. કામદેવ શ્રાવકની ધર્મપરાયણતાની વાત ઇન્દ્રરાજે પોતાની દેવસભામાં કરતાં એક દેવે કહ્યું : “માનવીમાં ધર્મનિષ્ઠા કેવી ? ભય, સંપત્તિ કે સુંદરી આગળ ચળી જાય તેવી.” કામદેવ શ્રાવકની પ્રભુનિષ્ઠાની કસોટી કરવા માટે સ્વર્ગના દેવે કેટલાંય ભયાવહ સ્વરૂપો ધારણ કર્યા. હાથમાં ખડ્રગ લઈને મસ્તકછેદન કરવા ગયા. તોફાની હાથી અને ફણાવાળા ભયંકર સર્પનું રૂપ લીધું. કામદેવ શ્રાવકને કહ્યું, ‘તું તારી ધર્મ-આરાધનાનો અંચળો ત્યજી દે.' ત્યારે કામદેવ શ્રાવકે કહ્યું, ‘હું મારા ધર્મમાં અડગ છું. આરાધનામાં અચળ છું, પ્રભુએ મને એવો અભય આપ્યો છે કે ભય ભરેલી તારી કોઈ ધમકી કે તારું કોઈ હિંસક કૃત્ય મારા પર લેશમાત્ર અસર કરશે નહીં.’ અને છેવટે એ દેવે હારી થાકીને કામદેવ શ્રાવકની ક્ષમા માગી તથા એમની દૃઢ ઈશ્વરશ્રદ્ધાની પ્રશંસા કરી. આમ પ્રભુ-પ્રેમમાંથી અભય પ્રગટે છે અને અભયમાંથી જાગે છે મસ્તી. આ મસ્તી એવી હોય છે કે જે સંતને કોઈ એવી ઊર્ધ્વભૂમિકાએ લઈ જાય છે કે જ્યારે આસપાસની આપત્તિઓ, પરિચિતોનો ત્રાસ, ચોતરફ થતાં જયંત્રો કે કાવતરાંઓ એને કશું કરી શકતાં નથી. કબીર, સુરદાસ અને આનંદઘનનાં સઘળાં બંધનો તેમની મસ્તીની અવસ્થામાં છૂટી ગયાં હોય છે. આ રીતે ઈશ્વરની આરાધના કરતી વેળાએ એમાં પૂરેપૂરા લીન થવાની જરૂર હોય છે. એ આરાધનામાં સમર્પણશીલતા અનિવાર્ય હોય પરમનો સ્પર્શ ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ છે છે. ગમે તે થાય તો પણ પરમ પ્રત્યેનો મારો આ પ્રેમ સહેજેય વિચલિત નહીં થાય એવી અડગ દઢતાની જરૂર હોય છે. આથી ગંગાસતીએ કહ્યું વિપત પડે પણ વણસે નહિ ઇ તો હરિજનના પરમાણ રે; મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે રે, મરને ભાંગી રે પડે ભરમાંડ રે.” અહીં ગંગાસતીની દૃઢતા જુઓ ! આપણાં શાસ્ત્રોમાં મેરુ કદી ડગતો નથી એમ કહેવાયું છે પણ અહીં તેઓ કહે છે કે મેરુ ડગે અને આખું બ્રહ્માંડ ભાંગી પડે તોપણ પરમના પ્રેમીનું મન ડગશે નહીં. આવી ઈશ્વર પ્રત્યેની અડગ શ્રદ્ધા હોય, એને જ ઈશ્વર વરે છે. માનવીય પ્રેમમાં વિશ્વાસ | મહત્ત્વનો છે તો ઈશ્વરીય પ્રેમમાં શ્રદ્ધા. ૩૨ પરમનો સ્પર્શ Page #42 -------------------------------------------------------------------------- ________________ પરમાનંદનો પર્વોત્સવ ધાર્મિક ક્રિયાકાંડોએ કેવી પરિસ્થિતિ સર્જી છે ! આ ક્રિયા કરશો તો જ સદ્ગતિ થશે. આ ક્રિયા નહીં કરો, તો નરકવાસી થશો. આ ક્રિયા તમને સ્વર્ગમાં સુખનું સિંહાસન આપશે અથવા તો આ ક્રિયાથી કે પૂજનથી જીવનમાં સમૃદ્ધિનો સાગર છલકાશે. ધાર્મિક ક્રિયાઓમાં માત્ર પઠન-પાઠન જ રહ્યાં, પોપટિયાં ઉચ્ચારણો જ રહ્યાં. આમ વ્યક્તિ માત્ર બાહ્યાભિમુખ બની ગઈ. ક્રિયા અંગેની પ્રચ્છન્ન સ્પર્ધાએ એની અહંકારપુષ્ટિ કરી. તમે છઠ્ઠ (બે ઉપવાસો કર્યો અને મેં તો અઠ્ઠાઈ (આઠ ઉપવાસ) કરી છે - એમ કહીને ગોંક્તિ કરનારા તપસ્વીને તમે જોયા હશે. વિરલ વ્યક્તિઓ જ એમની ધર્મક્રિયાઓ સાથે સ્વજીવનનું અનુસંધાન સાધી શકે છે. તેઓ જ્યારે મંત્રોચ્ચાર કરતા હોય કે ધર્મક્રિયાનું આચરણ કરતા હોય, ત્યારે એમની ભીતરનો ઉલ્લાસ રોમેરોમમાં પ્રસ્ફટિત થાય છે, પરંતુ ક્યાંક તો ધર્મક્રિયાઓ એ સિદ્ધિ-રિદ્ધિદાયી કે ભયનિવારણની ક્રિયાઓ માત્ર બની ગઈ હોય છે. ભય ક્યાં નથી હોતો ? રોજિંદા જીવનમાં વ્યક્તિ વારંવાર ભય અનુભવતી હોય છે. અરે ! આધ્યાત્મિક જીવનમાં પ્રવેશતી વખતેય મનમાં એવો નાનો શો ભય હોય છે કે કેવી હશે આ અજ્ઞાત એવી અધ્યાત્મની દુનિયા? કેવી હશે એની પરિસ્થિતિ ? કેવી હશે તેની મુશ્કેલીઓ અને વિટંબણા ? એ પાર કરી શકાશે કે પછી અધવચ્ચે જ ભવસાગરમાં ડૂબી જવાશે ? જેમ વ્યવહારજીવનમાં ભયનો પ્રતિકાર જરૂરી છે, એ જ રીતે આધ્યાત્મિક સાહસ માટે પણ વ્યક્તિએ ભય પર વિજય મેળવવો પડે છે. આ ભયની લાગણી ઘણી વાર સાધકને આ માર્ગેથી પાછા વળવાનું કહેશે. એના મનમાં કેટલીય દ્વિધા અને શંકા જગાવશે, લોકોમાં હાંસીપાત્ર થવાની દહેશત ઊભી કરશે અને એવા સમયે સાધકે ભયની સામે અણનમ રહીને એનો સામનો કરવાનો રહે છે. પરમનો સ્પર્શ ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ભયની સાથોસાથ ધર્મમાં પ્રલોભનનો મહિમાં પ્રચલિત બન્યો છે. આટલી ધર્મક્રિયા કરશો તો આટલો લાભ મળશે એવી સેલ્સમૅનની માફક છડેચોક જાહેરાત થવા માંડી છે. આટલું દાન આપશો તો આટલું પુણ્ય રળશો અને એવા પુણ્યને કારણે તમે હવે પછીના જન્મમાં કોઈ મહાન અવતારી પુરુષ બનશો એવું કહેનારા પ્રચારકો પણ ચોરે ને ચૌટે જોવા મળશે. આજના યુગમાં જેમ વિજ્ઞાપનમાં લલચામણી ઓફરો કરવામાં આવે છે, એ જ રીતે ધર્મમાં પણ આવી ઑફરો મળે છે. અમુક પૂજા કરાવશો તો અમુક લાભ તમને મળશે એમ કહેનારા અંતે તો પૂજા કે પૂજનને ઈશ્વરને આરાધનાનું નહીં, પણ સ્વાર્થનિષ્ઠ પુણ્યલાભનું માધ્યમ બનાવે છે. ધર્મના ગહન અભ્યાસ કે સાધનામાર્ગની ગતિના અભાવે જનસમૂહ આવી જાહેરખબરોથી દોરવાઈ જાય છે. એનું પરિણામ એ આવે છે કે જ્યારે કોઈ પૂજા ભણાવાતી હોય, ત્યારે ત્યાં આવનારાઓનો રસ ઈશ્વરમાં કે આરાધનામાં, સાચી ભાવપૂજામાં કે ધર્મક્રિયાઓમાં નથી હોતો. તેમનો રસ માત્ર આયોજિત સામાજિક પ્રસંગે કિંમતી વસ્ત્રપરિધાન | અને અલંકાર-સજાવટ સાથે ‘શોભામાં અભિવૃદ્ધિ કરીને હાજરી' આપવા માટેનો હોય છે. આજે ભય અને પ્રલોભન એ ધર્મોને લાગેલાં કેન્સર ૩૪ પરમનો સ્પર્શ મહત્ત્વની બાબત એ છે કે ઉપર્યુક્ત બંને બાબતો સાધકને આંતરજગતમાં પ્રવેશવા માટે અવરોધરૂપ બને છે. જો ભયમાંથી જ ભગવાનનો જન્મ થયો હોય, તો અભય ક્યાંથી મળે ? ધર્મ એ અભયદાતા છે. આ ભવમાં કે આવતા ભવમાં આટલું સુખ મળે કે આટલાં દુ:ખ ન આવે, એ ડરથી થતી ધર્મક્રિયાઓ જીવનમાં કશુંય આંતરપરિવર્તન સર્જતી નથી. જીવનમાં ભાવનું રૂપાંતર જરૂરી છે અને તે ભાવનું રૂપાંતર કોઈ સરમુખત્યારની રીતે નહીં, પરંતુ પ્રેમાળ અને કરુણાÁ ભાવવાળા સાધુસંતની રીતે થવું જોઈએ, કારણ કે આંતરમાર્ગ પર જતી વખતે ભયના દંડની કે પ્રલોભનના આકર્ષણની જરૂર રહેતી નથી, જરૂર હોય છે. શ્રીકૃષ્ણની વાંસળીના મધુરા સૂરો કે ભગવાન મહાવીરનાં આગમ વચનોની, ભયથી થતું પરિવર્તન એ લાંબો સમય ટકતું નથી. ભય એ વિકૃતિ છે અને જડતાની જનક છે, તેથી એના કારણે થતું પરિવર્તન પણ વિકૃત કે જડ બની જાય છે. આંતરપરિવર્તન માટે તો પ્રેમના પીયૂષની જરૂર પડે છે. સાધક એ પ્રેમના પીયૂષનું પાન કરતો જાય અને એના અંતરમાં ઊર્ધ્વભાવોનું Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાન પણ કરતો રહે. અંતરની અપરિચિત દુનિયામાં, આત્માની અજાણી ભોમકા પર સાધક જ્યારે પગલાં ભરતો હોય ત્યારે એક અદીઠ એવા અજાણ્યા જગતનો એને સામનો કરવાનો હોય છે. ભૌતિક જીવનમાં આસપાસનું વાતાવરણ પરિચિત હોય છે, તેમ છતાં ઘણી બાબતો અજ્ઞાત હોય છે. તેજસ્વી વિદ્યાર્થી પરીક્ષા આપે છે, પરંતુ એના પરિણામથી એ અજ્ઞાત હોય છે. કોઈની ભાગીદારીમાં વ્યાપારનો પ્રારંભ કરીએ, ત્યારે એના ભાવિમાં થનારા નફા-ખોટથી આપણે અજાણ હોઈએ છીએ. આમ છતાં આસપાસના વાતાવરણની આપણને જાણકારી હોવાથી ભવિષ્યની અગમ્યતા એટલી મૂંઝવતી નથી, જ્યારે અધ્યાત્મમાર્ગમાં તો વાતાવરણ અને ભવિષ્ય બંને સાધકને માટે અગમ્ય હોય છે, આથી એ અજ્ઞાત તરફ જતી વખતે થોડો વિચાર કરશે, પરંતુ આ આધ્યાત્મિક સાહસના આરંભે જ એના ભીતરમાં પ્રચંડ વિસ્ફોટ થશે. ૯/૧૧ના વિસ્ફોટે વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવી ગગનચુંબી ઇમારતને થોડી જ વારમાં ધરાશાયી કરી નાખી, એ જ રીતે આ આધ્યાત્મિકતાનો સ્પર્શ થતાં જીવનની ઘણી બાબતો એકસામટી જમીનદોસ્ત થઈ જશે. આજ સુધી જેના માટે ગૌરવ લેતા હતા, એ ગૌરવ લેવાની વાતનું સ્મરણ સુધ્ધાં શરમજનક બની જશે ! અત્યાર સુધી જે આકર્ષણો ભૌતિક જીવનમાં દોડાવ્યે રાખતાં હતાં, એ આકર્ષણોનું બળ અલોપ થઈ જશે. આ અપરિચિત દુનિયામાં ડગ માંડતી વખતે સાધક વિચારશે કે સાવ દુર્ગમ, અપરિચિત ભૂમિ પર હું એકલો છું, છતાં કશાય ભાર વિના હું ચાલવા પ્રયાસ કરી રહ્યો છું. ભૌતિક જીવનમાં મારા ચિત્ત પર વૃત્તિઓ, કષાયો, મહેચ્છાઓ અને લાલસાનો બોજ હતો. પ્રાપ્તિનો ભાર હતો. પ્રયોજનની સ્પર્ધા હતી. ક્રિયાકાંડભર્યા જીવનમાં ક્રિયા જ લક્ષ્ય બની ગઈ હતી અને તે માત્ર બાહ્ય કર્મકાંડ બની ગઈ હતી, જ્યારે પરમનો સ્પર્શ પામવા માટેના આધ્યાત્મિક જીવનમાં તો આનંદ-ઉલ્લાસ છે. નાચતાં-કૂદતાં, ગાતાં, એકલા ચાલવાનું છે. ક્યારેક હૃદય આપોઆપ ગાઈ ઊઠે છે તો એ ડોલી પણ ઊઠે છે, મનમાં અનોખી મોજ અને મસ્તી છે. બધું જ સહજ છે અને સાથે પદે પદે જાગૃત થયેલી સ્વ-ચેતનાની ઝંકૃતિ સાથે ચાલવાનો આનંદ પણ છે. જ્યારે પરમની સાથે પ્રગાઢપણે પ્રેમસગાઈ થશે, ત્યારે જીવન પરમાનંદનો પર્વોત્સવ બની જશે. પરમનો સ્પર્શ ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ 0 ૩૬ પરમનો સ્પર્શ આ પર્વોત્સવના પ્રારંભે સાધક ધીરે ધીરે પરમ પ્રતિ ગતિ કરશે. એવું નથી કે સાધનાનો પ્રારંભ કર્યો અને તત્કાળ સિદ્ધિ મળી જાય, એ સિદ્ધિ મેળવવા માટે તો એને વર્ષો સુધી સાધના માર્ગે આગળ ચાલવાનું રહેશે, પણ સમય જતાં એને સિદ્ધિની પ્રાપ્તિનો વિચાર પણ નહીં આવે. માત્ર સાધનાની પ્રક્રિયા સતત ચાલી રહ્યાનો પરમાનંદ પ્રાપ્ત થતો રહેશે. સાધનાની પ્રક્રિયાના પ્રારંભે સાધક ધૈર્ય ધારણ કરીને આગળ ગતિ કરતો હોય છે. એની આ ગતિમાં એક બાજુ પરમનો સ્પર્શ પામવાની તીવ્ર અભિલાષા હોય છે તો એની સાથોસાથ એ માર્ગે યાત્રા કરી રહ્યો હોવાથી અખૂટ આનંદ અનુભવતો હોય છે. કેટલીક વ્યક્તિઓ એમ વિચારે છે કે વિરહિણી મીરાંએ શ્રીકૃષ્ણને માટે કેટકેટલાં આંસુ સાર્યાં અને શૂળની જેમ ભોંકાતી વિરહની કેવી વેદના સહન કરેલી. હકીકતમાં સંસારનો વિરહ અને અધ્યાત્મની વેદના તદ્દન ભિન્ન હોય છે. સંસારના વિરહ સાથે પારાવાર દુઃખ, અપેક્ષાની તીવ્રતા અને સંયોગ માટેની આતુરતા હોય છે. આધ્યાત્મિક વિરહમાં સતત ઈશ્વરના સાથની અનુભૂતિ સાથે વિરહ અનુભવાતો હોય છે. આથી સંસારીનાં આંસુ અને સાધકનાં આંસુ ભિન્ન હોય છે. સંસારીનાં આંસુ એ જીવનની પીડાનું પરિણામ હોય છે. સાધકનાં આંસુ એ એની આધ્યાત્મિક અભીપ્સાનું આવિષ્કરણ હોય છે. આમ સાધનાના માર્ગ પર ધૈર્યપૂર્વક ચાલતાં અવનવી ઘટનાઓ ઘટતી જશે. પૂર્વના કુસંસ્કારો ધીરે ધીરે નષ્ટ થતા જશે, આજ સુધી ક્યાય, જેને મળવાની ઝંખના કરી નહોતી એવા પરમને પામવાની યાત્રા આરંભી છે તો એમના પારસ-સ્પર્શ માટેની પાવન ઘડીની પ્રતીક્ષા પણ કરવાની રહેશે. R) |_ Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉષ્માપૂર્ણ ભાગીદારી ઈશ્વરપ્રાપ્તિની ઇચ્છા ફળીભૂત થવાની બાબત વ્યક્તિના ભૌતિક જીવનના અનુભવો પર આધારિત રહે છે. સાધક વ્યક્તિએ પોતાના દુન્યવી જીવનમાં જે જોયું અને કર્યું હોય, તેનું અધ્યાત્મમાર્ગમાં તે અનુસરણ કરતો હોય છે. રોજિંદા જીવનમાં એ પોતાની ઇચ્છા તત્કાળ પૂર્ણ થાય કે તૃપ્ત થાય એવી અપેક્ષા રાખતો હોય છે. જે કંઈ પામવું હોય તે અત્યારે ને અત્યારે જ પ્રાપ્ત થાય એવું ઇચ્છતો હોય છે. “અબઘડી” એ એનો પ્રિય શબ્દ હોય છે અને એ બધું જ અબઘડી – “ઇન્સ્ટન્ટ' મેળવવા ચાહે છે. બીજી બાબત એ છે કે એનો સૂક્ષ્મ અહંકાર આ ચીજવસ્તુઓ પર, પદાર્થ પર કે પરિસ્થિતિ પર પોતાનું પ્રભુત્વ દાખવવા ઇચ્છતો હોય છે. ધનવાન એણે પ્રાપ્ત કરેલી સંપત્તિનું પ્રદર્શન કરવા ઉધમાત કરે છે તો સત્તાવાન એની સત્તાનો દબદબો દર્શાવવાની મુરાદ સેવે છે. આ રીતે જીવનમાં પોતાને બધું તત્કાળ પ્રાપ્ત થાય અને જે પ્રાપ્ત થયેલું છે એના દ્વારા બીજાઓ પર પોતાનો પ્રભાવ પાડી શકાય એવી ઇચ્છા અને એવો સૂક્ષ્મ અહમ્ તે રાખે છે. એના ભૌતિક જીવનની આ શૈલીનું એ દુર્ભાગ્યે આધ્યાત્મિક જીવનમાં પુનરાવર્તન કરે છે. એની પાસે રાહ જોવાનું ધૈર્ય હોતું નથી. વર્ષોની ભક્તિ પછી પરમ તત્ત્વનો તો સાક્ષાત્કાર થાય તો થાય; પરંતુ એ માટે થતો વિલંબ સાધકને અસહ્ય લાગતો હોય એવું પણ બને છે. એક તો પરમનો સ્પર્શ તત્કાળ થતો નથી અને તેથી કશું પ્રભુત્વ દાખવી શકાતું નથી. આ મોટા ભાગના લોકો અલ્પકાળમાં જ તેનાથી વિમુખ થઈ જાય એવું પણ બને છે. સાચા હૃદયની ભક્તિ ધરાવતી હોવા છતાં શીધ્ર પ્રાપ્તિની મનોકામનાને કારણે ઘણી વ્યક્તિઓ પરમનો સ્પર્શ પામી શકતી નથી. હકીકતમાં મનુષ્યને પરમનો સ્પર્શ પ્રાપ્ત થાય તે માટે પરમતત્ત્વનું પૃથ્વી પર અવતરણ થતું હોય છે. જેનામાં પરમનું અવતરણ 10 પરમનો સ્પર્શ ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ 20 Jdh≥ (lokh 2Æ થયું હોય એ અવતાર-પુરુષ માનવસમાજ વચ્ચે જીવે છે, રહે છે અને સ્વ-કર્તવ્ય બજાવે છે. સાથોસાથ એ અવતારી પુરુષની શરત હોય છે કે મનુષ્યે પણ ઈશ્વર જેવા બનવાનું છે. ઈશ્વર માનવીને ખાતર જ માનવી બને તો પછી માનવી એના માટે ઈશ્વર ન બને એ કેવું ? ઈશ્વરની પ્રાપ્તિ માટે માત્ર ઇચ્છા પૂરતી નથી, એના માટે પણ અવિરત પ્રયત્ન આવશ્યક છે. એને માટેની તરસ પૂરતી નથી, પણ એને પામવા માટે ધૈર્ય અને સહનશીલતા જરૂરી છે, આથી તો ‘ગુલિસ્તાં’ નામના પોતાના કાવ્યસંગ્રહમાં કવિ શૈખ સાદી કહે છે કે જહાં-એ બિરાદર ન માનદ બસ, દિલ અન્દર જહાં આફિરી બન્દોબસ. “ભાઈ. આ સંસાર કોઈનીય થયો નથી., એથી કોઈનીય સાથે દિલ લગાવવું નહીં, જો લગાવો તો આ સંસારના રચિયતા સાથે લગાવો. એની સાથે સંબંધ જોડવાથી તમારું ભલું થશે.” કવિ સાદીની વાતનો મર્મ એ છે કે માનવીએ ઈશ્વર સાથે અભેદ ભાવે સંબંધ બાંધવો જોઈએ. પ્રાતઃકાળે ઊઠીને ઈશ્વરસ્મરણન હેતુ એ નથી કે ઈશ્વર અત્યંત મહાન છે અને આપણે અતિ ક્ષુદ્ર કે પામર છીએ એ વાતને યાદ કરીએ. આ સ્મરણનો હેતુ તો એ છે કે વ્યક્તિ નિદ્રા ત્યાગે અને જાગૃતિની પ્રથમ તો જ ઈશ્વર સાથેના અભેદ સંબંધનું સ્મરણ કરે. વ્યક્તિ પ્રાતઃકાળે ગાયત્રીમંત્ર, નવકાર મંત્ર કે કોઈ પણ મંત્રનું ગાન કરે છે, એની પાછળનો મર્મ એટલો જ કે એ ઈશ્વર સાથેના પોતાના અભેદ સંબંધને ઉષાના આગમન સાથે ઉલ્લાસભેર વધાવે છે. પરમ સાથેનો આ સંબંધ કોઈ નિસ્તેજ, નિઃસહાય કે નિરાશા પર રચાયેલો નથી. એ તો અત્યંત જીવંત, ધબ્બો અને ઉત્પત્તિ સંબંધ છે. અને તેથી જ એના શ્વાસમાં ઈશ્વરના વાસનો અનુભવ કરે છે. શ્વાસની સાથે સાથે એના પ્રગાઢ અસ્તિત્વનો અનુભવ કરે છે. ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ એ લાગણી કે મનથી નહીં, બલ્કે આત્માથી થતો હોય છે અને એ ચિદાનંદસ્વરૂપ આત્માને કોઈ દુન્યવી સ્વાર્થ કે ભૌતિક આકર્ષણ સ્પર્શતાં નથી. કોઈ વિદ્યાર્થી પરીક્ષાના કપરા સમયે ગળગળા અવાજે ઈશ્વરનું સ્મરણ કરે, કોઈ દુષ્કૃત્ય કરવાથી ગભરાયેલી વ્યક્તિ આપત્તિકાળે ઈશ્વરને યાદ કરે કે પછી કોઈ પથારી સામે મુખ ફાડીને મૃત્યુને ઊભેલું જોઈને એનું |_ Page #48 -------------------------------------------------------------------------- ________________ રટણ કરે, એ સાચો સાધક નથી. જીવન સાથે સતત જીવંત રહેતા ઈશ્વરને કેટલાકે મૃત્યુની છેલ્લી પાટલીએ બેસાડી દીધો છે ! એને પરિણામે એ વ્યક્તિ વનભર ઇશ્વરની ઘોર ઉપેક્ષા કરે છે અને અંતિમ ક્ષણે એની પ્રબળ અપેક્ષા રાખે છે. આનું કારણ એ છે કે ઈશ્વર સાથેના આપણા સંબંધો પૂર્ણપણે સ્વાર્થી અથવા તો સર્વથા એકપક્ષી છે. એ ઈશ્વરની ઉમંગભેર પૂજા કરે છે. ગીત અને વાદ્યો સાથે ભક્તિની ધૂન જગાવે છે. ભાવવિભોર બનીને એની સમક્ષ નૃત્ય કરે છે. એની આજુબાજુ ધૂપ-દીપ જલાવીને એની આરતી ઉતારે છે. પરંતુ એ ક્યારેય વિચારો નથી કે આ ઈશ્વર એને શું કહી રહ્યો છે. એ ઈશ્વરની આસપાસ ભ્રમણ કરે છે, પરંતુ ઈશ્વરના હૃદયને સ્પર્શ કરતો નથી. એ પૂજા કરે છે. પરંતુ એણે કરેલી પુજામાં નિહિત પ્રસન્નતાનો વિચાર કરતો નથી. આને પરિણામે ઘણી વાર ઈશ્વરની પૂજા માત્ર બાહ્ય ક્રિયા રૂપે સમાપ્ત થઈ જાય છે. એ ઈશ્વરના બાહ્ય રૂપ સુધી પહોંચે છે. એના આંતરરૂપની એને કોઈ ભાળ મળતી નથી. એ જોરશોરથી ભક્તિગીતોનું ગાન કરે છે. ક્યારેક તો મંદિર કે દેરાસરમાં પોતે એકમાત્ર જ હોય એ રીતે અતિ મોંય અવાજે ગાય છે, પરંતુ એ ઈશ્વરભક્તિથી હૃદયમાં જાગેલા ઊર્ધ્વ ભાવોનો વિચાર કરતો નથી. પરમાત્માની મૂર્તિ સમય ઊછળતા આનંદ સાથે એ નૃત્ય કરે છે, પરંતુ પરમાત્માએ એના જીવનમાં સર્જેલું સંગીત એ સાંભળી શકતો નથી. ઈશ્વર તરફની આપણી રસ્તો તદ્દન એકમાર્ગી છે અને એના કેન્દ્રમાં આપણે પોતાની જાતને રાખીએ છીએ, ઈશ્વરને નહીં. તમે તમારા પ્રેમનું પ્રાગટ્ય કરો, પરંતુ સાથે એના પ્રેમનો સ્પર્શ કરો. તમારી ભક્તિ શરતી છે, જ્યારે તમારે તો ભક્તિના માધ્યમથી એની બિનશરતી કૃપાનો અનુભવ કરવાનો છે. તમારું ચિત્ત મૂર્તિમય કે પદાર્થલી હોઈ શકે, પરંતુ એને ભજતાં ભજતાં એના નિરાકાર સ્વરૂપના અનુભવમાં ડૂબી જવાનું હોય. સાધક એના ધર્મમય આચારની સાથોસાય ઈશ્વરના અંતરનો વિચાર કરશે. જેમ રામાયણમાં હનુમાન સદૈવ રામના હૃદયનો વિચાર કરે છે સાધકે પણ એવો હનુમાન ભાવ અંતરમાં કેળવવો જોઈશે અને એથી જ રામ એના હૃદયમાં વસે છે. ઈશ્વરને પામવાનો એકમાર્ગી પંથ છોડીને દ્વિમાર્ગી પંથનું નિર્માણ કરવું જોઈએ. ૬]òh> {{oleěh 300 Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પરમનો સ્પર્શ પરમાત્માનો સ્પર્શ એ અનુભવી શકે છે જે એના તરફ ઉમળકાભેર જાય છે. એના આનંદનો એને જ સાક્ષાત્કાર થાય છે, જેના અંતરમાં એનો ઉલ્લાસ હોય છે. આથી ઈશ્વરભક્તિ એ માત્ર કર્તવ્ય નથી, બલ્ક આનંદનો પ્રબળ આવિષ્કાર છે. ઈશ્વર એવું ઇચ્છતો નથી કે આપણે નિઃસહાય બનીને એના શરણે પડ્યા પડ્યા એદીની માફક જીવીએ. ઈશ્વર તો એ ઇચ્છે છે કે આપણે જીવંત - ચૈતન્યમય સ્વરૂપે જ એની પાસે જઈએ. પરમાત્માના ચહેરા પરની અગાધ શાંતિ એ એમની પ્રસન્નતામાંથી પ્રગટી છે, આથી પરમાત્મા પણ ઇચ્છે છે કે એવી પ્રસન્નતામાં સહભાગી બનવા માટે ભક્ત તડપન સાથે, ભક્તિ સાથે અને ઉલ્લાસભેર પોતાની પાસે આવે. આ રીતે ભક્તિમાં ભક્તની ઈશ્વર સાથે જીવંત ભાગીદારી હોય છે. વેપારમાં વ્યક્તિ કેવો ભાગીદાર પસંદ કરે ? એ પોતાના જેવો હોશિયાર અને કાર્યક્ષમ હોય તેમ ઇચ્છે. આથી ઈશ્વર પણ એવો ભક્ત ઇચ્છે છે કે જેનામાં તરવરાટ અને થનગનાટ હોય, જેનામાં જોશ અને આવેગ હોય, ફૂર્તિ અને પ્રસન્નતા હોય. એનામાં પ્રમાદ નહીં, પણ પ્યાસ હોય. પરમને પામવાની એવી તીવ્રતા હોય કે એક ક્ષણ પણ આળસમાં ગાળતો ન હોય, સતત જાગૃતિ રાખતો હોય. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે પરમનો સ્પર્શ કરવાનો હેતુ ધરાવતા હોઈએ. જેમ લક્ષ્ય વિનાની દોડ ક્યાંય પહોંચાડતી નથી, તેમ હેતુ વિનાનું કાર્ય કોઈ ફળ આપતું નથી. દુનિયા આખી થાકીને લોથપોથ થઈ ગયેલા પ્રમાદી માણસોનાં પોટલાં જેવી છે. મોટા ભાગની વ્યક્તિઓ રગશિયા ગાડાની જેમ એકધારું યંત્રવતું જીવન વ્યતીત કરે છે. એમની પાસે કોઈ નિશ્ચિત હેતુ હોતો નથી. જો પરમનો સ્પર્શ પામવો હોય તો એ માર્ગે યાત્રા કરવાનો દઢ સંકલ્પ અને એકાગ્ર હેતુ હોવા જોઈએ. હેતુ હશે તો હામ અને હિંમત આવશે, જોશ અને જુસ્સો લાવશે. લક્ષ્ય અને સાધ્ય દેખાશે. આથી જ સ્વામી વિવેકાનંદ કહ્યું છે, “આળસમાં પડ્યા રહેવા કરતાં જાગૃત બનીને, ધ્યેયની પ્રાપ્તિ માટે મંડ્યા રહો.” અને વિખ્યાત અમેરિકન લેખક એમર્સને પણ યોગ્ય રીતે જ કહ્યું છે, “ઉત્સાહ વિના કોઈ મહાન ધ્યેયની પ્રાપ્તિ થઈ શકતી નથી.” ધર્મ એ કોઈ જડ, નિસ્તેજ, બગાસાંયુક્ત, શુષ્ક કે નિર્જીવ બાબત Page #50 -------------------------------------------------------------------------- ________________ નથી. એ મનથી ઘરડાઓનો ધર્મ નથી અને જીવનથી નિરુત્સાહી થયેલાઓનો પણ ધર્મ નથી. ધર્મ તો જીવંત, પ્રાણવાન અને ચૈતન્યમય છે. સાચો ભક્ત આવેગ અને સ્કૂર્તિ સાથે ઈશ્વર પ્રતિ ગતિ કરતો હોય છે. વૃદ્ધાવસ્થા આવતાં ઉંમરને કારણે શરીરની ત્વચા પર કરચલી પડે છે, પરંતુ જો નિરુત્સાહી બનીને ધર્માચરણ કરે તો એના ચેતનવંત આત્મા પર પણ કરચલીઓ પડવા લાગે છે. ધાર્મિકતા કોઈ કાળે અને કોઈ રીતે વૃદ્ધત્વ સાથે સંકળાયેલી નથી. આથી ‘શ્રીદશવૈકાલિક સૂત્ર' નામના આગમગ્રંથમાં ભગવાન મહાવીરે કહ્યું છે : જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, જ્યાં સુધી વ્યાધિઓ વધતી નથી અને જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી, ત્યાં સુધી સારી રીતે ધર્માચરણ કરી લેવું.” આ સૂત્રનો મર્મ સમજવા જેવો છે. વ્યક્તિ વૃદ્ધ થાય એટલે મંદિરે જાય છે. વ્યાધિઓ આવે એટલે ઈશ્વરસ્મરણ કરે છે અને ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થાય પછી પ્રભુમાર્ગે પ્રયાણ કરે છે. આ ત્રણેય પ્રકારે આચરણ કરનાર યથાર્થ ધર્માચરણ કરતો નથી એમ ભગવાન મહાવીરે કહ્યું છે. કેટલીક વ્યક્તિઓ જડ ક્રિયાકાંડમાં એટલી ઊંડે ઊતરી જાય છે કે એમનું જીવન અત્યંત શુષ્ક, ભીતરથી નીરસ અને મુડદાલ બની જાય છે. એની પાસે જે કંઈ હોય છે, તે નષ્ટ થયેલું અને મૃતવતુ હોય છે. ઉત્સાહભેર ધર્મ પ્રતિ ગતિ કરનારે ધર્મક્રિયાના મર્મને પામવો જોઈએ. ઘણી વાર વ્યક્તિ ક્રિયાઓમાં એવી ગૂંથાઈ જાય છે કે પછી ક્રિયા એ જ એનું અંતિમ સાધ્ય અને પરમ લક્ષ્ય બની જાય છે. હકીકતમાં ક્રિયાના સાધન દ્વારા એણે પરમાત્મભક્તિ સુધી પહોંચવાનું હોય છે. જો ક્રિયા યોગ્ય રીતે કરવામાં ન આવે તો તે માત્ર બાહ્ય આચરણ બનીને અટકી જાય છે. ઘણી વાર તો વ્યક્તિ જીવનભર ક્રિયા કરતી હોય છે, પરંતુ એ ક્રિયા પોપટિયા ઉચ્ચારણ કે રગશિયા ગાડાની માફક ચાલતી હોય છે. ગાયત્રી મંત્ર બોલતો હોય કે નમસ્કાર મહામંત્રનું ઉચ્ચારણ કરતો હોય, પરંતુ જો એને એના અર્થનો, મહિમાનો અને એના દ્વારા પ્રાપ્ત થતી આંતરસમૃદ્ધિનો ખ્યાલ ન હોય, તો એવી ક્રિયા અર્થહીન બની જાય છે. ધર્મક્રિયાને સૌથી મોટું વેર સ્પર્ધા અને પ્રસિદ્ધિ સામે છે. ક્રિયામાં સ્પર્ધાનો ભાવ આવે તો એ ક્રિયા સંપૂર્ણતયા વિફળ જાય છે. કોઈએ આટલા ઉપવાસ કર્યા કે આટલી યાત્રા કરી, તેથી પોતે એનાથી વધુ યાત્રા પરમનો સ્પર્શ ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ કે ઉપવાસ કરે અને એ રીતે એનાથી પોતાની જાતને વધુ ઉચ્ચ ‘ધાર્મિક' પુરવાર કરવા પ્રયત્ન કરે, તો એના જેવી હાસ્યાસ્પદ પ્રવૃત્તિ બીજી કોઈ નથી. કેટલાકને ક્રિયાની પ્રસિદ્ધિનો શોખ હોય છે. ક્રિયા આંતર ગતિએ ચાલનારી છે અને પ્રસિદ્ધિ બાહ્ય ગતિએ ચાલનારી છે. ક્રિયાથી આંતર જગત તરફ જવાનું હોય છે અને પ્રસિદ્ધિથી બાહ્ય જગત તરફ વળવાનું હોય છે. આંતરિક ક્રિયા એ સ્વભાવ છે અને એની પ્રસિદ્ધિ એ એનો બાહ્ય પ્રભાવ છે. જે ક્ષણે ક્યિા બાહ્ય પ્રસિદ્ધિમાં પરોવાઈ જાય ત્યારે એનું આંતર અનુસંધાન નષ્ટ થઈ જાય છે. એ વ્યક્તિ પછી જે કંઈ કરશે, તે બાહ્ય પ્રદર્શન કે બાહ્ય પ્રસિદ્ધિ માટે કરશે, આથી ક્રિયા કરનારે વિશેષ સાવધાની રાખવી જોઈએ. ઘણી વ્યક્તિઓ પોતાના ઉપવાસની જાહેરાત કરતી વખતે ચહેરા E પર દુઃખ, વેદના અને ગમગીનીનો ભાવ લાવતી હોય છે. પોતાના ધર્માચરણનો મહિમા બતાવવા માટે આવું ગંભીરતાનું મહોરું પહેરી લેતા હોય છે, પરંતુ ધર્માચરણ એ કોઈ ઉદાસીપણાની બાબત નથી, બલ્ક ઉત્સાહની બાબત છે. એ કોઈ પીડારૂપ ઘટના નથી, બલ્ક પ્રસન્નતારૂપ પરિસ્થિતિ છે. આમ પરમની પ્રાપ્તિ માટે જીવંત ઇચ્છા, પ્રબળ તડપન, પારદર્શક પવિત્રતા, તીવ્ર પ્યાસ અને આંતર પ્રસન્નતા હોવી જોઈએ. ૪૨ પરમનો સ્પર્શ YO Page #52 -------------------------------------------------------------------------- ________________ યાચના કે ઉપકાર ? ઈશ્વરની મૂર્તિ તમારી સન્મુખ હોય, ત્યારે તમારી ભાવસૃષ્ટિમાં કેવાં સ્પંદનો જાગતાં હોય છે ! સામાન્ય રીતે દર્શનાર્થી ઈશ્વર પ્રત્યે પ્રયોજનસિદ્ધિની યાચના કરતો હોય છે અથવા તો જીવનમાં આવેલી અણધારી આપત્તિઓ બદલ ઈશ્વરને ઉપાલંભ આપતો હોય છે. કોઈ પ્રમોશનની માગણી કરે છે, તો કોઈ પુણ્ય-લાભની યાચના કરે છે; પણ ક્યારેય ઈશ્વર સમક્ષ ઊભા રહીને એમ વિચાર્યું છે ખરું કે જેની પાસે અત્યારે આજીજીભર્યા સ્વરે અપેક્ષાપૂર્તિની યાચના કરી રહ્યા છીએ? એણે તો ક્યારનીય તમને અઢળક સમૃદ્ધિ આપી દીધી છે ? ક્યારેય એવો વિચાર જાગ્યો કે આ રામ, કૃષ્ણ કે મહાવીર મળ્યા ન હોત, તો મારું જીવન કેવું હોત ? હું દારૂ જેવા વ્યસનોમાં કેવો ડૂબી ગયો હોત ? છડેચોક હું કેવો દુરાચાર આચરતો હોત ? જીવનમાં કોઈ માનમર્યાદા ન હોત. કોઈ પણ પ્રકારના સંયમનું નામનિશાન ન હોત. પ્રેમ, કરુણા, મૈત્રી જેવા દૈવી ગુણોથી કેટલો બધો દૂર હોત ! આ ઈશ્વરે કેટલું બધું આપ્યું છે અને છતાં હજી હું એની પાસે ભિક્ષાપાત્ર લઈને ઊભો છું ! જીવનમાં જેમણે થોડોય સાથ, હૂંફ કે સહયોગ આપ્યો છે, એવી વ્યક્તિઓની યાદી બનાવશો તો ખ્યાલ આવશે કે કેટલી બધી વ્યક્તિઓએ આપણા જીવનમાં કેટલું બધું આપ્યું છે ! એ વ્યક્તિઓએ ક્વચિત્ સ્નેહભાવ દાખવ્યો છે, તો ક્યારેક કપરા સંયોગોમાં મજબૂત સાથ આપ્યો છે. એમની મદદ કદાચ સામાન્ય કે નાની હોય, પરંતુ એ સામાન્ય મદદથી પણ જીવનમાં કેટલી બધી સાંત્વના અને આસાએશ પ્રગટી હતી ! ક્યારેક એવું પણ બને છે કે કોઈએ સાવ નાની કે સામાન્ય મદદ કરી હોય, કિંતુ સમય જતાં એ મદદ તમારે માટે ઘણી મહત્ત્વની અને ઉપયોગી પુરવાર થઈ હોય. એ તમને નિરાશા કે હતાશાના ઓથાર હેઠળથી બહાર લાવી હોય પરમનો સ્પર્શ ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પરમનો સ્પર્શ કે પછી તમારા જીવન પર થયેલા દુઃખના આઘાતને એણે હળવો કર્યો હોય અને તેને પરિણામે તમારા જીવનમાં ચેતનાનો પુનઃ સંચાર થયો હોય. એ નાનકડા સહયોગને કારણે જીવનમાં વધુ ઉત્સાહ કે ઉમંગ પ્રાપ્ત થયા હોય અથવા તો આત્મામાં આનંદ અને જાગૃતિનો અનુભવ થયો હોય. આપણને જીવનમાં મદદ કરનારી આવી વ્યક્તિઓ વિશે ભાગ્યે જ ગંભીરતાથી વિચાર કરવામાં આવે છે. એમાં પણ નિકટના સ્વજનો કે પરિચિત વ્યક્તિઓએ દાખવેલા સદ્ભાવ કે કરેલી મદદને તો લેખામાં જ લેવાતી નથી. વળી રોજબરોજના પરિચયમાં આવતી વ્યક્તિઓ પ્રત્યે એમણે કરેલી મદદ માટે ઉપકારભાવ શેનો દાખવવાનો હોય, એમ વિચારીએ છીએ. જાણે કે એમની સહાય લેવાનો આપણો જન્મસિદ્ધ અધિકાર ભોગવી રહ્યા હોઈએ ! પરિણામે પરિચિતતાને કારણે આવા નિકટના સંબંધોનું સમય જતાં એકવિધતામાં રૂપાંતર થઈ જાય છે અને એ એકવિધતામાંથી કંટાળો કે ઉદાસીપણું જાગે છે. આમ પરિચિતતા ઘણી વાર માણસને થાપ ખવડાવે છે. વેદ, ઉપનિષદ કે કોઈ ધર્મગ્રંથ વિશે વ્યાખ્યાન અપાતું હોય, ત્યારે શ્રોતા ઘણી વાર સર્વજ્ઞતાનો ડોળ ધારણ કરીને બેઠો હોય છે. વ્યાખ્યાતા કોઈ વાત કરે, તો તત્કાળ મનમાં વિચારે છે કે “આ તો હું જાણું છું, આમાં શું નવી વાત કરી ?” પરંતુ બને છે એવું કે “આ તો હું જાણું છું' એવા એના ભાવને કારણે એ નથી જાણતો એવી બાબતો અંગે અપાયેલું જ્ઞાન ચૂકી જાય છે. પરિચિતતાને કારણે આપણે ઘણુંબધું માની લઈએ છીએ અને એથી જ જે બાબતમાં કૃતજ્ઞતા પ્રગટ કરવી જોઈએ, એમાં કૃતજ્ઞતા પ્રગટ કરતા નથી. આજે પતિ-પત્નીના સંબંધોમાં કંટાળો જોવા મળે છે, એનું કારણ આ જ છે, પિતાપુત્રના સંબંધોમાં કોઈ પ્રકારનું જોડાણ જોવા મળતું નથી, એનું કારણ પણ આ જ છે. પત્નીએ આપેલા સાથ બદલ પતિ કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરે કે પિતાએ કરેલી મદદ બદલ પુત્ર કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરે એવું આપણે ત્યાં બનતું નથી અને તેથી જ આ સંબંધોમાં રહેલી મીઠાશની વૃદ્ધિ થતી નથી. પતિ કે પુત્ર થોડો સમય કાઢીને કરેલી મદદ બદલ આભાર અભિવ્યક્ત કરે તો એ સંબંધમાં નવી ચેતનાનો સંચાર થાય છે. આમાં બંનેને લાભ થાય છે અને એની સાથે એમના જીવનમાં Page #54 -------------------------------------------------------------------------- ________________ વિશેષ આનંદ પ્રગટે છે. અણુની શક્તિ કેટલી બધી મહાન છે. એવી જ રીતે એક નાની મદદ પણ જીવનમાં ઘણી વાર મોટી લાભદાયી કે કલ્યાણકારી ઘટના સર્જવાની ક્ષમતા ધરાવે છે. એક નાનકડું કાર્ય પણ અન્યના જીવનમાં અસરકારક પરિવર્તન લાવી શકે છે અને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિ બનાવી શકે છે. એવા અનેક કિસ્સાઓ મળશે કે જેમાં વ્યક્તિએ સામાન્ય જણાય તેવી સહાય કરી હોય, કિંતુ તેને પરિણામે સહાય પામનારી વ્યક્તિનું જીવન અત્યંત સુખી થઈ ગયું હોય. આવાં નાનાં નાનાં કાર્યો ઘણા મોટા આનંદનું સર્જન કરતાં હોય છે. આપણે જીવનમાં મોટા આનંદોની શોધમાં નીકળીએ છીએ. આપણું લૉટરી-માનસ હંમેશાં જંગી આનંદનો વિચાર કરે છે, પરંતુ એને બદલે આપણાં નાનાં નાનાં આનંદભર્યા કાર્યો પણ લોકોને ઘણાં ઉપયોગી બનતાં હોય છે એ ભૂલવું જોઈએ નહીં. આને માટે જાગૃત થઈને વ્યક્તિએ પ્રમાદ છોડવો જોઈએ. ઘણી વાર એની આળસને કારણે એ આવી નાની નાની મદદો કરવાનું કે કોઈને ઉપયોગી થવાનું ટાળતો હોય છે. પ્રમાદથી જીવનમાં સ્થગિતતા આવતી હોય છે, જ્યારે અન્યને નાનીશી મદદ કરવાથી વ્યક્તિની પોતાની ચેતના જાગૃત થશે. મનુષ્ય તો ઠીક, વૃક્ષ પણ પોતાના શિરે સૂર્યનો બળબળતો તાપ સહન કરીને નીચે બેસનારને | છાંયડો આપતું હોય છે. વળી સોનેકા કહે છે તેમ જે મનુષ્ય બીજા | પર ઉપકાર કરે છે તે પોતાના પર ઉપકાર કરે છે. ઉપકાર કરવાનો ભાવ જ એને માટે ઉચિત પુરસ્કાર બની જાય છે, કારણ કે આવા ભાવમાંથી જ એની ઉપકારવૃત્તિ પેદા થઈ હોય છે.” અન્યને કરેલી મદદ, સહાય કે ઉપકાર એ તો જીવનની મોટર ચલાવતા યંત્ર જેવી છે. એ યંત્ર ચાલશે તો તમારી ચેતના જાગૃત થશે, નવું બળ અને ગતિ આવશે અને જીવનમાંથી સ્થગિતતાનો ત્યાગ થશે. આજનું આપણું જીવન કંટાળાજનક, નિરુત્સાહી, સ્થગિત કે ઉદાસીભર્યું લાગે છે, એનું એક કારણ એ છે કે આપણે આપણી નિકટની વ્યક્તિઓએ કરેલા ઉપકારનું સ્મરણ કરતા નથી. આપણી નાનકડી શાબાશી અન્ય વ્યક્તિના જીવનમાં નવો ઉત્સાહ પ્રેરનારી બને છે. એનાથી તમારા ભીતરને આનંદ આવે છે. આજે માનવી પોતાના ભીતરમાં જોવાનું ભૂલી ગયો છે અને એથી જ અંદરનો આનંદ પામવાનું ચૂકી ગયો છે. પરમનો સ્પર્શ ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ આનંદનો વાસ મનુષ્યના હૃદયમાં છે. એ અંતરમાંથી ઉદ્ભવે છે, પરંતુ આધુનિક માનવી માત્ર બાહ્ય બાબતોમાં જ આનંદ માણવા લાગે છે. આપણો આત્મા અને આપણો જુસ્સો એ મહત્ત્વની બાબત છે અને તેથી જ જીવનની બાહ્ય પ્રવૃત્તિને બદલે ભીતરમાં જવું વધુ જરૂરી છે. ઈશ્વર આપણી સઘળી સંભાળ રાખે છે એ સાચું, પરંતુ એ સૌથી વધુ સંભાળ તો આપણા અંતઃકરણની રાખે છે. આ અંતઃકરણ જ આપણને જિંદગીની પ્રતિકૂળતાઓ વચ્ચે પ્રભુશ્રદ્ધાથી દૃઢ રાખે છે. આવા મજબૂત અને મક્કમ જુસ્સાને કારણે આપણે ઘણી શારીરિક વેદનાઓને સહન કરી શકીએ છીએ. આપણી અંદર પડેલા જુસ્સાને જાણવો જોઈએ અને આપણા અંતર-આત્માને ઓળખવો જોઈએ, કારણ એટલું જ કે આપણે કલ્પીએ નહીં એવી અનેક જુદી જુદી રીતે આપણું ભીતર આપણા બાહ્ય જીવનને દોરતું હોય છે. આપણા રોજિંદા જીવનમાં આપણા હૃદયના ભાવનું પ્રાગટ્ય થતું હોય છે. ૪૬ પરમનો સ્પર્શ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૯ ઈશ્વર તમને ચાહે છે ! આપણા ભગવાનની દૃષ્ટિ કેવી છે, તે વિશે ક્યારેય આપણે વિચાર્યું છે ખરું? આંખો મીંચીને પ્રભુ સમક્ષ ભક્તિ કરતો ભક્ત પ્રભુની નજરનો વિચાર કરે છે. ખરો ? એ ઈશ્વર પાસે જાય છે, ત્યારે એના પ્રત્યે ઈશ્વર કઈ દૃષ્ટિએ જોઈ રહ્યા છે તે વિચારવું જોઈએ. કેટલાક ઈશ્વર પાસે અનેક ગુનાઓ કરનાર ગુનેગારની માફક હાજર થાય છે. એ ઈશ્વરની દૃષ્ટિનો અનુભવ કરવાને બદલે પોતે જીવનમાં કરેલા ગુનાઓનો ઝડપથી એકરાર કરવા માંડે છે. પોતાની જાત પર ફિટકાર અને ધિક્કાર વરસાવે છે. વળી જુએ છે કે અન્ય કોઈ જાણતું કે સાંભળતું તો નથી, પછી ખુલ્લા દિલે અને મોકળા મને પોતાના દોષો વર્ણવે છે. દોષોને યાદ કરી કરીને પસ્તાવો કરે છે. આવે સમયે એ ઈશ્વરની દૃષ્ટિને જોવાનું ચૂકી જાય છે. એણે વિચારવું જોઈએ કે શ્રીકૃષ્ણ કે શ્રીરામે આપેલું આ જીવન એક મહાન જીવન છે. સાડા બાર વર્ષ સુધી અનેક ઉપસર્ગો સહન કરીને ઉત્કૃષ્ટ સાધના કરનાર ભગવાન મહાવીરે આને માટે ત્યાગ કર્યો હતો? તમારી આવી જિંદગીને માટે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે ચડ્યા હતા. જો ઈમર પાસે તમે તમારો અંધકાર લઈને જશો તો પ્રકાશ પામવાની શક્યતા ક્યાંથી રહેશે. તમે એની સમય સતત આત્મભર્સના કરતા રહેશો તો તમારા આત્મા પર એની અમીષ્ટિ ક્યાંથી પડશે ? તમે પોતે પસાર કરેલા અત્યાર સુધીના જીવન બદલ સતત શરમ અનુભવતા રહેશો, તો એ સંકુચિત વનને ઈશ્વરનું અજવાળું ક્યાંથી સાંપડશે ? [62]h* [[lth આનું એક કારણ એ કે સાધક એમ માને છે કે હું ઈશ્વર સમક્ષ મારાં સઘળાં પાપોનું સાંગોપાંગ વર્ણન કરી દઉં અને એમ કરીને પાપમુક્તિ મેળવી લઉં. પછી પાપની ભવિષ્યમાં સજા થાય એવી શક્યતા જ ન જ રહે. એને જેટલી તાલાવેલી પાપ કરવાની હતી એટલી જ તાલાવેલી 0 so0 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પરમનો સ્પર્શ પાપમાંથી મુક્ત થવાની હોય છે. જે અંધકારને એણે સામે ચાલીને આવકાર્યો હોય છે એ અંધકારના ફળમાંથી ઊગરવા એ અતિ આતુર હોય છે. સાધક એ વિચારતો નથી કે ઈશ્વરની નજર એના હૃદયના તિમિર પર નહીં, પણ પ્રકાશ પર છે. એને તો સાધકની ભીતરમાં રહેલા પ્રકાશને જોવો છે અને એમાં વિશેષ તેજ પૂરવું છે. જો તમે પોતે પ્રકાશિત નહીં હો, તો અન્યને કઈ રીતે પ્રકાશિત કરી શકશો ? કેટલીક વ્યક્તિ એમ માને છે કે હું સરકારી કર્મચારી કે કંપનીનો અધિકારી બનું, એવું મારું કર્તવ્ય ઈશ્વરે જ નક્કી કર્યું છે. કેટલાક કહે છે કે મારી ‘જૉબ” પણ ઈશ્વરે જ નક્કી કરી છે. હકીકતમાં ઈશ્વર આવી કોઈ બાબતો ની કરતો નથી, પરંતુ એ પ્રત્યેક મનુષ્યને માટે કશુંક જીવનલક્ષી અને ઊર્ધ્વગામી કર્તવ્ય નિર્ધારિત કરે છે. સાધકનું કામ છે ઈશ્વરની સમક્ષ ઊભા રહીને એના પ્રકાશને પામવાનું. ઈશ્વર એને નોકરી, “પ્રમોશન” કે જીવનસાથી 5 આપતો નથી, પરંતુ એને જીવનમાં સાર-અસારની સમજણ આપતો વિવેક આપે છે. એ ઈશ્વરને તમારા જીવનમાં પ્રકાશ રેડવામાં રસ છે, માટે એ તમારા સગુણો પર નજર ઠેરવીને બેઠો હોય છે. તમે તમારા બાળક પાસે ચિત્રો દોરાવવા ઇચ્છતા હો ત્યારે તમે જ એને પીંછી આપો છો. તમે એને વિશેષ અભ્યાસ કરાવવાની ઇચ્છા રાખો છો, તમે એને માટે પુસ્તકો લાવી આપો છો. એ જ રીતે ઈશ્વર સાધકના હૃદયમાં મુમુક્ષા જગાડવા ચાહે છે અને તેથી એની દૃષ્ટિ તો સાધકની ઉચ્ચ ભાવનાઓ, ઉમદા આચારો, ગહન વિચારો અને નિર્મળ અને નિખાલસ હૃદયની મુમુક્ષા પર સ્થિર થયેલી હોય છે. ઈશ્વર તમારા સદ્અં શો પર દૃષ્ટિ ઠેરવીને બેઠો હોય છે, એને એ ખીલવવા ચાહે છે. એની સુવાસ સર્વત્ર ફેલાય એવો એનો આશય છે. ઘણી વ્યક્તિઓ સોગિયું મોટું કરીને ઈશ્વર પાસે આવતી હોય છે. કેટલીક વ્યક્તિઓ મંદિરનાં પગથિયાં ચડીને ઈશ્વરની સમક્ષ પહોંચતાં જ પોતાની ચિંતાનું પોટલું એની સામે જોરથી પછાડતી હોય છે. કોઈ થોકબંધ માગણીઓની અરજીઓ એની સમક્ષ મૂકતું હોય છે. કેટલાક પોતાની જાતને તદ્દન નિમ્ન, ક્ષુદ્ર, પાપી કે અધમ માનીને એની સામે ધ્રુજતા ધૃજતા ઊભા રહે છે, જાણે ઈશ્વર કોઈ કડક સજા કરનારો માથા ફરેલ ન્યાયાધીશ ન હોય ! આવી રીતે ઈશ્વર સન્મુખ જશો, તો ક્યારેય એના દર્શનથી ચિત્તને Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નતા પ્રાપ્ત નહીં થાય, પોતાની જાતને અધમાધમ માનશો, તો તમને સદ્અંશોને જોનારી ઈશ્વરીય દૃષ્ટિનો લાભ નહીં મળે. ઈશ્વર તમને મોક્ષ, નિર્વાણ કે કલ્યાણની ભાવના અર્પવા માગે છે અને તે સમયે એના સંતાન તરીકે કે એના અંશ તરીકેની ખુમારી તમારી પાસે હોવી જોઈએ. ઈશ્વરને પામવા માટેનો નરસિંહ મહેતા જેવો ઉત્સાહ છે ? સ્વામી રામતીર્થ કે આનંદમયી માતા જેવી ભક્તિ છે ? મીરાં જેવો તલસાટ છે ? ઈશ્વર તો આપણને એના પ્રિય સંતાનો તરીકે જુએ છે. એના વિશાળ સામ્રાજ્યના અદના નાગરિક તરીકે નીરખે છે અને તેથી જ ઈશ્વરનાં દર્શન, પૂજા કે ઉપાસના કરતી વખતે તમારી આંખોમાંથી પ્રસન્નતાનો સાગર ઊભરાવો જોઈએ. કૃષ્ણવિરહિણી મીરાંબાઈ કહે છે : ‘ચાકર રહસું, બાગ લગાસું, નિત ઉઠ દરસન પાસું, વૃંદાવનકી કુંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસું, મને ચાકર રાખોજી, ગિરધારી લાલા ! ચાકર રાખોજી.” ગોવિંદ પર મીરાંની કેવી શ્રદ્ધા છે ! સામાન્ય રીતે વ્યક્તિ ઈશ્વર સન્મુખ ઊભો હોય છે, ત્યારે એ એની પદવી, પ્રતિષ્ઠા, સત્તા કે અધિકાર ભૂલી શકતો નથી. એ ઈશ્વરપ્રાપ્તિની ઝંખના રાખે છે, પરંતુ એને માટે જરૂરી સમર્પણ હોતું નથી. રાજરાણી મીરાંનું આ સમર્પણ જુઓ. એના હૃદય પર દૃષ્ટિ ઠેરવીને બેઠેલા ગોવિંદને એ કહે છે કે તમે કહેશો તો અમે તમારા ચાકર બનીને રહીશું. તમે કહેશો તો માળી થઈને તમારું બાગકામ કરીશું, પણ અંતે તો અમારે તો વૃંદાવનની કુંજગલીઓમાં તમારી લીલાનું ગાન કરવું છે. શ્રીકૃષ્ણની દૃષ્ટિ મીરાંના અંતરમાં રહેલા આ ભાવોને જોઈને કેટલી બધી પ્રસન્ન થતી હશે ! સમર્પણની આ મસ્તી પર શ્રીકૃષ્ણની દૃષ્ટિ પડતી હશે ત્યારે મીરાંના હૃદયમાં કેવો અવર્ણનીય આનંદ ઊભરાતો હશે ! આથી ક્યારેક એવો પ્રશ્ન પણ જાગે કે આપણે ઈશ્વરને ચાહીએ છીએ કે ઈશ્વર આપણને ચાહે છે ? અને આ સવાલ એવો છે કે જેનો ઉત્તર મુશ્કેલ છે. પહેલાં મરઘી કે પહેલાં ઈંડું એના જેવો આ પ્રશ્ન છે. હકીકત એ છે કે ઈશ્વર તમને ચાહે છે, કારણ કે તમે ઈશ્વરને ચાહો છો. પરમનો સ્પર્શ ૪૯ છ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પરમના સ્પર્શની તાલીમશાળા ૫૦ પરમનો સ્પર્શ સાર્થક મનુષ્યજન્મ માટે પરમની પ્રાપ્તિ ઝંખનારે સર્વ પ્રથમ તો સ્વજીવનની દશા અને દિશાનો વિચાર કરવાનો છે. જો વ્યક્તિની ગતિ, વૃત્તિ અને પ્રવૃત્તિ બાહ્ય રૂપે વધતી જતી હોય તો એણે માનવું જોઈએ કે એની ગતિ અવળી દિશાની છે. ગતિ પરમ સમીપે લઈ જનારી નહીં, બલ્ક એનાથી સાવ જુદા ઊંધા રસ્તે વધુ ને વધુ દૂર લઈ જનારી છે. | જો એની ગતિ ઊર્ધ્વમુખી હોય, વૃત્તિ અંતર્મુખી હોય અને પ્રવૃત્તિ આંતરિક હોય, તો માનવું કે સાધનાની સાચી દિશાની એ ગતિ છે. બાહ્ય ગતિ, તીવ્ર વૃત્તિ અને અતિ પ્રવૃત્તિના ઘણા તાત્કાલિક લાભો હોય છે. એનું આકર્ષણ પણ અદમ્ય હોય છે અને વ્યક્તિ જો એ તરફ દોડ લગાવે તો પ્રાણાંતે પણ એ અટકતી નથી. જ્યારે પરમપ્રાપ્તિ માટે આંતરિક સ્થિતિ ઊભી કરવી હોય તો પહેલી આવશ્યકતા એ માટેની તાલીમ લેવાની છે. નવાઈની વાત એ છે કે ભાગ્યે જ કોઈ ઈશ્વરપ્રાપ્તિ માટે તાલીમની વાત કરે છે. તમે એકાએક કારમાં બેસીને એને ચલાવવા લાગો તો શું થાય ? કયૂટરની સહેજે જાણકારી ન હોય અને એકાએક ચાલુ કરીને ‘કી' દબાવવા લાગો, તો શું થાય ? ક્યારેય દસ મીટર પણ દોડ્યા ન હો અને એકાએક લાંબા અંતરની મેરેથોન દોડમાં ઝુકાવો તો શું થાય? મોટર ચલાવવા માટે પ્રેક્ટિસ જરૂરી છે. કેટલાય દિવસો સુધી બરાબર શીખ્યા પછી વ્યક્તિ સ્વયં મોટર ચલાવવાનું ‘લાઇસન્સ મેળવે છે. કયૂટરમાં પણ એ જ રીતે પ્રેક્ટિસની આવશ્યકતા છે. લાંબી દોડનો દોડવીર ખોરાકમાં ગાંઠિયા, જલેબી અને ભજિયાં ખાતો હોય, કાયા અત્યંત સ્થૂળ થઈ ગઈ હોય, ચાલતાં કીડીઓ ચડતી હોય અને જો એ એકાએક મૅરથૉનમાં ઝુકાવે તો એની શી હાલત થાય ? થોડું દોડતાં જ એનો શ્વાસ ચડી જાય ને રનિંગ ટ્રેક પર ગબડી પડે. પરમને પામવા માટે તાલીમની – પ્રેક્ટિસની જરૂર છે અને સ Page #60 -------------------------------------------------------------------------- ________________ વાચન, સશ્રવણ અને સદ્આચરણ – એ વ્યક્તિની પ્રેક્ટિસના ત્રણ મહત્ત્વના આધારસ્તંભો છે. સવાચનથી એના ચિત્તમાં ઉમદા વિચારો આવશે. સંતો અને વિભૂતિઓનાં ચરિત્રો વાંચીને એ સાધનાની પ્રેરણા પામશે. ધર્મગ્રંથો પાસેથી જીવનવિકાસનો પંથ પામશે. આ સવાચનથી એના ભીતરના સંસ્કારો દૃઢ થશે અને એ સંસ્કારો અને વ્યવહારની કે અધ્યાત્મની આકરી અગ્નિપરીક્ષા વખતે પણ મનની શાંતિ, ચિત્તની સ્વસ્થતા ને ભાવોની સમતા આપશે. આ સવાચનનો તંતુ છેક સ્વાધ્યાય સુધી લંબાશે અને એમાંથી આત્મચિંતન જાગશે, જેના દ્વારા સાધક આત્માઓળખ પામીને આત્મવિશ્લેષણ કરશે. એને એના દોષો, વિકારો, વાસનાઓ અને કષાયોનો ખ્યાલ આવશે અને ક્રમશઃ ભાવવિશુદ્ધિ થતી જશે. આવી ભાવવિશુદ્ધિ થતાં એના આત્મામાં એક મહાપરિવર્તનકારી ઘટના બનશે. પ્રાયશ્ચિત્ત દ્વારા પાપ-પ્રક્ષાલન અને દોષ-નિવારણ થતાં એના આત્માનું તેજ ઝળહળી ઊઠશે. એને ભીતરના પ્રકાશનો અનુભવ થશે અને એનામાં આત્મબળ જાગશે. એની પાસે આત્મા તો હતો, પરંતુ આજ સુધી એ આત્મશક્તિથી અજ્ઞાત હતો. એ અજ્ઞાત બાબત જ્ઞાત થતાં એનું ભીતરી બળ પ્રગટ થશે. માનવી શરીરબળનો વારંવાર વિચાર કરે છે, પણ એનાથીય અધિક એવા આત્મબળનો ભાગ્યે જ વિચાર કરે છે. જેનો સૂર્ય કદી આથમતો નહોતો એવા બ્રિટિશ સામ્રાજ્ય સામે લડનાર મહાત્મા ગાંધીજી પાસે આવા આત્મબળનું અમોઘ શસ્ત્ર હતું. આપણે બાહ્ય શસ્ત્રનો વિચાર કરીએ છીએ અને માનવીના આંતરબળની ઉપેક્ષા કરીએ છીએ. એ આત્મબળ જેનામાં પ્રગટ થાય, એને જગત આશ્ચર્યભેર જુએ છે. આવી જ રીતે સદ્-શ્રવણ એ મહત્ત્વની વાત છે. આપણા કાને સંભળાતા શબ્દો ચિત્તમાં શિલાલેખ બની જાય છે. જો કોઈ કામવાસનાપૂર્ણ વાત કરે તો એ વાત તમે માનો કે ન માનો, પણ તમારા ચિત્તમાં કોઈક ખૂણે ક્યાંક પડી રહે છે અને કામ-વિકારી પરિસ્થિતિ જાગતાં એ કીડો સળવળવા લાગે છે. આથી જ સ-શ્રવણ સાથે સત્સંગનો મહિમા વર્ણવાયો છે. સંતના સાંનિધ્યમાં કે આત્માર્થી પુરુષના સંગમાં વ્યક્તિ રહે, ત્યારે કેવા ભિન્ન વાતાવરણનો એ અનુભવ કરતો હોય છે ! કોઈ દારૂડિયાના સંગમાં તમે બેઠા હો ત્યારે કેવું વાતાવરણ હોય છે ? કોઈ પ્રપંચી વેપારીની સાથે વાત કરતા હો, ત્યારે આસપાસના હવામાનમાં પણ પ્રપંચના ખેલનો પરમનો સ્પર્શ પ૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૨ પરમનો સ્પર્શ અનુભવ થશે. જ્યારે સત્-સમાગમ કરો ત્યારે ચિત્તમાં સાત્ત્વિક ભાવોલ્લાસ જાગશે. ભક્તિમાં નિરાશા સેવતા, નિષ્ણાણ ધર્મક્રિયા કરતા, વૃદ્ધાવસ્થાનો સમય વિતાવવા મંદિર કે દેરાસરની આસપાસ ટોળટપ્પાં મારવા એકઠા થતા લોકો વચ્ચે જો તમે ફસાઈ ગયા તો આવી બન્યું ! આવા લોકો ચેપી રોગ જેવા છે અને એમનો રોગ તમને લાગુ પડી જશે તો તમને જીવનમાં ધર્મને નામે વ્યર્થ રીતે જીવવાની બીમારી લાગુ પડી જશે. જેમની પાસે ભક્તિ નથી, ઉત્સાહ નથી, લાગણી નથી અને ધ્યેય નથી એવી વ્યક્તિઓ સાથેનો સંગ કુસંગ જેવો અને તેય અનિષ્ટસર્જક કુસંગ સમાન બને છે. પોતાના જીવનના હેતુ વિશે જેમની પાસે સહેજે સ્પષ્ટતા નથી અને જીવનનું કોઈ ઉચ્ચ ધ્યેય નથી એવી વ્યક્તિઓ સાથે તમારી મૈત્રી થતાં તમે વ્યર્થતાના પાંજરામાં પુરાઈ જશો. કુસંગમાં ફસાયેલાને સત્સંગની કદી કલ્પના આવતી નથી. પોતાની જાતને અતિ બુદ્ધિશાળી માનનાર અહંકારી વ્યક્તિ સત્સંગ-સભાની મજાક પણ કરતી હોય છે, પરંતુ આ મજાક પાછળ એની સમજને બદલે ઘોર અજ્ઞાન કારણભૂત હોય છે. સાધકે જીવનમાં એવા મિત્રોની પસંદગી કરવી જોઈએ કે જેમને સત્સંગમાં રસ હોય, અધ્યાત્મને પામવાની જિજ્ઞાસા હોય અને પરમનો સ્પર્શ અનુભવવાની તાલાવેલી હોય. આવી મૈત્રી વ્યક્તિને જીવનની સ્થૂળતાથી દૂર સૂક્ષ્મતા તરફ દોરી જશે. વર્તમાન યુગમાં સુરુચિ કે સુસંસ્કાર ધરાવનારી વ્યક્તિઓ મળવી મુશ્કેલ છે, ત્યાં સત્સંગમાં રસ ધરાવનારી વ્યક્તિઓ તો દુર્લભ જ હોય. આમેય સારી વસ્તુઓ સદેવ વિરલ ને દુર્લભ હોય છે. તેથી સાધકે સારી મૈત્રી માટે પ્રયાસ કરવો જોઈએ, જેના દ્વારા એ સત્પુરુષો અને શાસ્ત્રોનો સત્સંગ પામી શકે. આથી જ શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગને “આત્માનું પરમ હિતૈષી ઔષધ' એટલે કે સાધકના આત્માને હિત કરનારું પરમ – શ્રેષ્ઠ – ઔષધ કહ્યું છે. ભક્તિમાર્ગના અનેક સંતો અને ભક્તો માત્ર ભજન અને સત્સંગથી ભવસાગર તરી ગયાનાં દૃષ્ટાંતો મળે છે. ઉમદા માનવીની મૈત્રીથી આધ્યાત્મિક સત્સંગ સુધીની આ ઊર્ધ્વ યાત્રા છે. એમાં કોઈએ શાસ્ત્રજ્ઞાનની વાત કરી, કોઈએ ભક્તિ કે ભજનની વાત કરી, કોઈએ કીર્તનની વાત કરી, તો કોઈએ સંત કે સગુરુની વાત કરી. Page #62 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ એ વ્યક્તિની પસંદગીની બાબત છે. માનવીના રોજિંદા જીવનથી માંડીને પરમોચ્ચ અધ્યાત્મજીવન સુધી સર્વત્ર પસંદગી જ મહત્ત્વની છે. શિયાળામાં ઠંડી લાગે કે ઉનાળામાં તાપ લાગે, એમાં આપણી વ્યક્તિગત પસંદગીને કોઈ અવકાશ હોતો નથી. જે છે તેનો સ્વીકાર કરવો પડે છે, પરંતુ પ્રાતઃકાળે વ્યાયામ કરવો કે રાત્રે વહેલાં સૂઈ જવું – એ વ્યક્તિની પસંદગી પર નિર્ભર છે. સત્સંગ માટે સાવધાનીથી સાથીઓને પસંદ કરવા જોઈએ. ઘણી વ્યક્તિઓ પાસે કશું કામ હોતું નથી. એમને માત્ર સમય ક્યાં પસાર કરવો એ સવાલ હોય છે. આવી નવરાશવાળી વ્યક્તિને મિત્ર બનાવનાર ખુદ નવરો બની જાય છે. તમારે કેવા સત્સંગી મિત્રો પસંદ કરવા એ તમારો અધિકાર છે, જેનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સત્સંગ તમારા અંતરમાં પરમનો સ્પર્શ પામવાની ધગશને અંત રાખે છે. ભક્તિની જ્યોતમાં એ સતત પુ નાખીને એને પ્રજ્વલિત રાખે છે. એ અહર્નિશ પાદ કરાવે છે કે તારા જીવનનો હેતુ શું છે અને તેને માટે તું કરે છે તે કાર્ય હેતુ બર લાવે તેવું છે ખરું ? ઈંશ્વર આપણે માટે કોઈ કાર્યનું નિર્માણ કરીને આપણને પૃથ્વી પર મોકલે છે એમ માનવામાં આવે છે. આનો અર્થ એ કે દરેક વ્યક્તિએ ઈશ્વરે અને કર્યુ કાર્ય સોંપેલું છે એનો વિચાર કરવો જોઈએ અને એને માટે વ્યક્તિએ ક્રિયાશીલ બનવું જોઈએ. આપણે કઈ રીતે અને કેવા વિચારો કરીએ છીએ તે અંગે વિચારવું જોઈએ. કઈ રીતે બોલવું જોઈએ તે બાબતમાં સાવધ રહેવું જોઈએ. કોની સાથે કેવી રીતે અને કેટલો સમય વિતાવીએ છીએ એ અંગે જાતચકાસણી કરવી જોઈએ. વ્યક્તિએ પોતાની કથની અને કરણીનો વિચાર કરવો જોઈએ, કારણ કે આ બધી બાબતો, અર્થાત્, એની રોજિંદી જીવનશૈલી એનાં વલણ, અભિગમ, જીવનદૃષ્ટિ અને લાગણીઓને ઘડનારી છે. પરમનો સ્પર્શ ૫૩ | જો એ કુસંગ કરશે તો ધીરે ધીરે એનામાં ઉત્સાહની મંદતા આવશે. એ પરમથી વેગળો થશે; પણ ધીરે ધીરે સમાજ, સ્વાસ્થ્ય અને કુટુંબસ્નેહથી દૂર જો. જો અનિષ્ટ માર્ગે જીવતો હો, તો એના જીવનમાં ઘણા વળાંકો, ચડઊતર અને માનસિક તણાવો આવશે. આધ્યાત્મિક માર્ગે ચાલનારી વ્યક્તિને સ્વસ્થતાની બક્ષિસ મળે છે. એના વનમાં સુખદૂઃખના પ્રસંગો બને છે, ક્યારેક આર્થિક રીતે એને હાનિ સહન કરવી પડે છે. ક્યારેક તેની કોઈ વ્યક્તિ એની સાથે દગાબાજી કરે છે, તોપણ એના ચિત્તની સ્વસ્થતા 00 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પરમનો સ્પર્શ જળવાઈ રહે છે. જીવનમાં વારંવાર આવતા આવા આઘાત અને પ્રત્યાઘાતોથી આધ્યાત્મિક સાધકનું જીવન લેવાતું નથી અને એ સઘળી હતાશા, નિરાશા કે મુશ્કેલીઓને ઓળંગી જાય છે. જો વ્યક્તિના ચિત્તમાં પરમનો સ્પર્શ પામવાની તાલાવેલી હશે તો એ બીજી ઘણી અનિષ્ટ બાબતોમાંથી ઊગરી જશે, કેટલાંય પ્રલોભનો છોડી શકશે. જીવનના અણધાર્યા, આકસ્મિક પ્રવાહોમાં ઘસડાઈને એ ફંગોળાશે. નહિ અને તૃષ્ણાના વમળમાં ફસાશે નહિ. ઘણી વાર કોઈ પ્રલોભન મળતાં વ્યક્તિ પોતાના મુખ્ય ધ્યેયથી વિચલિત થઈ જાય છે. કોઈ એન્જિનિયરને એમ લાગે કે આટલી બધી મહેનત કરવાને બદલે ગૅરબજારમાં ઝંપલાવીશ તો રાતોરાત ધનવાન થઈ જઈશ અને પછી એ પોતાની એન્જિનિયર તરીકેની નિપુણતા, પદવી અને કાર્યકુશળતાને બાજુએ મૂકીને શેરબજારમાં પડી જાય. તો એનો અર્થ જ એ કે એની પાસે એનું પોતાનું કોઈ ધ્યેય નહોતું. કોઈ વાર વ્યક્તિના જીવનમાં કોઈ એવી અણધારી ઘટના બને કે જેના આકર્ષણે ખેંચાઈને તે અણધારી દોટ લગાવે અને પછી થોડા સમય બાદ એને ખ્યાલ આવે કે એ બાહ્ય આકર્ષણે તો એના જીવનમાં વ્યથા ને વિનાશની આંધી ફેલાવી દીધી છે. પ્રલોભનો અને આકર્ષણોની એક મજબૂત પકડ હોય છે અને વ્યક્તિ એ પકડનું સતત ખેંચાણ અનુભવતી હોય છે. આવે સમયે એની પાસે પોતાનું ધ્યેય હોય અને સાથોસાથ ધ્યેય-ઉપકારક બાબતોની પસંદગી કરવાની ક્ષમતા હોય તો એનું જીવન આડા માર્ગે ફંટાઈ જશે નહિ. ઘણી બાબતો વ્યક્તિને દિશાભાન ભુલાવી દે છે. આવે સમયે ધ્યેય પ્રત્યેની એકાગ્રતા જ વ્યક્તિને એના માર્ગે આગળ ધપાવે છે. એ સાચું કે સત્સંગ એ ધાર્મિકતાનો ડોળ ન હોવો જોઈએ. એની પાછળ ઉચ્ચ આધ્યાત્મિક હેતુ હોવો જોઈએ. કોઈ આત્મસાક્ષાત્કાર ઇચ્છે , તો કોઈ મોક્ષ કે નિર્વાણ ઇચ્છે, પરંતુ એવી ઇચ્છા સાથે આ સત્સંગ થવો જોઈએ. આ સત્સંગને પરમનો સ્પર્શ પામવાની મોટામાં મોટી તાલીમશાળા ગણી શકાય. જેમ જેમ સાધક સત્સંગના રંગમાં રંગાય છે, તેમ તેમ એનું જીવન કોઈ નવી ભૂમિકાએ પહોંચી જાય છે અને એની સાથોસાથ એનું આંતરપરિવર્તન થાય છે. પ્રારંભમાં સાધક થોડા કલાકનો સત્સંગ કરતો હોય છે, પરંતુ ધીરે ધીરે એવી મનોભૂમિકા કેળવાય છે કે એનો સત્સંગ અહર્નિશ ચાલતો Page #64 -------------------------------------------------------------------------- ________________ થાય છે. મનની નિર્મળતા. ચિત્તની પ્રસન્નતા અને આત્માની પવિત્રતા પામવા માટેનું સૌથી મોટું સાધન એ સત્સંગ છે, એમાં વ્યક્તિ સદ્-શ્રવણ કરીને નવા વિચારો મેળવે છે, નવું ચિંતન પામે છે અને પોતાના જીવનની દશા અને દિશા વિશે ગંભીરતાપૂર્વક વિચારે છે. આ પછી ત્રીજો સ્તંભ છે સદ્-આચરણનો. માત્ર ઊંચા વિચારોએ જ વ્યક્તિ અટકતી નથી, પરંતુ સદાચરણ માટે એ પ્રયાસ કરે છે અને આવા સચરણ દ્વારા પોતાના વન-વ્યવહારને ઉર્ધ્વગતિએ લઈ જાય છે. જે વિચારો પોતે મેળવ્યા હોય છે એ વિચારોને સાધક આચરણમાં ઉતારે છે. RO પરમનો સ્પર્શ ૫૫ @ Page #65 -------------------------------------------------------------------------- ________________ મુજ જીવનમાં તુજ ઇચ્છા પ૬ પરમનો સ્પર્શ મંદિર, દેરાસર, ચર્ચ કે સિનેગૉગમાં જતા શ્રદ્ધાળુઓના ચહેરા તમે જોયા છે ? એમની ચાલમાંનો ઉત્સાહ અને હૃદયમાંનો ઉમંગ તમે દીઠો છે ? હકીકતમાં પાંચ પ્રકારના ઈશ્વરના ઉપાસકો જોવા મળે છે. પ્રથમ પ્રકારના ઉપાસકો એ રૂઢિગત ઉપાસકો છે. એમને વર્ષોથી એવા સંસ્કાર આપવામાં આવ્યા છે કે સવારે ઊઠીને તત્કાળ મંદિરમાં ઈશ્વરદર્શને જવું. | એવે સમયે મુખની, શરીરની કે વસ્ત્રની પવિત્રતાની પરવા કરવી નહિ. આવી વ્યક્તિઓ પથારી-ત્યાગ કરે કે તરત મંદિર ભણી દોડી જાય છે. કેટલીક વ્યક્તિઓ આરતીના સમયે અચૂક હાજર થઈ જાય છે અને આરતી પૂરી થયા પછી પ્રસાદ ગ્રહણ કરીને વિદાય પામે છે. આરતીનો સમય થઈ ગયો હોય ત્યારે એ એમ કહેશે નહીં કે “મારે મારા પ્રભુની પાસે જવું છે', પરંતુ એમ કહેશે કે “જરા આરતીમાં જઈ આવું. પ્રસાદ લઈને તરત પાછો આવું છું.' અહીં ઈશ્વરદર્શન કે આરતી એ બધું જ રૂઢિગત બની ગણેલું જણાય છે. વર્ષોથી પોતાના ઘરમાં અમુક પરંપરા પળાતી હોય, એ જ પરંપરા પાળનાર વ્યક્તિઓ રૂઢિબદ્ધ બની જાય છે અને પછી એ રૂઢિ એમને બાહ્યક્રિયામાં ડુબાડેલા રાખે છે. એમાં પરમના આંતરસ્પર્શની કોઈ વાત આવતી નથી. બીજા પ્રકારના ઉપાસકો એવા હોય છે કે જેમની શ્રદ્ધા ઈશ્વર પર નહિ, પરંતુ અમુક વાર પર ટકેલી હોય છે. આજે ગુરુવાર છે એટલે સાંઈબાબાનાં દર્શન કરવાં કે પછી આજે શનિવાર છે એટલે હનુમાનજીનાં દર્શન કરવાં એવો એમનો નિયમ હોય છે. અંબાજી હોય, ડાકોર હોય કે પછી મહુડી કે પાલિતાણા હોય, - અમુક તિથિએ એમનાં દર્શન કરવાં જ, એવો નિયમ ધરાવનાર પણ મળે છે. આમાં કેટલાક ભાવનાશાળી હોય છે અને કેટલાક માત્ર નિયમબદ્ધ. સવાલ એ જાગે કે શનિવાર સિવાય અન્ય દિવસે હનુમાનજીની ઉપાસના કેમ નહિ ? આવો દિવસ નિશ્ચિત Page #66 -------------------------------------------------------------------------- ________________ કરવાથી દર્શન કરવાનું નિશ્ચિત થાય છે એ ખરું, પરંતુ એ દર્શન સાથે આપણું એ ઈશ્વર કે સંતના હૃદયના સાથે કેટલું અનુસંધાન સધાય છે તે એક સવાલ છે. આવા દર્શનનો પણ એક વિધિ બની જાય છે અને તેને પરિણામે વ્યક્તિ માત્ર અમુક તિથિ કે વારને નજરમાં રાખીને રૂઢિવશ ઇષ્ટદેવનાં દર્શન કરે છે. - ત્રીજા પ્રકારના ભક્તો એ કામનાથી ભક્તિ કરનારા હોય છે. એ ઈશ્વર પાસે જાય છે, કિંતુ પોતાના યાચના-પાત્રને લઈને જાય છે. તેઓ એવી માન્યતા લઈને જાય છે કે પોતાની અંગત ઇચ્છા ઈશ્વર પૂર્ણ કરી આપશે. એનું લક્ષ ઈશ્વર આરાધનાને બદલે પોતાની ઇચ્છાની આરાધનાનું હોય છે. આજે નહિ તો કાલે, આ પ્રકારની ભૌતિક કામનાઓ તૃપ્ત કરવા માટે પ્રસિદ્ધ એવા ઈશ્વર પોતાના પર પણ કૃપાવંત બનશે એમ તે માને છે. એ રીતે તે પોતાની કામના, ઇચ્છા કે વાસનાને લઈને ઈશ્વર પાસે જાય છે. એના પ્રલોભન અને પ્રયોજનને જોઈને ઈશ્વર પણ કેવું મરક મરક હસતો હશે એ વિચારવા જેવું છે ! કેટલીક વ્યક્તિઓ ધર્મસ્થાનમાં સમય વ્યતીત કરવા માટે જતી હોય છે. નિવૃત્તિકાળમાં કે વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને વિશેષ સમય મળતો હોય છે અને તેથી એ સમય પસાર કરવા તે વ્યક્તિઓ પ્રભુદર્શને જતી હોય છે. તેઓ એ મંદિરમાં જેટલો સમય બેસે છે, એનાથી વધુ સમય મંદિરના ઓટલા પર, નજીકના બાંકડા ઉપર કે આસપાસનાં સ્થાનોમાં વિતાવે છે. એનો હેતુ માત્ર બેસીને સમય વ્યતીત કરવાનો હોય છે. હવે તો એક નવું વલણ એ જોવા મળે છે કે મુલાકાતના સ્થાન તરીકે બે મિત્રો મંદિરને નક્કી કરે છે. સાંજના સાત વાગ્યે આપણે અમુક મંદિર કે દેરાસરની બહાર મળીશું એવી ગોઠવણ કરતા હોય છે એ રીતે સમય વિતાવવાના સ્થળ તરીકે અને મુલાકાતના સ્થળ તરીકે મંદિરનો મહિમા વધ્યો છે ! થોડાં વર્ષો પૂર્વે જેના વિવાહ થયા હોય એવાં યુવક અને યુવતી મંદિરમાં જતાં-આવતાં પરસ્પરને થોડી વાર મળવાનું આયોજન કરતાં હોય છે. આમ મંદિરનો માનવી પોતાની રીતે ઉપયોગ કરવા લાગ્યો છે અને એથી જ ઘણી વાર એમ લાગે છે કે માણસને ઈશ્વરે ભલે બનાવ્યો પરંતુ માણસેય ઈશ્વરને બનાવવામાં (બનાવટ કરવામાં) પાછું વાળીને જોયું નથી. ઉપાસકોના ચોથા પ્રકારમાં ભક્તિ દ્વારા દંભ અને આનંબરને પોષનારા અને એનું પ્રદર્શન કરનારા લોકો આવે છે. અન્યને દેખાડવા માટે એમની પરમનો સ્પર્શ પ૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ C Jdh≥ (loth ph ભક્તિ હોય છે. આથી વ્યવહારજગતમાં ગરીબો કે લાચારોનું ભરપૂર શોષણ કરનાર મંદિરમાં જઈને કાકલૂદીભર્યા સ્વરે ઈશ્વરને કહેતો હોય છું કે મારે કશું ન જોઈએ, મારું તો તું જ એક આધાર છે.” કિંમતી વસ્ત્રો પહેરીને અને અલંકારોનો ઠઠારો કરીને એ મંદિરમાં પ્રવેશતા હોય છે અને ત્યારે એમની દૃષ્ટિ ઈશ્વરને બદલે ચોપાસ ઊભેલા લોકોને શોધતી હોય છે. પોતાને કોણ જુએ છે એનું એમને વિશેષ મહત્ત્વ હોય છે. એની પાછળ એમનો હેતુ પોતાની ધાર્મિકતાની અસરકારક છાપ ઊભી કરવાનો હોય છે. ધર્મક્રિયા કરતી વખતે એક પ્રકારનો ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ જરૂરી છે. જો કીર્તિ, પ્રસિદ્ધિ, ધન કે સન્માનની આશાએ તમે ધાર્મિક સ્થળમાં કે ધાર્મિક કર્મકાંડો ધરાવતાં આયોજનોમાં પ્રાવેરા કરી, તો તમે ખોટી દિશામાં તીર ચલાવો છો. તમે આટલી બધી ધર્મક્રિયા કરી છે અને તમને માન-સન્માન કે લાભ પણ મળતા નથી એવું જો વિચારો તો ધર્મક્રિયા ફળવતી થતી નથી. તમારા ઉપવાસ ગુપ્ત કે પા હોવા જોઈએ. પોતાના ઉપવાસની વાત કરીને ઘણી વ્યક્તિઓ બીજા લોકો પાસેથી પોતાની ધાર્મિકતા માટેનો લાગો ઉઘરાવે છે. ઘણી વાર સાવ નામ ધર્મને પતિ ધર્મસ્થાનમાં આવતી હોય છે. એક પ્રકારના કંટાળા અને ઉદાસીનતા સાથે પ્રવેશની હોય છે. મનમાં વિચારતી હોય છે કે ઉપવાસ કરી-કરીને થાક્યો, પણ કશુંય ફળ મળ્યું નથી. મંદિરમાં જઈ-જઈને બૂટ ઘસાઈ ગયા, પણ આર્થિક સ્થિતિ સુધરી નથી. લાખો મંત્રો જપી-જપીને બેઠો છું, છતાં કરચોરીના કેસમાંથી મુક્તિ મળતી નથી. આ પ્રકારના ભાવથી જનાર પોતે ભીંત ભૂલે છે. આવી દંભી આસ્તિકતા કરતાં નાસ્તિક્તા વધુ સારી. આનું કારણ એ છે કે જેનામાં સરળતા છે એ જ પરમ તત્ત્વની સમીપ રહી શકે છે. માણસ જેટલો સરળતાથી દૂર સરકે છે એટલો એ પરમ તત્ત્વથી અળગો થતો જાય છે. આડંબર એક આવરણ રચે છે અને તે આવરણ વ્યક્તિ અને પરમ તત્ત્વ વચ્ચે અભેદ્ય દીવાલ સર્જે છે. આવરણની અવળી ગતિ એવી છે કે વ્યક્તિ દંભનું એક આવરણ ઓઢે એટલે એને બીજાં અનેક આવરણો અનિવાર્યપણે ઓઢવાં પડે છે. આડંબર અને ઈશ્વરને બારમો ચંદ્રમા છે. મન ભોજનમાં હોય અને હાથમાં મંજીરાં અને મુખમાં ભજનવાણી હોય, તેથી કશું ન વળે. ઉંમરના ગાનમાં નાચતા-ડોલતા હોઈએ કે પછી કૂદી-કૂદીને ચામર ઢોળતા હોઈએ અને મન દુવૃત્તિઓની |_ Page #68 -------------------------------------------------------------------------- ________________ લીલામાં નાચતું હોય તો તે ન ચાલે. પાંચમા પ્રકારની ઉપાસના માટે પરમ તત્ત્વની પહેલી શરત છે કે કશું અધૂરું, અધકચરું કે અળગા મને કરવું નહીં, જે કંઈ કરવું તે અન્ય સઘળું વિસ્મરીને પૂર્ણ સમર્પણથી કરવું. આવા પૂર્ણ સમર્પણ માટે દૃઢ શ્રદ્ધાની આવશ્યકતા રહે છે. આવી દઢ ઈશ્વરશ્રદ્ધા પામવી મુશ્કેલ છે, પરંતુ જો પૂર્ણ એવા ઈશ્વરને પામવો હોય તો પૂર્ણ શ્રદ્ધા વિના ચાલવાનું નથી. “ગીતાંજલિ'માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના એક કાવ્યનું સ્મરણ કરીએ : ‘મારું માથું ચરણરજમાં તવ નીચું નમાવજે રે. મારો ગર્વ બધો આંસુમાં નાથ, ડુબાવજે રે ! મુજ જીવનમાં તુજ ઇચ્છાને પૂર્ણ બનાવજે રે !' અહીં ઈશ્વર પ્રતિ પૂર્ણ સમર્પણ છે અને એ સમર્પણ જ હૃદયને ભક્તિપૂર્ણ બનાવે છે. ધર્મતત્ત્વ તરફથી આવી શ્રદ્ધા આસાનીથી સાંપડતી નથી. દઢ શ્રદ્ધા પામવા માટે સાધકે એકસાથે બે પડકારો ઝીલવાના હોય છે. એક સંસારના પ્રબળ આકર્ષણનો અને બીજો પોતાની શ્રદ્ધાનો ઉપહાસ કરનારાઓનો. સૌપ્રથમ તો સંસારનું તીવ્ર આકર્ષણ અને સંસારમાં વધુ ને વધુ લીન રાખે છે અને પરિણામે એ વ્યક્તિ એમાં ઊંડે ને ઊંડે ખૂંપતી જાય છે. આ આકર્ષણની ગમતી અને મજબૂત દીવાલ ભેદીને બહાર નીકળવા માટે ભીતરી સાહસ દાખવવું પડે. આવા આધ્યાત્મિક સાહસની છલાંગ મારનાર જ પરમની પાસે પહોંચી શકે છે, આથી જ જૈન ધર્મના સર્વપ્રથમ આગમગ્રંથ, “શ્રીઆચારાંગ સૂત્રમાં કહ્યું છે : ‘સદા વિષયવાસનામાં રચ્યા-પચ્યો રહેનાર મનુષ્ય ધર્મના તત્ત્વને ઓળખતો નથી.” અને એ જ રીતે ‘પ્રશ્નવ્યાકરણ” નામના આગમમાં કહ્યું છે કે ‘વિષયાસક્ત જીવ આ લોકમાં વિનાશ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં પણ.’ આવાં ઇન્દ્રિય-વિષયોનાં સાંસારિક આકર્ષણોનો સાધકો, ભક્તો અને મહાત્માઓએ કઈ રીતે ત્યાગ કર્યો એ અભ્યાસનો અને આત્મસાત્ કરવાનો વિષય છે. એમણે લગાવેલી આધ્યાત્મિક છલાંગ સહુ કોઈ સાધકને પ્રેરક બની રહે પરમનો સ્પર્શ પ૯ પરમના ઉપાસકને બીજો પડકાર ઝીલવાનો છે પોતાની આસપાસના સમાજના ઉપહાસનો. આસપાસના લોકો પરમના આ સાધકને ઓળખી Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પરમનો સ્પર્શ શકતા નથી, એની જીવનશૈલીને સમજી શકતા નથી અને તેથી તેની પરમ ભક્તિને ‘ભગતવેડા'માં કે વિચિત્ર પ્રવૃત્તિમાં ખપાવે છે. મહાત્મા ગાંધીજીની ઈશ્વરશ્રદ્ધાનો કે શ્રીમદ્ રાજચંદ્રની મોક્ષ-ઇચ્છાનો પણ ઉપહાસ કરનારા લોકો હતા જ ને ! આ બંને પડકારો ઝીલવા માટે ખરી જરૂર શ્રદ્ધાની છે. આ શ્રદ્ધા એક આંતરબળ અને સાથોસાથ ભીતરી ઉત્સાહ પણ છે. સાચો શ્રદ્ધાળુ સંકલ્પબળથી સાધના કરતો હોય છે. એની સાધના નિષ્ણાણ નહીં પણ જીવંત હશે. એમાં ધબકતો ઉત્સાહ હશે. સાચો શ્રદ્ધાળુ ચીલાચાલુ આચરણ નહીં કરે, પરંતુ એ અધ્યાત્મ-દિશામાં દઢતાથી એક પછી એક આગળ ડગ ભરતો હશે. આમ સાધકમાં વસેલું શ્રદ્ધાનું તેજ એને આ તમામ બાહ્ય-આંતર પડકારોની વચ્ચે અડગ રાખે છે. ઈશ્વર એના ઉપાસક પાસે આવી અખંડ અને સંનિષ્ઠ શ્રદ્ધાનું તેજ 5 માગે છે. એના પ્રકાશમાં જ સાધકને પરમ તત્ત્વનું દર્શન થઈ શકે છે. આવી પૂર્ણ શ્રદ્ધાનું તેજ પૂર્ણ સમર્પણથી જાગે છે. પરમતત્ત્વની મુખ્ય માગણી જ સંપૂર્ણ સમર્પણની છે. એ કહે છે કે ‘પૂર્ણ સમર્પણ હોય તો અહીં આવો, કારણ કે અધૂરી શ્રદ્ધા કે અધકચરી ભાવનાથી તો કશું નહીં મળે.' અહીં ભક્ત પરમાત્માની શોધ આગળ અટકતો નથી, એ પરમાત્મામાં પોતાની જાતને લીન કરીને રહે છે. આમ ભક્તિ સમર્પણ માગે છે અને આવું સમર્પણ હોય, તો જ પરમાત્મા પ્રાપ્ત થાય છે. આ સમયે સાધકને સમજાય છે કે એનો અહંકાર મિથ્યા હતો, એનો કતૃભાવ ભૂલભરેલો હતો. સાધક પોતાના અહંકાર અને કર્ત-ભાવના નિગરણ સાથે પૂર્ણ સમર્પણભાવથી પરમ તત્ત્વમાં ઓગળી જાય છે. વ્યક્તિના જીવનમાં બીજાં ઘણાં કર્તવ્યો હોય છે. એનો અર્થ એ નથી કે ઈશ્વર તરફ પૂર્ણ સમર્પણ કરીએ એટલે અન્ય સઘળાં કર્તવ્યો ભૂલી જવાનાં. માતાપિતાની સેવા કરવી, ગરીબોને સહાય કરવી, બીજાને મદદરૂપ થવું – એ બધાં કર્તવ્યો એણે બજાવવાનાં હોય છે, પરંતુ એનું મુખ્ય કર્તવ્ય તો પરમ પ્રત્યેનું પૂર્ણ સમર્પણ છે. એમાં ઉદાસીનતા એને પરવડે નહીં. આવું પૂર્ણ સમર્પણ ભક્તમાં એ નાચી ઊઠે એવો આનંદ અને ઉત્સાહ ભરી દે છે. કવિ પ્રીતમ કહે છે : Page #70 -------------------------------------------------------------------------- ________________ ‘ગિરધરલાલ વિના ઘડીયે ન ગોઠે, પ્રીતમના સ્વામી મારા પ્રાણ-આધાર !” આ રીતે ‘ગિરધરલાલ વિના' સહેજે ‘ગોઠે’ નહીં, સહેજે ગમે નહીં એવી પરિસ્થિતિ સર્જાવી જોઈએ. સામાન્ય જીવનમાં પ્રિયતમને પ્રિયતમા વિના કે પ્રિયતમાને પ્રિયતમ વિના ગોઠતું નથી. સહેજે ગમતું નથી. એમને એકબીજા વિનાની પ્રત્યેક પળ અકળાવનારી લાગે છે, પરંતુ એ પ્રેમમાં હેતુ, વાસનાને ઇચ્છા હોય છે, જ્યારે ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં રૂપાંતર છે. દુન્યવી પ્રેમની અશુદ્ધિ અહીં નહીં હોય. દુન્યવી અહમ્ અહીં સોહમાં પલટાઈ જશે. આ રીતે ઈશ્વરની ઇચ્છાને આધીન થનાર વિરલ પ્રકારનાં સુખ અને શાંતિ પામશે. એના જીવનમાં એક પ્રકારની મસ્તી જાગશે અને એમાંથી અભયના કારણે મુક્તપણે ઊછળતો આનંદ પ્રગટશે. પરમનો સ્પર્શ ૬૧ જ c Page #71 -------------------------------------------------------------------------- ________________ 20 Jdhe (loth eś ૧૨ સર્જન-વિસર્જનનો ખેલ પરમના સ્પર્શનું ધ્યેય નક્કી કરીને સાધક અધ્યાત્મ પ્રતિ પ્રથમ પગલું માંડે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તે ભયભીત બને છે. પોતાના સંસારવ્યવહારમાં એણે ડગલે ને પગલે ભયનો અનુભવ કર્યો હોય છે. અરે! તમે ખુદ તમારા જીવનનો વિચાર કરો, તો ખ્યાલ આવશે કે વનના પ્રારંભથી જ ભય તમારી આસપાસ સતત વીંટળાતો રહ્યો હોય છે. ઘણા માનવીની ભયયાત્રા એમના પૃથ્વી પરના પ્રથમ શ્વાસોચ્છ્વાસથી પ્રારંભાય છે અને પૃથ્વી પરથી પ્રયાણ કરવાના સમય સુધી - અંતિમ શ્વાસોચ્છવાસ સુધી ચાલે છે. વળી આ ભયનો કોઈ એક જ ચહેરો હોતો નથી. એના ગણ્યા ગણાય નહીં તેટલા ચહેરા હોય છે. કોઈને ખોટું કરતાં, તો કોઈને ખોટું કર્યા પછી ભય લાગે છે. કોઈને માય ગરીબીનો નો કોઈને ભવિષ્યમાં અમીરી છીનવાઈ નહીં જાય ને તેનો ભય ઝઝૂમે છે. કોઈને ડાયાબિટીસ થવાનો ભય હોય છે તો કોઈને કોમામાં જતા રહીશું તો કોણ સેવા કરશે તેનો ભય હોય છે. એ આશ્ચર્યજનક લાગશે, પણ હકીકતમાં માનવ-મનને ભય અતિ પ્રિય છે. એ ભયને સતત પંપાળતો રહે છે. ભયનો વિચાર જાગે પછી અને નિર્મૂળ કરવાને બદલે એનું પોષણ-સંવર્ધન કરશે અને ધીરે ધીરે સામે ચાલીને એની શરણાગતિ સ્વીકારશે. એ સંપૂર્ણ શરણાગતિ એવી હોય છે કે ક્યારેક એની ભયજનિત વર્તણૂક હાસ્યાસ્પદ પણ લાગે, પચાસ વર્ષના માણસને બિલાડીની બીક લાગે અને પંચાવન વર્ષની વ્યક્તિને લિફ્ટમાં જતાં ડર લાગે તો સાઠ વર્ષના વૃદ્ધને પણ ગામડાના પાદરના પીપળાના વૃક્ષ પર ૨ાત્રે ભૂત હોવાનો ડર લાગે છે. પત્ની, પુત્રો, સંપત્તિ, ઇચ્છાઓ, કામનાઓ, વાસનાઓ - આ બધાથી માનવજીવન સર્જાયેલું છે, ત્યારે સાપ કાંચળી ઉતારે, એમ આવા સંસારી |_ Page #72 -------------------------------------------------------------------------- ________________ જીવનને ઠેસ મારવી આસાન નથી. સંસારમાં માણસે ભવિષ્ય માટે સ્વપ્નાં જોયાં હોય છે, સિદ્ધિઓ મેળવી હોય છે અને આકાંક્ષાઓ સેવી હોય છે, પરંતુ અધ્યાત્મમાર્ગમાં ક્યાં એવી કશી પ્રાપ્તિ હોય છે ? માત્ર સમર્પણ કરવાનું હોય છે. સંસારમાં કર્તુત્વના કેન્દ્રસ્થાને વ્યક્તિ સ્વયં હોય છે, જ્યારે અહીં પરમાત્મા હોય છે. સંસારમાં સિદ્ધિઓનો ગર્વ ધારણ કરીને એ સંસારી વ્યક્તિ ચોમેર શાનો-શૌકતથી ઘૂમતો હોય છે. અધ્યાત્મમાં એવી સિદ્ધિઓનો કશો મહિમા હોતો નથી. અહીં પ્રદર્શનનો લેશમાત્ર મહિમા નથી. અહીં તો દર્શનનો મહિમા હોય છે. આથી સંસારી વ્યક્તિને સંસારમાંથી અધ્યાત્મમાં પ્રવેશતાં ખૂબ ભય લાગે છે. એના આ ભયમાં વૃદ્ધિ કરનારાં અન્ય કેટલાંક પરિબળો પણ હોય છે. સહુથી મોટું પરિબળ તો અથાગ પરિશ્રમથી, અનેક કાવાદાવાથી કેટલાય ઉધમાત અને આયોજનોથી જે ભવ્ય ઇમારતની સંસારમાં રચના કરી હોય છે, એ આખીય ઇમારતને ટુકડેટુકડા કરી નાખવાની હોય છે અને એ કામ બીજા કોઈએ નહીં, પરંતુ એણે સ્વયં કરવાનું હોય છે. પોતે જે જે સર્જન કર્યું હોય, એનું એણે સ્વયં વિસર્જન કરવાનું હોય પરમનો સ્પર્શ ૬૩ જરા કલ્પના કરો કે અધ્યાત્મ એ કેવું સાહસ માગે છે ! આત્મા પર જે સંસ્કારો પડ્યા હોય છે, એ વર્ષોથી જીવેલા સંસારમગ્ન જીવનના | હોય છે. આથી એ આવી સંસારમગ્નતામાંથી સંસારભગ્નતા તરફ એને જવાનું હોય છે. ચિત્ત આજ સુધી જેનાથી પ્રસન્ન-પ્રસન્ન થઈ જતું હતું એનો જ સદંતર ત્યાગ કરવાનો રહે છે. નાની કામનાઓ, તુચ્છ ખેવનાઓ, તીવ્ર કષાયો અને પ્રચંડ મહત્ત્વાકાંક્ષાઓનું મનમાં સદૈવ સેવન અને પુનરાવર્તન કર્યું હતું. હવે એ બધાંને ધક્કો મારીને જીવનમાંથી નિકાલ કરવાનો થાય છે. આજ સુધી પ્રાપ્તિની તાલીમ મળી હતી. તેમાં વળી માત્ર એક જ વસ્તુની પ્રાપ્તિથી વાતનો અંત આવતો નહોતો, તેથી જીવનમાં પ્રાપ્તિઓની વણથંભી વણજાર ચાલતી રહી. સૈનિક જેમ આગળ ને આગળ કૂચ કરે, એ રીતે ક્યારેક સુંદર સ્ત્રી પામવાની અપેક્ષા રાખી, તો ક્યારેક આલીશાન બંગલાની પ્રાપ્તિની ઝંખના કરી કે એવી બીજીત્રીજી અપેક્ષાથી સંસારી વ્યક્તિ પણ કૂચ કરે છે. હજી એક ઇચ્છિત ચીજ મળે અને એક પગ જમીન પર મુકાય ત્યાં Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પરમનો સ્પર્શ તો બીજો પગ ઊંચો થઈને નવી ચીજની પ્રાપ્તિ માટે આગેકૂચ કરવા થનગનતો હોય ! ધીરે ધીરે જીવનના સઘળા પુરુષાર્થનું કેન્દ્ર પ્રાપ્તિ બની જાય છે. જોકે સંસારમાં તે પોતાની સિદ્ધિઓનું સ્વયં અતિ ગૌરવ કરે છે. એનાં ગુણગાન ગાય છે, મનમાં સતત એ સિદ્ધિને વલોવતો રહે છે અને જગતની એકેએક વ્યક્તિને એની જાણ થાય એવી ખેવના રાખે છે; પરંતુ આ બધાનો અધ્યાત્મમાં કશોય મહિમા નથી. સંસારમાંથી અધ્યાત્મમાર્ગે જવાનું સાહસ કરતી વખતે એક મહત્ત્વનું કામ પોતાની સિદ્ધિઓને સ્વહસ્તે ભસ્મીભૂત કરી નાખવાનું છે. કારણ હવે જીવનસમગ્રનું લક્ષ્ય બદલાય છે. આજ સુધી યશપ્રાપ્તિનું લક્ષ્ય હતું, તે પરિવર્તન પામીને પરમાત્મપ્રાપ્તિ લક્ષ્ય બને છે. વર્ષોથી એ જ રીતે જીવતા હતા તેમાં હવે ફેરફાર કરવાનો થાય છે. જેનું જીવનમાં પ્રબળ શું સંમોહન અનુભવ્યું હતું, તેના જન્મોજન્મના સંસ્કારોને નષ્ટ કરવા ઘણા કઠિન હોય છે. એમાંથી બહાર આવવું તે જ છે અધ્યાત્મનું અપ્રતિમ સાહસ. વ્યક્તિ જ્યારે પરમનો સ્પર્શ પામવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે જીવનનો મોહ અને ભવિષ્યનો ભય બંને એને પાછા વળવા માટે પોકારી પોકારીને સાદ કરે છે. એ કહે છે કે “આજ સુધી જે બધું મેળવ્યું હતું, તે અધ્યાત્મમાં સાવ ઓગળી જશે, પછી તમે એ સિદ્ધિ, સન્માન, સમારંભ, મોજમસ્તી, ભોગ અને સુખ-સગવડ વગર જીવી શકશો ખરા? સંસારમાં હતા ત્યારે આમાંથી એક પણ બાબત ન મળે તો કેટલા બધા અકળાઈ જતા હતા ! મોજ મસ્તી કરવાનું મન થાય અને કોઈ મિત્રનો સાથ ન મળે ત્યારે કેટલા બધા વ્યથિત થઈ જતા હતા ! હંમેશાં ઍરકન્ડિશનમાં રહેતા હતા અને એકાદ વાર ગ્રીષ્મ ઋતુમાં ગામડામાં બપોર ગાળવાની આવી, ત્યારે કેટલું બધું અસુખ થયું હતું ! આમ સંસારમાં પ્રતિકૂળ લાગેલી માત્ર કોઈ એક જ બાબત નહીં, પણ બધી જ પ્રતિકૂળતાઓ એકસાથે અધ્યાત્મમાર્ગે સહેવાની આવશે, તે તમે સહન કરી શકશો ખરા?’ જ્ઞાતને તો એ બરાબર ઓળખે છે, એના સુખ અને દુઃખની એને જાણ છે, એના લાભ અને નુકસાનનો એને અંદાજ છે, આ સઘળી દુન્યવી બાબતો જે સુવિધા કે અસુવિધા આપે છે એની પૂર્ણ જાણકારી છે, પરંતુ આવા દિવસ જેવી ઊજળી પરિચિતતામાંથી અંધારઘેરી અપરિચિતતા તરફ જવું એ કોઈ નાનીસૂની બાબત નથી. આપણે જાણીતા માર્ગે જવા રાજી Page #74 -------------------------------------------------------------------------- ________________ હોઈએ છીએ. અજાણી જગ્યાએ જઈએ ત્યારે એક પ્રકારની “ઍન્ઝાઇટી’ હોય છે. જીવનમાં તો સંગાથે સાથીઓ હતા, પણ હવે અધ્યાત્મના જગતમાં કોઈ સાથી કે સંગાથી વિના એકલા ચાલવાનું હોય છે, કોઈ સુવિધાઓ સાચવનારું સાથે ન હોય, કોઈ હુકમ ઉપાડનારું હાજર ન હોય અને તેથી મનમાં અપરિચિતતાનો ભય સદા વસેલો હોય છે. અધ્યાત્મને માર્ગે ચાલનારે આવા ભયને ઓળંગવાનો હોય છે, કારણ કે જીવનભર આપણે જે રીતે રહ્યા હોઈએ છીએ, એ રીતે ટેવાઈ ગયા હોઈએ છીએ તેથી કંઈક અલગ રીતે હવે ચાલવાનું થાય છે. શહેર બદલતી વખતે કે ઘર બદલતી વખતે વ્યક્તિને થાય એવી ચિંતા અધ્યાત્મસાધકને પણ થતી હોય છે. જેમ ફ્લેટ છોડીને બંગલામાં જતી હોય તોપણ વ્યક્તિ મનમાં વિચારે છે કે ત્યાં પડોશીઓ કેવા હશે અને સલામતી કેટલી મજબૂત હશે તેમ જગતની પરિચિત, સુરક્ષિત સ્થિતિ છોડીને અધ્યાત્મમાં જતી સાધક વ્યક્તિ અસુરક્ષિતતા વગેરે બાબતે વિચાર કરતો થાય છે. પરિચિત પરિવેશને છોડીને એ અપરિચિત દિશામાં પગ માંડે છે. એને દરિયાના દુન્યવી કિનારાની પૂરી પહેચાન છે, પરંતુ દુન્યવી દરિયાના સામા છેડે આવેલી અધ્યાત્મની ધરતી કેવી હશે એનો કોઈ અંદાજ નથી. પરિણામે સાધક વ્યક્તિ ના મનમાં ક્યારેક દહેશત ઊભી થાય છે, તો ક્યારેક ભય જાગે છે. ભૌતિક જગતને તો નરી આંખે નીરખ્યું છે, પરંતુ અધ્યાત્મજગતની કોઈ ઓળખ નથી. એમાં આવનારા અવરોધો કે થનારા અનુભવનો કોઈ ખ્યાલ નથી, અધ્યાત્મની એ દુનિયા કેવી હશે ? એના વિશે કોઈ પ્રમાણભૂત રીતે કહી પણ શકતું નથી. બસ ! દરિયાના આ કિનારેથી ઝંપલાવવાનું છે. કેટલું તર્યા પછી સામો કિનારો આવશે એની પણ માહિતી નથી. વળી મનમાં વિચારે છે કે આ વ્યવહારજીવનમાં જે કંઈ મેળવ્યું, તે જોવા-જાણવા અને ભોગવવા મળ્યું છે, પરંતુ અધ્યાત્મજીવનમાં તો શું મળશે ? ક્યારે મળશે ? મળશે ખરું ? એ બાબતે કોઈ ગેરન્ટી હોતી નથી. એમાં સ્કૂલ દૃષ્ટિની કોઈ પ્રાપ્તિ હોતી નથી કે એવી કોઈ વસ્તુ કે સિદ્ધિ હાથવગી કે પ્રત્યક્ષ થતી નથી. બસ, માત્ર ઝંપલાવવાનું હોય છે. કોઈ અંધારિયા કૂવાનાં આટલાં બધાં ભયસ્થાનોની સાથોસાથ એક બીજો ભય પણ પરમનો સ્પર્શ પામવા જનારને માથે તોળાતો હોય છે. ભૌતિક જગતમાં એ પરિચિતોની વચ્ચે જીવન ગાળતો હતો. એ માણસોનો પરમનો સ્પર્શ ૬૫ 0 Page #75 -------------------------------------------------------------------------- ________________ ભૂખ્યો હતો, એથી જ એક યા બીજાં કારણો ઊભાં કરીને એ એની આસપાસ માણસો એકત્રિત કરતો હતો. ઑફિસમાં હોય તોપણ થોકબંધ માણસો હોય અને કૌટુંબિક પ્રસંગોએ પણ અસંખ્ય સ્વજનો હોય. ક્યાંક સંબંધના તાણાવાણા ગૂંથાયા હોય તો ક્યાંક મિત્રતાના અને મહોબતના તંતુ રચાયા હોય. અરે ! ધાર્મિક ઉત્સવો કરે તોપણ મોટી ભીડ એકઠી કરે. લોકોની એકઠી થયેલી ભીડ એ ધાર્મિક ઉત્સવોની સફળતાનો માપદંડ બનતી હતી. આમ વ્યવહારજગતમાં બધે જ પરિચિતો અને અપરિચિતોની ભીડમાં આપણે રહીએ છીએ. આને પરિણામે આધ્યાત્મિક સાધનામાં એકલા રહેતાં અકળાઈ જવાય છે. એકાંત તો એટલું બધું ડરામણું લાગતું હોય છે કે માણસ તરત જ પોતાની આસપાસ માણસોની ભીડને બોલાવી લેતો હોય છે. કોઈ ન હોય તો ટેલિવિઝન કે વીડિયો કે મોબાઇલ દ્વારા એ પોતાની ૨ જાતને વ્યસ્ત રાખતો હોય છે. જ્યારે પરમનો સ્પર્શ પામવા માટે તો સાવ એકલા જવું પડે છે, એકલા ચાલવું પડે છે અને એકલા પુરુષાર્થ ખેડવો પડે છે. મંદિરોમાં કે ધર્મયાત્રાઓમાં ઘણા સાથીઓનો સાથ હોવાથી એકાંતનો કોઈ ભય હોતો નથી, કિંતુ પરમનો સ્પર્શ કરવા માટે “એકલા વીર’ બનીને ભીતરની યાત્રા ખેડવાની હોય છે. ભીડથી ટેવાયેલા માનવીને આવું એકાંત ભયપ્રદ લાગે છે. એણે એના આત્માની ખોજ કરવાની હોય છે, એમાં એના સિવાય બીજો કોઈ ઉપયોગી બને તેમ હોતું નથી અને આથી એની આ એકલાની શોધ એને માટે પડકાર ભરી બને ૬૬ પરમનો સ્પર્શ RO Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જીવ આમ છેતરાય છે ! પોતાને માટે બહાનાં અને બીજાને માટે સલાહ - આવો અભિગમ ધરાવતી વ્યક્તિઓ તમને ઠેર ઠેર જોવા મળશે. વ્યક્તિગત અશક્તિને છાવરવા માટે એ બહાનાં કે કારણોની પરંપરા તૈયાર રાખે છે અને પછી એ કારણ આગળ ધરીને પોતાની મર્યાદા કે અશક્તિને છુપાવે છે. કામચોરી કરનાર પાસે બહાનાંઓનો ભંડાર ભરેલો હોય છે. આજે એ એક બહાનું આગળ ધરશે અને કાલે બીજું. પછી સમય જતાં એને કામ અપ્રિય બની જશે અને બહાનાં પ્રિય થઈ જશે. નોકર જુદાં જુદાં બહાનાં બતાવીને કામચોરી કરતો હોય છે. એક દિવસ એને પેટમાં દુ:ખે છે તો બીજા દિવસે એના દૂરના સગાનું હૃદયરોગના હુમલાથી અણધાર્યું અવસાન થાય છે. ત્રીજે દિવસે રસ્તામાં આવતાં એની બાઇકમાં પંક્ચર પડે છે અને ચોથે દિવસે અને ઘર એકાએક મહેમાન આવી જાય છે. પાંચમે દિવસે નજીકના સગાના લગ્નનું કારણ આવે છે. આવાં બહાનાં બનાવનારનું મન ધીરે ધીરે જુદાં જુદાં બહાનાંઓ જ શોધવા લાગે છે. એનો ઉપયોગ કરીને એ પોતાના કામને કે કર્તવ્યને દૂરને દૂર હડસેલતો રહે છે. જો માલિક એ નોકરને કાઢી મૂકે અને એ બી જાય, તોપણ એની એ જ બહાનાં-પતિત ચાલુ રાખે છે. બહાનાંઓની એની આદત છૂટી શકતી નથી. કેટલીય વ્યક્તિઓ સમાજમાં એવી મળે છે કે જેમણે એક વર્ષ પણ એક જગાએ સ્વાથી નોકરી કરી હોતી નથી. એને નોકરી બદલતાં રહેવું પડે છે. વળી બહાનાં બતાવનાર સાવ ગરીબડું મુખ કરીને વાત કરતો હોય છે અને ધીરે ધીરે એનો ચહેરો ઉદાસ જોવા મળે છે, કારણ કે એના ચિત્ત પર બહાનાંઓની જાળ છવાયેલી હોય છે. નોકર પોતાના માલિક આગળ જેવાં બહાનાં બતાવે છે, એવાં જ બહાનાં ઑફિસનો અધિકારી પણ પોતાના ઉપરી અધિકારીને બતાવતો |03|dh≥ (loltah @ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પરમનો સ્પર્શ હોય છે અને એ જ રીતે સાધક ઈશ્વરને બતાવતો હોય છે. એને સાધક હોવાનો ડોળ કરવો છે, પરંતુ સાધનાના વિકટ માર્ગે જવાનું એનામાં સાહસ હોતું નથી. પરિણામે એ પોતે સાધના કરી શકતો નથી. એને માટે એવું બહાનું આગળ ધરે છે કે આજે ક્યાં કોઈ જગાએ સાચી ઉપાસના ચાલે છે ? બધે જ આડંબર, દેખાદેખી અને સ્પર્ધા છે, આવે સમયે સરખી સાધના થાય ક્યાંથી ? કોઈ સાધના ન કરી શકવાના કારણ રૂપે જીવનની જવાબદારીઓની યાદી આગળ ધરે છે તો કોઈ વર્તમાન સમયની કામની વ્યસ્તતાને કારણ રૂપે દર્શાવે છે. સામાન્ય માનવીને બહાનાં જેટલું નુકસાન કરતાં નથી, એથી વધુ નુકસાન સાધકને કરે છે. સાધક આવાં બહાનાંઓનો ઉપયોગ કરીને બીજાને છેતરે છે, પણ સાથોસાથ પોતાની જાતને પણ છેતરે છે. આવી આત્મવંચના એની સાધનાને માટે આત્મઘાતક બની રહે છે. આનું કારણ એ છે કે આવું બહાનું બનાવતી વખતે સાધકનો અહંકાર અને આડો આવે છે અને તે શબ્દો દ્વારા પ્રગટ થતો હોય છે. આમ પોતાની મર્યાદાને ઢાંકવા માટે એ આડંબર અને અહંકાર બંનેનો તે આશરો લે છે. બીજી બાજુ એની આત્મદર્શનની પ્રક્રિયા તદ્દન થંભી જતી હોય છે. પોતાની જાતને જોવાને બદલે પોતાનાં બહાનાંઓના બચાવ માટે એ ઝઝૂમતો હોય છે. શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં એક માર્મિક પ્રસંગ મળે છે. તેઓ ઝવેરચંદ શેઠ નામની વ્યક્તિના ઘરના ઘેર મેડા પર ઉપદેશ આપતા હતા. શ્રીમનો આધ્યાત્મિક ઉપદેશ સાંભળીને સભામાં બેઠેલા પ્રાગજીભાઈ જેઠાભાઈ નામના મહાનુભાવે કહ્યું, “સાહેબ, ભક્તિ તો ઘણી કરવી છે, પણ ભગવાને પેટ આપ્યું છે અને એ પેટ ભોજન માગે છે. માટે એની ચિંતા હોવાથી કરીએ શું ?” - શ્રીમદ્ રાજચંદ્ર એમની લાક્ષણિક ઢબે કહ્યું, “કહો, તમારા પેટને અમે જવાબ દઈએ તો ?” અને પછી પ્રાગજીભાઈના ભોજનની સઘળી વ્યવસ્થા કરતા હોય તેમ શ્રીમદ્ રાજચંદ્ર યજમાન ઝવેરચંદ શેઠને કહ્યું, “જુઓ, તમે જે ભોજન કરતા હો તે પ્રાગજીભાઈને બે વખત આપજો. તેઓ ઉપાશ્રયના મેડા પર બેસીને નિરાંતે ભક્તિ કરે. પણ શરત એટલી કે નીચેથી કોઈનો વરઘોડો જતો હોય કે સ્ત્રીઓ ગીત ગાતી જતી હોય તો બહાર જોવા જવું નહીં, Page #78 -------------------------------------------------------------------------- ________________ સંસારની વાતો કરવી નહીં. કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ એ સિવાય બીજી કોઈ વાત કરવી કે સાંભળવી નહીં.” શ્રીમદ્ રાજચંદ્ર કરેલી વ્યવસ્થાની અને શરતની વાત સાંભળીને પ્રાગજીભાઈ તો અકળાઈ ગયા અને બોલ્યા, “ઓહ, અમે આ પ્રમાણે રહી શકીએ નહીં.” ત્યારે શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું, “જીવને ભક્તિ કરવી નથી એટલે પેટની ચિંતા આગળ ધરે છે. ભક્તિ કરતાં કોઈ ભૂખે મરી ગયું ? જીવ આમ છેતરાય છે.” ભક્ત કવિઓ કે સમર્થ પુરુષોએ ક્યારેય બહાનાંનો આશરો લીધો નથી, કારણ કે સત્યના કંટકછાયા પથ પર ચાલવાની એમની પૂર્ણ તૈયારી હોય છે. જેઓ સત્યને માર્ગે ચાલે છે, તેમને ક્યારેય બહાનાંની જરૂર પડતી નથી. જેઓ અસત્યના માર્ગે ચાલે છે, એમને ડગલે ને પગલે બહાનાંની જરૂર પડે છે. આ બહાનાંઓ સાથે એક બીજી વાત પણ સંકળાયેલી છે અને તે છે બતાવેલાં બહાનાને જાળવવાની પ્રવૃત્તિ. એક વાર એક બહાનું બતાવ્યું, પછી એને જાળવી રાખવું પડે છે. પોતાની પત્નીની ગંભીર બીમારીનું કારણ બતાવીને કોઈ અધિકારી કામ પર ન જાય તો એ પછી પત્નીની ‘બનાવટી' બીમારી થોડા દિવસ ચાલુ રાખવી પડે છે. બીમારીનું કારણ બતાવ્યા પછી એ સાંજે પત્ની સાથે બહાર ફરવા નીકળી શકતો નથી. બહાનાંઓ એક એવી જાળ રચે છે કે જેમાં બહાનાં બનાવનારા જ ખુદ ફસાય છે. બહાનાં બનાવવા માટે એ સતત બેચેન રહેતો હોય છે. ધીરે ધીરે લોકોને એની પોકળતા સમજાતાં એના પરથી એમનો વિશ્વાસ ઊઠી જતો હોય છે. સાધના કરવી હોય તો કોઈ બાબત તેને અટકાવી શકતી નથી. આને માટે જાગૃત થઈને દઢ સંકલ્પ કરવાની આવશ્યકતા હોય છે. તમે વિચાર કરો કે સાધનાના અભાવે અત્યાર સુધી કેવું જીવન વિતાવ્યું ? આત્માની સહેજેય ઓળખ થઈ નહીં, પરમના સ્પર્શની અનુભૂતિનું એક પણ કિરણ પણ લાધ્યું નહીં. માત્ર પોતાના પ્રશ્નોના વિચારમાં જ ગૂંથાયેલા રહ્યા. એની ચિંતાના બોજ હેઠળ જીવતા રહ્યા અને મનથી થાકેલા, તનથી વ્યાધિગ્રસ્ત અને અર્થહીન જીવનથી પરેશાન થતા રહ્યા. માનવી પાસે ચિંતા સર્જવાની પ્રબળ અને આશ્ચર્યકારક શક્તિ છે. એ હોય તે બાબતોની ચિંતા કરે છે, અને એની સાથોસાથ કેટલીયે પરમનો સ્પર્શ ૬૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પરમનો સ્પર્શ ધારણાઓ, કલ્પનાઓ અને અટકળોને કારણે ચિંતા ઊભી કરતો હોય છે. તમે જ વિચાર કરો કે તમે દશ વર્ષના બાળક હતા ત્યારે કેટલી ચિંતા કરતા હતા, પચીસ વર્ષના યુવાન થયા ત્યારે કેટલી ચિંતા કરતા હતા, પચાસ વર્ષે એનાથીય વધારે ચિંતા કરતા હતા અને પંચોતેર એંસીની ઉંમરે તો ચિંતા એ જ જીવન બની જાય છે, પછી એ ચિંતા સ્વાથ્યને લગતી હોય, સંતાનને લગતી હોય કે ઘરમાં ચાલતા કંકાસને લગતી હોય. સામાન્ય માનવીનું જીવન જોઈએ તો એમ લાગે કે આ ચિંતા જીવનભર માણસનો પીછો છોડતી નથી; એટલું જ નહીં, પણ ઉંમર વધે, તેમ ચિંતાઓનો બોજ પણ વધે છે. બગીચાને બાંકડે બેઠેલા કોઈ વૃદ્ધને પૂછજો તો એ એમના જીવનની પારાવાર ચિંતાઓની વાત કરશે, કારણ એટલું જ કે એણે ચિત્તને પરમમાં પરોવવાને બદલે ચિંતાઓમાં પરોવ્યું છે. કોઈ વ્યક્તિના જીવનનો વિચાર કરો : એ બાળક હતો ત્યારે કેટલા આનંદમાં હતો અને એણે જ્યારે જગતની વિદાય લીધી ત્યારે એ કેટલો બધો ચિંતાગ્રસ્ત હતો ! મોટા ભાગની વ્યક્તિઓ એમના જીવનમાં પોતાની ચિંતાના કિનારા પર જીવે છે. એમને સામો કિનારો દેખાતો નથી. કેટલીક વ્યક્તિઓ એમ કહે છે કે તમારી ગૃહસ્થીની, નોકરીની, બાળકોના સંસ્કાર અંગેની સઘળી ચિંતા ઈશ્વરને સમર્પ દો. આ પણ યોગ્ય નથી. ચિંતાને દૂર કરવાનો પુરુષાર્થ કરો અને તે ઈશ્વરને સાથે રાખીને કરો એમ કહેવું જોઈએ. પુરુષાર્થ વિના કશું શક્ય બનતું નથી. ઈશ્વર પણ નસીબવાદી કરતાં પુરુષાર્થી પર વધુ સ્નેહ રાખે છે. એ સાચું કે પુરુષાર્થ કરતી વખતે ઈશ્વર પ્રત્યે ઊંડી શ્રદ્ધા હોવી જોઈએ, જેથી જીવનમાં આવતી પ્રતિકૂળતાઓને યોગ્ય રૂપે સમજી શકાય. જો આવો પુરુષાર્થ ન કરે તો એ એક જુદો રસ્તો અપનાવી લે છે. પોતાની ચિંતાના કારણ માટે કોઈ જ્યોતિષનું શરણું લેશે અને એ જ્યોતિષી એને કહેશે કે આનું મુખ્ય કારણ તો એના ગ્રહોની સ્થિતિ છે. શનિના ગ્રહની પનોતી છે અને રાહુની વક્રદૃષ્ટિ છે. આમ પ્રતિકૂળતા સમયે મક્કમ પુરુષાર્થ કરવાને બદલે એ જ્યોતિષનો આશરો લઈને જીવશે અને પછી કંઈ પણ અઘટિત થશે તો એમાં પોતાનો પ્રમાદ, આળસ કે અવળી મતિને કારણ માનવાને બદલે એ શનિની પનોતી પર સઘળો દોષ ઢોળી દેશે. ધીરે ધીરે એની માનસિકતા જ એવી થઈ જશે કે જીવનમાં આવતી પ્રત્યેક મુશ્કેલીને એ શનિની પનોતી સાથે સાંકળી લેશે. માનવી ચંદ્રની ધરતી Page #80 -------------------------------------------------------------------------- ________________ પર ઊતર્યો છે અને હવે ત્યાં વસવાટ કરવાનું વિચારે છે, ત્યારે ચંદ્રના ગ્રહની દુરિત અસરની વાત કેવી લાગે છે ! કોઈ પોતાની ચિંતા અને મુશ્કેલીઓના કારણને માટે એક સીધો ઉત્તર આપી દેશે અને તે એ કે આ તો પૂર્વજન્મનાં ફળ મળી રહ્યાં છે. પૂર્વજન્મમાં કરેલાં દુષ્કૃત્યોને કારણે આ જન્મમાં મુશ્કેલીઓ આવે છે. તમે સારું, ઉમદા, ઉત્કૃષ્ટ અને ઉદાહરણીય જીવન જીવો છો. તેથી તમારા જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે તેવું નથી. જે કોઈ મુશ્કેલી આવે છે, નિષ્ફળતા મળે છે એ બધું પાછલા ભવમાં કરેલાં પાપોનું ફળ છે તેમ માનવું યથાર્થ નથી. માણસ શક્ય ન હોય એવી ફાળ ભરે, ગજું ન હોય એવું કામ હાથ પર લે અને પછી નિષ્ફળતા મળે એટલે દોષનો સઘળો ટોપલો અંતરાયકર્મ પર ઢોળી દે એ કેવું ? પોતાના સ્વાસ્થ્ય તરફ ક્તિ બેદરકાર રહેતી હોય, અૌષ્ટિક અને હાનિકારક ભોજન લેતી હોય, વાનગીઓ જોઈને એની લોલુપ સ્વાદવૃત્તિને અતિ સંતુષ્ટ કરતી હોય અને પછી એ બીમાર પડે એટલે કહેશે કે આ તો વેદનીય કર્મનો ઉદય થયો છે. પોતે જાતે ખાડો ખોદું અને એમાં પડે ત્યારે અન્ય પર આક્ષેપ કરે ! આવી જ રીતે જુદાં જુદાં કર્મના ઉદયની વાત કરીએ છીએ અને એમ કરીને પોતાના દોષનો ટોપલો કર્મને માથે મૂકી દઈએ છીએ. વળી, આવી વાત કરતી વખતે વ્યક્તિ અત્યંત ધાર્મિક હોવાનો દેખાવ કરતી હોય છે. હકીકતમાં ધર્મ એ તો એવી કલા છે કે જે વ્યક્તિને સુખ અને દુઃખની પેલે પાર આવેલી પ્રસન્નતામાં રાખે છે. R) | b6]àh? (loltBh @ Page #81 -------------------------------------------------------------------------- ________________ 70 | ૭૨ પરમનો સ્પર્શ ૧૪ આપણું અવિનાશી ચિદાકાશ સંત સુરદાસની એક વાત તદ્દન વિરોધી લાગે છે ! એવી કથા મળે છે કે એક વાર પ્રજ્ઞાચલ (બંધ) સંત સુરદાસ કૂવામાં પડી ગયા હતા, ત્યારે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે હાથ ઝાલીને એમને ઊંડા કૂવામાંથી બહાર કાઢ્યા હતા. એ પછી પોતાનો હાથ છોડીને જતા શ્રીકૃષ્ણને સુરદાસ કહે છે : “તમે ભલે મારો હાય છોડી દો, પણ મારા માં તો તમે કંદ છો.” બીજી બાજુ આવા પરમ પ્રભુભક્ત સુરદાસ “મો સમ કૌન કુટિલ ખલ કામી' એમ પણ કહે છે. એક બાજુ ઈશ્વરપ્રાપ્તિનું સંકલ્પબદ્ધ તેજ હોય અને બીજી બાજુ પોતાની જાતને આટલી બધી નિમ્ન કહેવી, એ બને કેમ ? હકીકતમાં સંત સુરદાસ કે અન્ય ભક્તો પોતાના દોષો, સ્ખલનો અને નિર્બળતાઓનું વર્ણન કરે છે, ત્યારે એની પાછળ એમનો ઈશ્વર પ્રત્યેનો નમ્રાતિનમ્ર ભાવ હોય છે. ઈશ્વરના ગુણસમૃદ્ધ વ્યક્તિત્વના પ્રકાશમાં એ સ્વયંને નિહાળતા હોય છે. મહાત્મા ગાંધીજીએ એમને વિશે પણ સંત સુરદાસની આ પંક્તિ ટાંકી છે, તેની પાછળ ઈશ્વરના ભક્તની પોતાના નાનામાં નાના દોષને વિરાટ રૂપે જોવાની દૃષ્ટિ છે. આજે વ્યક્તિ એની ઓળખ માટે ઓળખપત્ર (આઇડેન્ટિટી કાર્ડ) રાખું છું, વિદેશ પ્રવાસને માટે સાથે પાસપોર્ટ રાખે છે, પરંતુ સાધકને એક આગવી ઓળખ પરમનો સ્પર્શ આપે છે. આ સ્પર્શના અનુભવે સાધકનું પરિવર્તન એટલું ધીરે ધીરે, શાંતપર્ણ અને પૂર્ણ શો થતું હોય છે કે સ્વયં એને પોતાના સતત પલટાતા સ્વરૂપનો ખ્યાલ આવતો નથી. એની ભીતરમાં પરમના સ્પર્શે શાંત ક્રાંતિ સર્જાતી હોય છે. નરકની યાતનાનાં ડરામણાં અને પાપનાં અતિ કડવાં ફળનાં વર્ણનો સાંભળીને, નિયતિની આસમાની સુલતાની સર્જતી ચિત્રવિચિત્ર લીલા તથા સામાન્ય ભૂલ, પાપ કે ક્ષતિની અસામાન્ય આકરી ઈશ્વરીય સજાનાં વર્ણનો |_ Page #82 -------------------------------------------------------------------------- ________________ સાંભળીને ઈશ્વર જાણે કોઈ કડક અને ચિત્ નિષ્ઠુર ન્યાયાધીશ હોય એવું માની બેસીએ છીએ. મૃત્યુની ભયાનકતા સાથે એનો મેળ બેસાડી દઈએ છીએ અને સંસારની નશ્વરતા અને ભંગુરતા દર્શાવીને પરમાત્માની નિત્યતા દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમાં ભયપ્રેરિત ભાગેડુવૃત્તિ (escapism) હોય છે. સંસારને નાશવંત જાણીને એમાંથી પલાયન પામવાની ડરામણી વૃત્તિ હોય છે, પરંતુ હકીકત તો એ છે કે પરમ તમારા હૃદયને એનો કોમળ સ્પર્શ કરાવવા માટે અતિ આતુર હોય છે. પરમ એના બે હાથ પહોળા કરીને તમને આલિંગન આપવા ચાહે છે. કારણ કે એની ષ્ટિ અપાર કરણાથી પરિપૂર્ણ છે. જે સમગ્ર વિશ્વ પર કર્ણા વરસાવે તેને તમારા પર પણ અસીમ કરુણા હોય તે સ્વાભાવિક છે. એને માત્ર મિત્ર કે સ્નેહી પ્રત્યે જ પ્રેમ હોય છે, તેવું નથી. એની કરુણા અનુકૂળ પરિચિતોમાં જ સીમિત નથી હોતી, એની કરુણા તો માનવી, પ્રાણી અને પ્રકૃતિ સહુ કોઈ ૫૨, અર્થાત્, સમગ્ર સમષ્ટિ પ્રત્યે વહેતી હોય છે. ભગવાન મહાવીર પર એમના સાડા બાર વર્ષના સાધનાકાળમાં કેટલી બધી આપત્તિઓનો એકધારો વરસાદ વરસ્યો હતો. ગોવાળિયાઓએ એમના કાનમાં કાષ્ટશળ ભોંક્યાં હતાં, તો ફુલપાણિ પક્ષ, કટપૂતના ધૃતરીને સંગમદેવે એમના પર ઉપસર્ગો વરસાવ્યા હતા. રા પ્રદેશ અને અનાર્ય પ્રદેશમાં હિંસક માનવીઓએ એમના પર ક્રૂરતા આચરી હતી અને તેમ છતાં યોગી મહાવીરની કા સર્વત્ર એકસમાન પ્રવર્તતી રહી. એથીય વિશેષ છ-છ મહિના સુધી જેને કારણે મહાવીરને ભિક્ષાન્ત વગર રહેવું પડ્યું એવા સંગમદેવે જ્યારે ક્ષમા માગી, ત્યારે એમના ચહેરાની એક પણ રેખા બદલાઈ નહીં. માત્ર એમની આંખના છેડે બે આંસ એ માટે આવ્યાં કે મારું કારણે આ સંગમદેવે કેટકેટલાં કર્મ બાંધ્યાં! આવી જ કરુણામયી દૃષ્ટિ શ્રીકૃષ્ણમાં પારાવાર પ્રેમના રૂપે અને શ્રીરામમાં સ્નેહના સામ્રાજ્ય રૂપે જોવા મળે છે. આમ હ્રદયમાં પરમનો સ્પર્શ કે ઈશ્વરનો અનુભવ થાય, તો આપોઆપ પરિવર્તન આવે છે અને આ પરિવર્તન એ યુ ટર્ન' જેવું હોય છે. અત્યાર સુધી બહારની દુનિયામાં પરિભ્રમણ કરનારી નજર આંતર-રમણ અને આંતરદર્શન કરવા લાગે છે. ઈશ્વરને તમારા દોષને બદલે તમારા ગુણ સાથે અને આંતરવિકાસ સાથે વધુ નિસબત હોય છે. આનું કારણ એ કે સંસારના આકર્ષણના £6]dhØ ||ølth @ Page #83 -------------------------------------------------------------------------- ________________ કે ભૌતિક લાલસાના વર્ષોથી વળગેલા દોષ તો પરમનો સ્પર્શ થતાં જ ઓગળી જાય છે. ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર કે શ્રીરામના અંતરમાં વધામણાં થતાં જ સાધકના હૃદયમાંથી સૂર્યના પ્રખર તાપથી તત્કણ ઊડી જતાં ઝાકળબિંદુની જેમ વાસના, વિકાર કે દૂષિતતા અદૃશ્ય થઈ જાય ૭૪ પરમનો સ્પર્શ માનવી અને સાધક વચ્ચે ભિન્નતા હોય છે. માનવી પાસે કોઈ માર્ગ હોતો નથી, જ્યારે સાધક પાસે એક સિદ્ધ થયેલો સ્પષ્ટ માર્ગ હોય છે. માનવી કોઈ પણ દિશામાં નિરુદ્દેશે ભ્રમણ કરતો હોય છે, જ્યારે સાધક એક નિશ્ચિત દિશામાં અને નિશ્ચિત માર્ગ પર દઢ પગલાં ભરતો હોય છે. ઈશ્વરની નજર સાધકના ગુણો પર ઠરેલી હોય છે. એ એના સદુઅંશોને ઉજાગર કરીને ભાવોની ભવ્યતા અને દિવ્યતા જગાવે છે. માનવજીવનની વિચિત્ર ગતિ એવી છે કે માનવી જ્યાં હોવો જોઈએ, ત્યાં હોતો નથી. જે માર્ગ પર એણે ગતિ કરવી જોઈએ, તેના પર ચાલતો નથી. એ કોઈ સાવ જુદા કે અવળા રસ્તે દોડતો હોય છે. આવે સમયે ઈશ્વર એને સાચા માર્ગે વાળે છે અને આગળ ધપાવે છે. સાધકના હૃદયમાં આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે અને તેથી જ એ પરમ કે પરમાત્મા આપણને આપણા અંતરની આધ્યાત્મિક અમીરાતની ઓળખ આપીને એ માર્ગે ચાલવા પ્રોત્સાહિત કરે છે, પણ એ માર્ગમાં જ આપણે મુકામ કરીએ તેમ ઇચ્છતો નથી. આપણે વચમાં ક્યાંક રહી પડવાનું નથી. કિંતુ એ માર્ગે આગેકૂચ કરીને ધ્યેય હાંસલ કરવાનું રહે છે. પરમાત્મા પાસે તમારો બાયોડેટા કે તમારું વિઝિટિંગ કાર્ડ કે ફેસબુક એકાઉન્ટ નથી. એને તમારા ધન, વૈભવ, પદ કે પ્રતિષ્ઠા કશું જાણવાની જરૂર નથી ને એ માટે એને ફુરસદેય નથી. એની દૃષ્ટિ તો તમારી આંતર ગુણસમૃદ્ધિ ખીલવવા પર હોય છે, આથી જ એ અહં બ્રહ્માસ્મિ'નો ઘોષ કરે છે. ખુદ ભગવાન મહાવીરસ્વામી કહે છે કે “મને અનુસરવાથી મુક્તિ નહીં મળે, પણ ધર્મના માર્ગને અનુસરવાથી મુક્તિ મળશે. અહીં બાહ્ય રૂપનો કોઈ મહિમા નથી કે બાહ્ય રૂપની કોઈ પૂજા નથી. અહીં તો એટલી જ વાત છે કે જે માર્ગે ચાલીને ઊર્ધ્વગમન સધાયું હોય તેને વળગીને આપણે આગળ ચાલીએ. આપણો દાનવી અંશ છોડતા જઈએ અને દૈવી અંશને વિકસાવતા જઈએ. આપણે પરમના માર્ગે આગળ ચાલતા રહીએ ને નિર્બળતાને વશ ન થઈએ. Page #84 -------------------------------------------------------------------------- ________________ કેટલાક ધર્મો ઈશ્વરનાં વચનો ૫૨ ભારે ઝોક મૂકે છે. એ ધર્મો કહે છે કે તમે પ્રભુનાં વચનોને સાંભળો, જ્યારે ભારતીય સંસ્કૃતિના ધર્મો પ્રભુવાણીની સાથોસાથ પ્રભુકાર્યને સવિશેષ અનુસરે છે. મુકામ નહીં, માર્ગનો મહિમા છે, સાચો સાધનાપય તો આંતરજગતમાં છે. આપણે આત્માની કેડીએ જ ચાલવાનું અને પરમના સ્પર્શ માટે મથતા રહેવાનું છે. જેમ જેમ પરમનો સ્પર્શ થશે, તેમ તેમ જીવનની પરિસ્થિતિ પલટાતી જશે. પુષ્પની પાંદડીઓ ખીલે એમ અંતઃકરણ ખીલવા લાગશે. એક પછી એક બંધ પાંખડીઓ ખૂલતી જાય, એમ આત્મા પરનાં આવરણ એક પછી એક ખસતાં જશે અને સાધનાનો માર્ગ ગુણોની પ્રાપ્તિનો માર્ગ બનશે. કુંડલિનીનું ચક્રભેદન પણ આવી જ આધ્યાત્મિક પ્રગતિની વાત કરે છે. પ્રથમ વેદ ઋગ્વેદના પાંચમા અધ્યાયમાં કહ્યું છે, ‘સ્વસ્તિ પન્થામનુવરેમ ।' (ઋગ્વેદ, ૫-૫૧-૧૫) આનો અર્થ એ છે કે હે ઈશ્વર, તું અમારું જીવન એવી રીતે ઘડજે કે અમે કલ્યાણના માર્ગે ચાલીએ.' માનવીને બહિર્મુખતા સવિરોપ આકર્ષે છે. એના પ્રબળ આકર્ષણમાંથી મુક્ત થઈને એણે અંતર્મુખ થવાનું છે. વેદાંત સંબંધી ગ્રંથોમાં ‘શ્રીયોગવશિષ્ટ મહારામાયણ' ગ્રંથ અતિ અગ્રસ્થાને છે. તત્ત્વજિજ્ઞાસુઓને પથદર્શક બની રહે એવા આ ગ્રંથમાં રામના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે વશિષ્ઠે આપેલો ઉપદેશ મળે છે. એના છઠ્ઠા પ્રકરણના ૧૦૬માં સર્ચમાં વિશિષ્ટમુનિ રામને કહે છે : “જે બહિર્મુખ થતાં જગતની સત્તા પ્રતીતિમાં આવે છે અને અંતર્મુખ થતાં જગતની સત્તાનો લય થઈ જાય છે તેમ જ જે પોતાના અનુભવ રૂપે પોતાની અંદર જ રહેલું છે. તે ચિદાકાશ છું એમ તમે સમજો.” (૫.૩, (૯), સર્ગ-૧૦૭,૧૪૬૨) અહીં ચિદાકારાનો મહિમા ગાયો છે, જે અવિનાશી છે અને ચિત્તમાં સર્વત્ર વ્યાપ્ત છે. આપણે આપણા ચિદાકાશનો વિચાર કર્યો છે ખરો? R) પરમનો સ્પર્શ ૭૫ 3000 Page #85 -------------------------------------------------------------------------- ________________ પરમ તેજે તું લઈ જા, ૭૬ પરમનો સ્પર્શ જેનો પ્રભાવ અનુભવાતો હોય કે અનુભવવાનો હોય, તેના પર સામે ચાલીને પ્રભાવ પાડવા જાઓ, તો શું થાય ? ઘણા સાધકો ઈશ્વર પર પ્રભાવ પાડવા માટે દંભ, પ્રસિદ્ધિ આડંબર કે કૃત્રિમતાનો સહારો લેતા હોય છે. આમ તો એક ઉપવાસ કરવાનો હોય, પરંતુ અન્યથી ચડિયાતા પુરવાર થવા માટે એકસાથે ત્રણ ઉપવાસ કરે છે. શ્રાવણ મહિનામાં લીધેલાં વ્રતની ઉન્નત ભાવનાઓ અનુભવવાને બદલે પોતાના વ્રતપાલનની પ્રસિદ્ધિનો પ્રચાર હોય છે. મનમાં અર્ધા કલાક માળા ગણવાનો વિચાર કર્યો હોય, પરંતુ બાજુમાં માળા ગણનાર કરતાં વધુ ચડિયાતા પુરવાર થવા માટે બીજો અર્ધો કલાક ખેંચી કાઢે છે. પોતાની ભક્તિનો પ્રભાવ પાડવા માટે એ સરળતા, સાહજિકતા અને પારદર્શકતાને તિલાંજલિ આપીને શુષ્કતા, અહમ્ અને આડંબરથી ઉપાસના કરે છે. ક્યારેક ભક્તિની સાથે તેનો હેતુ સ્વ-પ્રશંસાનો હોય છે. પોતાની ભક્તિની સર્વત્ર પ્રશંસા થાય એ માટે પ્રસિદ્ધિભર્યા આયોજનો કરે છે. આઠ દિવસના ઉપવાસનું અઠ્ઠાઈ તપ કરીને એ રોકડ ભેટ, ચાંલ્લો કે ગિફ્ટ લે છે ! ઉપવાસની ઉજવણી ઉમદા વાનગીથી યુક્ત ભવ્ય ભોજન સમારંભથી કરે છે ! એમાં તપના ત્યાગને બદલે લગ્નસમારંભનો દોરદમામ જોવા મળે છે. આમાં છૂપી રીતે રાગ પ્રવેશી જાય છે અને ત્યાગ કે અપરિગ્રહને બદલે પરિગ્રહ અને પ્રદર્શન પ્રાધાન્ય ભોગવવા લાગે છે. પ્રદર્શન અને પ્રભાવના વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સમજવા જેવો છે. ધર્મ પ્રશંસા, પ્રસિદ્ધિ, આત્મશ્લાઘા કે પ્રદર્શન માટે નહીં; પણ ધર્મભાવનાની પ્રભાવના માટે છે. આમ ધર્મક્રિયાનો હેતુ શુદ્ધ હોવો જોઈએ અને સાધકે સ્વભાવ અને પ્રભાવ વચ્ચેનો ભેદ તારવવો જોઈએ. સાહજિકતા એ અંતરમાંથી સરળ ગતિએ વહેતું ઝરણું છે. પ્રભાવ કે પ્રદર્શન એ અન્યની આંખોને આંજી દેવાનો પ્રયાસ હોય છે. અર્ધા કલાક વધુ માળા ગણીને Page #86 -------------------------------------------------------------------------- ________________ કે બે ઉપવાસ વધુ કરીને અન્ય પર પ્રભાવ પાડવાની યુક્તિ-પ્રયુક્તિ યોગ્ય નથી. એનું કારણ એ છે કે ભક્તિ અને યુક્તિને સાત ભવનું આડવેર છે. પરિણામે ખોટા ધ્યેય સાથે થયેલી ભક્તિ અર્થ પુરવાર થાય છે. પરમની ભક્તિમાં પોતાની સ્પૃહા, ઇચ્છા કે પ્રશંસાનો ભાવ હોય, તો એ ભક્તિ નિર્વ્યાજ અને નિઃસ્પૃહ ભક્તિ રહેતી નથી, કિંતુ અહમ્ કે આસક્તિથી કરેલી દરેક યાચના બની જાય છે. ઈશ્વર પ્રત્યેની ભક્તિ તો બાળકય જેવી નિર્દોષ, નિષ્પાપ અને સાહજિક હોવી જોઈએ. બાળકના હૃદય પર આડંબરનાં કોઈ આવરણો હોતાં નથી. એની વાતમાં કોઈ યુક્તિપ્રયુક્તિ કે પ્રપંચ હોતાં નથી કે લેશમાત્ર ડોળ કે દેખાવ હોતો નથી. સાચો ભક્ત એ નિખાલસ, પારદર્શક અને સંવેદનશીલ બાળહૃદય ધરાવતો હોય છે. જો ભક્તિના સમયે હૃદયમાં બીજી ઇચ્છા કે આરત વસતી હોય તો પરમનો સ્પર્શ ક્યાંથી થાય ? પરમને પામવાની આરત હોય અને એની પાછળ રાતદિવસની લગની હોય તો એ સાંપડે છે. વ્યક્તિ પોતાના દુન્યવી પ્રેમમાં પણ કેટલી બધી તીવ્રતા, ઉત્સાહ અને તરવરાટ ધરાવતી હોય છે ! જીવનમાં પ્રેમ થતાં જ એના જીવન સમગ્રનું કેન્દ્ર બદલાઈ જાય છે. એના જીવનમાં એક પ્રકારનો ઉત્સાહ જાગે છે. એના મનમાં અવનવા વિચારો ઉદભવે છે. પ્રિયતમાને પામવા કે પ્રસન્ન કરવા માટે એ અહીં-તહીં દોડધામ કરે છે. ચિત્તમાં કેટલીય ભાવનાઓ અને સ્વપ્નો જાગે છે અને તે વ્યક્તિ પ્રણયના આકાશમાં તીવ્ર વર્ગ યન કરે છે. જો દુન્યવી પ્રેમની આ સ્થિતિ હોય, તો ભક્તના પ્રેમની કેવી દશા હોય ! એના જીવનમાં ભક્તિથી નવો આનંદ જાગે છે. દથમાં સવ પેદા થાય છે. સ્થૂળતા, ભંગુરતા અને શુતા પરખાઈ જતાં, તે ત્યને એ દિવ્યતા તરફ ગતિ આદરે છે. અને તેથી એનો આ પ્રેમ પરમની ઉપાસનામાં એને રાતિદવસ ડુબાડી દે છે. માત્ર તફાવત એટલો કે દુન્યવી પ્રેમમાં માગણી હતી, ઇશ્વરીય પ્રેમમાં માત્ર લાગણી હોય છે. દુન્યવી પ્રેમમાં સિદ્ધિ હતી, પરમ સાથેના પ્રેમમાં મગ્નતા હોય છે. દુન્યવી પ્રેમ સકામ અને વાસનાગ્રસ્ત હતો, પરમ પ્રત્યેનો પ્રેમ નિષ્કામ અને ઇચ્છામુક્ત હોય છે અને તેથી જ દુન્યવી પ્રેમમાં વૃત્તિ, લાગણી અને ઇચ્છાઓના ઝંઝાવાતો આવે છે, જ્યારે પરમ તત્ત્વ સાથેના પ્રેમમાં ગહન શાંતિ અને પરમ સુખનો અનુભવ થાય છે. દુન્યવી પ્રેમમાં સૂક્ષ્મ રૂપે અહંકાર અને 66]dh≥ [[lth so0 Page #87 -------------------------------------------------------------------------- ________________ આધિપત્ય હોય છે. પરમ સાથેના પ્રેમમાં શ્રદ્ધા અને સમર્પણ હોય છે. આથી સત્ય સાંઈબાબાએ કહ્યું છે, “અહંકાર ખજૂરના વૃક્ષ જેવો છે, જે હવા વહેતી હોય ત્યારે હંમેશાં ઊંચો રહે છે, પરંતુ જો હવાનો જોશભેર સુસવાટો આવે તો એક જ સુસવાટામાં એ વૃક્ષ તૂટીને જમીન પર પડે તેમ પડી જાય છે, જ્યારે ઈશ્વર પ્રત્યેના સમર્પણની ભૂમિ ઘાસ જેવી છે, જે ગમે તેટલાં તોફાનો આવે, તોપણ એનાથી પ્રભાવિત થતી નથી.” પરમતત્ત્વ હંમેશાં સરળતા, સ્પષ્ટતા અને પ્રામાણિકતાને પોંખે છે, એને પામવાની તીવ્રતા હોય અને પામી શકતા ન હો તો એને માટે આર્જવભરી વાણીથી પ્રાર્થના કરો. એ તમને મળશે અને તમારા ગંતવ્યસ્થાન સુધી પહોંચાડશે. આને માટે સમય અને સમર્પણ જરૂરી છે. આપણે ઈશ્વરના અનુભવની વાત કરીએ છીએ, એની મૂર્તિને વંદન કરીએ છીએ, એનાં ભાવભર્યા ભજન ગાઈએ છીએ; પરંતુ ખરેખર એ ઈશ્વર સાથે એકાંતગોષ્ઠિ માટે આપણી પાસે સમય છે ખરો ? કે પછી વ્યસ્તતાના બહાના હેઠળ માત્ર એના બહારી સ્વરૂપ-રૂપને પ્રણામ કરીને ભક્તિની ઇતિશ્રી માનીએ છીએ ? ઈશ્વર તમારી પાસે સમય માગે છે. કરુણતા એ છે કે તમારી પાસે ખુદ તમારે માટે પણ સમય નથી. જ્યાં પોતાના શ્રેય માટે સમય ન હોય, ત્યાં પરમની પ્રાપ્તિ માટે સમય ક્યાંથી હોય ? કઠોપનિષદમાં “આત્મા', અર્થાત્, પરમતત્ત્વની વાત કહી છે અને એ પરમતત્ત્વ કોની સમક્ષ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે તે દર્શાવતાં કહેવાયું ૭૮ પરમનો સ્પર્શ नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन । यमेवैष वृणुते तेन लभ्यः तस्यैव आत्मा विवृणुते तनुं स्वाम् ।। આ આત્મા, પ્રવચન કરવાથી, સાંભળવાથી, બુદ્ધિથી કે અભ્યાસથી પ્રાપ્ત થતો નથી, એનાથી આત્મસાક્ષાત્કાર થતો નથી. પરંતુ જેને આત્મા પસંદ કરે છે, આત્મા જેનું વરણ કરે છે, તેને જ તે મળે છે. આત્મા તેની સમક્ષ પોતાના સ્વરૂપને ખુલ્લું કરી દે છે.” ઘણી વ્યક્તિઓને પરમતત્ત્વ પામવાની અધીરાઈ હોય છે. હકીકતમાં અધૂર્ય એ આધ્યાત્મિક જીવનમાં અનેક સંકટો લાવનારું અને નિષ્ફળતાનું મોટું કારણ છે. દર્દી જેમ આજે ઔષધ લે અને બીજે દિવસે સ્વસ્થ Page #88 -------------------------------------------------------------------------- ________________ થવાના વિચાર કરે, તે જ રીતે સાધક ભક્તિ કરવાનું શરૂ કરે અને બે જ દિવસમાં ઈશ્વરપ્રાપ્તિ થશે એમ માનવા લાગે છે. જો કશી પ્રાપ્તિ ન થાય તો તે અકળાઈ ઊઠે છે, કાં તો એ પરમના સ્પર્શની વાતનો ત્યાગ કરે છે અથવા તો ભક્તિમાર્ગને ત્યજી દે છે. આપણે આજ સુધી ઘરના આંગણામાં જ હળવેથી લટાર મારતા હોઈએ અને પછી એકાએક દસ કિલોમીટર દોડવાનું શરૂ કરી દઈએ તો શું થાય ? નિષ્ફળતા જ મળે અને વધારામાં પગનો દુઃખાવો સાંપડે. આથી પરમ પ્રત્યે સાચા દિલના સમર્પણ સાથે અત્યંત વૈર્યથી ગતિ કરવી જોઈએ. ઈશ્વરસાધનામાં પણ ધીરજથી પ્રગતિ કરવી પડે છે. સંતોએ ક્યારેય સાધનામાં વૈર્ય ગુમાવ્યું નથી. સંતોએ ક્યારેય કોઈ પણ સિદ્ધિની ઝડપી પ્રાપ્તિની ખેવના રાખી નથી. એમણે ઈશ્વરને કોઈ સમયમર્યાદા બાંધી આપી નથી કારણ કે એમની પાસે ઈશ્વરને માટે સમય જ સમય છે. એની મર્યાદા આંકવાનો અર્થ શો ? આવા સાધકો કે સંતો ઈશ્વરને ક્યારેય કોઈ નોટિસ આપતા નથી કે, “હવે તું મને તત્કાળ આ પ્રકારની સિદ્ધિ આપ. જો આ સિદ્ધિ મને આટલી સમયાવધિમાં નહીં પ્રાપ્ત થાય તો હું તને છોડી દઈશ.” જે સાધક ઈશ્વરને ‘અલ્ટિમેટમ' આપે છે, એ સાધક નથી, પણ માગણ છે અને એવો ભાનભૂલેલો માગણ છે કે જે સર્વસ્વ આપનારને ‘અલ્ટિમેટમ' આપવા નીકળ્યો છે ! સંતોએ તો પ્રભુ પાસે પ્રકાશ માગ્યો છે. એમણે કોઈ ઇચ્છા રાખી હોય તો તે સત્, ચિત્, આનંદની રાખી છે. એમણે ઈશ્વરને કોઈ કામ સોંપ્યું હોય તો એટલું જ કે મારી ભક્તિમાં સહેજે ભંગ ન થાય તેવી કૃપા સતત વરસાવતો રહેજે. મારા જીવનમાં હું સદૈવ સત્યધર્મનું પાલન કરતો રહું એવું કરજે. સાચો ભક્ત એ પોતાના દેહને સુખ આપે, ભૌતિક સમૃદ્ધિ મળે કે જગતને સ્તબ્ધ કરે તેવી ચમત્કારિક યા આશ્ચર્યજનક સિદ્ધિ માગતો નથી. આધ્યાત્મિક જગતમાં ભૌતિક માગણી એ વ્યક્તિની સાંસારિક લાલસાનું પ્રતીક છે. એ સંસારમાં એટલો આસક્ત છે કે ઈશ્વરની ભક્તિ કરતી વખતે પણ એ એની ભૌતિક ઇચ્છાઓનું વિસ્મરણ કરી શકતો નથી. આ ભૌતિક પ્રાપ્તિમાં એક પ્રકારનો લોભ સમાયેલો હોય છે અને એ લોભને કારણે વ્યક્તિ જીવનમાં લાલચ, પ્રલોભન, પરિગ્રહ જેવાં કેટલાંય પરમનો સ્પર્શ ૭૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પરમનો સ્પર્શ અનિષ્ટોને સામે ચાલીને નિમંત્રણ આપે છે. અરે ! સાચો ભક્ત તો ભૌતિક રૂપે ઈશ્વરને પણ માગતો નથી, પણ ભાવના રૂપે એને ઇચ્છે છે. એ એને ભાવથી પૂજે છે. એની મૂર્તિની નહીં, એના ગુણોની ઉપાસના કરે છે અને એને આત્મસાત્ કરવા યત્ન કરે છે. ભગવાન મહાવીરસ્વામીના પટ્ટશિષ્ય ગુરુ ગૌતમસ્વામી ભગવાન મહાવીરની આત્મિક પૂજા સાથે દેહપૂજા પણ કરતા હતા. ભગવાન મહાવીરે એમના જીવનકાળ દરમિયાન વારંવાર પોતાના પટ્ટશિષ્ય શ્રી ગૌતમસ્વામીને કહ્યું કે ‘નિરાલંબ બન. આલંબન માત્ર ત્યજી દે’ પરંતુ મહાવીર પ્રભુ પરની મમતા અને અનુરાગ દૃષ્ટિ ત્યજી શક્યા નહીં. પરિણામે મહાતપસ્વી અને મહાજ્ઞાની તેમ જ અનેક લબ્ધિઓના ધારક ગુરુ ગૌતમસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ નહીં. એમની પાસેથી બોધ પામનારી વ્યક્તિઓ છે કેવળજ્ઞાન પામી ગઈ, પણ તેમને કેવળજ્ઞાન ન થયું. ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાંથી નવ ગણધરોએ કેવળજ્ઞાન પામીને મોક્ષપ્રાપ્તિ કરી હતી અને તેમના સર્વપ્રથમ શિષ્ય એવા ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નહોતું. જ્યાં થોડી પણ રાગદૃષ્ટિ હોય ત્યાં આત્મશુદ્ધિનું અમૃત પ્રગટે કઈ રીતે ? પરંતુ જેવો એમનો આ મોહ ચાલ્યો ગયો અને જ્ઞાનદશા લાધી, અને એમનો આત્મા નિર્મળ થયો કે તુરત તેઓ કેવળજ્ઞાન પામ્યા. આ હકીકત દર્શાવે છે કે ઈશ્વર સાથે ભૌતિક જોડાણની ભાવના પણ ન હોવી જોઈએ, કારણ કે ભૌતિક રૂપે રહેવાની ભાવના પણ સૂક્ષ્મ રીતે ભૌતિક ઇચ્છાને અનુસરતી હોય છે. ભક્તને એમ લાગે કે ભગવાનને હું જોયા જ કરું. એમને જોઈને મારી આંખો ઠારું, મારા ચિત્તને પ્રસન્ન રાખું, મારા કર્ણમાં હંમેશાં એમની વાણી ગુંજ્યા કરે. ધીરે ધીરે આ ઇચ્છાઓ રાગદશાનું સ્વરૂપ લે છે અને એના પરિણામે ભક્તનો આત્મિક પુરુષાર્થ ક્વચિત્ થોડોક મંદ પડે છે. કોઈ ઐહિક કે દૈહિક ઇચ્છા એને પકડી લે છે અને પછી એ ઇચ્છાના સંતોષ ખાતર ભગવાનના ભૌતિક રૂપની સતત ઉપાસના કરે છે, પરંતુ ખરેખર તો એણે પ્રભુની પાસે રહેવાને બદલે પ્રભુમાં લીન થવાની ભાવના કેળવવી જોઈએ અને સમય જતાં પોતાના જીવનમાં એ ભાવો પ્રગટાવવા જોઈએ. વર્તમાન સમયમાં પ્રભુભક્તિનું એક સ્વરૂપ એવું છે કે જેમાં ભક્ત ભગવાનને પુષ્પો, આભૂષણો, અલંકારો અને કંઈ કંઈ ચડાવી કેટલીય Page #90 -------------------------------------------------------------------------- ________________ રીતે એની ઉપાસના કરે છે. આવી ઉપાસનામાં સૌથી મોટો ભય એ હોય છે કે વ્યક્તિની આંખ માત્ર રામચંદ્રજીના મુગટ પર જડેલા હીરા પર સ્થિર થઈ જાય અને એની પ્રશંસા કરવા લાગે. જેમણે સઘળા રાગો છોડ્યા છે એવા વીતરાગની મૂર્તિ પરનાં પુષ્પઆચ્છાદનને કે એની ભવ્યાતિભવ્ય આંગી પર જ એની નજર ચોંટી રહે, એનાં દર્શન કરવા માટે ધક્કામુક્કી કરે અને જ્યારે આવી આંગી ન હોય ત્યારે દર્શનમાં રસ દાખવે નહીં અથવા ક્યારેય એ વીતરાગ પુરુષના ધર્મનું ચિંતન કરે નહીં. આમ ઈશ્વરનું ભૌતિક રૂપ ક્યારેક આપણી ઇન્દ્રિયોના બાહ્યાનંદને બહેકાવતું હોય છે અને તેથી જ ભક્ત એનાથી અળગો રહીને એના આંતરગુણોને આત્મસાત્ કરવા પ્રયત્ન કરતો હોય એ જરૂરી છે. પરમનો સ્પર્શ ૮૧ જ | Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કાચું સુખ ને સાચું સગપણ ! ૮૨ પરમનો સ્પર્શ વ્યવહારજીવનના આપણા સંબંધો સુખદાયી છે કે દુ:ખદાયી ? ક્ષણજીવી છે કે ચિરંજીવી ? વિષાદગ્રસ્ત છે કે ઉલ્લાસપૂર્ણ ? – એનો સ્વસ્થ ચિત્તે વિચાર કરીએ. દિવસોના દિવસો સુધી ખેતર ખેડીએ અને સારા પાકની આશા રાખીને જીવીએ, પરંતુ જો વાવેતર કરવામાં ધ્યાન ન રાખીએ તો શું થાય ? જીવનના સંબંધોમાં પણ સતત ભાવનાઓનું વાવેતર કરતા રહેવું જોઈએ. એક વાર કોઈ વ્યક્તિ સાથે સંબંધ બંધાયો એટલે પૂર્ણવિરામ આવી જતું નથી; બલ્ક એ તો અલ્પવિરામ હોય છે અને એવાં અનેક અલ્પવિરામ વટાવીએ, ત્યારે અંતે પૂર્ણવિરામ આવે છે. વ્યક્તિ જેટલી સંબંધ બાંધવા આતુર હોય છે એટલી સંબંધ નિભાવવા અને વિકસાવવા માટે જાગૃત હોતી નથી, આથી આવા સંબંધો તત્કાળ બંધાય છે અને થોડા જ સમયમાં ગ્રીષ્મની બપોરે આકાશમાંનાં વાદળો વીખરાય એ રીતે વીખરાઈ જાય છે. આનું કારણ એ છે કે સંબંધ બંધાયા પછી એમાં જે સ્નેહ, સદ્ભાવ અને સમર્પણનું સતત સિંચન થવું જોઈએ તે થતું નથી. કેટલીક વ્યક્તિઓ સંબંધ બાંધવામાં અતિ માહેર હોય છે. જ્યાં જાય, ત્યાં ગાઢ સંબંધ બાંધીને પાછી આવે છે. એ સંબંધ થોડો સમય ટકે છે, પરંતુ આવા સંબંધના સર્જનમાં સાવધાની રાખી ન હોય તો તે દુઃખદાયી પણ બને છે. કોઈ સજ્જન સાથે સંબંધ થયો હોય તો વ્યક્તિ જીવનમાં શુભ માર્ગે પ્રગતિ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ જો કોઈ વ્યસની, દુષ્ટ કે દુર્ભાવવાળી વ્યક્તિ સાથે સંબંધ થાય તો ધીરે ધીરે એની દૂષિત અસર એ વ્યક્તિ પર પણ થતી હોય છે અને અન્ય વ્યક્તિનાં દુષ્ટ કાર્યોમાં ક્યારેક સંડોવણી પણ થઈ જાય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ સંબંધ બાંધ્યા પછી એના ભીતરમાં ઊતરતી વખતે સાવચેત રહેવું પડે છે. આમાં ક્ષતિ થાય તો ઘણી વાર આવા સંબંધ દુ:ખદાયી બોજ બની જાય છે અને પરિણામે વ્યક્તિને જીવનભર આવા સંબંધોનો ભાર વેંઢારવો પડે છે. આવા સંબંધો અકળામણ આપનારા હોય છે, પરંતુ સંબંધ બંધાયો હોવાથી એમાંથી મુક્ત થવું એને માટે મુશ્કેલ હોય છે અથવા તો એ માટેની જરૂરી હિંમત એનામાં હોતી નથી. આથી પરિણામ એ આવે છે કે આવા સંબંધમાં ઇચ્છા વિના વ્યક્તિ ઘસડાય જાય છે અને પોતાના જીવનને દુઃખમય બનાવતી રહે છે. આથી વ્યક્તિએ પ્રત્યેક સંબંધ વિશે ચિકિત્સા કરવી જોઈએ. જીવનમાં સ્વાર્થથી સંબંધ બાંધવા જોઈએ નહીં. કેટલીક વ્યક્તિઓ એમ માને છે કે એક ધનવાન સાથે સંબંધ રાખું છું, એનો મતલબ એ કે એણે મને પૈસા કમાવી આપવા જોઈએ. કોઈ એમ માને છે કે આ પ્રધાન સાથે સંબંધ એ માટે કેળવું છું કે એમાંથી મને સરપંચ બનવાની તક મળે. આવી અપેક્ષાથી થતા સંબંધો દુઃખદાયી અને ક્ષણજીવી હોય છે. હકીકત એ છે કે બીજા પાસે સુખની ઇચ્છાથી રાખેલા સંબંધો જ્યારે ફળદાયી બનતા નથી, ત્યારે વ્યક્તિ એની ઉપેક્ષા સેવવા લાગે છે. | હકીકતમાં તો તમારી પાસે જ તમારું સુખ સર્જવાની શક્તિ છે. તમારા સુખ માટે બીજાના સંબંધ પર નિર્ભર રહેશો નહીં. આવા પરોપજીવી | અને પરાવલંબી સંબંધોમાં સ્વાર્થની દુર્ગધ હોય છે. કોઈ મંત્રીને પૂછશો તો એ કહેશે કે મારી આસપાસ બણબણતી મધમાખીઓ જેવું લેભાગુઓનું ટોળું ફર્યા કરે છે. એ બધાની ઇચ્છા કશુંક મેળવવાની હોય છે, પણ જેવું એ વ્યક્તિનું મંત્રીપદ ચાલ્યું જાય કે આ સઘળી મધમાખીઓ પણ ઊડી જાય છે. સાચો સંબંધ જો આવી સ્વાર્થમય ગણતરીથી બાંધ્યો હશે તો એ લાંબો સમય ટકશે નહીં. વળી આ સંબંધોમાં પણ તર અને તમ ભાવ હોવા જોઈએ. કેટલાક સંબંધો માત્ર લટકતી સલામના જ હોય છે, કેટલાક થોડો સમય મળનારા મિત્રોના હોય છે અને કેટલાક એવા હોય છે કે જે સંબંધો જીવનભર ટકતા હોય છે. ટકાઉ સંબંધો કેળવતી વખતે વ્યક્તિએ પરમનો સ્પર્શ ૮૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ 990 Jdh> (oth 22 જાગૃત્તિ રાખવાની જરૂર છે, કારણ કે આ સંબંધી એના વનના રાહમાં નિર્ણાયક બનતા હોય છે. આવા સંબંધોને માટે સમય આપવો જરૂરી હોય છે. સંબંધોની કાને માટે તમારે સમય ખર્ચવી પડે છે, કારણ કે એક્બીજાની સાથે જેટલો સમય ગાળવામાં આવે એટી નિકટના સંધાતી હોય છે અને પરસ્પર અનુકૂલન સર્જાતું હોય છે. પરંતુ આવા સમયે પણ ભિન્નત્વને ઓળખીને એકત્વ તરફ જવાનું હોય છે. બે વ્યક્તિઓમાં ભિન્નતા તો હોવાની જ, પરંતુ ભાવ અને લાગણીની એકતા હોય તો એ પરસ્પર જોડાઈ આ છે. ક્યારેક વ્યક્તિનું જીવન સંબંધોની જાળમાં એવું ગૂંચવાઈ જાય છે કે એના પર એના અઢળક સંબંધો જ પ્રભુત્વ જમાવવા લાગે છે. કેટલીક વ્યક્તિઓ માત્ર કૌટુંબિક સંબંધોમાં ગૂંથાઈ રહે છે. કેટલીક પોતાના અનેક મિત્રોમાં રચી-પચી રહે છે અને આમ સંબંધોની એક એવી જાળ પથરાઈ જાય છે કે વ્યક્તિ ખુદ એમાં અટવાઈ જાય છે. શરૂઆતમાં આવા સંબંધો એને ખૂબ ગમતા હોય છે, પરંતુ સમય જતાં ધીરે ધીરે એ સબંધો એને સમય, શક્તિ અને સંપત્તિ વેડફનારા પણ લાગે છે અને એમાં પણ જો એને સાધનાનું જીવનલક્ષ્ય પ્રાપ્ત થાય તો આવા સંબંધો સમસ્યારૂપ પણ બની રહે છે. સાંસારિક સંબંધોમાં આનંદની સાથે આઘાત આવતો હોય છે. ઇચ્છાની સાથે સ્વાર્થ આવતો હોય છે અને સ્નેહની સાથે ક્યારેક અહંકાર ડોકિયાં કરી જતો હોય છે. વિરહિણી મીરાં આને સંસારીનું કાચું સુખ' કહે છે. આ બધા જ સંબંધો કરતાં વ્યક્તિનો એક મોટો સંબંધ એ પોતાની જાત સાથેનો છે. આ જાત સાથેના સંબંધને કારણે ભગવાન બુદ્ધે પત્ની, પુત્ર અને રાજ્ય છોડીને મહાભિનિષ્ક્રમણ કર્યું અને રાજકુમાર વર્ધમાન સંસાર છોડીને ચોગી વર્ધમાન અને ભગવાન મહાવીર બન્યા. આપણા સંતોએ પણ સાંસારિક સંબંધોના બદલે આવા આધ્યાત્મિક સંબંધોનો મહિમા કર્યો છે. સંતકવિ દેવાનંદ સ્વામી કહે છે : સાચું તે સગપણ રે, સમજ મન શ્યામ તણું; બાકી સહુ સહજ રે, કશું નથી કામ તણું. |_ Page #94 -------------------------------------------------------------------------- ________________ માત પ્રિયા, સુત, તાત ને ભગિની, સગાં, સહોદર સોય; કુળ કુટુંબ સખા ગોત્ર ને જ્ઞાતિ એમાં તારું છે નહિ કોય; સગું એ તો સર્વે રે, સુખ ને દામ તણું. અહીં પરમ સાથેના સંબંધની વાત છે અને જ્યારે યોગી કે સંત પરમ સાથે સંબંધ જોડે છે ત્યારે સંસારની સઘળી બાબતો સરી પડે છે. વ્યક્તિ સંન્યાસી થાય ત્યારે એની સૌથી નિકટ રહેલું એનું નામ પણ બદલાઈ જાય છે. આથી જીવનલક્ષ્ય ધરાવનાર પોતાની જાત સાથે સંબંધ કેળવે છે અને પછી એ જીવનલક્ષ્ય જ એના સંબંધોનું નિર્ણાયક બળ બને છે. એ સાધક બનવા ચાહતો હશે તો સાધકો સાથે સંબંધ રાખશે અને સદ્ગુરુની નિશ્રાનું સેવન કરશે. એ યોગી થવા ચાહતો હશે તો યોગમાર્ગે ચાલીને યોગીજનોની કૃપા મેળવવા માટે પ્રયાસ કરશે. આમ, સાંસારિક સંબંધોનો અંત આવે છે, પણ પોતાના જીવનલક્ષ્યને સહાયરૂપ એવા સંબંધોનું સર્જન થાય છે. આ જીવનલક્ષ્યને સહાયરૂપ એવા સાધકના સંબંધોમાં કોઈ બાહ્ય બાબત કારણભૂત હોતી નથી. માત્ર અંતરની સમાન મતિ અને ગતિનો સાથ હોય છે. એમને સાધના કરવાનો રંગ હોય છે અને એ રીતે સાધકવૃંદમાં જીવવાનો અનેરો આનંદ હોય છે. જીવનમાં વ્યક્તિ સાથે ગમે તેટલો ગાઢ સંબંધ હોય તોપણ થોડીક તો ભિન્નતા રહે જ છે. એકબીજા પ્રત્યે અપાર સ્નેહ હોય તોપણ એમાં પૂર્ણતા પમાતી નથી. આવો પૂર્ણ સ્નેહ તો વ્યક્તિને પરમાત્મા પાસેથી જ પ્રાપ્ત થાય છે, આથી પૂર્ણ સ્નેહની વાંછના રાખનાર પરમાત્મા તરફ જશે અને એ જેમ જેમ પરમાત્મા તરફ ગતિ કરશે, તેમ તેમ એની જગતના સંબંધો અંગેની દૃષ્ટિ પલટાઈ જશે. એ સંબંધોનો સદંતર ઇન્કાર નહીં કરે, પરંતુ એનાથી મહાન એવા પરમ સાથેના સંબંધ પ્રત્યે વધુ આદર પ્રગટ કરતો રહેશે. વ્યવહારના સંબંધોમાં તો વ્યક્તિ સામે હતી. એની સાથે રહેવાનું બનતું હતું. એ ભેટ પણ લાવતી હતી અને આમ બધું ચાલતું હતું. પરમાત્મા સાથેનો સંબંધ બંધાશે એટલે ભેટ આપવાનું ચાલુ રહેશે. પરમાત્મા સાક્ષાત્ સામે નહીં હોય તોપણ વ્યક્તિ પોતાની નિર્બળતાની ભેટ આપતી રહેશે અને ધીરે ધીરે સાંસારિક સંબંધોનું આકર્ષણ ઓછું થતું જાય છે. પિતા એ પિતા રહે છે, માતા એ માતા રહે છે, પરંતુ પરમનો સ્પર્શ ૮૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ ળ એની સાથોસાથ એની ગતિ પ્રભુ તરફ ચાલે છે. આ એક એવો સંબંધ છે કે જ્યાં સામે પરમાત્મા દેખાતો નથી, એ ક્યારે પ્રાપ્ત થશે એનો પણ ખ્યાલ હોતો નથી અને તેમ છતાં વ્યક્તિ એ માર્ગે સ્નેહ અને સમર્પણથી ચાલવા લાગે છે અને એથીય વિશેષ એ પ્રકારે જીવવા લાગે છે. સંસારના સંબંધોમાં વ્યક્તિને મળવાની તીવ્રતા રહે છે. પ્રિયતમા પ્રિયતમને મળવા માટે, માતા પુત્રને મળવા માટે કે મિત્ર મિત્રને મળવા માટે અતિ આતુર હોય છે, જ્યારે અહીં સામે પરમાત્મા હોતા નથી તેમ છતાં સાધક એને પામવા માટે અતિ ઉત્સુક હોય છે. એના સંદર્ભમાં સંબંધોનાં સઘળાં સમીકરણો ફરી જાય છે. ૮૬ પરમનો સ્પર્શ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જાગરણનું પર્વ ચાલો, ભૌતિકતામાંથી આધ્યાત્મિકતા પ્રતિ ગતિ કરીએ. આ અધ્યાત્મ એટલે શું ? ભૌતિકતાની વિરોધી છે આધ્યાત્મિકતા. ભૌતિકતામાં આપણી ચેતના ભિન્ન ભિન્ન પદાર્થો સાથે જોડાય છે. જુદી જુદી વસ્તુઓ તરફ એને આકર્ષણ જાગે છે. એને માટે આસક્તિ ઊભી થાય છે અને આપણે એમ વિચારીએ છીએ કે આ પદાર્થ મારો પોતાનો છે. આ રીતે પદાર્થને વીંટળાઈને વ્યક્તિમાં ઇચ્છાઓ અને ઝંખનાઓ જાગે છે, એના પ્રત્યે મમત્વ પેદા થાય છે – આને ભૌતિકતા કહેવામાં આવે છે. એનાથી વિરુદ્ધ આધ્યાત્મિકતામાં પદાર્થ અને આત્મા વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. આત્મા છે ત્યાં પદાર્થ નથી અને પદાર્થ છે ત્યાં આત્મા નથી. એ બંને ભિન્ન છે એવું સ્પષ્ટપણે લાગે છે. આથી પદાર્થ પ્રત્યે અનાસક્તિ પેદા થાય છે. એને માટેની ઘેલછા, ઝંખના અને લાલસા સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિની ચેતના પોતાના સ્વરૂપમાં લીન થાય છે. એને ખ્યાલ આવે છે કે આત્મા અન્ય છે અને પુદ્ગલ અન્ય છે. આ ભેદવિજ્ઞાન સમજાતાં એ જાણે છે કે જ્યાં આત્મા છે ત્યાં માત્ર આત્મા જ છે, પદાર્થ હોતો નથી. આને અધ્યાત્મવાદ કહેવામાં આવે છે. આસપાસનું સ્થળ વિશ્વ ત્યજીને સૂક્ષ્મ વિશ્વ ભણી ઉડ્ડયન કરીએ. આ ઉડ્ડયન કરનારા પંખીની એક પાંખ છે જાગૃતિ અને બીજી પાંખ છે વૈર્ય. વર્તમાન યુગમાં દુર્ભાગ્યે આ બંને ગુણોનો પ્રમાણમાં ઠીક ઠીક અભાવ દૃષ્ટિગોચર થાય છે. કોણ કેટલી જાગૃતિથી જીવે છે ! જીવનમાં પ્રતિક્ષણ જાગૃતિ રાખવી જોઈએ એવું સમાજનારાયે કેટલા હશે ? જોકે આને પરિણામે જ મૂછ, નિદ્રા અને અજાગ્રત અવસ્થામાં ઘણી વ્યક્તિઓ પોતાનું સમગ્ર જીવન સમાપ્ત કરી નાખતી હોય છે. જાગૃતિનો એક અર્થ થશે જાગરણ અને તેના બે પ્રકાર છે : એક વ્યાવહારિક જાગરણ અને બીજું પારમાર્થિક જાગરણ. વ્યાવહારિક જાગરણ સુખી જીવન જીવવા માટે આવશ્યક છે. પરમનો સ્પર્શ ૮૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ 20 Jdh≥ (lok?h 22 અને પારમાર્થિક જાગરણ અધ્યાત્મજીવન કાજે અનિવાર્ય છે. વ્યાવહારિક જાગૃતિના વાણી, વિચાર અને વર્તનની જાગૃતિ – એવા ત્રણ પ્રકાર છે. વાણીની જાગૃતિ વિશે વિચારીએ તો એમ લાગે કે જગતમાં મોટા ભાગના વિખવાદ અને વિસંવાદો વાણીનું સર્જન છે. આપણી પાસે બે આંખ છે, બે કાન છે, શ્વાસોચ્છ્વાસ લેવા માટે બે નસકોરાં છે; જ્યારે જન્મ એક જ છે, પરંતુ એ એક હોવા છતાં અતિ પ્રભાવક છે. આથી દ્રૌપદીના દુર્યોધન પ્રત્યે બોલાયેલાં કટુવચનો મહાભારતના મહાસંહારનું નિમિત્ત બન્યાં હતાં. વાણી પ્રત્યે જાગૃતિ રાખનાર વ્યક્તિ જીવનના કેટલાય અનાવશ્યક કલહોમાંથી ઊગરી જાય છે. એજ રીતે વિચાર પ્રત્યે જાગૃતિ રાખનાર વ્યક્તિ દુષ્ટ, સ્વાર્થી, સંકુચિત કે અસત્ વિચારોને પોતાના ચિત્તમાં પ્રવેશ આપતાં અટકાવે છે. વ્યક્તિના વિચાર જેવી એની સૃષ્ટિ હોય છે. રામ અને રાવણનાં ચરિત્રનો વિચાર કરીએ એટલે આ હકીકત તરત સમજાઈ જશે. દુર્યોધનની વિચારસૃષ્ટિ અને યુધિષ્ઠિરની વિચારસૃષ્ટિ તદ્દન ભિન્ન હતી. દુર્યોધનને અશુભ તત્ત્વો પ્રત્યે પ્રબળ આકર્ષણ હતું, જ્યારે યુધિષ્ઠિરને શુભ તત્ત્વો પ્રત્યે. એકાદ મલિન વિચાર ચિત્તમાં પ્રવેશી જાય તો એ સમગ્ર ચિત્તને મલિન કરતો હોય છે. જેમ બૉટલમાં ભરેલા પાણીમાં થોડોક કચરો નાખવામાં આવે તો બધું પાણી મલિન થઈ જતું હોય છે. વ્યક્તિ પોતે મલિન વિચાર કરે તે તો અનિષ્ટકારી છે, કિંતુ ઘણી વાર આવા મલિન વિચારોના શ્રવણમાત્રથી પણ આપણું ચિત્ત મલિન બનતું હોય છે, આથી આપણા ચિત્તના વૈચારિક ભોજનનો અને આપણા માનસિક સ્વાસ્થ્યનો આપણે અહર્નિશ વિચાર કરવો જોઈએ. માત્ર ભોજનમાં જ દિલચસ્પી લેનારાઓના વૈચારિક જગતમાં માત્ર વાનગીની સુમધુર સ્વાદની વાર્તા જ સંભળાશે. વાસનામાં ડૂબેલાઓને જાતીયતા (સેક્સ) સિવાય જગતમાં કશું દેખાતું નથી. સદેવ ધનનો વિચાર કરનાર તમને દરેક ચીજ-વસ્તુનો ભાવ પૂછ્યા ક૨શે અને સસ્તું-મોંઘુંની ચર્ચા કર્યે રાખશે. ચિત્તને વિચારસમૃદ્ધ કેટલું કર્યું તે મહત્ત્વની બાબત છે. જો આવી વૈચારિક સમૃદ્ધિ નહીં આવે, તો વ્યક્તિ માત્ર વિચારદારિત્ર ધરાવતી નહીં, પામર જ્વન વનારી બની જશે. આથી જ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે, |_ Page #98 -------------------------------------------------------------------------- ________________ "उत्तमानेव सेवेत प्राप्तकाले तुं मध्यमान् ૩થમાંસ્તુ ન સેવેત ચ રૂશ્કેર્ મૂતિમાત્મન: T” ઉત્તમ મનુષ્યોનું સેવન કરવું, જરૂર પડ્યે મધ્યમોનું સેવન ચાલે, પણ જે પોતાનું ભલું ચાહે છે, તેણે અધમ માણસનો સંસર્ગ કે તેની સેવા તો ન જ કરવાં.” આનું કારણ એ કે અધમ માનવીનો સંસર્ગ ચિત્તમાં અધમ વિચાર જગાડે છે. દરેક વ્યક્તિની સાથે એનું પોતીકું વૈચારિક વાતાવરણ હોય છે. જ્ઞાની વ્યક્તિની આસપાસ જ્ઞાનમય વાતાવરણ હોય છે અને દુરાચારીની આસપાસ દુષ્ટ વિચારોનું પ્રદૂષણ હોય છે. આથી વ્યક્તિએ સ્વયં પોતાના વિચારોની ચોકી કરવી જોઈએ અને કોઈ ખોટો વિચાર ચિત્તમાં પેસી ન જાય એની પૂર્ણ તકેદારી રાખવી જોઈએ. આપણે જાણીએ છીએ કે ચિત્તમાં સતત વિચારો ચાલ્યા કરે છે. જાગૃત અવસ્થામાં અને સ્વપ્નાવસ્થામાં આ વિચારશૃંખલા અવિરત ચાલતી હોય છે. આ રીતે માનવીના જીવન સાથે વિચાર જડાયેલો હોય છે. ઉત્કૃષ્ટ વિચારો ધરાવનારા લોકો આ જગતના ઉત્કૃષ્ટ માનવો ગણાયા છે. માનવી એના વિચાર દ્વારા વિશ્વમાં મોટું પરિવર્તન લાવી શકે છે. ત્રેવીસ વર્ષના દૂબળા, પાતળા, યુવાન બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીને ૧૮૯૩ની ૩૧મી મેએ પીટર મારિત્સબર્ગ સ્ટેશન પર અંગ્રેજ અધિકારીએ આવીને નીચલા વર્ગના ડબ્બામાં જવાનું કહ્યું. મહાત્મા ગાંધીજી પ્રથમ વર્ગના ડબ્બામાં બેઠા હતા. એમણે આ વાત સહેજે મંજૂર રાખી નહીં. પોલીસે એમને ધક્કે મારીને નીચે ઉતાર્યા, ત્યારે જ એ નીચે ઊતર્યા. એમનો સામાન એમણે જાતે નીચે ઉતાર્યો અને કડકડતી ઠંડીમાં સ્ટેશનના વેઇટિંગ રૂમમાં બેઠા. આ રાત્રે ગાંધીજીના મનમાં વિચાર આવ્યો કે આવી અન્યાયી વ્યવસ્થાને મારે સાંખી લેવી નથી. અહીં સત્યાગ્રહના વિચારનું બીજ રોપાયું અને સમય જતાં ચોવીસે કલાક જેના આધિપત્ય હેઠળના કોઈ ને કોઈ પ્રદેશ પર સૂર્ય પ્રકાશતો હતો, એવા અંગ્રેજ સામ્રાજ્યના અસ્તનો પ્રારંભ થયો. આમ ‘હવે હું સાંખી નહીં લઉં' એ ગાંધીજીનો વિચાર વિશ્વના નકશા પર પથરાયેલા અંગ્રેજી સામ્રાજ્યને ભૂંસી નાખનારો અને જગતપરિવર્તનના કારણરૂપ બન્યો. પરમનો સ્પર્શ ૮૯ હ Page #99 -------------------------------------------------------------------------- ________________ 20 Jdhã (loth ૦ આ જગતમાં ઋષિઓ, સંતો, રાજકીય પુરુષો, માનસશાસ્ત્રીઓ, સર્જકો, વિજ્ઞાનીઓ સહુ પોતાના વિચારથી પરિવર્તન લાવ્યા છે. જેમ ઉત્કૃષ્ટ વિચાર મનુષ્યજાતિને માટે નવી ચેતના આપનારો બને છે, એ જ રીતે ખરાબ વિચાર માનવીને માટે શાપરૂપ બનતો હોય છે. વિચારથી ચિત્તમાં સ્વર્ગ સર્જી શકાય છે અને એ જ રીતે વિચાર દ્વારા પોતાના ચિત્તમાં નરક પણ ખડું કરી શકાય છે. આથી વિચારો પ્રત્યેની જાગૃતિ જરૂરી છે. સર્વપ્રથમ વેદ ‘ઋગ્વેદ'માં કહ્યું છે, “યા નો મદ્રા તવો યનુ વિશ્વ ।" — “મને ચારેય દિશામાંથી શુભ અને સારા વિચારો સાંપડી .” – સારા વિચારો ચિત્તને સાચી દિશામાં લઈ જાય છે અને વનને કલ્યાણકારી બનાવે છે. વળી વિચારોની અભિવ્યક્તિ પણ મહત્ત્વની છે. કેટલીક વ્યક્તિઓ જેવી વિચાર આવે કે તત્કાળ પ્રતિભાવ આપતી હોય છે. કેટલીક વ્યક્તિ જે તે વિષયનો કોઈ પ્રારંભ કરે ત્યારે અને અધવચ્ચે જ બોલતી અટકાવીને પોતાના વિચારો પ્રગટ કરતી હોય છે. વિચાર પ્રગટ થાય એટલે એના આઘાત-પ્રત્યાઘાત સર્જાતા હોય છે. કોઈ એક વ્યક્તિના વિચાર સાર્વજનિક વિચાર પણ બની જાય છે. દુષ્ટ વિચાર મહાભારત સર્જી શકે છે અને ઉચ્ચ વિચાર રામરાજ્ય ખડું કરી શકે છે. આથી ચિત્તમાં જાગતા વિચારો પ્રત્યે સાવધ રહેવું જોઈએ અને એથીય વિશેષ સાવધાની વિચારોના પ્રગટીકરણ સમયે રાખવી જોઈએ. જીવનના કટોકટીના પ્રસંગે માત્ર આવેગથી જીવનના નિર્ણયો લેવામાં આવે, ત્યારે વ્યક્તિને એનાં માર્યા પરિણામો ભોગવવાં પડે છે. વનની કપરી પરિસ્થિતિમાં માનસિક સમતુલાની આવશ્યકતા હોય છે અને જો એ ચિત્તની સ્વસ્થતા જાળવી શકે નહીં. તો એ પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ જાય છે. આવી જ રીતે જીવનની પરમ સિદ્ધિની પૂર્ણ પણ માનવીની જાગૃતિની અગ્નિપરીક્ષા થતી હોય છે. શ્રીમદ્ રાજચંદ્રે ૧૮૮૭ની ૨૨મી જાન્યુઆરીએ મુંબઈમાં ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યુટમાં શતાવધાનના પ્રયોગો કર્યાં હતા. વીસ વર્ષની નાની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્ર શતાવધાનથી પણ અધિક અવધાન-પ્રયોગો કરી બતાવવાનું સામર્થ્ય અને લોપશમ ધરાવતા હતા. આ અવધાનમાં ત્રણ જણ સાથે ચોપાટ રમવી, ગંજીપો રમવું; મનમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાં; નવી કાવ્ય-સમસ્યાઓ પૂર્ણ કરવી અને નવા વિષર્યા માર્ગેલા કાવ્યત્તમાં રચવા; ગ્રીક, અરબી, લૅટિન, સંસ્કૃત, અંગ્રેજી, |_ Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉર્દૂ , બંગાળી, મરાઠી, મરુ, જાડેજી વગેરે સોળ ભાષાના અનુક્રમ વગરના ચારસો શબ્દને કર્તા-કર્મ સહિત – અનુક્રમ સહિત કરી આપવા, વચ્ચે બીજાં કામો કર્યો જવાં – આવી આવી બાબતોનો સમાવેશ થતો હતો. એક વિદ્વાને તો તેમની શક્તિ જોઈને એવી ગણતરી કરી કે તેઓ એક કલાકમાં પાંચસો શ્લોક સ્મરણ રાખી શકે છે. શ્રીમદ્ રાજચંદ્ર આંખે પાટા બાંધવા છતાં હાથના સ્પર્શથી પુસ્તકોનાં નામ ક્રમબદ્ધ કહી શકતા હતા. રસોઈને ચાખ્યા વિના માત્ર જોઈને જ તેમાં મીઠું ઓછું છે કે અધિક કે સહેજે નથી તે પારખી શકતા હતા. શ્રીમદ્ રાજચંદ્રને અપાર નામના, અદ્વિતીય સ્મરણશક્તિ અને ઝડપી ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી, પરંતુ એમના જીવનની જાગૃતિ એટલી બધી હતી કે તેઓ સિદ્ધિના યશોગાન વચ્ચે પણ વૈરાગ્ય અને ભક્તિથી આ સઘળી ઘટનાઓ નિર્લેપભાવે નિહાળતા હતા. તેમનું અતીન્દ્રિય અંતર્મુખપણું આવે વખતે જાગૃત રહેતું હતું અને તેથી જ એમણે વિચાર્યું કે લૌકિક સિદ્ધિ અને પ્રતિષ્ઠા એ મારા જીવનનું પ્રયોજન નથી, પરિણામે તત્કાળ આવા પ્રયોગો બંધ કરી દીધા. જ્યોતિષનું જ્ઞાન પણ એમને અવરોધરૂપ લાગ્યું અને તેથી આ સઘળાં બાહ્ય પ્રદર્શનોને, સર્પ કાંચળી ઉતારે એટલી સાહજિકતાથી એમણે ત્યજી દીધાં. આત્મજાગૃતિનું આ એક અનોખું ઉદાહરણ છે. ભારતને આઝાદી મળી એ મહાત્મા ગાંધીજીના પ્રયત્નોની કેવી મોટી સિદ્ધિ ગણાય ! પરંતુ જ્યારે દેશ આખો આઝાદીના ઉત્સવમાં ડૂળ્યો હતો, ત્યારે ગાંધીજી કૉલકાતામાં એક મુસ્લિમ કુટુંબને સાંત્વના આપી રહ્યા હતા. સિદ્ધિની ટોચે પહોંચાડનારા સંયોગો વચ્ચે પણ એમની માયાજાળથી અલિપ્ત રહીને આત્મચિંતન કરનારી આ વિભૂતિમાં ક્ષણેક્ષણની કેવી જાગૃતિ હશે ! આધ્યાત્મિક કે પારમાર્થિક જાગૃતિના પાયામાં દુન્યવી જાગૃતિ છે. રોજિંદા જીવનની જાગૃતિના પાયા પર જ આત્મજાગૃતિ પણ અવલંબતી હોય છે. આવી આત્મજાગૃતિ ક્ષણેક્ષણ પ્રગટવી જોઈએ. કેમ કે ગમે તે ક્ષણે પ્રમાદ અવસ્થા પ્રગટી શકે છે. જેમ કોઈ કિલ્લાનો ચોકીદાર ચોવીસે કલાક જાગૃત રહીને, પહેરો ભરીને કોઈ દુશ્મન નગરમાં પ્રવેશે નહીં તેની તકેદારી રાખે છે, એવી જાગૃતિ ને તકેદારી સાધકે સ્વ-જીવનમાં રાખવાની હોય છે. જે પ્રમાદ સેવે છે એને માટે ચોતરફ ભય રહેલો હોય છે, જ્યારે અપ્રમાદી એવી સદા જાગૃત વ્યક્તિને ક્યાંય કશો ભય હોતો નથી. પરમનો સ્પર્શ ૯૧ SRO)0 Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ પરમનો સ્પર્શ જોકે અપ્રમાદ સેવવા માટે વ્યક્તિમાં અહર્નિશ તત્ત્વનું ચિંતન ચાલતું હોવું જોઈએ. આવા સાધકના હૃદયમાં વૈરાગ્યનો ભાવ અહર્નિશ ગુંજતો હોવો જોઈએ. સ્થૂળ આકર્ષણને સાચા સ્વરૂપે જાણવા માટે વૈરાગ્ય જ કારગત નીવડે છે. એ આકર્ષણની વ્યર્થતા કે ક્ષુદ્રતાની ઓળખાણ વૈરાગ્યમય હૃદયને આપોઆપ થઈ જાય છે. વૈરાગ્યમય હૃદયવાળી વ્યક્તિ એ પ્રમાદ, વિકાર કે કષાયને જુએ છે ખરો, પરંતુ એને બીજી જ ક્ષણે ખ્યાલ આવે છે કે આ પ્રમાદ, વિકાર કે કષાય કેવા વ્યર્થ છે. એનું આકર્ષણ એના ચિત્તમાં પ્રવેશે, એ પહેલાં જ એ ચિત્તમાંથી બહાર નીકળી જાય છે. જેમ જેમ ચિત્તમાં વૈરાગ્યનું ગુંજન થતું રહેશે, તેમ તેમ બાહ્ય આકર્ષણનો કોલાહલ દૂર ને દૂર રહેશે. વ્યક્તિએ પોતે ગ્રહણ કરેલા વ્રત-નિયમને પાળવાની તકેદારી રાખવી શું જોઈએ. આ વ્રત-નિયમો એ વ્યક્તિના જીવનને ઘાટ આપે છે. આમાં | દમનનો ભાવ નથી, પણ જો એ વ્રત-નિયમ મન કે શરીરનું દમન બની જાય તો એ ધર્મક્રિયા વિકૃત બની જાય છે. હૃદયની અપાર પ્રસન્નતા સાથે આચરવામાં આવતાં વ્રત અને નિયમ જ જીવનને ઉલ્લસિત રાખે છે. આત્મજાગૃતિ રાખવા માટે આત્મરમણતા હોવી જરૂરી છે. અધમ એવી મોહગ્રંથિનો આમાં છેદ ઊડી જાય છે અને ધીરે ધીરે ચિત્તમાં એક એવી દિવ્ય સ્થિતિનું નિર્માણ થાય છે કે સાધક અહર્નિશ આનંદનો અનુભવ કરે છે. આ એક એવી ભાવસ્થિતિ છે કે જ્યાં આંતરિક ઉલ્લાસનું ઝરણું અવિરતપણે વહેતું હોય છે. આત્મજાગૃતિ ધરાવનારના જીવનમાં આપત્તિઓ કે સંકટો આવે છે, પરંતુ એની પાસે એ આપત્તિઓ કે સંકટોને સમજવાની, જાણવાની, પારખવાની સૂઝ અને સમજ હોય છે અને તેથી જ જે આપત્તિ સામાન્ય માનવીને હતાશ, નિરાશ અને જીવનથી થાકી-હારી ગયેલો બનાવે છે, એ જ આપત્તિ આત્મજાગૃતિ ધરાવનારને માટે વિશેષ જાગૃતિ માટેનું કારણ બની રહે છે. એના જીવનમાં એ અવિરતપણે શાંતિ, શીતળતા અને પવિત્રતાનો અનુભવ કરે છે. કેવી હોય છે એ શાંતિ અને શીતળતા? એક સુભાષિતમાં કહ્યું છે : “गौरीपतेर्गरीयो गरलं गत्वा गले जीर्णम् । #ાર્યાત # મહતાં દુર્વા નાત્યપિ વિતિ ||” જેમ હળાહળ ઝેર મહાદેવ શંકરના ગળામાં જઈને પચી ગયું, Page #102 -------------------------------------------------------------------------- ________________ પણ ગળાની નીચે ઊતર્યું નહીં, તેવી રીતે કોઈનું પણ દુષ્ટ વચન હોય તો તે મહાત્મા પુરુષોના કાનમાં જઈને પચી જાય છે, તે અંદર ઊતરી જતું નથી.” આત્મજાગૃતિ ધરાવતો સાધક કપરી આપત્તિઓમાંથી પાર ઊતરતો હોય છે. એની પાસે એક એવું આંતરિક બળ હોય છે કે જેના દ્વારા એ આવી આપત્તિઓ સામે લડે છે અને એની સામે લડવા માટે શસ્ત્ર રૂપે એના આત્મામાં વસતો ઉલ્લાસ હોય છે. એનો આ ઉલ્લાસ જીવનની કોઈ પણ પરિસ્થિતિ સામે એને અડગ અને અડોલ રાખી શકે છે. પરમનો સ્પર્શ ૯૩ જ c Page #103 -------------------------------------------------------------------------- ________________ 20 Jdhã (lok?h 29 ૧૮ સર્વ સત્યે પ્રતિષ્ઠિતમ્ ! વિડંબના અને વિચિત્રતા તો એવી છે કે વ્યક્તિ પ્રથમ વાર ઈશ્વરને મળે ત્યારે એમ માને છે કે ઈશ્વર પાસે એ જે ઇચ્છશે કે માગશે, એ બધું તત્કાળ તે એને ધરી દેશે ! કોઈ પ્રિયતમ પ્રિયતમાના પ્રેમને પામવા માટે વર્ષો વિતાવે છે. પહેલાં એ મળે છે, પછી સમજે છે અને પછી પ્રાય આકાર લે છે. પ્રેમનો પંથ લાંબી હોય છે અને એ લાંબો ધંધ કાપ્યા પછી પ્રેમીઓનું મિલન થતું હોય છે. આપણે એમ માની બેઠા કે ઈશ્વરપ્રાપ્તિનો પંથ સાવ ટૂંકો છે ! એની સમીપ ઊભા રહીએ એટલે એ આપણો થઈ જાય ! એની પ્રાપ્તિ માટે દીર્ઘ સમય સુધી તીવ્ર વિરહભરી રાહ જોવી પડે એ આપણા ખ્યાલમાં આવતું નથી. એને પામવા યોગ્ય ધવાની પાત્રતા કેળવવી જોઈએ. આપણે તો એવું માનીએ છીએ કે દીર્ઘકાળથી ઈશ્વર મૂર્તિ રૂપે આપણી રાહ જોઈને ઊભો છે. એની પાસે આપણે જઈએ એટલે તે મળી જશે ! આ વિચારમાં પાયાની ભૂલ એ છે કે ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ ઘણો દીર્ઘ અને વિકટ છે તે ભૂલી જવાય છે. ઈશ્વરની મૂર્તિ ભલે તમારી નજર સમક્ષ હોય, કિંતુ એની પ્રાપ્તિ એટલી સહજ નથી. ‘હિરનો મારગ’ એટલે તો ‘શૂરાનો મારગ' કહેવાય છે, કારણ કે એ માર્ગે સાધના કરવા માટે – ચાલવા માટે આંતરિક વીરતા અને અણખૂટ ધૈર્યની જરૂર પડે છે. બાળક એના અભ્યાસમાં ક્રમસર પ્રગતિ કરે છે. શિશુવર્ગમાંથી સ્કૂલમાં અને સ્કૂલમાંથી હાઈસ્કૂલમાં અને એ રીતે કૉલેજ અને યુનિવર્સિટીમાં જાય છે. એ જેમ જેમ કેળવણી પામતો જાય છે તેમ તેમ એનો વિકાસ થતો રહે છે. માણસના શરીર, મન, શક્તિ એ સઘળાં ધીરે ધીરે ક્રમશઃ વિકાસ પામે છે, એ જ રીતે ઈશ્વરની પ્રાપ્તિ માટે પણ ક્રમબદ્ધ પ્રયાસોની જરૂર હોય છે. ફ્રાંસના મહાન નવલકથાકાર અને વિચારક વિક્ટર હ્યુગોએ કહ્યું છે. - |_ Page #104 -------------------------------------------------------------------------- ________________ કે ‘વિકાસ ઈશ્વરનું અગ્રોન્મુખ કદમ છે.’ આમ વિકાસથી ઈશ્વરપ્રાપ્તિ ભણી જઈ શકાય છે. આ વિકાસને માટે સત્યને માર્ગે યાત્રા કરવાની હોય છે. આ સત્યની ખોજ કે પછી સત્યના પ્રયોગો એ ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ છે. સત્યને એક પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી ઈશ્વરસ્વરૂપે જોવામાં આવ્યું છે. ‘મહાભારત'માં સ્વયં ઋષિ વેદવ્યાસે કહ્યું છે, ‘સત્ય અવિનાશી બ્રહ્મ છે, સત્ય અવિનાશી તપ છે.” જ્યારે ચાણક્ય કહે છે: “સત્યેન ઘાર્યતે પૃથ્વી, સત્યેન તપતે વા | सत्येन वाति वायुश्च, सर्वं सत्ये प्रतिष्ठितम् ।।" ‘સત્યથી પૃથ્વી સ્થિર છે, સત્યથી સૂર્ય પ્રકાશે છે. સત્યથી જ પવન વાય છે. સત્યને કારણે જ બધું સ્થિર છે.’ ચાર્લ્સ ડિકન્સે કહ્યું છે કે “સત્ય કિરણોમાં કિરણ, સૂર્યોમાં સૂર્ય, ચંદ્રોમાં ચંદ્ર અને નક્ષત્રોનું નક્ષત્ર છે. સત્ય સર્વનું સારભૂત તત્ત્વ છે.’ અને આથી જ જગતમાં સહુ કોઈએ સત્યનો મહિમા કર્યો છે. છેક ઋગ્વદથી આરંભીને મહાત્મા ગાંધીજી સુધી અને એ પછી પણ સત્યની વાત થઈ છે. શ્રીમદ્ રાજચંદ્ર તો બધા ધર્મોને પાર એવા સત્યધર્મની વાત કરી છે. આમ ધર્મનો માર્ગ એ સત્યની શોધનો માર્ગ છે. સત્ય અને ગુલાબ બંનેની આસપાસ કાંટા હોય છે. પરમની પ્રાપ્તિના માર્ગે લાંબી યાત્રા ખેડવી પડે છે અને પછી એ પરમ પાસે પહોંચી શકાય છે. મંદિરમાં સામે દેખાતી ઈશ્વરની મૂર્તિ જોતાં એવું અનુભવીએ છીએ કે જાણે ઈશ્વર પ્રાપ્ત થઈ ગયો, પણ ત્યારે તે સત્ય ભૂલી જઈએ છીએ કે ઈશ્વરપ્રાપ્તિની યાત્રા તો ઘણી લાંબી છે ! પરમ સમીપ ઊભેલો સાધક ક્યો મનોભાવ લઈને જાય છે ? મોટે ભાગે વ્યક્તિ પોતાની યાચના અને માગણી લઈને અથવા તો અતૃપ્ત ઇચ્છા લઈને પરમ આગળ પ્રાર્થના કરે છે. મોટા ભાગની વ્યક્તિઓ મૂર્તિ સન્મુખ ઊભી રહીને ઈશ્વરનો વિચાર કરવાને બદલે પોતાની આંતરિક અતૃપ્તિ અને વિકૃતિનું પ્રાગટ્ય કરતી હોય છે. પોતાના જીવનનાં પ્રલોભન અને ભયની વાત કરીને એનો પડઘો ઈશ્વરમાં પાડવાનો પ્રયાસ કરીએ છીએ. આમ ઈશ્વરને પામવાને બદલે આપણી જાતને વર્ણવીએ છીએ. એના સત્યપથે ચાલવાને બદલે આપણી અધૂરપને આગળ કરીએ છીએ. મહાત્મા ગાંધીજીએ કહ્યું તેમ ‘સત્યથી મોટો બીજો કોઈ ઈશ્વર નથી'. સૌપ્રથમ પરમનો સ્પર્શ ૯૫ 5 Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પરમનો સ્પર્શ | સત્ય જ શોધવાની બાબત છે. એ વાત ઈશ્વરની મૂર્તિ સમક્ષ હાથ જોડીને ઊભા હોઈએ ત્યારે આપણે યાદ કરતા નથી. ગ્રીસના પાયથાગોરસ જેવા ગણિતશાસ્ત્રીએ તો કહ્યું છે કે “સત્ય એ તો ઈશ્વરનો આત્મા છે અને એનો પ્રકાશ તે ઈશ્વરનું શરીર છે.” સત્ય જ સઘળાં બંધનોમાંથી મુક્ત કરી શકે તેમ છે અને આ બંધનમુક્તિ ઈશ્વરપ્રાપ્તિ માટે આવશ્યક છે, આથી ઈશ્વરદર્શનની સાથોસાથ સત્યની દીર્થયાત્રાના કઠોર અને અજ્ઞાત પથ પર ચાલવાનું સામર્થ્ય સાધકે જગાડવું જોઈએ. ઈશ્વર અંગેના આપણા અભિપ્રાયો પણ કેવા અધીરા, અતાર્કિક અને ઉતાવળા છે ! કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે એટલે ઈશ્વરનું નામ ભૂંસી નાખવા તૈયાર થઈ જઈએ છીએ. જીવનમાં કોઈ મોટો આઘાત આવે એટલે વ્યક્તિ સીધો આઘાત ઈશ્વરના અસ્તિત્વ પર કરશે. કોઈ નિષ્ફળતા | મળે તો એના દોષનો ટોપલો ઈશ્વર પર ઢોળીને એના તરફ અણગમો ધરાવતો બની જાય છે. એક સંસ્કૃત સુભાષિતમાં કળિયુગના મહિમાની જે વાત કરી છે એનું સ્મરણ થાય છે. “જતા ગીતા નારાં વરિષ પુરા થપId”થી શરૂ થતા સુભાષિતમાં કહ્યું છે, “ગીતા નાશ પામી ગઈ છે, પુરાણો કોઈ ઠેકાણે છુપાઈ ગયાં છે, સ્મૃતિનાં વાક્યો નાશ પામ્યાં છે અને વેદના મંત્રો દૂર ચાલ્યા ગયા છે, હમણાં તો જે લક્ષ્મીના દાસ બનીને રહેલા છે, તેમનાં વચનોથી મોક્ષપદ મળશે, એમ મનાય છે. ખરેખર ! હે કળિયુગ ! તારો જ આ મહિમા છે.” ધર્મની વર્તમાન પરિસ્થિતિનું આ સુભાષિતમાં આ કળિકાળે હૂબહૂ નિરૂપણ છે. ઈશ્વરપ્રાપ્તિ પૂર્વે તે અંગેની ત્રણ ભ્રાંતિ દૂર કરવાની જરૂર છે : એક તો ઈશ્વરની પ્રતિમાને જોઈ એટલે ઈશ્વર પ્રાપ્ત થઈ ગયા એવી ભ્રાંત ધારણા, બીજું, એને વિશે ઊંડા અભ્યાસ કે ગહન ચિંતન વિના ઉતાવળા અભિપ્રાયો પોતાની મરજી અને સ્થિતિ પ્રમાણે વીંઝવા અને ત્રીજી વાત એ કે એની પ્રાપ્તિ માટેના દીર્ધ સત્યમાર્ગનો વિચાર ન કરવો. આ માર્ગના પ્રવાસીને અનેક આકર્ષણો સંસારમાં પુનઃ પાછા ખેંચતાં હોય છે. કેટલાય અવરોધો એની રુકાવટ માટે પ્રયાસ કરતા હોય છે. કેટલીય મુશ્કેલીઓ એના માર્ગમાં શિલારૂપ બનીને આડી પડી હોય છે અને તેમ છતાં ઈશ્વરપ્રાપ્તિ કરવા માટે નીકળેલો સાધક આ સહુને વટાવતો Page #106 -------------------------------------------------------------------------- ________________ પોતાના લક્ષ્ય પ્રતિ પહોંચે છે. સંત-મહાત્માઓનું જીવન જોઈએ ત્યારે આ સત્યમાર્ગની મુશ્કેલીઓનો ખ્યાલ આવે છે. એમણે કપરા સંજોગોમાં અપાર વૈર્ય રાખ્યું છે. કેટલાય આઘાત સહન કર્યા છે. પ્રભુવિરહની વેદનાનો તલસાટ અનુભવ્યો છે. આ બધું થવા છતાં પરમના સ્પર્શનું પોતાનું ધ્યેય છોડ્યું નથી. એની ભક્તિને તિલાંજલિ આપી નથી. એને મેળવવાની મમત પડતી મૂકી નથી. ક્યારેક સાધક ઈશ્વરના માર્ગે ગતિ કરવાનો પ્રારંભ કરે છે, ત્યારે એને વિશે તત્કાળ અર્ધદગ્ધ અને અર્ધપક્વ અભિપ્રાયો ઉછાળવા માંડે છે. ધૈર્યપૂર્વક પ્રગતિ કરવાને બદલે એનાં અર્ધસત્યવાળાં તારણો ને નિર્ણયો જાહેર કરવા માંડે છે તો ક્વચિત્ પ્રાપ્ત થતી સિદ્ધિ કે લબ્ધિઓની જાળમાં ફસાઈને એ ઈશ્વરને ભૂલીને ચિત્ર-વિચિત્ર ચમત્કાર કરવા બેસી જાય છે. સત્યનો એક અંશ માત્ર પ્રાપ્ત થયો હોય અને એ પરમ સત્યની પ્રાપ્તિનો ઢંઢેરો પીટે છે. ઈશ્વરની ભક્તિ કે પ્રાપ્તિ એ તો અખૂટ ધૈર્ય અને દીર્ઘ પુરુષાર્થ માગી લે છે. આથી જ નરસિંહ મહેતાએ કહ્યું છે, “ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે.” આવી બ્રહ્મલોકમાં નથી એવી ભક્તિ પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયાસ જરૂરી છે. ધ્રુવ કે પ્રલાદ, નરસિંહ કે મીરાં, સુરદાસ કે કબીરના જીવનનું અવગાહન કરીએ છીએ, ત્યારે ખ્યાલ આવે કે આ સત્યનો માર્ગ કેટલો કઠિન છે. આમાં ગ્રંથોનો સહારો, ગુરુનો આશરો, ધ્યાનનો આધાર અને અનુભવોનું ભાથું - એ બધું મળતું હોય છે અને એને સથવારે સાધક દૃઢ સંકલ્પબળથી સત્યમાર્ગ પર ઈશ્વરપ્રતિ આગેકૂચ કરતો હોય છે. ઈશ્વર પ્રત્યે કેવો ભાવ રાખીને જઈશું ? કથામાં બગાસાં કે ઝોકાં ખાતા લોકો તમે જોયા હશે. મંદિરના ઓટલે ગપાટા મારતા ‘ભક્તોને પણ દીઠા હશે. મંદિરને મિલનસ્થાન માનતાં યુવક-યુવતીઓને પણ તમે જાણો છો. જીવનમાં કશું કામ કરવાનું નથી, માટે મંદિરનો ઓટલો ઘસનારા કે એને ચર્ચાનો ચોતરો બનાવી દેનારા લોકો પણ મળી રહેશે. ઘરના ચાલતા ટંટા-ફિસાદ કે કલહથી અકળાઈને અથવા ઘરમાં થતી તિરસ્કારપૂર્ણ ઉપેક્ષાને ટાળવા માટે મંદિરના આશ્રિત ‘ઉપાસકો’ પણ મળશે, પરંતુ આમાંથી એકેયનો ભાવ એ ઈશ્વરપ્રાપ્તિ માટેનો સાચો ભાવ નથી. શુષ્ક ક્રિયાકાંડની જડતા ધારણ કરીને ઘણી વ્યક્તિઓ પરમ પાસે જાય છે. હકીકતમાં પરમનો સ્પર્શ પામવા નિરાશા કે કંટાળાથી નહીં પરંતુ ઉત્સાહ પરમનો સ્પર્શ ૯૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ 20 Jàhe lok?h 29 અને ઉમંગથી જવું જોઈએ. કથામાં નીરસ બનીને બેઠેલો ધાર્મિક માત્ર દેહથી હાજર હોય છે, મનથી નહીં. પરમની પ્રાપ્તિ માટે અંતરમાં અથાગ ઉત્સાહ જોઈએ. એ ન થાય ઉછાળતાં કોનો હશે ‘રામ ધન લૂંટો. ગોપાલધન લૂંટી લૂંટો ૨ે લૂંટો, ચાર હાથ કરી લૂંટો.' એક બાજુ આવો ઉત્સાહ હોય, તો બીજી બાજુ સમર્પણ હોય. કવિ સુન્દરમ્ કહે છે તેમ, એ ઈશ્વરને સર્વસ્વ સોંપી દેતો હોય. પાટે બંધાણી મારી હોડી છોડી જા, સાગરની સેરે ઉતારી તું જા. મનના માલિક તારી મોજના હલેર્સ, ત્યાં એને હંકારી તું જા. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા.' અહીં સર્વસ્વ સમર્પિત કરવાનો ભાવ છે. પ્રિયતમ પોતાની પ્રિયતમાને મળવા જતી વખતે કેવો ઉત્સાહ દાખવે છે ! એક મિત્ર પોતાના પરમ મિત્રને મળવા જતી વખતે કેવી ઉમળકો ધરાવે છે ! ઈશ્વર સમક્ષ જતી વખતે આવા ઉત્સાહ અને ઉમળકાની જરૂર હોય છે. શ્રીકૃષ્ણનો ઉપાસક હોય અને નિરુત્સાહથી શ્રીકૃષ્ણ પાસે જતો હોય તો એને કૃષ્ણની બંસરીના મધુર સૂર કઈ રીતે સંભળાશે ? ભગવાન મહાવીરનો ઉપાસક સાચા દિલના વૈરાગ્યભાવથી મહાવીર પાસે જતો હોવો જોઈએ. આનું કારણ એ છે કે આ તીર્થંકર એવા છે કે જે સાધકની આધ્યાત્મિક ઝંખનાને પૂર્ણ કરે છે. તમે કલ્પના ન કરી હોય તેવો પરમ આનંદ અને પારાવાર પ્રસન્નતા આપે છે. આવા આનંદના સાગર અને પ્રસન્નતાના અબ્ધિ પાસે જતી વખતે ચહેરા પર હતાશા કે નિરાશા હોય, મન સાવ મુડદાલ બની ગયું હોય, ચિત્તમાં એકલો કંટાળો પલાંઠી લગાવીને બેઠો હોય અને શરીર જાણે મુડદાલની માફક માંડ માંડ ચાલતું હોય તેવી સાધક કે ભક્ત એ સાચો ભક્ત કે સાધક નથી, એ તો ભક્તિમાં ૨મમાણ થઈને મીરાંની માફક પગે ઘૂંઘરું બાંધીને નાચી ઊઠતો હોવો જોઈએ. આવો ઉમંગ ઊછળે છે પ્રભુભક્તિમાં? ઈશ્વરની પૂજા કરતી વખતે સાધક મનથી થનગનતો હોય, એનો વનરસ છલકાતો હોય અને એ સત્ય દ્વારા ઈશ્વરપ્રાપ્તિના માર્ગે ચાલવાનો ઉમંગભર્યો પ્રયત્ન કરતો હોય. એ ઈશ્વર પાસે નાર કે ક્ષણિક એવી |_ Page #108 -------------------------------------------------------------------------- ________________ ચીજવસ્તુઓની ચાહના નહીં રાખે. ત્રણેય લોકના સ્વામી સમાન ઈશ્વર મળ્યા હોય, તો એની પાસે ક્ષણિક નહીં, પણ શાશ્વત વસ્તુ માગવાની હોય. જીવનની એક મુશ્કેલીમાંથી પાર ઉતારે એવું નહીં, પરંતુ સઘળી આવનારી મુશ્કેલીઓમાંથી પણ પાર ઉતારી “પેલે પાર'ની પ્રસન્નતા માગવાની હોય. સાધક એની પાસે આંતરપ્રકાશ માગશે. જે સદૈવ અંધકારને અળગો રાખે છે. સાધક એની પાસે વિવેક માગશે કે જેનાથી એ ખોટે માર્ગે જઈને ખત્તાં ખાવાને બદલે સત્ય માર્ગ પામીને સરળતાથી આગળ વધી શકે. સાધકની માગણી તો જીવનની તમામ પરિસ્થિતિઓમાં ટકી રહે એવી પ્રસન્નતાની હોય છે. ભૌતિક ચીજવસ્તુઓના વળગણમાંથી મુક્ત થઈને એ આધ્યાત્મિક ઝંખના સાથે ધબકતો હોય છે. આ ઈશ્વર ભૌતિક સિદ્ધિ ઠાલવતા નથી, આશ્ચર્યકારી બાહ્ય ચમત્કારો સર્જતા નથી, પ્રવર્તમાન સંજોગોને ઊલટપલટ કરી દેતા નથી, પરંતુ એ બધા કરતાંય મૂલ્યવાન એવી આંતરસમૃદ્ધિ બક્ષે છે. જેને કોઈ છીનવી શકતું નથી અને ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ સરળ બનાવતો સત્યનો પ્રકાશ આપે છે. QE પરમનો સ્પર્શ ૯૯ પરમનો સ્પર્શ ૯૯ જ | Page #109 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ અને ઉત્સાહ ૧૦૦ પરમનો સ્પર્શ તમારી ચોપાસ હરતી-ફરતી વ્યક્તિઓની જીવનશૈલી જરા ઝીણવટથી જોજો. કેટલીક વ્યક્તિ વાત કરતી હોય, ત્યારે હંમેશાં ઉશ્કેરાટથી વાત કરતી હોય છે. એ કંઈ પણ કહે, તો એની પાછળ એનો આવેગ પ્રગટ થતો હોય છે. પરિસ્થિતિ કદાચ ઉશ્કેરાટભરી ન હોય, તોપણ એની રજૂઆત હંમેશાં ઉત્તેજનાપૂર્ણ હોય છે. એ કહેશે કે “આજે મહેમાન આવ્યા અને હું મૂંઝાઈ ગઈ. શું કરવું તે સમજાતું નથી. ત્યાં જ નાસ્તો વેચનારો નીકળ્યો અને એની પાસેથી નાસ્તો લીધો, મહેમાનને આપ્યો. હાય બાપ, આ નાસ્તાવાળો ન આવ્યો હોત તો શું થાત.' આવી વ્યક્તિ એના આનંદની અભિવ્યક્તિ પણ ઉશ્કેરાટભરી રીતે, ‘હાઈ પિચથી વ્યક્ત કરતી હોય છે. કેટલીક વ્યક્તિઓ વક્રદ્રષ્ટા હોય છે. એમને તમે કહો કે ‘વાતાવરણ કેવું સરસ છે !” એ કહેશે કે વાતાવરણ ભલે સરસ હોય, પણ જરી ઠંડી પજવે છે. આવી વ્યક્તિ હંમેશાં પ્રથમ તો તમારી વાતનો અસ્વીકાર જ કરશે, કારણ કે એને અન્ય વ્યક્તિને ઉત્તર આપતાં પહેલાં વિચાર કરવાની ટેવ નથી. માત્ર જે કંઈ કહેવાય, એની પ્રતિક્રિયા રૂપે એનો વિરોધ કરવાની આદત હોય છે. કેટલીક વ્યક્તિઓ દોષદર્શી હોય છે. કોઈ પણ વ્યક્તિ, પરિસ્થિતિ, પ્રદેશ કે દેશની વાત કરો, તો એ તત્કાળ તમારી સન્મુખ એનો કોઈ ને કોઈ દોષ શોધીને ધરી દેશે. આ બધામાં સૌથી વધુ નુકસાનકારક કોઈનું વ્યક્તિત્વ હોય તો તે નિસ્તેજ , બંધિયાર, માંદલું અને સ્થગિત જીવન જીવનારી વ્યક્તિનું છે. આવી વ્યક્તિઓ ચેપી રોગ જેવી હોય છે, જે સતત એના બંધિયાર જીવન અને સંકુચિત વિચારણાનાં ચેપી જંતુઓ તમને આપતી રહે છે. એમનામાં જીવનનો ઉત્સાહ સદંતર મરી પરવાર્યો હોય છે. એમની વાતચીત કરવાની રીત પણ એવી હોય છે કે એમ લાગે કે એમના મુખમાંથી Page #110 -------------------------------------------------------------------------- ________________ શબ્દો પણ માંડ માંડ નીકળી રહ્યા છે. વર્તમાન જીવન પ્રત્યે તેઓ તદ્દન નીરસ હોય છે અને જે રીતે વર્ષોથી જીવતા આવ્યા હોય એ જ ઘરેડમાં જીવતા હોય છે. એમના હૃદયમાં ન કોઈ ઉત્સાહ હોય છે, વિચારમાં ન કોઈ તેજ કે મૌલિકતા હોય છે. નદીના પ્રવાહની જેમ આગળ વધવાનું કોઈ ચૈતન્ય એમનામાં હોતું નથી. આ પરિણામે આવું મનોવલણ ધરાવતા લોકો કોઈ પણ બાબત વિશે પ્રતિભાવ આપવા માટે સહેજે ઉત્સુક હોતા નથી. એમને જીવનથી ભારોભાર કંટાળો હોય છે અને આવા કંટાળાને કારણે નિષ્ક્રિય બની ગયા હોય છે. આવી સ્થગિતતા એ અભિશાપ છે અને એવી સ્થગિતતાને કારણે જ એમનું જીવન સરોવરના સ્થગિત જળની જેમ સમય જતાં ગંદકીથી દુર્ગંધમય બની જાય છે. ખળખળ વહેતું ઝરણું કેવું ઉત્સાહથી આગળ ધપતું હોય છે ! આવા ચેતનવંતા ઉત્સાહનો અભાવ વ્યક્તિને સ્થગિત બનાવી દે છે. એવું પણ બને છે કે વ્યક્તિ એક સમયે અત્યંત ઉત્સાહી, કર્મઠ, મૌલિક વિચારધારા ધરાવતી અને પ્રગતિશીલ હોય છે અને પછી એક સમય એવો પણ આવે છે કે જ્યારે એ કાર્યનિષ્ઠાને અભરાઈએ મૂકી દે છે. મૌલિક વિચારધારાને બદલે સંકુચિત વિચારધારામાં ગોઠવાઈ જાય છે અને પ્રગતિ કરવાને બદલે જ્યાં હોય ત્યાં સ્થિતિસ્થાપક રહેવાનું વિચારે છે. તેઓ સ્વયં તો એક ડગલું આગળ ભરતા નથી, કિંતુ બીજો કોઈ એક ડગલું આગળ વધવાનો વિચાર કરે, તો એને બે ડગલાં પાછળ ધકેલી દે છે. આમાં એમનો દોષ નથી, પરંતુ એમને લાગેલા સ્થગિતતાના શાપનો દોષ પરમનો સ્પર્શ ૧૦૧ કોઈ વેપારી પેઢીના શેઠને જોજો. પચીસ વર્ષ પહેલાં જે પ્રકારે ગાદીતકિયે બેસતા હતા, એ જ પ્રકારનાં ગાદી-તકિયા પર બેસતા હોય છે. કોઈ બેંકના ઘરેડ કારકુનને જોશો તો જણાશે કે એમનામાં કામ કરવાની કોઈ ધગશ નથી. એવી પણ ધાર્મિક વ્યક્તિઓ મળશે કે જે માત્ર ગતાનુગતિકતાથી વિચારતી હોય, રૂઢિચુસ્તતાના રસ્તે આંખો મીંચીને ચાલતી હોય, પોતાની સમજને બદલે અંધમાન્યતાથી જીવતી હોય. ધાર્મિક ટ્રસ્ટના કેટલાક ટ્રસ્ટીઓ ધર્મને નામે સ્થગિતતાને પુરસ્કારતા હોય છે. એમને પોતાની પ્રત્યેક બાબત ધર્મપૂર્ણ લાગે છે અને સામેની વ્યક્તિના પ્રત્યેક વિચારમાં અધર્મની બદબૂ આવે છે. અહીં માણસનો ‘માંહ્યલો’ જ મરી ગયો હોય છે. એનું કારણ શું? Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પરમનો સ્પર્શ કારણ એટલું જ કે એ પોતે જિંદગીમાં “જૈસે થે'નો ઉપાસક બની ગયો હોય છે. નવું વિચારવાની મૌલિક દૃષ્ટિની વાત તો દૂર રહી, પરંતુ ધગશભેર જીવવાની એની વૃત્તિ પણ નષ્ટ થઈ ગઈ હોય છે. જો બીજમાંથી વૃક્ષ જ ન થાય, તો એ બીજનો અર્થ શું ? આવી સ્થગિતતા ધરાવતી વ્યક્તિઓ જે ખાડામાં બીજ રૂપે નખાઈ હોય, તે જ ખાડામાં જીવનભર બીજ રૂપે પડી-સડી રહે છે. વ્યક્તિ જીવન તરફ નિરુત્સાહી બનીને જોતી હોય છે ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે. એ બીજાના ઉત્સાહ પર હંમેશાં ઠંડું પાણી રેડતો હોય છે. કોઈ નવો વિચાર લઈને જાય તો કાં તો એનો અસ્વીકાર કરશે અથવા તો એની હાંસી ઉડાવશે; એનું કારણ એ છે કે એના હૃદયમાંથી ઉત્સાહનો આતશ ઓલવાઈ ગયો હોય છે. વ્યક્તિ પ્રગતિ કરવા ચાહતી ન હોય, કોઈ નવું સર્જન કરવા માગતી ન હોય, ત્યારે તે ઉત્સાહ દાખવવાનું બંધ કરે છે અને ધીરે ધીરે ઘરેડમાં સરી પડે છે. ઉત્સાહનાં સોપાન પર ચડીને જ પ્રગતિ સિદ્ધ થઈ શકે. નિરુત્સાહી વ્યક્તિ જીવનમાં હંમેશાં પીછેહઠ કરતી હોય છે. તમારા જીવનમાં આવી સ્થગિતતા આવી છે ખરી ? દામ્પત્યજીવન રગશિયું ગાડું બની ગયું છે કે પછી સહજીવનનો ઉત્સાહ છે ? જ્ઞાનના પૂર્ણવિરામ પર આવીને ઠરી ગયા છો કે પછી જિજ્ઞાસાનું અલ્પવિરામ રાખીને વધુ ને વધુ જ્ઞાન સંપાદિત કરો છો ? માત્ર રૂઢિ કે આડંબરને કારણે મંદિરમાં દર્શન કરવા જાઓ છો કે પછી દર્શન કરવા માટે ભીતરની તડપન હોય છે. રોગના ભયથી બચવા માટે વ્યાયામ કરો છો કે પછી વ્યાયામ કરવાનો ઉત્સાહ હોય છે ? ચીલાચાલુ ઘરેડમાં જીવવાની વૃત્તિ પહેલી બાદબાકી જીવનમાંથી પ્રાપ્ત થતા આનંદની કરશે અને બીજો છેદ ઉડાડશે એ સંબંધોમાં રહેલી ઉષ્માનો અને ઉત્સાહનો. પતિ-પત્ની ઘરની ચાર દીવાલોમાં એકસાથે જીવતાં હશે, પરંતુ એમની વચ્ચે મોટી દીવાલ ઊભી થઈ ગઈ હશે. ઘડપણમાં કશું કામ રહ્યું નથી, માટે “ચાલો, મંદિરે જઈએ” એમ માનીને એ મંદિરે જતાં હશે. એમાં વળી શિયાળાની થોડી ઠંડી હોય, ઉનાળાની જરા ગરમી હોય કે ચોમાસાનો ઝરમર વરસાદ હોય, તો “આજે ચાલશે, કાલે જઈશું' એમ માનીને મંદિરે જવાનું માંડી વાળતાં હોય છે. આધ્યાત્મિક જીવન જીવવું હોય, પરંતુ ઉત્સાહ ન હોય તો શું થાય? Page #112 -------------------------------------------------------------------------- ________________ કોઈ આશ્રમના સાધકોના ચહેરા પરથીયે એનો અંદાજ આવી જાય. કેટલાક સાધકોમાં સાધનાના માર્ગે ઉત્સાહભેર આગળ જવાનો દઢ સંકલ્પ દેખાય છે અને કેટલાક ઉદાસીનતાના ભાવ સાથે આધ્યાત્મિક વ્યાખ્યાનો સાંભળતા હોય છે, આથી મહત્ત્વની બાબત એ છે કે જેમાં કશું નવું વિચારાતું નથી, ત્યાં સ્થગિત થઈ જવાય છે. જ્યાં હશો ત્યાં જ રહી જશો અને પછી તમારા ક્ષેત્રમાં તમે કશું મૌલિક સર્જન આપી શકશો નહીં. સતત ઉત્સાહભેર કશુંક નવું કરીએ તો જ આપણા ક્ષેત્રમાં આપણે આગળ વધી શકીએ છીએ. જે સમયે નવું કરવાનો, પ્રગતિ સાધવાનો વિચાર અટકી જશે એ જ સમયે તમે સ્થગિત થઈ જશો. બંધિયારપણાની સીમામાં વ્યક્તિ જ્યારે પુરાઈ જાય છે, ત્યારે એ વધુ ને વધુ શુષ્ક, નીરસ અને મંદ બની જાય છે. વૃક્ષના ટૂંઠા થડ જેવી એની સ્થિતિ હોય છે. તેના પાસે ગમે તેટલી વસંતો આવે, તોય એની ડાળીઓ હસતી નથી ને પુષ્પો મહોરી શકતાં નથી અને વર્ષો એને નવજીવન બક્ષી શકતી નથી. પરમનો સ્પર્શ ૧૦૩ જ |c Page #113 -------------------------------------------------------------------------- ________________ Jdh≥ [løkh gob ૨૦ અહીં મસ્તો તણો અડ્ડો કોઈ જ્ઞાની, સંત, સદ્ગુરુ કે અધ્યાત્મસાધક વ્યક્તિને ધ્યાનથી નિહાળજો. એમના ચહેરા પર, એમના કાર્યમાં, એમની ચાલવાની રીતમાં કે એમના વાણી-વિચારમાં ઉત્સાહનું પૂર ઊમટ્યું હોય તેમ લાગશે. વર્તમાનનો ભરપૂર આનંદ અને આવતીકાલને આશા અને ઉમંગથી જોતું તેજ એમની દૃષ્ટિમાં છલકાતું હશે, માત્ર એમનો બાહ્ય દેખાવ પણ જોનારમાં નવીન ચેતનાનો સંચાર કરે છે. એક સમયે આપણા દેશમાં સંતોના સંઘ સ્થળે સ્થળે ભ્રમણ કરતા હતા. એ સંઘમાં સંતો સૌથી મોખરે ઉત્સાહભેર આગળ ચાલતા હોય અને પાછળ ભક્તજનો એટલા જ ઉમંગ અને તરવરાટથી એમની સાથે પગપાળા ચાલતા હોય. કોઈ ગાતા હોય, કોઈ નાચતા હોય, કોઈ જયનાદ ગજવતા હોય, પણ આ બધી ક્રિયામાં એમના હૃદયનો ઉત્સાહ ચોપાસ છલકાતો હોય. કેટલાક સાધુઓ નિરુત્સાહના જીવંત દૃષ્ટાંત જેવા હોય છે. અધ્યાત્મને નામે ચલમ પીતાં પીતાં પડ્યા રહે છે. એમના ચહેરા પર ઉદાસીનતા હોય છે. નનમાં નિષ્ક્રિયતા હોય છે અને આથી જ સ્વામી વિવેકાનંદ આવી રીતે જીવનારા યોગીઓમાં ‘આધ્યાત્મિક આળસુવેડા' હોવાનું કહ્યું હતું. આમાં સાધુ કે સાધક નિષ્ક્રિયતાને પોતાની આધ્યાત્મિકતામાં ખપાવવાની કોશિશ કરે છે. આપણા દેશમાં કેટલાય સાધુઓ આવું નિષ્ક્રિય અને પરાવલંબી જીવન ગાળતા હોય છે. એમના જીવનમાં ન તો જાગૃતિ હોય છે કે ન કોઈ અભ્યાસ. ઉત્સાહના અભાવે એ આધ્યાત્મિકતાનો અંચળો ઓઢીને એદી અજગરની જેમ પડ્યા રહેતા હોય છે. આવી વ્યક્તિઓ રાષ્ટ્ર અને સમાજને ભારરૂપ બનતી હોય છે અને એથી જ આજે આપણા દેશમાં સાધુઓની જમાત જોઈએ, ત્યારે એમની સક્રિયતા, દાંભિક આધ્યાત્મિક્તા અને ઉત્સાહ સામે પ્રશ્નાર્થ ખડો થાપ છે. આની સામે કોઈ ધર્મના રંગે રંગાયેલી વ્યક્તિને જોજો. એના જીવનમાં |_ Page #114 -------------------------------------------------------------------------- ________________ ઊભરાતો ઉત્સાહ જોજો. એની પાસે ધગશ હોય છે. કાર્ય કરવાની નિષ્ઠા અને ધગશ હોય છે. એનામાં હકીકતથી ભાગવાની કે કામ ટાળવાની ભાગેડુ વૃત્તિ હોતી નથી અને એના ઉત્સાહ પરથી તમે તારવી શકો કે એનો ઈશ્વર સાથે કેવો પ્રગાઢ નાતો છે. એના ચહેરા પર છલકાતા ઉલ્લાસના ભાવો એની ભીતરની પારાવાર પ્રસન્નતાનું ‘આઇડેન્ટિટી કાર્ડ’ (ઓળખપત્ર) હોય છે અને એના હૃદયમાં પ્રભુ પ્રત્યેની ભક્તિનો એવો રંગ જામ્યો હોય છે કે એ ભક્તિ પદે પદે પ્રગટ થાય છે. એ સાધક જોશ, ઉત્સાહ અને આવેગથી અધ્યાત્મજીવન જીવતો હોય છે. એનો અર્થ એ નથી કે એના જીવનમાં દુઃખો કે યાતનાઓ આવતાં નથી. એની સામે મુશ્કેલીનો ડુંગર ખડકાયેલો હોય તોપણ એનો ઉત્સાહ અને મુશ્કેલીઓની ચિતાને બદલે આધ્યાત્મિક મસ્તીમાં રંગાયેલો રાખે છે. એ જિંદગી જોશથી અને જુસ્સાથી જીવતો હોય છે અને આ ઉત્સાહના પરિણામે એની આંતરશક્તિઓનું પ્રાગટ્ય થતું હોય છે. ‘રામાયણ’ મહાકાવ્યના ઋષિ વાલ્મીકિએ ઉત્સાહનું માર્મિક અને પ્રભાવક વર્ણન કરતાં કહ્યું છે : “उत्साहो बलवानार्य नास्त्युत्साहात्परं बलम् । सोत्साहस्य हि लोकेषु न किंचिदपि दुर्लभम् ।।" ઉત્સાહ જ બળવાન હોય છે, ઉત્સાહથી વધુ મોટું બીજું કોઈ બળ નથી. ઉત્સાહી પુરુષને માટે જગતમાં કોઈ વસ્તુ દુર્લભ નથી.” આ ઉત્સાહ સહેજે ભારેખમ નથી. ઉત્સાહથી હસતાં હસતાં કામ થાય છે અને રમતાં રમતાં પ્રભુનામ લેવાય છે. બીજાઓને જે જીવન ભારરૂપ, કંટાળાજનક અને નિરાશામય લાગે છે તે જ જીવન ઉત્સાહી અધ્યાત્મપ્રિય વ્યક્તિને માટે આનંદ-વૃદ્ધિનો અવસર બને છે. એ સતત પુલકિત રહેતો હોય છે, કારણ કે એને સાચી દિશા મળી ગઈ હોય છે. એનામાં જગત-વ્યવહાર અને જીવન-સ્થિતિ વિશે સાક્ષીભાવ કેળવાયો હોય છે. પોતાના જીવનમાં આઘાત અને આનંદની, વિષાદ અને ઉલ્લાસની ઘટનાઓને બનતી એ જોતો હોય છે. જીવનની એ ઘટનાઓનો સાક્ષી. હોય, તે રીતે એમનાથી લિપ્ત થયા વિના દૂર રહીને એ સર્વને જોતો હોય છે. પરમનો સ્પર્શ ૧૦૫ ICC Page #115 -------------------------------------------------------------------------- ________________ 0 Jdhe (lokah ૬૦b એની સાથે સ્નેહભર્યા સંબંધો રાખનાર કોઈ વ્યક્તિ દુર્વર્તાવ કરે, તોપણ એ સાંખી લેતો હોય છે, કારણ કે એના સાક્ષીભાવને વ્યક્તિના બદલાયેલા રૂપને જોવાની મજા આવે છે. એ વિચારે છે કે આ જ વ્યક્તિ એક સમયે કેવી રીતે વર્તતી હતી અને આજે કઈ રીતે વર્તે છે ! એને વ્યક્તિના દુર્વ્યવહારથી દુઃખ જરૂર થાય છે. પરંતુ મનોમન એમ પણ વિચારે છે કે એ વ્યક્તિના અંતરંગની એક ઓળખ તો મળી ને ! આથી એ અન્ય વ્યક્તિ તરફ ઘૃણા કે તિરસ્કાર દાખવવાને બદલે એને એક ‘અભ્યાસના વિષય’ તરીકે જોશે. દુ:ખમાં સાક્ષીભાવ રાખનાર જીવન વવાનો આનંદ પામી શકે છે અને આવી વ્યક્તિ જ પોતાની પ્રતિમા ખીલવી શકે છે. એના જીવનકાર્યમાં રહેલો ઉત્સાહ અને નવું નવું સર્જન કરવા પ્રેરતો હોય છે. હકીકતમાં તો કોઈ સર્જકનું સર્જન, વિજ્ઞાનીનું સંશોધન કે કોઈ નિષ્ણાતની શોધ એ બધું આ ઉત્સાહનું જ પરિણામ હોય છે . વહેલી સવારે ઉત્સાહભેર તમે તમારા પલંગમાંથી ઉઠો ત્યારે તમને લાગે છે. એ સમયે તમને એક પ્રકારની સ્ફૂર્તિનો અનુભવ થાય છે. જ્વનની એક સોનેરી સવારનો આનંદ અનુભવો છો. આજુબાજુનું વાતાવરણ હતું-જીવતું લાગે છે અને તમે નિત્યકર્મ શરૂ કરો ત્યારે એક પ્રકારનો જુસ્સો અનુભવો છો. ચોતરફ તાજગી ને તરવરાટ દેખાય છે. ઉત્સાહીનું પ્રભાત આવું હોય છે તો નિરુત્સાહીનું પ્રભાત કેવું હોય? એ આખી રાતનો બોજ લઈને સ્વપ્નથી વિક્ષુબ્ધ નિદ્રા સમેટીને ચિંતાથી ગમગીન ચહેરે ઊઠતો હોય છે. એ માંખો ચોળો, ત્યારે એને પોતાના શરીરમાં ઊંડે સુધી પડેલી આળસના સળવળાટનો અનુભવ થશે. આજુબાજુના વાતાવરણ તરફ એ તિરસ્કાર-ષ્ટિથી જોશે અને સામે ઘરનાં સ્વજનો હશે. તો એમને જોઈને એના ચહેરા પર સ્મિતને બદલે ઉપેક્ષા કે નારાજગીનો ભાવ પ્રગટશે. ફરિયાદ, નિરાશા અને દોષદર્શનની ઉપા સાથે એનું ઊઠવાનું થશે. સામાન્ય રીતે સવારે વ્યક્તિની શક્તિ અને સ્ફૂર્તિ પરાકાષ્ઠાએ હોય છે, જ્યારે નિરુત્સાહી વ્યક્તિ ઊનાની સાથે જ પોતાની સઘળી શક્તિઓ શોષાઈ ગઈ હોય એવો અનુભવ કરશે, તેથી એને કોઈ બાબત આનંદિત કરી શકશે નહીં. ઉત્સાહ હો તો વનમાં વ્યક્તિનો અભિગમ ઘગશભર્યો બની રહેશે અને એ ઉત્સાહને જાળવશે, તો એનામાં તેની સતત વૃદ્ધિ થયા કરશે. |_ Page #116 -------------------------------------------------------------------------- ________________ સંત મનસૂરનો ઉત્સાહ જુઓ. એણે ઉર્દૂમાં લખેલા કાવ્યનું ગુજરાતી રૂપાંતર જોઈએ : “હમેશાં ખા, હમેશાં પી, ન ગફલતમાં રહે પળવાર. હુકમ છે શ્રી હરિનો, તું અહમ્ બ્રહ્માસ્મિ કહેતો જા. કહે મનસૂર મસ્તાના, હરિ જાણ્યા મેં અંતરમાં, અહીં મસ્તો તણો અડ્ડો તું એની માંહી આવી જા.” અહીં મસ્તાનો મનસૂર અધ્યાત્મસાધકોને પોતાના ‘અડ્ડા' પર બોલાવી રહ્યો છે. તમે કલ્પનાથી વિચાર કરો તો ઉત્સાહથી ઝૂમતો સંત મનસૂર જોવા મળશે. એના આધ્યાત્મિક આનંદની છાલકનો પણ વાચકને સતત અનુભવ થશે. આવો ઉત્સાહ સાંસારિક જીવન જીવનારને સ્વસ્થ રીતે પ્રગતિની પ્રેરણા આપે છે. જીવનના અવરોધોથી એ અટકી જતો નથી, મુશ્કેલીઓથી મહાત થતો નથી, પરંતુ એ આ બધાંને સાથે લઈને ઉત્સાહથી જીવનમાં આગળ ધપતો હોય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો આવો ઉત્સાહ વ્યક્તિના આંતરવિકાસ માટે જરૂરી છે. આને પરિણામે સાધક સાધનાજીવનની મુશ્કેલીઓને ઓળંગી શકે છે અને અધ્યાત્મને માર્ગે આગળ ધપતો રહે છે. કદાચ જીવનમાં બનતી ઘટનાઓથી એનો ‘મૂડ’ બદલાય છે, પરંતુ ફરી પાછો એનો ઉત્સાહ અને જીવનના મૂળ માર્ગે લાવી દે છે, એથી જ એમર્સન જેવા વિચારકે લખ્યું છે કે, “ઉત્સાહ વિના ક્યારેય કોઈ મહાન ધ્યેયની પ્રાપ્તિ થઈ નથી.” વળી એક વ્યક્તિનો ઉત્સાહ બીજી વ્યક્તિમાં ઉત્સાહનું સર્જન કરે છે. દાંડીકૂચ કરતા મહાત્મા ગાંધીજી અને સત્યાગ્રહીઓનું દૃશ્ય જોશો તો | એમના ચહેરા પર અને એમની ચાલમાં ઉત્સાહનો અનુભવ થશે. આનો અર્થ જ એ કે તમે ઉત્સાહી હશો, તો તમારા સાથીઓ જોશીલા બનશે અને તમારો એ ઉત્સાહ તમારી લાગણીઓને યોગ્ય દિશામાં વાળશે. આથી વર્તમાનજીવનને ઉત્સાહભેર આલિંગન આપો તો આખું જીવન ઉત્સાહનો મહોત્સવ બની જશે. પરમનો સ્પર્શ ૧૦૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જીવનમાં આવશે “યૂ-ટર્ન' ૧૦૮ પરમનો સ્પર્શી બાહ્ય અપેક્ષાઓ અને બાહ્ય સુખમાં પ્રબળ આકર્ષણ અનુભવીને અપાર આનંદ શોધતા માનવીનું ચિત્ત અશુદ્ધ ભાવો અને અશુદ્ધ વિચારોમાં લીન હોય છે; પરંતુ જ્યારે એ ઇંદ્રિયોની ગુલામીનો ત્યાગ કરીને મુક્ત બને છે, ત્યારે એના જીવનમાં “યુ-ટર્ન’ જેવું પરિવર્તન આવે છે. જ્યાં સુધી એ ઇંદ્રિયોનો દોડાવ્યો દોડતો હતો, ત્યાં સુધી એનું ચિત્ત સતત ટેન્શનમાં રહેતું હતું. એના જીવનમાં પ્રાપ્તિની હાંફળી-ફાંફળી દોડધામ દૃષ્ટિગોચર થતી હતી અને તેને માટે આંધળી દોડ લગાવતો હતો. એકબે નહીં, પણ પાંચ પાંચ ઇંદ્રિયોને સતત પોષવાની હોવાથી એને ક્યાંય પગ વાળીને બેસવાની નિરાંત સાંપડતી નહોતી; પરંતુ જે સમયે એ આત્મશુદ્ધિ પ્રત્યે જાગૃત બને છે ત્યારથી એના જીવનમાં પરિવર્તન આવે છે. પહેલાં જેમાં અપાર રસ હતો, એ પ્રત્યે હવે લેશમાત્ર આકર્ષણ રહેતું નથી. અરે ! એના તરફ એ દૃષ્ટિ પણ નાખતો નથી. જેની પ્રાપ્તિમાં એને જીવનનું પરમ અને સર્વોચ્ચ ધ્યેય દેખાતું હતું, એ ધ્યેય જ બદલાઈ જાય છે એટલે પ્રાપ્તિની કોઈ કામના રહેતી નથી. આ સમયે ઇંદ્રિયોની બળબળતી લાલસામાંથી આધ્યાત્મિક મુમુક્ષા પ્રત્યેની ગતિમાં જવા માટે એને કપરી અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. આ એક ઊંચો કૂદકો છે, એક મોટી છલાંગ છે, એક એવું કાર્ય છે કે જે બાહ્ય દૃષ્ટિએ દેખાતું નથી, કિંતુ માનવીને એક કિનારાથી છેક બીજા કિનારા સુધી લઈ જાય છે. એક કિનારા પર અપાર આકર્ષણો હતાં, મોજ-મજા હતી અને ત્યાંથી છલાંગ મારીને એ બીજા કિનારા પર જાય છે, ત્યારે ત્યાં કોઈ ભૌતિક ચીજ-વસ્તુઓ કે આકર્ષણો હોતાં નથી; પરંતુ માત્ર ને માત્ર ચિત્તની પરમ શાંતિ હોય છે. ભૌતિકમાંથી આધ્યાત્મિક તરફની આ છલાંગ વિશે વિશેષ ચિંતન Page #118 -------------------------------------------------------------------------- ________________ કરવાની જરૂર છે. આપણે દુન્યવી ભૌતિકતાની કે ઉચ્ચ આધ્યાત્મિકતાની વાત કરીએ છીએ, કિંતુ આ છલાંગનો, આ હરણફાળનો ક્યારેય વિચાર કરતા નથી. હકીકતમાં પ્રત્યેક ધર્મનું કાર્ય છે તમને ભૌતિકતામાંથી આધ્યાત્મિકતામાં છલાંગ મારવા માટે પ્રેરિત કરવાનું. ધર્મગ્રંથોનો પણ પહેલો અને મહત્ત્વનો આદર્શ તો એ છે કે માનવી જીવનની વિલાસિતાની વ્યર્થતાને ઓળખે અને છલાંગ મારીને વૈરાગ્ય પ્રતિ પોતાની જીવન નૌકાને લાંગરે. એને માત્ર ઇંદ્રિયની ભ્રામક્તા જ સમજાતી નથી; પરંતુ એની પાછળની વ્યર્થતાને એ ઓળખે છે. એ વિચારે છે કે સ્વાદની પાછળ આટલું બધું દોડ્યો, મેવા-મીઠાઈ અને ફાસ્ટ-ફૂડ આરોગ્યાં, પણ અંતે શું મળ્યું ? એને ખ્યાલ આવે છે કે અંતે તો એના શરીરને જીવલેણ વ્યાધિની પ્રાપ્તિ થઈ. યુવાનીમાં ઇંદ્રિયોની વાસનાની પાછળ ખૂબ ઘેલો બન્યો; પરંતુ સમય જતાં વિચારશે કે આ વાસનાઓએ વેદના આપી અને જે ઇંદ્રિયોના સુખ પાછળ એ દોડતો હતો, એ ઇંદ્રિયો જ સ્વયં જીર્ણ અને દુર્બળ બની ગઈ ! આખી જિંદગી કોઈની નિંદા સાંભળવામાં ઊંડો રસ લીધો હતો; પરંતુ એને કશું થયું નહીં, પણ માત્ર નિંદા સાંભળી-સાંભળીને પોતાના કાન અને પોતાનું ચિત્ત કલુષિત થયાં. જે મુલાયમ સ્પર્શની ખેવનામાં એ ખુવાર થયો, એ સ્પર્શે એને શું આપ્યું ? આ રીતે એને ખ્યાલ આવે છે કે ઇંદ્રિયો માણસના મનને, શરીરને અને જીવનને પોતાની પાછળ આકર્ષે છે; પરંતુ જો માણસ એનો સરવાળો કરવા બેસે તો ખ્યાલ આવે | કે એ તો હતો ત્યાંનો ત્યાં જ છે, ઠેરનો ઠેર છે; કારણ એટલું કે ઇંદ્રિયો રૂપી પાંચેય અશ્વોએ એને આમતેમ દોડાવ્યે રાખ્યો પણ એના જીવનનો રથ તો જ્યાં હતો ત્યાં જ રહ્યો. એ જીવનરથે સહેજે ગતિ કે પ્ર-ગતિ કરી નહીં. આનો અર્થ એવો નથી કે આપણે કાન, આંખ, જીભ કે ત્વચાની સદંતર ઉપેક્ષા કરવી જોઈએ. એનો અર્થ એવો પણ નથી કે જે શરીરમાં આ ઇંદ્રિયો વાસ કરે છે, એ શરીર પાપભૂમિ છે અથવા તો ઘોર ઉપેક્ષાને યોગ્ય છે કે નરકની ખાણ છે. ઘણા સાધકો આવી ગંભીર ભૂલ કરી બેસે છે અને તેને પરિણામે શરીરની કરાતી ઘોર ઉપેક્ષા એમના શરીરમાં અનેક વ્યાધિઓને નિમંત્રણ આપે છે અથવા તો એ શરીર અકાળે કે પરમનો સ્પર્શ ૧૦૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પરમનો સ્પર્શ વહેલું વિલય પામે છે. કોઈ પણ પ્રકારના સાધકને માટે શરીરનું સ્વાથ્ય જરૂરી છે. તપ અને ત્યાગની પરાકાષ્ઠા પ્રગટ કરનાર ભગવાન મહાવીરે પણ દર્શાવ્યું છે કે, “શરીર નાવ છે અને આત્મા નાવિક છે.” આનો અર્થ જ એ કે આત્માને માટે શરીરની આવશ્યકતા છે. એ સાચું કે એ શરીરને જાળવવું જોઈએ; પરંતુ વ્યક્તિનું ચિત્ત માત્ર શરીરના સુખમાં જ રમે તેવું થવું જોઈએ નહીં. શરીર અને આત્માનો પોતપોતાના સ્થાને મહિમા છે. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે, “શરીર છાશનો લોટો છે અને આત્મા ઘીનો લોટો છે.' બંને એકમાંથી ઉત્પન્ન થયાં હોવા છતાં છાશનો લોટો કોઈ ફરી ભરી આપે છે, પણ ઘીનો લોટો કોઈ ફરી ભરી આપતું નથી. આનો અર્થ એવો નથી કે છાશના લોટાનો ત્યાગ કરવો જોઈએ, બલ્ક જીવનમાં છાશના લોટા અને ઘીના લોટા વચ્ચેનો ભેદ જાણવો જોઈએ. ઘીના લોટા કરતાં છાશના લોટાને વધુ મહત્ત્વનો માનનાર ભૂલ કરે છે એટલે કે દેહની સંભાળ લેવી જરૂરી છે, પણ એ એક અર્થમાં મરજિયાત છે, જ્યારે આત્માનો મહિમા ઘીના લોટા જેવો હોવાથી એને સંભાળવાની વ્યક્તિ કે સાધકની મહત્ત્વની ફરજ છે, પરમ કર્તવ્ય છે. દેહની સંભાળ સ્વાથ્યની આવશ્યકતાની દૃષ્ટિએ થવી જોઈએ, જ્યારે આત્માની સંભાળ વ્યક્તિના આધ્યાત્મિક સ્વાથ્યની દૃષ્ટિએ થવી જોઈએ. સાધકને બહાર દોડાવતી ઇંદ્રિયો જ્યારે અંતર્મુખ બને છે, ત્યારે એનામાં અધ્યાત્મની એક નવી તૃષા જાગે છે. પહેલાં ઇંદ્રિય-સુખની પ્રાપ્તિની જે તરસ હતી, તે તરસ હવે અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિમાં પલટાઈ જાય છે. પહેલાં મન બહારનાં આકર્ષણોમાં ડૂબેલું હતું, હવે એને ભીતરનું આકર્ષણ જાગે છે. ધીરે ધીરે એ બાહ્ય આકર્ષણોનો ત્યાગ કરીને ભીતરમાં વધુ ને વધુ વસવાની ખેવના રાખે છે. પહેલાં એનું મસ્તક કોઈ ઇચ્છી શાયરી કે પ્રેમ-કાવ્યથી ડોલતું હતું, હવે એ જ મસ્તક કોઈ અનહદના નાદની વાતે ડોલવા લાગે છે. પહેલાં વ્યવહારના સંબંધોમાં ભાવુકતાનો અનુભવ થતો હતો. દીકરો થોડી અવજ્ઞા કરે તો હૃદય પર પીડાનો પહાડ તૂટી પડતો હતો. પત્નીથી કોઈ ક્ષતિ થાય તો મન અકળાઈ ઊઠતું હતું. આધ્યાત્મિકતાનો અણસાર પામ્યા પછી પણ જીવનમાં આ બધી ઘટનાઓ બને છે ખરી; પરંતુ એનાથી ચિત્ત ગ્રસિત કે વ્યથિત થતું નથી. વ્યક્તિ Page #120 -------------------------------------------------------------------------- ________________ સાક્ષીભાવે એ સઘળું જોતો હોય છે. આધ્યાત્મિક છલાંગ એટલે આત્માની ભીતરમાં જાગેલી તીવ્ર ઇચ્છા. આ ઇચ્છા વ્યક્તિને એક જુદે માર્ગે લઈ જાય છે. એનામાં એક એવી તૃષા જાગે છે કે જે પિપાસા હવે પરમાત્માના મિલન વિના તૃપ્ત થવી શક્ય નથી. એનામાં એવી મસ્તી જાગે છે કે બાહ્ય સુખોમાં મેળવ્યું નહોતું એવું સુખ એને એની આત્માનુભૂતિમાંથી સાંપડે છે. એની આ છલાંગમાં એક પ્રકારની તીવ્ર તરસ હોય છે. એ પરમાત્મા-પ્રાપ્તિની તરસ છિપાવવા નીકળે છે અને ત્યારે એના હૃદયમાં બસ, માત્ર એક જ રટણ હોય છે કે સર્વસ્વ સમર્પણ કરીને મારે મારા પરમાત્માને પ્રાપ્ત કરવો છે. વ્યક્તિ જ્યારે આધ્યાત્મિક છલાંગ લગાવે છે, ત્યારે એને વ્યવહારજગતની પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના જીવનમાં ક્યારેય આવી પરમના સ્પર્શની ઇચ્છા જાગી જ નથી, એને વળી આની તડપનનો શું ખ્યાલ આવે ? જેના મનમાં આવી તીવ્ર તૃષા પ્રગટી નથી, એને વળી આ તરસની ઓળખ ક્યાંથી સાંપડે ? આને પરિણામે વ્યક્તિને વ્યવહારજગતનો ઉપહાસ સહન કરવો પડે છે. આ સ્થિતિ કે દશા સાહસ માગે છે તમારે વ્યવહારજગત તરફથી આવતાં સંકટો, મુસીબતો અને ઉપેક્ષાઓનો સામનો કરવાનો હોય છે. સંત એકનાથ કે તુકારામ, મીરાં કે આનંદઘન, વિવેકાનંદ કે ગાંધીજી વ્યવહારજગતની મુશ્કેલીઓથી મૂંઝાઈ ગયા હોત તો ? તો એમને ક્યારેય કશી ‘પ્રાપ્તિ થઈ ન હોત; પરંતુ એમની આધ્યાત્મિકતાએ એમના હૃદયમાં એક અપૂર્વ સંકલ્પશક્તિ પ્રગટ કરી હતી. જેમ કોઈ વીર યોદ્ધો રણમેદાનમાં આવતી આપત્તિઓ પર વિજય મેળવે છે, એ જ રીતે અધ્યાત્મસાધક પણ એ પછી આવતી બાહ્ય અને આંતરિક આપત્તિઓ સામે સંકલ્પપૂર્વક લડે છે અને એના પર વિજય મેળવે છે. આનો અર્થ જ એ કે જેવી વીરતાની જરૂર યુદ્ધના મેદાનમાં શત્રુને પરાજિત કરવા માટે હોય છે, તેનાથી પણ વધુ મોટી વીરતાની જરૂર અધ્યાત્મના મેદાનમાં આવતા આંતર-બાહ્ય શત્રુઓના વિજય માટે હોય છે. પરમનો સ્પર્શ ૧૧૧ QE Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રદ્ધા, તારાં રૂપ ! ૧૧૨ પરમનો સ્પર્શ વિશ્વના અતિપ્રાચીન ગ્રંથ “ઋગ્વદમાં ઋષિએ શ્રદ્ધાનો અપાર મહિમા કર્યો છે ! એનું ગૌરવગાન કરતાં એ કહે છે - “श्रद्धां प्रातर्हवामहे श्रद्धां मध्यं दिनं परि । श्रद्धां सूर्यस्य निमुचि श्रद्धे श्रद्धापयेह नः ।।" (ઋગ્વદ, ૧૦-૧૫૧-૨) અમે પ્રાત:કાળે, મધ્યાહુન સમયે અને સંધ્યાકાળે શ્રદ્ધાનું આહ્વાન કરીએ છીએ અને કામના કરીએ છીએ કે હે શ્રદ્ધાદેવી ! તમે સદૈવ અમારામાં નિવાસ કરો.” અહીં ઋગ્વદના ઋષિ દેવો દ્વારા ઉપાસ્ય અને પરમ ઐશ્વર્યદાયી શ્રદ્ધાની વાત કરે છે. ભગવાન શ્રીરામ પર અખૂટ શ્રદ્ધા ધરાવનાર સંત તુલસીદાસજીએ ‘શ્રદ્ધા બિના ધર્મ નહીં કોઈ” એમ કહ્યું છે. એનો અર્થ એટલો કે ઈશ્વરશ્રદ્ધા હોય તો જ શક્ય બને. શ્રદ્ધાવિહોણું ધર્માચરણ આડંબર બની જાય છે. છેક પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન કાળ સુધી પ્રભુપ્રાપ્તિ માટેની પ્રથમ શરત રૂપે શ્રદ્ધાની વાત કરવામાં આવી છે, કારણ કે આ શ્રદ્ધા જ વ્યક્તિની આંતરચેતના અને બાહ્ય જીવન બંને પર પ્રગાઢ પ્રભાવ પાડે ભગવાન મહાવીરે કહ્યું છે તેમ ‘સદ્ધ પરમ કુલ્તë'; અર્થાતું, ‘શ્રદ્ધા અત્યંત દુર્લભ છે'. આનું કારણ એ કે માનવચિત્ત પ્રલોભનો, કષાયો, ઇચ્છાઓ અને તૃષ્ણાઓમાં વિભાજિત હોય છે. અતિ ચંચલ, સ્વકેન્દ્રી અને સુખપ્રિય ચિત્ત જ જ્યાં કોઈ એક વાત પર ઠરીઠામ હોતું નથી, ત્યાં કઈ રીતે એ પરમાત્મા પર સ્થિર અને દૃઢ શ્રદ્ધા રાખી શકે? મનની અનંત ઇચ્છાઓ માનવીને ક્યાંય ને ક્યાંય દોડાવતી રહે છે ત્યારે એ માનવી કઈ રીતે ઈશ્વરશ્રદ્ધા પર એકાગ્રતા રાખી શકે ? વળી જે ચિત્તમાં Page #122 -------------------------------------------------------------------------- ________________ પરમનો અલ્પમાત્ર સ્પર્શ નથી, એ ચિત્તમાં પરમાત્મા પ્રત્યેની અખંડ શ્રદ્ધા જાગે ક્યાંથી ? શ્રદ્ધા માગે છે શુદ્ધ પ્રેમ અને સર્વસ્વસમર્પણ. આવી શ્રદ્ધા જ વ્યક્તિની ચેતનાને સંકલ્પબળ આપશે અને એ સંકલ્પબળને પરિણામે વ્યક્તિના જીવનમાં આવતાં ઘણાં વિકલ્પો, દૂષણો, શિથિલતા અને ચંચળતા એને સ્પર્શશે નહીં, આપોઆપ અળગાં રહેશે. વ્યક્તિની શ્રદ્ધા એના સ્વભાવનું અનુસરણ કરતી હોય છે, ખોટી, કૃત્રિમ કે આડંબરી શ્રદ્ધા અને સાચી સંકલ્પલક્ષી શ્રદ્ધા વચ્ચેનો ભેદ પ્રથમ પારખી લઈએ. પ્રથમ પ્રકારની શ્રદ્ધા છે તીવ્રવેગી અતિ ચંચળ શ્રદ્ધા. આજે એ એક સ્થાને જાય છે અને એની અસર અનુભવે છે, આવતીકાલે એ અન્ય સ્થાને જાય છે અને એનાથી અતિ પ્રભાવિત થાય છે. એક સમયે એને ખ્રિસ્તી ધર્મના માનવતાના સિદ્ધાંતો પસંદ પડે છે અને સમય જતાં એ ભાઈચારો ધરાવતા ઇસ્લામ ધર્મને અનુસરવાનો વિચાર કરે છે. વળી એવામાં એને બહાઈ પંથની વ્યાપક વિચારધારા ગમવા લાગે છે અને વળી ત્યાંથી નીકળીને એ ઓશોની ઉપાસનામાં ડૂબી જાય છે. મનની ચંચળતા સાથે શ્રદ્ધા તીવ્રવેગે પલટાતી રહે છે. એના પરિવર્તનનું કારણ એનું ચંચળ ને તીવ્રવેગી ચિત્ત છે. કોઈ ધર્મમાં એક સારો સિદ્ધાંત જુએ . અને તે એના પર વારી જાય. એ પછી બીજા ધર્મમાં પોતાને ગમતો કોઈ સિદ્ધાંત જોવા મળે એટલે પહેલા ધર્મ કે સિદ્ધાંતની વાત છોડીને તે બીજા ધર્મની ઉપાસના કરવા લાગે છે, એનું મહિમાગાન કરે છે. એની પાસે વિવેક કે તુલનાત્મક દૃષ્ટિ હોતાં નથી, પરંતુ ચિત્તને સહેજ આકર્ષિત કરતી બાબતોને દોડીને વળગી પડવાની વૃત્તિ હોય છે. એની સાધના ગહન સિદ્ધાંત કે અનુભવના અર્કને પરિણામે ઘડાયેલી હોતી નથી. એની પાસે પોતીકી મૂલ્યસૃષ્ટિ, નિશ્ચિત હેતુ કે સાધનાનું કોઈ અંતિમ પ્રયોજન હોતું નથી. એ જ્યાં જાય ત્યાં એનાથી રંગાઈ જાય છે; કારણ કે એની પાસે પોતાનો કોઈ આગવો રંગ હોતો નથી. બીજા પ્રકારની શ્રદ્ધા તે પ્રયોજનલક્ષી શ્રદ્ધા છે. કોઈ વ્યક્તિ ખોટાં કામો કરવાને કારણે આપત્તિથી ઘેરાઈ ગઈ હોય, ત્યારે એ કોઈ મંત્ર પર આસ્થા રાખીને આપત્તિનિવારણ માટે શ્રદ્ધા રાખીને મંત્રોપાસના કરે છે. એને લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય તો લક્ષ્મીના જપ, યંત્ર અને મંત્ર – એ સઘળાંનું અનુષ્ઠાન કરે છે. આવી શ્રદ્ધા અંતરમાંથી ઊગેલી નહીં, પરંતુ પરમનો સ્પર્શ ૧૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પરમનો સ્પર્શ પ્રયોજનમાંથી પ્રગટેલી હોય છે. પ્રયોજન સિદ્ધ થતાં એ શ્રદ્ધાનો પણ સૂર્યાસ્ત થાય છે. આવી વ્યક્તિ જીવનનું કલ્યાણ મંગલ કરતા નમસ્કાર મહામંત્રને બદલે અનિષ્ટનું નિવારણ કરતા સ્તોત્રની ઉપાસના વધુ પસંદ કરે છે. પ્રયોજનબદ્ધ શ્રદ્ધા સ્વાર્થલક્ષી, પદાર્થલક્ષી અને બાહ્યપ્રાપ્તિ આધારિત હોય છે. પરિણામે આ શ્રદ્ધા પણ વ્યક્તિની અંગત ઇચ્છા, લાલસા કે પૂર્તિનો પ્રપંચ બની રહે છે. ત્રીજી શ્રદ્ધા તે અંધશ્રદ્ધા. આમાં વ્યક્તિ કશુંય વિચાર્યા વિના ગતાનુગતિક રીતે ક્રિયાકાંડને અનુસરતી હોય છે. પોતાનાં શાસ્ત્રોનું કથન કે પોતાના પૂર્વજોનું રૂઢિ-આચરણ એ સોએ સો ટકા સંપૂર્ણ સત્ય જ હોય, એમ માનીને તે એ રૂઢિ કે માન્યતા અનુસાર ક્રિયા કરે છે. એક સમયે ભારતમાં શીતળાના ઉપદ્રવથી બાળમરણો થતાં હતાં. શીતળા પ્રતિરોધક રસી શોધાયા પછી એવું રહ્યું નથી, આમ છતાં ઘણી સ્ત્રીઓ બાળકને શીતળા થયા પછી તેને નમાવવા માટે શીતળા માતાના મંદિરે જતી હોય છે, શીતળા માતાની બાધા રાખતી હોય છે અને શીતળા સાતમનું વ્રત પણ કરતી હોય છે. આંખ સતત પાટા બાંધીને રહેતી આ શ્રદ્ધા તર્ક, વાસ્તવિકતા કે સમયસંદર્ભ પ્રત્યે અંધાપો ધરાવતી હોય છે. | મૂળ ક્રિયાનો મર્મ કે પ્રાણ ચાલ્યો ગયો હોય, કશો તર્ક કે ભાવના રહ્યાં ન હોય અને તેમ છતાં પરંપરાગત હોવાથી તેનું આચરણ કરવામાં આવે છે. વ્યક્તિ શુભ કાર્ય માટે મંગલ મુહૂર્ત જોતી હોય છે અને એ મુહૂર્ત કાર્યનો પ્રારંભ કરતી હોય છે, પરંતુ ટ્રેનમાં બેસતી વખતે કે પ્લેનમાં સફર કરતી વખતે, “અત્યારે ચલ કે કાળ ચોઘડિયું છે કે નહીં? તેનો કોઈ વિચાર કરે છે ખરું? લગ્નપ્રસંગે હસ્તમેળાપનું મુહૂર્ત જોવામાં આવે છે. કુમકુમ-પત્રિકામાં હસ્તમેળાપનો સમય બરાબર મિનિટ સાથે લખવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં કોઈ મુહૂર્ત સચવાતું નથી ! એ જ રીતે અતિ પવિત્ર ગણાતી લગ્નવિધિ પૂર્ણ રૂપે પવિત્રતાથી કરાવવામાં આવતી નથી. આમ સાપ ગયા અને લિસોટા રહ્યા, એની માફક વસ્તુનું હાર્દ ચાલ્યું ગયું અને માત્ર એના બહારી ખોખાની આંધળી ઉપાસના કે આચરણ કરવામાં આવે છે. આવી અંધશ્રદ્ધાને કારણે ધર્મ, રાષ્ટ્ર કે સમાજનું પુષ્કળ અહિત થતું હોય છે. સતીપ્રથા કે પરદેશગમનનિષેધ જેવી અંધશ્રદ્ધાઓએ ભારતને ઘણું નુકસાન કર્યું. આવી અંધશ્રદ્ધામાં પણ એક પ્રકારની આસ્થા હોય Page #124 -------------------------------------------------------------------------- ________________ છે. મૃત્યુ બાદના પ્રેતભોજનમાં કે શ્રાદ્ધમાં પણ વ્યક્તિઓની આસ્થા કેટલી બધી જડ અને દૃઢ રીતે રોપાયેલી હોય છે. અંધશ્રદ્ધા જીવંતતાનો નહીં, બલ્ક જડતાનો શ્વાસ લેતી હોય છે. કોઈ એનો વિરોધ કરે, તો એની સામે તર્કપૂર્ણ દલીલ કરવાને બદલે વિરોધીઓનો ઉપહાસ કરે છે. એની પાસે મજાક, ઉપહાસ કે ગતાનુગતિક પરંપરા સિવાય કોઈ ઉત્તર હોતો નથી. આપણા દેશમાં ગરીબોને ગરીબીમાં જ નહીં, પણ દેવાના ડુંગર તળે દબાવીને, એમનાં હાડ-માંસ ચૂસતી આવી અંધશ્રદ્ધાઓ હજી ઘણી કોમમાં અકબંધ રીતે પાળવામાં આવે છે. ચોથી શ્રદ્ધા છે ક્ષણિક શ્રદ્ધા. જીવનમાં કોઈ શ્રદ્ધાની આધારશિલા હોય નહીં, પરંતુ ક્વચિત્ એકાદ કાર્યસિદ્ધિ કાજે વ્યક્તિ ક્ષણભર શ્રદ્ધાવાન ઉપાસક બને છે. આ શ્રદ્ધાની પાછળ કોઈ સાધના, ભક્તિ, શાસ્ત્રાભ્યાસ કે અધ્યાત્મની અનુભૂતિનું બળ હોતું નથી, માત્ર અલ્પકાલીન હોય છે. આવી ક્ષણિક શ્રદ્ધામાં જો કાર્યસિદ્ધિ ન થાય તો એ શ્રદ્ધાને ચિત્ત-વટો આપે છે. એને માટે તત્કાળ કાર્યસિદ્ધિ જ મહત્ત્વની હોય છે અને તેટલા ટૂંકા ગાળા માટે એ ક્યાંક પોતાની શ્રદ્ધા રોપ-આરોપે છે. આમાં વ્યક્તિ પોતાની હેતુસિદ્ધિ માટે ઈશ્વરની કસોટી કરે છે ! સામાન્ય રીતે ઈશ્વર, ભક્તની - ભક્તિની કસોટી કરે છે, પણ આ શ્રદ્ધામાં દંભી ભક્ત ઈશ્વરની શક્તિની અગ્નિપરીક્ષા કરે છે અને તે પણ પોતાની ભૌતિક પ્રાપ્તિ માટે. જો એક દેવ એની આપત્તિ દૂર ન કરે તો તરત જ એ બીજા વિઘ્નહર્તા દેવ પાસે દોડી જશે. આમાં એક વાર કોઈ વિઘ્નહર્તા દેવ એને શેરબજારની કે ઇન્કમટૅક્સની મુશ્કેલીમાંથી ઉગારી લે તો બસ, પછી એ દેવને પોતાની સંપત્તિથી માલામાલ કરી દેવાનો વિચાર કરે છે. એણે મારો સ્વાર્થ સિદ્ધ કર્યો, મને કપરી મુશ્કેલીમાંથી ઉગારી લીધો, તેથી મારે એના પર સંપત્તિની મહેર વરસાવવી, એવી સ્થળ નફાલક્ષી બુદ્ધિ હોય છે. આવી શ્રદ્ધાના મૂળમાં કોઈ સમજ નહીં, પણ સંકુચિત સ્વ-અર્થ રહેલો હોય છે. પુત્રની પ્રાપ્તિ થતી ન હોય અને કોઈ દેવદર્શનથી કે તીર્થયાત્રાથી સંતાનપ્રાપ્તિ થાય તો એના પર એ વારી જાય છે. અહીં શ્રદ્ધા એ સોદો છે. સોદો પૂરો થાય એટલે બધું સમાપ્ત થઈ જાય છે. ઈશ્વર સાથેનો બધો હિસાબ-કિતાબ પૂરો ! સોદો પાર પડે, તો સંબંધ રાખવાનો; નિષ્ફળ જાય તો એ ઈશ્વરને કોરાણે મૂકવાના ! શ્રદ્ધાનો પાંચમો પ્રકાર છે અશ્રદ્ધાવાનનો. જોકે આવી અશ્રદ્ધા પરમનો સ્પર્શ ૧૧૫ (૯) Page #125 -------------------------------------------------------------------------- ________________ 990 Jdhe (lok≥h Śbb ધરાવનારાઓ દંભી શ્રદ્ધાવાન કરતાં વધુ સાદિલ હોય છે. એમને ક્યાંય શ્રદ્ધા હોતી નથી, પરંતુ આ અશ્રદ્ધાની ચિકિત્સા કરવાની પણ જરૂર છે. પાક વ્યક્તિ પોતાની સ્વાર્થ સિદ્ધિ માટે ઈશ્વરને દાવ પર લગાવતી હોય છે. આવી રીતે ઈશ્વર સાથે ત્રાગું કરનારા ઘણા લોકો અશ્રદ્ધાવાન બની જતા હોય છે. પોતાનું કાર્ય સિદ્ધ ન થયું, તેથી ઈંશ્વરને અ-સિદ્ધ ઠેરવે છે ! બીજા કેટલાક અગ્રહાવાન એવા હોય છે કે જેઓ બાપ્રવૃત્તિમાં એટલા બધા ગળાડૂબ હોય છે કે એમને એમાંથી બહાર નીકળીને આત્મચિંતન કરવાનો સહેજું અવકાશ મળતો નથી. અતિ પ્રવૃત્તિશીલને એમ લાગે કે પ્રવૃત્તિઓની રફતાર જ એટલી બધી છે કે પૂરી થતી નથી. આવી વ્યક્તિ સત્તત થયેલી પ્રવૃત્તિ અને બાકીની પ્રવૃત્તિ, કરેલાં કાર્યો અને બાકી રહેલાં કામો વચ્ચે ઘડિયાળના લોલકની પેઠે આમતેમ ઘૂમતી હોય છે. પોતે અત્યંત ‘બિઝી’ હોવાનું કહીને બીજી સઘળી બાબતની બાદબાકી કરતી હોય છે. પરિણામે એના જીવનમાંથી આંતરિક કે આધ્યાત્મિક અનુભવની જ બાદબાકી થઈ જતી હોય છે ત્યાં વળી ઈશ્વરથહાના સરવાળાની વાત કેવી ? આમાં એક પ્રકાર ફૅશનેબલ’ અશ્રદ્ધાવાનોનો છે. એ આધુનિક વિચારને અનુસરતા હોવાનો આડંબર કરવા માટે ઈશ્વરના અસ્તિત્વનો ધરાર ઇન્કાર કરે છે, પરંતુ પોતાના વન-વ્યવહારમાં સામાન્ય રૂઢિઓનું પણ પાલન કરતા હોય છે. પોતે પ્રખર વૈચારિક છે. અને ઈશ્વર-ફિચર જેવી બાબતોમાં સહેજે માનતા નથી એમ દર્શાવવા પ્રયાસ કરે છે ખરા, પરંતુ જીવનની કટોકટીની ક્ષણે કે સામાજિક પ્રસંગોએ એનો આશરો લેતાં પણ અચકાતા નથી. એમનો આ આડંબર આપત્તિ આવે નહીં, ત્યાં સુધી સચવાય છે. આપત્તિ આવતાં એમના વિચારના પાયા ધ્રૂજી ઊઠે છે ને તેઓ પરાણે ઈશ્વરને શરણે જાય છે. મુખ્યત્વે તો મોટા ભાગના અયહોવાનો ક્યારેય ધર્મગ્રંથ કે આત્માનુભૂતિ સુધી જતા નથી. ઘણી વાર એમનું અજ્ઞાન એ અશ્રદ્ધાનું કારણ હોય છે. કોઈ ધર્મગ્રંથનું એકાદ વાય લઈને એનો મર્મ પારખ્યા વિના કે સંદર્ભ સમજ્યા વિના એની રાતદિવસ ટીકા કરનારાઓની જમાત ઓછી નથી. એમનું દુર્ભાગ્ય એટલું કે તેઓ આ જ્ઞાનવાર્તાથી દૂર રહે છે અને ધર્મગ્રંથોની ભીતરમાં રહેલા અધ્યાત્મ અનુભવ સુધી પહોંચી શક્યા |_ Page #126 -------------------------------------------------------------------------- ________________ નથી. કેટલાક ધર્મના કે આચાર પાછળનો ભાવ જાણ્યા વિના એની નિંદામાં રચ્યાપચ્યા રહેતા હોય છે. આવી વ્યક્તિ ધર્મ પ્રત્યે અણસમજભરી સૂગ કેળવે છે અને એમને ધર્મની એકાદ બાબતની ટીકા કરવામાં આનંદ આવે છે અને એટલી જ ખાબોચિયા જેટલી એમની ધર્મસમજ હોય છે. કેટલાક તો કોઈ વાદની કંઠી બાંધી હોવાથી કે કોઈ વિચારકના વિચાર પ્રમાણે જીવન ગાળવાનો નિર્ધાર કર્યો હોવાથી એ વાદ કે વિચારનાં ચશ્માંથી જ જગતને અને ઈશ્વરને જોતા હોય છે. એ વાદ કે વિચારમાં એમની શ્રદ્ધા એટલી બધી દૃઢ હોય છે કે એ સિવાય બીજું કશું જોવા કે જાણવા ઇચ્છતા નથી. આમ હકીકતમાં બહુ થોડી જ વ્યક્તિઓ અંતરની અનુભૂતિ અને જ્ઞાનપ્રાપ્તિ બાદ સાચા અર્થમાં ઈશ્વર પ્રતિ અશ્રદ્ધાવાન હોય છે. હવે વાત કરીએ સાચી શ્રદ્ધાની. કોઈ હેતુ, સ્વાર્થ કે પ્રયોજન વિના સમજણમાંથી આ શ્રદ્ધા પ્રગટતી હોય છે. એ શ્રદ્ધા ગતાનુગતિક, કૃત્રિમ કે આડંબરી હોવાને બદલે ગહન અભ્યાસ, આંતર અનુભૂતિ અને આત્મઅવાજને અનુસરવાને કારણે જાગેલી હોય છે. વર્તમાન સમયે આવી સાચી ઈશ્વર-શ્રદ્ધા દુર્લભ છે. આજે માનવી સતત શંકાથી જીવન જીવે છે, ડગલે ને પગલે તર્કથી વિચાર કરે છે અને દૃષ્ટિ સામે હાજર-નાજર દેખાય એને જ ઓળખે, સ્વીકારે કે એનો મહિમા કરે છે. આને પરિણામે માનવીના જીવનમાં કોઈ આધ્યાત્મિક અવલંબન હોતું નથી અને તેથી એના હૃદયમાં શ્રદ્ધા ઠરીઠામ થઈ હોતી નથી. જીવન પર એકાદ વજાઘાત આવે અને એ જીવનમાંથી સમૂળગો રસ ગુમાવી દે છે. એક નાનકડી નિષ્ફળતાને | પણ શ્રદ્ધા કે અવલંબનના અભાવે એ પચાવી શકતો નથી. આથી તે આત્મહત્યા તરફ વળે છે અથવા તો ઈશ્વરનો ઇન્કાર કરીને કટુતાપૂર્ણ જીવન વ્યતીત કરે છે. હકીકતમાં શ્રદ્ધા વિના કરવામાં આવેલું પ્રત્યેક કૃત્ય કશાય મહત્ત્વનું નથી. સ્વાભાવિક રીતે એ સવાલ થાય કે આ શ્રદ્ધાના સૂર સંભળાશે કઈ રીતે? એનો ઉત્તર એ છે કે તમારા ભીતરમાં વસતા પરમનો, પરમાત્માનો અવાજ સાંભળો. એ અવાજ એ જ તમારા જીવનની દીવાદાંડી છે. બહાર કોઈ ધ્યેય, આદર્શ કે મંજિલ શોધવાની જરૂર નથી. તમારા આત્મામાં જ તમારો આદર્શ વસેલો છે એને અનુસરો. એ અવાજ તમને જીવનમાં માર્ગદર્શક બનશે. એ વિચાર તમારા માનસનું ઘડતર કરશે અને એની પરમનો સ્પર્શ ૧૧૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા એ તમારા બાહ્ય જીવનનું નિયમન કરશે. આથી તો ‘અપ્પા સો પરમપ્પા' એટલે કે “આત્મા એ જ પરમાત્મા છે” એમ કહેવાયું છે. ભગવાન મહાવીરે કહ્યું હતું કે, “જેમ કેરીની ગોટલીમાં આંબાનું વિશાળ વૃક્ષ સમાયેલું છે, એ જ રીતે મનુષ્યના આત્મામાં વિરાટ પરમાત્મા સમાયેલો છે.” આ કારણે જ વર્તમાન સમયમાં સ્વામી રામતીર્થે ઘોષણા કરતાં કહ્યું, “આત્મતત્ત્વને પ્રાપ્ત કરનાર જ અખિલ વિશ્વનો સ્વામી બને છે.” ૧૧૮ પરમનો સ્પર્શ. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રદ્ધાના સૂર પરમાત્મા તમારી પાસે સૌપ્રથમ કઈ માગણી કરે છે ? એ તમારી પાસે એમની સ્તુતિ કે પ્રશંસાની માગણી કરે છે ? એ તમને કહે છે કે તમે અન્નજળનો ત્યાગ કરી મારી સમીપ આવવા માટે આકરી તપશ્ચર્યા કરો ? કે પછી ભક્તની પૂજા ઇચ્છતો એ ભક્તની ભક્તિ માટે અતિ આતુર હોય છે ? હકીકતમાં પરમની સૌથી પહેલી માગણી શ્રદ્ધાની છે. શ્રદ્ધા એ અધ્યાત્મમાર્ગનું પ્રથમ, અતિ મહત્ત્વનું અને અત્યંત મુશ્કેલ સોપાન છે. શ્રદ્ધા હશે તો જ પૂજા એ સાચી ઈશ્વર-પૂજા બનશે અને ધર્મક્રિયા એ સાચી ધર્મપૂત ક્રિયા બનશે. શ્રદ્ધા હશે તો જ સાધક વ્યાવહારિક મુશ્કેલીઓને પાર કરી શકશે, જેમ સંસાર સર્જિત અવરોધોની સઘળી દીવાલ મીરાં પાર કરી ગઈ. વળી શ્રદ્ધાવાન આર્થિક મૂંઝવણોથી પણ ડઘાઈ જશે નહીં. એ તો નરસિંહ મહેતાની જેમ આવી ચિંતાનો ભાર ‘શામળિયાને સોંપશે. અધ્યાત્મના માર્ગે ચાલતાં કેટલીય દ્વિધાઓ, સંઘર્ષો અને કસોટીઓ આવે છે. આ બધા વખતે કોણ સાધકને ટકાવી રાખે છે ? શ્રદ્ધામાંથી પ્રાપ્ત થયેલું બળ એને દઢ, સંકલ્પબદ્ધ અને અવિચળ રાખે છે. શ્રદ્ધાના આ સ્વરૂપને સમજીએ. ક્યારેક વ્યક્તિની શ્રદ્ધા માત્ર બાહ્ય કારણો પર આધારિત હોય છે. શેરબજારમાં નુકસાનીમાંથી બચાવી લેનારને કોઈ ગુરુ માને છે તો કોઈ પોતે કરેલા ગુનામાંથી મુક્તિ અપાવનારને ગુરુપદે બેસાડે છે. કોઈ વર્ષોની બીમારી દૂર કરી આપનાર વ્યક્તિને ગુરુ ગણે છે તો કોઈ જીવનની કપરી પળોમાંથી ઉગારી લેવા માટે ગુરુના સદૈવ આશીર્વાદ માગતો રહે છે. ગુરુ માટેની શ્રદ્ધાનો પ્રારંભ કદાચ કોઈ પ્રયોજનથી થયો હોય, પરંતુ સમય જતાં એ પ્રયોજન ખરી જવું જોઈએ અને સાચી શ્રદ્ધા જાગવી જોઈએ. ચમત્કાર કરતા ગુરુ પ્રત્યેની આસ્થા જો પ્રયોજનમાંથી જાગેલી હોય છે, પરમનો સ્પર્શ ૧૧૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પરમનો સ્પર્શ છે તો જીવનવિકાસના પ્રત્યેક તબક્કે માર્ગદર્શન આપતા ગુરુ તરફની આસ્થા ત્યાગ, તપશ્ચર્યા કે મુમુક્ષુપણાની ભાવનામાંથી સર્જાયેલી હોય છે. પરમાત્માની પ્રાપ્તિની પહેલી શરત એવી શ્રદ્ધા વિના આ માર્ગમાં પ્રગતિ શક્ય નથી. આવી શ્રદ્ધાને કારણે જ વ્યક્તિના વ્યાવહારિક જીવનના કેટલાય પ્રશ્નો આથમી જાય છે. સંતોને ક્યાં આવતીકાલની કોઈ ચિંતા હતી? એમને ક્યાં કીર્તિ કે પ્રસિદ્ધિની ખેવના હતી ? એમને ક્યાં પ્રચારની જરૂર હતી ? એ ક્યાંય પણ જતા, તો એમને એ વાતની ફિકર નહોતી કે લોકો એમનું સ્વાગત પથ્થર મારીને કરશે કે પુષ્પમાળાથી. પરિચિત પ્રદેશ હોય કે તદ્દન અપરિચિત, અજાણ્યો પ્રદેશ હોય, અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ વાતાવરણ હોય એની પણ પરવા એમણે કરી નહોતી. લોકોને પોતે પ્રિય છે કે અપ્રિય એની પણ કશી ફિકર નહોતી. ઈશ્વર પ્રત્યે હૃદયમાં શ્રદ્ધાનો દીપક હશે, તો એને કશી ચિંતા, કશી ગણતરી કે કશી સાવચેતીની જરૂર નથી રહેતી. પ્રથમ વેદ “ઋગ્વદમાં કહ્યું છે: श्रद्धा देवा उपासते । श्रद्धया विन्दते वसु ।। “સ્વયં દેવો પણ શ્રદ્ધાની ઉપાસના કરે છે અને શ્રદ્ધાથી પરમ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. આવા ઐશ્વર્યને માટે શ્રદ્ધા આધારભૂત બને છે.” (૧૦-૧૫૧.૪) મોટા અવાજે મંત્રોચ્ચાર કરનાર કે જોશભેર સ્તુતિઓ ગાનાર કે પછી ક્રિયાકાંડમાં ડૂળ્યા રહેનાર અથવા તો કોઈ એક વાત કે વિચારધારાનો સ્વીકાર કરનાર પાસે જો શ્રદ્ધા નહીં હોય તો એ સત્યની સમીપ જઈ શકશે નહીં. શ્રદ્ધા વિના એ જો ધર્મક્રિયા કરશે, તો એ માત્ર બાહ્ય ક્રિયા રહેશે, પરંતુ એનું આત્માનંદમાં રૂપાંતર નહીં થાય. શ્રદ્ધા વિનાનું કર્મ એ બાહ્ય કર્મ રહેશે, પરંતુ ઈશ્વરને સમર્પિત થયેલું કર્મ બનશે નહીં. શ્રદ્ધાના પ્રાદુર્ભાવની સાથે દુષ્ટિપરિવર્તન થશે. અત્યાર સુધી જગત તમને કઈ રીતે જુએ છે તેનો વિચાર કરતા હતા. જગતમાં સારા દેખાવા માટે ફિકર કરતા હતા અને જગતમાં એનો કેવો પડઘો પડશે તેમાં જીવનની પ્રત્યેક ક્રિયાનું અંતિમ ફળ માનતા હતા, પરંતુ હવે શ્રદ્ધા જાગતાં જગત તમને કઈ રીતે જુએ છે. એને બદલે ઈશ્વર તમને કઈ રીતે જુએ છે તેનો વિચાર કરવા લાગો છો. તમારું ‘ફોક્સ’ ‘પર થી સ્વ” પર આવી જશે. બીજાની ચિંતા કરવાને બદલે સ્વપરિવર્તનની ચિંતા Page #130 -------------------------------------------------------------------------- ________________ કરવા લાગશો અને કોઈ પણ કાર્યનો બહારી દુનિયામાં કેવો પડઘો પડે છે તેની ચિંતા કરવાને બદલે તમારા આંતરજગતમાં શી હલચલ પેદા થાય છે, એ જોવા માંડશો. આ રીતે શ્રદ્ધાથી દૃષ્ટિ બદલાશે, વ્યવહારમાં પરિવર્તન આવશે, સદ્ગણો જાગશે અને જીવનલક્ષ્યમાં પરિવર્તન આવશે. એ પછી ભગવાન ઋષભદેવની પ્રતિમાને જોઈને એમનો હીરાથી ઝળહળતો અતિ મૂલ્યવાન મુગટ દેખાશે નહીં, પરંતુ એમના વિરલ ત્યાગનું સ્મરણ થશે. રામને જોઈને ધનુષ દેખાશે નહીં, પરંતુ એમના પવિત્ર જીવન અને કર્તવ્યદૃઢતાનું સ્મરણ થશે. જ્યાં શ્રદ્ધા હોય છે, ત્યાં દ્વિધા હોતી નથી. ‘ગીતાજ્ઞાન' પુસ્તકમાં શ્રી દિનાનાથ ભાર્ગવ ‘દિનેશે' લખ્યું છે : શ્રદ્ધા પાયાના પથ્થર જેવી છે: ધર્મ, કર્મ અને સાધનાની દીવાલ શ્રદ્ધા પર ઊભી છે.” આ શ્રદ્ધા જેવી સાધકના અંતરમાં નિવાસ કરે છે કે તરત જ મહાપરિવર્તન સર્જાય છે. પરમનો સહજ સ્પર્શ ક્રાંતિકારી ઘટનાઓ સર્જશે. ગઈકાલ સુધી નિયમિતપણે મિત્રોની મંડળીમાં ગામગપાટાં હાંકવા જતી વ્યક્તિના મનમાં હવે બધું છોડીને સત્સંગમાં જવાની તીવ્ર તાલાવેલી જાગશે. કિંમતી અલંકારો, મોંઘાં વસ્ત્રો અને ભવ્ય ઇમારતોની બાહ્ય ઝાકઝમાળ જોનારી આંખને હવે એમાં ઓછો રસ પડશે અને એનું મન ભીતરની ઝાકઝમાળમાં ડૂબી જશે. પ્રેમકથાઓ, રહસ્યકથાઓ કે રંગીલી કથાઓમાંથી એનું મન ઊઠી જશે અને ગહન શાસ્ત્રગ્રંથોના સ્વાધ્યાય તરફ એનું ચિત્ત વળી જશે. આમ શ્રદ્ધા એ સાધકને ખબર પણ ન હોય એવો ચમત્કાર સર્જશે. તમારા હૃદયમાં પડેલી શ્રદ્ધાનો સૂર તમે સાંભળ્યો છે ખરો ? એ શ્રદ્ધા તમને બોલાવે છે. એ સૂરમાં પ્રેમ છે, નિમંત્રણ છે અને હૃદયમાં વ્યાપી વળતો સ્નેહ છે. શ્રદ્ધાનો એ સ્નેહાળ સૂર નહીં સાંભળનારી વ્યક્તિ પોતાની જાતને પાપી, અધમ અને કુટિલ ગણીને સતત તિરસ્કારતી હોય છે. ભૂતકાળના એકાદ દુષ્કૃત્ય માટે પોતાની આખી જિંદગીને ધૃણાથી જોઈને તિરસ્કાર વરસાવતી હોય છે, જ્યારે શ્રદ્ધાથી જાગતો સૂર તમને સ્નેહથી નિમંત્રણ આપે છે. ભગવાન મહાવીર કહે છે કે, “મારી પાસે આવો અને જીવનમાં મારા જેવા ગુણો કેળવીને તમે સ્વયં મહાવીર બનો.’ કૃષ્ણની વાંસળીનો મધુર સૂર સંભળાય છે અને જીવનમાં ઉલ્લાસની લહરીઓ જાગે છે. બુદ્ધના પરમનો સ્પર્શ ૧૨૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુમાંથી વહેતી કરુણા તમને ભીંજવે છે. શ્રદ્ધાનો સૂર વ્યક્તિમાં પાત્રતા જગાવે છે. ઘણી વ્યક્તિઓ પોતાની ખામી, ભૂલ કે ક્ષતિઓનો સતત વિચાર કરીને આત્મહત્યા કરતી હોય છે. કોઈ નબળી ક્ષણે થયેલી ભૂલને સતત મનમાં, હૃદયમાં અને મસ્તક પર રાખીને પોતાનું જીવન કલુષિત કરી નાખે છે. પોતાના હાથથી કોઈ ખોટું કામ થઈ જતાં એ હાથને બાળી નાખે છે અથવા તો પોતાને ઈશ્વરનો ગુનેગાર માનીને એકલતાપૂર્ણ એકાંતજીવન વિતાવે છે. પરમમાં શ્રદ્ધા મૂકશો એટલે એ તમારામાં તમારી જાતને માટે સન્માન અને આદર જગાવશે. તમારામાં ભક્ત કે સાધકની પાત્રતા જગાવશે અને એ રીતે એ તમારો તમારી સાથેનો સ્નેહભર્યો સંબંધ સર્જી આપશે. એ હકીકત છે કે વ્યક્તિ પોતે જ પોતાની જાતની જ દુશ્મન હોય તો એના જીવનમાં હતાશા, નિરાશા અને નિષ્ફળતા સિવાય બીજું કશું મળતું નથી. બીજા તો તમને પરાજિત કરે એ દૂરની વાત, કિંતુ તમે જ તમારી જાતને પરાજિત કરી દેશો. મહાત્મા ગાંધીએ કહ્યું કે “શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનો અર્થ છે ઈશ્વર પર વિશ્વાસ.” આવો ઈશ્વર પરનો વિશ્વાસ નવી પ્રેરણા જગાડશે, સારા ભાવો સર્જશે અને એ રીતે વ્યક્તિત્વમાં જરૂરી નિખાર લાવશે. ૧૨૨ પરમનો સ્પર્શ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આપણા આત્માની સાક્ષીએ અત્યારે, આ ક્ષણે, તમે શું વિચારો છો ? તમારા મનમાં ચાલી રહેલા એ વિચારતરંગ કે ખ્યાલને બરાબર પકડી રાખો અને પછી એનું સૂક્ષ્મ અને તટસ્થપણે પૃથક્કરણ કરવા લાગી જાઓ. મનમાં જેનો વિચાર કરીએ છીએ, તે બાબત જ આપણા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. મનમાં ચાલતો એ વિચાર એ વ્યક્તિના ભીતરનું આઇડેન્ટિટી-કાર્ડ (યથાર્થ ઓળખપત્ર) બની રહે છે. જીવનમાં સૌથી મહત્ત્વની બાબત તમારો “માઇન્ડ-સેટ’ છે. તમારી ચિત્તની દિશા એ જ તમારી વિચારસૃષ્ટિની પરિચાયક છે. જો ચિત્તમાં શુભભાવ હશે, તો ઊર્ધ્વજીવનના વિચારો આવશે અને જો ચિત્તમાં વાસના કે વિકાર હશે, તો એની તૃપ્તિ માટેની ઝંખના અને એની પ્રાપ્તિ માટેની એષણાઓ મનમાં દોડાદોડ કરતી હશે. આનો અર્થ જ એ કે વ્યક્તિને જે પામવું હોય તે તરફ એના ચિત્તને રાખવું જોઈએ. જો એનું ચિત્ત આત્માના વિચારોમાં ડૂબેલું હશે, તો એ સાહજિક રીતે આત્મસામીપ્ય અને ઊર્ધ્વતા પામશે. માનવી પાસે શરીર, મન અને આત્મા – એમ ત્રણ બાબત છે. એના જીવનમાં સ્વસ્થતાની દૃષ્ટિએ શરીરનું મહત્ત્વ છે. જપ, તપ કે ઉપવાસ કરવા હોય, તો એમાં શરીરની ક્ષમતા મહત્ત્વની છે, ધર્મશાસ્ત્રોએ શરીરને ધર્મના મુખ્ય સાધન તરીકે ઓળખાવ્યું છે. માણસ એના જીવનનો ઘણો મોટો ભાગ પોતાના શરીરની ચિંતામાં ગાળે છે. એમાં પણ યુવાનીમાંથી વૃદ્ધત્વ તરફ ગયેલા માણસને રોજેરોજ શરીરની ફરિયાદ રહેતી હોય છે અને એનું ચિત્ત પણ શરીરની ચિંતાથી ઘેરાયેલું રહે છે. બીજું તત્ત્વ છે મન, કે જે નિરંકુશ બનીને સતત દોડતું રહે છે અને માણસનું કાર્ય જ એ છે કે એ મનને અંકુશમાં રાખે અને એ રીતે પોતાના જીવનને યોગ્ય ગતિ આપે. આ મન ક્યારેક હતાશા અનુભવે છે, તો ક્યારેક નિરાશામાં પરમનો સ્પર્શ ૧૨૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પરમનો સ્પર્શ ડૂબી જાય છે. એ ક્યારેક પ્રસન્ન થઈ જાય, તો ક્યારેક એને અકળામણનો પાર નથી રહેતો. આવે સમયે મનને જે ભાવોમાં લીન રાખ્યું હોય તે ભાવોનો અનુભવ થાય છે. માનવી શરીરનો વિચાર કરે છે, મનનો વિચાર કરે છે; પરંતુ એનું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે એ આત્માનો વિચાર કરતો નથી. એ ભાગ્યે જ પોતાના આત્માના ખબરઅંતર પૂછતો હોય છે. ઘણી વ્યક્તિઓ તો એવી હોય છે કે જેઓ શરીરની આસપાસ કે મનમાં એટલી બધી ડૂબેલી હોય છે કે એમને પોતાનામાં આત્મા છે એવો અણસાર પણ હોતો નથી. આવી વ્યક્તિઓ આત્મઓળખ ચૂકી જાય છે અને જીવનની વ્યર્થતામાં રમમાણ રહે છે. એમને લાગે છે કે આજ સુધીનું એમનું જીવન વ્યર્થ ગયું, કારણ કે એમને પોતાના આત્માનો પરિચય જ સાંપડ્યો નહીં. સંત કવિ દેવાનંદ સ્વામી કહે છે : “નર દેહ ગયે દુઃખ પાયે, પ્રભુ ભજન વિના પછતાય; શ્વાન સુકર તનુ ધારી કે મૂરખ, વન વન ભટકાવે.” માણસ મૃત્યુ જોઈને દુઃખ અનુભવે છે. આખી જિંદગી ભૌતિક બાબતોમાં પસાર થઈ ગઈ એનો પસ્તાવો પામે છે અને આમેય આવી વ્યક્તિનો એ પછીનો જન્મ વનવનમાં ભટકતા પ્રાણી રૂપે થાય છે.' આવી પરિસ્થિતિનું કારણ શું ? એનું કારણ એ કે આ પ્રકારની વ્યક્તિએ પોતાના મન પર કાબૂ રાખ્યો નહોતો. મનમાં કેવા વિચાર આવે છે એની ચિકિત્સા કરવી જોઈએ. મનમાં સુવિચાર આવે છે કે કુવિચાર એ જોવું જોઈએ, કારણ કે આપણો સૌથી મોટો દુશ્મન આપણી ભીતરમાં ઊંડે ઊંડે વસતો હોય છે. જો માણસ સારા માર્ગે ચાલે તો એનું જીવન આપોઆપ ઉત્કૃષ્ટ બનતું હોય છે અને નઠારા માર્ગે ચાલે તો એનું જીવન નિકૃષ્ટ અને દુ:ખમય બનતું હોય છે. માણસની ભીતરમાં જ દેવ અને દાનવ વસતા હોવાથી દેવ એને શુભ માર્ગે અને દાનવ એને અવળે કે અશુભ માર્ગે ગતિ કરાવે છે. માણસની ભીતરમાં સાચું બોલનારો અને જૂઠું બોલનારો એમ બંને પ્રકારના માણસો વસે છે. આ જૂઠું બોલનારો માણસ એ ધીરે ધીરે બીજાની છેતરપિંડી કરવાનું શીખવતો હોય છે અને એનું એક જ કામ હોય છે Page #134 -------------------------------------------------------------------------- ________________ કે એ મનમાં ખોટા, અહિતકર અને દુષ્ટ વિચારોને જન્મ આપીને ઉછેરવા. ઘણી વાર દિલમાં વસતા દાનવને માણસ પોતાના જીવનની ચાવી આપી દે છે અને એને પરિણામે એનું જીવન દુષ્ટ, અધમ કે અનાચારી માનવીનું જીવન બની રહે છે. સદાચારી બનવું હોય, તોપણ દુરાચારને તો ઓળખવો જ પડશે. દેવને જાણવો હશે તો દાનવના રૂપને ઓળખવું પડશે. સત્યને પામવું હશે તો અસત્યની લીલા સમજવી પડશે. આવું થશે તો જ વ્યક્તિ સદાચારી અને સત્યનિષ્ઠ રહી શકશે. વંચના, વાસના, વિષયકષાયમાં રહેનારી વ્યક્તિઓ એક પ્રકારના સ્વપ્નલોકમાં જીવતી હોય છે. એમણે પોતાની આગવી કલ્પનાસૃષ્ટિ સર્જી હોય છે. વિષયપ્રેમી વ્યક્તિ સદૈવ પોતાના વિષયપાત્ર અંગે મનમાં કામી કલ્પનાઓ ઘડતી હોય છે. લોભી વ્યક્તિ જે કંઈ પ્રાપ્ત કરવાનું હોય, એને વિશે મનમાં તરંગોના ઘોડા પર સવાર થઈને વિચારતો-દોડતો હોય છે. બીજાની છેતરપિંડી કરનારી વ્યક્તિ એમ માને છે કે એની છેતરપિંડીની કોઈને જાણ નહીં થાય અને એ વિચારે જ એ બનાવટ કે છેતરપિંડીના જગતમાં વધારે ને વધારે ઊંડો ખૂંપતો જાય છે. મનમાં જો ખરાબ વિચારો પેસી ગયા તો મન કલુષિત બની જશે. આથી જ વ્યક્તિએ ખૂબ આક્રમક (અંગ્રેસિવ) બનીને આ દુષ્ટ વિચારોને રોકવા પડશે. એણે પોતે, પોતાના મનમાં કેવા વિચારોને સ્થાન આપવું છે એ વિશે અહર્નિશ જાગૃત રહેવું પડશે. એ જાણે છે કે જો આ દુષ્ટ કષાયયુક્ત વિચારો ચિત્તમાં પ્રવેશી ગયા, તો એ વિચારોને સમગ્ર ચિત્ત પર પ્રભુત્વ મેળવતાં વાર નહીં લાગે. અને જો એ વિચારો સમગ્ર ચિત્ત પર છવાઈ જશે, તો એની આખીય માનસમૃષ્ટિ, વિચારધારા, જીવનપદ્ધતિ – એ સઘળામાં એ પ્રકારના વિચારો પ્રબળ બની રહેશે. આથી પહેલી ચોકી મનમાં જાગતા વિચારોની રાખવાની છે. મનમાં હિંસા પ્રવેશી એટલે સમય જતાં એ આચરણમાં પ્રવેશ પામશે. મનમાં દ્વેષ જાગ્યો, એટલે ધીરે ધીરે એ કાર્યમાં પ્રવર્તશે. મનમાં વાસના ઊઠી, તો ક્રમશઃ એ આચરણમાં પ્રતિબિંબિત થશે. જોકે એ હકીકત છે કે મનમાં રહેલું સઘળું આચરણમાં પ્રગટ થતું નથી. મનમાં રહેલું થોડુંક જ આચરણમાં પ્રગટ થાય છે. બીજું ઘણુંબધું મનમાં પડ્યું હોય છે. આનો અર્થ જ એ કે આચરણ તો અયોગ્ય છે જ, પરંતુ એથીય વધારે અયોગ્ય અને પરમનો સ્પર્શ ૧૨૫ . C) ( Page #135 -------------------------------------------------------------------------- ________________ 0 Jdh≥ [lo≥h Śeb ત્યાજ્ય તો. આ વિચાર છે. એમ વિચારવું જોઈએ કે એ વિચારને, એ ભાવને મારે મારા ચિત્તમાંથી ડામી દેવો જોઈએ, કારણ કે એ જ અંતે વનમાં દુ:ખદાયી બનતો હોય છે. આપણા જીવનમાં આવતાં દુ:ખો પ્રત્યે આપણે પારાવાર વંચના કરીએ છીએ. આપણા આત્માની સાક્ષીએ એ દુઃખોને તપાસવાને બદલે એને જુદાં જુદાં બહાનાં અને કારણોના વાઘા પહેરાવીએ છીએ. દુઃખ આવી પડતાં તરત જ પહેલી વાત એ સાંભળવા મળશે કે આ તો મારાં કર્મોનું ફળ છે. હકીકતમાં આને કર્મોનું ફળ માનનાર પુરુષાર્થના મહત્ત્વની ઉપેક્ષા કરે છે. શ્રી યોગવશિષ્ટ મહારામાયણમાં પુરુષાર્થ વિશે કહ્યું છે, “જે પુરુષો પુરુષાર્થ પ્રબળ હોય છે તે જ સર્વદા જીતે છે." કેટલાક પોતાના પર આવેલા દુઃખને માટે કળિયુગ કે પંચમકાળને દોષિત ઠેરવે છે. હકીકતમાં કોઈ યુગ ખરાબ હોતી નથી. માત્ર વ્યક્તિનાં ખોટાં કાર્યોને કારણે આપત્તિ આવતી હોય છે. આ રીતે જો સાધકે પોતાનો ‘માઇન્ડ-સેટ’ બરાબર રાખ્યો હોય, તો સાધનામાં એની આપોઆપ ગતિ ધશે અને વિશેષ તો એનો આત્મા સાધનામય બની રહેશે. R) |_ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વૃત્તિઓના અદૃશ્ય કુરુક્ષેત્રમાં પરમનો સ્પર્શ પામવાની ખેવના ધરાવનારે એની સર્વપ્રથમ શરત રૂપે પ્રકાશમાં જીવવાની ઇચ્છા સેવવી જોઈએ. જીવનના પ્રયત્નો એ પ્રકાશ માટે છે કે પછી એને ભૂલીને કાળા ડિબાંગ ઘોર અંધકારમાં મોજથી મહાલીએ છીએ અને પ્રકાશની પ્રાપ્તિની બુલંદ અવાજે જોરશોરથી આપણે ઘોષણા કરીએ છીએ. પણ આપણા રોજિંા વન અને આપણા મનની ઇચ્છાઓ વચ્ચે કોઈ અનુસંધાન હોય છે ખરું ? મનમાં અનેક ઇચ્છાઓ, ઉત્કંઠાઓ અને જિજ્ઞાસાઓ હોય, છતાં જીવનમાં એનું લેશમાત્ર પ્રતિબિંબ દૃષ્ટિગોચર થાય નહીં, એવું બનતું હોય છે. વ્યક્તિ મનમાં ઇચ્છા કરતી હોય કે અને પરમાત્માની અનુભૂતિ થાય. પરંતુ એની આવી અનુભૂતિની ભાવના એક બાજુએ રહે છે અને એનું જીવન સાવ વિપરીત ગતિને વહે છે. એના વનમાં એ પરમાત્માની પ્રાપ્તિની વાતો કરશે, પરંતુ એ માત્ર એનો બાહ્યાડંબર બની જાય છે. પોતાની જાતને પ્રભુભક્ત દર્શાવવા માટેને ભક્તિનું ગાન કરશે, પરંતુ એ ગાન સાથે એના હૃદયમાં એ ભાવોનો તાલ મળતો નહીં હોય. એના જીવનમાં એ ભાવનાઓનું કોઈ ગુંજન નહીં હોય. એ પૂજા કરવા જશે અને ભારે ચીવટ અને સાવધાનીપૂર્વક પૂજા કરશે; પરંતુ પૂજાની એ ક્રિયા અને પોતાના અંતરની પવિત્રતા વચ્ચે કોઈ સંબંધ બંધાયો હોય છે ખરો? 62b}¢h? [l»lečh કેટલાક માણસો એવા હોય છે કે જે એમનું જ્વન અંધકારમાં ગાળે છે અને એવું જીવન જીવતા હોવાનું ખુલ્લા દિલે સ્વીકારે પણ છે. પોતે વ્યસની હોય, તો પોતાના વ્યસનની નિખાલસ કબૂલાત કરે છે. મનમાં જે કોઈ સારા-ખોટા વિચારો આવે, એને સહજ રીતે અભિવ્યક્ત કરે છે. આવી વ્યક્તિઓએ જીવનની નરસી કે ખોટી બાજુને સ્વીકારી લીધી છે અને એ જ એમના વિચાર, વાણી અને વર્તનમાં સમાન રૂપે પ્રગટ થતી પ હોય છે. 0 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પરમનો સ્પર્શ સામે પક્ષે બેવડું જીવન જીવનારી વ્યક્તિ પરમાત્માની વાત કરે છે અને જીવનના ક્ષુદ્ર, સ્થળ અને વિકારમય ભાવોમાંથી બહાર નીકળતી નથી. એના મુખમાં આધ્યાત્મિકતાની ગહન વાતો હોય, પણ એના વ્યવહારમાં પારાવાર ભૌતિકતા હોય છે. એ ભક્તિ કરે છે, પણ જીવનનાં રાગદ્વેષમાં જીવવાનું ગમે છે. ધર્મકથાઓ સાંભળનારી વ્યક્તિઓ એમના વ્યવહારજીવનમાં સ્વાર્થી, ઝઘડાળુ કે રાગદ્વેષયુક્ત હોય છે. એ ધર્મકથાની વાતો દોહરાવે છે, પણ એની પાછળનો હેતુ એને જીવનમાં ઉતારવાને બદલે માત્ર પોતાની ધાર્મિકતા અન્ય સમક્ષ પ્રદર્શિત કરવાનો હોય છે. આવી વ્યક્તિઓનું રોજિંદુ જીવન કલહ, કંકાસ અને કષાયપૂર્ણ હોય છે. એમને જીવવું હોય છે કોલાહલમાં અને વાત કરવી છે શાંતિની. એમને પરિગ્રહની પ્રબળ ઇચ્છા છે, પણ એમને વાત કરવી છે ત્યાગની. આ કોલાહલમાં એમને ક્યારેય પરમનો સ્પર્શ સાંપડતો નથી. હકીકતમાં આવી વ્યક્તિઓ પોતે જ પોતાની જાત સાથે છેતરપિંડીનો | ખેલ ખેલતી હોય છે. વારંવાર આત્મવંચનાનો ભોગ બને છે. ધીરે ધીરે એ પોતાના આ ‘ડબલ રોલમાં એવી ગોઠવાઈ જાય છે કે એની જિંદગી આખી એનો અભિનય કરવામાં સમાપ્ત થઈ જાય છે. આ બધાંનું કારણ શું ? કારણ એટલું જ કે આપણને આ સ્થળ જીવન તરફ અત્યંત પ્રબળ અનુરાગ અને તીવ્ર આસક્તિ હોય છે અને એની પાછળ કશીક પ્રાપ્તિનો ભાવ સતત રહેલો હોય છે. આ પ્રાપ્તિ એટલે ‘વહુને કડવાં વેણ કહીને મારું વેર લઈ લઉં' એવો દ્વષ પણ હોય છે. વળી કલહ કરીને મારો સ્વાર્થ સિદ્ધ કરું એવો ભાવ પણ હોય, ભક્તિની વાત કરીને સામાજિક પ્રતિષ્ઠા મેળવવાની લાલસા હોય અને ધાર્મિકતાનો અંચળો ઓઢીને બીજી વ્યક્તિઓથી પોતાની જાતને વધુ સુખી, સંપન્ન ને કાબેલ ઠેરવવાનો અહંકાર પણ હોય. વાણીથી પરમાત્માની વાત થતી હોય, વર્તનથી ક્રિયાકાંડ ચાલતા હોય, પરંતુ આ બધાંની પાછળનો હેતુ તો પોતાની ધૂળ ઝંખના, અતૃપ્ત વાસના, છૂપો કષાય અને વણભોગી લાલસાઓ સંતોષવાનો હોય છે. આવી વ્યક્તિને આવું બેવડું જીવન ગમે છે, ભલે તે વંચનામય હોય, અંધકારપૂર્ણ હોય કે પરમાત્માથી દૂર લઈ જનારું હોય. એને તો સંસારની કોઈ બાબત છોડવી નથી. માત્ર છોડવાનો દેખાવ કરીને બધું હાંસલ કરવું છે. ત્યાગની વાત કરીને ભોગવૃદ્ધિ કરવી છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ આથી તો ઘણા ત્યાગીઓમાં સમૃદ્ધિ, સ્વપ્રશંસા કે સ્વમહિમાની ઘેલછા જોવા મળે છે. એમણે સંસારત્યાગ કર્યો હોય છે ખરો, પરંતુ સાંસારિક ભાવોનો ત્યાગ કર્યો હોતો નથી. એમનામાં આ ભાવ ત્યજવા માટેની સચ્ચાઈ હોતી નથી. એમનું ચિત્ત તો સ્થૂળની પ્રાપ્તિમાં જ ઠરેલું હોય છે. એમાં જ એમના હૃદયને આનંદ આવે છે અને એમાં જ પરમ સુખ દેખાય છે. સમય જતાં આવી વ્યક્તિ સાચા પ્રકાશથી ભયભીત બની જશે અને પ્રકાશનું શાબ્દિક મહિમાગાન કરીને સ્થૂળતામાં જીવવાનું ચાલુ રાખશે. સાચા સાધકની નિર્ભયતા એનામાં હોતી નથી. અને નો ભય હોય છે કે ‘મારી ધાર્મિકતાનો અંચળો હું ફગાવી દઈશ તો કેવો લાગીશ ? મારા દંભનું આવરણ કે મારા બાહ્ય ક્રિયાકાંડો અળગા કરી દઈશ, તો લોકો મને સ્વીકારશે ખરા ? આથી એ આધ્યાત્મિક્તાની વાત કરો, પરંતુ આધ્યાત્મિક સાધનાથી ડરતો રહેશે. એ પરમના સ્પર્શની ઝંખના રાખશે, પરંતુ એ માટેનો ત્યાગ કરવાની એના ધંધામાં હામ નહીં હોય. પરિણામે એ સ્થૂળતામાં જીવવાનું પસંદ કરશે, અંધકારને સ્વીકારી લેશે. પરમનો સાચો સ્પર્શ પામવા માટે તો વ્યક્તિએ બહાર દોડધામ કરવાને બદલે પોતાના ભીતર તરફ દૃષ્ટિપાત કરવાની જરૂર છે. બાહ્ય જગતની ઘટનાઓને બદલે પોતાના આંતરવિશ્વની ઓળખ કરવી જરૂરી છે. આપણે સાધના માટે કે શાંતિ માટે સીધેસીધી બહાર દોડ લગાવીએ છીએ. કોઈ મંદિરમાં જઈએ છીએ તો કોઈ આશ્રમ કે યોગીના શરણે જઈએ છીએ પરંતુ સાધનાની યાત્રાનો પ્રારંભ બહારથી ભીતરમાં જવાથી થતો નથી. ભીતરમાંથી બહાર જવાથી થાય છે. આત્માનો વિકાસ એમાં અભિપ્રેત છે. eb]dh2 [[oltäh સાધના કરતાં પૂર્વે એ ચકાસવું જોઈએ કે પોતાના મનમાં કઈ વૃત્તિઓ હજી વણછિપાયેલી પડી છે. કોઈ સાથે વેર વાળવાનું બાકી છે? કોઈની સાથે ઝઘડાની ગાંઠ બંધાઈ ગયેલી છે? વનમાં સતત કંઈ ઇચ્છાઓ વારંવાર ભીતરમાંથી ઊછળીને બહાર આવે છે? વનનું કોઈ લક્ષ્ય છે ખરું અને જો લક્ષ્ય હોય તો તેની પ્રાપ્તિ માટે કેટલું સાહસ છે ? એને માટે સચ્ચાઈ અપનાવવાની, સાચું જોવાની અને કહેવાની રક્તિ છે. ખરી ? પોતાની બુરાઈઓ તરફ નજર કરીને એને ઓળખવાની ક્ષમતા છે પર ખરી ? આથી સાધનાનું પહેલું કામ એ છે કે પોતાના ભીતરમાં સર્પની 3000 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પરમનો સ્પર્શ ચકળવકળ આંખોની માફક ઘૂમતી અને ચકરાવા લેતી અતિ ચંચળ અતૃપ્તિને ઓળખવી. અતૃપ્તિની ઓળખ એ સાધનાનું પહેલું પગથિયું છે. કઈ રીતે અતૃપ્તિ જાગી, તેનાં સંજોગો, કારણો અને હેતુઓનો વિચાર કરવો. એ અતૃપ્તિએ જીવનમાં સર્જેલી અંધાધૂંધીને જોવી અને પછી એ અતૃપ્તિને છાવરવાને બદલે એને સ્વીકારવાની તૈયારી કરવી. જે આપણા ચિત્તમાં વર્ષોથી વસે છે એનો સ્વીકાર કરવાને બદલે ઇન્કાર કરવો તે એક પ્રકારનું દમન યા પીડન છે અને જો આવું દમન કરવામાં આવે તો એ વૃત્તિ, ઇચ્છા, વાસના કે લાલસા જીવનમાં ક્યારે, કઈ પરિસ્થિતિમાં, ક્યાં અણધાર્યો ઉછાળો મારશે એ કહી શકાતું નથી. આથી સાધકનું સૌથી પહેલું કામ પોતાના સ્વદોષની ચિકિત્સા કરવાનું છે. કોઈ કુશળ ડૉક્ટર જે રીતે હૃદય, આંતરડાં કે કિડનીનું ઑપરેશન કરે અને પોતાનું સમગ્ર લક્ષ્ય એ અંગ પર કેન્દ્રિત કરીને એની ઝીણામાં | ઝીણી નસને જુએ, એ રીતે પોતાના દોષની પરખ અને નિવારણની પ્રક્રિયા કરવી જોઈએ. વિચાર કરીએ કે મહાન ભક્તકવિ સુરદાસે “મો સમ કૌન કુટિલ ખલ કામી ?” એમ કહ્યું, ત્યારે એમણે એમના નાનામાં નાના દોષને કેવી સૂક્ષ્મ નજરે જોયો હશે ! વળી એમણે તો ખુલ્લા દિલે પોતાના દોષોનો સ્વીકાર પણ કર્યો. આથી પરમનો સ્પર્શ પામવાના માર્ગને ‘હરિનો મારગ છે શૂરાનો’ એમ કેમ કહ્યું હશે ? જ્યાં પ્રભુ પ્રત્યે પૂર્ણ સમર્પણ હોય, ત્યાં વળી શૂરવીરતા કઈ દાખવવાની ? જ્યાં કોઈ બંદ્ધ કે સંઘર્ષ ન હોય, ત્યાં સાહસ શું કરવાનું? જ્યાં બધું જ હરિને સોંપ્યું હોય, ત્યાં તમારો શત્રુ કોણ હોય ? જ્યાં પરમાત્મામાં લીન થવાનું હોય, ત્યાં વળી લડવાનું કોની સાથે હોય ? હકીકતમાં ‘હરિના મારગે ચાલનારે પ્રબળ વીરતા દાખવવી પડે છે. બાહ્ય વીરતા કરતાં આંતરિક વીરતા વધુ મુશ્કેલ અને પડકારરૂપ હોય છે. યુદ્ધના મેદાન પરની શૂરવીરતા કરતાં અંતઃકરણના મેદાન પર શૂરવીરતા દાખવવી વધુ ચડિયાતી અને વધુ કઠિન હોય છે. બહારના સંઘર્ષ કરતાં આધ્યાત્મિક સાહસ વધુ કપરું હોય છે. બહારના શત્રુ કરતાં અંદરનો શત્રુ વધુ પ્રબળ, ખૂંખાર અને વિનાશક હોય છે. બહાર તો નજર સમક્ષ દેખાતા દુશ્મન સામે લડવાનું હોય છે, જ્યારે ભીતરમાં તો પોતે જ પોતાનાં ભાવો, લાલસાઓ અને વૃત્તિઓ સામે યુદ્ધ ખેલવાનું Page #140 -------------------------------------------------------------------------- ________________ હોય છે. મહાભારતના કુરુક્ષેત્રના વિજય કરતાં વૃત્તિઓના કુરુક્ષેત્ર પરનો વિજય સવિશેષ મુશ્કેલ હોય છે. સમરાંગણના યુદ્ધ કરતાં હૃદયાંગણનું યુદ્ધ વધુ કપરું હોય છે. રણમેદાન પરના યુદ્ધમાં શત્રુને તમે પ્રત્યક્ષ નિહાળીને એની શક્તિને જાણો છો, એની વ્યૂહરચનાને સમજો છો, એના સામર્થ્યનું માપ કાઢી શકો છો. એ પછી પ્રતિકાર રૂપે એના પર પ્રહાર કરો છો; પરંતુ આ આંતરયુદ્ધમાં તો શત્રુને શોધવાની અથાગ મહેનત કરવી પડે છે અને એ આંતરશત્રુ દેખાય પછી એના પર સીધેસીધું આક્રમણ કરી શકાતું નથી. કારણ કે એ એક આંતરશત્રુ બીજા ઘણા આંતરશત્રુઓનું રૂપ લઈને અને જુદી જુદી વ્યૂહરચનાઓ કરીને કાર્યરત હોય છે, તેથી એના પર પ્રહાર કરવો અને એના પર વિજય મેળવવો એ ખાંડાના ખેલ જેવું કઠિન છે . ભગવાન મહાવીર સ્વામીએ જગતને આત્મધર્મની વાત કરી અને આત્માનું મહિમાગાન કર્યું. તેઓ પણ આ આત્મવિજયનો મહિમા કરતી વખતે એમના અંતિમ ઉપદેશમાં. શ્રીઉત્તરાધ્યયનસૂત્રની એક ગાથામાં કેવું ગહન, આધ્યાત્મિક સત્ય પ્રગટ કરે છે ! તેઓ કહે છે : “जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिणे, एगं जिणेज्ज अप्पाणं एस में परमो जओ. " “દુય એવા સંગ્રામમાં જે વ્યક્તિ હજાર હજાર મુ પર વિજય મેળવે છે, તેના કરતાં પોતાના આત્માને જીતે છે, તેનો શ્રેષ્ઠ છે. આત્મા ઉપર વિજય મેળવે એ જ પરમ વિજય છે.” આવો મહિમા છે. આત્મવિજય કરનારાનાં. આવો આત્મવિજય સાધવા માટે આપણે શું કરીશું ? આપણે પરમ પાસે શું માગીશું ? કઈ રીતે એની સન્મુખ ઊભા રહીશું ? એના પ્રત્યે આપણી પ્રાર્થના કેવી હશે ? વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરને બે હાથ જોડીને પ્રણામ કરનાર મનમાં એના પ્રત્યે ઘણી વાર કટુવચનો કહેતો હોય છે. એ કહેતો હોય છે કે, ખાટલાં વર્ષોથી નારી અખંડ ઉપાસના કરું છું, છતાં મને કેમ દ્રવ્યલાભ થતો નથી ? તને આજી કરી કરીને થાક્યો, છતાં કેમ પ્રમોશન આપતો નથી ? રોજ વહેલી સવારે કરબદ્ધ થઈને તારી પાસે મહેલ જેવા વિશાળ બંગલાની માગણી કરું છું, છતાં એના પ્રત્યે સહેજે b€b]àhe [[>±ëh 3000 Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પરમનો સ્પર્શ લક્ષ્ય કેમ આપતો નથી ? આવી ફરિયાદો લઈને જે પરમાત્મા પાસે જાય છે એ અવળે માર્ગે ચડી જાય છે. એ પરમનો સ્પર્શ પામવાની ઇચ્છા રાખતો નથી, પરંતુ પદાર્થની પ્રાપ્તિની ઇચ્છા રાખે છે. જ્યારે જ્યારે કોઈ પદાર્થ, વસ્તુ, સંપત્તિ કે સમૃદ્ધિની વાંછનાથી વ્યક્તિ પરમાત્મા પાસે જાય છે ત્યારે એની સમગ્ર ભૌતિકતાને સાથે – માથે તથા મનમાં લઈને જતો હોય છે. એના ચિત્ત પર રાગ અને દ્વેષનું પોટલું હોય છે. મનમાં ઇચ્છાઓ અને એષણાઓ હોય છે અને આથી એ ઈશ્વરને બદલે હકીકતમાં તો પોતાની ઇચ્છા, લાલસા અને વૃત્તિની શરણાગતિ સ્વીકારતો હોય છે. આમ, ‘હરિના મારગ'માં ભૌતિક ઇચ્છા સેવનાર હરિના મારગને બદલે પોતાની ઇચ્છાઓ, અપેક્ષાઓ, તૃષ્ણાઓ અને વાસનાઓના માર્ગે ચાલવા માંડે છે. - જેમ કેટલાક ફરિયાદ લઈને ઈશ્વર પાસે જાય છે, એ જ રીતે કેટલાક પ્રશંસાપ્રાપ્તિની ઇચ્છા સાથે જાય છે. ઈશ્વર વળી ક્યાંથી એની પ્રશંસા કરવાનો ? પણ ના, હકીકતમાં એ ઈશ્વરને પ્રશંસાપ્રાપ્તિનું માધ્યમ બનાવે છે. એના દ્વારા એ સામાજિક પ્રતિષ્ઠા મેળવવા ચાહે છે, ધાર્મિક વ્યક્તિ તરીકે ઓળખ ઊભી કરવા ઇચ્છે છે અને એ માત્ર એટલેથી જ અટકતો નથી, પરંતુ પોતાની આ ધાર્મિકતાની સહુ કોઈ કદર કરે એમ ઇચ્છે છે. વ્યાસપીઠ પરથી કે પાટ પરથી કોઈ સંત જ્યારે શ્રેષ્ઠીની પ્રશંસા કરે ત્યારે માનવું કે એ હરિના માર્ગેથી બીજા માર્ગે ફંટાઈ ગયા છે. જોકે આજે તો અત્રતત્ર સંત અને શેઠની જુગલબંધી જોવા મળે છે. ધનિક થોડું સાચું અને વધુ કાળું ધન આપીને ધર્મકાર્ય કરે છે અને એમાં પુણ્ય માને છે; પરંતુ એ ધર્મકાર્ય જ્યારે પ્રસિદ્ધિ તરફ જાય છે ત્યારે ધર્મનો આત્મા ગૂંગળાવા લાગે છે. આમ ઈશ્વરને કોઈ ફરિયાદ કરો તે અયોગ્ય છે તેમ એની પાસે સ્વપ્રશંસાની માગણી કરો તે પણ સાવ ખોટી વાત. વળી કોઈના પ્રત્યે દુર્ભાવ રાખીને હરિના મારગે જાઓ તો પહેલે પગલે જ અટવાઈ જશો અને પરમની પ્રસન્નતાના પહેલા સોપાન સુધી પહોંચી શકશો નહીં. આથી પરમાત્મા પાસે તો શુભ ભાવનું સ્મરણ જ કરવાનું હોય. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે : “અસતો મા સદ્ ગમય, Page #142 -------------------------------------------------------------------------- ________________ तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय ।" હે પરમાત્મા, આપ મને અસત્યમાંથી સત્ય પ્રતિ, અંધકારમાંથી પ્રકાશ પ્રતિ, મૃત્યુમાંથી અમૃત પ્રતિ લઈ જાઓ.” પરમાત્મા પાસેથી શું માગવાનું હોય ? તેનો કેવો અદ્ભુત ઉદ્ગાર અહીં સાંભળવા મળે છે ! બસ, એટલી જ ઇચ્છા કે તે સત્ય, પ્રકાશ અને અમૃત તરફ લઈ જાય. તે એવી ત્રણ બાબતો છે કે જેનાથી જીવન ભર્યું ભર્યું થઈ જાય. પ્રસન્નતા એ પરમેશ્વરની પ્રસાદી છે. જીવનની પ્રત્યેક ક્ષણને પરમાત્મા પ્રસન્નતાથી મઢી દે છે. સાધક મનોમન નિશ્ચય કરે છે કે ‘હવે આ યાતનાગ્રસ્ત, તણાવગ્રસ્ત, ચિંતાગ્રસ્ત અને કષાયગ્રસ્ત જીવનમાંથી બહાર નીકળવું છે. આજ સુધી એ હરિના મારગની યાત્રાનો સાચો આનંદ હું પામી શક્યો નહીં, કારણ કે એ માટેની શૂરવીરતા હું કેળવી શક્યો નહીં, હવે દૃઢ નિર્ધાર સાથે અધ્યાત્મની યાત્રાએ હું નીકળ્યો છું.” SO પરમનો સ્પર્શ ૧૩૩ જ |c Page #143 -------------------------------------------------------------------------- ________________ jdhâ [lth &€b ૨૬ પાંચ તોફાની અશ્વો અને મનમોજી સારથિ ! પાંચ ખુંખાર, તોફાની અને અત્યંત ધમાલિયા ગોવાળો રઘ ધસમસતો જઈ રહ્યો હોય અને એ રથ પર એનો સારથિ અશ્વોને પોતાની ઇચ્છા પ્રમાણે આમતેમ દોડાવતો, ઉછાળતો અને કુદાવતો હોય તે કલ્પના સહુને વિદિત છે. આ પાંચ અમ એટલે આપણી પાંચ ઇન્દ્રિયો અને એના પરનો સારિય એટલે આપણું મન. આ મન ઇચ્છે તે પ્રમાણે આપણી ઇંદ્રિયોને દોડાવે છે અને એ અશ્વરૂપી ઇંદ્રિયો જો હાંફી જાય તો એને આગળ ધપાવવા માટે નિર્દય બનીને ચાબુક ફટકારે છે. એ થાકી જાય તો એની લગામ કચકચાવીને જોરથી ખેંચે છે અને એ અમાં દોડતા દોડના પડી જાય, તો એને બળજબરીથી ઊભા કરીને દોડાવ્યે રાખે છે. આ ઇન્દ્રિયો કરે છે શું ? એ ઇન્દ્રિયો માનવીને નિર્ધારિત કરેલી દિશામાં દોડાવ્યે રાખે છે. ઇંદ્રિયોનો ગુલામ માનવી માત્ર એક જ ઇંદ્રિયની ઇચ્છા સંતુષ્ટ કરવા જતાં થાકીને લોથપોથ બની જાય છે, ત્યારે અહીં તો પાંચ – પાંચ ઇંડિયોનો ઉલ્કાપાત હોય છે, જે માનવીને આમતેમ દોડાવતી. ફંગોળતી, ઉછાળતી, પકવતી, કરતી રહે છે. આ પ્રક્રિયામાં આંખનું એક આગવું રૂપ છે. આંખ બે બાબત ધરાવે છે. એક છે પ્રતિબિંબ અને બીજી છે પ્રભાવકતા, વ્યક્તિનું જે ભીતર હોય છે, એનું પ્રતિબિંબ એની આંખમાં પડે છે. તમારા ભીતરમાં વાસના ખદબદતી હશે, તો એ આંખમાં છલકાવા લાગશે. તમારા હૃદયમાં સંતો તરફ આદર હશે, તો એ સંતને જોતાં આંખો છલકાઈ જશે. એ રીતે ઈશ્વરભક્તિનો અગાધ સાગર અંતઃકરણમાં ઘૂઘવતો હોય તેવી વ્યક્તિ પ્રભુદર્શન પામે ત્યારે એની આંખોમાંથી આનંદનો ધોધ વહેતો હોય છે. આંખ એ વ્યક્તિનો સૌથી વધુ નિકટનો, ગાઢ પરિચય આપે છે, એ એના ભીતરનું પ્રતિબિંબ છે એ સાચું, પરંતુ એના ભવિષ્યની ખોજ પણ છે. જો આંખમાં વાસના હશે, તો જોનારો આ જગતમાંથી બીજું |_ Page #144 -------------------------------------------------------------------------- ________________ બધું ત્યજીને માત્ર વાસના જ શોધશે. જો એ આંખમાં વસ્તુઓની લાલસા હશે, તો જોનાર આ જગતમાં રહેલી વસ્તુઓને ઝીણી નજરે જોતો રહેશે. અને જેની લાલસા હશે એના તરફ ચકળવકળ આંખ ફેરવ્યા કરશે. જો એ આંખમાં અધ્યાત્મભાવ વિહરતો હશે, તો જોનારની નજર આ જગતને જોશે ખરી, પરંતુ એ નજરમાં ભૌતિક જગત પ્રત્યેની ઉદાસીનતાનો અહેસાસ થશે. આમ આંખ એ ભીતરનું પ્રતિબિંબ આપતી હોવાની સાથોસાથ બહારના જગતમાંથી એ પ્રતિબિંબને પોષક સામગ્રી શોધતી હોય છે અને આથી જ આંખ વ્યક્તિના હૃદયમાં વસતા ભાવોને દર્શાવે છે. આંખની ઇન્દ્રિયનું બીજું કામ છે પ્રભાવ. આંખ દ્વારા વ્યક્તિ સામેની વ્યક્તિને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ વિભૂતિની આંખનું તેજ વિશાળ જનમેદની પર પથરાઈ જાય છે. ભગવાન બુદ્ધની આંખોમાં વહેતી કરુણા સર્વત્ર પથરાઈ જતી હતી. સ્વામી વિવેકાનંદની આંખોનું તેજ સહુને આકર્ષક બનતું હતું. ઓશો રજનીશની આંખોમાં એક મંદ પ્રભાવકતા હતી. એનો અનુભવ એમને શ્રવણ કરનારાઓને હંમેશાં થતો હતો. આંખની ઇન્દ્રિય એ વ્યક્તિની ભારી છે અને એ બારી બંને બાજુ ખૂલે છે. આંખથી એ ભીતરને જુએ છે અને આંખથી એ બહારની દુનિયાને પણ જુએ છે અને એથી જ આંખનો સંયમ અતિ કઠિન સંયમ હોવાથી શાસ્ત્રોએ વારંવાર એના પર ભાર મૂક્યો છે. એ ચરાગ જગાવે છે, એ ચક્ષુરાગ વ્યક્તિને મહારાગી બનાવે છે. ઋષિ વિશ્વામિત્ર મેનકાથી મોહિત થયા હતા અને એવા મોહનાં દૃષ્ટાંતો તમામ ધર્મોની કથાઓમાં મળે છે. એ જ આંખ જ્યારે પરમનો સ્પર્શ પામીને પરમાત્માને જુએ છે, ત્યારે એનું રૂપ જુદું હોય છે. ઋગ્વેદસંહિતામાં કહ્યું છે ઃ पश्यदक्षएवान न विचेतदन्धाः ‘જેની પાસે આંખ છે અને જે જ્ઞાની છે, એ જ દૃષ્ટિવાન છે. જ્યારે જ્ઞાન વિનાની વ્યક્તિ અંધ છે.' પરમનો સ્પર્શ ૧૩૫ જોકે અંધ તો એ છે કે જેની પાસે આંખની દૃષ્ટિ હોવા છતાં એ આંખનો દુરુપયોગ કરે છે; જેની પાસે દૃષ્ટિ હોવા છતાં એ દૃષ્ટિને વિષયવાસનામાં લીન રાખે છે; જેની પાસે નજર હોવા છતાં એ નજરને આ 00 Page #145 -------------------------------------------------------------------------- ________________ 20 Jdh≥ (lokh ઉદb વ્યર્થ અને નિરર્થક બાબતોમાં ઘુમાવતો રહે છે. વળી, આંખની ઇંદ્રિયની વિલક્ષણતા એ છે કે એ વ્યક્તિને સતત એની લાલસા અને ઇચ્છાઓ પાછળ ભટકતો રાખે છે. આજે એને એક ચીજ લેવાની ઇચ્છા હોય અને બજારમાંથી એ ચીજ ખરીદે છે, પણ એની સાથોસાથ બીજી કોઈ મોંઘી વસ્તુ જુએ એટલે એને વળી એ મોંઘી વસ્તુ ખરીદવાનું મન થાય છે. આ રીતે આંખ એ એની ભૌતિક દોડમાં સહાયક અને માર્ગદર્શક બને છે. અન્ય ઇન્દ્રિયો લાલસા કે લિપ્સાની દોડમાં જેટલી સહાયક બનતી નથી એટલી સહાયક ચક્ષુરેન્દ્રિય બને છે. આંખ સતત રૂપને શોધતી રહે છે. એની શોધ માત્ર રૂપવાન સુંદરી સુધી જ સીમિત રહેતી નથી; પરંતુ રસ્તા પર, અખબારનાં પૃષ્ઠો પર કે ટેલિવિઝનની ચૅનલમાં પણ ખ એ જ સ્વરૂપવાન સુંદરીઓને શોધતી રહે છે. આનું કારણ એ છે કે આંખ આકાર સાથે જોડાય છે. એને આકારનું આકર્ષણ હોય છે. વસ્તુમાં હોય કે વ્યક્તિમાં બંધ જ એ આકારને શોધે છે. આકારને શોધતી આંખને નિરાકાર ભણી વાળવી અતિ કિન છે. જીહ્વા ઇન્દ્રિયને સ્વાદમાં રસ છે. આ ઇન્દ્રિય સતત સ્વાદિષ્ટ વાનગીઓ શોધતી હોય છે. સ્વાદ વ્યક્તિને ઘણો લલચાવનારો છે. વ્યક્તિ સ્વાદના શોખને કારણે અનેક બીમારીઓમાં સપડાતી હોય છે. સ્વાદ અને સતત ઉશ્કેરે છે. એ ઘરમાં બીમાર થઈને બેઠો હોય અને એને લારીના દાળવડાં ખાવાનું મન થાય છે. મધુપ્રમેહથી પરેશાન હોય અને શ્રીખંડ, રસગુલ્લાં કે આઇસક્રીમ ખાવાની ઇચ્છા થાય. પોતાની આ ઇચ્છાને સંતોષવા માટે એ અનેક માર્ગો અપનાવે છે. ઘરનાં સ્વજનોનો વિરોધ હોય તો છાનીમાની ક્યાંક છુપાઈને આસ્વાદ માણી લેતી હોય છે ! સ્વાદની એક ચળ કે ખંજવાળ હોય છે અને વ્યક્તિ જો સ્વાદેન્દ્રિયનો ગુલામ હોય તો એ ચળને વશ થઈ જતો હોય છે. એનો આ શોખ બારેક એટલી શ્રધી દે વકરી જાય છે કે એ સ્વાસ્થ્યના ભોગે જ નહીં. કિંતુ પ્રાણના ભોગે પણ સ્વાદની આદત છોડી શકતો નથી. કર્મેન્દ્રિયની મજા તો કંઈક ઓર જ છે. માનવી એના મનને જે ગમતું હોય તેને સાંભળવા માટે કાન સરવા કરીને બેસે છે અને અણગમતું હોય તે સાંભળવાને બદલે તેને ન સાંભળ્યું કરતો હોય છે. વ્યક્તિએ |_ Page #146 -------------------------------------------------------------------------- ________________ પોતે જે વાત, વિચાર કે અભિપ્રાયનો સ્વીકાર કર્યો હોય, તેને બીજા પાસેથી સ્વીકારવાનું કાનને ગમે છે. કથા સાંભળનાર કથાના દીર્થ પટમાંથી પોતાને ગમતી કે ફાવતી વાતને જ ગ્રહણ કરશે. કોઈ કાનને સંગીત ગમે છે, તો કોઈની નિંદા પણ પસંદ પડે છે. જેટલો આનંદ કલાશોખીનને સંગીત સાંભળતાં થાય છે, એટલો જ આનંદ નિંદાખોરને કોઈની નિંદા સાંભળતાં થાય છે. પાંચમી ઇન્દ્રિય છે સ્પર્શ અને આ ઇન્દ્રિય હંમેશાં સુંવાળા, મુલાયમ સ્પર્શને માટે આતુર હોય છે. આ સ્પર્શ એને માટે કામોત્તેજક પણ હોય છે. સ્પર્શ દ્વારા વ્યક્તિ પોતાના અન્ય સાથેના સંબંધો પ્રગટ કરતી હોય છે. આજના યુગમાં સ્પર્શનું વિશેષ મહત્ત્વ છે અને સ્પર્શની પોતાની એક ભાષા છે. વ્યક્તિને જાડાં, ખરબચડાં વસ્ત્રો નહીં ગમે, પરંતુ રેશમી વસ્ત્રો સાથે એનું મન જોડાઈ જશે. ઇંદ્રિયોનો આ વ્યાપાર ઘણો મોટો છે. એનો અનુભવ વર્તમાનમાં થાય છે, પરંતુ એ વ્યક્તિને છેક એના ભૂતકાળથી માંડીને આવનારા ભવિષ્યકાળ સુધી લઈ જાય છે અને તેથી ભૂતકાળનો કોઈ સ્પર્શ એને ભવિષ્યના સ્પર્શ માટે ઉત્તેજિત કરતો હોય છે. ભૂતકાળમાં અનુભવેલી વાસના એને ભવિષ્યની વાસના તરફ દોરી જાય છે. આમ એકને બદલે પાંચ દોડતા અશ્વો જેવી ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી મુશ્કેલ હોય છે અને તેમાં વળી આ ઇન્દ્રિયો ક્યારેક પાછા પગે ભૂતકાળમાં દોડી જાય છે, તો ક્યારેક ભવિષ્ય તરફ ધસી જાય છે. આને માટે એનું સારથિ મન મોકળાશ આપે છે. પાંચ તોફાની અશ્વોવાળા જીવનરથના સારથિ મનને યોગ્ય દિશામાં અને માર્ગે દોરવા એ જ એવરેસ્ટ-વિજય સમો દરેક માનવીને પડકાર હોય છે. પરમનો સ્પર્શ ૧૩૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવોભવની ભૂલ સુધારીએ ! ૧૩૮ પરમનો સ્પર્શ તમે કલ્પના કરો કે પાંચ તોફાની, ઉદ્ધત, ખૂંખાર અને અત્યંત વેગથી દોડતા અશ્વોવાળો રથ હોય અને એ રથનો મન-મસ્ત સારથિ આંખો મીંચીને રથ દોડાવતો હોય તો કેવું થાય ? બસ, આવી છે આપણી પાંચ ઇંદ્રિયો અને તેના પર સવાર આપણું મન. એ ઇંદ્રિયો માનવીમાં પ્રબળ વિકાર જગાવે છે અને એનું મન એને આંધળોભીંત બનાવીને આમ તેમ દિશાહીન દોડાવ્યે જાય છે. જેઓ ઇંદ્રિયો દોડાવે તેમ દોડતા હોય છે અને સદા એની શરણાગતિ સેવતા હોય છે, એવા લોકો સતત દુ:ખી, વ્યથિત અને સંતપ્ત રહે છે . વાસના પર જેનો વિજય ન હોય એના મનને જરા બહાર કાઢીને જોશો, તો ખ્યાલ આવશે કે એ મનમાં વાસનાની પ્રાપ્તિ અને તૃપ્તિ માટે કેવી દોડધામ મચી છે ! સ્વાદલોલુપ માનવીની નજર સદૈવ વાનગીઓ પર ચકળવકળ ઘૂમતી હોય છે અને મીઠાઈની દુકાન જોતાં એનું મન કેટલું બધું વિક્ષુબ્ધ બની જાય છે ! ઇંદ્રિયોનું શરણ એ દુઃખનો રસ્તો અને વિનાશનો માર્ગ છે. એને શરણે જઈને વ્યક્તિ પોતે પોતાના વિનાશને સામે ચાલીને નિમંત્રણ આપતો હોય છે. ઇંદ્રિયોના તાલે એ કુદી કુદીને નાચતો હોય છે ત્યારે એને ખ્યાલ પણ હોતો નથી કે એ શું કરી રહ્યો છે ? કારણ કે ઇંદ્રિયોથી સાંપડતા સુખની કલ્પનામાં એ રમમાણ હોય છે. એ વિચારે છે કે આ ઇંદ્રિય સુખ મળશે એટલે કેટલો બધો અપાર આનંદ પ્રાપ્ત થશે ! પરંતુ એ સુખ તો ક્ષણિક હોય છે અને પછી તો માત્ર દુઃખ જ રહે છે. ખ્રિસ્તી ધર્મમાં કહ્યું છે : “કોઈ પણ વ્યક્તિ બે માલિકની સેવા કરી શકતો નથી.” જ્યારે અહીં તો બે નહીં, પાંચ માલિક છે, વ્યક્તિની પાંચેય ઇંદ્રિયો એની માલિક છે. આવી પાંચેય ઇંદ્રિયોના ભોગમાં ડૂબેલા માણસની કેવી દુર્દશા થતી હશે ! જ્યાં બે ઇંદ્રિયોને સાચવવી મુશ્કેલ Page #148 -------------------------------------------------------------------------- ________________ છે, ત્યાં પાંચ - પાંચ ઇંદ્રિયો ભેગી થાય ત્યારે કેવો ઉલ્કાપાત સર્જાતો હશે ! વળી, માણસનું ચિત્ત એને ક્યારેક ભૂતકાળમાં, તો ક્યારેક ભવિષ્યકાળમાં ઘુમાવતું રહે છે. મુદ્દાની વાત છે એ ઊછળતી, ઉધમાત કરતી ઇંદ્રિયો પર સંયમ રાખવાની. કવિઓએ નારીસૌંદર્યનાં વર્ણનો કર્યા છે ત્યારે એમણે નારીને વાસનાની દૃષ્ટિથી નહીં, પરંતુ સુંદરતાની દૃષ્ટિથી જોઈ છે. માણસ પૌષ્ટિક ભોજન કરે એ આવશ્યક છે; પરંતુ જીભને વશ થઈને અત્યંત સ્વાદિષ્ટ ભોજન પાછળ ઘેલો બને તે ખોટું છે. જોવાનું, સાંભળવાનું, ભોજન કરવાનું - એ બધુંય આવશ્યક છે. આંખ, કાન, જીભ, દેહ વગેરેની સંભાળ પણ જરૂરી છે, પરંતુ એ સંભાળ એના સ્વાસ્થ પૂરતી સીમિત હોય છે. એની અતિ સંભાળ કે એનાં લાડકોડ દુઃખદાયી બને છે. દેહની વધુ પડતી ચિંતા કરતા અને એની ફૅશનમાં કલાકોના કલાકો ગાળતી વ્યક્તિને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે કેવું થાય છે ? પહેલાં જે તેજસ્વી અને ચમકદાર ત્વચા (સ્કીન) જોતો, એ જ વ્યક્તિ પોતાની કરચલીયુક્ત ત્વચા જોઈને કયો ભાવ અનુભવશે ? શરીર પરત્વેની આપણી ઘેલછા આત્માને વિસ્તૃત કરાવી દે છે. શરીરસુખને જ સર્વસ્વ માનનારના શરીરમાં જ્યારે વ્યાધિ થાય છે, / ત્યારે એને કેવો અનુભવ થાય છે ? એવરેસ્ટ વિજેતા શેરપા તેનસિંગ જગતના સૌથી ઊંચા શિખરને બનારો પહેલો માનવી હતો અને એ જ શેરપા તેનસિંગ એની જિંદગીના અંતિમ સમયમાં માંડ માંડ ચાલી શકતો હતો. એને માટે એક ઉંબરો ઓળંગવો, એ એવરેસ્ટ ઓળંગવાથી પણ વધુ યાતનાદાયક હતું, શરીરની શક્તિ પર નાઝ હતો, એની અશક્તિ જોઈને એ પોતે નિરાશ થયેલો. જે શરીરસુખને જ પોતાના જીવનનું ધ્યેય માને છે અને અંતે સર્વથા નિરાશ થવું પડે છે. કેટલાય ભવ સુધી વ્યક્તિએ પોતાના દેહને સર્વસ્વ માન્યો છે અથવા તો દેહને મુખ્ય માનીને આત્માને તદ્દન ગૌણ ગણ્યો છે. આ જન્મમાં એવું કરવું ઘટે કે આપણા આત્માને મુખ્ય રાખીને એની પાછળ ગૌણ રૂપે દેહને રાખીએ. જો આ પરિવર્તન સધાય, તો આ જન્મમાં વ્યક્તિ ઘણું આધ્યાત્મિક પાથેય પામી શકે. બીજા અર્થમાં કહીએ તો વ્યક્તિ એની ભવોભવની ભૂલ સુધારી શકે. આત્માને ભૂલનારો માનવી હવે એ આત્માને આગળ રાખીને ચાલતો રહ્યો હશે. ઇંદ્રિયોનો એ ગુલામ હવે પરમનો સ્પર્શ ૧૩૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પરમનો સ્પર્શ ગુલામી ત્યજીને એનો માલિક બનીને હશે. ચંચળ, આમતેમ ભટકતું એનું ચિત્ત હવે શાંત સમાધિમાં ડૂબેલું હશે. જેમ જેમ એ ઇંદ્રિયોની આસક્તિમાંથી દૂર થતો જશે અને આત્મા પ્રત્યે લીન થતો જશે, તેમ તેમ એના જીવનનું સંગીત બદલાતું જશે. એક સમયે એના મનને કામોત્તેજક દૃશ્યો આકર્ષતાં હતાં અને એ એની પાછળ દોટ લગાવતો હતો, હવે એવાં દૃશ્યોને એ જાણે નગણ્ય હોય એમ સામાન્ય નજરે જોતો હશે. જે વાનગી જોઈને એનું આખું અસ્તિત્વ ઝૂમી ઊઠતું હતું અને જેને આરોગવા માટે એ અતિ ઉત્સુક બની જતો હતો, એ જ વાનગી સામે પડી હશે અને એનું રૂંવાડું પણ ફરકતું નહીં હોય. પહેલાં જે ગતિ ઇંદ્રિયો તરફ હતી, એ ગતિ હવે સાવ વળાંક લઈને આત્મા પ્રત્યે થાય છે. એક સમયે કાનને ઘોંઘાટનું સંગીત પસંદ | હતું, હવે એ કાન સિતાર, વીણા કે વાયોલિનના શાંત સૂરોની ઝંખના કરે છે. પહેલાં એ સતત બોલતો રહેતો હતો, વાણીવિલાસ કરતો હતો, મોબાઇલ પર કલાકોના કલાકો સુધી લાંબી વાતો કરતો હતો; હવે એને વાણીના બદલે મૌન વિશેષ ગમે છે. બહુ બોલવાને બદલે અતિ અલ્પ વચનો બોલે છે. પહેલાં બોલતાં પૂર્વે એ વિચાર કરતો નહોતો કે હું જે બોલું છું તે યોગ્ય, વિવેકપુર:સરનું અને આવશ્યક છે ખરું ? હવે, એ બોલે છે ત્યારે પહેલાં વિચારે છે કે મૌન તોડીને આટલું બોલવું જરૂરી છે ખરું કે પછી મૌનમાં રહેવું જ આવશ્યક છે. એ અનુભવશે કે એક સમયે જ્યાં ઇંદ્રિય-વાસનાનો મહાસાગર ઘૂઘવતો હતો તેવા હૃદયમાં ઊંચે ઊછળતાં મોજાંઓ આત્માની ઓળખને પરિણામે શાંત થઈ ગયાં છે. એક સમયે વાસનાના વિચારોને કોઈ નિયંત્રણ નહોતું, હવે ધીરે ધીરે એ બધા આથમી ગયા છે અને હૃદય એ કામનાના ઘૂઘવતા સાગરને બદલે સાક્ષીભાવનું શાંત સરોવર બની ગયું છે. એમાં ક્યારેક, ક્યાંક, થોડીક વાર કોઈ વમળ જાગે છે, પણ એ જાગે છે તેવાં જ જળમાં વિલીન થઈ જાય છે. વાસનાના તોફાની સાગરને બદલે શુદ્ધ પ્રેમનું શાંત સરોવર જોવા મળે છે. એને ખ્યાલ આવે છે કે હવે અગાઉ બહારની આકર્ષક લાગતી દુનિયાનું આકર્ષણ આથમી રહ્યું છે. એની ગતિ જ બદલાઈ રહી છે. એ બહારને બદલે હવે પોતાના ભીતર તરફ ગતિ કરે છે. પહેલાં બહારના કોલાહલ સાંભળવામાં એને ખૂબ આનંદ પડતો હતો. Page #150 -------------------------------------------------------------------------- ________________ કોઈ ઘોંઘાટ ભરેલું સંગીત હોય, કોઈ ડિસ્કોનું ગીત હોય કે પછી કોઈ વ્યક્તિની નિંદા-કૂથલી હોય, એ એના કાનને ખૂબ ગમતાં હતાં. હવે ? હવે એવી પરિસ્થિતિ છે કે ઘોંઘાટિયું સંગીત સાંભળીને એનાથી દૂર જવાનું મન થાય, કોઈની નિંદા સાંભળીને એનાથી અળગા રહેવાનું મન થાય અર્થાત્ કાનની ઇંદ્રિય તો છે જ, પરંતુ એ ઇંદ્રિયનું વલણ અને કાર્ય બદલાઈ ગયું છે. આજ સુધી એ સુંદર સ્ત્રીનાં અંગોપાંગનો, સ્વાદિષ્ટ વાનગીનો, કોઈની ટીકાનો, મોહક દૃશ્યોનો અને સુંવાળા સ્પર્શનો આશક હતો. હવે એ બધાને બદલે એ એના આત્માનો આશક બને છે. એ પોતાના ભીતરના સૂરને સાંભળવા પ્રયત્ન કરે છે, એ પોતાના સ્વ-રૂપને જોવા માટે થનગને છે, એને હવે બહારના સ્વાદ કે સુગંધમાં રસ રહેતો નથી અને એ કોઈ વ્યક્તિને સુંવાળો સ્પર્શ કરવાને બદલે ઈશ્વરની મૂર્તિને મુલાયમ સ્પર્શ કરે છે. આ રીતે ઇંદ્રિયના વિષયોને તે અતિક્ષ્મી જાય છે અને આત્મા સુધી પહોંચીને એના આનંદમાં રમમાણ રહે છે. આજ સુધી બાહ્ય અપેક્ષાઓથી જીવતો હતો, બહારના સુખથી એને અપાર આનંદ મળતો હતો, અશુદ્ધ ભાવો કે અશુદ્ધ વિચારોને સેવતો હતો. હવે એના જીવનમાં એવી ક્રાંતિ આવી છે કે જેને પરિણામે એ સતત આત્મશુદ્ધિ પ્રત્યે જાગૃત બનીને ધ્યાનલીન રહેવાની કોશિશ કરે છે. ઇંદ્રિયોરૂપી પાંચ તોફાની અશ્વો અને એક મનસ્વી સારથિ પર અંકુશ મેળવે છે. પરમનો સ્પર્શ ૧૪૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આંખમાં આંજેલું એક સ્વપ્ન ૧૪૨ પરમનો સ્પર્શ તમારી આંખમાં કોઈ સ્વપ્ન રમે છે ખરું ? માનવીના વ્યક્તિત્વનો યથાર્થ પરિચય એની આંખમાં રમતાં સ્વપ્નથી પામી શકાય. આ સ્વપ્ન એની ભૂત, વર્તમાન અને ભવિષ્ય - એમ ત્રણે કાળની જિંદગીની પહેચાન આપે છે. બહુધા વ્યક્તિઓ નાનાં નાનાં સ્વપ્નો જોતી હોય છે. સામાન્ય નજર પ્રત્યક્ષ દેખાતી ભૌતિક ઇચ્છાઓ રાખતી હોય છે. એની વૃત્તિમાં ચંચળ અને તુચ્છ ઝંખનાઓ રમતી હોય છે અને એનું જીવન રગશિયા ગાડા જેવું, બંધિયાર, પ્રમાદી અને સ્થગિત જેવું હોય છે. સવારે ઊઠવું, કારકુની કે એવી કોઈ કામગીરી કરવી અને સૂઈ જવું - એવું જીવન જેટલું ચીલાચાલુ હોય છે, એટલું જ કંટાળાજનક હોય છે. સરકારી ઑફિસોમાં ટેબલ પર બેઠેલા કોઈ કર્મચારીને તમે હસતો જોયો છે ખરો? એનામાં કોઈ ઉત્સાહ દીઠો છે ? એની આંખોમાં કોઈ નવી ઝંખના જોઈ છે ? કોઈ વિચારોત્તેજક વાત તમે એની પાસેથી પામ્યા છો ? આનું કારણ એ છે કે એ વ્યક્તિની આંખમાંથી સઘળાં સ્વપ્નાં આથમી ગયાં છે. જીવન છે માટે, જીવ્યે જવું, પરિસ્થિતિ હોય તે મુજબ ગોઠવાઈને રહેવું, જે કંઈ હોય તે ભોગવવું, જે કંઈ નથી તેને માટે બૉસને, દુનિયાને કે નસીબને દોષ આપવો. આવું એકધારું, ચીલાચાલુ સ્વપ્નવિહોણું જીવન ધીરે ધીરે વ્યર્થતાના કળણમાં ખૂંપી જાય છે. તમારી ચોપાસના પરિચિતોને ક્યારેક પૂછજો કે એમની આંખોમાં કયું સ્વપ્ન રમે છે ? ત્યારે મોટા ભાગના એમ કહેશે કે રાત્રે ઊંઘમાં દેખાતા સ્વપ્નથી અમે પૂરેપૂરા વાકેફ છીએ, પરંતુ દિવસે આંખોમાં તે વળી ક્યાંથી સ્વપ્ન રમતાં હોય ? સ્વપ્ન એ ઉજાસની ચીજ જ ક્યાં છે, કિંતુ હકીકત એ છે કે જીવનનું સાચું સ્વપ્ન પ્રકાશમાં દેખાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ આપણી આંખો માત્ર આપણી ચોપાસનું જ જુએ છે. પરિણામે મન અને સમગ્ર જીવન આસપાસની વાતોમાં, વિવાદોમાં, ક્લેશમાં, ઉત્કટ રાગ અને તુચ્છ દ્વેષમાં વ્યતીત થઈ જાય છે. જીવનમાં સંબંધોનો સંઘર્ષ અને પરિસ્થિતિનો કકળાટ સંભળાશે. માનવી પોતાના જીવનનો ખાલીપો વૃત્તિ, વાતો, કષાયો, કામનાઓ કે પ્રવૃત્તિઓના કોલાહલથી ભરવાનો પ્રયત્ન કરે છે, કારણ એટલું જ કે જીવન ગમે તેવું હોય, તોપણ એમાં તમારે કશુંક ભરવું તો પડે જ ! પછી તે સગુણોથી ભરો કે દુર્ગુણોથી. પછી તે કષાય-વાસનાની દુર્ગંધથી ભરો કે સગુણોથી સુવાસથી ભરો. તે શુભ ભાવથી ભરો કે અશુભ વૃત્તિના વિચારોથી ભરો. પણ એ વ્યક્તિએ કોઈ ને કોઈ રીતે એના ભીતરને ભરવું પડે છે. આમેય માણસને ભરવાની ભારે આદત છે. નાનકડા ઘરમાં એ સામાનનો કેટલો બધો ખડકલો કરી દે છે ! ક્યારેક તો એવું લાગે કે એના ઘરમાં આ ચીજવસ્તુઓ, ફર્નિચર કે એનો શણગારેલો વૈભવ જ પ્રધાનસ્થાને છે, એમાં વસતા બિચારા જીવંત માનવીઓ એની આસપાસ ગોઠવાઈ ગયા છે. ગરીબ હોય કે અમીર બધામાં ઘરને ભરી દેવાની પ્રવૃત્તિ સમાન રૂપે જોવા મળશે, કારણ એટલું જ કે જેમ ભીતર ખાલી હોય તે ન ચાલે, તે જ રીતે ઘર ખાલી દેખાય તે ન શોભે પણ ક્યારેક બંગલાના દીવાનખંડની માફક તમારા ભીતરનો ખંડ શેનાથી ભરેલો છે ! એ વિચારવું જોઈએ. જો તમારી આંખોમાં સ્વપ્ન નાનું હશે, તો જીવન સંકુચિત બની | જશે. આવી વ્યક્તિને તમે રળિયામણા પ્રદેશમાં લઈ જ શો તો એ આસપાસની હરિયાળી સૃષ્ટિ, હસતાં ફૂલો, ઝૂકેલાં વૃક્ષો અથવા તો હરિયાળું ઘાસ જોઈને આંખને અને અંતરને ટાઢક પમાડવાનો રમણીય પ્રયાસ નહીં કરે. તે તો શેરમાંથી પાશેર બની ગયેલા ચૅરબજારની માથાકૂટ કરતી હશે. કોઈ વ્યક્તિ વળી કૌટુંબિક કલહની જોશભેર વાતો કરતી હોય છે, તો કોઈ વળી આજે શું ભોજન બનાવીશું એની વિસ્તૃત તુલનાત્મક ચર્ચા કરતી હોય છે. પણ આમાંથી કોઈની પાસે પ્રકૃતિની મબલખ રમણીયતાને જોવાની આંખ હોતી નથી. કેટલીક વ્યક્તિઓ ગામને પાદર જઈને નજર સામેનું વૃક્ષ જુએ છે, તો કેટલીક વ્યક્તિઓ લીલાંછમ ખેતરોને પાર કરીને દૂર આવેલી પરમનો સ્પર્શ ૧૪૩ - Page #153 -------------------------------------------------------------------------- ________________ Jthe lokah leb AT ક્ષિતિજ પર દૃષ્ટિ ઠેરવે છે. કોઈનું મન નાનું વાદળું જોઈને નાચી ઊઠે છે તો કોઈને આખું આકાશ જોયા વિના ચેન પડતું નથી. આવી જ રીતે જીવનમાં વ્યક્તિ કેવું મોટું સ્વપ્ન જુએ છે એના પર એના જીવનનો આધાર હોય છે. રશિયાના પ્રસિદ્ધ નવલિકાકાર ગોગોલે “ઓવરકોટ' નામની નવલિકા લખી છે કે જેમાં એના નાયકની એક જ ઇચ્છા હોય છે કે ગમે તે થાય, પણ જિંદગીમાં એક સરસ ઓવરકોટ મેળવવો અને પછી એ પ્રાપ્તિની આસપાસ જ એનું આખું જીવન ઢાળી દે છે. ઘણી વ્યક્તિનું જીવન એક જ માર્ગે ચાલતું હોય છે. કેટલાકને વર્તમાન જીવનથી અસંતોષ હોય છે, પરંતુ એમની આંખમાં ભવિષ્યને માટેનું કોઈ સ્વપ્ન હોતું નથી. સામાન્ય સ્વપ્ન રાખનારનું જીવન સામાન્ય બની રહે છે, જ્યારે મોટું ૬ સ્વપ્ન સેવનારને જીવનમાં વધુ મોટો પડકાર ઝીલવાનો આવે છે. એને સિદ્ધ કરવા એ પ્રબળ ઉત્સાહથી પુરુષાર્થ-શક્તિને પ્રગટાવે છે અને પોતાના ભવિષ્ય અંગે ઊંચાં સ્વપ્નો અને ઉત્તેગ મનોરથો સેવે છે. આથી વ્યક્તિએ મોટા અને શુભ વિચારો કરવા જોઈએ, મોટી યોજનાઓ કરવી જોઈએ અને એને અનુલક્ષીને મહાપુરુષાર્થ કરવો જોઈએ. એનો પુરુષાર્થ જેટલો વિરાટ હશે, એટલું એનું જોશ વિશેષ હશે. એનું સ્વપ્ન જેટલું વ્યાપક હશે, એટલી એની સિદ્ધિ વિરાટ હશે. સ્વપ્ન એ તો એક બીજ છે અને એ બીજમાંથી વિરાટ વટવૃક્ષ સર્જાય છે. અબ્રાહમ લિંકનની આંખોમાં અમેરિકાના પ્રમુખપદનું સ્વપ્ન હતું અને કદરૂપા, વધુ ઊંચાઈવાળા અને ગરીબીથી ઘેરાયેલા અબ્રાહમ લિંકન અંતે અમેરિકાના પ્રમુખ બનીને રહ્યા. - ગાંધીજીનું સ્વપ્ન હતું અહિંસક માર્ગે દેશને આઝાદ કરવાનું. જ્યારે આઝાદી માટે હિંસા, હત્યા અને વિરોધીનો નાશ અનિવાર્ય ગણવામાં આવતાં હતાં, ત્યારે મહાત્મા ગાંધીએ અહિંસા, પ્રેમ અને વિરોધીઓને જીતી લેવાની કળા દ્વારા દેશને આઝાદી અપાવવાનું સ્વપ્ન જોયું અને સિદ્ધ કરી બતાવ્યું. ખરો મહિમા છે બીજનો. જો બીજ જ ન હોય તો કશું ઊગતું નથી અને કશી લણણી થતી નથી. એ જ રીતે જો ભવિષ્યને માટે આંખોમાં કોઈ સ્વપ્ન નહીં હોય તો વ્યક્તિ જ્યાં હશે ત્યાં જ જીવનભર રહેશે અને સમય જતાં એ સ્થિતિચુસ્ત બની જશે અથવા તો પોતાના Page #154 -------------------------------------------------------------------------- ________________ જીવનથી પીછેહઠ કરશે. વર્તમાન જીવનને યોગ્ય રીતે ધારણ કરવા અને વિકસિત કરવા માટે આવેગપૂર્વક સર્જનાત્મકતાથી વિચારવું પડશે. અશક્ય લાગતી ઘણી બાબતો વ્યક્તિએ પોતાની સર્જનાત્મકતાથી સત્ય કરી છે. જગતમાં જેણે વૈચારિક ક્રાંતિ કરી છે, તેઓએ જગતને સાવ ભિન્ન વિચાર આપ્યો છે અને એમાંથી ક્રાંતિનું સર્જન થયું છે. આથી સર્જનાત્મક વિચારો વ્યક્તિને નવી દિશા ચીંધે છે અને એ દિશામાં ગતિ કરનાર કશુંક નવું સિદ્ધ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલે ચોપાસ પથરાયેલાં રજવાડાંઓની વચ્ચે અખંડ ભારતની રચનાની સિદ્ધિ માટે એક નવો વિચાર આપ્યો અને ખંડ ખંડમાં વિભક્ત એવા ભારતમાંથી અખંડિત ભારતનું સર્જન કર્યું. લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનના યુદ્ધ સમયે ‘જય જવાન, જય કિસાન'નું સુત્ર આપ્યું અને દેશ આખો જાગી ઊઠ્યો. આ વિચારે દેશની પ્રજામાં પાકિસ્તાન સામેના યુદ્ધને માટે સમર્પણની સબળ ભાવના જગાડી. આથી જ કોઈ મહાન સ્વપ્ન આવે, એની રાહ જોઈને બેસી રહેવાનું નથી, પરંતુ વ્યક્તિએ સર્જનાત્મક રીતે એને શોધીને પોતાના જીવનમાં એનું વાવેતર કરવાનું છે. આ સ્વપ્નનું વાવેતર થતાં જીવનમાંથી ઘણી વસ્તુઓની બાદબાકી થઈ જશે. કોઈ એક ધ્યેય પ્રાપ્ત થાય પછી એ ધ્યેયને અનુરૂપ ન હોય તેવી ઘણી બાબતો આપોઆપ જીવનમાંથી વિદાય લેશે. કોઈ એક દૃષ્ટિ મળે એટલે ઘણી માન્યતાઓનો છેદ ઊડી જશે અને નવી વૈચારિક સૃષ્ટિનું નિર્માણ થશે. પહેલાં બહારથી નકામી વસ્તુઓ લઈને જીવનમાં જથ્થાબંધ ચીજવસ્તુઓનો ઢગલો કરતા હતા. હોંશે હોંશે બજારમાં જઈને એની ખરીદી કરતા હતા. ધનવૈભવ બતાવવા માટે એ વસ્તુઓ ઘણી મોંઘી હોય, તોપણ ખરીદીને લાવતા હતા અને ઘરમાં પ્રવેશનારા સહુ કોઈ એ બરાબર જુએ અને જોઈને પ્રશંસા કરે, તે રીતે ગોઠવતા હતા. પણ જેવું આંખોમાં પરમતત્ત્વ પ્રેર્યું સ્વપ્ન આવે કે પછી એ સઘળું વ્યર્થ લાગે છે. વૈભવ બતાવવાની ઇચ્છા જ આથમી જાય પછી ઘરમાં ચીજવસ્તુ કઈ રીતે ગોઠવવી એનો સવાલ જ ઊભો થતો નથી. હવે જે કંઈ ઘરમાં લવાશે, તે સમગ્રતયા વિચાર કરીને લવાશે, પરમનો સ્પર્શ ૧૪૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ કારણ કે હવે સમજાયું છે કે ભીતર આડેધડ પડેલી ચીજવસ્તુઓનું ગોદામ નથી. હવે તો ભીતરમાં એક પ્રકાશ છે. હવે આંખોમાં એક સ્વપ્ન છે. અને એ સ્વપ્ન સિદ્ધ થાય એવી જ બાબતોને હવે ભીતરમાં પ્રવેશ મળે છે. આડંબરની કેટલીય ઇચ્છાઓ આથમી ગઈ હશે. પહેલાં જે તૃષ્ણાઓ સતત તરફડાવતી હતી, હવે એ તૃષ્ણા મૃગજળ સમાન મિથ્થા સાબિત થવાથી એનો મહિમા કે આકર્ષણ બધું આથમી ગયું હશે. પહેલાં તો નિંદા, ક્લેશ, વિકથા, તેજોદ્વેષ આ બધાને કારણે બહારથી જે કચરો ભેગો કર્યો હતો, તે ભીતરમાં થોકબંધ ઠાલવતો હતો અને આવો વધુ ને વધુ કચરો પામવા માટે આતુર રહેતા હતા. હવે નવું સ્વપ્ન મળતાં એ કચરાનો સર્વનાશ થયો છે અને એ સ્વપ્નને સિદ્ધ કરવા માટેનો પુરુષાર્થ જાગ્યો ૧૪૬ પરમનો સ્પર્શ આમ જીવન એ તો સપનાંનો ખેલ છે ! વ્યક્તિના આયુષ્યની ઓળખ પંચાંગ પરથી નહીં, કિંતુ પુરુષાર્થથી થાય છે. એમાં વિતાવેલાં વર્ષોનો મહિમા નથી, પણ કેટલાં વર્ષો સારી રીતે વિતાવ્યાં, એનો અપાર મહિમા કહે છે કે માનવેતર પ્રાણીઓને સ્વપ્નમાં આવતાં નથી. જે માણસે સ્વપ્નાં સેવ્યાં નથી, એનું જીવન પણ પેલાં પ્રાણીઓનાં જીવન સમાન ગણાય. એ પ્રાણીઓ ભ્રમણ કરે, મૈથુન કરે, ભોજન કરે અને જો માત્ર આટલી જ પ્રવૃત્તિમાં માનવીનું જીવન નિમગ્ન હોય, તો તેનું જીવન પણ પ્રાણીજીવન જ છે. માનવ-વ્યક્તિ પાસે તો સ્વપ્નાં સર્જવાની, સેવવાની અને સિદ્ધ કરવાની અખૂટ તાકાત અને પ્રબળ આંતરિક શક્તિ છે. વ્યક્તિ જ્યારે સ્વપ્નસિદ્ધિના માર્ગે ચાલશે, ત્યારે એનું જીવન આપોઆપ એના જીવનસ્વપ્ન પ્રમાણે ગોઠવાઈ જશે. એની દૃષ્ટિ સ્વપ્નસિદ્ધિ પર એકાગ્ર બનીને એવી તો નોંધાયેલી રહેશે કે એના જીવનવૃક્ષ પરથી અન્ય સઘળી બાબતો બગડેલાં ફળ કે સૂકાં પર્ણની જેમ ખરી પડશે. સ્વપ્નના સર્જન સિવાયની બાબતો એને તુચ્છ, વ્યર્થ, ત્યાજ્ય કે બિનઆવશ્યક લાગશે. અન્ય બાબતોથી એ એવો તો વિમુખ બની જશે કે એમાં એને કશો રસ નહીં રહે. બીજી વ્યક્તિઓ ‘મહાત્મા’નું પદ પામવા માટે મહાપ્રયત્નો કરતી હોય છે, ત્યારે સમગ્ર વિશ્વે જેમને ‘મહાત્મા’નું પદ આપ્યું હતું તે ગાંધીજીએ એ વિશે શું કહ્યું ? Page #156 -------------------------------------------------------------------------- ________________ ‘સત્યના પ્રયોગોમાં તેઓ નોંધે છે : “મારા ‘મહાત્મા’ પદને હું એના કિસ્મત પર છોડું છું. મને ‘મહાત્મા’ કહેનાર અગર તો મારો ચરણસ્પર્શ કરનાર પર ઘાતકી ગુનાના આરોપસર કામ ચલાવવામાં આવવું જોઈએ એવો કાયદો જો કોઈ કરાવે તો અસહકારી છતાં ઘણી ખુશીપૂર્વક તે કાયદો પાસ કરાવવામાં મદદ કરવા હું તૈયાર છું. જ્યાં મારો કાયદો ચાલે છે ત્યાં – એટલે આશ્રમમાં - તો તેમ કરવું ગુનો ગણવામાં આવે જ છે. આ રીતે જિંદગીમાં સ્વપ્ન સાંપડતાં સામાન્ય ચીજવસ્તુઓની તરફડાટભરી લાલસા, વૃત્તિનું અદમ્ય આકર્ષણ અને ભૌતિક પ્રલોભનોની તીવ્રતાની આપણને ખ્યાલ પણ ન આવે તે રીતે, બાદબાકી થઈ જાય છે, કારણ કે સ્વપ્ન અથવા ધ્યેય જ જીવનને ઘાટ આપવા માંડશે. જગતમાં પરિવર્તન સાધનારી વિભૂતિઓ, મહાપુરુષો અને વૈજ્ઞાનિકોએ એક ધ્યેય નક્કી કર્યું અને તે પ્રમાણે એમણે જીવનને ઘાટ આપ્યો. નરસિંહ મહેતાને સામાજિક દરજ્જાની ક્યાં કશી ફિકર હતી? મીરાંને રાજરાણીનો વૈભવ કેવો તુચ્છ લાગ્યો હશે ! થોમસ આલ્વા ઍડિસનને મોજ, મજા કે મનોરંજનમાં ક્યાંથી રુચિ જાગે ? આઇન્સ્ટાઇનને ‘અપ ટુ ડેટ’ રહેવાનું ક્યાંથી મન થાય ? આમ, જીવનમાં સ્વપ્ન કે ધ્યેય સાંપડે એટલે સમગ્ર જીવનપંથનું આપોઆપ નિર્માણ થઈ જશે. તમારો માર્ગ તમારે રચવો પડતો નથી, ધ્યેયને ઉપકારક ન હોય એવી બધી બાબતો તમારા રસ્તાની બાજુએ સરકી જશે. આ જીવનમાં સ્વપ્નાં સર્જવાં કે ધ્યેય રાખવું અતિ કઠિન છે. જીવનની વક્તા એ છે કે વ્યક્તિ જીવનમાં એટલી બધી પ્રવૃત્તિઓ કરે છે કે સ્વજીવનના ધ્યેયને વીસરી જાય છે. એની પ્રવૃત્તિઓ ઉત્તર દિશામાં ચાલતી હોય છે અને એનું જીવન-ધ્યેય દક્ષિણ દિશામાં હોય છે. આવી અવળી ગતિ ક્યારેક એનામાં અસંતોષ જગાવે છે. એની પાસે ધ્યેય નથી એવું નથી, પરંતુ સામાજિક સંજોગો કે અતિ વ્યસ્તતાને કારણે એ ધ્યેય વિસ્તૃત થઈ જાય છે. જીવનમાં આવતી કોઈ અણધારી આવશ્યકતાઓને લીધે એ સ્વપ્ન દૂર ધકેલાઈ જાય છે અને ક્યારેક તો સામાજિક વ્યવહાર અને જાહેર પ્રવૃત્તિઓ જેવી જીવનની બાહ્ય બાબતો એના પર એટલો બધો અંકુશ મેળવી લે છે કે ધીરે ધીરે એના જીવનનું ધ્યેય કે સ્વપ્ન અસ્તાચળે પરમનો સ્પર્શ ૧૪૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ ડૂબતા સૂર્યની જેમ અસ્ત પામે છે. જોકે ક્યારેક એની પાસે કોઈ સ્વપ્ન હોય, પરંતુ એ એની સન્મુખ રહેતો નથી. પોતાના ધ્યેયને પાર પાડવાને બદલે એ બીજાઓને ખુશ રાખવા માટે રચ્યા-પચ્યો રહે છે. પોતાના સ્વપ્નને માર્ગે ચાલવાને બદલે બીજાઓ પર પ્રભાવ પાડવામાં એ ડૂબી જાય છે. સ્વપ્ન પાછું હડસેલાતું જાય છે અને પ્રસિદ્ધિની ખેવના જીવન પર પ્રભુત્વ જમાવીને બેસી જાય છે. જીવનમાં કોઈ નવું પ્રલોભન જાગતાં વ્યક્તિ એની પાછળ દોડ લગાવે છે અને ખૂબ દોડ્યા પછી જુએ છે તો ક્ષિતિજ પર પણ એના સ્વપ્નની કોઈ ઝાંખી એને થતી નથી. ૧૪૮ પરમનો સ્પર્શ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૨૯ દૂસરા ન કોઈ તમારી આંખોમાં જીવનનું સ્વપ્ન હશે, તો બીજી ઘણી વ્યર્થ બાબતોની બાદબાકી થઈ જશે. કેટલાક તો વળી એમ માને છે કે જિંદગીમાં આવાં સ્વપ્નોની શી જરૂર? જ્યાં જીવન સમગ્ર જ ભાગ્યાધીન છે, ત્યાં વળી આંખોમાં સિદ્ધિનું કોઈ સ્વપ્ન આંજવાની જરૂર શી? એ માને છે કે ભાગ્યમાં લખાયેલું કદી મિથ્યા થતું નથી, તો પછી જે થવાનું હોય તે થવા દેવું. એના મનમાં એક વાત બરાબર સાવી દેવામાં આવી હોય છે કે વિધિના લેખ કોઈ ભૂંસી શકતું નથી. કોઈ એને ફેરવવા લાખ પ્રયત્ન કરે તોપણ ક્રૂર હોય છે. ભારતીય પ્રજા વિશેષ ભાગ્યવાદી હોવાથી આવી વિચારધારા વ્યાપકપણે જોવા મળે છે. લેશમાત્ર પુરુષાર્થ કર્યા વિના ઘણી વ્યક્તિઓ જીવન સઘળું ભાગ્યાધીન છે. એમ માનીને મુંગે મોંએ પ્રવર્તમાન પરિસ્થિતિની શરણાગતિ સ્વીકારી લે છે. કેટલીક વ્યક્તિઓ નસીબની દેવીને આશરે જીવન ગુજારતી હોય છે. કેટલાક જ્યોતિષના આદેશને આધારે સ્વન્ગ્વન વિશે વિચારતા અને એ મુજબ ઘાટ આપતા હોય છે. પોતાના ભાગ્યમાં ઈશ્વરે આવું જ નિર્ધારિત કર્યું છે, એવી મનમાં અફસોસયુક્ત નૈરાશ્યપૂર્ણ ગાંઠ વાળે છે. નવાઈની વાત એ છે કે ઈશ્વરે પોતાને માટે શું નિર્ધારિત કર્યું છે, એનું જ્યોતિષી નિર્ધારણ કરે છે ! ભાગ્યને જીવનસમગ્ર સોંપનારી વ્યક્તિઓ કાં તો પ્રમાદી કે નિષ્ક્રિય હોય છે અથવા તો વર્તમાન પરિસ્થિતિને ઓળંગીને વિચારવાની ક્ષમતા ધરાવતી હોતી નથી. એક સંસ્કૃત સુભાષિતમાં યોગ્ય જ કહ્યું છેઃ विहाय पौरुषं यो हि दैवमेवावलम्बते प्रासादसिंहयत्तस्य मूर्ध्नि तिष्ठन्ति वायसाः ।। ‘જે માણસ પુરુષાર્થ છોડીને દૈવ - નસીબ પર આધાર bJdhè lokāh so0 Page #159 -------------------------------------------------------------------------- ________________ ‍. ૧૫૦ પરમનો સ્પર્શ રાખે છે, તેની દશા મહેલના દ્વાર પર રાખેલા પથ્થરના સિંહ જેવી થાય છે, તેને માથે કેવળ કાગડા જ બેસે છે.' વળી કેટલાક એમ કહે છે કે પૂર્વજન્મમાં જે કર્મ કર્યું હોય, તેનું આ પરિણામ છે, પરંતુ પૂર્વજન્મમાં પણ સત્કર્મને માટે કરેલો પુરુષાર્થ જ નસીબના ઘડતરમાં કારણભૂત હોય છે તે વાત ભુલાઈ જાય છે. સ્વપ્નાં વિનાની વ્યક્તિમાં નવી દિશામાં ગતિ કરવા માટે જરૂરી સાહસની શૂન્યતા હોય છે. એ સાચું છે કે રૂઢિચુસ્તતા અને ગતાનુગતિકતા એક અર્થમાં ‘લાભદાયી' બનતી હોય છે. વર્ષો પુરાણી કે પરંપરાથી ચાલી આવતી વાત અન્ય વ્યક્તિના ચિત્તમાં સરળતાથી ગોઠવાઈ જાય છે. વર્ષોથી જે રીતે સાંભળ્યું કે વિચાર્યું હોય, તે સીધેસીધું મનના નિશ્ચિત ચોકઠામાં તત્કાળ ગોઠવાઈ જાય છે. મનને કશુંય નવું વિચારવાનો શ્રમ લેવો પડતો નથી. નવી વિચાર, મૌલિક અભિગમ કે આગવી દષ્ટ રજૂ થાય, ત્યારે વ્યક્તિના મનને જુદી રીતે વિચારવાનો શ્રમ ઉઠાવવો પડે છે. આથી નવીન અને મૌલિક વિચાર આપનારને વિરોધોનો સામનો કરવો પડે છે. કોઈ નવું સ્વપ્ન સર્જવા માટે મૌલિક વિચારદૃષ્ટિ હોવી જોઈએ. આવી મૌલિકતા અવિરત ચિંતનમાંથી પ્રગટતી હોય છે. ચીલાચાલુ પતિને છોડીને કોઈ નવી પદ્ધતિ અજમાવવા માટે નોખા પડીને, ભિન્ન રીતે વિચારવું પડે છે. આ મૌલિક વિચાર પાછળ ચિંતનનું પીઠબળ અને એ વિચારથી સર્જાનારા ભવિષ્યનું દર્શન હોવું જોઈએ. નાવીન્યપૂર્ણ કે પરિવર્તનશીલ વિચાર કેવા ભવિષ્યનું નિર્માણ કરશે તેનો વિમર્શ કરવો પડે. વળી એક સ્વપ્ન કે એક મૌલિક વિચારથી ઇતિશ્રી થઈ જતી નથી. એ સ્વપ્ન શોધ્યા પછી એને સાકાર કરવા માટે અનન્ય ઉત્સાહ અને અવિરત પરિશ્રમને કામે લગાડવા જોઈએ. કેટલીક વ્યક્તિઓને મનમાં સ્વપ્નાં રમાડવાં બહુ ગમે છે, એ વારંવાર કહે છે કે ‘મારા જીવનનું આ એક મહાન સ્વપ્ન છે અને તેને સિદ્ધ કરવા માગું છું.' આ વાત એ એક દાયકા પૂર્વે કહી હોય છે અને આજે પણ કહેતો હોય છે. રાજકારણીનું સ્વપ્ન એ માત્ર પ્રજાને અપાતા ખોટા વાયદો અને વચનનું બીજું નામ હોય છે. વ્યક્તિના ચિત્તમાં કોઈ સ્વપ્ન કે ય હોય, પરંતુ એનું વારંવાર ગાણું ગાઈને પોતાને આદર્શવાદી ઠેરવવાનો દંભ કરતો હોય છે. એને માટે સ્વપ્નની વાત એ ફક્ત ભાવનામય ઉચ્ચારણ જ હોય છે. |_ Page #160 -------------------------------------------------------------------------- ________________ આમ સ્વપ્ન કે ધ્યેય દૃષ્ટિ સમક્ષ હોય એટલું પૂરતું નથી. આવાં કેટલાંય સ્વપ્નો તો આવી આવીને આથમી જતાં હોય છે. જીવનમાં માત્ર ભસ્મ થઈ ગયેલાં સ્વપ્નોની રાખ જ જોવા મળે છે. સ્વપ્ન કે ધ્યેયની પ્રાપ્તિ થયા પછી એને પામવાનો પુરુષાર્થ એ સૌથી મહત્ત્વની બાબત છે. જીવનમાં સ્વપ્ન મળે એટલે માર્ગ મળે, પણ એ માર્ગે ચાલવાનો મહાપુરુષાર્થ વ્યક્તિએ કરવાનો હોય છે. આને માટે એણે એના સમગ્ર જીવનને લક્ષમાં લેવું પડે છે. સ્વજીવનની ઘટનાઓને પોતાના સ્વપ્નની આંખે નિહાળવી પડે છે અને પરિણામે એનું જીવન એ કોઈ રોજેરોજ બનતી જુદી જુદી, ભિન્ન, ચિત્રવિચિત્ર, આડેધડ ઘટનાઓનો સમૂહ નહીં, પરંતુ એના સ્વપ્નને અનુલક્ષીને ચાલતા બનાવોના મણકાની માળા બની રહે છે. કોઈ મોજથી ભ્રમણ કરવા નીકળ્યું હોય અને કોઈ ગહન પ્રભુશ્રદ્ધાથી યાત્રા કરવા નીકળ્યું હોય, ત્યારે બંને કેવા ભિન્ન લાગે છે ! ભ્રમણશીલ વ્યક્તિ ક્યાંક વધુ મોજ પડતાં રોકાઈ જાય છે, ક્યાંક નજીકના જોવાલાયક સ્થળની માહિતી મળતાં એ તરફ ફંટાઈ જાય છે, જ્યારે પૂર્ણ શ્રદ્ધાથી યાત્રા કરનારની પ્રત્યેક ક્રિયા અને એનો પ્રત્યેક પ્રવાસ ધર્મ-આરાધનાની આંખે થતો હોય છે. એ કોઈ થિયેટરમાં જઈને ફિલ્મ જોવા બેસી જશે નહીં, કારણ કે એનો રસ સત્સંગમાં છે, જોકે આવી ધ્યેયસિદ્ધિમાં ક્યારેક એને પ્રતિકૂળતાઓ પણ આવશે, ક્યારેક આડામાર્ગે ફંટાઈ જવાનું બનશે, તેમ છતાં એ તત્કાળ જાગ્રત બનીને પોતાના મુખ્ય માર્ગ પર આવી જશે. પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે વચ્ચે આવેલી સમસ્યાઓનો મૂળમાં | જઈને એનો ઉકેલ સાધશે અને જીવનમાં પુનઃ આવી સમસ્યાઓ આવે નહીં, તેવી સતર્કતા દાખવશે. ક્યાંક જરૂર પડશે મૂળમાર્ગે આવવા માટે એ કેટલોક ત્યાગ કરશે. કેટલાક નિશ્ચયો કરશે, પરંતુ એ પોતાના ધ્યેયમાર્ગે આવ્યા વિના રહેશે નહીં. જીવનમાં સારી કે નરસી પરિસ્થિતિ હોય, અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો હોય, તેમ છતાં એ એના ધ્યેયમાંથી વિચલિત નહીં થાય. આદિકવિ નરસિંહ, કૃષ્ણવિરહિણી મીરાં કે મહાયોગી આનંદઘન જેવા સંતોએ પ્રભુભક્તિનું સ્વપ્ન જોયું અને પૂર્ણ ઉત્સાહથી એને સિદ્ધ કરવાના પ્રયત્નો કર્યા. સ્વપ્નને સિદ્ધ કરવા માટે સતત અન્ય સઘળું ત્યજીને મથ્યાં રહેવું પડે. માત્ર સંતો, રાજપુરુષો કે કર્મયોગીના જીવનમાં જ નહીં, બલ્ક પરમનો સ્પર્શ ૧૫૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પરમનો સ્પર્શ ન્યૂટન, આઇન્સ્ટાઇન કે ઍડિસન જેવા વિશ્વવિખ્યાત વિજ્ઞાનીઓના જીવનમાં પોતાની ધ્યેયસિદ્ધિ માટે અવિરત પુરુષાર્થ જોવા મળે છે. આમ, સ્વપ્નની સિદ્ધિ માટે પ્રગતિપૂર્ણ સક્રિયતા એ એની પ્રાપ્તિનું પ્રથમ સોપાન છે. આ સક્રિયતા સર્વદર્શી, કલ્યાણગામી અને વિધેયાત્મક પ્રયત્નોવાળી હોવી જોઈએ. પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું છે, ‘જીવનવિકાસનો સિદ્ધાંત સ્થિર રહેવું તે નથી, જીવનવિકાસનો સિદ્ધાંત છે નિરંતર વિકસિત થતા રહેવું.’ આ રીતે વિકસિત થવા માટે વ્યક્તિએ સક્રિયતા સાધવી પડે છે. માનવી પર નિષ્ક્રિયતા જેવો બીજો કોઈ અભિશાપ નથી. આળસુની માફક આડો પડીને નિષ્ક્રિય માનવી સર્જાતી પરિસ્થિતિની ચૂપચાપ શરણાગતિ સ્વીકારતો હોય છે. સક્રિયતા કરતાં નિષ્ક્રિયતાની અવળી ગતિ વિશેષ ક્રિયાશીલ હોય છે. હકારાત્મક (પૉઝિટિવ) વિચારો આશાનો સરવાળો કરે છે, જ્યારે નકારાત્મક વિચારો નિરાશાનો ગુણાકાર કરતા | હોય છે. સક્રિયતા વિશે એક સુભાષિતમાં કહ્યું છે : उद्योगः खलु कर्तव्यः फलं मार्जारवद्भवेत् ।। जन्मप्रभृति गौर्नास्ति पयः पिबति नित्यशः ।। ‘દરેક માણસે ઉદ્યોગ તો કરતા રહેવું જોઈએ, તેમાં ફળ તો બિલાડીની જેમ મળવાનું છે, બિલાડીને જન્મથી જ ગાયનું દૂધ સિદ્ધ હોતું નથી, છતાં પણ તે દરરોજ દૂધ પીએ છે.” ક્યારેક નિક્તિ વ્યક્તિ સ્વયંના પ્રમાદી અને બંધિયાર જીવનનું અન્યની સમક્ષ ‘ગૌરવગાન' કરતી હોય છે. વ્યક્તિઓની સક્રિયતાની મજાક ઉડાવતી કે નિંદા કરતી હોય છે અને નકારાત્મક દૃષ્ટિએ જગતને નિહાળતાં કહે છે કે ‘આ જગતમાં વળી આવાં સેવાકાર્યો પાછળ જાત ઘસી નાખવાની શી જરૂર?’ હજારો વર્ષથી પૃથ્વી પર હિંસા અને હત્યા ચાલી આવી છે, એ પછી તમે કઈ રીતે અટકાવી શકશો ? આવી નિક્યિ વ્યક્તિ અન્યને માથાકૂટભરી વ્યર્થ મહેનત કરવા માટે ઉપાલંભ આપતી હોય છે, પરંતુ એની નિષ્યિ દૃષ્ટિ બૂમરેંગની માફક એને જ વધુ હતાશ અને નિરુત્સાહી બનાવતી રહે છે. એનામાં તીવ્ર દોષદૃષ્ટિ જાગે છે અને એ બીજાઓ પર દોષારોપણ કર્યું જ જાય છે. પોતાની નિક્યિતાને છાવરવા માટે નવાં, જુદાં અને ક્વચિત્ વિચિત્ર બહાનાં ઊભાં કરે છે અને એમ કરીને એ પોતાના પ્રમાદને પોષણ આપે છે. શેતાનનો સૌથી મોટો સાથી અને Page #162 -------------------------------------------------------------------------- ________________ સહાયક નિષ્ક્રિય માનવી છે, કારણ કે એ શેતાનના વિચારને બમણા વેગથી પ્રોત્સાહિત કરતો હોય છે. સક્તિ વ્યક્તિ આવા અવરોધોથી સહેજેય અટકતી નથી. એનું કારણ શું? એનું કારણ એ કે એનું સ્વપ્ન એ ક્યાય બહારથી ઉધરાવેલું પછીનું સ્વપ્ન હોતું નથી. એના અંતરાત્મામાંથી પ્રગટ થયેલું ધ્યેય હોય છે, આથી બાહ્ય આપત્તિઓ અને મુશ્કેલીઓ કદાચ થોડોક સમય એને માટે અવરોધ ઊભો કરે, પરંતુ એ અવરોધ ચિરસ્થાયી રહેતો નથી. એનો આગવો વિચાર એના હૃદયની ભીતરમાંથી જન્મેલો હોય છે; દીર્ઘ ચિંતન અને લાંબી મથામણમાંથી પ્રાપ્ત થયેલું નવનીત હોય છે. સાધક વ્યક્તિ માર્ગમાં આવતી મુશ્કેલીઓ, હતાશાઓ, નિષ્ફળતાઓ અને દોષારોપોનો હસતે મુખે સામનો કરે છે, જેમણે સિદ્ધિ કરી છે. તેમાં આવી શક્તિ. સકારાત્મકતા અને વિધેયાત્મક ષ્ટિ આવી હશે ક્યાંથી ? આવું સ્વપ્ન એમના ચિત્તમાં પ્રગટતું હશે કઈ રીતે? આ છે માનવીના અંતરાત્માનો અવાજ, જે એના સ્વપ્ન રૂપે પ્રગટે છે. આ અવાજને કોઈ ઈમરી સંકેત રૂપે ઓળખાવે છે તો કોઈ દેવી પ્રેરણા તરીકે. જગતનાં સઘળાં કલ્યાણમય પરિવર્તનોની પાછળ માનવીય અંતરાત્માનો અવાજ કારણભૂત છે. આ સ્વપ્ન સિદ્ધ કરવાનો માર્ગ એવો છે કે જ્યાં માત્ર આગેકૂચ થઈ શકે છે, પાછલા પગે પીછેહઠની કોઈ શક્યતા હોતી નથી. આ ‘હિરનો મારગ’ એ નવી ક્ષિતિજો આંબનારા શૂરવીરોનો માર્ગ છે. આથી જ મીરાબાઈએ કહ્યું હતું : મેરે તો ગિરિધર ગોપાલ દૂસરી ન કોઈ; દૂસરા ન કોઈ, સકલ લોક જોઈ. આમ સ્વપ્નસિદ્ધિ કરનાર સતત આગળ ધપ્યું જાય છે અને અંતે સફળતા મેળવીને જ જંપે છે. આ સ્વપ્નસિદ્ધિમાં એને પરમનો, પ્રભુનો સથવારો મળે છે. એ પરમ તત્ત્વ એને સદાય સતુકાર્ય માટે પ્રેરતું રહે છે. પરિણામે એ પોતાની સઘળી ચિંતાઓ પરમતત્ત્વને સોંપીને આત્મતત્ત્વના માર્ગે ચાલે છે. આમાં એની ઈશ્વરશ્રદ્ધા મહત્ત્વની છે. આવી શ્રદ્ધા રોપીને વ્યક્તિ સ્વપ્નાં સિદ્ધ કરવા માટે પુરુષાર્થ કરે છે. RO પરમનો સ્પર્શ ૧૫૩ so0 Page #163 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ધ્યેયવિમુખ એટલે જીવનવિમુખ ૧૫૪ પરમનો સ્પર્શ આધુનિક યુગનો એક મહાશાપ છે અને તે અતિ વ્યસ્ત, અત્યંત ‘બિઝી’ હોવાનો ખ્યાલ. ઘરના નોકરને પૂછશો તો એ કહેશે કે કામ એટલું બધું રહે છે કે એમાંથી એક મિનિટે નવરા જ પડાતું નથી. કોઈ ગૃહિણીને પૂછશો તો એ કહેશે કે અમારું જીવન એટલે આકરું વૈતરું. કોઈ વિદ્યાર્થીને પૂછશો તો એ કહેશે કે ભણવામાંથી માથું ઊંચું થાય, તો રમવા જવાનો વિચાર કરું ને ! કંપનીના સેક્ટરીને પૂછશો તો એ કહેશે કે આજકાલ તો એટલું બધું કામ રહે છે કે મરવાની ફુરસદ નથી. અરે ! આજના જમાનામાં કોઈ સંતને પૂછશો તો એ પણ કહેશે કે તેઓ એટલા બધા ‘બિઝી’ છે કે તમને ‘ઇઝીલી’ મળી શકશે નહીં. રાજનેતાની સાચી-ખોટી વ્યસ્તતાની તો વાત જ ન પૂછશો ! આ જગતમાં ચોતરફ ‘બિઝી’ હોવાનો રોગચાળો ફેલાયો છે અને આ રોગના કીટાણુઓ એવા છે કે એક વાર તમને એ લાગુ પડે, પછી એમાંથી તમે મુક્ત થઈ શકતા નથી. અત્યંત વ્યસ્ત જીવન જીવનારી વ્યક્તિને તમે એમ કહો કે ચાર દિવસ તારે કશું કરવાનું નથી, તો શું થશે? પહેલો દિવસ તો એનો અતિ ઉત્સાહભર્યો જશે અને ‘નિરાંત' હોવાનો આનંદ માણશે. બીજે દિવસે ફરી કામ યાદ આવવા લાગશે. થોડા સમયમાં ‘નિરાંતથી અકળાઈ જશે. તમે એને દરિયાકિનારે લઈ જાવ કે કોઈ ફાઇવસ્ટાર હોટલમાં રાખો, પરંતુ એને કામ વિના ચેન નહીં પડે. એની જીવનશૈલી એટલી બધી વ્યસ્ત બની ગઈ હોય છે કે એને આ વ્યસ્તતામાંથી થોડો સમય બહાર રહેવું જરૂર ગમે, પરંતુ એ લાંબો વખત બહાર રહી શકતો નથી. આવી વ્યક્તિને તમે એમ કહો કે જરા થોડો સમય પલાંઠી વાળીને બેસી રહો, વિશ્વની પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓનું વાંચન કરો, દરિયાકિનારે નિરાંતે વૅકેશન ગાળો. એ બે-ત્રણ દિવસ આમ કરશે, પણ પછી આ ‘રિલેક્સેશનથી પણ કંટાળશે ! Page #164 -------------------------------------------------------------------------- ________________ શેરબજારના મોટા વેપારી અથવા તો “ખેલાડી” મહાસુખરાયની વહેલી સવાર શેરબજારની ચિંતાથી શરૂ થાય અને રાત એની વધઘટ સાથે પૂરી થાય. લૅપટૉપ આગળથી એ એક મિનિટ આઘા ખસે નહીં, ‘આટલા મળ્યા અને ‘આટલા ગયા' એ એમના જીવનનાં સૂત્રવાક્યો થયાં છે. મિત્રોના આગ્રહથી મહાસુખરાય માથેરાન ગયા. એટલા બધા થાકીને માથેરાન ગયા હતા કે નક્કી કર્યું હતું કે આ અઠવાડિયું એક ભાવ પણ જાણવો નથી. એકાદ દિવસ તો આ વચનનું યથાર્થ પાલન થયું, પણ બીજા દિવસથી ભાવ જાણવા માટે ફોન કર્યો અને ફરી એ જ ચક્રમાં મન ગૂંથાઈ ગયું. ત્રીજે દિવસે માથેરાનમાં જાણે મહાસુખરાયની ઑફિસ શરૂ થઈ ગઈ અને એ જ રફતાર ચાલવા લાગી. એક બાજુ મનને નિરાંત નથી અને બીજી બાજુ માણસ નિરાંતની શોધમાં નીકળ્યો છે. કોઈ ગુરુ કે માર્ગદર્શકની પાસે આવતા મોટા ભાગના લોકો એક જ વાત કરતા હોય છે કે, “મનની શાંતિ થાય એવું કશુંક આપો.” તેઓ આશા રાખતા હોય છે કે એ માર્ગદર્શક કોઈ એવા સિદ્ધાંતની ચાવી આપશે કે એને પરિણામે ભલે જીવન આટલું વ્યસ્ત રહે, પણ એકાએક શાંતિનું તાળું ખૂલી જશે. એ મંદિરમાં જઈને પરમાત્મા પાસે પ્રાર્થના કરે છે કે “પ્રભુ, મારે બીજું કશું જોઈતું નથી, બસ, માત્ર આ અશાંત, | અવ્યવસ્થિત અને અતિ ચંચળ એવા જીવનમાં મને શાંતિ પ્રાપ્ત થાય, તેવી કૃપા વરસાવો.’ એ કોઈ એવા શાસ્ત્ર કે ધર્મગ્રંથ પાસે જશે અને એવા સૂત્રની શોધ કરવા ઇચ્છશે જેનાથી મનની શાંતિ પ્રાપ્ત થઈ જાય. | કરુણતા તો એ છે કે એ પોતાની જીવનશૈલી બદલવા માગતો નથી. કામની પદ્ધતિમાં લેશમાત્ર પરિવર્તન કરવા તૈયાર નથી. પરંતુ ઈશ્વર, ગ્રંથ કે સદ્ગુરુ પાસેથી કોઈ એવી ચમત્કારિક જડીબુટ્ટી ને આશીર્વાદ મેળવવા માગે છે કે જેનાથી એના મનમાં શાંતિ સ્થપાય. જીવનમાં તો અશાંતિ સર્જતાં બનાવો તો બનતા હોય છે, પણ એ માને છે કે જેમ એક ટેબ્લેટ લઈને તાવ ઉતારી નખાય છે એ રીતે ઈશ્વરના આશીર્વાદ કે ધર્મગ્રંથનાં સૂત્રો દ્વારા એના અતિ અશાંત મનને “ઇન્સ્ટન્ટ' શાંત કરી દેવાશે. મનમાં તો તોફાની સાગરનાં મોજાં ઘૂઘવી રહ્યાં છે, પરંતુ ત્યાં એવું પરિવર્તન આવશે કે સરોવરનાં જળ શીતળ અને શાંત થઈ જશે. હકીકત એ છે કે મનની અશાંતિ જેણે ઊભી કરી છે, એ જ વ્યક્તિ પોતાના મનને શાંત કરી શકે છે. જેણે સમસ્યાનું સર્જન કર્યું છે, પરમનો સ્પર્શ ૧૫૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પરમનો સ્પર્શ Tએ જ સમાધાન આપી શકે છે. આપણે એવું માનીએ છીએ કે સમસ્યા હું સર્જી અને એનો ઉકેલ ગુરુ આપે. વળી એ ઉકેલ પણ આપણી જીવનપ્રવૃત્તિમાં કશાય ફેરફાર વિના ઇચ્છીએ છીએ. મૂળ તો એ વાત જ ખોટી છે કે તમારા મનની શાંતિ તમે બહારથી મેળવી શકો છો. તમારા ભીતરમાં જ એ શાંતિ પામવાની ક્ષમતા છે. જેમ તમે પોતે આ સવાલના સર્જક છો, તેમ તમે જ એના ઉત્તરદાતા છો. સમસ્યા તમારા મનમાં જાગી હોય અને એનું સમાધાન કોઈ કૃપા કે સૂત્રમાં હોય એવું નથી. જે દર્દ સર્જે છે, એ જ દવા આપી શકે છે. આપણે એમ માનીએ છીએ કે દર્દ સર્જનાર આપણે છીએ અને આપણા દર્દની દવા બીજા કોઈ પાસે છે. મનની દોડ સાથે જીવતા વ્યસ્ત માનવીઓ એમ માનતા હોય છે કે વ્યસ્તતા જ જીવનની પરિપૂર્ણતા છે. અતિ પ્રવૃત્તિને જીવનની પૂર્ણતા માને છે. હકીકતમાં તેઓ વચ્ચેની એક મહત્ત્વની કડી ભૂલી જાય છે અને તે છે જીવન જીવવા માટેનું ધ્યેય કે કારણ. તેમની આ પ્રવૃત્તિ એમના જીવનધ્યેયને પોષક છે કે નાશક, એનો એ વિચાર કરતા નથી. તેઓ તો રોજ સવાર પડે અને કાર્યો શરૂ કરે છે અને અતિ વ્યસ્તતામાં દિવસ પૂરો કરે છે. આવી વ્યક્તિઓ પાસે કોઈ ધ્યેય હોતું નથી. એમણે જીવનસાર્થક્ય માટે ધ્યેયનું ગહન ચિંતન અને તેની ઉપાસના કરવી જોઈએ. ખાસ તો એ કે આ ધ્યેય એમને જીવનની પરિપૂર્ણતા તરફ ગતિ કરાવશે ખરું ? જો એક વાર જીવનમાં નિશ્ચિત ધ્યેય આવી જશે તો તેઓ એમની નિરંકુશ પ્રવૃત્તિઓ વિશે વિચારતા થશે. જીવનમાં ઉંમર પ્રમાણે પણ ધ્યેયો બદલાતાં હોય છે. વિદ્યાર્થી અવસ્થામાં કોઈ ઉચ્ચ ડિગ્રી મેળવવાનું ધ્યેય હોય તે સ્વાભાવિક છે. વ્યવસાયમાં સર્વોચ્ચ સિદ્ધિ હાંસલ કરવાનું ધ્યેય હોય તે સમજી શકાય તેવું છે. અમુક ઉંમરે ધર્મ-ધ્યાન કરીને કલ્યાણ સાધવાનું ધ્યેય પણ જોવા મળે છે. સ્વામી વિવેકાનંદે સદૈવ ધ્યેય’ પર ભાર મૂક્યો છે. કેટલાંક ટૂંકા ગાળાનાં ધ્યેયો હોય છે અને કેટલાંક લાંબા ગાળાનાં. આપણું પ્રત્યેક કાર્ય એ આપણા ધ્યેયને અનુરૂપ છે કે નહીં તે વિચારવું જોઈએ. શ્રીમદ્ રાજચંદ્રનું જીવન જોઈએ તો સમજાય છે કે એમનું જીવનલક્ષ્ય મોક્ષ પ્રતિ હતું, તેથી મોક્ષ સિવાયની અન્ય બાબતોમાં એમને કોઈ Page #166 -------------------------------------------------------------------------- ________________ રસ નહોતો. એમણે જોયું કે શતાવધાનની ચમત્કારિક સિદ્ધિ કે પછી જ્યોતિષવિદ્યાની ક્ષમતા મોક્ષસિદ્ધિમાં ઉપકારક નથી, તો એમણે જગતને આશ્ચર્ય પમાડનારી એ સિદ્ધિઓ પ્રદર્શિત કરવાનું તત્કાળ બંધ કરી દીધું. આવી હોવી જોઈએ ધ્યેય પ્રત્યેની જાગરૂકતા. પ્રવૃત્તિ વખતે તમારી સામે એક ધ્યેય હોવું જોઈએ. માત્ર અતિ પ્રવૃત્તિશીલ રહીને કશાય હેતુ વિના સતત કામ કરે જાઓ તેનો કશો અર્થ નથી. તમારું હૈયું લીલુંછમ રાખીને ધ્યેય પર નજર ઠેરવવી જોઈએ. એને માટે સઘળી તૈયારી હોવી જોઈએ. બહાર ભટકતા મનને જો ધ્યેય સાથે બાંધી દેવામાં આવે, તો મનની દુનિયામાં પરિવર્તન આવી જાય છે. દોડધામ કરતા મનને સવાલ કરવામાં આવે કે, “તારી આટલી બધી દોડધામમાં કેટલી દોડધામ તારા ધ્યેયની પ્રાપ્તિ માટે યોગ્ય છે અને કેટલી દોડધામ સાવ વ્યર્થ છે ?” વ્યર્થ કે બિનજરૂરી દોડધામનું પણ એક આકર્ષણ હોય છે અને વ્યક્તિ કોઈ ક્લબનો સભ્ય બન્યા પછી રુઆબ પાડવા માટે ત્યાં વારંવાર જવાનું શરૂ કરે છે અને સમય જતાં એની પ્રવૃત્તિઓમાં એ બિનજરૂરી પ્રવૃત્તિ એવો પગપેસારો કરે છે કે એનું જીવનધ્યેય બાજુએ હઠી જાય છે અને આ બિનજરૂરી પ્રવૃત્તિ એના જીવન પર સવાર થઈ જાય છે. મારે તમને એ કહેવું છે કે તમે તમારી એક અઠવાડિયાની પ્રવૃત્તિની નોંધ કરો અને પછી તમારા ધ્યેયને લક્ષમાં રાખીને ગત અઠવાડિયાની પ્રવૃત્તિનું વિશ્લેષણ કરો. વિચારો કે કઈ પ્રવૃત્તિ તમારા જીવનના ધ્યેયને અને જીવનની પરિપૂર્ણતાને ઉપકારક છે, કઈ પ્રવૃત્તિ વ્યવસાયને માટે આવશ્યક છે અને કઈ પ્રવૃત્તિ એવી છે કે જેનો વ્યવસાય કે જીવનધ્યેય સાથે કશો સબંધ નથી. તમારા જીવનમાંથી તમે એની બાદબાકી કરી શકો તેમ છો, પરંતુ ઝીણવટભેર જોશો તો ખ્યાલ આવશે કે આપણે મોટેભાગે ધ્યેયલક્ષી કે વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓની બાદબાકી કરીએ છીએ અને વ્યર્થ કે જીવનધ્યેયથી વિપરીત એવી પ્રવૃત્તિઓના સરવાળા કરીએ છીએ. અહીં માનવી એની પાસેની સૌથી અમૂલ્ય મૂડી સમાન સમયને સાવ તુચ્છ હોય તેમ વ્યર્થ વેડફી નાખે છે. એની પાસે એના જીવનનું ધ્યેય હોય છે, પરંતુ એના જીવનમાં બને છે એવું કે ધ્યેય સિવાયની બીજી જ બાબતોમાં એનો સઘળો સમય વ્યતીત થઈ જાય છે. ચિત્રકલામાં પોતાની રુચિ અને આવડત જોઈને શર્મિષ્ઠાને થયું કે એને ચિત્રકાર બનવું છે. પરમનો સ્પર્શ ૧૫૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પરમનો સ્પર્શ એણે ચિત્રકલાના વર્ગો ભર્યા. થોડાં ચિત્રો બનાવ્યાં, પરંતુ એ પછી એના જીવનમાં વ્યાવહારિક પ્રવૃત્તિઓ એટલી બધી વધી ગઈ કે એણે સર્જેલાં ચિત્રો ભૂતકાલીન કલાના અવશેષો બની રહ્યાં. તમને મળતી ઘણી વ્યક્તિઓ એમ કહેતી હશે કે સિતારનો ખૂબ શોખ હોવાથી વિદ્યાર્થી-અવસ્થામાં મેં સિતાર શીખવાનો પ્રારંભ કર્યો હતો. થોડું શીખી પણ ખરી, પરંતુ એ પછી આગળ વધવાનું છોડી દીધું. આવી પરિસ્થિતિનું કારણ માત્ર ધ્યેય તરફની નિષ્ઠાનો અભાવ જ નથી, પોતાના સમયને વ્યર્થ બાબતોમાં વેડફી નાખવાનો સ્વભાવ પણ છે. એવી કેટલીય વ્યક્તિઓને હું જાણું છું કે જેઓ ટેલિવિઝન-સેટ પાસે બેસીને સાંજના દોઢ-બે કલાક પસાર કરે છે. એ કરે છે શું ? એ એક "જ ચૅનલ કરે. બે-ચાર મિનિટ જુએ અને પછી “બકવાસ છે” એમ મનમાં બોલીને બીજી ચેનલ જુએ છે. વળી થોડી મિનિટ પછી એ ત્રીજી ચેનલ જોશે. એ ફિલ્મની ચૅનલ જોશે, તો વળી એ મ્યુઝિકની ચૅનલ પણ જોશે. વળી મન થાય તો સમાચારની ચેનલ પર નજર નાખશે. આમ દોઢેક કલાક સુધી દીર્ઘ ‘ચૅનલ-ભ્રમણ’ કર્યા પછી મનમાં કહેશે કે આ ટેલિવિઝનમાં તો કંઈ આવતું નથી અને આ રીતે રોજેરોજ ચૅનલોના ઠેકડા લગાવીને પોતાનો સમય બરબાદ કરે છે. ટેલિવિઝન પર આવતી સામાજિક ધારાવાહિક જોનારને તમે એ વિશેનો અભિપ્રાય પૂછજો તો એ કહેશે કે એમાં કોઈ ઠેકાણું હોતું નથી. જોકે એ એકે ધારાવાહિક છોડતા નથી. એ ધારાવાહિકને રજૂ કરનારાઓ વાતને લંબાવીને કે ચગાવીને રજૂ કરીને માત્ર છેલ્લે જિજ્ઞાસા જાગે એવી ઘટના મૂકીને પૂરી કરે છે, જેથી સાવ સામાન્ય એવી ધારાવાહિકનો પછીનો હપતો જોવા દર્શકો આતુર રહે. આમાં કરુણતા એ છે કે ધારાવાહિકનો આખોય હપતો સાવ સામાન્ય લાગ્યો હોય તો પણ એ ધારાવાહિક જોવાનું છોડતા નથી ! એવાં અનેક યુવક-યુવતીઓને હું ઓળખું છું કે જેઓ દિવસના ત્રણેક કલાક કમ્યુટર ગેઇમ્સ પાછળ પસાર કરે છે. કયૂટર ગેઇમ્સ પાછળ બાળકો એટલાં બધાં દીવાના બની ગયાં છે કે હવે એમને ઘરની બહાર જઈને ખેલકૂદ કરવાની તક મળતી નથી અને જો તક હોય તો કયૂટર ગેઇમ્સ છોડીને જવાની ઇચ્છા થતી નથી. આને માટે ખરી જરૂર આયોજનની છે. અમુક ચૅનલના અમુક કાર્યક્રમો Page #168 -------------------------------------------------------------------------- ________________ જોવાનું આયોજન નિશ્ચિત લાગતું હોય તો ચેનલોની રખડપટ્ટીમાંથી ઊગરી જવાય અને સમયની વ્યર્થ બરબાદી થાય નહીં. પણ આવું આયોજન કરે છે કેટલા ? ટેલિવિઝનના નશામાંથી મુક્ત રહી શકનારા માણસોય કેટલા ? વૉટ્સએપ વ્યસન બની ગયું છે, તો લાઇક મેળવવાની ઇચ્છા વળગણ બની રહી છે. આજના સમયમાં મનોરંજનનો અતિ મહિમા જાગ્યો છે. એક સમયે દૈનિક વર્તમાનપત્રોમાં ભાગ્યે જ ચિત્રજગતના સમાચારો પ્રગટ થતા હતા. આજે રોજેરોજ ફિલ્મજગતના થોકબંધ સમાચારો પ્રગટ થાય છે. વળી એને કામુક તસવીરોથી મઢી દેવામાં આવે છે. આજનું મનોરંજન તે મનનું રંજન કરવાને બદલે મનોવિકૃતિ સર્જે છે. કેટલાક એમ કહેશે પણ ખરા કે જીવનમાં થોડી મોજમજા તો જોઈએ ને ! “ફન’ પણ જરૂરી છે. પણ હવે બનવા એવું લાગ્યું છે કે જીવનને માટે મનોરંજનને બદલે મનોરંજનને માટે જીવન થઈ ગયું છે. આવા હળવા મનોરંજનને કારણે ગંભીર વાચનને દેશવટો મળ્યો, ચિંતનની ચિતા ખડકાઈ, ગંભીર વિચારના અગ્નિસંસ્કાર થયા અને માત્ર સ્થૂળ વૃત્તિઓમાં રાચતા મનની ઊછળકૂદ વધી ગઈ. આજની વ્યક્તિને ઉત્સવો પ્રિય છે, પરંતુ ઉત્સવના હાર્દની પરવા | નથી. જન્માષ્ટમીએ એ બે-ત્રણ દિવસની રજા ભોગવે છે, પરંતુ એનો ઉપયોગ જુગાર ખેલવામાં કરે છે. નવરાત્રિ ઘર-શેરીઓમાંથી વિદાય પામી રહી છે અને હવે મ્યુઝિકલ નાઇટ જેવા સ્ટેજ-શોમાં પરિવર્તિત થઈ ગઈ છે. મનોરંજનની આ વૃત્તિએ માત્ર મૂલ્યોનો જ નાશ કર્યો નથી, પરંતુ આપણાં ઉત્સવો, આસ્થાઓ અને સંસ્કૃતિનો વિનાશ કર્યો છે. એક બાજુ આપણે આપણું જીવન અત્યંત વ્યસ્ત હોવાનો દાવો કરીએ છીએ તો બીજી બાજુ આપણો મોટા ભાગનો સમય જીવનધ્યેયથી વિમુખ એવી વ્યર્થ પ્રવૃત્તિમાં પસાર થાય છે. આનું પરિણામ એ આવે છે કે આખો દિવસ ખૂબ કામ કરીને તમે થાકી જાઓ અને છતાં તમે જ્યારે દિવસના અંતે વિચાર કરો, ત્યારે એવો ઘોર વસવસો થાય છે કે આખો દિવસ સાવ જ નકામો ગયો અને સઘળો સમય વેડફાઈ ગયો, કશું કર્યું જ નહીં. અત્યંત કામમાં અને દોડધામમાં ગાળેલો દિવસ કઈ રીતે નકામો કહેવાય ? એનું કારણ એ કે એ દિવસ આપણા જીવનના હેતુ માટે કે જીવનના સાર્થક્યને માટે કશો ઉપયોગી બન્યો નહીં. ‘દળીદળીને પરમનો સ્પર્શ ૧૫૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પરમનો સ્પર્શ ઢાંકણીમાં ઉઘરાવ્યા' જેવી લાગણી થતી હોય છે. કેટલાક તો કહેશે કે રોજ સવાર પડે છે અને રાત પડે છે અને એ રીતે જીવનની ઘટમાળ ચાલ્યા કરે છે, પણ જીવનમાં કશુંય કામ થતું નથી. કોઈ વસવસો કરશે કે આખો દિવસ મહેનત કરી, પણ કરવા જેવું એકેય કામ થયું નહીં. કોઈ અફસોસ કરશે કે જીવનમાં ચિત્રકાર કે સંગીતકાર થવાની ઇચ્છા હતી, પરંતુ એ બધી ઇચ્છા સમયના અભાવે દિલમાં દફનાવી દેવી પડી છે. - તમારી દિનચર્યાની સમય સાથે યાદી કરો, તો તત્કાળ ખ્યાલ આવશે કે આમાં કેટલી બાબતો જરૂરી અને કેટલી બિનજરૂરી હતી. એક જમાનામાં લોકો ગામના ચોરે બેસીને ગપ્પાં મારતા હતા, હવે મોબાઇલ ફોન એ ગપ્પાનું માધ્યમ બન્યો છે. તમારા રોજિંદા જીવનનો કેટલો બધો સમય એ ખાઈ જાય છે એ વિચાર્યું છે ખરું ? એથીય વધારે રોજ અર્ધા| પોણો કલાક ચાલતા મોબાઇલ પરના સંવાદોમાં કેટલી વાતચીત જરૂરી અને કેટલી બિનજરૂરી એનો ખ્યાલ કર્યો છે ખરો ? જ્યાં કયૂટર, આઈપૅડ, ટેલિવિઝન અને મોબાઇલે તમારા જીવનને તાબામાં લીધું હોય, ત્યાં સાર્થક પ્રવૃત્તિ માટે તમારી પાસે કેટલો સમય રહેશે ? હકીકતે તો આમાં ખૂંપી ગયેલી વ્યક્તિઓ જીવનની પ્રગતિના વિચારોથી કે એનાં ગંભીર ધ્યેયોથી દૂર થતી જાય છે અને સમય જતાં આ જ ઘરેડમાં પોતાનું જીવન પૂરું કરે છે. જીવનનું ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ અને એને વળગી રહેવું જોઈએ. મજાની વાત એ છે કે આ જીવનમાં બીજાં પેટા-ધ્યેયો પણ આવતાં જાય છે. એ પેટા-ધ્યેયો ઉચ્ચ અને પ્રગતિશીલ હોય છે, પરંતુ તમારે તમારા મુખ્ય ધ્યેયનો પહેલાં વિચાર કરવો જોઈએ. જીવનનો હેતુ એકાંત અધ્યાત્મસાધના હોય અને ત્યાં કોઈ આવીને એમ કહે કે અમારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સેવા કરવા ફૂલ-ટાઇમ સેવા આપો કે પછી કોઈ આવીને એમ સૂચવે કે ઝૂંપડપટ્ટીનાં વંચિત અને ગરીબ બાળકોને શિક્ષણ આપવાના અમારા કામમાં તમે જોડાઓ, ત્યારે તમારે વિચારવું જોઈએ કે તમારાથી બધાં કામ થઈ શકશે ખરાં ? તમારે તમારા ધ્યેય પ્રમાણે ચાલવાનું હોય છે. તમે ગરીબની સેવા કરો અને જગતમાં ધ્યાનયોગનું આંદોલન ફેલાવવાનું વિચારો તો એ બંને નહીં થાય. ધ્યેય તો બધાં સારાં છે, પરંતુ એ બધાં જ કાર્ય કરવાં એ ગજા Page #170 -------------------------------------------------------------------------- ________________ બહારનું કામ છે. વળી કોઈ પણ કાર્યમાં ઊંડે ઊતરવા માટે શક્તિને કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. એકસાથે અનેક કાર્યો કરવા જનાર બધાં કાર્યોમાં પહોંચી શકતો નથી અને તેથી વારંવાર અકળાઈ જાય છે. બધી વસ્તુઓ પર ધ્યાન આપી શકતો નથી અને તેથી એ બધામાં નિષ્ફળ જાય છે અને સમય જતાં હતાશાનો અનુભવ કરે છે. આમ આદર્શો તો ઘણા છે. ઉચ્ચ ધ્યેયોનો પાર નથી, પણ એ દરેકની પાછળ દોડવા જશો તો તમે ક્યાંયના નહીં રહો. શક્તિને કેન્દ્રિત કરવાની જરૂર છે, નહીં તો વિચ્છિન્ન થઈ જશે. સ્વામી વિવેકાનંદની ધ્યેયનિષ્ઠાનું તત્કાળ સ્મરણ થાય છે કે જે ધ્યેયનિષ્ઠાને પરિણામે એમણે મહાન કાર્યો કર્યા. પરમનો સ્પર્શ ૧૬૧ જ | Page #171 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ફિકરની ફાકી કરે જાગો !” આ એક શબ્દ કેવો મહા પરિવર્તનકારી છે ! માનવમૂલ્યોના ઇતિહાસમાં આ એક શબ્દ પ્રબળ ઝંતિકારી પરિવર્તન સર્યું છે. જનસમૂહ જ્યારે કોઈ પાપાચાર, અધર્માચાર કે દુરાચારમાં ડૂબેલો હોય, ત્યારે મહાન વિભૂતિઓએ આવીને એને “જાગો” કહીને એની દીર્થ મૂછમાંથી બહાર | આણ્યો છે. એને જડ, રૂઢ કે હિંસક પરંપરા ત્યજવા માટે પોકાર કર્યો ૧૬૨ પરમનો સ્પર્શ એક વાર ભગવાન બુદ્ધની સમીપ બેઠેલા વૃદ્ધ ભિખ્ખની કોઈએ વય પૂછી. સિત્તેર વર્ષની વયના એ ભિખુની ઉંમર ભગવાન બુદ્ધે માત્ર સાત વર્ષની કહી ! આનું કારણ એટલું કે આજથી સાત વર્ષ પૂર્વે આ ભિખુમાં જાગૃતિ આવી હતી. એ પૂર્વે એ જીવતા હતા, પરંતુ જાગૃત નહોતા. જે સમયે અંતરમાં જાગરણ પ્રગટે છે, તે સમયથી વ્યક્તિની આધ્યાત્મિક ઉંમર શરૂ થાય છે. કોઈને આ જાગરણ વહેલું પ્રાપ્ત થાય છે તો કોઈને જિંદગીના અંતે સાંપડે છે; પરંતુ આવા જાગરણથી એનો આત્મા, એની દૃષ્ટિ, એની સૃષ્ટિ અને એનું સમગ્ર જીવન પરિવર્તન પામે છે અને એથી જ પ્રત્યેક વિભૂતિએ લોકસમૂહને ઉચ્ચ ધ્યેય કે લક્ષ્ય તરફ દોરી જવા માટે “જાગો' શબ્દ પ્રયોજ્યો છે. શ્રીકૃષ્ણ પ્રવર્તમાન દુરાચાર સામે જાગવાનું કહે છે. ભગવાન મહાવીર સર્વત્ર વ્યાપ્ત હિંસા સામે જાગવાનું કહે છે. શ્રી સહજાનંદ સ્વામી સામાજિક દૂષણો સામે જાગવાનું કહે છે અને સ્વામી વિવેકાનંદ માનસિક દારિત્ર્ય ખંખેરીને ઉત્સાહ અને ચૈતન્યના અનુભવ માટે જાગવાનું કહે છે. પ્રત્યેક સંતે પોતાના યુગમાં સમાજને જાગવાનું કહ્યું છે. આ જાગૃતિનો પહેલો પ્રકાર તે રોજિંદા જીવનમાં મન, વિચાર અને વર્તનની જાગૃતિ છે. આને વ્યાવહારિક જાગૃતિ કહી શકાય. Page #172 -------------------------------------------------------------------------- ________________ આવી જાગૃતિ કાજે વ્યક્તિએ સ્વયંનો ગહરાઈથી અભ્યાસ કરવો જોઈએ. એણે સ્વજીવનને ઓળખવું જોઈએ. કઈ બાબતથી એને આનંદ અને પ્રસન્નતા જાગે છે તેનો વિચાર એ કરે તો તે સ્વાભાવિક છે, પરંતુ કઈ બાબતથી પોતાને તીવ્ર આઘાત કે ક્રોધ જાગે છે તેનો ય વિચાર કરવો જોઈએ. જે બાબતથી પોતાને આઘાત થાય છે એ જ બાબતથી અન્યને પણ આઘાત થતો હશે તે સમજવું જોઈએ. આ પ્રકારની જાગૃતિ ત્યારે સધાય કે જ્યારે વ્યક્તિ નિરપેક્ષ રીતે પોતાની જાતનો અભ્યાસ કરતો રહે. એમાંથી જ પછી એને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. જીવનમાં સૌથી મહત્ત્વની બાબત તો પોતાના રોજિંદા જીવનમાં જે કંઈ બની રહ્યું છે, એને અંદરથી જોવું અને બહારથી જોવું. એનો અર્થ એ જ કે એની એક આંખ બાહ્ય અનુભવ પર હોય અને એની બીજી આંખ આંતરિક વિકાસ પર હોય. કયો અનુભવ પોતાને કેટલો સુખદ કે દુઃખદ નીવડ્યો તેનો એ વિચાર કરશે અને સાથોસાથ કઈ રીતે પોતાનું આંતરિક દોષદર્શન કરીને એ કેટલો આંતરિક વિકાસ સાધી શક્યો તેનું નિર્મમ બનીને ચિંતન-દર્શન કરશે. આમ એકસાથે બે પ્રક્રિયાઓ ચાલતી હોય છે : એક પ્રક્રિયા એ બહારથી ભીતર પ્રતિની અને બીજી પ્રક્રિયા એ ભીતરથી બાહ્ય પ્રતિની. | આને માટે સૌથી મહત્ત્વની બાબત એ તાદૃશ્ય અને જાતપરીક્ષણ છે. આ બે ઓજારથી વ્યક્તિ પોતાનો અધ્યાત્મ-માર્ગ કંડારતો રહેશે. વ્યક્તિને માટે અંદર બેઠેલા અહમુને ઓળખવો સૌથી મુશ્કેલ હોય છે. અહમુને ઓળખવા માટે કેવી જાગૃતિ રાખવી જોઈએ એ અંગે જે. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે ઓરડામાં સાપ ભરાયો હોય અને જેવી જાગૃતિ રાખીએ તેવી જાગૃતિ રાખવી જોઈએ. સાપની પ્રત્યેક હિલચાલ પર આપણે બારીક નજર રાખીએ છીએ અને જરાક સળવળાટ કરે તો અતિ સાવધ બની જઈએ છીએ. આવી રીતે પોતાની જાતનું પરીક્ષણ કરવા જતાં સાધક કેટલાંય આંતરિક સત્યોથી જ્ઞાત થશે. પોતાની જાતનો ચહેરો પોતાના હૃદયના દર્પણમાં જોવા મળશે. આજ સુધી એ પોતાની જાતને ખુશ રાખવા માટે કેવા નાચ નાચતો હતો કે ખેલ કરતો હતો એનો અંદાજ આવશે. એનો અહંકાર ઊછળી આવશે અને એ બોલતો સંભળાશે કે ‘હું કદી ખોટું જોતો નથી, ખોટું કરતો નથી અને ખોટું વિચારતો નથી” અને વક્રતા પરમનો સ્પર્શ ૧૬૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ Jdhe lok≥h 25 એ હશે કે એ પોતાની અનુકૂળતા પ્રમાણે જોતો, કરતો કે વિચારો હશે. એ એ જ સાંભળતો હશે; જે એને પસંદ હશે; એ એ જ જોતો હશે જે એને જોવું હશે; એ એ પ્રમાણે વિચારતો હશે જે પ્રમાણે એને પોતાની બાબતમાં વિચારવાનું ગમતું હોય છે. એ પોતાના હિમાલય જેવડા દોષને રાઈ જેવડો ગણીને એની ઉપેક્ષા કરતો હશે અને બીજાના રાઈ જેવડા દોષને હિમાલય જેટલા મોટા કરીને જોતો હશે. વળી એ બીજાના ગુણોની પ્રશંસા કરવાને બદલે એનો શત્રુ બની જાય છે. અન્યની સમૃદ્ધિ, સત્તા, પદ અને અધિકાર એની અવિરત ઈર્ષ્યાનું કારણ બને છે. બીજાની શ્રેષ્ઠતા જોઈને એ એટલો બધો દુઃખી દુ:ખી થઈ જાય છે કે એને હીન કે અધમ પુરવાર કરવા માટે એની વધુ ને વધુ નિંદા કરે છે. આવી વ્યક્તિમાં બાહ્ય વૈભવની તીવ્ર લોલુપતા હોય છે. એ વૈભવ સત્તાનો હોય, સમૃદ્ધિનો હોય કે પછી યશનો પણ હોય – પરંતુ જેમ બાહ્ય વૈભવ વધે છે તેમ તેમ એનું આંતરિક દારિદ્રય પણ વધતું જાય છું અને પછી એ વ્યક્તિ ભીતર તરફથી પોતાનું મુખ ફેરવીને માત્ર બાહ્યને જોતી હોય છે. પોતાના દોષ કે પોતાની ક્ષતિઓ જોવાની હિંમત એ ગુમાવી બેસે છે અને પોતે રચેલા માયાવી જગતના ભ્રમમાં પોતાની જાતને સાચવે છે. એ સ્વાર્થસિદ્ધિ કરે છે, બાહ્ય માન-સન્માન પામે છે, પરંતુ એનું જીવન આનંદથી વંચિત રહે છે; એટલું જ નહીં, પણ સમય જતાં એની બાહ્ય સમૃદ્ધિની ઇચ્છા લોલુપતામાં પલટાય છે. પહેલાં એ વિવેક જાળવીને પ્રાપ્તિ કરતો હોય છે, યોગ્ય હોય તે સ્વીકારતો હોય છે; કિંતુ પછી એની લોલુપતા અને મહત્ત્વાકાંક્ષા એને અયોગ્ય, અનિષ્ટકારક અને અનીતિમય માર્ગે લાલસાઓની પૂર્તિ માટે દોરી જાય છે. જાતને જુઓ, જાતને ઓળખો, જાતને પડકારો, જાતને શોધો. એ વિશે ગહન વિચાર કરવો જોઈએ કે ‘હું કોણ છું?' આ ઇચ્છાઓ કરે છે તે કોણ છે ? આ કામનાઓની પાછળ દોડે છે તે કોણ છે ? આ અશાંતિ વહોરી લાવે છે તે કોણ છે અને ‘એ કોણ છે ?'ની શોધ જ તમને તમારો ચહેરો બતાવશે. ભીતરની તપાસ થશે તો આપોઆપ વાણી, વિચાર અને વર્તનમાં પરિવર્તન આવરો. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે, “ચોખ્ખા દિલના લોકો પરમ સુખી હોય છે.” એનો અર્થ જ એ કે જો વ્યક્તિનું દિલ ચોખ્ખું હશે, તો એનું જીવન શુદ્ધ બનશે. એનાં વાણી, |_ Page #174 -------------------------------------------------------------------------- ________________ વર્તન અને વ્યવહાર શુદ્ધ બનશે અને એ ચોખ્ખા દિલની સાથોસાથ એના હૃદયમાં સચ્ચાઈ, સંયમ અને શુદ્ધિનો પ્રાદુર્ભાવ થશે, જેના દ્વારા એના જીવનમાં આપોઆપ શાંતિ, સ્વસ્થતા અને આનંદ પ્રગટશે અને એ પરમનો સ્પર્શ પામી શકશે. એ સચ્ચાઈ સાથે પોતાના સ્વરૂપને જોશે અને પછી એ સ્વરૂપમાંથી જાગેલો સૂર એના જીવનનાં સર્વ કાર્યોમાં ગુંજી ઊઠશે. આ હૃદયની શુદ્ધતા કેવી હોય ? બાળક જેવી. એક વખત ઈસુ ખ્રિસ્તને એમના એક શિષ્ય પૂછયું, “તમે જે ઈશ્વરના રાજ્યની વાત કરો છો તે ઈશ્વરના રાજ્યમાં કોને પ્રવેશ મળશે?” નજીકમાં એક બાળક હતું, તેને ઈશુએ મેજ પર ઊભું રાખીને કહ્યું : “આ બાળકના જેવો જે હશે તેમનો ત્યાં પ્રવેશ થશે.” શંકરાચાર્ય, શુકદેવ કે જ્ઞાનદેવ બાળક હતા ત્યારે જ એમના શુદ્ધ સ્વરૂપને કારણે પરમનો સ્પર્શ પામ્યા હતા. શિવાજી છત્રપતિના ગુરુ સમર્થ સ્વામી રામદાસને એક વાર બાળકો સાથે રમતા જોઈને લોકોને નવાઈ લાગી. એક વ્યક્તિએ એમને પૂછયું : “અરે ! આજે આપ શું કરો છો ?” સમર્થ સ્વામી રામદાસે કહ્યું, “ઉંમરે જે છોકરાં જેવાં હતાં, તે મોટાં થઈ ગયાં અને ઉંમરે જે મોટાં હતાં તે ચોર થઈને રહ્યાં. ઉંમર વધે ! છે તેની સાથે માણસને શિંગડાં ફૂટે છે, પછી ઈશ્વરનું સ્મરણ સરખું થતું નથી. નાના બાળકના મન પર કોઈ જાતના થર બાઝેલા હોતા નથી. તેની બુદ્ધિ નિર્મળ હોય છે.” હૃદયની આવી નિર્મળતા એ જ અધ્યાત્મનો મર્મ છે. જીવનનું ધ્યેય કઈ રીતે નક્ક કરશો ? કારણ એટલું જ કે જેની પાછળ અમૂલ્ય એવું જીવન સમર્પિત કરવું છે એવા જીવનનું ધ્યેય તો ઉત્કૃષ્ટ હોવું જોઈએ. જો ધ્યેય જ ખોટું મળી જાય, તો આખી જિંદગી વ્યર્થ વેડફાઈ જાય. આથી સમાજસેવક હોય, જીવનસાધક હોય કે આત્મસાધક હોય, પણ એણે એના ધ્યેયની પૂરી ચકાસણી કરવી પડે. ક્યારેક વ્યક્તિ લાગણીના આવેશમાં આવીને અમુક નિશ્ચય કરી નાખે છે. ઘણી શિક્ષિત વ્યક્તિઓ પણ પોતાની અંગત લાગણીએ લીધેલા અધકચરા નિર્ણયો પર ચાલતી હોય છે. કોઈ યુવાનને પ્રણયભંગ થાય તો એની પાછળ પોતાની પ્રિયતમાને કારણરૂપ માનીને સમય જતાં એ પરમનો સ્પર્શ ૧૬૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર સ્ત્રી જાતિ પ્રત્યે નફરત કેળવે છે. કોઈ સ્ત્રીને એક પુરુષનો ખરાબ અનુભવ થાય એટલે એ આખી પુરુષજાતને રાવણસમી માનીને નિંદે છે. આમ ઘણી વાર આપણા અંગત જીવનની લાગણીઓ ગ્રંથિ રૂપે બંધાઈ જાય છે અને એને પરિણામે વ્યક્તિ ઔદાર્ય અને વ્યાપકતા ગુમાવે છે, આથી આપણી લાગણીઓ પર આધાર રાખીને આપણે કોઈ ધ્યેય નક્કી કરી શકીએ નહીં. ઘણી વ્યક્તિઓની લાગણી સમયાનુસાર બદલાતી હોય છે. એક સમયે એક વ્યક્તિને એનો પુત્ર પ્રિય લાગે છે અને થોડે વખતે તદ્દન અપ્રિય બની જાય છે, વળી એ પુત્ર જો મદદ કરે તો પાછો પ્રિય બની જાય છે. લાગણીના સતત પરિવર્તનને કારણે નિર્ણય બાંધી શકાય નહીં. આને માટે શ્રીમદ્ ભગવદ્ગીતામાં ‘નિષ્ઠા’ શબ્દ પ્રયોજાયો છે. આ નિષ્ઠા એટલે શું ? એની વ્યાખ્યા કરતાં ‘ગીતાબોધવાણી માં શ્રી રવિશંકર મહારાજ ૧૬૬ પરમનો સ્પર્શ - “નિષ્ઠા એટલે નિશ્ચય કરીને એક વસ્તુ ની કરીને તેમાં ચોંટી જવું, દૃઢ થઈ જવું. નિષ્ઠા એટલે ચોક્કસ રીતે સિદ્ધ થયેલી વસ્તુ. નિષ્ઠા એટલે પોતાનું પ્રત્યક્ષ થયેલું દર્શન.” આવો નિષ્ઠાનો મહિમા છે અને આવી નિષ્ઠા રાખીને જીવનમાં ધ્યેય પ્રતિ ગતિ કરવાની છે. આ નિષ્ઠા હોય તો જ પ્રતિકૂળ સમયમાં પણ વ્યક્તિ દૃઢ અને અડગ રહે છે. રાજમાર્ગ પરથી સાંકડો માર્ગ આવતાં એ માર્ગ વ્યક્તિ બદલી નાખતી નથી. આનો અર્થ જ એ કે જેને પોતાની નિષ્ઠાને અનુસરીને ધ્યેય સિદ્ધ કરવું છે, એના માર્ગમાં મુશ્કેલીઓ તો આવવાની. પાર વિનાની પ્રતિકૂળતાનો સામનો કરવાનું બનવાનું. કારણ એટલે કે જેણે ધ્યેય સિદ્ધ કરવું છે એણે પ્રતિકૂળતાઓ પર વિજય મેળવવાનો છે. રાજ કુમાર વર્ધમાને સઘળો રાજવૈભવ ત્યજીને જંગલમાં સાડા બાર વર્ષ સુધી કઠોર તપ કર્યું. રાજકુમાર વર્ધમાનમાંથી યોગી મહાવીર બનેલા. એમને સાડા બાર વર્ષ દરમિયાન તેર જેટલી ભયાનક આફતો(ઉપસર્ગ)નો સામનો કરવો પડ્યો. કૂવામાં ઝબોળાવું પડ્યું, દોરડાથી બંધાવું પડ્યું, અજ્ઞાનીઓનો માર ખાવો પડ્યો, સિપાહીઓની ધરપકડ વેઠવી પડી, કાનમાં કાષ્ઠશૂળ ભોંકાયા, ચંડકૌશિક સર્પે દંશ આપ્યો અને સંગમદેવ દ્વારા પોલાશ ચૈત્યમાં છ મહિના સુધી વીસ ઉપસર્ગો સહન કર્યા. આમ તમારા ધ્યેયમાંથી Page #176 -------------------------------------------------------------------------- ________________ તમને ચલિત કરવા માટે દુષ્ટ તત્ત્વો તમને અટકાવશે. એની પાસે એક નહીં, પણ અનેક તરકીબો હોય છે. એ બધી તરકીબો એ અજમાવશે. દુર્યોધને પાંડવોનો નાશ કરવા માટે કેટલાં બધાં કાવતરાં કર્યાં હતાં ! તમારા વિરોધીઓ લુચ્ચાઈ અને જુઠ્ઠાણાનો આશરો લઈને તમારે વિશે ઘણી બાબતો ફેલાવશે. ધ્યેયને માટે ઝઝૂમનાર પાસે આની સામે મજબૂત સંઘર્ષ ખેલવાની તૈયારી હોવી જોઈએ. દુશ્મન તો એની પાસેના તમામ દાવપેચ અજમાવશે; એટલું જ નહીં, પરંતુ તક મળે તો આવી ધ્યેયનિષ્ઠ વ્યક્તિને હણી નાખવા કોશિશ કરશે. ભક્તોના જીવનમાં આવી કઠિનાઈની કસોટીભરી ઘણી કથાઓ મળે છે, પણ અંતે એમાં ભક્તનો વિજય થાય છે; એનું કારણ એમની નિષ્ઠા અને ભક્તિ છે. આથી જ સંત કબીરે યોગ્ય રીતે કહ્યું છે : જાકો રાખે સાંઇયાં, માર ન સકિ હૈ કોય; બાલ ન બાંકા કરિ સર્ક, જો જગ વૈરી હોય.” આવી ભક્તિ એ વ્યક્તિનાં બધાં દુઃખો દૂર કરે એવું કદાચ ન બને, પરંતુ એને એ દુ:ખો સહન કરવાની શક્તિ તો જરૂર આપે છે. દુ:ખો વચ્ચે પણ એ પ્રસન્નતા ધારણ કરી શકે છે. એની પ્રતિકૂળતાને એ અનુકૂળતામાં પરિવર્તિત કરી શકે છે. ક્ષેધ અને ઉશ્કેરાટના પ્રસંગોને શમાવીને એ સમતાથી જીવી શકે છે, પરંતુ આ બધાંનું મૂળ કારણ તો એની નિષ્ઠા અને ધ્યેય છે. જેની પાસે ધ્યેય હોતું નથી એની પાસે જીવન વિશેની અસ્પષ્ટતા અને અનિશ્ચિતતા હોય છે. પ્લેયરહિત વ્યક્તિને પવન પણ સહાય કરતો નથી. આનું કારણ શું ? આનું કારણ એ કે આવી વ્યક્તિ જીવનની પ્રત્યેક બાબતમાં દ્વિધા અનુભવતી હોય છે અને પ્રત્યેક પ્રશ્ન અંગે અનિર્ણયાત્મકતા ધરાવતી હોય છે. એની પાસે પોતાનો કોઈ માપદંડ હોતો નથી અને તેને પરિણામે વિકટ પરિસ્થિતિમાં એક પક્ષે જવું કે સામા પક્ષે રહેવું એનો નિર્ણય કરી શકાતો નથી. શેક્સપિયરના વિખ્યાત નાટક ‘હૅમ્લેટ'ના નાયક હેમ્લેટની અનિર્ણયાત્મકતા જ અંતે એને માટે નુકસાનકારક અને જીવનનાશક પુરવાર થાય છે. આવી અનિર્ણયાત્મકતા વ્યક્તિમાં અસલામતી અને અનિશ્ચિતતા લાવે છે. નેલ્સન મંડેલાની સામે અનેક પ્રલોભનો હતાં. દક્ષિણ આફ્રિકાની શ્વેત સરકારે એને લાલચો આપવામાં કશું બાકી રાખ્યું નહોતું અને યાતના પરમનો સ્પર્શ ૧૬૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પરમનો સ્પર્શ આપવામાં પાછું વળીને જોયું પણ નહોતું, આમ છતાં એ ધ્યેય પર દૃઢ રહ્યા અને તેથી સફળ થયા. ધ્યેયદઢતા જીવનમાં આવતી દ્વિધા, અનિશ્ચિતતા અને આફતોને અળગી કરી નાખે છે. ‘ફિકરની ફાકી કરે, ઉસકા નામ ફકીર' એમ કહેવાયું છે. આવા ફકીર વિશે કંઠ, કહેણી અને કવિતાનો વારસો પામેલા ભક્ત કવિ દુલા ‘કાગ’ કહ્યું છે, “જગમાં જેનું નામ ફકીર જી ! એનું નામ ફકીર જેની મેરુ સરીખી ધીર, જગમાં એનું નામ ફકીર જી.... વિપતથી વણસે નઇ, એનું સંતોષી શરીર જી, ‘કાગને એ કાયમ મળો જેનાં દિલ નહીં દિલગીર...જગમાં” આથી ધ્યેય નક્કી કરતી વખતે વ્યક્તિએ એક સ્પષ્ટ દર્શન કેળવવું પડશે. વળી ધ્યેય નક્કી કરવાનો એક લાભ એ છે કે એનાથી વ્યક્તિ પોતાની જાતનું નિરીક્ષણ અને આત્મવિસ્તાર સાધી શકે છે. એને એની ક્ષતિઓ સમજાય છે અને પોતાની ક્ષતિઓ દૂર કરતો જાય છે અને ધ્યેય તરફ આગળ ધપતો જાય છે. આથી ધ્યેય એ એના વ્યક્તિત્વના વિકાસનું એક કારણ બને છે. પોતાની ત્રુટિઓ અને ભૂલોને મહાત્મા ગાંધીજી કઈ રીતે જુએ છે તે રસપ્રદ બાબત છે. તેઓ પોતાની સફળતા અને શક્તિની માફક જ આ ભૂલોને પણ ઈશ્વરની દેન સમજે છે, આથી જ ઈશ્વરે પોતાના જેવા અપૂર્ણ મનુષ્યને આવા મહાપ્રયોગ માટે પસંદ કર્યા તેમ કહે છે. મહાત્મા ગાંધીજી પોતાની અપૂર્ણતાઓ સતત જોતા રહે છે અને એ રીતે પૂર્ણતા તરફ ગતિ કરે છે. ધ્યેય પ્રત્યેનું પ્રમાણ વ્યક્તિને એક એવી કર્તવ્યનિષ્ઠા બક્ષે છે કે જેને કારણે એના જીવનમાં ઘણી ક્ષુદ્ર અને ધૂળ બાબતો પ્રવેશતી જ નથી અને કેટલાય દંભ અને આડંબર એકસો ગાઉ છેટા રહે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શૂન્ય બનીને પૂર્ણ પામીએ ધર્મનું પ્રથમ કાર્ય છે તમારા ભીતરમાં વર્ષોથી પડી રહેલી સુષુપ્ત રાક્તિને પ્રગટ કરવાનું અને પછી તમને આધ્યાત્મિક્તા પ્રત્યે છલાંગ લગાવવા ધક્કો મારવાનું. બહુ અઘરી ને કપરી છે આ છલાંગ. ભૌતિક જગતમાં ઘણી વ્યક્તિઓ આધ્યાત્મિક છલાંગ મારવાનો ખૂબ વિચાર કરે છે; પરંતુ વારંવાર ફરીને પાછી ફરી જાય છે. ભૌતિક્તાનું પોતાનું એક પ્રબળ આકર્ષણ હોય છે તે સ્વીકારવું જોઈએ. એની સાથે આપણે આપણાં બાહ્ય સુખ અને કહેવાની શાંતિને જોડી દીધાં છે. ભૌતિક જગતમાં આપણે સુરક્ષિતતાનો ભાવ અનુભવીએ છીએ. વળી, આ ભૌતિક જગતમાં આપણને સઘળું જ્ઞાત છે. આવી શાતમાંથી અજ્ઞાત અધ્યાત્મમાં છલાંગ લગાવવી મુશ્કેલ એ માટે બને છે કે જ્ઞાતની જાણકારી અને અજ્ઞાતનું અજાણપણું બન્ને વ્યક્તિને રોકી રાખે છે. ભગવાન બુદ્ધે મહાભિનિષ્ક્રમણ કર્યું, તે પહેલાં બે વાર પાછા ફર્યા પણ ત્રીજી વાર એ નીકળ્યા અને જગતને પ્રકાશ આપ્યો. આથી એને મહાભિનિષ્ક્રમણ એટલે કે મહાન પ્રતિ જવું' કહેવામાં આવે છે. એમણે જીવનમાં એક છલાંગ લગાવી અને વૈભવી સાંસારિક જીવનમાંથી નીકળીને આધ્યાત્મિકતાના કિનાર પહોંચી ગયા. પણ એમ ને એમ છલાંગ લગાવવાથી કશું ન વળે. એ પૂર્વે પહેલું મહત્ત્વનું કાર્ય તો આપણા ભીતરને ખાલી કરવાનું છે. જો આપણું ભીતર ભરેલું કરો, તો ભીતરમાં કોઈ નવા પ્રકારાનો પ્રવેશ નહીં થાય. માત્ર બાહ્ય બધું પરિવર્તન પામતું રહેશે, કિંતુ હૃદય તો એવું ને એવું જ રહેશે. આવા બાહ્ય પરિવર્તનથી કશું વળતું નથી. હકીકતમાં તો બાહ્ય ઘટના સાથે આંતર પરિવર્તનને કોઈ સંબંધ નથી. ભૌતિકતાથી ભરેલું હૃદયપાત્ર પહેલાં ખાલી થાય પછી જ એમાં અધ્યાત્મ તત્વોના ભાવો ભરી શકાય અને એ પછી પરમનો સ્પર્શ પામવાની પાત્રતા મેળવાય. ખાલી થયા વિના જેઓ અધ્યાત્મના માર્ગે ગયા છે, ૩]àh? ||otäh so0 Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પરમનો સ્પર્શ તેઓ ખાલી હાથે પાછા ફર્યા છે. આનું કારણ એ કે ભૌતિક જીવન દરમિયાન સંપત્તિની લોલુપતા સંન્યાસી બન્યા પછી પણ હૃદયમાં આસન જમાવીને બેઠેલી હોય છે અને જેવી તક મળે કે સંજોગ ઊભા થાય કે તે પ્રગટ થતી હોય છે. ભૌતિક જીવનમાં રહેલી ધનની તૃષ્ણાનું નિવારણ કરવામાં આવ્યું ન હોય, તો ભગવાં કપડાં પહેર્યા પછી પણ સાધુ વેપારીની જેમ દ્રવ્યોપાર્જન કરવા લાગશે. વધુ ને વધુ સંપત્તિની પ્રાપ્તિ માટે મંત્ર, તંત્ર, બાધા, આખડી, જ્યોતિષ દ્વારા પોતાની દુકાન ચલાવશે. આ રીતે જો ભૌતિકતાનું આકર્ષણ હૃદયમાંથી અળગું થયું ન હોય, તો તે કોઈ પણ આધ્યાત્મિક ક્ષણે એના જીવનમાં ડોકિયું કરે છે અને એની સઘળી આધ્યાત્મિકતાને ધૂળધાણી કરી નાખે છે. હૃદયમાંથી શું ખાલી કરવાનું છે ? સૌથી પહેલી બાબત તો જાણપણાનો ઘમંડ દૂર કરવાની છે. સામાન્ય વ્યક્તિથી માંડીને સમર્થ વિદ્વાનો પણ એમ માનતા હોય છે કે, “બધું જાણું છું.” જોકે આના જેવું અજ્ઞાન બીજું એકે નથી. વ્યક્તિનું જાણપણું જ એનું મારક બને છે, કારણ કે એક વાર જ્ઞાનનો ઘમંડ એના ચિત્તમાં આવ્યો એટલે એનું ચિત્ત બંધિયાર બની જશે, નવું જ્ઞાન મેળવવાની એની પિપાસા વિદાય પામશે અને નવો પ્રકાશ પામવાનો તો એને સ્વપ્નેય વિચાર નહીં આવે. જ્ઞાનનો અહંકાર એનાં વાણી અને વ્યવહારમાં પણ પ્રગટ થવા લાગશે, આથી જેણે અધ્યાત્મના માર્ગે ચાલવું છે, એણે જ્ઞાનના ઘમંડને ખાલી કરવો પડે છે. ઘમંડ એ જ્ઞાનના દરવાજે લગાવેલું તાળું છે. જ્ઞાનના દરવાજા પર એ તાળું લગાડવામાં આવે એટલે કોઈ નવો પ્રકાશ, નવી ભાવના, નવો વિચાર, નવો દૃષ્ટિકોણ કે નવું દર્શન એનામાં આવતું નથી. બીજું ‘ખાલી’ થવાનું છે પરંપરાગત રૂઢ સંસ્કારોથી. મનમાં પરંપરાથી કે વહેમથી કેટલાક સંસ્કારો જડ ઘાલી બેઠા હોય છે. માણસ ધીરે ધીરે એ માન્યતા પ્રમાણે ચાલવા લાગે છે અને ક્યારેક તો એ માન્યતા જ એના જીવનનું નિર્ણાયક બળ બને છે. ભારતમાં બિલાડી આડી ઊતરે એ અપશુકન ગણાય છે, તો વિદેશમાં પણ તેનો આંકડો અપશુકનિયાળ ગણાય છે. આવા વહેમો સમાજને દૂષિત કરે છે. એને જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયનાં બંધનોમાં બાંધી દે છે. જન્મ, લગ્ન અને મૃત્યુ પ્રસંગનાં કેટલાય સંસ્કારો અથવા તો વિધિવિધાનો પાછળ કોઈ તર્ક કે વિચાર હોતો નથી. જે પરમનો સ્પર્શ પામવા માટે આપણે મુક્ત ચિત્ત લઈને જવાનું Page #180 -------------------------------------------------------------------------- ________________ હોય છે, ત્યાં મનમાં આવા પરંપરાપ્રાપ્ત કેટલાક ખોટા સંસ્કાર, વહેમો અને રૂઢિઓ લઈને જઈએ તો શું થાય ? માનવી અમુક કંઠીઓ બાંધીને ચાલતો હોય છે. એમાં પણ એ ઘણી વાર સંપ્રદાયની ચુસ્તતામાં ફસાઈ જાય છે. પછી એ આગળ-પાછળ કશું જોતો નથી; બલકે, અન્ય સંપ્રદાયના અનુયાયીઓને ધિક્કારે છે અથવા તો મિથ્યાત્વી કહીને આઘા હડસેલે છે. આમ પાંજરામાં પુરાયેલા પોપટ જેવી એની હાલત હોય છે. આ સઘળું બહાર કાઢીને સાધકે એનું હૃદય ખાલી કરવાનું હોય છે. મનુષ્યજીવનની સામાન્ય ગતિ એ અહંકારવૃદ્ધિની છે. એ પોતાનો અહંકાર સતત વૃદ્ધિ પામતો રહે તેવા માર્ગે જતો હોય છે. મારી પાસે આટલી વિશાળ સત્તા છે કે મારી પાસે આટલી અઢળક સમૃદ્ધિ છે અથવા તો મારા જેવો કલાનો નિષ્ણાત બીજો કોઈ નથી એવો અહંકાર એ ધારણ કરતો હોય છે. સમય જતાં એના ધનભંડાર પર એ ફેણ માંડીને નાગની જેમ બેસે છે. એની સત્તાની વૃદ્ધિ અહંકારવૃદ્ધિમાં પરિણમે છે અને એનું જ્ઞાન ગર્વનું કારણ બનીને નવીન જ્ઞાન મેળવતું બંધ થઈ જાય છે. આવા અહંકારનું વિસર્જન થાય, તો જ એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે; પરંતુ એ અહંકારને પકડવો જ જ્યાં મુશ્કેલ છે, ત્યાં એનું વિસર્જન કરવું એ અતિ વિકટ કાર્ય છે. અમાસની ઘનઘોર કાળી રાત હોય, ક્યાંય લેશમાત્ર પ્રકાશ દૃષ્ટિગોચર થતો ન હોય અને આવી કાળી રાતે કાળા વસ્ત્ર પર કાળી કીડી ફરતી હોય તો શું થાય ? એને શોધવી મુશ્કેલ બને. એ જ રીતે સામાન્ય મનુષ્ય પોતાના અહમનો સરળતાથી તાગ મેળવી શકતો નથી. સાધકે તો અહંકારશુન્ય બનવાનું છે અને અહીં શુન્ય બનીને જ એણે પૂર્ણને પામવાનું છે. શક્તિની દોડ, સંપત્તિની સ્પર્ધા, સત્તાનો ગર્વ - આ બધું અનુભવીએ છીએ, ત્યારે આપણે આપણી જાતને મહાન શક્તિશાળી માનીએ છીએ અને સ્વભાવ છોડીને વિભાવમાં, વિકૃતિમાં ડૂબી જઈએ છીએ. સાચું જીવન એ તો વૈભવ સામે સતત લડનારું હોય છે. આપણે આ બધી વસ્તુ મેળવીને પોતાની જાતને સમર્થ માનીએ છીએ; પરંતુ હકીકતમાં તો વ્યક્તિ વધુ ને વધુ નિર્બળ, નિઃસહાય અને વ્યસ્ત બનતો જાય છે. આ બધા રસ્તા બેચેનીના, અશાંતિના, અકળામણ આપનારા, દોડાવ્યું પરમનો સ્પર્શ ૧૭૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ Jàhà (lokãh 26b રાખનારા અને ડુબાડી દેનારા છે. અહંકારની ગતિ વખતે તમે ખુદ તમારા જીવનની ઉપેક્ષા કરશો. જરા સ્પર્ધાની દોડ ધીમી કરશો તો જ તમે તમારા વનને જોઈ શકશો. બાહ્ય જગતમાં જે પ્રાપ્ત કરવા નીકળે છે એ કય પ્રાપ્ત કર્યા વિના ખાલી હાથે પાછા ફરે છે. બાહ્ય જગતમાં જે ત્યાગ કરતા રહે છે તે જ પ્રાપ્ત કરતા જાય છે. જે દોડે છે એ ધીરે ધીરે થાકે છે, પછી હાંફે છે અને અંતે ગબડી પડે છે. જો આવી અહંકારયુક્ત દોડ હોય તો એ સ્વીકારી જ લેવાનું કે તમારું જીવન તણાવપૂર્ણ અને વ્યધિન રહેશે. જરા વિચારો કે તમારી નોડ કોઈ આવા માર્ગે ચાહી નથી રહી ને? R) |_ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૩૩ અજ્ઞાત પ્રતિ એક ઊંચી છલાંગ ! સ્વપ્નાં રાખવાં એ આસાન છે, કિંતુ સ્વપ્નસિદ્ધિનો પંથ ઘણો કઠિન હોય છે. સ્વપ્નસિદ્ધિ પહેલે પગલે માગે છે માનસપરિવર્તન. ભૌતિક સિદ્ધિ કે કોઈ આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ તો મનને બરાબર કસવું પડે છે. ભૌતિક જીવનમાં તમે બાહ્ય પ્રાપ્તિનું કોઈ સ્વપ્ન રાખો, ત્યારે તમારી સામે કેટલાય અવરોધો ઊભા થઈ જાય છે. એક બાજુ તમે તમારું સ્વપ્નસિદ્ધિ કરવા માટે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થયા હો અને બીજી બાજુ જીવનનાં તમામ આકર્ષણો તમને સાદ પાડીને બોલાવતાં હોય. તત્કાલીન પરિસ્થિતિઓ પડકારરૂપ બનીને ઊભી રહેતી અનુભવાય. પહેલાં તો અંદરથી એવો એક અવાજ આવશે કે આવું કોઈ સ્વપ્ન સિદ્ધ કરવા માટે જીવન કુરબાન કરવાને બદલે મોજમજાથી જીવન પસાર | કર ને ! આ બધી માથાકૂટ શી ? ખાવું, પીવું અને જલસા કરવા એને | જ તો જીવનનો મર્મ, ધર્મ કે અંતિમ ધ્યેય માની લેવાનું ! આવા આનંદપ્રમોદનો ત્યાગ કરીને શા માટે તું સ્વપ્નસિદ્ધિના કે પરમનો સ્પર્શ પામવાના માર્ગે જાય છે ? ત્યાં પસ્તાવાનો પાર નહિ રહે ! વળી સ્વપ્નસિદ્ધિ માટે કેટલીય કુરબાનીઓ આપવી પડશે અને એને અંતે શું? અંતે તને કશું હાથ લાગશે નહિ, આથી આ બધી નકામી ઝંઝટ છોડી દે, જીવનમાં મોજ કર. આવી વ્યક્તિઓ ક્ષય(ટી.બી.) રોગના જંતુ જેવી હોય છે, જે પોતાના પ્રમાદયુક્ત દુર્વિચારનો બીજાને તત્ક્ષણ ચેપ લગાડે છે. સ્વપ્નસિદ્ધિ માટે સૌથી મહત્ત્વની ચીજ તે મનનો એ દિશાનો અભિગમ છે. મનની દિશા કે એનું લક્ષ્ય જો સ્વપ્નસિદ્ધિ ભણી વળેલું નહિ હોય, તો મન અન્ય આકર્ષણો અને કામનાના અવરોધોમાં એવું તો ગૂંથાઈ કે ગૂંચવાઈ જશે કે એમાંથી બહાર નીકળી શકશે નહિ. જ્યારે વ્યક્તિ આધ્યાત્મિક સ્વપ્ન સેવે છે, ત્યારે એના હૃદયમાં એક પ્રકારની તડપન હોય છે. શ્રીકૃષ્ણ માટેની ખાસ હોય તો જ મીરાં થવાય, રામ પ્રત્યે દઢભક્તિ પરમનો સ્પર્શ ૧૭૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ 20 Jdh≥ [lo±èh &6b હોય તો જ તુલસીદાસ‘રામચરિતમાનસ' રચી શકે. સમગ્ર ચિત્તનું ‘ફોકસ' સ્વપ્નસિદ્ધિ પ્રતિ હોવું જોઈએ. આને પરિણામે ઉપાસકના વ્યવહારજીવનમાં આવતી મુશ્કેલીઓ એને અવરોધરૂપ લાગતી નથી ને અટકાવનારી બનતી નથી, બલ્કે એના લક્ષ્યનિર્ધારને વધુ પ્રબળ બનાવે છે. પોતાના આધ્યાત્મિક સ્વપ્નને સિદ્ધ કરતી વખતે ભૌતિક વિટંબણાઓ અને આધ્યાત્મિક પ્રશ્નાર્થો આવ્યા કરશે, પરંતુ આ બધા દ્વારા અંતે તો પોતે નિશ્ચયને ખડક સમાન દૃઢ અને વધુ મજબૂત બનાવે છે. ભાનિક વનમાં કે સંસારવ્યવહારની બાબતોમાં તમે એક ધ્યેય લઈને નીકળશો, ત્યારે માર્ગમાં વળી બીજું ધ્યેય તમારી સામે આવીને ઊભું રહેશે. વળી કોઈ લાલચ પણ આવે કે જે તમને આ ધ્યેયથી વિમુખ થવા માટે પ્રેરિત કરતી હોય અથવા તો એ ધ્યેય છોડીને બીજું ધ્યેય અપનાવવાનું પ્રલોભન આપતી હોય. આવે સમયે તમારે તમારા ચિત્ત પર લગામ રાખવી પડે છે, મુખ્ય ધ્યેય સરી પડે નહિ કે ગૌણ બની જાય નહીં, તેનું ધ્યાન રાખવું પડે છે. વળી તમે જે ધ્યેય રાખ્યું હોય છે, તેનાથી વિરુદ્ધની બાબતો ક્યારેક તમને દોરતી હોય છે. ધ્યેયસિદ્ધિ માટે પોઝિટિવ વિચાર જરૂરી છે. જો મનમાં પૉઝિટિવ વિચાર ન હોય તો નકારાત્મક વિચારો અને વલણો આસાનીથી તમારા ચિત્ત પર પ્રભુત્વ મેળવી લેશે અને સંકલ્પને ડગાવીને જમીનઇસ્ત કરી નાખશે. ક્યારેક શારીરિક, સાંસારિક, માનસિક કે અન્ય ભયને કારણે વ્યક્તિ ધ્યેય છોડવાનું વિચારતી હોય છે. ભગવાન મહાવીરના પરમ ભક્ત કામદેવ શ્રાવકને કેટલો બધો ભય પમાડવામાં આવ્યો, પરંતુ કામદેવ શ્રાવક એની ભક્તિમાંથી સહેજેય ચલિત પર્યો નહિ. રાજા રામ મોહનરાય કે ઈચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજસુધારકોને કેટલી બધી આપત્તિનો સામનો કરવાનો આવ્યો ! એમના પર જીવલેણ હુમલો થયો, પરંતુ તેઓ એમાંથી સહેજે ડગ્યા નહિ. મહાત્મા ગાંધીજી પર અંગ્રેજ સ૨કારે જુલમ કરવામાં ક્યાં કંઈ બાકી રાખ્યું હતું, છતાં એ એમના મતમાં અડગ રહ્યા. ક્યારેક વ્યક્તિ પોતાનું આધ્યાત્મિક ધ્યેય નિશ્ચિત કરે છે, પણ પછી એના મનમાં થોડી વિધા રહ્યા કરે છે. એ વિચારે છે કે પોતે નક્ક કરેલું ધ્યેય યોગ્ય કે બરાબર લાગતું નથી. પરિણામે એ પોતાની ધ્યેયસિદ્ધિના માર્ગમાં ક્યાંક થોડીક મુશ્કેલી અનુભવે એટલે તરત જ એનું દ્વિધાગ્રસ્ત |_ Page #184 -------------------------------------------------------------------------- ________________ મન દોલાયમાન થવા લાગશે. એની શંકા એની સામે આવીને ઊભી રહેશે અને કહેશે કે “મેં તો તને મંગલાચરણ સમયે જ કહ્યું હતું કે તારું ધ્યેય જ ખોટું છે. હવે સમજાયું ને ! વાર્યો ન માને તે હાર્યો માને, ખરું ને! આમ જો ધ્યેયમાં અશ્રદ્ધા હોય, સહેજેય સંશય હોય તો વ્યક્તિ કશું વિશેષ કરી શકતી નથી. વળી આ ધ્યેય સિદ્ધ કરતી વખતે એવી પણ ઘટનાઓ બને છે કે જેનાથી ઘોર હતાશા જાગે છે અને આ ધ્યેય ત્યાગ કરવાનું મન થાય, નિશ્ચિત કરેલા ધ્યેયને વિશે સર્વગ્રાહી વિચાર કરવો જોઈએ. એની યથાર્થતા વિશે જાગેલી શંકાનું ગુરુ કે ગ્રંથ પાસેથી સમાધાન મેળવવું જોઈએ. જો દ્વિધા સાથે ધ્યેયસિદ્ધિના માર્ગે જઈએ, તો બાવાનાં બેઉ બગડ્યા જેવું થાય. આધ્યાત્મિક જીવનમાં ક્યારેક એવું પણ લાગે કે આટલા બધા અથાગ પ્રયત્નો કર્યા છતાં હજી કેમ પરમના સ્પર્શની અનુભૂતિ થતી નથી ? જીવનમાં આ આટલું બધું છોડ્યું, છતાં હજી કેમ ઈશ્વરનો કોઈ અણસાર પ્રાપ્ત થતો નથી ? આવી હતાશા ક્ષણિક હોય તે બરાબર, પરંતુ એ સદાયની બની જાય તો મોટી આફત સર્જે. વ્યક્તિ ધ્યેયથી ચલિત થઈને હતાશ બની જાય. હતાશા એને વધુ ને વધુ ઊંડી ખાઈમાં ગબડાવ્યે રાખે અને પરિણામે એ પોતાના ધ્યેયથી દૂર ને દૂર ચાલ્યો જાય. અધ્યાત્મમાર્ગ તરફની ગતિ એટલે એક વિરાટ સાહસ. અજ્ઞાત ભૂમિ અને અજાણ જીવન પ્રતિ એક સબળ છલાંગ. એમાં સાંસારિક આકર્ષણોના માહોલમાંથી ઊંચે ઊઠીને સર્વસંગ-ત્યાગથી પરમનો સ્પર્શ પામવાની અદમ્ય ઝંખના હોય છે. આ આધ્યાત્મિક સાહસ ઘણી સજ્જતા માગે છે. આથી | જેને અધ્યાત્મનો પાકો રંગ લાગ્યો હશે, એ જ સાધક એ માર્ગે આગળ પ્રયાણ કરશે. મોટા ભાગની વ્યક્તિઓ અધ્યાત્મના કાંટાળા પંથે થોડું ચાલતાં અને કાંટા વાગતાં પાછા ફરે છે. આનું કારણ એ છે કે આ છલાંગ છે – જ્ઞાતમાંથી અજ્ઞાત તરફની એક અતિ મુશ્કેલ છલાંગ. એક વાર મહાત્મા હસન નદીકિનારે બેઠા હતા અને એમણે જોયું તો એક કૂતરો પાણી ભરેલા ખાબોચિયાને કૂદીને પાર કરવા પ્રયત્ન કરતો હતો. એ જોરથી દોડ્યો, પરંતુ ખાબોચિયાની નજીક આવતાં કૂતરો અટકી ગયો અને પાછો ફરી ગયો. એ પછી એણે બીજી વાર પ્રયત્ન કર્યો. બીજી વાર પણ એવું જ બન્યું. છેક ખાબોચિયા પાસે જઈને એ પાછો વળી ગયો; પરંતુ કૂતરો એમ હારી ખાય તેવો નહોતો, આથી એણે ત્રીજી પરમનો સ્પર્શ ૧૭૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ C Jdhà [lo×ãh 36b વાર ખૂબ જોરથી દોડ લગાવી અને હિંમત કરીને ખાબોચિયું કૂદવા પ્રયત્ન કર્યો અને કૂદી ગયો. આ સમયે મહાત્મા હસન તાળીઓ પાડી ઊઠ્યા. આખરે કુતરાએ હિંમત કરીને છલાંગ લગાવી ને સફળતા મેળવી. એમણે વિચાર્યું કે અધ્યાત્મ પણ આવું જ એક સાહસ છે. એ માર્ગે જતાં ક્યારેક થોડો વખત પાછા પડવું પડે છે, પરંતુ જે સાહસ કરે છે એ જ અંતે એમાં સફળ થાય છે. – સાહસ એ માટે છે કે આમાં વ્યક્તિએ પોતાની જાતને બદલવાની હોય છે. જીવનભર બીજાએ શું કરવું જોઈએ ? કેમ વર્તવું જોઈએ ? સમાજ કેવો હોવો જોઈએ ? દેશના રાજપુરુષોએ કેમ રાજ ચલાવવું જોઈએ? ઘરના લોકોએ કેમ વ્યવહાર કરવો જોઈએ ? – એ બધું સહુને શીખવવા એ કે સલાહ આપવા વ્યક્તિ આતુર હોય છે; પણ વાસ્તવમાં આમાં એ અન્યની વાત સતત કરતો હોય છે. એને બીજાને શીખવવાની, સુધારવાની કે વિના માગ્યે માર્ગદર્શન આપવાની આદત પડી ગઈ હોય છે. અહર્નિશ તે બીજાને, બાપને બદલવાનો વિચાર કરતો હોય છે. એની પરિવર્તનની વિચારધારાનું મુખ અન્ય વ્યક્તિઓ અને બાહ્ય પરિસ્થિતિઓ ભણી હોય છે. આને પરિણામે એને ક્યારેય સ્વયંનું પરિવર્તન કરવાનો વિચાર આવતો નથી. આખી દુનિયાની ચિંતા કરનારાને એને ઘણી વાર પોતાની જાતની ખબર હોતી નથી. એ વિચારે છે કે એ પોતે કરે છે તે પૂર્ણ રૂપે યોગ્ય છે. એની વિચારધારા થથાર્થ છે. એના વનમાં એની ષ્ટિએ બધું જ યોગ્ય ને ઉચિત છે. કશાય ફેરફારની જરૂર નથી. આમ એ મનથી ટેવાઈ જતો હોય છે કે જો કોઈને બદલવાની કે બદલાવવાની જરૂર હોય તો તે અન્યને છે. પોતાને નહીં ! જ્યારે અધ્યાત્મમાં વ્યક્તિએ સ્વયંને જોવાની હોય છે, પોતાની મર્યાદાઓ સમજવાની હોય છે. પોતાની ભીતરમાં પડેલાં કામ, કંધ, ભાષા, મોહના કષાયોને ઓળખવાના હોય છે. કેટલાક દુર્ગુણો એવા છે કે જે હૃદયમાં જોવાથી તત્કાળ મળતા નથી, પરંતુ એના પર સતત ચોકીપહેરો રાખવાથી પકડાય છે. કોઈ નાનકડો લોભ કે છૂપો અહંકાર ક્યાંક હૃદયના એવા અજાણ્યા ખૂણે વસતો હોય કે એ તરત જોઈ શકાતો નથી. અધ્યાત્મમાર્ગે વિકાસ સાધવા ઇચ્છનારે પહેલી તૈયારી પોતાની જાતને જોવાની અને બદલવાની રાખવી જોઈએ. ‘મારામાં તો બધું બરાબર છે', |_ Page #186 -------------------------------------------------------------------------- ________________ હું તો સંપૂર્ણ સદ્ગુણી છું”, “મારે બદલાવાની કોઈ જરૂર નથી' એમ વિચારનાર માનવી જેવો ભ્રાંત માનવી બીજી એપ નથી. પરમના સ્પર્શ માટેનું આધ્યાત્મિક સાહસ પરિવર્તન માર્ગ છે. આવે સમર્થ એને પોતાના ઘરમાં જ મુશ્કેલીઓનો અનુભવ થશે. જો તમે પલાંઠી લગાવીને ઘરમાં ધ્યાન કરવા બેસી જશો તો આસપાસના લોકો આનંદિત થવાને બદલે અકળામણ અનુભવશે. તમે અધ્યાત્મમાર્ગે જવા માટે ધીરે ધીરે ભૌતિક ચીજવસ્તુઓનો ત્યાગ કરવા જશો ત્યારે તમારા જ સ્વજનો તમને અટકાવશે. જેઓ અત્યાર સુધી જીવનમાં ત્યાગ હોવો જોઈએ એવું કહેતા હતા, એ જ તમારા ત્યાગમય આચરણના વિરોધી બની જશે. આનું કારણ એ કે જ્યાં બીજા બધા અર્થાત હોય, ત્યાં તમે શાંત હો, તે એમને પસંદ નથી. આજુબાજુના લૌકિક જીવનમાં વેરઝેર, ટંટા-ફસાદ ચાલતા હોય ત્યારે તમે એ સઘળું ત્યજીને શાંત સાધના કરવા જાઓ તો તે તમારાં કુટુંબીજનોને જ પસંદ નહીં પડે. તેઓ જ તમારી સાધનામાં અવરોધરૂપ દીવાલ બનવાનો પ્રયાસ કરશે. જો એ વયમાં વૃદ્ધ હશે તો તમારા ત્યાગની હાંસી ઉડાવો અને વર્ષમાં નાના હશે તો તમારી ચોર ઉપેક્ષા કરશે. આખી દુનિયાના ભાવિકો ભક્તિનાં ભજન ગાય છે, પણ કોઈ વ્યક્તિ સાચેસાચ ભક્તિ કરે અને એ માર્ગ અપનાવે ત્યારે એ અકળાઈ ઊઠે છે. મીરાંની ભક્તિ સામે એનો સ્વજનોએ જે કેટલી બધી એકળામણ અનુભવી હતી ! નરસિંહની ભક્તિની એના જ્ઞાતિજનોએ જ ઠેકડી ઉડવી હતી. દુનિયા કાર્યો કે દુષ્કર્મોની આકરી ટીકા કરે છે, પરંતુ પરિસ્થિતિની વકતા એ છે કે જો કોઈ વ્યક્તિ પોતાના કાર્યો દૂર કરવા માટે પ્રયત્ન કરે, તો એ જ દુનિયા એની પણ હાંસી ઉડાવે છે. આત્માનો મજબૂત અંશ છે ભક્તિ. એ મજબૂત અંશને ઉજાગર કરીને માનવીનો આત્મા પરમાત્મા પ્રાપ્તિનો પ્રબળ પુરુષાર્થ કરે છે અને સફળતા મેળવે છે. પ્રભુભક્તિની આરત જાગે તો પ્રભુ આવ્યા વિના રહેતો નથી અથવા તો ભક્તના સાચા દિલના પોકારનો ઈશ્વર તરફથી પ્રત્યુત્તર મળતો જ હોય છે. આમ ઈયાર પ્રત્યેની તમારી ધ્યેયનિષ્ઠા પ્રભળ અને દૃઢ હશે, તો એમાં અવશ્ય સફળતા સાંપડે છે. પરમના સ્પર્શના માર્ગે જતી ઘણી વ્યક્તિઓ ક્યારેક એમ વિચારતી હોય છે કે હજી યુવાનીને આંગણે પગ મૂકીએ છીએ, ત્યાં વળી આવી | 66b]šh? [[lth so0 Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પરમનો સ્પર્શ આધ્યાત્મિકતા માટે પુરુષાર્થ કરવો યોગ્ય ગણાશે ? વળી કોઈ વિચારે છે કે જિંદગીનાં આટલાં બધાં વર્ષો વીતી ગયાં અને હવે સાવ વૃદ્ધ થઈ ગયા છીએ, ત્યારે પ્રભુની પ્રાપ્તિ શક્ય બનશે ખરી ? ક્યાંક વહેલી ઉંમરની દ્વિધા છે, તો ક્યાંક મોડા પડ્યાની ફિકર છે. જો તરુણાવસ્થામાં આધ્યાત્મિકતાનું સિંચન થાય તો વ્યક્તિનું જીવન ખીલી ઊઠે છે. એ સંસ્કાર જીવનમાં રોપાઈને એનું જીવનપુષ્પ મહેકી ઊઠે છે, પરંતુ ‘આ ઊગતી ઉમરે તે કંઈ પ્રભુ ભક્તિ કરવાની હોય?” એમ માનીને એ એની ઉપેક્ષા કરે છે, તો બીજી બાજુ હવે છેક જિંદગીના આરે આવીને ઊભો છું ત્યારે પ્રભુભક્તિથી શું મળશે, ઘણા મોડા પડી ગયા છીએ એમ કેટલાક માનતા હોય છે. આ રીતે તેઓ પણ પ્રભુભક્તિ કરવાનું ચૂકી જાય છે. હકીકતમાં કોઈ પણ ઉંમર આધ્યાત્મિક સાધના માટે યોગ્ય હોય છે. અધ્યાત્મના ક્ષેત્રમાં દેહનું પંચાંગ જોવાતું નથી, પણ એની પરમ તત્ત્વની પ્રાપ્તિ માટેની ઝંખના જોવાય છે. એના દેહની ઉમરનો કોઈ મહિમા નથી, એના જીવનમાં થયેલા આધ્યાત્મિક અનુભવથી એની ઉમરનો પ્રારંભ થાય છે. પરમનો સ્પર્શ પામવા માટે સ્ત્રી હોય કે પુરુષ, ગૌર હોય કે શ્યામ, કુમાર હોય કે વૃદ્ધ – એ બધાં જ યોગ્ય છે. આધ્યાત્મિક સાધનામાં તમે કેટલી સંપત્તિ એકઠી કરી છે, એનું લેશમાત્ર મહત્ત્વ નથી, તમે કેટલું શિક્ષણ પામ્યા છો એનું કોઈ વજૂદ નથી. પરમના સ્પર્શ માટેની કસોટી તો જુદી હોય છે. એનાં તોલમાપ નોખાં હોય છે. એમાં તમે ઈશ્વરને ગમે તેવું શું કર્યું છે અને હવે શું કરવા માંગો છો તે જોવાય છે. એને પામવા માટે કેટલી પ્રતિકૂળતાઓનો સામનો કરવાની તમારી સજ્જતા છે તે જોવાય છે. ઈશ્વરે પણ તમારે માટે કશુંક નિર્ધારિત કરીને રાખ્યું હોય છે. એણે પણ આપણા જીવનને માટે કોઈ હેતુ નક્કી કર્યો હોય છે. આપણા જીવનમાં ભૌતિક એષણા કે ઇન્દ્રિય સુખોની લાલસા આવે, પણ એમાંથી ઊર્ધ્વતાનો માર્ગ બતાવનાર પણ ઈશ્વર છે. ભૂલોનો પંથ છોડી સુધારણા તરફ દોરી જનાર પણ ઈશ્વર છે અને તમને તમારા જીવનના હેતુ વિશે અહર્નિશ જાગૃત રાખનાર પણ ઈશ્વર હોય છે. વળી એમની પ્રત્યેક ક્ષણની ઉપસ્થિતિ તમારામાં તેજ અને તાકાત પ્રગટાવે છે. 90 Page #188 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પળેપળની જાગૃતિ જગતનાં સઘળાં શાસ્ત્રો અને સર્વ વિચારકો એક વાત ભારપૂર્વક કહે છે કે જીવનમાં સૌથી વધુ મહત્ત્વની બાબત એ પળેપળની જાગૃતિ છે. એક વાર ભગવાન બુદ્ધના મુખ પર માખી બેઠી અને ભગવાન બુદ્ધ એને જોરથી ઝાપટ મારીને ઉડાડી દીધી. એ પછી એમણે પોતાના એ વર્તન વિશે વિચાર કર્યો, ત્યારે અજાગૃતિથી માખી ઉડાડવા માટે અતિ અફસોસ થયો. ભગવાન મહાવીરે પણ વારંવાર ‘પળનો પણ પ્રમાદ કરશો નહીં? એમ કહ્યું છે, પરંતુ આ પ્રમાદ એટલે શું ? ગુસ્સામાં કે આવેશમાં કોઈ ખોટું કૃત્ય થઈ જાય છે કે પછી પ્રમાદ એટલે સત્યને જાણવા છતાં અસત્યનું આચરણ થઈ જાય તે ? સારું શું છે એ સમજવા છતાં ખોટાનો મહિમા કરવો ? અથવા તો શક્તિ હોવા છતાં આળસને કારણે ધર્મઆરાધના | કરીએ નહીં તે પ્રમાદ છે ? આ પ્રમાદનું સ્વરૂપ સમજીએ. જીવનમાં વાણી બોલતી વખતે સતત સાવધાની રાખવાનું તો ઉપદેશકો, વિચારકો અને ધર્મગ્રંથો સહુએ કહ્યું છે, કારણ કે આપણી વાણીને કારણે ઘણી કટુતા અને મનભેદ સર્જાતાં હોય છે. એક બાજુ એમ કહેવામાં આવે છે કે બીજાં તમામ આભૂષણોની તુલનામાં વાણીના જેવું બીજું કોઈ ઉત્તમ આભૂષણ નથી, તો બીજી બાજુ એ જ વાણી ભાઈઓ-ભાઈઓ વચ્ચે વેરઝેરનું સર્જન કરીને કુરુક્ષેત્રનો મહાસંહાર રચતી હોય છે ! વાણી પછી બીજી જાગૃતિ આચરણની છે. વ્યક્તિનું એક અઘટિત આચરણ અનેક મુશ્કેલીઓને નિમંત્રણ આપતું હોય છે. વ્યક્તિની ઓળખ એના આચરણ પરથી સિદ્ધ થતી હોય છે. ‘રામાયણ’માં મહાકવિ વાલ્મીકિએ કહ્યું છે : પરમનો સ્પર્શ ૧૭૯ G Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પરમનો સ્પર્શ 'कुलीनमकुलीनं वा वीरं पुरुषमानिनम् । चारित्र्यमेव व्याख्याति शुचिं वा यदि वाशुचिम् ।।' । મનુષ્યનું આચરણ જ એ દર્શાવે છે કે એ કુલીન છે કે અકુલીન, વીર છે કે કાયર અથવા તો પવિત્ર છે કે અપવિત્ર.” વ્યક્તિનું સૌજન્યપૂર્ણ આચરણ એની પ્રતિભામાં વૃદ્ધિ કરે છે. એના આચરણમાં રહેલો સાહજિક વિનય, મૃદુતા અને નિઃસ્વાર્થવૃત્તિ સામેની વ્યક્તિને પ્રભાવિત કરતી હોય છે. વ્યક્તિનાં વાણી અને વ્યવહાર પછી ત્રીજી બાબત ભાવ-જાગૃતિ છે. વાણી મધુર હોય, આચરણ સૌજન્યશીલ હોય, કિંતુ એના ચિત્તમાં દુષ્ટ ભાવો પ્રવર્તતા હોય એવું પણ બને છે. હકીકતમાં એ વ્યક્તિના સમગ્ર જીવનનું નિર્ધારણ ભાવ કરે છે. એણે પોતાના ચિત્તના ભાવો વિશે પળેપળ જાગૃત રહેવું જોઈએ. તમે તમારા ચિત્તમાં એક સુંદર ભાવસૃષ્ટિ સર્જી શકો છો અને પછી એ સૃષ્ટિમાં તમે પ્રસન્નતાપૂર્વક જીવી શકો છો. જીવનમાં જાગૃતિ કેળવવાની છે ભાવની બાબતમાં. ચિત્તમાં એકેય ખોટો ભાવ કે દુર્ભાવ પ્રવેશે નહીં એની જાગૃતિ હોવી જોઈએ. ષ, મોહ કે લોભનો એક અંશ પણ ચિત્તમાં આવે એટલે ધીરે ધીરે એ સમગ્ર ચિત્ત પર છવાઈ જાય છે. ોધ આવે છે એક બિંદુ રૂપે અને એ પ્રગટે છે સમગ્ર ચિત્તને ઘેરી વળેલા મહાસાગર રૂપે, જેમ નળ રાજાની પગની પાની કોરી રહી ગઈ અને તેમાંથી કળી પ્રવેશ્યો હતો, એ જ રીતે વ્યક્તિના ચિત્તમાં એક દુષ્ટ કે અધમ ભાવનો અંશ પ્રવેશે એટલે એના સમગ્ર ચિત્ત પર એ પ્રભુત્વ જમાવી દે છે. પછી એ ભાવ પ્રમાણે વ્યક્તિનું આચરણ થાય છે અને એ પ્રમાણે એ ઉચ્ચારણ કરતો હોય છે, આથી મનમાં આવતા ભાવો સામે જાગૃતિ આવશ્યક છે. સામાન્ય માન્યતા એવી છે કે દ્વેષ અને લોભ એ રાગ અને મોહની તુલનામાં જીવનને વધુ દૂષિત કરે છે. આથી એક એવી ધારણા બંધાઈ ગઈ છે કે ક્ષેધ ઘણો ખરાબ, જ્યારે રાગ થાય તો બહુ વાંધો નહીં. હકીકત એ છે કે ક્ષેધ અને દ્વેષ કરતાં પણ રાગ વિશેષ હાનિકારક છે, પરંતુ વ્યક્તિ સામાન્ય રીતે એના દ્વેષને રોકે છે. કોઈના ય તરફ આંગળી ચીંધવી નહીં એમ માને છે, વળી વિચારે છે કે સામી વ્યક્તિ પ્રત્યે એક આંગળી ચીંધી હોય, તો એનો અર્થ એ થાય કે એણે પોતાના તરફ Page #190 -------------------------------------------------------------------------- ________________ ત્રણ આંગળીઓ ચીંધી છે. પરંતુ આવો દ્વેષ તો ક્યારેક જ પ્રગટ થાય છે. કોઈ નિમિત્ત મળતાં મનમાં દ્વેષ જાગે છે, જ્યારે રાગ તો પળે પળે પેદા થતું હોય છે. વળી રાગ જેમ જેમ વધતો જાય છે. તેમ તેમ એ દૂધમાં વૃદ્ધિ કરતો જાય છે એટલે કે ધીરે ધીરે રાગ એ ચિત્તને સતત દ્વેષ અને કામથી બાળતો હોય છે. આવે સમયે વ્યક્તિનું સમગ્ર ચિત્ત રાગજનિત દ્વેષથી ભરાઈ જાય છે. અને જ્યારે સમજાય કે દ્વેષ કરતાં પણ રાગને મૂળમાંથી જ ડામવો જરૂરી હતો, પણ ત્યારે વાત ઘણી વણસી ગઈ હોય છે. આપણને ખ્યાલ પણ ન હોય એ રીતે રાગ કામ કરતો હોય છે. આથી સૌથી વધુ સાવધાની વ્યક્તિએ રાગના ભાવ અંગે રાખવાની હોય છે. કેટલીક વ્યક્તિઓમાં એવી માન્યતા હોય છે કે જીવનમાં એકાએક અણધારી રીતે કોઈ સારી ઘટના બનશે, જે ઘટના એમના જ્નનને ઊર્ધ્વમાર્ગે લઈ જશે. આવી ઘટનાની રાહમાં ને રાહમાં એ વ્યક્તિ બેસી રહે છે અને એના જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી કે એને પરમનો કોઈ સ્પર્શ થતો નથી ! હકીકતમાં વનમાં સારી વસ્તુઓ બને તે માટે ચિત્તને જાગૃત કરવું પડે, કેળવવું પડે અને પરમ પ્રત્યે વાળવું પડે છે. આનો અર્થ જ એ કે અધ્યાત્મક્ષેત્રમાં કશું એકાએક બનતું નથી. લૉટરીમાં જેમ રાતોરાત લાખોનું ઇનામ મેળે એવું અહીં બનતું નથી. એને માટે તો તમારે દૃઢ મનથી પ્રયત્ન કરવો પડે છે એટલે કે સાધના એ આપોઆપ વ્યક્તિમાં આવી જતી નથી. એના માટે આવાસ કરવો પડે છે. પહેલાં પ્રયત્નપૂર્વક મનમાં નક્ક કરવું પડે છે અને પછી એને અનુસરવું પડે છે. સાધના પ્રયત્નસાધ્ય છે. એના માટે વ્યક્તિએ પોતાનો ‘માઇન્ડ સેટ' બરાબર ગોઠવવો જોઈએ. એનું કારણ એ છે કે તૃષ્ણા એને અટકાવવા માટે કોકારા કરતી હોય છે. આ તૃષ્ણાનું પણ એક આકર્ષણ હોય છે અને એ આકર્ષણ જાગે ત્યારે વ્યક્તિ આ તૃષ્ણાથી પ્રાપ્ત થનારી ભૌતિક વસ્તુ શાશ્વત છે કે નહીં. એનો લેશમાત્ર વિચાર કરતી નથી. એ તૃષ્ણા તરફ દોડે છે. આને પરિણામે એના મનમાં એવી ઇચ્છા થશે કે પોતાનું ઘર ભવ્ય મહેલ જેવું હોય, કોઈ સુંદરીનો સુંવાળું સાય હોય, પોતાની મોટર અદ્યતનમાં અદ્યતન માંડલની હોય કે પછી પોતાની પાસે અબજોની સંપત્તિ હોય. આ બધી તૃષ્ણાઓ માણસના હૃદયને દોડાવે છે અને માનવી પણ એનાં જ સ્વપ્નો જુએ છે. જેમાં સુખ નથી પરમનો સ્પર્શ ૧૮૧ 0 Page #191 -------------------------------------------------------------------------- ________________ એને વિશે એ સુખનો કિલ્લો રચી દે છે. એ જેને સુખ ધારે છે એ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એને કોઈ આનંદ મળતો નથી. - લક્ષ્મી, સંપત્તિ, સમૃદ્ધિ, બંગલો, સત્તા – એ બધાંમાં એને સુખનાં સ્વપ્નો દેખાય છે, પરંતુ નિકટ જઈને એનો અનુભવ કરે ત્યારે એને ખ્યાલ આવે છે કે જેને સુખ માન્યું હતું એ તો મૃગજળ હતું. જેમ પાણી છે એમ માનીને મૃગજળની પાછળ મૃગ દોડે એમ પોતે દોડ્યો હતો. જો માણસ એના સુખની પ્રત્યેક કલ્પનાની તપાસ કરે તો ખ્યાલ આવશે કે અંતે તો મીરાંએ કહ્યું છે તેમ “સંસારીનું સુખ કાચું” છે. વ્યક્તિ સંસારનું પોતાના પુત્રમાં, પત્નીમાં અને પરિવારમાં સુખ જોતો હોય છે; પરંતુ ધીરે ધીરે એને એ અનુભવ થાય છે કે સુખ તો તેમાં પણ મળતું નથી. ૧૮૨ પરમનો સ્પર્શ આમ વ્યક્તિ ઇચ્છે છે સુખ અને દોડે છે. વિષયસુખ તરફ. આવું સુખ મેળવવાની પાછળ એ વર્ષોનાં વર્ષો ગાળી નાખે છે. માત્ર વર્ષો જ નહીં, પણ ભવોના ભવ આની પાછળ વ્યતીત કરે છે અને આમ પ્રત્યેક ભવે આ સંસારના કાચા સુખની પાછળ ભમતો રહે છે. એ ક્યારેય વિચારતો નથી કે પોતે જેની તૃષ્ણા સેવે છે, ખેવના રાખે છે અને જે સુખ મેળવવા માટે રાતદિવસ દોડધામ કરે છે, એ તો માત્ર સુખની કલ્પના છે, વાસ્તવિક સુખ નથી. માનવી કલ્પનાના દોરે અને આશાના તાંતણે, રાગના રંગથી જીવનદોડ લગાવે છે. એ તૃષ્ણાઓ પાછળ દોડતો જ રહે છે. એટલું બધું દોડે છે કે દોડતાં દોડતાં થાકીને નીચે જમીન પર ગબડી પડે છે. વળી નવી તૃષ્ણા જાગતાં ફરી ધૂળ ખંખેરી ઊભા થઈને દોડવાનો પ્રારંભ કરે છે, ફરી થાકીને ધરતી પર ઢળી પડે છે અને એની આવી દોડ જીવનના અંત સુધી ચાલુ રહે છે. પોતે કરેલી સુખની કલ્પના કેવી મિથ્યા અને માયાવી છે એ તેને સમજાતું નથી અને તેને પરિણામે એ પોતાના જીવનમાં મિથ્યા કાર્યો કરતો રહે છે. તૃષ્ણાની પાછળ સાવ મૂઢ બનીને દોડતો રહે છે. તૃષ્ણાને પણ આવા દોડતા માનવીને કઠપૂતળીની જેમ નચાવતાં બહુ આનંદ આવે છે! QE Page #192 -------------------------------------------------------------------------- ________________ ૩૫ એકલો જાને રે ! અઢાર અઢાર દિવસ સુધી ખેલાયેલા મહાભારતના મહાયુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણે ક્યારેય એમ કહ્યું નથી કે હું ‘બિઝી’ છું. અર્જુનના આ મહાન સારથિએ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર બનતી ઘટનાઓ સમયે યથોચિત માર્ગદર્શન આપ્યું; પરંતુ ક્યાંય એવો એક પણ ઉદ્ગાર મળતો નથી કે આટલા બધા દિવસો સુધી ચાલેલા યુદ્ધને કારણે અન્ય કાર્યોના ઢગલા થઈ ગયા ! રામ અયોધ્યામાં હોય કે વનમાં હોય, પણ કુટુંબપ્રેમને પૂર્ણ રૂપે જાળવે છે અને ક્યાંય એ અતિ વ્યસ્ત લાગતા નથી. અતિપ્રાચીન કાળમાં રાજા ઋષભે પ્રજાને અસિ, મસી અને કૃષિ અર્થાત્ શસ્ત્રવિદ્યા, લેખનવિદ્યા અને ખેતીવિદ્યા શીખવી. વળી સમાજરચના અને રાજ્યવ્યવસ્થા સ્થાપી અને શાસન કર્યું, પણ ક્યાંય એવો ઉલ્લેખ મળતો નથી કે જ્યાં રાજા ઋષભે પ્રજાજનોને કહ્યું હોય કે ‘હમણાં હું ખૂબ કામમાં છું. બીજાં | ઘણાં કામ બાકી છે, માટે અત્યારે મને મળશો નહીં.” વનવાસ-સમયે રામ આરામથી શિલા પર બિરાજમાન દેખાય છે! મોરલીના મધુર નાદ શ્રીકૃષ્ણ કેટલી બધી નિરાંતે છેડી રહે છે ! ભગવાન મહાવીરે કે ભગવાન બુદ્ધ પોતાના વિહાર દરમિયાન ક્યારેય પોતાના શિષ્યોને એમ કહ્યું નથી કે હજી ઘણું કામ કરવાનું બાકી છે, માટે તમે ઉતાવળે ચાલો. ઝડપથી ચાલશો નહીં તો આવું વિરાટ કાર્ય કઈ રીતે પૂર્ણ થશે ? મજાની વાત એ છે કે જેમણે જગત રચ્યું, એમના જીવનમાં ઘણી નિરાંત જોવા મળે છે અને જગતના લોકોના જીવનમાં પારાવાર દોડધામ નજરે પડે છે ! જિસસ ક્રાઇસ્ટ હોય કે અષો જરથુષ્ટ્ર હોય, એમને તમે ક્યારેય દોડતા દીઠા છે ? જ્યારે આજનો માનવી એટલો બધો ‘બિઝી’ બની ગયો છે કે વહેલી સવારથી મોડી રાત સુધી એને સહેજે નિરાંત હોતી નથી. બસ, સતત કામ કર્યું જ જાય છે. અંગ્રેજી ભાષામાં આને પરમનો સ્પર્શ ૧૮૩ હું Page #193 -------------------------------------------------------------------------- ________________ Jdh≥ [lk?h 2 માટે ‘વર્કોહૉલિક' શબ્દ છે, જેનો અર્થ છે જેને કામનું ઘેલું વળગેલું હોય તેવો. એના ચહેરા પર હાસ્ય નહીં, કિંતુ ચિંતાના બોજની તંગ રેખાઓ દૈખાય છે. એનું મન શાંત હોતું નથી, પણ સમસ્યાઓથી ઊભરાયેલું હોય છે. શરીરથી એ ઍરકન્ડિશન્ડ ખંડમાં રૂમમાં આરામખુરશી પર ભલે બિરાજમાન હોય, પણ મનથી તો આકળવિકળ બનીને આમતેમ ક્યાંનો ક્યાંય ઘૂમતો અટવાતો હોય છે. આધ્યાત્મિક માર્ગે અનારના વનમાં પ્રબળ જાગૃતિ હોવી જોઈએ, કારણ કે જાગૃતિ હશે તો જ આત્મશુદ્ધિનું લક્ષ ચુકાશે નહિ. સાધકને માટે સમય અત્યંત મૂલ્યવાન ગણાય, કારણ કે એ જો થોડો સમય પણ વ્યર્થ વ્યતીત કરે તો એની અસર એની સાધના પર પડે છે અને એની લક્ષ્ય પ્રત્યેની ગતિ મંદ પડે છે. સાધકને માટે ઘડિયાળનો ટક ટક અવાજ એવો સંદેશ લઈને આવે છે કે એનો સમય સતત વહી રહ્યો છે અને એનું આયુષ્ય પ્રત્યેક ક્ષણે ‘કટ' ‘કટ' થઈ રહ્યું છે. તમારા જીવનમાં ધ્યેયથી વિરુદ્ધ એવી અનિષ્ટકારી અને અણગમતી પ્રવૃત્તિએ પ્રવેશ કર્યો હોય. કોઈ તમને તમારા સિદ્ધાંતો છોડીને બીજું માર્ગે દોરવા પ્રયત્ન કરતું હોય, ત્યારે તમારે એને નમ્રતાથી પણ સ્પષ્ટપણે 'ના' કહેવાની હિંમત કેળવવી પડે. આવા પરિવર્તનથી કદાચ બીજાની અપેક્ષાઓને ઠેસ વાગતાં ગુસ્સાનો ભોગ બનવું પણ પડે. કદાચ આજુ સુધી એ વ્યક્તિઓ માની બેઠી હોય તે માનતી હોય કે તમે એમની વાતનો સ્વીકાર જ કર, અસ્વીકાર કરશો એવી કલ્પના પણ કરી ન હોય, પરંતુ જો તમારે સ્વજીવનમાં પરિવર્તન આણવું હોય તો એમની વાતનો અસ્વીકાર કરવાનું સાહસ અને ખમીર બતાવવું પડે. આમાં માત્ર અન્યની ઇચ્છા, માગણી કે દરખાસ્તનો સૌજન્યપૂર્વક અસ્વીકાર કરવાનો હોતો નથી પણ ખુદ તમારા મનની વૃત્તિઓની માગણીઓનો પણ તમારે ધરાર ઇન્કાર કરવો પડે છે. મનનો સ્વચ્છંદ જીવનને શાંતિ અને સુખથી દૂર લઇ જશે. સામાજિક રીતે અવરોધરૂપ પરો અને વ્યક્તિગત રીતે આપત્તિજનક બનશે. મનની પરાધીનતા જીવનમાં અંધાધૂંધી સર્જે છે અને મનની સ્વાધીનતા જીવનને યોગ્ય દિશામાં ગતિ કરાવે છે. મનથી ચાલો, ઇન્દ્રિયોના નાચે નાચતો અને કુસંગનો શોખીન બની ગયેલ. માનવી ધીરે ધીરે પરાધીન થઈને પતનગામી બને છે. આવા સમયે જીવનમાં તામસી ગુણોનું પ્રાબલ્ય વધે છે. જેમ વ્યક્તિએ |_ Page #194 -------------------------------------------------------------------------- ________________ બીજાનાં અનુચિત કે અવિવેકી કામનો વિરોધ કરવાનો હોય છે, એ જ રીતે પોતાના મનની અયોગ્ય માગણીઓ, દુરિત ઇચ્છાઓ અને અવળી ગતિનો પણ સ્વયં વિરોધ કરવાનો હોય છે. આને શાસ્ત્રગ્રંથોમાં “સ્વચ્છેદનિરોધ” કહેવામાં આવે છે. જીવનને સ્વચ્છંદપણે ગાળવાને બદલે આત્માના કલ્યાણને લક્ષમાં રાખીને વર્તવાનું છે. સ્વચ્છેદ દુર્ગુણનો ઉત્તેજક છે, જ્યારે સ્વાધીનતા સગુણોની સર્જક છે. આ અંગે શ્રીમદ્ રાજચંદ્ર કહે છે : “રોકે જીવ સ્વચ્છેદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જિન નિર્દોષ.” આમ મનના સ્વચ્છંદને પ્રબળ દૃઢતાથી અટકાવવો જોઈએ અને એની ગતિને બીજી દિશામાં વાળવી જોઈએ. તમારા જીવનલક્ષ્યથી વિરોધી વાતનો ઇન્કાર કરવા જતાં કોઈ નજીકના સ્વજન તમારા પ્રત્યે નારાજ થાય, ગુસ્સો કરે કે તમારાથી વિમુખ બની જાય, તો એ માટે તૈયારી રાખવી જોઈએ. આનું કારણ શું ? તમારે પાસે માગણી લઈને આવેલી વ્યક્તિ માત્ર પોતાની માગણીનો વિચાર કરે છે, તમારા ધ્યેયનો નહિ. એણે તમારી પાસે માગતાં પૂર્વે સંભવતઃ તમારા જીવનલક્ષ્યની ચિંતા કરી નથી. એમને તો એમનો સ્વાર્થ તમારા દ્વારા સિદ્ધ કરવો હોય છે. ક્યારેક આપણે અસ્વીકારનો આકરો ! નિર્ણય લેતાં અચકાઈએ છીએ. એવી ઠગારી આશા રાખીએ છીએ કે પરિસ્થિતિ પલટાઈ જશે અને તે વ્યક્તિ એની માગણી સાવ ભૂલી જશે. તો ક્યારેક એવું પણ મનને મનાવીએ છીએ કે આવી એકાદ માગણીને | સંતુષ્ટ કરવામાં વાંધો શો ? ભવિષ્યમાં પુનઃ મારા જીવનપ્રયોજન વિરુદ્ધની માગણી કરશે, તો એનો વિરોધ કરીશ. આમ કરીને આજની વાત કાલ પર ઠેલવામાં આવે છે અને ધીરે ધીરે આવી અટકળો, ધારણાઓ અને બહાનાંને આધારે વ્યક્તિ ધ્યેયવિમુખ કાર્યો કરીને પોતાની સ્વાધીનતા ખોઈ બેસે છે. તમને ઘણી વાર તમારી જાત માટે ફિટકાર જાગ્યો હશે, પરંતુ ફિટકારનું કારણ એ પણ હોય કે બીજાએ સોંપેલું અઘટિત કાર્ય તમારે કરવું પડ્યું હોય. તમારી ઇચ્છા ન હોય અને તમે બીજાને માટે લાંચરુશવત કે ભ્રષ્ટાચારનું માધ્યમ બન્યા હો અને પછી એ વાત પ્રસરતાં તમારી જાતને એ વાત માટે પારાવાર દુઃખ થાય એવી પરિસ્થિતિ પણ સર્જાય પરમનો સ્પર્શ ૧૮૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પરમનો સ્પર્શ છે. ઘણી વાર “પોતે આવું કાર્ય કર્યું, તેનું પાછળનું કારણ આ હતું? એવાં માફીનામાં સહુની આગળ ધરવાં પડે છે. કરેલાં ખોટાં કાર્યો માટે ખોટાં બહાનાં ઊભાં કરવાં પડે છે. અંતે જ્યારે એ ભ્રષ્ટ કામની હકીકત બધે પ્રસરે છે ત્યારે દોષનો ટોપલો બીજાને માથે ઓઢાડવા વલખાં મારવાં પડે છે. જીવનપ્રયોજન વિરુદ્ધની બાબતોનો ઇન્કાર કરવાની હિંમત કેળવવી જરૂરી છે. આવા ઇન્કારને કારણે ક્વચિત્ માનસિક યાતના સહેવાની તૈયારી પણ રાખવી પડે, પરંતુ એક મજબૂત નિર્ણય તમને ભવિષ્યની અનેક આફતોમાંથી અને નિર્બળ ક્ષણોમાંથી ઉગારી જશે. ચિત્તમાં દૃઢ નિરધાર હશે કે લક્ષ્યવિરોધી બાબતોનો અસ્વીકાર કરીશ તો જ જીવનલક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે. માટે તમારી પ્રવૃત્તિઓના વિરાટ વિશ્વને તમારા જીવનલક્ષ્યની આંખે જુઓ અને પછી આસપાસની અસંખ્ય પ્રવૃત્તિઓમાં પરિવર્તન આણો તે જરૂરી છે. ડરને કારણે કે હિંમતના અભાવે આવાં પરિવર્તનથી દૂર રહેનારી વ્યક્તિ જીવનભર પોતાની જાતની દયા ખાય છે, અણગમતા સંજોગો અને વિપરીત પરિસ્થિતિ વચ્ચે જીવે છે અને લક્ષ્ય પ્રાપ્તિથી દૂર રહ્યાનો સદૈવ વસવસો સેવે છે. તમારા પ્રયોજનની સિદ્ધિને માટે તમારે સ્વયં ઘણી બાબતો ત્યજવી પડશે. આજ સુધી અમુક બાબતો ખૂબ ગમતી હોય તો તે ગમતી બાબતોનો ત્યાગ કરવાની તૈયારી કેળવવી પડશે. મિત્રો સાથે કલાકોના કલાકો ગપ્પાં મારવાં ગમે, પરંતુ જ્યારે એમ લાગે કે આ જીવનલક્ષ્યને પ્રતિકૂળ છે, ત્યારે તે પરિસ્થિતિમાં પરિવર્તન આણવું પડશે. એનો અર્થ એ નથી કે મિત્રો મિત્રતાને માટે અયોગ્ય છે, પરંતુ એમની સાથે વિતાવવામાં આવતો દીર્ઘ સમય એ લક્ષ્યપ્રાપ્તિમાં અવરોધરૂપ બની રહે છે. આનો અર્થ એવોય નથી કે જીવનમાંથી બધું જ ત્યજીને માત્ર લક્ષ્યપ્રાપ્તિની પાછળ મંડી પડવું. આવી વ્યક્તિને જુદી જુદી ચીજવસ્તુઓના ભાવતાલની ખબર હોવી જોઈએ. દેશની રાજકીય અને આર્થિક પરિસ્થિતિની માહિતી હોવી જોઈએ. પોતાના કૌટુંબિક સંબંધીઓથી એ વાકેફ હોવો જોઈએ. આ બધી બાબતો એના પ્રયોજનને, એના લક્ષ્યને સાધક હોતી નથી, પરંતુ એના જીવનને માટે આવશ્યક હોય છે. માત્ર લક્ષ્ય તરફ દોડ્યા કરે અને એ માટે જ બધી પ્રવૃત્તિ કરે, તો એ વ્યક્તિમાં સમજદારીને બદલે આત્યંતિકતા અને ક્વચિત્ જડતા પણ આવી જાય. Page #196 -------------------------------------------------------------------------- ________________ આવી વ્યક્તિ ઘણી વાર ધૂની, તરંગી કે પોતાની આંખે જગતને જોનારી બની જાય છે અને એના પરિણામે વાસ્તવથી અને વ્યવહારજીવનથી પોતાનો સંબંધ ગુમાવી બેસે છે. એના જીવનમાં જુદા જ પ્રકારનો સ્વછંદ જાગે છે. આવા “અતિ’ને છોડવું જોઈએ. જેમ અતિ ભોજન હાનિકારક છે, એ જ રીતે અતિ પ્રયોજનલક્ષિતા પણ હાનિકારક છે. માણસને સ્વસ્થ સંબંધોની જરૂર હોય છે, સાત્ત્વિક આનંદની આવશ્યકતા હોય છે, જેની સમક્ષ ભીતર ખોલી શકે તેવા સ્નેહીઓ અને મિત્રોની દોસ્તી પણ જરૂરી હોય છે. લક્ષ્મસાધના સમયે સમતોલન સર્જવું જોઈએ. એક અર્થમાં કહીએ તો જીવન એ જ સમતોલનનો ખેલ છે અને એ સમતોલન વ્યક્તિએ આઘાતજનક સમયે અને આનંદદાયક ક્ષણોમાં જાળવવું જોઈએ. સંત કબીરના જીવનમાં વ્યવહાર અને અધ્યાત્મનું કેવું સમતોલન દૃષ્ટિગોચર થાય છે! સમગ્ર દૃષ્ટિએ જોઈએ તો આપણી પ્રવૃત્તિઓનું પ્રમાણિકતાથી મૂલ્યાંકન કરવું જોઈએ અને પછી કાર્યો અંગે હેય-ઉપાદેયનો વિચાર કરવો જોઈએ. કયાં કાર્યો કરવા જેવાં અને કયાં ત્યાગ કરવા જેવાં છે તે નક્કી કરવું જોઈએ. એ માટે કઠોર થવાની નહીં, બલ્ક સમજદાર થવાની જરૂર છે. લાગણીહીન કે નિષ્ફર થવાને બદલે પોતાની લાગણીઓ અને માગણીઓ સમજીને એને યોગ્ય પરિપ્રેક્ષ્ય નાણવાની જરૂર છે. કહે છે કે માણસના મનમાં ધૂન વસતી હોય છે, પરંતુ હકીકતે એ ધૂન મનમાં નહીં, બલ્ક એના જીવન પર સવાર થઈ જાય છે. પહેલાં અભ્યાસ કરવાની ધૂન જાગે, પછી કમાણી કરવાની ધૂન ઊભી થાય, સુશીલ પત્ની મેળવવા માટેની ધૂન સવાર થાય, એ પછી બાળઉછેરની ધૂન જાગે અને સમય જતાં બાકીનું આયુષ્ય સારી રીતે ગાળવાની અને સુખેથી મૃત્યુ પામવાની ધૂન મન પર સવાર થાય છે. આ ધૂન જાગે, ત્યારે વ્યક્તિની સઘળી શક્તિઓ એ ધૂનની પાછળ એકાગ્ર બની જાય છે. એની સમગ્ર વિચારણા અને જીવનરીતિનું એ એક કેન્દ્ર બની જાય છે. આજે મનમાં એક ધૂન હોય, થોડા સમયે બીજી ધૂન આવે. આમ ધૂન તો પરિવર્તનશીલ છે, પરંતુ માણસના જીવન પર જ્યારે એ ધૂન સવાર થાય છે, ત્યારે એ માની બેસે છે કે આ ધૂન એ જ સર્વસ્વ છે. એની પ્રાપ્તિ એ જ જીવનનું અંતિમ ધ્યેય છે. આવી ધૂમ વ્યક્તિને સતત ગતિશીલ રાખે છે. એ બીજું સઘળું ભૂલીને એની પાછળ એવી આંધળી દોટ મૂકે છે કે એને પોતાના વર્તમાન પરમનો સ્પર્શ ૧૮૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પરમનો સ્પર્શ જીવન વિશે કે ભવિષ્ય અંગે વિચારવાનો સમય હોતો નથી. બાહ્ય દૃષ્ટિએ ચેતનવંતું લાગતું એનું જીવન એક સ્થળે સ્થગિત થઈ ગયું હોય છે. બાહ્ય દષ્ટિએ એને અપાર શક્તિનો અનુભવ થાય, વિશાળ વૈભવની ઝાકઝમાળ દેખાય, પારાવાર ઉત્સાહ અનુભવાય અને પોતાનું જીવન ચેતનથી થનગનતું લાગે, પરંતુ હકીકતે એ જીવન સ્થિર સ્થગિત અને એકધારું હોય છે. આપણા પોતાના જીવનની કિતાબ ખોલીએ તો પહેલાં ખ્યાલ આવશે કે જીવનમાં આટલાં જ્ઞાન, શક્તિ અને વૈભવ પામ્યાં છીએ, પણ એ પછી આગળ વધીને જરા ઊંડાણથી વિચારતાં લાગશે કે જે કંઈ પામ્યા, એનાથી કોઈ સંતોષ પ્રાપ્ત થયો નથી. એક સમયે જે મેળવવું અતિ મહત્ત્વનું લાગતું હતું તેને માટે આવી આંધળી દોડ શા માટે લગાવી એવો પ્રશ્નાર્થ ચિત્તમાં જાગે છે. જગતવિજેતા સિકંદરના જીવનનો વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે એણે અનેક દેશો પર વિજય હાંસલ કરીને અપાર સમૃદ્ધિ મેળવી હતી અને છતાં એણે કહ્યું કે મારી સ્મશાનયાત્રામાં નનામીમાંથી મારા બે હાથ બહાર ખુલ્લા રાખજો, જેથી જગતને ખ્યાલ આવે કે આ સિકંદર ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે વિદાય લઈ રહ્યો છે. જે કંઈ મેળવ્યું તેનો કશો મતલબ નથી. જગતમાં વિજેતાઓ અને અત્યાચારીઓએ ભૌતિક સુખસંપત્તિ મેળવવાની ધૂનમાં ઘણા અનાચાર કર્યા છે, પરંતુ એ અનાચારનો અંત કેવો આવ્યો ? આપણા જાણીતા કવિ શ્રી ત્રિભુવન વ્યાસે એક કાવ્યમાં લખ્યું છે, ‘દશવદન, દુર્યોધન ગયા ને કંસનો છે અંશ ક્યાં ? ને ક્યાં ગયો એ જુલ્મી કૅઝર, હિટલરનો વંશ ક્યાં ?” આપણે કેટલું દોડીએ છીએ તે મહત્ત્વનું નથી, પરંતુ કઈ દિશામાં દોડીએ છીએ તે મહત્ત્વનું છે. આપણે કામોમાં કેટલા વ્યસ્ત રહીએ છીએ તે નહીં, પરંતુ જીવન સાર્થક કરનારી બાબતમાં કેટલા ડૂબેલા છીએ તે મહત્ત્વનું છે. અતિ પ્રવૃત્તિશીલ વ્યક્તિ પણ પોતાનું જીવન વ્યર્થતાથી ગાળતી હોય એમ બને છે. ઘણી વાર તો એ એના હૃદયનો ખાલીપો આવી પ્રવૃત્તિથી ભરી દેવાનો એનો પ્રયત્ન હોય છે. આપણા જીવનની દિશાનું નિર્ધારણ આપણે કરીએ છીએ ખરા ? મોટા ભાગની વ્યક્તિઓ બીજાની દૃષ્ટિએ સ્વજીવનની દિશા નક્કી કરતી હોય છે. એ અન્યને સારું કેમ લાગે તે રીતે જીવતી હોય છે. ઘણી વાર Page #198 -------------------------------------------------------------------------- ________________ એ પોતે અન્યને સારા દેખાય એવો આડંબર કરીને જીવવામાં પોતાનું આખું જીવન ઘસી નાખે છે. એનું જીવન બીજાની દૃષ્ટિએ ચાલતું હોય છે, બીજાના આયોજન પ્રમાણે આકાર લેતું હોય છે અને પરિણામે તમે દર્પણ સામે રહીને તમારો ચહેરો જુઓ છો, પરંતુ હકીકતે એ બીજાનો ચહેરો હોય છે. તમારો અસલી ચહેરો ખોવાઈ ગયો હોય છે અને પછી નકલી ચહેરાને જાળવવાની નિષ્ફળ કોશિશ થાય છે. આનો અર્થ એ કે તમે તમારી જાતને સમર્પિત નથી, પરંતુ જગતને સમર્પિત છો. તમારી જિંદગીને તમારા સંજોગો પ્રમાણે ઘાટ આપો છો, તમે જિંદગીના સંજોગોને ઘાટ આપતા નથી. પરિણામ એ આવે છે કે આપણે બીજાની દૃષ્ટિએ જોવા જતાં આપણાં અંતઃકરણને ભૂલી જઈએ છીએ. લોકો આપણે વિશે શું વિચારે છે તે જોઈએ છીએ, પણ આપણો અંતરાત્મા ખરેખર આ વિશે શું વિચારે છે એ અંગે વિચારતા નથી. બીજાની દૃષ્ટિએ, બીજાના વિચારે કે ગાડરિયા પ્રવાહને જોઈને જીવનાર માણસ પાસે પોતાનું કોઈ ધ્યેય હોતું નથી અને ધ્યેયને અભાવે એનામાં કામની ધગશ, સાદી માન્યતા માટે માથું મૂકવાની શક્તિ કે અવિચલ પ્રતિબદ્ધતા હોતી નથી. મહાત્મા ગાંધીએ પોતાના આત્માના અવાજને અનુસરવાનું નક્કી કર્યું. આને માટે એમને અનેક પડકારો સહન કરવા પડ્યા. જગતની પ્રત્યેક મહાન વિભૂતિએ – પછી તે રામ હોય, મહાવીર હોય. બુદ્ધ હોય કે ઈશુ ખ્રિસ્ત હોય – પોતાનો પંથ પોતાની જાતે કંડાર્યો – છે . આવે સમયે એવું પણ બને કે ઘણી વાર ‘એકલો જાને રે'ની પરિસ્થિતિ ઊભી થાય. પણ તેમ છતાં એણે કશીય પરવા કર્યા વિના એકલા જવાનું પસંદ કર્યું હોય છે, એકલવીર બનીને ચાલવા જતાં અનેક આફતો આવે છે. કેટલીય મુશ્કેલીઓ સહન કરવી પડે છે. કેટલાય લોકો મજાક કરે છું અને વિરોધીઓ પ્રાણહારક હુમલો પણ કરે છે. આમ છતાં આવી વ્યક્તિઓ એના મજબૂત નિર્ધારમાંથી સહેજે પાછી પડતી નથી. આનું કારણ શું ? આનું કારણ એ કે જેની પાસે ધ્યેય છે એની પાસે સંકલ્પનું બળ, જાય અને તમના હોય છે. જીવનમાં ધ્યેય રાખીને વ્યક્તિ પ્રયાણ કરે તો તે હંમેરાં સફળ થાય છે. માત્ર એટલું કે એનું આ ધ્યેય પોતાની સુખ-સમૃદ્ધિને વધારવા માટેનું નહીં, પરંતુ સત્કાર્યમય અને સત્યમય હોવું જોઈએ. મીરાંએ કેવો નવો પરમનો સ્પર્શ ૧૮૯ 0 Page #199 -------------------------------------------------------------------------- ________________ 20 Jdh≥ [lo±èh ob પંથ સ્વીકાર્યો ! રાજમહેલનાં સુખોને છોડીને ઈશ્વરભક્તિ કરવા લાગી. એની આસપાસની પરિસ્થિતિનો આજે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે એને કેટલીબધી મુશ્કેલીઓ સહન કરવી પડી હશે ! છતાં એ અડગ રહી અને પોતાને પંથે ચાલી. વર્તમાન સમયનું એક ઉદાહરણ જોઈએ તો ૧૯૬માં લંડનમાંથી બી.ટી.એમ.એચ. અને ગ્લાસગો અને એડિનબરોમાંથી એમ.આર.સી.પી.ની બેવડી ડિગ્રી હાંસલ કરનાર ડૉ. મુકુંદ સોનેજીએ ૧૯૬૯ની ૧૪મી ફેબ્રુઆરીએ છ મહિનાના ચિંતનના પરિપાક રૂપે આત્મસાક્ષાત્કારનો આનંદ અનુભવ્યો અને એ જ ક્ષણે એમણે એમનો સાધનાપય નક્કી કર્યો, જેને પરિણામે સમાજને અને મુમુક્ષુઓને સંત શ્રી આત્માનંદજી મળ્યા. જો ધ્યેયની ઈંટના ન હોત તો કશું ન થાય. આવી હરિના જનની દઢતા કેવી હોય છે એ દર્શાવતાં ગંગાસતી કહે છે : ‘મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે મરને ભાંગી પડે ભરમાંડ રે, વિપત્ત પડે પણ ત્રણસે નહીં. ઈ તો હરિજનનાં પરમાણ રે.. મેરુ રે.’ ગંગાસતીએ આ પદમાં હરિના જન કે હરિજનનું પ્રમાણ આપ્યું છે. એ કહે છે કે ભક્તનું મન તો નિશ્ચળ હોય. એનો મેરુદંડ વ્યાવહારિક કાર્યને કારણે ડગે, પણ એનું મન ડગતું નથી. એની સામે ગમે તેટલી આપત્તિઓની આંધી આવે તોપણ એનો સામનો કરીને એ સંઘર્ષો સામે દઢતાથી રહે છે. આમ જેની પાસે ધ્યેય છે. એની પાસે દઢતા છે, જેની પાસે લક્ષ છે, એની પાસે જીવનને સાર્થક બનાવવાની ક્ષમતા છે. અહીં એક માર્મિક શ્લોકનું સ્મરણ થાય છે : “ઉત્તમા स्वात्मचिंता स्याद्, मध्यमा मोहचितना, परचिंता अधमाधमा.' अधमा कामचिंता स्याद्, જે પોતાના આત્મતત્ત્વનું ચિંતન કરે છે, તે ઉત્તમ પુરુષ છે. મારી આ જવાબદારી બાકી છે, આટલું કામ કરવાનું બાકી છે. તેનું ચિંતન કરે છે તે મધ્યમ પુરુષ છે. પોતાની અંગત જરૂરિયાતો પુરી કરવામાં રોપો છે. તે અધમ પુરૂષ છે અને બીજાઓની ચિંતા કરનારો એટલે કે એમના દર્ગુણો કહેનારો અધમમાં અધમ પુરુષ છે. R) |_ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૩૬ દુઃખ : અંતર્મુખતાનો રાજમાર્ગ મજાની વાત તો એ છે કે સુખની શોધ કરનાર કદી સુખ પામતો નથી! સુખની તૃષ્ણા એને સતત દોડાવે છે અને એ સ્વપ્નરૂપ સુખ પ્રાપ્ત નહીં થતાં વ્યક્તિ મનોમન હતાશા, નિરાશા અને ઘેરી વેદના અનુભવે છે. જરા, જીવનકિતાબનાં પૃષ્ઠો ફેરવીએ તો ખ્યાલ આવશે કે બાળપણથી આજ સુધી હંમેશાં સુખ મેળવવાનાં કેવાં કેવાં રંગબેરંગી, ખટમીઠાં સપનાં સેવ્યાં હતાં ! બાળપણમાં રમકડાં અને મિષ્ટાન્નમાં અતિ સુખ હતું, યુવાનીમાં સુંદર સ્ત્રીનું અદમ્ય આકર્ષણ મોહક સુખસર્જક લાગતું હતું, વૃદ્ધાવસ્થામાં સ્વાથ્ય જાળવવાની ખેવના અને વેદનારહિત મૃત્યુ પામવાની અહર્નિશ ઇચ્છા હતી અને જ્યારે જ્યારે સુખની આ ઇચ્છાઓ એ સમયે તૃપ્ત ન થઈ, ત્યારે મન સાવ ભાંગી પડ્યું. જીવવામાં કશો રસ રહ્યો નહીં. ચિત્ત અને ચહેરા પર ઉદાસીનતાનાં વાદળ જામી ગયાં. જીવનમાં સાચું સુખ મેળવવા માટે સૌથી પહેલું કામ દુઃખને શોધવાનું છે. સુખ કરતાં દુ:ખ અનેકગણું મહત્ત્વનું છે. માણસ જેમ પોતાના મૃત્યુની ઉપેક્ષા કરે છે, એ જ રીતે એ પોતાનાં દુ:ખોની ઉપેક્ષા કરે છે. દુઃખ આવે એટલે એના બોજ હેઠળ દબાઈ જાય છે, પણ એ દુઃખની ઓળખ મેળવવાનો કે એની તાસીર જાણવાનો સહેજે પ્રયાસ કરતો નથી. એ જો દુ:ખના યથાર્થ રૂપને પારખશે, તો એને એના જીવનનું મધ્યવર્તી કેન્દ્ર હાથ લાગશે. દુઃખ એ જીવનવિધાયક પરિબળ છે. સુખથી ક્યારેય કોઈનું જીવન ઘડાયું નથી. સુખ ઉપભોગમાં ખર્ચાઈ જાય છે અથવા તો એના નશામાં તરબોળ માણસ જાતે જ ડૂબી જાય છે. દુઃખ કે પીડા જ વ્યક્તિના જીવનનું ઘડતર કરે છે. જેમ શિલ્પી સુંદર કલામય આકૃતિ ઘડે છે અને તેને માટે પથ્થર પર સતત ટાંકણાં મારતો રહે છે, એ જ પ્રમાણે દુઃખ આપણા જીવનને સતત ટાંકણાં મારીને એમાંથી સુંદર આકૃતિ સર્જે છે. જેમ ઘડાવવા માટે ટિપાવવું પડે, એમ પરમનો સ્પર્શ ૧૯૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પરમનો સ્પર્શ દુઃખ આપણા જીવનને બરાબર ટીપીને સ્વસ્થ અને દઢ કરતું હોય છે. મેંદીનાં લીલાં પાન એમ ને એમ કંઈ હાથને રંગ આપતાં નથી. મેંદીને ખૂબ પીસવામાં આવે, ત્યારે એ મેંદીમાંથી લાલ રંગ નીકળે છે. કહે છે કે એક વાર એક ખેડૂત પરમાત્મા પર ખૂબ ગુસ્સે થયો. એને થયું કે આ જગતનિયંતા પ્રભુ જગતના નિયમનમાં સદંતર નિષ્ફળ ગયા છે. એને ‘પાસિંગ માર્ક” પણ અપાય તેવું નથી. ક્યારેક એ અતિવૃષ્ટિ કરે છે, જેને પરિણામે ખેતરોનાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ખેડૂતોની અપાર મહેનત પર પાણી ફરી વળે છે, તો ક્યારેક એ અનાવૃષ્ટિ કરે છે. પાણીનું એક ટીપું ખેતરમાં પડતું નથી અને એ ખેતર ઉજ્જડ બની જાય છે. આ તે કેવું નબળું અને આયોજન વિનાનું મેનેજમેન્ટ! પરમાત્મા ભલે જગતના નિયંતા કે સર્વજ્ઞ કહેવાતા હોય, પરંતુ | એમનું કૃષિવિષયક જ્ઞાન તદ્દન સામાન્ય અને અધકચરું છે, આથી એક વાર એણે પરમાત્માને ફરિયાદ કરી કે વરસાદની બાબતમાં તમારી અતંત્રતાને કારણે અમારી આકરી મહેનત નિષ્ફળ જાય છે, તેની તમને ખબર છે ખરી? કહે છે કે પરમાત્મા એ દિવસે મોજમાં હતા એટલે એમણે એ ખેડૂતને કહ્યું, ‘એક વર્ષ તને આપું છું. તું કહેશે એટલું પાણી વરસશે. તું કહેશે એટલી ઠંડી-ગરમી પડશે.' ખેડૂતે જરૂર હોય તેટલું જ પાણી વાપર્યું. ન વધારે કે ન ઓછું. પછી એના ખેતરમાં ઘઉંનાં ઊંચાં કૂંડાં થયાં, ત્યારે એને થયું કે હવે તે પરમાત્માને બતાવી આપશે કે ખેતી કેમ થાય ? પરંતુ જ્યારે એણે એ કૂંડામાંથી દાણા કાઢવા પ્રયાસ કર્યો, ત્યારે ઘઉંના દાણા મળે નહીં ! એના હૃદય પર વજાઘાત થયો. એ દોડીને પરમાત્મા પાસે પહોંચી ગયો. પરમાત્માને પૂછયું કે “આવું થયું કેમ ?' પરમાત્માએ કહ્યું કે “આ ઘઉંના પાકે સુસવાટાભર્યા પવનવાળી તોફાની આંધીનો સપાટો સહન કર્યો નથી. મુશળધાર વરસાદમાં મહામહેનતે એ ઊભા રહ્યા નથી, બળબળતા તાપમાં દેહને તાંબાની જેમ તપાવ્યો નથી, મેઘની ગર્જના અને વીજળીના ચમકારાના થડકારા એણે અનુભવ્યા નથી. એ દુ:ખ, મથામણ કે સંઘર્ષ જ આ કૂંડાને દાણા આપે છે. એમણે જીવનધારણ કરીને સંઘર્ષ અનુભવ્યો નથી, માટે એમનો પ્રાણ સંગૃહીત થયો નથી. Page #202 -------------------------------------------------------------------------- ________________ ખેડૂતને પોતાની ભૂલ સમજાઈ. પીડા વગર પુરસ્કાર નથી, પરિશ્રમ વગર આનંદ નથી, પ્રતીક્ષા વગર પ્રાપ્તિનું કોઈ મૂલ્ય નથી. સાધનામાં જે ઉમંગ હોય છે, એ ઉમંગ સિદ્ધિમાં હોતો નથી. કલ્પનામાં જે સંતોષ હોય છે, તે સાક્ષાત્કારમાં થતો નથી, આથી જેઓ દુ:ખમાં ઝઝૂમે છે, એ જ જગતને કશુંક આપી શકે છે. વિલાયતથી બૅરિસ્ટર થઈને આવેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ સ્વ-સુખનો કે સ્વાર્થનો ‘મૅક્ટિકલ’ વિચાર કર્યો હોત તો એ ‘મહાત્મા ગાંધી’ બની શક્યા ન હોત. અબ્રાહમ લિંકને એની સત્તા જાળવવા માટે જ માત્ર મથામણ કરી હોત તો એ અશ્વેત લોકોની ગુલામી દૂર કરી શક્યા ન હોત. જેમણે પીડા અનુભવી છે, એમણે જ સ્વ-પરાક્રમથી વિશ્વને પ્રેરણા આપી છે. મુઘલ યુગમાં શહેનશાહ અકબરના સમયમાં જ્યારે બધા હિંદુ રાજાઓએ એનું શરણ સ્વીકારી લીધું હતું, ત્યારે એકમાત્ર રાણા પ્રતાપ એની શરણાગતિએ ગયા નહીં. એમણે સામે ચાલીને દુઃખો સ્વીકારી લીધાં. જંગલમાં પારાવાર વેદના સહન કરવી પડી, પરંતુ એ જ રાણા પ્રતાપ સ્વતંત્રતાના સૂરજના સર્જક બન્યા. જગતના ઇતિહાસને જોઈએ તો ખ્યાલ આવશે કે આ દુનિયા પર પરિવર્તન સાધનારા લોકો વૈભવશાળી હવેલીમાં અઢળક સંપત્તિ વચ્ચે અને અપાર સુવિધાઓ સાથે જીવનારા લોકો નથી. જેમણે પરિસ્થિતિ સામે સંઘર્ષ કર્યો છે, અન્યાયને દૂર કરવા માટે પોતાનું સઘળું ગુમાવવાની તૈયારી બતાવી છે, એ જ લોકો આ જગતને બદલી શક્યા છે. જો તુફાનો મેં પલતે હૈ, વહી દુનિયા બદલતે હૈ” આથી દુઃખનો ક્યારેય તિરસ્કાર કરશો નહીં, કારણ કે એ તમારા જીવનઘડતરનું મહત્ત્વનું સાધન છે. આવી જ આંતરિક મથામણ ભિન્ન પ્રકારે અધ્યાત્મને માર્ગે ચાલનારા પણ અનુભવે છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે આપણે ‘દુઃખ આવી પડ્યું” એમ કહીએ છીએ એટલે કે આપણા પર એકાએક દુઃખ તૂટી પડ્યું હોય એમ બતાવીએ છીએ ! પરંતુ દુઃખના હાર્દમાં જતા નથી. ઘણી વાર જગત વિશેના આપણા ખોટા ખ્યાલોમાંથી આપણું દુઃખ સર્જાયું હોય છે. આપણી માન્યતાઓ અને આપણી ટેવો પણ દુઃખનું કારણ બને છે. ભારતીય સમાજ માન્યતાઓનાં જાળાંમાં બંધાયેલો સમાજ છે. લોકો એની માન્યતાને પરિણામે દુઃખ અનુભવે છે. શીતળા એ રોગ છે અને એની પરમનો સ્પર્શ ૧૯૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પરમનો સ્પર્શ રસી મુકાવવી જોઈએ. એના બદલે એ શીતળા માતાની ઉપાસનામાં ડૂબી જાય છે. આમ, સમાજમાં પ્રવર્તતા ખોટા ખ્યાલો દુઃખનું કારણ બનતા હોય છે. એક જમાનામાં પરદેશગમન પર પ્રતિબંધ હતો અને એ માન્યતામાં માનનારાઓએ પરદેશગમન કરનારાઓને જ્ઞાતિબહાર મૂકીને ખૂબ પીડા પહોંચાડી; એટલું જ નહીં, પણ એ રીતે દેશની પ્રતિભાઓને અન્યાય કરીને અંતે તો દેશના વિકાસને રૂંધી નાખ્યો. જ્યોતિષમાં માનનારા લોકો એના પર આધાર રાખીને જીવન જીવે છે અને પોતાનું જીવન નિર્બળ અને હાસ્યાસ્પદ બનાવી દે છે. ઘેરથી નીકળતી વખતે સારું ચોઘડિયું જોનાર વિમાનમાં બેસતી વખતે ક્યારેય ચોઘડિયું જોતો નથી. આવી રૂઢિ અને માન્યતાઓએ ભારતીય સમાજનો છે સાહસિક જીવનનો રસ ઘણો ચૂસી લીધો છે. સ્ત્રીઓ વિશેના હીન ખ્યાલો સ્ત્રીઓ પરનાં અપાર દુઃખોનું કારણ બન્યા છે. આ રીતે જેને આપણે દુ:ખ માનીએ છીએ, તે દુઃખ હકીકતમાં વ્યક્તિએ પોતે સર્જેલું દુઃખ હોય છે. એ માન્યતાઓના બંધનમાં બંધાઈ જાય અને પછી દુ:ખી હોવાનાં રોદણાં રડે. કેટલુંક દુઃખ પરજનિત હોય છે, જે બીજી વ્યક્તિઓ દ્વેષ, ઈર્ષા વગેરેને કારણે સામી વ્યક્તિ પર નાખતી હોય છે. આ સમાજે એક સમયે બાળવિધવાઓને કેટલાં બધાં દુઃખો આપીને કચડી નાખી હતી! કેટલુંક દુઃખ કર્મજનિત હોય છે. વ્યક્તિ પોતાનાં પૂર્વ કર્મોને કારણે દુ:ખ પામતો હોય છે. કર્મની આ સત્તા ભગવાન કૃષ્ણ કે ભગવાન મહાવીરને પણ આપત્તિ લાવનારી બની હતી. ભગવાન કૃષ્ણ પોતાની જ દૃષ્ટિ સમક્ષ નાશ પામતા યાદવ કુળને જુએ છે અને એકાકી સ્થિતિમાં શિકારીના બાણથી વીંધાઈને મૃત્યુ પામે છે. ભગવાન મહાવીરના કાનમાં કાષ્ઠશૂળ ભોંકવામાં આવી, એનું કારણ એમનાં ગત જન્મોનાં કર્મો હતાં. આ રીતે વ્યક્તિએ એના જીવનમાં આવતાં દુ:ખનું પૃથક્કરણ કરવું જોઈએ. જો એ યોગ્ય રીતે પૃથક્કરણ કરે તો એને ખ્યાલ આવે કે આ દુઃખનો નિર્માતા એ પોતે છે કે કોઈ અન્ય છે. વ્યક્તિ દારૂ પીએ, એ માટે એને પૈસાની જરૂર પડતાં એ ચોરી કરે, દારૂના નશામાં પોતાની પત્ની અને બાળકોને માર મારે, નોકરી ગુમાવે અને પછી આ બધાંનાં દુ:ખો માટે એ નસીબને કે ઈશ્વરને દોષ આપે તે કેવું ? ગુટખા ખાઈને પેટ Page #204 -------------------------------------------------------------------------- ________________ ભરનારની પહેલાં ભૂખ જાય, પછી દાંતમાં સડો પેસે અને અંતે કૅન્સરનો ભોગ બને અને પછી હૉસ્પિટલમાં પડ્યા પડ્યા એમ વિચારે કે જિંદગીમાં એટલાં બધાં દુઃખો છે કે એને ભૂલવા માટે ગુટખા ખાવા જરૂરી છે ! આમ વ્યક્તિ જાતે દુઃખને વહોરી લાવે છે અને પછી એ દુઃખનો દોષ બીજા પર ઓઢાડે છે, આથી જેને આપણે દુ:ખ માનીએ છીએ એ ખરેખર દુ:ખ ન પણ હોય. મનુષ્યજીવનનું એક મોટું દુ:ખ એની ભયની લાગણી છે. માનવી એના બંગલામાં સુરક્ષિત બેઠો હોય, તેમ છતાં ભયથી ફફડતો હોય છે. રાત્રે કોઈ અવાજ થતાં એના મનમાં ભયની કંપારી છૂટે છે. એને ડગલે અને પગલે ભય લાગતો હોય છે. નિર્ધન હોય ત્યારે ભૂખમરાનો ભય હોય છે અને ધનવાન હોય ત્યારે લક્ષ્મીરક્ષાનો ભય હોય છે. કાળાં નાણાં કઈ રીતે છુપાવવાં તેની ચિંતાનો કે ઇન્કમટેક્સની ‘રેડ'નો ભય હોય છે. વ્યવસાયમાં ઊંચો હોદ્દો ધરાવતો હોય, તો એને એ હોદ્દો જાળવી રાખવા માટે રાતદિવસ આકરી મથામણ કરવી પડે છે. માથે હકાલપટ્ટીનો ભય હોય છે. એને ભય હોય છે કે જો આવી ઊંચા પગારની નોકરી જશે, તો આવી બીજી કોઈ નોકરી મળશે નહીં, આથી નોકરી ગુમાવવાના ભય સાથે એ “સ્ટ્રેસ'થી જીવતો હોય છે. કોઈને ભય હોય છે કે જો એ કોઈ આંદોલનમાં ભાગ લેશે, તો શાસકો એને હેરાન-પરેશાન કરશે. આમ, માણસ ભિન્ન ભિન્ન પ્રકારના ભયથી પીડાતો હોય છે. ભયથી એનું જીવન કુંઠિત બને છે અને એનું ચિત્ત વિક્ષુબ્ધ રહ્યા કરે છે. કેટલાક ભય કાલ્પનિક હોય છે. કેટલાકને પોતાના શત્રુ કે દુશ્મનનો સતત ભય રહેતો હોય છે અને સવારે પથારીમાં આંખ ખોલે ત્યારે એને પહેલો વિચાર પરમાત્માને બદલે પોતાના દુશ્મનનો આવતો હોય છે. કોઈ પણ ઘટના બની હોય, તો એની પાછળ એના દુશ્મનનું કાવતરું હશે એવી સતત શંકા તે સેવતો હોય છે. વૃદ્ધાવસ્થામાં પણ વ્યક્તિનું જીવન ઘણું ભયપીડિત હોય છે, એને ભય લાગે છે કે જો પેરાલિસિસ થઈ જશે, તો શું થશે ? એને ડર હોય છે કે યાતનાભર્યું મૃત્યુ આવશે તો શું થશે ? અખબારમાં એકાકી વૃદ્ધોની હત્યાઓ વાંચીને એ વૃદ્ધ ભયભીત બનીને જીવતા હોય છે. આ ભયમાં એકલતાનું ઉમેરણ થતાં કેટલાક કાલ્પનિક ખ્યાલો ઊભા થાય છે. અને પછી કોઈ માણસ મારી હત્યા કરવા માટે ફરે છે” કે “કોઈએ મારા પરમનો સ્પર્શ ૧૯૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પરમનો સ્પર્શ પર મંત્ર-તંત્ર કે મેલી વિદ્યાની અજમાયશ કરી છે” એવો ભય એને સતત રહેતો હોય છે. આપણા દેશમાં તો બાળપણથી જ બાળકને પોલીસ, શિક્ષક, ભૂત, પ્રેત અને ડાકણનો ભય દેખાડવામાં આવે છે. આને પરિણામે મનને ભયની આદત પડી જાય છે અને પછી એ આ ભયની આસપાસ જીવતો હોય છે. બાળકોમાં ભૂતપ્રેતનો ભય ઘણો વ્યાપકપણે જોવા મળે છે અને છતાં માતાપિતા કે શિક્ષણ આ અંગે કોઈ જાગૃતિ સેવતાં નથી. માણસ સાહસથી ગભરાઈને સલામતી શોધવા લાગ્યો છે અને આવી સલામતીની શોધે જ એને બિનસલામત બનાવ્યો છે. સરમુખત્યારો સહુથી વધુ અંગરક્ષકોના પહેરા હેઠળ જીવતા હોય છે, કારણ કે એમને બજારમાં કે બગીચામાં અથવા સભામાં કે સત્તાસ્થાને બધે જ પ્રતિક્ષણ ભય દેખાતો હોય છે. જીવનમાં આવતાં દુ:ખોની તપાસ કરીએ તો એનું એક કારણ સચ્ચાઈથી ભાગવાની વૃત્તિ છે. માણસમાં શાહમૃગની વૃત્તિ જોવા મળે છે. શાહમૃગ દુશ્મનને આવતો જોઈને રેતીમાં માથું ખૂપાવી દે છે અને માને છે કે દુમન ક્યાંય નથી અને એનો દુશ્મન રેતીમાં માથું ખૂપાવીને ઊભેલા શાહમૃગને આસાનીથી પકડી લે છે. નક્કર હકીકત કે સચ્ચાઈથી ભાગનારા લોકોની સ્થિતિ આવી જ હોય છે. આવા લોકો જેનાથી ડરે છે, એને વિશે જુદી જુદી કલ્પનાઓ કરે છે. આજના સૂરજને આવતીકાલના વાદળમાં ઢાંકી દેવાની કોશિશ કરે છે. સ્વર્ગ અને નરકની માન્યતાએ જીવનમાં કેટલાં બધાં જાળાં સજ્ય છે ! મૃત્યુથી ભાગવાની માનવીની વૃત્તિને કારણે એણે કેટલા બધા પ્રપંચો સર્યા છે ! સ્ત્રીઓને સાચવી શકવાની ક્ષમતા ગુમાવી બેઠેલા હિંદુસમાજે સતીપ્રથાનું સર્જન કર્યું. પરદેશગમન પર પ્રતિબંધ મૂકીને એણે સચ્ચાઈથી ભાગવાનો એક સમયે પ્રયાસ કર્યો હતો. આ રીતે ભયજન્ય બાબતની આસપાસ એ એવી માન્યતાઓ રચી દે છે કે જે માન્યતાઓ જ એના જીવનમાં દુ:ખનું કારણ બને છે. આપણા દેશે સચ્ચાઈથી ભાગવાને કારણે ઘણાં અનિષ્ટો સર્યા છે અને એ અનિષ્ટો સમાજને દુ:ખદાયી બન્યાં છે. આ માન્યતાઓએ જ કેટલીય વિધવાઓના જીવનને નરકની યાતનામું બનાવ્યું હતું. આપણા દુઃખની શોધ કરીએ તો ઘણી વાર એમ જણાય કે આ Page #206 -------------------------------------------------------------------------- ________________ દુઃખ એ ભૂતકાળમાં જીવવાની આપણી આદતને કારણે સર્જાયેલું છે. ભવિષ્યની ફિકર અને ભૂતકાળની માન્યતાઓને કારણે વ્યક્તિ મૂંઝાયેલો રહે છે. એ પોતાના ભૂતકાળને ભૂલી શકતો નથી અને તેથી વર્તમાનમાં વારંવાર એનું સ્મરણ કરીને દુઃખ અનુભવે છે. વૃદ્ધ પુરુષો પોતાના ભૂતકાળને યાદ કરીને આંસુ સારતા જોવા મળે છે ! પિતા પોતાની બાલ્યાવસ્થાને યાદ કરીને પોતે પિતાને કેટલો આદર આપતા હતા તેનું સ્મરણ કરે છે અને સાથે જ આજે પુત્ર એમની સાથે કેવી રીતે વર્તે છે, તેની તુલના કરીને વર્તમાન જીવનને દુ:ખી બનાવતા હોય છે. આમ દુઃખનું કારણ ભૂતકાળનો બોજ ઊંચકીને ચાલવાની માણસના મનની આદત છે. આપણા જીવનમાં દુ:ખના એક કારણ તરીકે કામનાઓ જોઈ શકાય છે. માણસ એક પછી એક ઇચ્છાની પાછળ દોડતો રહે અને પછી એમાં નિષ્ફળ જતાં દુઃખ અનુભવે છે. અહીં દુઃખ આવતું નથી, પરંતુ માણસે એનું સ્વયં સર્જન કર્યું હોય છે. ગરીબ કરતાં પણ અમીરોને કામનાનું વધુ દુ:ખ હોય છે. કોઈ સિદ્ધિનું સ્વપ્ન આંખમાં આંજીને વ્યક્તિ દોડ્યા જ કરે છે. કવિ મનોજ ખંડેરિયાએ કહ્યું છે તેમ, “આંખમાં સ્વપ્ન ઘાસની લીલાશનું લઈ, દોડે છે ઝંખનાના હરણ ક્યાંથી ક્યાં સુધી.” પોતાની કામનાઓ સિદ્ધ કરવા માટે વ્યક્તિ રાતદિવસ એક કરતી હોય છે. પોતાની ઇચ્છા સંતોષાય નહીં, તો એ હતાશ બનીને આત્મહત્યાના માર્ગે પણ જતી હોય છે. આ જગત એક એવી હૉસ્પિટલ છે કે જ્યાં દરેક દર્દી પોતાનો પલંગ બદલવા આતુર છે. આવી કામના સાથે આશા જોડાયેલી હોય છે. તમારી કામના પૂર્ણ થાય, પરંતુ આશા તો અતૃપ્ત જ રહેવાની. સ્વામી રામતીર્થ જાપાનના પ્રવાસે ગયા હતા, ત્યારે એમણે માત્ર એક વેંત જેવડાં દેવદારનાં વૃક્ષો જોઈને આશ્ચર્ય અનુભવ્યું. ભારતમાં તો દેવદારનાં વૃક્ષો ખૂબ ઊંચાં હોય તો અહીં સાવ નાનાં કેમ ? એની તપાસ કરતાં એમને જાણ થઈ કે દેવદારનાં વૃક્ષોનાં મૂળિયાં સતત કાપી નાખવામાં આવે છે. આને પરિણામે આ દેવદાર સહેજે ઊંચાં થતાં નથી. આવી જ રીતે કામના આપણા જીવનવૃક્ષનાં મૂળિયાં સતત કાપતી હોય છે. કામના હોય કે એક ભવ્ય બંગલો હોય અથવા અદ્યતન મૉડલની મોટરકાર હોય, પરંતુ એ બંગલો અને કાર મળ્યા પછી પણ આનંદપ્રાપ્તિ થતી પરમનો સ્પર્શ ૧૯૭ Page #207 -------------------------------------------------------------------------- ________________ 0 Jdh≥ [l××ãh 29 નથી. તમારાં દુઃખોમાં કશો ફરક દેખાતો નથી. કારણ કે આ બંગલો અને કારમાંથી તમે જે સુખ મેળવવા ઇચ્છતા હતા, એ સુખ તો એમાં હતું જ નહિ. વિશાળ બંગલો બનાવીને અને અદ્યતન કાર લઈને તમારી કામના તૃપ્ત કરી, પણ તમારી સુખ-આનંદ કે પ્રસન્નતા મેળવવાની આશા વણપૂરી રહે છે, આથી માણસનાં મોટા ભાગનાં દુઃખો એની કામનાથી સર્જાનાં હોય છે. જો તે અપેક્ષાઓ અને કામનાનો ત્યાગ કરે તો તેના વનમાં દુ:ખ ક્યાંય હોતું નથી. માણસ જેને દુઃખ કહે છે, એના મૂળમાં ક્યારેક એના સ્વયંના દુર્ગુણોમાં રહેલાં હોય છે. માણસ અત્યંત કંજૂસ હોય કે અત્યંત ઉડાઉ હોય, તો એનો આ દુર્ગુણ જ એના વનમાં દુઃખનું કારણ બને છે. કંજૂસ હોય તો એ ભોગવી રાતો નથી અને ઉડાઉ હોય તો એ જાળવી શકતો નથી. એના દુર્ગુણો જ આ પરિણામ આપે છે અને એ એને દુઃખ તરીકે ઓળખે છે. કેટલાકને આડેધડ શૉપિંગ કરવાની એટલી બધી આદત હોય છે કે પછી શૉપિંગ એ એનો દુર્ગુણ બની જાય છે અને એની જીવનપદ્ધતિ અતિ ખર્ચાળ બની જાય છે, પછી એ માણસ દુ:ખ સાથે ખર્ચાળ જીવનની ફરિયાદ કરતો હોય છે. હકીક્તમાં એમાં એના દુર્ગુણો કારણરૂપ હોય છે. કારણની પરંપરા શોધો તો ખ્યાલ આવે કે આવી પડેલા દુઃખનું મૂળ કારણ શું છે ? આમ દુઃખની અવગણના કરવાની જરૂર નથી, એમાં ડૂબી જવાની જરૂર નથી, એનાથી વ્યાકુળ બનનાર પોતાના જીવનને વધુ મુશ્કેલ બનાવે છે. ‘ફ્રૉમ પૉવર્ટી ટુ પાવર' ગ્રંથમાં જેમ્સ એલન કહે છે કે અનુભવીની અદાથી નહીં, પણ અનુભવની શાળાના કહ્યાગરા બાળક બનીને નમ્રતા અને ધૈર્ય ધારણ કરીને મનુષ્યજીવનના સર્વાંગી અનુભવના ભાગ રૂપે દુઃખને સ્વીકારવું જોઈએ. દુઃખની કસોટીમાંથી પસાર થયા પછી વ્યક્તિને શાંતિ મળી શક્તી હોય છે, એમાં પણ દુઃખને ઓળખ્યા પછી વ્યક્તિ સંકલ્પબદ્ધ બનીને પોતાનું ભાગ્ય ઘડી શકે છે. સુખનો ચહેરો બહાર છે અને દુઃખનો ચહેરો ભીતર છે. માણસ પોતાના સુખને કેવી મોહભરી ચકળવકળ આંખે જોતો હોય છે અને દુ:ખ પ્રત્યે આંખો મીંચી દે છે ! ઊગતા સૂરજ તરફ પ્રત્યેક માનવી ઉષ્માપૂર્ણ દૃષ્ટિપાત્ કરતો હોય છે, જ્યારે ડૂબતા સૂરજ પર એ અલપઝલપ નજર નાખી લેતો હોય છે. કારણ કે વ્યક્તિને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. આથી એ જીવનમાં સતત સુખની શોધ કરતો હોય છે અને દુઃખથી |_ Page #208 -------------------------------------------------------------------------- ________________ દૂર ભાગતો હોય છે, પરંતુ સુખનું સાચું મૂલ્ય તો દુઃખની અગ્નિપરીક્ષામાંથી પસાર થયા પછી જ પ્રાપ્ત થાય છે. દુઃખ વ્યક્તિના ચિત્તને સ્થિરતા આપે છે. એ ગંભીર બનીને પોતાના જીવન વિશે ગહનતાથી વિચારવા લાગે છે. સુખમાં ઝડપભેર દોડી રહેલો માણસ દુ:ખ આવતાં એકાએક થોભી જાય છે; થંભી જાય છે. સુખના આનંદ અને ઉલ્લાસમાં કે પછી સુખ માટેની આંધળી દોડમાં એ ઘણું ભૂલ્યો-ભટક્યો હોય છે. એને કેટલાય વિકાર અને વ્યસનોનાં વળગણો લાગી ગયાં હોય છે, પરંતુ એનાં સારા-માઠાં પરિણામની એને દુઃખમાં જાણ થાય છે. સુખમાં ઝાકમઝોળભર્યો અનુભવ હોય છે, જ્યારે દુઃખમાં ગંભીર દૃષ્ટિકોણ હોય છે, આથી જ ‘વાલ્મીકિ રામાયણ’ જેવી મહાન કૃતિ દુ:ખના આઘાતમાંથી સર્જન પામી છે. દુઃખની વેદનાએ જગતને કેટલાંય મહાન સર્જનો આપ્યાં છે. કવિની પીડા હોય કે ચિત્રકારની વેદના હોય, પણ એણે જગતને નવાં નવાં સર્જનોની પ્રેરણા આપી છે. આનું કારણ એ છે કે દુઃખ વ્યક્તિને મનના ઊંડાણમાં જઈને વિચારતી કરી મૂકે છે. એનામાં એક પ્રકારની વૈચારિક પ્રૌઢતા આપે છે અને એથી જ દુ:ખ એ દવા જેવું છે. એ ઉગ્ન છે, પણ ગુણકારક છે. એ અપ્રિય છે પણ ઉદ્ધારક છે. દુઃખને સામે ચાલીને આલિંગન આપવા કે સ્વીકારવા માટે કોઈ જતું નથી, પરંતુ પોતાના શિરે આવેલાં દુ:ખમાંથી બોધપાઠ લેનારા ઘણા હોય છે. જો દુ:ખ ન હોત તો માનવીને પોતાની ભાવનાનું પૃથક્કરણ કરતાં આવડ્યું ન હોત. એ દુઃખ આવતાં પોતાની ભાવનાની યોગ્યયોગ્યતા વિચારે છે. તે ભાવના | ધસમસતા પ્રવાહમાં કરેલી ભૂલોને જાણવાનો, તાગવાનો અને એના મૂળ કારણને સમજવાનો પ્રયાસ કરે છે. સામાન્ય માન્યતા એવી છે કે ભાવના આવેગમાં કે ભક્તિના ઉછાળમાં વ્યક્તિ ઈશ્વરને પામે છે, પરંતુ ભાવનો આવેગ વ્યક્તિના ચિત્તને ક્યાંય ઠરવા દેતો નથી. ભક્તિની અતિશયતા એને ઘેલછામાં ડુબાડી દે છે, આથી પરમાત્મ-પ્રાપ્તિમાં ભાવ અને ભક્તિ સાથે દુઃખનું મિશ્રણ થવું જોઈએ. સંતોનાં ચરિત્રો જોતાં ખ્યાલ આવે છે કે આ સંતોને જીવનમાં ઘણાં દુ:ખો પડ્યાં છે. આ દુ:ખોને કારણે જ એમની પરમાત્મા પ્રત્યેની આસ્થા વધુ દઢ બની અને એ દુઃખો દ્વારા જ એમની ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને તેના ભાવના કુંદનની કસોટી થઈ છે. આથી એક કવિએ ગર પરમનો સ્પર્શ ૧૯૯ - Do Page #209 -------------------------------------------------------------------------- ________________ 30 Jdhě [lo×ãh ૦૦૨ કહ્યું છે, “દુઃખ સબકો માંજતા હૈ “ જેમ કોઈ વાસણને માંજવામાં આવે અને એના પરથી કુળ, ચરો કે મેલ દૂર થાય અને એ વાસણ ચોખ્ખું અને ચકચક્તિ થઈ જાય, એ જ રીતે આવાં દુ:ખને કારણે વ્યક્તિના જીવન પર ચઢી ગયેલી પ્રમાદની બ, ભયનો કચરો, અહંકારનો મેલ અને વ્યર્થતાનો કાટ દૂર થાય છે. આ રીતે દુ:ખ માનવ-આત્મા પર લાગેલી મલિનતાને દૂર કરે છે. ભારતીય પરંપરામાં પ્રેમની કસોટી તરીકે દુ:ખનું મહત્ત્વ અને તેનો મહિમા સ્વીકારાયો છે. કવિ કાલિદાસના 'કુમારસંભવ'માં કામદેવની સહાય પામેલી યુવાન પાર્વતીને શંકર જાકારો આપે છે અને એ જ પાર્વતી જ્યારે તપથી પરિપૂત થાય છે, ત્યારે શંકર સામે ચાલીને એનો સ્વીકાર કરે છે. કાર્તિકેયના જન્મ પૂર્વેની ભૂમિકા ત્યારે જ રચાઈ કે જ્યારે પાર્વતીનો આ આકરી તાવણીમાંથી પસાર થઈ શક્યો. પ્રેમ કોઈ કવિને પૂછશો કે આ સુંદર કાવ્ય લખ્યું, ત્યારે તમને એનો સૌથી વધુ આનંદ ક્યારે આવ્યો ? ત્યારે એ કવિ કહેશે કે આ કાવ્યસર્જનની પ્રક્રિયા વખતે જે મથામણ અને પીડા અનુભવી હતી અને પછી કલમમાંથી એક એક શબ્દો નીકળતા ગયા, તેમાં અપાર આનંદ આવ્યો. આનું કારણ એ છે કે જેટલો આનંદ પ્રક્રિયામાં હોય છે, એટલો પરિણામમાં હોતો નથી. જેટલો આનંદ કઠિન અને અજાણ્યા રસ્તા પર સફર કરવામાં આવે છે, એટલો આનંદ મુકામે પહોંચી ગયા પછી આવતો નથી. જીવનમાં માર્ગનું મહત્ત્વ છે, પડાવનું નહીં; પરિશ્રમનું મહત્ત્વ છે, પૈસાનું નહીં અને આથી જ મિલનની મધુરતા કરતાં વિરહની તડપન વધુ ધ્યાન ખેંચનારી બને છે. કૃષ્ણની પ્રાપ્તિ કરતાં મીરાંનો સૂનો પ્રપાત વધુ મહિમાવાન છે. મહિમા પીડાનો છે, પ્રાપ્તિનો નહીં, ભૌતિક જગતમાં પણ આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ અમુક વસ્તુ મેળવવા ચાહતી હોય, ત્યારે એને માટે એ કેટલી બધી ગડમથો અને પ્રયાસો કરતી હોય છે ! કેટલાય પડકાર ઝીલતી હોય છે ! પરંતુ એની પ્રાપ્તિ થયા પછી એનામાં પૂર્વેનાં એ જોરા કે ઉત્સાહ રહેતાં નથી. અગાઉનો એ ભંગ નજરે પડતી નથી. એ ગ્લાસ જોવા મળતો નથી. યુદ્ધમાં યોદ્ધો લડતો હોય ત્યારે એનામાં જે પ્રચંડ ઉત્સાહ જોવા મળે છે, એ ઉત્સાહ વિજયપ્રાપ્તિ પછી ક્યાં જોવા મળે છે ? આમ દુઃખ એ હૃદયને પીડા આપનારું છે એ સાચું, પરંતુ દુઃખની ભઠ્ઠીમાં તપ્યા પછી |_ Page #210 -------------------------------------------------------------------------- ________________ જ માનવી જીવનનું કુંદન પામે છે. એને પહેલો આંતરઅનુભવ એ થાય છે કે સુખ એ ક્ષણિક છે. સુખ આવે છે અને ચાલ્યું જાય છે. એ સુખ બાહ્યકેન્દ્રી હોવાથી ઘણી વાર દેહ, ઇન્દ્રિય, સંપત્તિ અને પદની આસપાસ વીંટળાયેલું હોય છે. જ્યાં સુધી એની પાસે એ સુખ હોય છે, ત્યાં સુધી વ્યક્તિ બીજો કશો વિચાર કરતી નથી. યુવાનીમાં દેહનું સુખ માણનાર માનવી ક્યારેક એ દેહ નિર્બળ થવાનો છે, અશક્ત થવાનો છે અને અંતે ખાખ થવાનો છે એવું વિચારતો નથી. ઇન્દ્રિયોનું સુખ ભોગવનારને એવી ઝાંખી પણ થતી નથી કે આજે જે ઇન્દ્રિયોમાંથી અપાર સુખ મેળવું છું, તે સુખ ઝાઝાં વર્ષ ટકનારું નથી. એ ઇન્દ્રિયોના સુખની પાછળ એટલો બધો ભમતો રહે છે કે પછી પલાંઠી વાળીને એ વિચારતો નથી કે આ ઇન્દ્રિયો જીર્ણ અને શિથિલ થવાની છે, દેહ વૃદ્ધ થવાનો છે અને પછી જીવનમાં એના આ સુખનો કશો અર્થ રહેવાનો નથી; બલ્ક એ બધું જીવનમાંથી વિદાય પામવાનું છે. સંપત્તિના સુખમાં ડૂબેલા માનવીને એના ઉપભોગમાં જ આનંદ આવતો હોય છે. પદ પર બેઠેલી વ્યક્તિ એટલો બધો અહંકાર સેવતો હોય છે કે એ ભૂલી જાય છે કે ક્યારેક નિવૃત્તિ પણ આવવાની છે! સુખ જેટલું આકર્ષક છે એટલું જ ક્ષણભંગુર છે અને તેથી સુખના સમયે ‘રામસ્મરણ” શક્ય બનતું નથી. સુખની છલના એવી છે કે એ | આવે ત્યારે વ્યક્તિ એનાથી પૂરેપૂરો છેતરાઈ અને ઘેરાઈ જાય છે. એમાં એટલો બધો ડૂબી જાય છે કે એ સુખ ચાલ્યું જશે એની કલ્પના સુધ્ધાં કરી શકતો નથી. આવું ક્ષણિક, લોભામણું સુખ ચાલ્યું જાય, ત્યારે માણસ કેવો મજબૂર અને લાચાર બની જાય છે ! હકીકત એ છે કે સુખને બદલે દુઃખ એના જીવનને વિશેષ ઘાટ આપી શકે તેવું હોય છે. ૧૯૫૩ની ૨૯મી મેએ સવારે ૧૦-૩૦ વાગ્યે શેરપા તેનસિંગે એવરેસ્ટના શિખર પર પગ મૂક્યો. છેક ૧૯૩પથી શેરપા તેનસિંગ હિમાલય પર સાહસિક પ્રવાસ ખેડતા હતા. એમણે કેદારનાથ શિખર પર આરોહણ કર્યું, નંદાદેવીનું પૂર્વશિખર સર કર્યું હતું, પણ છ-છ વખત પ્રયાસ કરવા છતાં એ એવરેસ્ટ સર કરી શક્યા નહોતા. આ સાતમાં પ્રયાસમાં વિશ્વનું સર્વોચ્ચ શિખર એવરેસ્ટ સર કરનાર પર્વતારોહક બન્યા. છેક ૧૯૩૫થી શરૂ થયેલી પર્વતારોહણની પ્રક્રિયાનું ૧૯૫૩માં પરિણામ જોવા મળ્યું, પણ પછી તેનસિંગ અને એના સાથી એડમન્ડ હિલેરી પરમનો સ્પર્શ ૨૦૧ . ( Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પરમનો સ્પર્શ માત્ર ૧૫ મિનિટ એવરેસ્ટ શિખર પર રહ્યા. આથી એમનો પીડાભર્યો દીર્ઘ પુરુષાર્થ મહત્ત્વનો બન્યો. એમણે જાનના જોખમે ખેડેલાં સાહસો યાદગાર બન્યાં. એમણે સહન કરેલી પીડાઓ અને મુશ્કેલીઓની નોંધ લેવામાં આવી, જ્યારે સિદ્ધિનો આનંદ તો થોડો સમય જ માણ્યો. વળી એ જ શેરપા તેનસિંગને કોઈએ એમ કહ્યું હોત કે તમારે વિશ્વના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવું છે, તો તમને હું હેલિકૉપ્ટર મારફતે ઉતરાણ કરાવે તો તેમાં શો વાંધો ? હકીકત એ છે કે તેથી તેનસિંગને કોઈ આનંદ થયો ન હોત. જે એવરેસ્ટ આરોહણનો આનંદ તેનસિંગ અને હિલેરીને મળ્યો હતો, તે હેલિકોપ્ટર દ્વારા પ્રાપ્ત ન થાત. આનું કારણ એ કે મુશ્કેલી કે દુઃખ માનવીમાં લડાયક ચેતના જાગૃત કરે છે. એ સંજોગોનો ગુલામ બનવાને બદલે એની સામે ઝઝૂમે છે, જ્યારે સુખ માનવીને નિર્બળ બનાવે છે. આને પરિણામે તો અત્યંત સમૃદ્ધિમાં ઊછરેલાં બાળકો ભાગ્યે જ પ્રતિભાવાન હોય છે, કેમ કે એમને પીડા, દુઃખ, અભાવ કે જીવનમાં આવતી મુશ્કેલીઓનો ખ્યાલ હોતો નથી, દુઃખનો સાક્ષાત્કાર હોતો નથી, વેદના પછીના ઉલ્લાસનું કોઈ દર્શન હોતું નથી. એક અજ્ઞાત કવિએ લખ્યું છે : "बिना दु:ख के सुख है निस्सार । વિના માંસૂ ? નીવન માર |” મતલબ કે ‘દુઃખ વિનાનું સુખ સારહીન છે અને આંસુ વિનાનું જીવન ભારરૂપ છે” અને હકીકતમાં માનવીએ દુ:ખોના સ્વીકાર માટે સજ્જતા કેળવવી પડે છે. મહાત્મા ગાંધીજીએ આવાં દુ:ખોનો સામે ચાલીને સ્વીકાર કર્યો. પોતાની ભાવનાને સિદ્ધ કરવા માટે દુ:ખ-સ્વીકારની ભૂમિકા મહત્ત્વની છે - વચનપાલનને કાજે રામે વનવાસનો સ્વીકાર કર્યો તેવી. જાપાનની એક કંપનીએ પીડા વગર પ્રસૂતિ થાય એવી દવા બનાવી. એ દવા માતાને માટે અમૃત સમાન હતી, કિંતુ નવજાત શિશુને ઝેર સમાન નીવડી. પ્રસૂતાને સહેજેય પીડા વિના પ્રસૂતિ થઈ, પરંતુ પીડા વિના જન્મેલાં એ બાળકો શરીરે અપંગ, અંધ અને વિકૃત હતાં. આજે પણ આ દવા બનાવનારી કંપની પર અદાલતમાં મુકદ્દમાઓ ચાલે છે અને જગતમાં જાપાન એ એક એવું રાષ્ટ્ર છે કે જ્યાં કાયદાથી પ્રસૂતિની પીડા ઓછી કરતી દવાઓ બનાવવા પર પ્રતિબંધ છે. બાળકના જન્મના ઉલ્લાસને Page #212 -------------------------------------------------------------------------- ________________ માટે પ્રસૂતિની પીડાને અનિવાર્ય માનવામાં આવે છે. મહાભારતમાં બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને રાજધર્મ અને વિશેષે તો માનવધર્મનો માર્મિક ઉપદેશ આપે છે. આ યુદ્ધમાં બીજા યોદ્ધાઓ તો હણાયા અને મૃત્યુ પામ્યા, પરંતુ ભીષ્મ પિતામહને દિવસો સુધી બાણશય્યા પર રહેવું પડ્યું. બાણોની વેદના વેઠવી પડી. આ સંદર્ભમાં ભીષ્મ પિતામહ શ્રીકૃષ્ણ તરફ જોઈને કહે છે: “હે મધુસૂદન, આ યુદ્ધમાં મારા જેવું પારાવાર કષ્ટ કોઈ પણ યોદ્ધાને વેઠવું પડ્યું નથી. જોકે આ કષ્ટ અને વેદનાને આપની કૃપા જ ગણું છું, કારણ કે જે જ્ઞાન વેદાભ્યાસથી પામ્યો નહોતો અને આટલા લાંબા જીવનથી પણ મેળવી શક્યો નહોતો, એ જ્ઞાન આ બાણશય્યા પર પડ્યું પડ્યું મારી વેદનાઓને મુઠ્ઠીમાં રાખીને અંતર્મુખ થવાથી પામ્યો છું.” એના ઉત્તરમાં શ્રીકૃષ્ણ હસીને કહે છે, “તમારા આત્માને આવા કઠોર અનુભવની જરૂર હશે, પિતામહ.” “એમ જ હશે.” ભીખે કહ્યું. અને પિતામહ ભીષ્મએ અઠ્ઠાવન રાત્રી સુધી બાણશય્યામાં વેદના ભોગવી એમ કહેવું યોગ્ય નથી, કિંતુ એ વેદના દ્વારા મહાન તપ કરીને અંતર્મુખ બન્યા. બાણશય્યાની વેદના એમને અનુપમ જીવનદર્શન આપી ગઈ. દુઃખ એ માનવીને અંતર્મુખતા આપે છે. આજ સુધી માનવીએ સ્વજીવનમાં આવતાં પારાવાર દુ:ખો તરફ સતત ફિટકાર અને તીવ્ર તિરસ્કાર વરસાવ્યો છે. દુ:ખને એ હંમેશાં વિધિનો શાપ માનતો રહ્યો છે. જીવનભર એની મથામણ હોય છે કે આ દુઃખ એના જીવનમાં પ્રવેશે નહીં અને એ પોતે સદૈવ સુખનો અખૂટ આનંદ ભોગવે. દુઃખ તરફ ‘બૂરી નજરે” જોઈને માનવીએ પોતાના જીવનને વધુ કષ્ટમય, આપત્તિજનક અને વિષાદપૂર્ણ બનાવ્યું છે. દુઃખ પ્રત્યેનો એનો અભિગમ એ એના જીવનની ઘણી પરેશાનીઓનું મૂળ કારણ છે. એમાં ભયજનિત દુઃખ વિશે ‘ભવનું ચિકિત્સાલય” પ્રકરણમાં જોવું. દુઃખનાં રોદણાં રડતો માનવી જેને સુખ માને છે, તે વિશે કોઈ વિચાર કરે છે ખરો ? ક્ષણભંગુર બાબતને પરમ શાશ્વત સુખ માનીએ છીએ અને પછી એ ચાલ્યું જતાં દુઃખ અનુભવીએ છીએ, તે કેવું ? યુવાની સદાકાળ રહેવાની છે એમ માનીએ છીએ અને કુદરતના ક્રમ પ્રમાણે પછી વૃદ્ધત્વ આવે અને માણસ એનાં દુઃખ-દર્દની ફરિયાદ કરે, તે કેવું પરમનો સ્પર્શ ૨૦૩ - Do Page #213 -------------------------------------------------------------------------- ________________ ૦૦ Jàhà [l××ãh ૨૦૨ ? જે શાશ્વત કે સનાતન નથી, એને તમે શાશ્વત અને સનાતન માનીને ચાલો અને પછી એ ચાલ્યું જાય ત્યારે એનો વસવસો કરો, તે કેવું ? સઘળાં ક્ષેત્રોમાં ‘એન્ટરટેઇનમેન્ટ'નો મહિમા ધરાવતું આધુનિક જગત તો ઇન્દ્રિયના આનંદને પરમસુખ માનીને બેઠું છે. ઇંદ્રિયોને પોષવા, શણગારવા અને ઉશ્કેરવા માનવીએ પાર વિનાના પ્રયત્નો કર્યાં છે, પરંતુ સમય જતાં એ ઇન્દ્રિયો ક્ષીણ અને શિથિલ થાય, ત્યારે એ દુ:ખી દુ:ખી થઈ જાય, તે કેવું ? માનવીના દેહ પર સદાય વસંતના અબીલગુલાલ ઊડતા નથી. વસંત પછી પાનખર આવે, એ કુદરતનો અનિવાર્ય ક્રમ છે. બાળપણ પછી યુવાની અને યુવાની પછી વૃદ્ધત્વ આવે એ સ્વાભાવિક પ્રક્રિયા છે. હવે જો બાળપણને જ સદા ટકનારું માનીને બેસી રહીએ તો શું થાય? યુવાનીનો અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ એમ માનીને જીવીએ, તો શું થાય ? જે દેહના લાલન, પાલન અને પોષણ માટે, અરે ! એના સુશોભન માટે અવિરત દોડધામ કરી, તે દેહ પાંગળો બની જાય તેમાં વાંક કોનો ? તેનું દુઃખ શા માટે ? જિંદગીભર આંખો મીંચીને કુબેરના ભંડાર જેટલી સમૃદ્ધિ ભેગી કરી હોય અને અંતિમ વેળાએ એમાંથી એક પાઈ પણ ખર્ચી શકાતી ન હોય કે પછી એ બધું અહીં જ મૂકીને જવાનું છે, તેનો આઘાત અનુભવીએ તેનો અર્થ શો ? આ આઘાતના જનક તમે પોતે જ છો, પછી એનું દુઃખ શેનું છુ જિંદગીના ગણિતની ખોટી રકમો મંડાતી હોય, ત્યારે એનો તાળો મળે ક્યાંથી ? આવી ખોટી મંડાયેલી રકમો જ વ્યક્તિના જીવનમાં તારા, નિષ્ફળતા કે નિરાશા લાગતી હોય છે. સુખનું સાચું ગિણત માનવીને હાથ લાગ્યું નથી, કારણ કે એનું સુખ એ આજનું સુખ છે, ક્ષણિક કે સ્વાર્થકેન્દ્રી સુખ છે, વર્તમાનનું સુખ છે, થોડા સમયનું સુખ છે. એ જિંદગીની મોજ-મસ્તી અને વિલાસને સુખ માનીને બેઠો છે. જાહેરમાં અથવા ખાનગી રીતે એ સતત ઇષિ-સુખોની શોધ કરે છે. ક્યારેક યુક્તિપૂર્વક તો ક્યારેક લુચ્ચાઈથી આ સુખ મેળવવા માટે હવાતિયાં મારે છે. એની આ મોજમજાનું ચક્ર પણ મજાનું છે ! એને પોતાના જીવનમાં નાની સરખી મોજમજાની ના પાડવામાં આવે, તો એ નિરાશ થઈ જાય છે. પડોશીને ત્યાં અદ્યતન મૉડલની મોટર હોય તો એ અદેખાઈથી ઉજાગરો કરે છે. મોજમજા અને વિલાસના ભ્રામક સુખે જ માનવીના જીવનને ખોટે માર્ગે દોર્યું છે. |_ Page #214 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પ્રથમ આગમગ્રંથ “શ્રીઆચારાંગસૂત્ર'ના ત્રીજા અધ્યાયમાં ભગવાન મહાવીરની એક માર્મિક વાણી મળે છે, "पुरिसा ! अत्ताणमेव अभिणिगिज्ज एवं दुक्खा पभोकरवसि ।" હે પુરુષ, તું પોતે પોતાનો નિગ્રહ કર, સ્વયં નિગ્રહથી તું સમસ્ત દુ:ખોથી મુક્ત થઈ જઈશ.” - જે કામનાઓ, જે વસ્તુઓ અને જે પ્રલોભનો તને દુ:ખ આપનારાં છે એની બાબતમાં તું સંયમ ધારણ કર. જે કામનાને તું સદા વળગી રહે છે, તે જ કામના તને થોડા સમયમાં છોડી જવાની છે અને એટલે જ સ્વયં નિગ્રહથી, અર્થાતુ, સાચા સંયમથી અથવા તો સુખના સાચા ગણિતથી મનુષ્ય એના જીવનની વ્યર્થતાઓ અને નિષ્ફળતાઓનો પાર પામી શકે છે. અજ્ઞાન, દુર્ગુણ, ભ્રામક માન્યતા, અપાર કામના અને ભૂતકાળપરસ્તીથી આવેલી આપત્તિઓને આપણે ઓળખીશું તો ખ્યાલ આવશે કે આપણા જીવનમાં જેને દુઃખો કહીએ છીએ, એ દુઃખોના સર્જનનું કારણ જીવનની ઊર્ધ્વતા અંગેનું આપણું અજ્ઞાન છે. સમ્યગજ્ઞાનના અભાવે રૂઢિ, માન્યતા અને વહેમોમાં આપણે ફસાઈ ગયા હોઈએ છીએ. દુર્ગુણ કે વ્યસન આપણને કોઠે પડી જાય છે. વર્ષોથી ચાલી આવતી ભ્રામક માન્યતાઓનો નત મસ્તકે સ્વીકાર કરી લઈએ છીએ. ચંચળ મન સતત કામનાના એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદકા માર્યા કરે છે અને વર્તમાનને સમજવાને બદલે વીતી ગયેલા ભૂતકાળમાં જીવવાનું આપણે પસંદ કરીએ છીએ. આને પરિણામે જીવનમાં પારાવાર સમસ્યાઓ સર્જાતી હોય છે. એ સર્જાતી સમસ્યાઓને આપણે ‘દુઃખ' એવું લેબલ આપીએ છીએ, પરંતુ જો આપણા દુઃખના હાર્દમાં જઈશું તો એક સત્ય પ્રાપ્ત થશે : સાચી સમજણને કારણે દુઃખ અનુભવતા અંતઃકરણમાં પ્રસન્નતાનો ઝરો હોય છે. એ વહેવા લાગશે તે પછી આવનારી આપત્તિ કશી અસર કરશે નહીં, મુશ્કેલી ચિત્તને ધ્રુજાવશે નહીં. બધી જ યાતનાઓ, વેદનાઓ અને આકાંક્ષાઓનો અંત આવશે; કારણ કે ભીતરની પ્રસન્નતા આપણા અંતસ્તલમાં વહે છે. ચાલો, આપણા દુ:ખની ઊંડી શોધ કરીને પ્રસન્નતાના પાવન કિનારે આપણી જીવન-નાવને લાંગરીએ. પરમનો સ્પર્શ ૨૦૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ગંગોત્રીની ખોજ ૨૦૬ પરમનો સ્પર્શ પરમનો સ્પર્શ પામવા ઇચ્છતા સાધકના ચિત્તમાં હવે પ્રશ્ન જાગે કે પહેલાં સિદ્ધિનું લક્ષ રાખવું અને પછી સાધના કરવી કે પહેલાં સાધના કરવી અને જે કંઈ મળે તે સ્વીકારવું? પહેલાં પ્રાર્થના અને પછી પ્રાપ્તિ કે પહેલાં પ્રાપ્તિનું આયોજન અને પછી એ સિદ્ધ કરવા માટેની પ્રાર્થના ? સાધના હોય કે પ્રાર્થના, પરંતુ એનું પહેલું પગથિયું એ છે કે પરમ તત્ત્વ તમારી પાસે જે ઇચ્છે અને વિશેષ તો જેનો સર્વથા ત્યાગ કરવાનું કહે તે તમે ત્યજી શકશો ખરા? જીવનભર સ્વયંસ્વીકૃત કાર્યોમાં ગળાડૂબ રહ્યા. પોતાની ઇચ્છાઓ, અપેક્ષાઓ, સંકલ્પો અને આગ્રહો – એ જ સર્વ કાર્યનું એકમેવ કેન્દ્રબિંદુ હતું. હવે પરમના આદેશને કારણે એ ત્યજવાની તાકાત તમારામાં છે ખરી ? ‘શ્રીમદ્ભગવદ્ગીતામાં કહ્યું છે કે મનના સંકલ્પ છોડ્યા વિના કોઈ યોગી થઈ શકતું નથી. વ્યક્તિ સદૈવ પોતાના મનના સંકલ્પથી દોરાઈને ચાલતી હોય છે. હવે એ સંકલ્પ છોડવા શક્ય છે ખરા ? ભૌતિક સંકલ્પોને આધ્યાત્મિક ભાવોમાં પરિવર્તિત કરવા માટે એક મોટી છલાંગ મારવી પડે છે. આ છલાંગ એવી છે કે જ્યાંથી તમે છલાંગ મારો છો ત્યાંનું સઘળું સંપૂર્ણપણે ત્યજી દેવું પડે છે. ભૌતિકતા માટેની લાલસા અને આકર્ષણ છોડીને આધ્યાત્મિકતાના ગગનમાં ઉડ્ડયન કરવા માટે પાંખો ખોલીને ઊંચે જવાનું છે. વ્યક્તિગત જીવનમાં અવારનવાર પરમનો સ્પર્શ થતો હોય છે, પણ ઝબકારો થાય અને બુઝાઈ જાય એવો એ ક્ષણિક ઝબકારો હોય છે. પ્રિયજનના મૃત્યુની ઘટના બને અને સંસારત્યાગનો ભાવ એકાએક જાગે છે; કોઈ સંતનો સત્સંગ થાય અને એ સમયે આધ્યાત્મિક જીવન જીવવાની ખેવના થાય છે; પરંતુ આ બધું પવનની વેગીલી લહેરની માફક આવીને વહી જાય છે. એ ક્ષણિક હોય છે અને એ વિરલ ક્ષણને સાચવીને Page #216 -------------------------------------------------------------------------- ________________ એ ક્ષણને પકડી લે છે એ જીવનપર્યંત જાળવનારા વિરલા હોય છે. જે જ અધ્યાત્મ તરફ ગતિ કરે છે અને એ જ વ્યક્તિ પરમના અણસારને આત્મસાત્ કરી શકે છે. અખા ભગતને એક અનુભવ થયું અને એના ઝબકારે સમગ્ર જીવન પલટાઈ ગયું. પણ આપણે તો જીવનમાં ઈશ્વરને બહાના તરીકે કે પ્રસિદ્ધિના માધ્યમ તરીકે રાખીને આપણા અહમ્ના પોષણસંવર્ધનનું કાર્ય કરીએ છીએ. કોઈ વ્યક્તિ એમ કહે કે મેં કોઈએ નથી કર્યું તેટલું તપ કર્યું', અથવા તો ‘મેં ધર્મનું અજોડ આચરણ કર્યું' ત્યારે એના પ્રચ્છન્ન અહંકારને જોઈને ઈયર હસતા હશે ! કોઈ એમ કર્યું કે ‘તમે આટલું તપ કર્યું,' ત્યારે સ્વાભાવિક રીતે જ વ્યક્તિને અહંકાર આવે અથવા તો કોઈ એમ કહે કે “તમે આટલા વિપુલ પ્રમાણમાં દાન કર્યું', તો સ્વાભાવિક રીતે જ દાનનો અહંકાર આવે; પરંતુ જૈનદર્શનમાં વ્યક્તિ એના ઉત્તરમાં કહે છે કે આ બધું તો ‘દેવ, ગુરુ, ધર્મ પસાયે' થયું છે. ‘તમે કેમ છો ?” એમ પૂછીએ તો એમ કહે કે 'દેવ, ગુરુ, ધર્મ પસાયે અમે આનંદમાં છીએ. આનો અર્થ એ કે અમે કશું કર્યું નથી. જે કંઈ કર્યું છે તે દેવ, ગુરુ અને ધર્મને કારણે છે. અમારાં સઘળાં સુકૃત્યો દેવ, ગુરુ અને ધર્મને સમર્પિત છે, એમની કૃપા વડે જ આ સઘળું શક્ય બન્યું છે. પોતાના ધર્મકાર્ય પાછળ સ્વ-શક્તિ કરતાં દેવ અને ગુરુ પ્રત્યેની ભક્તિ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા કારણભૂત છે. એના વિના કશુંય શક્ય નહોતું. આવું સર્વસ્વનું સમર્પણ આદિકવિ ભક્ત નરિસંહ મહેતાના વનમાં પ્રગટ થાય છે અને એ જ ગુરુ તેગબહાદુરની વીરતામાં દશ્યમાન છે. આનો અર્થ જ એ કે ઈશ્વરની ઇચ્છા જાણવી અને પછી એમાં લીન થઈ જવું, એ સચરાચરમાં વ્યાપ્ત છે, જગતનું કોઈ પણ સ્થળ એના વિહોણું નથી. વળી જે ઈશ્વર બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપ્ત છે, તે જ ઈશ્વર વમાત્રમાં રહેલો છે. ઈશ્વરની વ્યાપક્તાનો અનુભવ કરનાર જ ઇશ્વર પ્રતિ પૂર્ણ સમર્પિત થઈ શકે છે, આથી જ ઈશાવાસ્યોપનિષદ'માં કહ્યું છે : ૭૦૯ Jdh (lokāh ईशावाश्यमिदं सर्वं सर्व यत्किंचित्जगत्यां जगत् तेन त्यक्तेन भुंजीथा मा गृधः कस्यचिद्धनम् ।। માનવીનાં કર્મોની દુનિયા પણ જોવા જેવી છે. ક્યારેય કોઈ નિરાંતની ક્ષણે આપણે આપણાં કર્મોનું કાર્યોનું શાંત ચિત્તે અવગાહન કર્યું છે. વ ખરું ? કાર્ય માનવીને માત્ર સપાટી પર રાખે છે. કાર્ય વિશેનો વિચાર - @ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૦ Jdh≥ [lo×ãh 2૦૨ જ એના હતુ કે મર્મ સુધી લઈ જાય છે. મોટા ભાગની વ્યક્તિઓ કાર્યની સપાટી પર સતત તરતી કે બાથોડિયાં ભરતી હોય છે. એક પછી એક કાર્યની અવિરત પરંપરા સર્જે છે. કાર્ય વિના એ ભેંચેન બને છે. કાર્ય એ જ એના જીવનનો પ્રાણવાયુ. પરંતુ એ કાર્ય પાછળના મર્મ, હેતુ કે પ્રયોજન વિશે ભાગ્યે જ વિચારતી હોય છે. સતત ફરતા ચગડોળની માફક એની કાર્યશીલતા ગતિ કરતી હોય છે. એ ચગડોળ થંભે તો જ એ આખો ચગડોળને ધારણ કરતા વચ્ચેના થાંભલાને જોઈ શકે છે. પ્રવૃત્તિના ચગડોળમાં ઘૂમતો માનવી પ્રવૃત્તિના પ્રયોજનને ભાગ્યે જ યાદ કરે છે અને યાદ કરે ત્યારે પણ એ કાર્યનો પોતાના ઊર્ધ્વ જીવન સાથેના અનુબંધનો કોઈ વિચાર કરતો નથી. આ કાર્ય મારા વનના ઉચ્ચ પ્રયોજનને કઈ રીતે ઉપકારક બનશે કે પરમાત્મા પ્રત્યેની ગતિમાં કેટલું સહાયક બનો એનો સ્વપ્નેય ખ્યાલ કરતો નથી. જિંદગીભર સપાટી પરનાં સ્થૂળ કાર્યો કરીને થાકી ગયેલા, હારીને હતાશ થયેલા, જીવતા છતાં નિષ્પ્રાણ માનવીઓનો કોઈ સુમાર નથી. એમના કાર્યનું ચક્ર સ્થંભે અને એમાંથી નિવૃત્ત થવાની પરિસ્થિતિ જાગે, ત્યારે જીવનમાં ધરતીકંપ સર્જાતો હોય છે. ગઈ કાલ સુધી જે મહાસાગરમાં રાતિદવસ મહાલતા હતા. એ આખીય પ્રવૃત્તિનો મહાસાગર નિવૃત્ત થતાં અંતર્ધાન થઈ જાય છે, પછી કરવું શું ? બેંકમાં નોકરી કરતો ક્લાર્ક કે કંપનીના ઊંચા હોદ્દે રહેલા સેક્રેટરી કે સરકારી ખાતાના ઉચ્ચ અમલદારની નિવૃત્તિ પછીના દિવસનો વિચાર કરો. એનું આખું જગત શૂન્ય થઈ જાય છે. નિષ્કર્મણ્યતા એને ઘેરી વળે છે અને એ અનુભવે છે કે અત્યાર સુધી નજર સામે જે રંગીન, આકર્ષક ચલચિત્ર જોતો હતો તે આખુંય રંગીન ચલચિત્ર એકાએક અદૃશ્ય થઈ ગયું છે. આજ સુધી ઘર અને સમાજમાં આદર-સન્માન મળતાં હતાં, તે અનાદર અને ઉપેક્ષામાં પલટાવા લાગ્યાં છે. પોતાનાં કર્મોનો હિસાબ કરનારી વ્યક્તિ પૂર્વકર્મના ચોપડા તપાસશે તો એને ખ્યાલ આવશે કે કેટલાંક કર્મ કે કારસ્તાન વ્યક્તિ પોતાની પત્ની અને પરિવારને માટે થઈને કરે છે. કેટલાંક કાર્ય મિત્રો અને પરિચિતોને ગમે તે પ્રકારનાં અને તેમને ખાતર કરે છે. પણા સાથી કાર્યકર્તાઓમાં પોતાનો આગવો પ્રભાવ પડે એવાં કાર્યો પણ કરતા હોય છે. આ રીતે આ બધાં કર્મો અન્ય વ્યક્તિ-અપેક્ષિત હોય છે અને તેથી એ અન્યલક્ષી |_ Page #218 -------------------------------------------------------------------------- ________________ અને બાહ્ય હોય છે. પોતાના આત્માના કલ્યાણ ખાતર કરેલાં કર્મની વાત તો દૂર-સુદૂરની ગણાય, પણ માત્ર નિજાનંદ ખાતર કરેલાં કર્મો કેટલાં તે પણ વિચારવું જોઈએ. એક અન્ય પરિસ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ. આપણાં ઘણાં કાર્યોની મૂળ પ્રેરણા સવૃત્તિને બદલે દુવૃત્તિ હોય છે. એ દુવૃત્તિને કારણે રાવણના પરાજય માટે રામને લંકા પર વિજય મેળવવા જવું પડ્યું અને કૌરવોને હરાવવા પાંડવોને કુરુક્ષેત્રની રણભૂમિ પર મહાભારત ખેલવું પડ્યું. તમારી આસપાસના કોઈ એક માણસને ‘સૅમ્પલ' તરીકે રાખીને જુઓ. એનાં કાર્યોનો વિચાર કરો અને પછી એ કાર્યો પાછળની એની વૃત્તિનો વિચાર કરો. આમ કરશો તો ખ્યાલ આવશે કે કેટલીક વાર કોઈ વ્યક્તિના આચાર, વિચાર અને ઉચ્ચારણની પાછળ દ્વેષ અને ઈર્ષ્યા કારણભૂત હોય છે. કોઈ પણ અભિપ્રાય આપતી વખતે આ જ વૃત્તિ સપાટી પર તરી આવે છે. જો તમને એના પ્રત્યે દ્વેષ હશે તો એની સારી વાત સ્વીકારવા પણ રાજી નહીં થાઓ. એની સિદ્ધિની ઈર્ષ્યા હશે તો તમારા અવાજમાં ઉમળકાને બદલે થોડી ઉપેક્ષા હશે. શક્ય હોય તો એ યશસ્વી સિદ્ધિ મેળવનારની ક્ષતિ કે સિદ્ધિની અર્થહીનતા કહેવા લાગશો. કેટલાંક કામ વ્યક્તિ કટુતાથી કરતી હોય છે, તો કેટલાંક તિરસ્કારથી કરતી હોય છે. ક્યારેક કોઈ કામ વેર કે બદલાની ભાવનાથી તો કોઈ દુશ્મનાવટને કારણે કરે છે. મોટા ભાગનાં કાર્યોની પાછળ વ્યક્તિની દુવૃત્તિ કાર્યરત હોય છે. કાર્યના ઉદ્દીપનનું નિમિત્ત આ વૃત્તિ હોય છે અને એ વ્યક્તિને કાર્યગામી બનાવે છે અને એ પ્રમાણે વ્યક્તિ આચરણ કરે છે. દુર્યોધન, શકુનિ, દુઃશાસનના પ્રત્યેક કાર્યની પાછળ એમની આ વૃત્તિ રહેલી છે. મંથરાના કાર્યની પાછળ એની ચડવણી કરવાની વૃત્તિ જ કારણભૂત હતી અને દશરથના પતનની પાછળ એમની કામવૃત્તિ જવાબદાર હતી. ચાલો, હવે મૂળમાં ઘા કરીએ અને આ મૂળ છે કાર્ય પાછળનું પ્રયોજન તપાસવાની જાગૃતિ; ગંગાના મૂળમાં રહેલી ગંગોત્રીની ખોજ . જો વ્યક્તિ પોતાનું પ્રયોજન પહેલાં જોશે તો એના જીવનમાંથી ઘણી વ્યર્થ, નકામી ને બિનજરૂરી પળોજણ દૂર થઈ જશે. જો એ કાર્યની પાછળનો હેતુ સવૃત્તિ હોય, તો એ સવૃત્તિનાં બીજમાંથી સેવા અને કરુણાનું વટવૃક્ષ ખીલશે. કાર્ય પાછળનો સહેતુ એ “સ્વ'ને માટે અને અન્યને માટે સુખદાયી પરમનો સ્પર્શ ૨૦૯ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પરમનો સ્પર્શ નીવડે છે, માટે પહેલાં હેતુની તપાસ કરો, પ્રયોજનની જાણ મેળવો અને પછી કાર્ય કરો. કેટલીક વ્યક્તિઓનું જીવન રગશિયા ગાડાની માફક ચાલતું હોય છે. આવી વ્યક્તિઓને કદાચ તમે પૂછો તો એમના જીવનનો તો શું, કિંતુ એમના જીવવાનો પણ કોઈ હેતુ એમની પાસે હોતો નથી. આવા પાર વિનાના પ્રમાદી જોવા મળશે. શેરી, ઓટલા કે બગીચામાં બેસીને ટોળટપ્પાં લગાવતા, મોટી મોટી બડાશો હાંકતા અને કશું અર્થપૂર્ણ કાર્ય ન કરનારા આ લોકો છે. એ માત્ર શરીરથી જ નહીં, કિંતુ મનથી પણ પ્રમાદી હોય છે. આ પ્રમાદને કારણે માનવીની અંદરનો માનવી નિમ્પ્રાણ અને ચેતનહીન બનીને મરવાને વાંકે જીવતો હોય છે. એની પાસે કોઈ પ્રયોજન જ હોતું નથી. કેટલીક વ્યક્તિઓનાં કાર્યોની ચિકિત્સા કરો તો ખ્યાલ આવશે કે એમને જગતમાં સર્વત્ર ખોટું, ખરાબ અને નકારાત્મક દેખાતું હોય છે. તેઓ નિરાશા, હતાશા અને નિષ્ફળતાને કારણે કટુ સ્વભાવ ધરાવતા બની ગયા હોય છે તે સાચું, પણ સમય જતાં એ ‘વેંગેટિવ' બાબતોને જોઈને એની સતત અને સખત ટીકા કરીને એ પોતે કશું ‘પૉઝિટિવ' કરતા નથી. નોકરી મેળવવા માટે એકાદ સ્થળે લાગવગ ચાલતી જોઈને એ નોકરીના ઇન્ટરવ્યુ તરફ તિરસ્કાર ધરાવતો થઈ જાય છે. ગ્રેજ્યુએટની પરીક્ષામાં અણધાર્યા કારણોસર નિષ્ફળતા મળતાં એ અભ્યાસ છોડી દે છે અને જીવનભર પોતાના કડવા, દુ:ખદ કે આઘાતજનક અનુભવોનાં ગાણાં ઠેર ઠેર ગાતો ફરે છે. અનુભવની મજા એ છે કે પૉઝિટિવ કે સકારાત્મક અનુભવો વ્યક્તિ એના મનમાં દોહરાવ્યે જાય તો એનો અભિગમ સકારાત્મક બનતો હોય છે, જ્યારે નકારાત્મક અનુભવ ધરાવનારે એના જીવનમાં અવરોધરૂપ બનનારી પરિસ્થિતિનો મૂળભૂત વિચાર કરવો જોઈએ. કઈ રીતે એ હતાશા, નિરાશા અને નકારાત્મકતાને દૂર હડસેલી શકાય ? જેમ હેતુ વિનાની વ્યક્તિ નિષ્ફળ જાય છે, એમ ખરાબ આશય ધરાવનારી વ્યક્તિ પણ અંતે નિષ્ફળ જાય છે. ખરાબ આશયની પાછળ ખોટું પ્રયોજન હોય છે. મૂળે તો એ ખોટું પ્રયોજન જ વ્યક્તિને અવળી બાજુ લઈ જાય છે. આવું ખોટું પ્રયોજન ઘણું અનિષ્ટકારક ગણાય છે. આમા સમગ્રતયા જોઈએ તો માનવીનાં કાર્યો જુદાં જુદાં પ્રયોજનોથી Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રેરિત હોય છે. આમાં ભાગ્યે જ કોઈ કાર્ય ઈશ્વરની પ્રસન્નતા પામવાના પ્રયોજન પર થયું હોય છે. જ્યારે પ્રયોજન ન હોય, પ્રયાસ ન હોય, એ માટેનું કોઈ કાર્ય ન હોય ત્યારે કઈ રીતે આપણે એમ કહી શકીએ કે ઈશ્વરની મરજી પ્રમાણે અમે જીવીએ છીએ. શું આ એક આત્મવંચના કે પોતાની જાત સાથેની આત્મવિનાશક છેતરપિંડી નથી ? પરમનો સ્પર્શ ૨૧૧ જ | Page #221 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સ્વકેન્દ્રી, સુખકેન્દ્રી અને સ્વાર્થકેન્દ્રી ૨૧૨ પરમનો સ્પર્શ વર્તમાન સંસ્કૃતિ વધુ ને વધુ સ્વકેન્દ્રી, સ્વાર્થકેન્દ્રી અને સુખકેન્દ્રી બની રહી છે. માણસ એના નાનકડા, વિભક્ત કુટુંબમાં હવે પોતાના સુખનો વિચાર વિશેષ કરે છે, એ પછી માતા-પિતા કે ભાઈબહેનના સુખનો વિચાર આવે છે. કુટુંબ સુખની વાત દૂરની થતી જાય છે. સ્વાર્થની રકમો માંડીને એ સ્વસુખનો સરવાળો કરે છે. પશ્ચિમી દેશોની આ સ્વકેન્દ્રિતા આપણા દેશમાં પણ પ્રસરી રહી છે અને તે ત્યાં સુધી આવી છે કે પતિ, પત્ની અને સંતાન એ બધાંનો ચોકો જુદો હોય છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલા એક સ્ટોર્સમાં બાવીસેક વર્ષની યુવતી કેન્ડી લેવા આવી. એણે એક ખિસ્સામાંથી દસ ડૉલર કાઢીને સ્ટોર્સના માલિકને આપ્યા અને કહ્યું કે આમાંથી ત્રણ ડૉલરની કેન્ડી આપો. બાકીની સાત ડૉલરની રકમ એણે એના પર્સમાં મૂકી. પછી પર્સના બીજા ખાનામાંથી દસ ડૉલરની નોટ કાઢીને ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ' છાપું લીધું અને બાકીના વધેલા સાત ડૉલર બીજા ખાનામાં મૂક્યા. કેલક્યુલેટરના વપરાશને કારણે સામાન્ય ગણિતની દુર્દશા જોવા મળી. મેં એ યુવતીને પૂછ્યું કે આવું કેમ કર્યું ? ત્યારે એણે કહ્યું કે આ ત્રણ ડૉલરની કૅન્ડી હું એકલી ખાઈશ. મારા પૈસામાંથી લીધી છે. જ્યારે કૅન્ડી લેવા માટે હું અહીં આવતી હતી ત્યારે મારા પતિએ અત્યંત નમ્રતાથી વિનંતી કરી કે મારે માટે આજનું અખબાર લેતી આવજે એટલે એણે આપેલા દસ ડૉલરમાંથી મેં આ અખબાર ખરીદું. આવી જ રીતે પુત્ર અઢાર વર્ષનો થઈને ઘેરથી વિદાય લે, ત્યારે એના પિતા એને કહે કે ‘પેલી બાઇક તું મારા પૈસાથી લાવ્યો હતો એટલે એ સાથે લઈ જતો નહીં. અહીં મૂકી જજે.' આમ આજના યુગમાં બહુમાળી મકાનો ઊભાં થયાં છે, પરંતુ માણસનું મન તો વધુ ને વધુ નાનું, સાંકડું અને સ્વાર્થોધ બની ગયું છે. એની Page #222 -------------------------------------------------------------------------- ________________ આ સ્વાર્થવૃત્તિ માત્ર એના કુટુંબ સુધી જ મર્યાદિત રહી નથી, પરંતુ એના વેપાર અને જીવનવ્યવહારમાં પણ પ્રતિબિંબિત થઈ છે અને એને પરિણામે એ વધુ ને વધુ સુખકેન્દ્રી બની રહ્યો છે. માત્ર પોતાને સુખ આપે એવી બાબતોને એ સતત શોધે છે. પોતાને ગમે એવું કરવા ઇચ્છે છે અને દરેક બાબતમાં ‘આમાં પોતાનું શું?’ એવો પોતાના લાભનો સતત વિચાર કરે છે. જો એનાથી પોતાને કોઈ લાભ ન હોય, તો એની લેશમાત્ર પરવા કરતો નથી. એની આ સુખકેન્દ્રિતા આજે ભૌતિક જગતમાં ઉપભોક્તાવાદને બહેકાવી રહી છે. અખબારો હોય કે ટેલિવિઝન હોય, એ તમને સતત એક જ વાત કહ્યા કરશે કે વધુ ને વધુ મેળવો. એવી લોભામણી તરકીબો બતાવશે કે આટલું લેશો તો આટલું વિના મૂલ્ય મળશે. ‘બાય વન, ગેટ થ્રી ફ્રી જેવી કેટલીય યોજનાઓ આજે કાને અથડાય છે. હપતા ભરીને જીવો, દેવું કરીને મેળવો, તમારા ક્રેડિટ-કાર્ડ પર નાણાં મેળવો. આમ, જરૂર હોય કે ન હોય, પરંતુ ચીજવસ્તુઓની ખરીદી કરીને તમારો પરિગ્રહ વધારો. ઈ. સ. ૨૦૦૮માં વૈશ્વિક મંદીનાં મોજાં સમયે વિશ્વને ભારતીય પ્રજાની બચતવૃત્તિનું મહત્ત્વ સમજાયું. અપરિગ્રહના ભારતીય મૂલ્યનો મર્મ સમજાયો. આજે ભદ્રવર્ગના લોકોના ઘરમાં બેશુમાર બિનઉપયોગી ચીજવસ્તુઓ . જોવા મળશે. એક એવી મનોવૃત્તિ પણ જાગે છે કે તમને પરવડે છે કે નહીં તેની પળોજણ છોડી દો. બસ, ગમે તેમ કરીને મેળવો. વળી વર્તમાન યુગમાં મોટા ભાગની વ્યક્તિઓની મહેચ્છા રાતોરાત ધનપતિ થઈ જવાની હોય છે. વ્યક્તિ સંપત્તિને સર્વસ્વ માનીને એ લક્ષ્યને સિદ્ધ કરવા દિવસ-રાત જોયા વિના ધનસંગ્રહ કરે છે. એ સાચું છે કે વ્યક્તિને એની આજીવિકા માટે સંપત્તિની જરૂર છે, પરંતુ એનું કામ ઓછા ધનથી પણ ચાલી શકે છે. ચાર રોટલી ખાતા માણસને પાંચમી રોટલીની જરૂર હોતી નથી, પરંતુ ધનની લાલસા એને પગ વાળીને બેસવા દેતી નથી. એ વિચારે છે કે આટલી સંપત્તિ મેળવીને પછી હું નિરાંતે, શાંતિથી જીવીશ. આ વાતનો પૂર્વાર્ધ યથાર્થ ઠરે છે, કિંતુ એનો ઉત્તરાર્ધ ખોટો ઠરે છે. સંપત્તિ મેળવવા માટે એ રાતદિવસ અથાગ પ્રયત્ન કરતો હોય છે. અનેક પ્રપંચો ખેલતો હોય છે અને આ બધું કરવામાં એનો સઘળો પરમનો સ્પર્શ ૨૧૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ :00. ૨૧૪ પરમનો સ્પર્શ સમય વીતે છે અને પેલું શાંતિથી જીવવાનું સ્વપ્ન તો સ્વપ્ન જ રહે છે. સિકંદર, હિટલર કે નેપોલિયનની અંતિમ અવસ્થા કેટલી બધી દર્દનાક હતી ! કારણ એટલું જ કે વ્યક્તિ સત્તાના પરિગ્રહથી ઘેરાઈ જાય છે અને પછી એ પરિગ્રહને છોડવાને બદલે એમાં વધુ ને વધુ ઝૂંપતો જાય છે. આ પરિગ્રહનો વિચાર માનવીને ઈશ્વરવિમુખ કરે છે અને એની લાલસા વ્યક્તિના હૃદયમાંથી પરમાત્માની પ્યાસ બુઝાવી દે છે. આમેય પરિગ્રહ અને પરમાત્મા સામસામે છેડે વસે છે. માનવી પરિગ્રહમાં એવો આસક્ત બની જાય છે કે પહેલાં એ ઘરની ખૂબ સજાવટ કરે છે, પછી ઘેર આવનારા સહુને ચીજવસ્તુના વર્ણન સાથે ઘરની સમૃદ્ધિનાં દર્શન કરાવે છે અને એ નીરખનાર આ વૈભવ પ્રત્યે અહોભાવ પ્રગટ કરે તેના શ્રવણ કાજે એના કાન અતિ આતુર બનીને સળવળતા હોય છે. એ પ્રશંસા થાય એટલે અપાર ધન્યતા અનુભવે છે. વ્યક્તિ જેમ જેમ પરિગ્રહ તરફ જશે, તેમ તેમ એ જીવનની તમામ બાબતોને રકમના –સ નાણાંના ત્રાજવે તોળવા લાગશે. પરિગ્રહનો નશો પણ અજબ હોય છે. વ્યક્તિને એનો કેફ ચડે એટલે એ કશુંય જોયા-વિચાર્યા વિના માત્ર સંગ્રહ કરતો હોય છે અને પોતાની જાતને ધન, સત્તા અને વસ્ત્રના પરિગ્રહથી વીંટાળી દે છે. પરિગ્રહ જે સમયે બારણામાંથી પ્રવેશે છે, તે સમયે બીજા બારણેથી પરમાત્મા વિદાય લઈ લે છે. આ પરિગ્રહના મૂળ એવા લોભને ભગવાન મહાવીરે સર્વ દુઃખોનું કારણ કહ્યો છે. શા માટે ? કારણ એટલું જ કે આ લોભમાં મેળવ્યું હોય તેનો અસંતોષ અને અપ્રાપ્ત વિશેનો અજંપો હોય છે. એની પાસે ફ્લેટ હોય, પણ એ લૅટનો એને આનંદ હોતો નથી. બંગલો નહીં હોવાની બેચેની ફ્લેટ ધરાવનારને સતત પીડે છે. #ધને તો ઓળખી શકાય છે. એ બહાર પ્રગટ થાય છે, જ્યારે લોભ એ તો માનવમનમાં ગુપ્ત રીતે પોતાની કામગીરી બજાવતો હોય છે. મહર્ષિ વેદવ્યાસે “મહાભારતમાં કહ્યું છે, “અનેક શાસ્ત્રોના જાણકાર અને બીજાઓના સંશયોનું સમાધાન કરનાર બહુશ્રુત પંડિત પણ લોભથી વશ થઈને સંસારમાં કષ્ટ પામે છે.” આવા લોભીની કામના ક્યારેય પૂરી થતી નથી અને લોભની સાથોસાથ દ્વેષ પણ આવે છે. લોભીના લોભનો અંત હોતો નથી. ખુદ ઈશ્વર પણ આવા લોભીની માગણી સાંભળે અને એની સઘળી માગણીઓ Page #224 -------------------------------------------------------------------------- ________________ પૂરી કરવા લાગે તો એ પણ ગરીબ બની જાય ! કારણ કે એ ચીજવસ્તુઓ મેળવતો જાય છે અને સાથોસાથ બીજી વધુ વસ્તુઓ મેળવવા માટે હાયવોય કરતો રહે છે. લોભમાં ડૂબેલો માણસ વિવેક ગુમાવીને ઘણી વાર હિંસા કે હત્યા કરતો હોય છે, આથી જ લોભ વિશે સરળ પરંતુ મર્મસ્પર્શી વાણીમાં કહ્યું છે : ત્તમ પાપ મૂત્ત હૈ, लोभ मिटावत मान; लोभ न कबहु कीजिये, यामे नरक निदान.” આ લોભ વર્તમાન સમયમાં મહાવિકરાળ બની ગયો છે. જૂવિનિલ નામના એક ચિંતકે કહ્યું છે, “જ્યારે જ્યારે ધનમાં વધારો થાય છે ત્યારે લોભ-લાલચ વધતાં જાય છે.” આજે માનવજીવન પર લોભનું કેટલું બિહામણું આધિપત્ય છે ! - લોભવૃત્તિ માનવીને ઇચ્છા, લાલસા, ધન અને પરિગ્રહમાં એવો ડુબાડી રાખે છે કે એ ક્યારેય પ્રાપ્તિનો આનંદ પામતો નથી અને અપ્રાપ્તિના અજંપાથી જીવતો હોય છે. આવી મહાનાશક લોભવૃત્તિ ધરાવનાર સોનાના પર્વતોથી પણ સંતુષ્ટ થતો નથી. વિશેષ પ્રાપ્તિની ઝંખનાનો અહર્નિશ વિચાર અને પ્રયત્ન કરતો રહે છે અને સમય જતાં એ જ એનું માનસબંધારણ અને માનસસૃષ્ટિ બની જાય છે. આવા સર્વ પાપના મૂળ સમાન લોભનો પ્રતિકાર કઈ રીતે થઈ શકે ? એના પ્રતિકારનો પ્રથમ ઉપાય એ અથાગ મહેનત પછી પ્રાપ્ત થયેલી વસ્તુઓથી મળેલા અજંપાને જોવાનો છે. એક વાર જેને પ્રાપ્ત કરવા માટે અહર્નિશ અગણિત સારા-નરસા પ્રયત્નો કર્યા, એ પ્રાપ્ત થયા પછી અંતરમાં કેટલો આનંદ થયો એ સવાલ પોતાની જાતને પૂછવાનો છે. ઉમેદવાર કોઈ પણ ભોગે ચૂંટણીમાં વિજય મેળવવા પ્રયાસ કરે અને અંતે એ વિજય મેળવે પણ ખરો, પરંતુ જો એ લોભી હશે તો એ વિજયના આનંદ કરતાં પ્રધાનપદ કેમ પ્રાપ્ત થાય તે માટે સતત મથ્યા કરશે. લોભનું વરવું પ્રદર્શન રાજકારણમાં દેખાય છે; જ્યાં પ્રધાન, મુખ્ય પ્રધાન બનવા અને મુખ્ય પ્રધાન કેન્દ્રીય પ્રધાન થવા માટે અને કેન્દ્રીય પ્રધાન વડાપ્રધાન બનવા સતત આતુર હોય છે. પરમનો સ્પર્શ ૨૧૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પરમનો સ્પર્શ લોભ અને મહત્ત્વાકાંક્ષા વચ્ચે પાયાનો ભેદ એ છે કે લોભ ધરાવતી વ્યક્તિ એ સિવાય બીજું કશું વિચારી શકતી નથી અને સમય જતાં એને માટે અનિષ્ટપરિણામી પગલાં લેતાં પણ અચકાતી નથી. સામે પક્ષે મહત્ત્વાકાંક્ષા એવી બાબત છે કે જ્યાં વ્યક્તિ પોતાના વ્યવસાયમાં કે પોતાના કાર્યમાં નિષ્ઠાથી આગળ વધીને સતત પ્રયત્ન કરતો હોય છે. લોભ સર્વ પાપોનો જનક છે. લોભવિજય માટે સૌપ્રથમ તો બીજાને મદદ કરવી જોઈએ. કોઈ ગરીબને દાન આપવું એ જ લોભવિજય નથી, કિંતુ કોઈની સાચા દિલથી સેવા કરવી એ પણ લોભવિજય છે, કારણ કે ત્યારે વ્યક્તિ સ્વના સંકુચિત દાયરામાંથી બહાર આવીને બીજાનો વિચાર; અન્યની પીડાનો - પરિસ્થિતિનો વિચાર કરતો હોય છે, આથી જેમ જેમ અન્યને સહાયક બનીએ, તેમ તેમ લોભ ઘટતો જાય છે અને વ્યક્તિ જીવનમાં પરમાર્થ ભણી ગતિ કરે છે. બીજાને દાન આપવાથી પણ વ્યક્તિની લોભવૃત્તિ પર અંકુશ આવે છે. તે અન્યને આનંદ પામેલો જોઈને પોતે આનંદિત થાય છે. આ રીતે એ પોતાની સંપત્તિનું સુયોગ્ય દાન કરીને પોતાની લોભવૃત્તિને ઘટાડતો જાય છે. એ હકીકત છે કે મરણપથારીએ કોઈ બેંક-બૅલેન્સ પૂછતું નથી. જીવનની અંતિમ અવસ્થામાં કોઈ વ્યક્તિ પોતાની બેંકની પાસબુક પાસે રાખતી નથી. એ જાણે છે કે આ તમામ સંપત્તિ એણે અહીં જ છોડીને જવાની છે. લોભને કારણે પાઈ-પાઈ કરીને મેળવેલો અને જીવ કરતાંય વધુ જતનથી જાળવેલો પૈસો હવે અહીં મૂકીને જ જવાનું છે. તમને એવાય કેટલાય ધનિકો જોવા મળશે કે જેઓ અત્યંત ધનાઢ્ય હોવા છતાં ધનલોભને કારણે દાન આપી શકતા નથી. લોભ એમને દાન આપતાં અટકાવે છે. કોઈ દાન માગવા આવે તો એવી રીતે પોતાની ગરીબીની વાત કરશે કે જેથી દાન લેવા આવનારને એમ થાય કે આમને તો આપણે દાન આપવાની જરૂર છે ! ધારો કે કોઈ ધનિકની પાસે કોઈ પાંચ લાખ રૂપિયાના દાનની માગણી કરવા જાય અને એ ધનિક કહે કે હમણાં તો ‘બજાર ઠંડું છે', “ધંધામાં સાવ મંદી છે’, ‘આવા કપરા દિવસો તો ક્યારેય જોયા નથી' અને એમ કહીને એ દાન લેવા આવનારને એક લાખ રૂપિયાનું દાન આપે છે. આ જોઈને એનો લોભ ખુશ થાય છે કે ‘વાહ ! ચાર લાખ તો બચાવ્યા ને !” Page #226 -------------------------------------------------------------------------- ________________ હકીકતમાં ધનપ્રાપ્તિ એ એક પુરુષાર્થ છે, તો ધનનો સદ્ભય એ મહાપુરુષાર્થ છે. અંતિમ સમયે માનવીએ બેંકની ડિપૉઝિટનો નહીં, પરંતુ આ ધરતી પરનાં સત્કાર્યોની ડિપૉઝિટનો વિચાર કરવો જોઈએ. એ વિચારે કે એણે એના જીવનને કેવી સરસ રીતે સાર્થક કર્યું ! એ ગણતરી કરે છે કે કેવાં કેવાં સત્કાર્યો એના હાથે થયાં ! આ બધાંનો સંતોષ અને પ્રસન્નતા એના ચહેરા પર હોય છે અને તેથી જ આ પૃથ્વી પર સત્કર્મોની એટલી થાપણ તો મૂકતા જવી જોઈએ કે જેથી વ્યક્તિની અનુપસ્થિતિ લોકોને દુઃખદાયી લાગતી હોય. આપણી હયાતી એ બીજાને માટે આનંદનો વિષય બનવી જોઈએ. આપણે હયાત ન હોઈએ ત્યારે આપણી ગેરહાજરીથી બીજા દુઃખ પામે તેમ થવું જોઈએ. પરમનો સ્પર્શ ૨૧૭ પરમનો સ્પર્શ ૨૧૭ જ | Page #227 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મારે આટલું બસ છે ૨૧૮ પરમનો સ્પર્શ પરમનો સ્પર્શ પામવા ઇચ્છનારે પોતાની વૃત્તિઓના આંતરજગતમાં ડોકિયું કરીને એનાં આંતરસંચલનો પારખવાં જોઈએ. વૃત્તિઓનું કેવું લીલામય જગત છે ! ચિત્તની વૃત્તિ જ દબાતે પગલે કેન્દ્રરૂપ બનીને જીવનની સર્વ પ્રવૃત્તિઓ પર પ્રભાવ પાથરે છે. ચિત્તમાં જો સત્યખોજની તીવ્ર જિજ્ઞાસા જાગે તો એ જીવનભર સત્યને પામવાનો અને તે માર્ગે પુરુષાર્થ કરવાનો પ્રયાસ કરશે. જો શેરબજારમાં રળીને રાતોરાત ધનિક થવાની વૃત્તિ તરવરતી હશે, તો એની સઘળી પ્રવૃત્તિ દ્રવ્યોપાર્જનકેન્દ્રી બની રહે છે. સાધક હોય કે સામાન્ય માનવી હોય, સહુના જીવનકેન્દ્રમાં વૃત્તિ હોય છે. આ વૃત્તિ જ વ્યક્તિનું વિશ્વ રચે છે. જો એનામાં સવૃત્તિ હશે તો એ સુંદર કલ્યાણકારી વિશ્વની રચના કરશે અને જો એનામાં દુવૃત્તિ હશે, તો એ સતત દુષ્ટ માર્ગોએ ચાલવાનું પસંદ કરશે. વૃત્તિની ઓળખ એ જ જીવનનું નિર્ધારણ કરનારી બાબત ગણાય. વ્યક્તિની વૃત્તિ પરમ તત્ત્વની પ્રાપ્તિ તરફ અભિમુખ હોય તો એ પરમાત્મા પ્રતિ જવાનો પ્રયાસ કરશે. જો એની વૃત્તિ સ્થૂળ, પામર અને ક્ષુદ્ર ભાવનાઓમાં રમમાણ હોય તો એ અશુભ કે અનિષ્ટમય કાર્યોમાં ડૂબેલી રહેશે. આથી ખરો પુરુષાર્થ તો આ વૃત્તિને કેળવવાનો છે. તમારી વૃત્તિઓ તમારું મુખ કઈ દિશામાં રાખીને બેઠી છે ? જો એ શુભ તત્ત્વને જોતી હશે તો તમે આપોઆપ શુભપ્રવૃત્તિ કરશો. ભલે તમારી આસપાસ ચોમેર અશુભ પ્રવૃત્તિ ચાલતી હોય. તમારી શુભગામી વૃત્તિ તમને એ અનિષ્ટ પ્રવૃત્તિઓથી દૂર રાખશે. જો અશુભ પ્રવૃત્તિ તરફ મુખ માંડીને બેઠા હશો તો ગમે તેટલા શુભ સંયોગો હોય, તોપણ અશુભ કાર્યોમાં ડૂબેલા રહેશો. વૃત્તિના વિશ્વમાં અશુભ વૃત્તિ તીવ્રવેગી છે અને શુભ વૃત્તિ મંદવેગી છે. અશુભ વૃત્તિમાં જનારી વ્યક્તિ એક પછી એક અશુભ કાર્યો ઝડપથી Page #228 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ કરી શકે છે, પરંતુ એટલી ઝડપ કે ત્વરા શુભ વૃત્તિ ધરાવનાર પાસે હોતી નથી. અશુભ વૃત્તિ કરનાર તો કશુંય વિચાર્યા વિના પોતાના કાર્યમાં સતત આગળ ધપતો હોય છે, અવનવા દાવપેચ ખેલતો હોય છે; જ્યારે શુભ વૃત્તિ ધરાવનાર પ્રત્યેક બાબતનો વિચાર કરીને પગલું ભરતો હોય છે, તેથી એની ઝડપ કે તીવ્રતા ઓછી હોય છે. જેમ અશુભ પ્રવૃત્તિ કરનાર એને માટે આંધળી દોટ લગાવતો હોય છે, એ રીતે શુભ પ્રવૃત્તિ કરનારે પણ દોટ લગાવવાનો આગ્રહ સેવવો જોઈએ. ઘણી વાર શુભ પ્રવૃત્તિ કરનાર મંદ કે નિષ્ક્રિય હોય છે અથવા તો જનકવિદેહીની માફક તટસ્થ હોય છે. ખરેખર તો શુભ પ્રવૃત્તિ પણ સંકલ્પથી થનગનતી હોવી જોઈએ. શુભ કાર્યો પ્રતિ જીવનમાં સ્પષ્ટ વલણ અને આગ્રહ હોવાં જોઈએ. વ્યક્તિની ચેતના એ તરફ સતત ગતિશીલ હોવી જોઈએ. શુભ વૃત્તિ અને અશુભ વૃત્તિનો એક મહત્ત્વનો ભેદ એ છે કે અશુભ વૃત્તિ કરનાર જેટલી ઝડપથી અશુભ કાર્યો કરે છે, એટલી ઝડપથી થાકી જઈને હતાશાનો ભાવ અનુભવે છે અને દિવસને અંતે એ વિકાર અને અજંપો અનુભવતો હોય છે. અશુભ માર્ગે જનારને ધીરે ધીરે સમજાવા લાગે છે કે એની વૃત્તિ અને લાગણી અવળે માર્ગે ગતિ કરે છે અને તેથી જ એના ફળસ્વરૂપે અન્ય પર ગુસ્સો કે દમન કરે છે અને એ રસ્તે ચાલતાં અનાચારો અને અત્યાચારોમાં ઉમેરો કર્યો જાય છે. સવૃત્તિભર્યા કાર્યથી કદી કંટાળો કે થાક લાગતો નથી. શુભ વૃત્તિ કરનારની શક્તિ કદી નિચોવાશે નહીં. | ગમે તેટલું કાર્ય કરો, તોપણ હતાશ થવાતું નથી, બલ્ક વધુ ને વધુ જીવંતતા અને ઉલ્લાસનો અનુભવ થાય છે. જીવનસાધકે પોતાની શુભ વૃત્તિને જાણીને એ માર્ગે જીવનપથનું નિર્માણ કરવું જોઈએ. શુભ વૃત્તિ કરનાર સાધક વિચારશે કે આવે સમયે ઈશ્વર એને કઈ રીતે સહાય કરશે ? કારણ કે ઉચ્ચ ધ્યેય પ્રતિ લઈ જવાનું એણે તમારે માટે નિર્માણ કર્યું છે તો હવે એ જ તમારી રાહબર બનીને તમને રસ્તો બતાવશે જ. સંકટના સમયે એ જ તમને વૈર્ય અને બળ પૂરું પાડશે. એ જ કસોટીકાળમાં તમારી વહારે ઊભો રહેશે. ઈશ્વરશ્રદ્ધા રાખનાર ઈશ્વરનો પોતાની જીવનનૌકાના નાવિક તરીકે ઉમંગભેર સ્વીકાર કરે છે. ભારતીય સંતોના જીવનમાં આવો અનુભવ જોવા મળે છે. નરસિંહ મહેતા કે મીરાંબાઈ પરમનો સ્પર્શ ૨૧૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ C Jdh≥ [ok?h o હોય, એકનાથ કે તુકારામ હોય, રમણ મહર્ષિ કે પૂજ્ય શ્રીમોટા હોય એ પ્રત્યેકને આનો અનુભવ થયો છે. એમણે ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી અને ઈશ્વરે એમને સાથ આપ્યો. ઘણી વાર તમે એમ ધારી લો છો કે તમે ઈશ્વરીય કાર્ય કરી રહ્યા છો, પરંતુ હકીકતમાં એ ઈશ્વરીય કાર્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. એનો માપદંડ એ કે એ કાર્ય કરવાથી તમારા ચિત્તમાં આનંદ અને પ્રસન્નતા જાગે તો માનવું કે એ ઈશ્વરીય કાર્ય છે અને એ કાર્ય કરવાથી તમારા ચિત્તમાં અહમ્, વિકાર કે પામરતા પ્રગટે તો માનવું કે ઈશ્વરીય કાર્યના બહાના હેઠળ કોઈ જુદું જ કાર્ય થઈ રહ્યું છે. વ્રત, તપ, જપ, ઉપવાસ અને યાત્રા કર્યા બાદ જો હૃદયના ઉલ્લાસમાં વૃદ્ધિ થાય નહીં તો ભીતરની તપાસ જરૂરી બને છે. આ ધાર્મિક ક્રિયાકાંડોનો આનંદ અંતરમાં પ્રગટે નહીં તો માનવું કે આ ક્રિયાકાંડ તમને કોઈ અવળી દિશાએ લઈ જઈ રહ્યા છે. પરિણામ પરથી અહીં કાર્યની દિશાનો ખ્યાલ મળશે. ચિત્ ઈશ્વરના કાર્યને નામે પોતાનો અહંકાર પોપવાની પ્રવૃત્તિ ચાલતી હોય છે. મારા આટલા બધા શિષ્યો છે અથવા તો મારા આટલા બધા માઁ, આશ્ચર્યા કે પાશ્ચર્યો છે એમ કહેનાર પણ ધીરે ધીરે કોઈ અતિ ધનાઢ્યની માફક ‘આટલા બધા'ના અહંકારમાં ઘેરાતો જાય છે. એ પોતાની સઘળી શક્તિ શિષ્યો બનાવવામાં લગાડશે; ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડઝમાં પોતાનો વિક્રમ નોંધાવવાની તૈયારી કરશે. હકીકતમાં ઈશ્વરને નામે ચાલતો આ વેપાર છે. પોતાની ધર્મસભામાં અન્યની ધર્મસભા કરતાં પાંચ ગણા વધુ લોકો આવ્યા હતા, એમ કહીને ગર્વ ધારણ કરનારને તમે કેવા કહેશો ? આટલા લાખની બોલી થઈ કે આટલા મોટા રાજનીતિજ્ઞ મળી ગયા, એમ કહીને સ્વપાસ્તિ કરનારને શું કહેશો ? સંત સ્વભાવ પ્રગટ કરે. સંસારી પ્રભાવ અહીં સંત પ્રભાવ પ્રગટ કરવાનું સાંસારિક કાર્ય કરીને પોતાના અહંકારને પોષીને, સંતત્વથી દૂર ચાલ્યા જાય છે. સાચો સંત હોય, તો આ બધી શક્તિ અને સિદ્ધિ માટે ઈશ્વરનો ઉપકાર માનશે, જ્યારે સંખ્યા ગણીને અમૃ પોષનારી કે એનું સંવર્ધન કરનારો સાધુ કે આચાર્ય કદી સત્યને પામી શકરો નહીં અને અહિંસા પાળી શકશે નહીં. સમય જતાં એક પ્રકારનો પરિગ્રહની ઘેલાયુક્ત ખાલીપો એના જીવનમાં ફેલાઈ જશે. સાચી શ્રદ્ધા ધરાવનાર મારા જીવનમાં જે કંઈ બન્યું તે મારી તાકાત, આવડત કે શક્તિને કારણે |_ Page #230 -------------------------------------------------------------------------- ________________ નહીં, પરંતુ એની કૃપાથી આ શક્ય બન્યું છે એવું માનતો હોય છે. આવી ઈશ્વરશ્રદ્ધા અંતરમાં સ્કૂર્તિ જગાવશે અને વ્યક્તિની ચેતનાને અહર્નિશ જાગૃત રાખશે. ‘લાલચ બુરી બલા' એ કહેવત કેટલી બધી યથાર્થ છે ! જૈન ગ્રંથોમાં આવતી મમ્મણ શેઠની કથા એ લોભ અને લાલચનું માર્મિક દૃષ્ટાંત છે. મમ્મણ શેઠ પાસે સોનાનો રત્નજડિત બળદ હતો, રાજા શ્રેણિક આખું રાજ્ય વેચી નાખે, તોપણ આવો સોનાનો રત્નજડિત બળદ બની શકે નહીં. આવો સોનાનો રત્નજડિત બળદ હોવા છતાં વધુ સોનાની આશાએ મમ્મણ શેઠ અમાવાસ્યાની અંધારી રાતે પ્રાણની પરવા કર્યા વિના કંઈ મળે એની પાણીના ઘૂઘવતા ઘોડાપૂર વચ્ચે શોધ કરતા હતા. સંગ્રહવૃત્તિ માનવીના વિવેક અને ઈમાનને ઓલવી નાખે છે. “અતિ લોભ તે પાપનું મૂળ છે' એ સૂત્ર કોઈ પણ યુગ કરતાં આધુનિક સમયને માટે વિશેષ યથાર્થ છે. એક દૃષ્ટિએ જોઈએ તો પ્રગતિ અને લોભ વચ્ચેની ભેદરેખા એટલી બધી ભૂંસાઈ ગઈ છે કે માણસ લોભને કારણે કાવાદાવા અજમાવીને પ્રગતિ કરે છે અને એ પોતે આચરેલા લોભને અને કરેલી કુટિલતાને ભૂલીને પોતાને પ્રગતિશીલ' માને છે. જેમ જેમ ભૌતિકતાનો અને પરિગ્રહ-પ્રદર્શનનો પ્રસાર થાય છે, તેમ તેમ લોભવૃત્તિ વધતી જાય છે અને તેથી આ લોભને કારણે વ્યક્તિ પ્રપંચ ખેલતાં અચકાતી નથી અને એની આ દુર્યોધનવૃત્તિ સ્વયંને અને સમગ્ર કુળને માટે સંહારક બને છે. વર્તમાન સંદર્ભમાં દેશના ધનને બરબાદ કરનારા ઉદ્યોગપતિઓ આનું જ એક રૂપ છે. “ઍનરોન’ અને ‘વર્લ્ડકૉમ' જેવી અતિ ધનાઢ્ય કંપનીઓનો જરા વિચાર કરો. આ કંપનીઓ પાસે એક સમયે ધનની રેલમછેલ હતી અને ‘ફૉર્ચ્યુન ૫૦૦' કંપનીઓમાં એમનું ગૌરવભર્યું સ્થાન હતું. એ ઉદ્યોગપતિઓને સર્વત્ર આદર સાંપડતો હતો, પરંતુ એમને લોભનું એવું ગ્રહણ લાગ્યું કે આખી કંપની એ લોભથી તૂટી ગઈ. - લોભવૃત્તિ માણસને જંપવા દેતી નથી અથવા એમ પણ કહીએ કે એનો લોભ સતત વૃદ્ધિ પામતો રહે છે. શેખ સાદીએ કહ્યું છે કે માનવી જો લાલચને ઠુકરાવી દે તો બાદશાહનો બાદશાહ બની શકે છે, કારણ કે સંતોષથી જ માનવી હંમેશાં પોતાનું મસ્તક ગૌરવથી ઊંચું રાખી શકે છે અને લાલચથી દોડતી વ્યક્તિ સંતોષથી દૂર જતી જાય છે.' પરમનો સ્પર્શ ૨૨૧ - )0 Page #231 -------------------------------------------------------------------------- ________________ આવી લોભવૃત્તિએ આજે માણસને લાલચુ બનાવી દીધો છે. અને એ લાલચ એવી હાનિકારક છે કે જ્યાં માનવી એના આત્મગૌરવને કે ઈમાનદારીને હોડમાં મૂકતાં અચકાતો નથી. આથી પરમ પ્રત્યે ગતિ કરનારે. પહેલો ચોકીપહેરો તો લોભવૃત્તિ પર રાખવો પડે. લોભ પર ચોકીપહેરો આવશે એટલે આપોઆપ કેટલાંક અનિષ્ટોથી વ્યક્તિ દૂર રહેશે. પ્રપંચો એને નાપસંદ થશે અને એના હૃદયના ભાવોમાં પવિત્રતા જાગશે. - સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રારંભિક સાધનાના દિવસોમાં એક સગૃહસ્થ આવીને કહ્યું કે “મહારાજ, આપ મારા પર જરૂર પ્રસન્ન થશો, કારણ કે આપના માટે હું એક નવી લંગોટી લાવ્યો છું.” ત્યારે એના ઉત્તરમાં ભારતીય સંસ્કૃતિના મહાન ઉપાસક સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું, “ભાઈ, તારી વાતથી હું પ્રસન્ન થયો નથી, પરંતુ અપ્રસન્ન થયો છું. આ એક જ લંગોટી ભારરૂપ છે, ત્યાં વળી નવી લંગોટીની નવી ઉપાધિ શા માટે ? તારી ઉમદા ભાવનાનો સ્વીકાર કરું છું, પરંતુ લંગોટીનો નહીં, જેવી એ લાવ્યો તેવી જ પાછી લઈ જા.” સંતોષની ભાવના એક અર્થમાં કહીએ તો લોભથી બચાવે છે. આને માટે કરવું શું જોઈએ ? આને માટે વ્યક્તિએ હિંમત કેળવવી જોઈએ કે, “મારે માટે આટલું બસ છે.” જે આટલું બસ છે એમ કહી શકે છે, એને કોઈના વશમાં રહેવું પડતું નથી કે કોઈની તાબેદારી સ્વીકારવી પડતી ૨૨૨ પરમનો સ્પર્શ નથી. RO Page #232 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ક્રોધઃ ભીતરમાં વસતો યમરાજ વ્યક્તિનો અભાવ કે અશક્તિ જેમ ફરિયાદ રૂપે પ્રગટ થાય છે, એ જ રીતે ગુસ્સા રૂપે પણ પ્રગટ થાય છે. આજના અતિ વ્યસ્ત અને તીવ્ર ઝડપી સમયમાં માણસનું મન અનેક કાર્યોમાં વ્યસ્તતા સાથે વેગથી દોડતું હોય છે. એને એકસાથે કેટલાંય કામો નિપટાવવાનાં હોય છે અને તેથી કાર્યો પૂર્ણ કરવાના અભરખાને લીધે એ વારંવાર અધીર બનીને શાંતિ અને સ્વસ્થતા ગુમાવે છે. આમેય આ યુગમાં ધૈર્ય અને સહિષ્ણુતાના ગુણો સાવ ક્ષીણ થઈ ગયા છે. શિક્ષક પાસે એટલું બૈર્ય નથી કે એ નબળા વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન આપીને હોશિયાર બનાવે, આથી તે આ વિદ્યાર્થીને વારંવાર ઠપકો આપવાનું જ કામ કરશે. કંપનીના સી.ઈ.ઓ. પાસે એટલી નિરાંતભરી શ્રવણશક્તિ નથી કે એ પોતાના કર્મચારીની વાતને બરાબર સાંભળીને સમજી શકે. એને બદલે એ કર્મચારીને ધમકાવવાનો કે ‘ફાયર' કરવાનો(હકાલપટ્ટી) ટૂંકો રસ્તો વધુ પસંદ કરશે. સંયુક્ત કુટુંબ હોય તો સાસુની વાતને ધૈર્યથી વિચારવાની હવે વહુની આદત રહી નથી અથવા તો પત્નીની વાતને શાંતિથી સાંભળવાનો પતિનો સ્વભાવ રહ્યો નથી. આમ ધૈર્યના અભાવે વર્તમાન સમાજમાં ઘણા નવા પ્રશ્નો સર્જાયા છે. એને કારણે અહીં સંબંધો લાંબા ટકતા નથી, પરંતુ થોડાક સમયમાં જ એમાં તિરાડ પડે છે. આજે સહિષ્ણુતાને સામાજિક વ્યવહારમાંથી જીવનવટો મળ્યો છે. હિંસા ઉત્તેજતી ફિલ્મોનું કારણ હોય કે પછી આજની જીવનશૈલી હોય, પણ સહિષ્ણુતા ઘટવા માંડી છે; એટલું જ નહીં, બલ્ક એની સામે એવો પ્રશ્ન ખડો કરવામાં આવ્યો છે કે આવી સહિષ્ણુતા રાખવી જ શા માટે ? સહિષ્ણુતા તો નિર્બળતા ગણાય ! પુત્ર પાસે પિતાની વાત સાંભળવાની - સમજવાની સહિષ્ણુતા નથી અને ‘બૉસ' પાસે કર્મચારીની વાત જાણવાની સહિષ્ણુતા નથી. પરમનો સ્પર્શ ૨૨૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પરમનો સ્પર્શ આ બધાં કરતાંય સમર્પણ એ તો સાવ ભુલાઈ ગયું છે. જ્યાં દરેક વ્યક્તિ પોતે પોતાના હિતને માટે જીવતી હોય, ત્યાં અન્યના હિતનો વિચાર કોણ કરે ? આથી સમર્પણ એ હવે વાસ્તવિકતા નથી, પણ આપણી સંસ્કૃતિનાં પૃષ્ઠો પર રહેલી ભાવના છે. ધૈર્ય, સહિષ્ણુતા અને સમર્પણના અભાવે માણસ ગુસ્સાનો ભોગ બને છે. એ ઘરમાં, વ્યવહારમાં, વ્યવસાયમાં અને અન્યત્ર બધે ગુસ્સો દાખવતો રહે છે. એમ લાગે કે મોટા ભાગના માનવીઓનો સ્વભાવ જ ગુસ્સો બની જાય છે. આ જગતમાં આવા ગુસ્સાબાજો સતત ઉમેરાતા જાય છે. વ્યક્તિનો ગુસ્સો બીજાના મનમાં એને વિશે કટુતા ઊભી કરે છે, પરંતુ એના પોતાના શરીરના સ્વાથ્ય પર પણ એની અવળી અસર થાય છે. આવા ગુસ્સાને કારણે વ્યક્તિના મસલ્સમાં | તણાવ આવે છે. એને માથું દુ:ખે છે અને એનું બ્લડપ્રેશર પણ વધે | છે. મોટી ઘટનાઓમાં ગુસ્સો કરનાર ધીરે ધીરે નાની-શી ઘટનામાં પણ | ગુસ્સો કરતો થઈ જાય છે અને પછી એની વાણી અને વર્તનમાં પણ ગુસ્સો સતત ભડભડ્યા કરે છે! આ રીતે પહેલાં એ અકળાઈને ગુસ્સો કરતો હતો, પછી એ ગુસ્સો કરવા ન મળે, તો અકળાઈ જાય છે. આવા ગુસ્સાને એ મનમાં રાખતો હોય છે અને એને પરિણામે એનું જીવન રૂંધાતું હોય છે. આથી જ ગ્રીસના વિખ્યાત ગણિતશાસ્ત્રી પાયથાગોરસે કહ્યું છે કે ‘ોધનો પ્રારંભ મૂર્ખતાથી થાય છે અને સમાપ્તિ પશ્ચાત્તાપથી.' પરંતુ ક્ષેધ જેમ વધુ ને વધુ માણસમાં રહે, તેમ એ એનાં મન અને તન બંનેને માટે હાનિકારક છે. એના મનમાંથી બીજા ભાવો દૂર થઈ જાય છે અને માત્ર ક્રોધ જ ઘૂમ્યા કરે છે. એના ભોજન અને શરીર પર ોધની અસર થાય છે, આથી જ મહર્ષિ ચાણક્ય ોધને યમરાજ કહ્યો છે. પેલા યમરાજ બહાર હોય છે, ક્રેપ એ વ્યક્તિની ભીતરમાં વસતા યમરાજ છે. કયો માનવી સાચો સારથિ છે ? કઈ વ્યક્તિ પોતે પોતાના જીવનનો રથ ચલાવે છે ? ભગવાન બુદ્ધે આ વિશે સુંદર ઉદાહરણ આપ્યું છે. એક સારથિ એવો છે કે જે જરૂર પડે તત્કાળ લગામ ખેંચીને રથને ઊભો રાખી શકે છે અને બીજો સારથિ એવો છે કે જેની પાસે લગામ હોય છે, પણ રથને દોડતો અટકાવી શકતો નથી. પ્રથમ પ્રકારનો સારથિ એ સાચો સારથિ છે, જે મનુષ્ય પોતાના મનમાં #ધ જાગે એને એકાએક અટકાવી શકે છે અને જેના મનમાં #ધ જાગ્યો હોય છતાં લગામ ખેંચીને Page #234 -------------------------------------------------------------------------- ________________ અટકાવી ન શકે તે નિષ્ફળ નસારધિ છે, આથી તૈધ એ વ્યક્તિની રાન્તિ, સ્વાર્થ, બળ, આયુષ્ય અને બુદ્ધિ - એ સઘળાંનું ભોજન કરી જાય છે. ‘વામનપુરાણ' તો કહે છે કે 'यत क्रोधिनो यजति यच्च ददाति नित्यं यद्धा तपस्तपति यच्च जुहोति तस्य प्राप्नोति नैव किमपीह फलं हि लोके मोघं फलं भवति तस्य हि कोपनस्य' જેથી મનુષ્ય જે કંઈ પુજન કરે છે, રોજ જે કઈ દાન કરે છે, જે કંઈ તપ કરે છે અને જે કંઈ હોંમ કરે છે. તેનું એને આ લોકમાં ફળ મળતું નથી. એ ોધીને બધાં ફળ વૃથા છે.’ ભારતીય અને પાશ્ચાત્ય બંને વિચારધારામાં કંધની ભયાવહતાનું વર્ણન મળે છે અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ભગવાન મહાવીર અને ચંડકૌશિક સર્પનો પ્રસંગ. આ ચંડકૌશિક કોણ હતો ? તે એક ભવમાં ઉગ્ર તપસ્વી હતો. એ તપ કરતો હતો, પરંતુ મ્રુધ પર કોઈ અંકુશ ધરાવતો નહોતો. તપ એ ક્રોધનું પણ કારણ બની શકે છે. ઘણા તપસ્વીઓને વારંવાર ગુસ્સે થતાં તમે જોયા હશે ! અંડકોશિક ઉગ્ર તપસ્વી હોવા છતાં એક સમયે ગુસ્સે થતાં પોતાના શિષ્યને મારવા દોડ્યા. ક્રોધની આંખો અંધ હોય છે. ચંડકૌશિક તપસ્વી ખૂબ દોડ્યા, પરંતુ વચ્ચે થાંભલો આવતાં એની સાથે અથડાયા અને કાળધર્મ પામ્યા. એ પછી કેટલાક ભવ બાદ એ પાંચસો તપસ્વીઓના સ્વામી બન્યા. ચંડકૌશિક નામે નાપસ બન્યા, પરંતુ એમનો ગુસ્સો ગયો નહોતો. અગાઉના ભવની કંધની મૂડી હજી બંધ હતી. એમના આશ્રમના ભાગમાં ફળ તોડતા રાજકુમારો પર ક્રોધે ભરાતાં તેઓ કુહાડી લઈને એમને મારવા દોડ્યા. ક્રેધી તાપસ ચંડકૌશિકે એવી આંધળી દોટ મૂકી કે વચમાં આવતો ઊંડો કર્યો તેમને દેખાયો નહીં અને હાથમાં રહેલી કુહાડી ઊંધે કાંધ પડેલા તાપસ ચેડશિકના માથામાં વાગી અને એ મૃત્યુ પામ્યા. એ પછીના ભવમાં એ તાપસ વિષે સર્પ ચંડકોશક બન્યા. આ કથા સંકેત કરે છે કે ક્રોધ વ્યક્તિની ઉત્તરોત્તર કેવી દુર્દશા કરે છે કે પહેલાં તપસ્વી તરીકે સાધુના ઉપાશ્રયમાં રહેતા હતા, પછી તાપસ થઈને ઉપવનમાં રહેવાનું બન્યું અને ત્યારબાદ સર્પ તરીકે વેરાન પરમનો સ્પર્શ ૨૨૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પરમનો સ્પર્શ અને નિર્જન વનમાં વસવાનું આવ્યું. આ ક્ષેધને કારણે પહેલાં વૃદ્ધાવસ્થામાં, પછી યુવાની બાદ અને છેલ્લે જન્મથી જ એમનો જીવ ોધમાં ખુંપ્યો રહ્યો. પહેલાં તપસ્વી ચંડકૌશિક પોતાના રજોહરણથી શિષ્યને મારવા દોડ્યા હતા, પછી તાપસ ચંડકૌશિક કુહાડીથી મારવા દોડ્યા હતા અને છેલ્લે સર્વવિનાશક દૃષ્ટિવિષથી એ પશુ-પક્ષી અને માનવીઓને મારી નાખતા હતા. #ધને કારણે વ્યક્તિનો ભાવ પણ કેવો વિકરાળ બને છે ! પહેલા બાળમુનિને, પછી રાજકુમારોને અને છેલ્લે ચંડકૌશિકમાં પ્રભુ મહાવીરને હણી નાખવાનો મનસૂબો જાગ્યો. આનું કારણ એટલું જ કે વ્યક્તિ ક્રોધ કરે, ત્યારે વિવેકને વીસરી જાય છે. આથી જૈધને અંધ કહેવામાં આવ્યો છે અને આવા અંધ ોધને કારણે વ્યક્તિ પોતે પોતાની હાનિ સમજી શકતો નથી. માનવી ક્રોધ કરે ત્યારે કેવો વિકૃત થઈ જાય છે ! આંખો પહોળી | થઈને અંગારા વરસાવવા લાગે છે. ગુસ્સામાં કોઈને થપ્પડ લગાવી દે છે કે અપશબ્દો બોલવા માંડે છે. ક્રોધ કરનાર સામી વ્યક્તિને જ નહીં, પરંતુ સમગ્ર વાતાવરણને લૂષિત કરી નાખે છે, આથી જ શેકસપિયરે ક્રોધને સમુદ્ર જેવો બહેરો અને આગ જેવો ઉતાવળો કહ્યો છે. દક્ષિણ ભારતના સંત તિરુવલ્લુવર કહે છે કે આગની પાસે જે જાય તેને આગ બાળે છે, પણ ક્રોધાગ્નિ તો આખા કુટુંબને ભસ્મીભૂત કરી નાખે છે. ક્રોધમાં માણસની આંખ બંધ થઈ જાય છે અને એનું મુખ ખુલ્લું રહી જાય છે. એ વિવેકને ચિત્તમાંથી હાંકી કાઢે છે અને દરવાજે એવો આગળો મારે છે કે વિવેક ફરી પાછો દાખલ થઈ શકે નહીં. આવો ક્રોધ એ મધપૂડામાં પથ્થર મારવા જેવો છે અને એ તરત જ વેરમાં પલટાઈ જાય છે. ક્રોધ ત્યારે જ ઓછો થાય કે જ્યારે વ્યક્તિ આત્મદર્શી બને. આનું કારણ એ છે કે ક્રોધનું શસ્ત્ર પહેલાં તો ક્રોધીને જ સ્વયં નુકસાન કરે છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે ઊકળતા પાણીમાં પ્રતિબિંબ ન દેખાય, તેમ ક્રોધી માણસ એ જોઈ શકતો નથી કે તેનું હિત શેમાં છે. ક્ષેધનો ભાવ એક વખત હૃદયમાં જાગે એટલે એ ભાવ એના હૃદયમાં સતત વધતો રહે છે. એક વાર એક ઘટના ક્રોધનું કારણ બની પછી એ ઘટના એની સમક્ષ ન હોય તોપણ એના હૃદયમાં ક્ષેધની આગ વધુ ને વધુ પ્રજ્વળતી Page #236 -------------------------------------------------------------------------- ________________ રહે છે. બીજી આગને ઉદ્દીપ્ત કરવા માટે ઘી કે લાકડાંની જરૂર પડે છે, પરંતુ ભીતરમાં જાગેલી ોધની આગ માત્ર સ્મરણથી વધુ ને વધુ પ્રજ્વલિત થતી રહે છે અને એ વ્યક્તિને વધુ ને વધુ બાળતી રહે છે. વળી આ ક્રોધ જાગે છે ત્યારે માત્ર એક જ ભાવ વ્યક્તિના ચિત્તમાં હોતો નથી. આ ક્ષેધની સાથે એના મિત્ર તરીકે દ્વેષ આવે છે. એના સ્નેહી તરીકે ભય પધારે છે. એના સ્વજન તરીકે તિરસ્કાર વિના નિમંત્રણ હાજર થાય છે. એના પ્રિયજન તરીકે ઘમંડ અને વિવેજ્હીનતા એની પાસે આવીને રહે છે. આમ ોધથી તમે અન્ય વ્યક્તિને દુ:ખ આપવા સાથે ઘમંડથી એના પર પ્રહાર પણ કરો છો. એમાં સામી વ્યક્તિ પ્રત્યેનાં તમારાં તિરસ્કાર અને તોછડાઈ દેખાય છે, વિવેક ત્યજીને વ્યક્તિ વારંવાર મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. એનું બહેકેલું મન એની જીભને બેફામ બનાવે છે અને એ રીતે આ ધ અનેક અનિષ્ટ સર્જે છે. “વામનપુરાણમાં કહ્યું છે કે : 'क्रोधः प्राणहरः शत्रु क्रोधोऽमितमुखो रिपुः करोधोऽसि:महातीक्ष्णः सर्वं क्रोधोऽपकर्षति तपते यतते चैव चव्ब दानं प्रयत्छति क्रोधेन सर्व हरति तस्मात् क्रोधं विवर्जयेत ।' “ોધ પ્રાણનાશક શત્રુ છે. અનેક મુખધારી દુશ્મન છે, તલવારની તીક્ષ્ણ ધાર છે. ક્રોધ સર્વહારક છે, મનુષ્યનાં તપ, સંયમ અને દાન વગેરે ક્ષેધને કારણે નષ્ટ થઈ જાય છે અને તેથી કોધનો ત્યાગ કરવો જોઈએ.” ક્રોધી એ હિંસાનો અપરાધી અને આનંદનો નાશક છે. ક્રોધ આવે છે એક તરંગ રૂપે અને એમાંથી માનવીના મનને ઘેરી લેતો મહાસાગર બની જાય છે. ગુસ્સાના નાનકડા બીજમાંથી વેરનું વટવૃક્ષ ઊભું થઈ જશે. ચિત્તના એક નાનકડા છિદ્રમાંથી એ પ્રવેશે છે અને સર્વત્ર વ્યાપી જાય છે. આવો ક્રોધ માનવને દાનવ બનાવી દે છે. ક્રોધને ઓળખવા માટે ગુસ્સાનું બીજ શોધવું જોઈએ. બીજ મળ્યા પછી એનાં ખાતર-પાણી બંધ કરવાં જોઈએ. ધના બીજને શોધીએ ત્યારે ખ્યાલ આવે કે મોટું અનિષ્ટ સર્જનારા ક્રોધનું મૂળ તો સાવ નાનું, સામાન્ય પરમનો સ્પર્શ ૨૨૭. Page #237 -------------------------------------------------------------------------- ________________ 20 ૨૨૮ પરમનો સ્પર્શ કે ક્ષુદ્ર છે. અઢાર દિવસના મહાભારતના યુદ્ધને અને એ પછીના દિવસે થયેલા સંહારને જોનારાએ વિચાર કરવો જોઈએ કે આનું મૂળ ક્યાં છે ? પાંડવોને પાંચ ગામ નહીં આપવાની દુર્યોધનની ક્રોધી અને અહંકારી મનોવૃત્તિએ કુટુંબ, કુળ, સેના, સ્વજનો અને વિશાળ માનવ સમુદાયનો સંહાર કરાવી નાખ્યો. મનમાં જરા કે ઊતરીને કંધના મૂળને જોવાની જરૂર છે. પત્ની પતિ પર કે પતિ પત્ની પર ગુસ્સે થાય, ત્યારે ઘણા ગુસ્સાનું કારણ સાવ જુદું હોય છે. પત્ની કામથી કંટાળી ગઈ હોય કે પતિ પુષ્કળ કામ કરીને આવ્યો હોય અને કોઈ અણગમતાં વચનો બોલવામાં આવે, ત્યારે ગુસ્સો જાગે છે. ખૂબ પરિશ્રમ કર્યા બાદ ઘેર આવેલા પતિનું પ્રવેશદ્વારે જ પત્ની પ્રશ્નોથી સ્વાગત કરે તો ગુસ્સો આવે છે. અન્ય વ્યક્તિના મનોભાવને સમજવાની અાક્તિ ગુસ્સાની જનક બનતી હોય છે. એવી જ રીતે પ્રત્યેક વ્યક્તિને જીવનમાં અમુક ગમાઅણગમા હોય છે. અણગમતી વાત બને એટલે એને ગુસ્સો આવે છે. નિયમિતતામાં માનનારી વ્યક્તિ અનિયમિત વ્યક્તિઓ પ્રત્યે ગુસ્સે થતી હોય છે, સ્વચ્છતાનો આગ્રહ રાખનાર અસ્વચ્છ આદતો તરફ અકળાઈને ગુસ્સે થતો હોય છે. ગુસ્સે થવાનું એક મોટું કારણ પોતાની ભૂલનો અસ્વીકાર છે. વ્યક્તિ જો પોતાની ભૂલનો સાહજિક રીતે સ્વીકાર કરી લે, તો ગુસ્સાનાં ઘણાં કારણો દૂર થઈ જાય. એવું નથી કે મહાન પુરુષોને ધ સતાવતો નથી. એમના જીવનમાં પણ કોઈ ઘટના ક્રોધ જગાવી જતી હોય છે, પરંતુ એ ક્રોધ ણિક હોય છે, એમની ક્ષમાવૃત્તિ મનમાં જાગતા દ્રુધને ઠારી દે છે. R) |_ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ભયનું ચિકિત્સાલય જગત આખું ખૂંદી વળો, તો તમને ચોતરફ ભયથી ભીંસાતા માનવીઓ જ નજરે પડશે. આજે ભાગ્યે જ ભયરહિત માનવી તમને જોવા મળશે. જનસામાન્યથી અસાધારણ પ્રતિભા ધરાવનાર સુધી, ધર્મજિજ્ઞાસુથી મહાસમર્થ ગુરુ સુધી અને અદના નાગરિકથી અગ્રણી નેતા સુધી સહુ કોઈ એક કે બીજા પ્રકારના ભયની ચુંગાલમાં ફસાયેલા હોય છે. વર્તમાન યુગમાં જેમ સંતોષી માનવી મેળવવો મુશ્કેલ બની ગયો છે, એ પ્રમાણે ભયરહિત માનવીની પ્રાપ્તિ દુર્લભ બની ગઈ છે. ક્ષેધ કે મોહ જેટલાં જુદાં જુદાં રૂપ ધારણ કરી શકતાં નથી, એટલાં રૂપ ભય ધારણ કરી શકે છે. પ્રગાઢ પ્રેમ અને પ્રબળ શત્રુતા બંને વ્યક્તિ માટે ભયનું કારણ બને છે તે કેવું ? સામાન્ય રીતે પાંચ પ્રકારે ભય પ્રવર્તતો જોવા મળે છે. પહેલો પ્રકાર એ કે વ્યક્તિની પ્રકૃતિ પર જ ભય પ્રભુત્વ ધરાવતો હોય. કેટલીક વ્યક્તિઓ પ્રત્યેક વાતમાં ભય અનુભવતી હોય છે. બહારગામ જતી વખતે એને મુસાફરીના આનંદને બદલે ‘જો બીમાર પડી જશે, તો શું થશે?” એનો ભય લાગતો હોય છે અને પરિણામે પ્રવાસ સમયે એ સતત બીમારીના કાલ્પનિક ભયથી પીડાય છે. કોઈ વ્યક્તિને સાંજ પછી રસ્તા પર ચાલતાં ભય લાગતો હોય છે અને કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે, ત્યારથી ભયનું પોટલું માથે લઈને ફરતો હોય છે. કેટલાક પોતાના સ્વજન બહારગામ જતા હોય, તો એમને મુસાફરી દરમિયાન દર અડધા કલાકે “કોઈ અકસ્માત તો થયો નથી ને? એવા ભયથી મોબાઇલ કરતા હોય છે. કોઈના અંગત જીવનમાં આવો ભય પ્રવર્તતો લાગે છે, તો કોઈને એવો ભય પીડતો હોય છે કે આ વર્ષે વરસાદ નહીં પડે, તો કેવો ભીષણ દુષ્કાળ આવશે ?” અને પછી એના ચિત્તમાં અગાઉના દુષ્કાળનાં ભયપ્રદ ચિત્રો તરવરવા અને ઘૂમવા લાગે છે. પરમનો સ્પર્શ ૨૨૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પરમનો સ્પર્શ કોઈને ભય લાગે છે કે બે મહિના પછીના વિદેશ પ્રવાસ સમયે વિમાની મુસાફરી દરમિયાન વિમાન તૂટી પડશે તો શું થશે ? અને પછી આવું થાય તો શું થાય - એ વિચારધારા એના ચિત્તને ઘેરી વળે છે. આવી વ્યક્તિઓની પ્રકૃતિમાં બીક, નિરાશા કે નકારાત્મકતા પલાંઠી વાળીને બેસી ગઈ હોય છે, પરિણામ એ આવે છે કે આવી વ્યક્તિ જ્યારે કોઈ વાત કરે, ત્યારે ભયથી રડતી, ધ્રુજતી કે થરથરતી હોય એ રીતે ઊંચા શ્વાસે વાત કરતી હોય છે. ભયનો બીજો પ્રકાર એ પૂર્વકૃત કર્મોનો છે. કૌભાંડ કરનાર ધનિકને માથે સતત ભય ઝળુંબતો રહે છે કે એનું અત્યાર સુધી જીવની પેઠે જાળવીને ગુપ્ત રાખેલું કૌભાંડ બહાર આવી જશે તો શું થશે ? કોઈ દુરાચારી દુરાચારને સતત છાવરતો હોય, પણ એના મનમાં સતત એવી | ચિંતા અને ભય સતાવતા હોય છે કે જો પોતાનો દુરાચાર જાહેર થઈ જશે તો માથે કેટલી મોટી આફત આવી પડશે ! ઇન્કમટેક્સમાં કરેલી ચોરી પકડાઈ જશે, તો કેવી દુર્દશા થશે તેની ફિકર કેટલાયને સતાવતી હોય છે. આમ વ્યક્તિના ચિત્તના એક ખૂણે આવો ભય પલાંઠી લગાવીને બેઠો હોય છે અને એનું ચિત્ત સહેજ નવરું પડે કે તરત જ એનો ભય એને પૂર્વકૃત દુષ્કૃત્યનું સ્મરણ કરાવે છે અને વર્તમાન જીવનની પ્રસન્નતા હરી લે છે. માણસને ખોટું કરવાનો ભય રહ્યો નથી, પરંતુ કરેલું ખોટું કાર્ય પકડાઈ જશે એનો ભય સતત વળગેલો હોય છે. વળી કેટલાકને પૂર્વે કરેલાં કર્મો આ જીવનમાં કેટલાં બધાં કનડી શકે છે તેનો ભય સતાવતો હોય છે. માનો યા ન માનો, પણ એ હકીકત છે કે દરેક વ્યક્તિના મનમાં કેટલીક ગ્રંથિઓ કે માન્યતાઓ બંધાઈ ગઈ હોય છે અને એ માન્યતાઓથી એનું જીવન ભયગ્રસ્ત રહે છે. કૂતરું રડે અને યમરાજ આવી રહ્યા છે એવો એને ભય લાગે છે. રાત્રે ઘુવડનો અવાજ સાંભળે અને અપશુકનનો ડર લાગે છે. નવા મકાનમાં વસવાટ કરવા જાય અને મુશ્કેલી આવે, તો કોઈ પિતૃ દુભાયાનો ભય સતત સેવે છે. જમાનો ગમે તેટલો આધુનિક હોય, પરંતુ માણસના મનમાં આવી માન્યતાઓ ભય જગાવતી હોય છે. આજે ખગોળવિજ્ઞાન અને અવકાશવિજ્ઞાને પ્રગતિની હરણફાળ ભરી હોવા છતાં ગ્રહ અને ગ્રહણથી ડરનારા માણસોનો તોટો નથી. કેટલાકને તો પદે પદે કળિયુગનો ડર લાગે છે તો કેટલાકને પનોતીની બીક લાગે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ માણસની હિંમત, સાહસ અને પ્રગતિને અવરોધવામાં માન્યતા સર્જિત ભયે ઘણી મોટી ભૂમિકા ભજવી છે. કેટલીક વ્યક્તિઓ ભવિષ્ય અંગેના કાલ્પનિક ભયથી પીડાતી હોય છે. ચોથા પ્રકારનો આ કાલ્પનિક ભય એવો છે કે જે સામે હોતો નથી. છતાં સામે હોય એવું લાગતું હોય છે. યુવાનને ભય લાગતો હોય છે કે ઘડપણમાં શું થશે અને કોણ એની સેવા કરશે ? કવિ કાગે એક કાવ્યમાં કહ્યું છે તેમ એ વિચારે છે, “ડગમગ પગડા ડોલવા લાગ્યા, પગલું નથી યે ભરાતું, હૈડું મારું રહે નંઈ હાથમાં ને, કાને નથી સંભળાતું.” વૃદ્ધ માણસને ડર લાગતો હોય છે કે બારણે હમણાં મૃત્યુ આવી ઊભું રહેશે તો શું થશે ? વ્યક્તિ વ્યવસાયમાં દ્રપાર્જન કરતી હોય તોપણ આવકા ગુમાવવાનો ભય સેવતી હોય છે. અત્યંત સુખી હોય તોપણ આવતીકાલે દુ:ખ તૂટી પડશે તો પોતાનું શું થશે ? – એવી કલ્પનાથી સતત પીડિત હોય છે. માણસ વાસ્તવિક મૃત્યુને બદલે મૃત્યુના ભયને કારણે વારંવાર મૃત્યુ પામતો હોય છે. આવો કાલ્પનિક ભય એને સતત ચિંતામગ્ન રાખતો હોય છે. પોતે સિદ્ધિ કે સત્તાની ટોચે બેઠો હોય, પરંતુ એને અજંપો અને ડર એ વાતનો હોય કે પોતાની જ આસપાસની કોઈ વ્યક્તિ કે પોતાના સાથીઓ કે ભાગીદારો એને સ્થાનભ્રષ્ટ તો નહીં કરી નાખે ને ! આથી પોતાની સાથેની વ્યક્તિઓને જોતાં જ એને પેલો કાલ્પનિક ભય સતાવતો હે છે. વ્યક્તિને વનમાં કોઈ સાથે વેરઝેર થાય એટલે ભય પેદા થાય છે. પછી એ વ્યક્તિનું નામ આવતાં જ એનો ભય જાગી ઊઠે છે. પોતે જો એનાથી સમર્થ હશે તો એ ભયને કારણે વિરોધી વિશે ગમે તેવાં વચનો બોલો, પોતે જો સમાન હશે તો એ વિરોધી પોતાની સામે કથા કયા પેંતરા અજમાવતો હશે એનો વિચાર કરશે અને પોતે વિરોધીથી નિર્બળ હશે તો એ વિરોધી ‘હમણાં કોઈ પ્રહાર કરશે' એવા ડર અને ભયથી એ જીવશે. આ વાસ્તવિક ભય એવો છે કે જેનો સદાય ગુણાકાર થતો રહે છે. એક વાર સ્મશાનમાં જતાં ભય પામેલી વ્યક્તિને એ પછી સ્મશાનની પાસેથી પસાર થતાં પણ ડર લાગે છે. એમાં ભોગેજોગે જો જવાનું બને પરમનો સ્પર્શ ૨૩૧ 30 Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પરમનો સ્પર્શ તો એનું આખું અસ્તિત્વ ભયથી થરથર કંપતું હોય છે. એવો પણ સમય આવશે કે એ સ્મશાનની વાતથી પણ ભય અનુભવવા લાગશે. આવા ભયભીત લોકોનો સમાગમ પોતાનામાં અને અન્યમાં ભયનું વિસ્તૃતીકરણ કરતો હોય છે. ભયના આ પ્રકારો જોયા પછી વ્યક્તિએ સ્વયં ચિકિત્સા કરવી જોઈએ કે પોતે કયા પ્રકારના ભયથી આતંકિત છે. આનું કારણ એ કે ભય એ વ્યક્તિને કર્તવ્યવિમુખ તો બનાવે છે, પરંતુ એથીયે વિશેષ એને જીવનવિમુખ બનાવે છે. એક વાર ભય ચિત્તમાં પ્રવેશે, પછી એ જવાનું નામ લેતો નથી. કોઈ એમ વિચારે કે એ ધીરે ધીરે ઓછો થશે કે સમય જતાં ક્ષીણ થશે, પણ એવું સહેજેય બનતું નથી. ભય ક્યારેય જાતે વ્યક્તિની વિદાય લેતો નથી, એ તો “માન ન માન, મેં તેરા મહેમાન'ની માફક એના મનરૂપી ઘરમાં ઘૂસી જઈને રહે છે. ભય એક એવો શત્રુ છે કે જેનો વ્યક્તિએ સબળ સામનો કરવો પડે છે. એની સાથે ખાંડાનો ખેલ ખેલો તો જ એ પોતાની હાર સ્વીકારે છે. એનું ક્યારેય બાષ્પીભવન થતું નથી અને જેમ જેમ ભયવૃદ્ધિ થાય, એમ એમ વ્યક્તિનું ભવિષ્ય અંધકારમય બને છે. વ્યક્તિના જીવનવિકાસ પર ભય એવો કુઠારાઘાત કરે છે કે એનું જીવન પ્રગતિના માર્ગે જવાને બદલે પીછેહઠ કરે છે. ભય જીવનની પ્રગતિનો એક એવો શત્રુ છે જે વ્યક્તિનાં જીવનવૃક્ષનાં સઘળાં મૂળિયાં ઉખેડીને બહાર ફેંકી દે છે. ભયભીત વ્યક્તિ કેટકેટલાય વિચારોમાં ડૂબી જશે અને એને પરિણામે એનો પુરુષાર્થ પરવારી જશે. એ ભયને કારણે ખોટે માર્ગે જશે અને પોતાનું પતન વહોરી લેશે. ભયને કારણે એ અસત્ય આચરણ કે પાપાચરણ કરે છે અને એનું જીવન ઘોર ઉદાસીનતાથી ઘેરાઈ જાય છે. આવી ઉદાસીનતા એના જીવનવિકાસને અવરોધે છે. માણસ સચ્ચાઈથી ભાગતો હોય છે. મૃત્યુના ભયને કારણે જીવનપથ પર દોડતા, હાંફતા, ધ્રુજતા, આજીજી કરતા માનવીઓને તમે જોયા હશે. એ અન્યના મૃત્યુ વિશે વિચારી શકે છે, એની સ્મશાનયાત્રામાં સામેલ થઈ શકે છે, પરંતુ પોતાના મૃત્યુની એ સ્વપ્નમાંય કલ્પના કરી શકતો નથી ! જેમ જેમ એના જીવન પર વૃદ્ધત્વના ઓળા પથરાય છે, તેમ તેમ એના હૃદયમાં ઊંડે ઊંડે પોતાના મૃત્યુની તીવ્ર ભીતિ જાગે છે. આ ભીતિ અતિ દુ:ખદાયી હોય છે. મૃત્યુ અવશ્યભાવી છે એમ તે માને Page #242 -------------------------------------------------------------------------- ________________ છે, પણ પોતે મૃત્યુ પામવાનો છે એ સચ્ચાઈને કબૂલ કરવા માટે લેશમાત્ર તૈયાર હોતો નથી ! આને કારણે તો મૃત્યુને એણે કેટલાય ચિત્ર-વિચિત્ર, તર્કપૂર્ણ અને તર્કહીન રિવાજોથી મઢી દીધું છે. એણે પોતાની આસપાસ મૃત્યુનાં કારણોનું અભેદ્ય જાળું રચી દીધું છે. કેટલાય ક્રિયાકાંડોનો ઘટાટોપ એના પર લાદી દીધો છે. જ્યાં ભય ન હોય, ત્યાં ભય સર્જવાનો અદ્ભુત કીમિયો માનવી પાસે છે. એ પોતાના મનથી ભય સર્જતો હોય છે. અખબારના સમાચારોથી ભયભીત થતો હોય છે. જીવનની ઘટનાઓની અગમ્યતા કે વિચિત્રતામાંથી એ ભય શોધી કાઢતો હોય છે. પોતે જ એ ભ્રમનું સર્જન કરે છે અને એ ભ્રમને ભય રૂપે સ્વીકારે છે. ક્યારેક એમ લાગે કે માણસ એ ભય-ઉત્પાદક ફેક્ટરી છે. વળી ભય પણ એક એવી ચીજ છે કે એક વાર જાગે, પછી વાર્તાની ભાષામાં કહીએ તો “જેટલી રાત્રે ન વધે, એટલી દિવસે વધે છે અને જેટલી દિવસે ન વધે, એટલી રાત્રે વધે.’ સત્યથી ભાગવા ઇચ્છતો માણસ એનાથી પલાયન પામવા માટે પદ્ધતિસરની જાળ ગૂંથતો હોય છે. મુસ્લિમ આક્રમણો સામે પોતાની સ્ત્રીઓની રક્ષા કરવામાં નિર્બળ સમાજે સતીપ્રથાની રચના કરી. પોતાની નિર્બળતાને છાવરવા માટે એણે સ્ત્રીમાં દૈવી તત્ત્વનું આરોપણ કર્યું. એણે સ્ત્રીની આસપાસ ભ્રમોની એવી | જાળ રચી કે એ સ્ત્રી પણ જીવતાં સળગી જવાની ક્રિયાને એક દૈવી તત્ત્વ સાથે જોડીને આવકારવા લાગી. જ્યાં સત્ય આકરું હોય છે, ત્યાં એને અસત્યના વાઘા પહેરાવવામાં આવે છે અને પછી અસત્યના તંબુઓમાં પલાયનવૃત્તિ આશરો લે છે. આપણાં કેટલાંય વિધિવિધાનો ભય સર્જિત છે. નરકની યાતનાનાં ક્રૂર અને કરુણ વર્ણનોથી શાસ્ત્રોનાં પાનાંનાં પાનાં ભરાયેલાં છે. માણસના મનમાં ડગલે ને પગલે પાપ, દોષ કે દુષ્કર્મની એટલી બધી વાતો ભરી દેવામાં આવે છે કે એ પોતાના કર્મમાં ક્યારેય પુણ્યને જોતો નથી, માત્ર પાપથી ડરતો રહે છે. આપણી પ્રત્યેક ધર્મક્રિયાઓમાંથી થતી અધ્યાત્મપ્રાપ્તિને બદલે એ ધર્મક્રિયાઓના અભાવે થનારા પાપની વાત વિશેષ ભારપૂર્વક કહેવામાં આવી છે. બ્રહ્મચર્ય-વ્રતના પાલનથી પ્રગટતા આનંદની વાત કરવાને બદલે એ વ્રતના ભંગથી થતા પાપનું ભયજનક વર્ણન કર્યું છે. ‘આમ કરશો તો આવું મોટું પાપ થશે’ એમ કહીને માણસને પરમનો સ્પર્શ ૨૩૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ ભયથી સન્માર્ગે વાળવાની કોશિશ થાય છે. આનું પરિણામ એ આવે છે કે માણસ એના જીવનમાં નરકની યાતનાથી જરૂર ડરે છે, પણ સાથોસાથ એ સ્વજીવનમાં સ્વર્ગ સર્જવાનો વિચાર કરતો નથી. ધર્મક્રિયાઓ એને પાપના ભારથી અને ભયથી એટલો બધો દબાવી દે છે કે એના ઊર્ધ્વજીવનના આનંદની આકાંક્ષા ગૂંગળાઈ - ગૂંગળાઈને, રિબાઈ - રિબાઈને કરુણ મૃત્યુ પામે છે. માણસના જીવનમાં કેટલાક વાસ્તવિક ભય હોય છે. એને નોકરી ગુમાવવાનો ભય હોય છે કે દીકરો નપાસ થશે તેવો ભય હોય છે. પ્રમોશન મળશે કે નહીં મળે એનો ભય હોય છે કે પછી પોતાના બૉસના ગુસ્સાનો ભય હોય છે. આવા વાસ્તવિક ભય કરતાં પણ કાલ્પનિક ભય "જ માનવીના મન પર વધુ સવાર થઈ જાય છે અને એને પરિણામે આજના માનવીનું જીવન સતત ભય ભરેલું લાગે છે. એ ખડખડાટ હસવાનું ભૂલી ગયો છે. એના ચહેરા પર આનંદના બદલે ટેન્શન અને સ્ટ્રેસ દેખાય છે, એની ધર્મક્રિયામાં આંતરિક ઉલ્લાસની અભિવ્યક્તિને બદલે બાહ્ય દૈહિક વ્યાયામ નજરે પડે છે. ભગવાન બુદ્ધ, યોગી આનંદઘન, સંત કબીર કે પૂજ્ય મોટાના ચહેરા પરનો ઉલ્લાસ નજરે પડે છે ખરો ? માણસ એના ભયને બરાબર પારખે તે જરૂરી છે. આજે તો એ દરેક ભય પર “પોતાના જીવનમાં આવેલા દુ:ખ'નું લેબલ લગાડીને જીવી રહ્યો છે, આથી દુ:ખના મૂળમાં જઈએ તો કોઈ ભય દેખાશે અને ભયના મૂળમાં જઈએ તો ભાગેડુ વૃત્તિ નજરે પડશે. આથી વ્યક્તિએ પોતાના ચિત્તમાં રહેલા ભય વિશે ચિકિત્સા કરવી જોઈએ અને એના નિવારણ માટે કટિબદ્ધ બનીને પુરુષાર્થ ખેડવો જોઈએ. ૨૩૪ પરમનો સ્પર્શ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તુલનાનું દુઃખ અને ભૂલસ્વીકારનું સાહસ મૂલ્યવાન જીવનને સાર્થક કરવાનું કોણ ન ઇચ્છે ? કિંતુ જીવન સાર્યકતામાં અવરોધરૂપ એવી ઘણી વ્યર્ષ બાબતોની ભુલભુલામણીમાં અટવાઈ ગૂંચવાઈ જાય છે. ભય, ગુસ્સો, ચિંતા, ફરિયાદ કરવાની આદત જેવી બાબતો એના જીવનવિકાસને રૂંધી નાખે છે. આવી અવરોધરૂપ બાબતોને ઓળંગવા માટે પરમનો સ્પર્શ જરૂરી છે. પોતાના હૃદયમાં પરમાત્મા પ્રત્યે દૃઢ શ્રદ્ધા ધરાવનાર આવી વિઘ્નરૂપ બાબતોને સહજતાથી ઓળંગી જાય છે. આ માર્ગમાં આવતો એક મોર્ય અવરોધ છે. માનવીની તુલના-વૃત્તિ. વ્યક્તિ પ્રત્યક્ષને દૃષ્ટિગોચર કરી અતીતમાં સરી પડે છે અને પછી વર્તમાન સાથે ભૂતકાળની તુલના કરીને પોતાની વર્તમાન સ્થિતિને વધુ દુ:ખદ, ગ્લાનિકર અને નિરાશાજનક બનાવે છે. તમે વૃદ્ધજનોને એમની યુવાનીના જમાનાને યાદ કરતા જોષા હશે અને જુવાનીનો એ કાળ કેટલો મા ને ઉદાત્ત હતો અને અત્યારે કેટલો નઠારો, નિર્દય અને મૂલ્યહીન જમાનો આવ્યો છે એવો નિસાસાભર્થો વસવસો કરતા નિહાળ્યો હશે. એ જીવે છે વર્તમાનમાં, પરંતુ આ છે ભૂતકાળમાં. ભૂતકાળને પુનર્જીવિત કરી શકાતો નથી અને તેથી એ રોજેરોજ પુનઃ પુનઃ ભૂતકાળની સાથે વર્તમાનની તુલના કરીને વ્યગ્ર રહ્યા કરે છે. વનમાં સરખામણી જેવી અળખામણી બીજી કોઈ બાબત નથી અને છતાં આવી અળખામણી પ્રવૃત્ત વ્યક્તિ અહર્નિશ કરતી હોય છે. પોતાની સામે છે. એનો સદંતર ઇન્કાર કે અનાદર અને આજે પોતાની સામે જે નથી એનો તીવ્ર અસંતોષ. નવા મૉડલની કાર જુએ અને વ્યક્તિ વિચારે કે મારી પાસે જે કા૨ છે, એના કરતાં તો આ કાર ઘણી આકર્ષક અને ચિડયાતી છે. આમ એના મનમાં તુલનાનું જેવું બીજ વવારો કે સમય જતાં અને પોતાની કાર અળખામણી લાગશે. પોતાની (ગુજરી હુઈ) ગઈ કાલ સાથે કે વીતેલાં વર્ષો સાથે વ્યક્તિ પરમનો સ્પર્શ ૨૩૫ @ Page #245 -------------------------------------------------------------------------- ________________ 990 ૨૩૬ પરમનો સ્પર્શ વર્તમાન સમયની તુલના કરતી હોય છે અને વિચારે છે કે ગઈ કાલે હું અત્યંત સુખી અને સમૃદ્ધ હતો, આજે નથી અને આ તે કેટલું મોટું દુઃખ કહેવાય ! ગઈ કાલ સુધી પોતાના ભવ્ય બંગલાની પાછળ એ પાગલ હતો, એનો આનંદ સમાતો નહોતો; પરંતુ પોતાના કરતાં કોઈ બીજાનો વિશાળ બંગલો જો કે તત્કાળ એની સાથે મન પોતાના બંગલાની તુલના કરવા લાગ્યું એટલે એને પોતાનો બંગલો સામાન્ય લાગવા માંડ્યો. ગઈ કાલ સુધી એ પોતાના જીવનથી અતિ સંતુષ્ટ હતો, પરંતુ પોતાનાથી વધુ સત્તા, વૈભવ, સિદ્ધિ કે સમૃદ્ધિ ધરાવનારને જોતાં એ મનોમન પોતાના જ્જન સાથે એની તુલના કરવા લાગ્યો અને પરિણામે એની અસનોષની આગ ભડકે ને ભડકે બળવા લાગી. કોઈને પોતાનો બાલ્યકાળ સુવર્ણકાળ સમાન લાગતો હોય છે અને એ સતત પોતાના વર્તમાન જીવન સાથે વીતી ગયેલા બાળપણની મધુર, ચિંતામુક્ત અને ૨મતિયાળ સ્થિતિની તુલના કરવા લાગે છે. એ માને છે કે બાલ્યાવસ્થા કેવી સારી હતી અને આ યુવાવસ્થા તો પારાવાર દુઃખોથી ભરેલી છે ! તુલના કરતાં એને પોતાના વર્તમાન સમયના મિત્રો કરતાં પત્તાની નિશાળના મિત્રો કે બાળપણના ગોઠિયાઓ વધુ ઉદાર અને ઉમદા હતા એવું લાગે છે. પરિણામે આજના મિત્રો પ્રત્યે થોડો અભાવ જાગે છે. જે માણસ એના વનમાં આવી કોઈ તુલનામાં જ રચ્યોપચ્યો હોય છે એ સતત અસંતોષ અનુભવતો હોય છે. એ સામે છે તેને નથી જોતો અને તુલના કરીને જે વર્તમાનમાં પ્રત્યક્ષ નથી એની અપેક્ષા રાખે છે. આવી તુલના સમય જતાં તો વ્યક્તિનો સમય અને શક્તિને નષ્ટ કરતી હોય છે. એનાથી એને મળે છે શું ? એ માત્ર દ્વેષ, ઈર્ષા, ાિ અને અસંતોષ પામે છે. મુખ્ય બાબત તો એ છે કે આવી તુલનાની ટેવને પરિણામે વ્યક્તિ એના વનપથથી દૂર ચાલી જતી હોય છે. વનધ્યેય પ્રતિ જતી વ્યક્તિ અન્યત્ર ભટકી જાય છે. હકીકતમાં જીવનમાં આવતી પરિસ્થિતિનો સ્વીકાર જરૂરી છે. એનાથી પલાયનવૃત્તિની કોઈ પણ કોશિશ નિષ્ફળતામાં જ પરિણમવાની. વનની આવતી પરિસ્થિતિને સમજવાની અને સમય જાગે ત્યારે એનો સામનો કરવાની તૈયારી હોવી જોઈએ. પરમ પ્રત્યેની મૂઢ શ્રદ્ધા અને કહેશે કે “પરમતત્ત્વ તારા માટે નિર્માણ કરેલ જીવનપથ પર તારે ચાલવાનું છે. |_ Page #246 -------------------------------------------------------------------------- ________________ એક વિશ્વાસ સાથે પ્ર-ગતિ કરવાની છે. એના બળે જ ગમે તેટલો દુ:ખદાયી લાગે કે હકીકતમાં હોય, તોપણ વર્તમાનને તારે પાર કરવાનો છે.” રોજિંદા વ્યવહારજીવનમાં પણ આવી તુલના દુઃખદાયી બનતી હોય છે. કોઈ વ્યક્તિ સામે ચડીને બીજાને એમ કહે કે 'તમારા કરતાં અન્ય વ્યક્તિમાં મને વધુ શ્રદ્ધા છે' તો એ વ્યક્તિ દુઃખ અનુભવશે. ‘તમે સ્વભાવથી ઘણા સારા છો, પરંતુ અમુક ક્તિ જેટલા સારા નથી' એમ કહેવામાં આવે, ત્યારે એ અભિનંદન અભિશાપ જેવા લાગે છે. સાસુ કહે કે ‘મારી વહુ કરતાં પડોશીની વહુને રસોઈ કરતાં સારી આવડે છે. એટલે સંસારમાં હોળી સળગે છે. સંસારના વ્યવહારોમાં આવી તુલનાવૃત્તિ દુઃખો અને અભાવો સર્જનારી બને છે, ક્લેશકર નીવડતી હોય છે . વ્યક્તિ જેમ સતત તુલના કરીને પોતાના જીવનને દુ:ખી કે સામે ચાલીને વ્યગ્ર બનાવની હોય છે. તે જ રીતે જીવન સાર્થયને નિરર્થક્તામાં પલટાવનારી બીજી બાબત તે માણસના ચિત્તમાં રહેતો એના ભૂતકાળની ભૂલનો ડંખ છે. ક્યારેક એમ લાગે કે વ્યક્તિના જીવનમાં સત્તા. સંપત્તિ, સંજોગો, સફળતા, નિષ્ફળતા - એ બધાં કરતાં ભૂતકાળનો મહિમા વિશેષ છે. એ ઘણી વાર વર્તમાનની સઘળી વાસ્તવિકતા વીસરીને અતીતનો આરારો લેવાનું વધુ પસંદ કરવામાં આવે છે. જીવનમાં થયેલી ભૂલને એ ચોવીસે કલાક માથે રાખીને ફરતો રહે છે. RO પરમનો સ્પર્શ ૨૩૭ @ Page #247 -------------------------------------------------------------------------- ________________ S Jàhà [l××ãh 2Æ ૪૩ ભૂલની આદત અને ચિંતાનો બોજ કોની ભૂલ થતી નથી ? જીવન છે એટલે ભૂલ તો થવાની જ. એ ભુલ વ્યક્તિનો પ્રબળ પુરુષાર્થ હોવા છતાં થઈ હોય અથવા તો એની પામરતાને કારણે પણ થઈ હોય. પ્રગતિની ઘેલછામાં વ્યક્તિ ભૂલ કરતી હોય છે. એ જ રીતે વિકારોની દોડમાં પણ ભૂલથાપ ખાતી હોય છે. જે કોશિશ કરે છે, એનાથી ભૂલ તો થવાની. વનમાં ભુલ, દોષ, સ્ખલન કે પતનની ઘટનાઓ બનતી હોય છે અને કેટલીક વ્યક્તિઓના જીવનમાં પોતાની ભૂલ, પાપ કે દોષ અંગે એક એવી મનોવૃત્તિ ઘર કરી જતી હોય છે કે પ્રત્યેક પળે પોતાના એ દોષના ઓથાર હઠળ વતી હોય છે. ક્યારેક ઉપદેશકોનાં પ્રવચનો અને ગ્રંથોનાં વર્ણનો આવાં પાપોની સતત નિઘ કરી એક પ્રકારનો ભય જગાવનાં હોય છે. ઘણી વ્યક્તિઓ એક વખત આવું પાપ, દોષ કે ભૂલ થઈ ગયાં હોય તો, એની પીડા જીવનભર અનુભવતી હોય છે. કેટલાક લોકો ગુનાની આવી હૃદયને કોરતી લાગણીમાંથી પ્રયત્ન કરવા છતાં મુક્તિ મેળવી શકતા નથી. તેઓ સતત પાપભાવના કે દોષભાવનાથી પીડાય છે. હકીકતમાં જીવનમાં સહુએ ક્યારેક, કોઈક ને કોઈક ભૂલ કરી હોય છે, પરંતુ વ્યક્તિએ પોતાની આવી ભુલ પ્રત્યે બે બાબત વિચારવી જોઈએ : પહેલી બાબત એ કે દરેક ભૂલ વનમાં કંઈક ને કંઈક શીખવી જતી હોય છે, આથી એ ભૂલનો બોધપાઠ એકો મનમાં ધારણ કરવો જોઈએ, એનું પુનરાવર્તન ન થાય એ માટે જાગૃતિ રાખવી જોઈએ. ચીની વિજ્ઞાન અને તત્ત્વચિંતક કન્ફ્યૂશિયસે કહ્યું છે, “એ જાણી ગયો છે કે એણે ભૂલ કરી છે અને એ પછી એ ભૂલને સુધારવાનો પ્રયત્ન કરતો નથી, તો તે એક વધુ મોટી ભૂલ છે. કેટલીક વ્યક્તિઓ તો અન્ય વ્યક્તિએ એના જીવનમાં કરેલી ભુલોને જાણીને પોતાની ભૂલો સુધારતી હોય છે !' ભુલ કરવામાં આંધળું સાહસ હોય તો ભુલ-સ્વીકારમાં હિંમતભર્યું |_ Page #248 -------------------------------------------------------------------------- ________________ સાહસ હોય છે. કેટલીક વ્યક્તિઓના જીવન પર ભૂતકાળની ભૂલો એટલી બધી છવાઈ જાય છે કે એમને એમનું સમગ્ર જીવન દોષભર્યું, વિકારપૂર્ણ, પતનયુક્ત અને તિરસ્કારભર્યું લાગે છે. બાળપણની કોઈ ભૂલ અને યુવાનીમાં પણ સતાવે છે. દસ વર્ષ પહેલાંની કે પછી ગઈ કાલે કરેલી ભૂલ કેટલીક વ્યક્તિઓને એવી પરેશાન કરતી હોય છે કે એને પરિણામે એમનું જીવન નિરસ, વિષાદભર્યું ને ક્વચિત્ આઘાતજનક લાગે છે. જીવનને જરા ઊંડાણથી જોઈશું તો ખ્યાલ આવશે કે આપણા જીવનમાં ઘટનાનું મહત્ત્વ તો માત્ર વીસેક ટકા જેટલું હોય છે; બાકીના એંસી ટકા તો એ ઘટના પ્રત્યેનું આપણું વલણ અસરકર્તા હોય છે. ઘટના તરફ કેવો અભિગમ દાખવવો તે પોતાનો અધિકાર છે. પોતાના ગુના, ભૂલો કે દોષ પ્રત્યે યોગ્ય વલણ કેળવવું જોઈએ. ભૂલના આ સ્વીકાર માટે પરમતત્ત્વ પરની આસ્થા આવશ્યક છે અને એ આસ્થા જ માનવીના મનમાંથી ભૂલની, ગુનાની, ‘ગિલ્ટ’ની ભાવના દૂર કરી શકે. ભક્ત કવિ સુરદાસે સ્નિગ્ધસ્નાતા ચિંતામણિને જોયાં અને આંખ ફોડી નાખી. એ આત્યંતિકતા કહેવાય. કોઈ સાધુ કે સંત સૃષ્ટિ સમક્ષ વિકારી દેશ્ય જુએ અને મનમાં થોડીક ક્ષણ વિકાર જાગે અને પોતાની આંખોમાં મરચું ભરી દે, તે કૃત્ય કેટલું યોગ્ય કહેવાય ? ભૂલ કે દોષનું પ્રાયશ્ચિત્ત કરવા જતાં સ્વયં કેટલી મોટી ભૂલ કે મહાદોષ કરી બેસાય છે! વ્યક્તિએ એની ભૂલ કે એણે કરેલા દોષ યા પાપનું વિસ્મરણ કરવાનું નથી એ સાચું, પરંતુ સાથોસાથ આખી જિંદગી એ ભૂલથી થયેલા દોષ કે પાપના ભારનું સ્મરણ કરીને, એને મનના બોજ તરીકે રાખીને વવાની જરૂર હોતી નથી. યુવાનીમાં કોઈ સ્ખલન થઈ જાય અને પછી જિંદગીભર એ બનાવ વ્યક્તિના ખ્વનમાં હતાશા. નિરાશા, હીનતા કે આત્મનિંદા સર્જે તે યોગ્ય નથી. જાગૃત વ્યક્તિનું ખરું કાર્ય તો એ છે કે એ ભૂલમાંથી એ યોગ્ય સમજ મેળવે. વ્યક્તિની ભૂલ એ એના ચિત્તમાં સંગૃહીત વૃત્તિઓનું પરિણામ છે. જો એ પોતે કરેલી ભૂલ કે પાપની ચિકિત્સા કરશે, તો એને પોતાનાં હૃદયમાં પડેલી દુરિત વૃત્તિઓ વિશે ઘણું જાણવા મળશે. ખરી જરૂર કરેલી ભૂલ માટે પોક મૂકવાની નથી, પરંતુ એનું યોગ્ય પરીક્ષણ કરીને એમાંથી જીવનનો પદાર્થપાઠ શીખવાની છે. વ્યક્તિ એની ભુલ પાસેથી ઘણું શીખી શકે તેમ છે અને વિચિત્રતા કે કરુણતા તો એ છે કે બહુ વિરલ વ્યક્તિઓ જ પોતાની ભુલમાંથી પરમનો સ્પર્શ ૨૩૯ so0 Page #249 -------------------------------------------------------------------------- ________________ 20 ૨૪૦ પરમનો સ્પર્શ આત્મનિરીક્ષણ અને આત્મચિકિત્સા કરીને કોઈ બોધપાઠ લેતી હોય છે. આજે મનમાં વિકાર જાગ્યો અને એનાં માઠાં, ખરાબ ને અનિષ્ટ પરિણામ જોયાં. થોડા દિવસ એ મનમાં નૐ પણ કરશે કે આવા વિકાર અંગે રાત-દિવસ ઘરમાં સાપ ભરાયો હોય તેમ સાવધ રહેવું, એને કોઈ પણ ભોગે દૂર રાખો. એવો પણ નિયમ લેશે કે હવે જિંદગીમાં ફરી પાય આવું નહીં કરું, પરંતુ પુનઃ વાસનાની સ્થિતિ ઊભી થતાં જ એ ઘણી વાર વાસનાને વશ થઈ જતો હોય છે; જેમ દારૂનો વ્યસની દારૂનાં માઠાં પરિણામ જયાં પછી, થોડા કલાક તો એમ નક્કી કરે છે કે હું ક્યારેય દારૂની બૉટલને હાથ અડાડીશ નહીં', પણ વળી પાછો સમય આવતાં એ દારૂ પીવા લાગે છે. વ્યક્તિ ધર્મશાસ્ત્રો પાસેથી ઘણું જીવનપાથેય મેળવે છે. ધર્મગુરુ પાસેથી જીવનદૃષ્ટિ મેળવે છે, પણ પોતાની ભુલ પાસેથી બહુ ઓછું શીખે છે. આને પરિણામે જ જીવનમાં ડગલે ને પગલે ભૂલો થતી જોવા મળે છે અને એકની એક ભૂલનું પુનરાવર્તન થતું રહે છે. એ માત્ર એક વાર ખાડામાં પડતો નથી પણ એ ખાડો છે, એ જાણવા છતાં વારંવાર ખાડામાં પડે છે. અને આથી જો એ એની ભુલને બરાબર જાણે, સમરું, પારખે અને એના નિવારણ માટે દૃઢ સંકલ્પ કરે તો એને જીવનશુદ્ધિની દિશા સાંપડશે. માણસના જીવનમાં આવતું દુ:ખ અને થતી ભૂલ એના જીવનની ‘મહાન ગુરુ’ બની શકે તેમ છે, પરંતુ બને છે એવું કે વ્યક્તિ દુઃખ કે ભૂલનો વસવસો કરતી રહે છે, કિંતુ એની ચિકિત્સા કરતી નથી. તમારા જીવનમાં તમે કરેલી ભૂલનો તમે વિચાર કરો તો ખ્યાલ આવશે કે પહેલી વાર ભૂલ કરી, ત્યારે બીજી વાર નહીં કરવાનો વિચાર કર્યો હતો. એને માટે એ સમયે મનને બરાબર ખબરદાર કર્યું હતું પણ થોડા સમયમાં આ નિર્ણય વિસ્તૃત થઈ ગયો કે નિર્બળ બની ગયો. આથી બીજી વાર ભૂલ થઈ ગઈ પછી ત્રીજી વાર એ જ ભૂલ કરતાં ઓછો ખચકાટ થયો. ચોથી વાર બહુ સ્વાભાવિક રીતે તમે એ ભૂલ કરી અને પાંચમી વાર તમે ભૂલ કરી ત્યારે તમારી એ ભૂલ કૈવ કે આદતના સ્થાને બેસી ગઈ હતી અને કશાય ખચકાટ કે થડકારા વગર એ પ્રકારની ભુર્ગની પરંપરા સર્જાવા લાગી. પહેલી વાર કોઈને છેતર્યા બાદ હૃદયને જેટલો આંચકો લાગે છે. તેટલી પાંચમી વાર છતાં પછી ભાગતો નથી. પછી છેતરવું એ બહુ સાહિજક બાબત બની જાય છે. કાચિંડાની માફક રંગ |_ Page #250 -------------------------------------------------------------------------- ________________ બદલતો જ રહે છે. એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદતા વાંદરાની માફક એ વ્યક્તિ વધુ ને વધુ વ્યક્તિઓને છેતરવા માટે કૂદકા લગાવતો રહે છે. કરોડો રૂપિયાના કૌભાંડો કરનારાઓએ શરૂઆત તો પચાસ હજાર કે લાખની ઉચાપતથી કરી હોય, પણ ધીરે ધીરે એમાં સતત ‘અધ:ગતિ'ના પરિણામે કૌભાંડ વધતું જાય. પહેલી વાર કોઈને છેતર્યા પછી મનોમન એમ થયું હોય કે “આ સારું કર્યું નહીં', પણ પાંચમી વાર બનાવટ કરવાની કે છેતરવાની એવી આદત પડી જશે કે પછી એમ જાણ થાય કે “મારા આ કૌભાંડને કારણે કેટલાય ગરીબોએ માંડ માંડ બચાવીને એકઠી કરેલી મૂડી ખર્ચાઈ જશે અને કેટલાયનાં જીવન તબાહ થઈ જશે' તોપણ પેલી ભૂલની આદત એને અટકવા નહીં દે. નાની નાની ચોરીથી શરૂ કરનાર સમય જતાં મહાચોર બની જાય છે. જીવનમાં વારંવાર ભૂલ કરતી વ્યક્તિની ‘સ્ટાઇલ” જોવા જેવી હોય છે. ભૂલ કરવાના અનુકૂળ સંજોગો હોય છે ત્યારે એ ભૂલ કરતો રહે છે. કરેલાં કોઈ પણ ભૂલ, પાપ કે દોષની વ્યાજ સહિત ચુકવણી કરવી પડે છે. ભૂલ છૂપી રહી શકતી નથી. એ અંતે છાપરે ચડીને પોકારે છે ત્યારે એ ભૂલ કર્યાનો ભારે વસવસો થાય છે. ખોટું કર્યા માટે પસ્તાવો થાય છે. ભૂલ કરનારો પોતાના દોષનિવારણ માટે મંત્રજપ કરે છે. કરેલાં પાપમાંથી મુક્ત થવા માટે ગુરુનું માર્ગદર્શન લે છે. પોતાના પાપનિવારણ માટે પ્રાયશ્ચિત્ત આપવા કહે છે, પરંતુ આ બધું એ ત્યારે કરે છે જ્યારે એના પાપનો ઘડો ભરાઈ ગયો હોય છે અને એનો સહુને ખ્યાલ આવી ગયો હોય છે. જેને પરમનો સ્પર્શ પામવો છે એ વ્યક્તિ પોતાના જીવનમાં થતી નાનામાં નાની ભૂલ તરફ કેવો અભિગમ દાખવશે ? જીવનમાં જાગૃતિથી જીવનાર એ પોતાની પહેલી ભૂલ અંગે જ ગંભીરતાથી વિચાર કરશે. કોઈ કડવું કારેલું ખાધું હોય અને પછી વ્યક્તિ મોંમાંથી ઘૂ ઘૂ કરીને એને બહાર ફેંકી દે છે, પછી બીજી વાર એને ખાવાનું નામ ન લે, એવું જાગૃત માનવીનું પોતાની ભૂલ અંગે વલણ હોવું જોઈએ. આવું વલણ ત્યારે કેળવાય કે જ્યારે વ્યક્તિની પાસે પળનો પણ પ્રમાદ ન હોય અને પરમના સ્પર્શનું પરમ ધ્યેય હોય. જો એની પાસે જીવનનું કોઈ ધ્યેય નહીં હોય તો એને એની પહેલી ભૂલ સહેજે ગંભીર નહીં લાગે. પરમનો સ્પર્શ ૨૪૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પરમનો સ્પર્શ પરમને સ્પર્શનારા સાધકના જીવન વિશે વિચારવું જોઈએ કે એણે પોતાના જીવનમાં ભૂલ પ્રત્યે કેવો અભિગમ દાખવ્યો. એ ભૂલ થયા બાદ પોતાના જીવનને કઈ રીતે ગાળ્યું અને પરમના માર્ગે વાળ્યું. પુનઃ આવી ભૂલ ન થાય તે માટે કેવી જાગૃતિ દાખવી. મહાત્મા ગાંધીજીએ બાળપણમાં ચોરી કરી હતી અને વિકારો પણ અનુભવ્યા હતા, પરંતુ એમાંથી જીવનજાગૃતિને પરિણામે સામાન્ય અને સાધારણ બાળક મોહન વિશ્વવંદ્ય મહાત્મા ગાંધીજી બન્યો. માત્ર પોતાના જીવનની ભૂલોમાંથી જ બોધપાઠ મળે છે એવું નથી. અન્યના જીવનની ભૂલોમાંથી પણ આપણે બોધપાઠ મેળવી શકીએ છીએ. બીજાની સાથે અવિનયી, ઉદ્ધત અને તોછડાઈભર્યું વર્તન કરનારને જાકારો મળતો જોઈને વ્યક્તિ સ્વયં વિચારે કે મારે જીવનમાં અન્ય વ્યક્તિ સાથે કેવું વિનયી અને સૌજન્યપૂર્ણ વર્તન કરવું જોઈએ. અભિમાન અને ઘમંડને કારણે ઘણું ગુમાવનારી વ્યક્તિને જોઈને અન્ય વ્યક્તિ એમ વિચારી શકે કે જીવનમાં નમ્રતાનો શણગાર ધારણ કરવો જોઈએ. આખી જિંદગી વ્યર્થ અને નકામી બાબતોમાં જીવન ગાળનાર વ્યક્તિને મૃત્યુને આરે નિસાસા નાખતી જોઈને બીજી વ્યક્તિ એટલો બોધ જરૂર તારવી શકે કે હું મારા જીવનમાં આવી ભૂલ નહીં કરું, આની માફક હું મારું જીવન વેડફી નહીં નાખું. આમ એ વ્યક્તિ બીજાની ભૂલને જોઈને સ્વયં જીવનમાં બોધ મેળવતી હોય છે અને સમયસર ચેતી જતી હોય છે. હવે માનવમનના મહાલયની ચોપાસ ઘેરો ઘાલતી ચિંતાનો વિચાર કરીએ. ઘરમાં કે બગીચામાં તમે હીંચકા પર બેઠા હશો. હીંચકાની એ ગતિનો વિચાર કરીએ તો એ સામેની બાજુએ છેક ઊંચે જાય અને પછી એટલા જ વેગથી એ પાછળની બાજુએ ઊંચે જશે. આમ હીંચકો ખાતો માણસ થોડા સમય પછી એ હીંચકો થોભાવે છે, ત્યારે એણે જ્યાંથી હીંચકો ખાવાનું શરૂ કર્યું હતું, ત્યાં જ આવીને ઊભો હોય છે ! બસ, આપણા મનમાં જાગતી ચિંતાની ગતિ હીંચકાની ગતિ જેવી હોય છે. ચિંતા તમારા મનને આમ-તેમ ખૂબ દોડાવશે. આગળ-પાછળ ખૂબ ઘુમાવશે. વિચારોને ફરતા ભમરડાની માફક સતત ગોળ ગોળ ફેરવશે. ઘડિયાળના લોલકની જેમ એક બાજુથી બીજી બાજુ મન પળનાય વિલંબ વિના દોડતું રહેશે. આ બધાને અંતે વિચાર કરશો તો તમે જ્યાં હશો ત્યાં જ ઊભા હશો. જ્યારે હીંચકો ચાલતો હતો ત્યારે થોભીને એક શ્વાસ Page #252 -------------------------------------------------------------------------- ________________ પણ લેવાનો સમય નહોતો અને એ અટકી ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો હતા ત્યાંના ત્યાં જ છીએ. માણસ ચિંતાની ફેરફુદરડી ફરતો હોય છે, ત્યારે એ એમાં ડૂબી ગયો હોય છે. હાથ હલાવી, આંખ મીંચીને ઘૂમતો હોય છે. આજુબાજુનું કશું એને દેખાતું નથી. વળી આમાં કેટલીક ચિંતા એના મનમાં સ્થાયી રૂપે વસતી હોય છે. ડાયાબિટીસના દર્દી સતત પોતાના રોગ વિશે ચિંતિત અને સભાન હોય છે. ક્યાંક કોઈ વાનગી જુએ અને પોતાને ડાયાબિટીસ છે, તેમ કહે તે તો બરાબર, પરંતુ એ સાંજે લટાર મારવા નીકળ્યો હોય ત્યારે પણ કોઈ સામે મળે તો એ વ્યક્તિએ એને કશુંય પૂછયું ન હોય, તો પણ પોતાના ડાયાબિટીસના રોગનું વર્ણન કરે છે. જીવનમાં ડગલે ને પગલે એ ડાયાબિટીસ સાથે ચાલે છે. કેટલીક ચિંતા અસ્થાયી હોય છે. ગૅરબજારમાં મંદીની અસર થાય ત્યારે ઘણા લોકો ચિંતામાં ડૂબી જતા હોય છે, જોકે સાથોસાથ એ જાણે છે કે તેજી આવશે ત્યારે એમની આ ચિંતા દૂર થઈ જશે. કેટલીક ચિંતાને દૂર કરવી શક્ય અને કેટલીક ચિંતાને દૂર કરવી અશક્ય હોય છે. ચિંતાને દૂર કરવાનો ઉપાય શો ? હીંચકો ઝુલાવવાને બદલે જરા હીંચકો પકડીને જમીન પર પગ ખોડીને ઊભા રહીએ તેમ આમતેમ ફંગોળાતી ચિંતાના નિવારણ માટે શું કરી શકાય એ ઠરીને વિચારવું જોઈએ. ચિંતાનિવારણ માટે કયા કયા ઉપાયો અને પગલાંઓ લઈ શકાય ? મનમાં અહીંથી તહીં કૂદતી અને સતત આમતેમ ઘૂમતી ફેરફુદરડી જેવી ચિંતાને ઊભી રાખીએ. એને ઊભી રાખ્યા પછી એ ચિંતાને બરાબર પકડી રાખીએ. એ ચિંતાને પકડ્યા પછી એને વિશે સાંગોપાંગ ચિંતન કરીએ. એનો ઉપાય શોધી એની અજમાયશ કરીએ. કર્મયોગી કે ધ્યાનયોગી પોતાના જીવનમાં આવતી ચિંતાગ્રસ્ત સ્થિતિમાંથી બહાર નીકળવા માટે આવો ઉપાય યોજે છે. આ ઉપાયને કારણે એમને આ ચિંતાનું સાચું સ્વરૂપ સમજાઈ જાય છે અને પછી એ ચિંતા જન્માવનારી બાબતોનો વિચાર કરી એમાંથી મુક્તિ પામવાના પ્રયાસો કરે છે. આપણી ઘણી ચિંતાઓની જનની આપણા ચિત્તમાં સતત આકાર લેતી નવી નવી અપાર ઇચ્છાઓ છે. માણસ એટલી બધી ઇચ્છાઓ અને અપેક્ષાઓ રાખે કે એની પ્રાપ્તિની ચિંતાની ચુંગાલમાંથી એ ક્યારેય છૂટી , શકતો નથી. એ અપેક્ષા રાખે કે મારી પાસે વિશાળ બંગલો હોય, એ પરમનો સ્પર્શ ૨૪૩ - Do Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પરમનો સ્પર્શ અપેક્ષા રાખે કે હું કરોડપતિ બની જાઉં, એ અપેક્ષા રાખે કે મારા જીવનમાં હું અમુક ઉચ્ચ પદ હાંસલ કરું. આવી અપેક્ષાઓ એના મનમાં સતત અથડાતી હોય છે અને એ અધૂરી અપેક્ષાઓ ધીરે ધીરે ચિંતાનું રૂપ લેતી હોય છે. જો વ્યક્તિ આત્મજાગ્રત કે આત્મસંતુષ્ટ હોય તો એને આ અપેક્ષાઓ પજવતી નથી. જેટલી અપેક્ષા ઓછી, એટલો ચિંતાનો બોજ હળવો. એક અર્થમાં કહીએ તો એ માનવી સ્વયં પોતાની બાહ્ય ઇચ્છાઓને આધીન રહીને પોતાની જાતને આંતરિક રીતે દુ:ખી અને ચિંતાગ્રસ્ત રાખતો હોય છે. આવી ચિંતાને ચિત્તમાંથી દૂર કરવી સરળ છે. માણસના મનમાં કેટલીક ચિંતાઓ સ્થાયી રૂપે એવું આસન જમાવીને બેઠી હોય છે કે જેને દૂર કરવી સર્વથા અશક્ય હોય છે. વ્યક્તિનો એકમાત્ર પુત્ર વિકલાંગ હોય અથવા વ્યક્તિને ગંભીર અસાધ્ય બીમારી લાગુ પડી હોય, તો આવી ચિંતા એના મન પર સતત સવાર રહે છે. આવી સ્થાયી સમસ્યાઓની ચિંતા કરીને રોજેરોજ વ્યક્તિ પોતાના જીવનને વ્યગ્ર બનાવે છે, ચિત્તને વ્યાકુળ બનાવે છે. આ સમયે એણે વિચારવું જોઈએ કે આવી ચિંતામાંથી મુક્તિ મેળવવી મારે માટે અશક્ય છે, તો શા માટે અશક્યને શક્ય બનાવતા પરમ તત્ત્વ પર શ્રદ્ધા મૂકીને જીવવું નહીં ?” એ પરમાત્માએ ઘણી અસંભવિત વાતોને સંભવિત બનાવી છે, તો આ વાત પણ સંભવિત બને એવી શ્રદ્ધાના તેજથી એ ચાલે તો એની ચિંતા આપોઆપ હળવી થઈ જશે. સામાન્ય માનવી ઘણી વાર “માટીના માણસથી જે શક્ય ન બને, તે ઈશ્વરથી શક્ય બને છે” એમ કહે છે. આનો અર્થ એ નથી કે ઈશ્વર કોઈ ચમત્કાર સર્જી અને ચપટી વગાડીએ તેટલા સમયમાં આપણી અત્યંત દુઃસહ્ય પરિસ્થિતિ દૂર થઈ જાય. આનો મર્મ તો એ કે પરમ પરની આવી દૃઢ શ્રદ્ધાને પરિણામે એની જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવશે. ઈશ્વરશ્રદ્ધાનું બળ એને માટે સહાયક અને સાંત્વનારૂપ બનશે. એની દૃષ્ટિ સમક્ષ ચિંતાની સ્થિતિને બદલે પરમ તત્ત્વની ઉપાસનાનો ભાવ જાગશે. એ પછી દુઃખ એ દુઃખ નહીં રહે અને મનમાં સતત ઘૂમરાતી ચિંતા આથમી જશે. આમ, ચિંતા દૂર કરવી શક્ય હોય તો તેવી ચિંતા માટે પ્રયત્ન ને પુરુષાર્થ અને જે ચિંતા અશક્ય હોય તે માટે પરમાત્માની શ્રદ્ધા અને સમર્પણ જરૂરી છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અગમ પિયાલો પીઓ મતવાલા અધ્યાત્મઝંખના સેવતા મુમુક્ષુની ભાવસૃષ્ટિ અને એના માનસવિશ્વમાં કેવું આશ્ચર્યજનક અને તદ્દન વિરુદ્ધનું લાગે તેવું પરિવર્તન આવે છે ! સાંસારિક અને આધ્યાત્મિક જગતમાં એક જ ભાવ કેવાં ભિન્ન ભિન્ન રૂપે પ્રવર્તે છે ! સાંસારિક જીવનમાં જાગતો પ્રેમ અનેક વૃત્તિઓ અને અતિ પ્રબળ આવેગો સાથે ધસમસતો આવે છે. એ પ્રિયજનને માટે કેટલાય મનોરથ સેવતો હોય છે. ક્યારેક એમાં કામની નિરંકુશ ભરતી સર્જાય છે તો ક્યારેક એમાં એકાએક ઓટ આવે છે. ક્વચિત્ શંકાનો કીડો સતત સળવળતો અને પ્રેમીના મનનો પીછો કરતો રહે છે તો ક્વચિત્ એમાં સ્વાર્થ કે દ્વેષનો ભાવ ભળે છે. સાંસારિક પ્રેમ પોતાની એક આગવી, રોમહર્ષક, બહારી, આવેગશીલ સૃષ્ટિ રચતો હોય છે. વ્યક્તિ પ્રિયજનની નજરે જગત નીરખે, ત્યારે એનું સમગ્ર જગત | પ્રિયજનની આસપાસ પરિભ્રમણ કે વણથંભી પ્રદક્ષિણા કરતું હોય છે. દુન્યવી પ્રેમમાં અતિ તીવ્ર આકર્ષણ હોય છે તે હકીકત છે અને જેમ આશિક જગતમાં એકલી માશુકને જોતો હોય અને માશુકા જગતમાં માત્ર આશિકને જ જોતી હોય તેવું બને છે. સાંસારિક પ્રેમમાં બે પ્રિયજનો સતત એક થવાનો પ્રયાસ કરતાં હોય છે અને એમનો એ પ્રયાસ સુખી અને સમૃદ્ધ જીવન માટેનો હોય છે. હકીકતમાં ક્યારેય બે વ્યક્તિઓ સમાન હોતી નથી, આથી એ સમાનતા માટે સમજણ કે સમાધાનનો સહારો લઈને એક થઈને સંવાદી જીવનસંગીત સર્જવાનો પ્રયાસ કરે છે. પરમની પ્રાપ્તિ માટે આવા સમાધાનનો આયાસ કે સમજણભર્યો પ્રયાસ જરૂરી હોતા નથી. એનું કારણ એ છે કે એમાં પ્રેમનું સમગ્ર ગણિત પલટાઈ જાય છે. પ્રેમમાં મિલનનો આનંદ હોય છે અને વિરહની વેદના હોય છે. દેહસૌંદર્યનું આકર્ષણ હોય છે અને કામભોગનું સુખ હોય છે. વ્યક્તિના જીવનમાં સતત જુદા જુદા ભાવો ભિન્ન ભિન્ન તીવ્રતા સાથે પરમનો સ્પર્શ ૨૪૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ 20 ૨૪૬ પરમનો સ્પર્શ જાગૃત થતા હોય છે; જ્યારે પરમ પ્રત્યે ગતિ કરનાર સાધક આવા જુદા જુદા આવેગોમાં માનસિક રીતે આમતેમ ફંગોળાતો જતો નથી. ભૌતિક પ્રેમમાં આવેગ, ઉત્સાહ, નિરાશા, મધ્યકાલીન સુખ - આ બધું આવતું હોય છે, આ બધાની ઉપર-નીચે ઘૂમતા ચગડોળની માફક સતત ચડઊતર ચાલતી હોય છે. આવું આધ્યાત્મિક પ્રેમમાં હોતું નથી. એમાં એક તડપન હોય છે, તરસ હોય છે, પ્રાપ્તિની ઝંખના હોય છે. અધ્યાત્મના માર્ગે ચાલતા સાધક્ના જીવનમાં એ ભાવો આવતા રહે છે. ભૌતિક સુખનો રંગ ક્યારે ઊડી જાય એનો ખ્યાલ આવતો નથી. આધ્યાત્મિક માર્ગમાં સ્થિર ગતિએ વહેતો ભાવપ્રવાહ હોય છે. એ પરમ વિશે નિઃશંક હોય છે અને પરમ અંગે એનામાં ઉધમાતભર્યો ઉશ્કેરાટ પણ હોતો નથી, આથી સાધકને સૌથી મોટો લાભ એ પ્રાપ્ત થાય છે હું એના વનમાં સરોવરના શાંત જળના જેવી એક પરમ શાંતિ જોવા મળે છે. જીવનની સર્જાતી ઉત્સાહપ્રેરક કે આઘાતજનક ઘટનાઓથી એના ચહેરા પરની રેખાઓમાં કે મનના ભાવોમાં બહુ ફેરફાર થતો નથી. ધર્મગ્રંથો આને સમતા અથવા તો ચિત્તથૈર્ય કહે છે. એક વાર સાધકનું ચિત્ત પરમના સ્પર્શથી શાંતિનો જે પ્રગાઢ અનુભવ કરે છે, એ એના જીવનમાં સ્થાયી ભાવ બની જાય છે. એના વ્યવહારજીવનમાં આધ્યાત્મિક શાંતિનું પ્રતિબિંબ પડે છે, પરિણામે એના જીવનવ્યવહારમાં સ્વસ્થતા, સ્થિરતા અને શાંતિ સતત ટકી રહે છે. એક અર્થમાં કહીએ તો આધ્યાત્મિક સાધકને સાંપડતો આ સૌથી પહેલો એવો એક સામાન્ય લાભ છે. સાધનાના માર્ગે ચાલતી વ્યક્તિને ક્યારેક એમ લાગે કે ધ્યેયપ્રાપ્તિનો માર્ગ તો ઘણો લાંબો છે, વિકટ છે, પરમ સુધી પહોંચી શકરો કે નહીં એનો થ સવાલ છે; પરંતુ આવા બધા પ્રશ્નોથી એ મૂંઝાતો, અકળાતો કે ગભરાતો નથી કે પોતાની અધ્યાત્મયાત્રા સમેટીને સંસારમાં પાછી વળી જતું નથી. એના મનમાં જે કંઈ વિચાર જાગે છે તે આ પરમની પ્રાપ્તિ ક્યારે પરશે તે અંગેના હોય છે. મીરાં એના સ્પામથી રિસાની હોય કે નરિસહ મહેતા કૃષ્ણની પ્રાપ્તિમાં વિલંબ થતાં અકળાતા હોય, એનો અર્થ એટલો જોકે આ તો એમની પ્રાપ્તિની તીવ્રતાના વચ્ચે વચ્ચે જાગતા તરંગો છે. આનાથી સાધક સહેજે ઉદાસ થતો નથી અને ક્યારેય હારીને પાછો ફરી જો નથી. એ તો સતત પોતાના પરમાત્મ-પ્રેમની ધૂનમાં ડૂબેલો હોય |_ Page #256 -------------------------------------------------------------------------- ________________ છે. એની પાસે મહાયોગી આનંદઘન જેવી મસ્તી હોય છે અને એ અગમપિયાલા’નું પાન કરીને “મતવાલો’ બનેલો હોય છે. આ અગમપિયાલો એક વાર પીએ છે અને પછી જીવનમાં બીજી કોઈ મસ્તીની જરૂર રહેતી નથી. સંસારી વ્યક્તિ નશો કરે છે. એ નશો થોડા સમય સુધી એને બરાબર ઘેનમાં રાખે છે, પછી એ સાવ ઊતરી જાય છે. માણસ સત્તાનો, સંપત્તિનો અને હોદ્દાનો નશો પણ કરે છે અને અંતે એનાં માઠાં પરિણામ અનુભવે છે. જ્યારે આ અગમપિયાલો પીનારો તો રાતદિવસ એના નશામાં જ ડૂબેલો રહે છે. થોડો સમય નશો ચડેલો હોય અને પછી ઊતરી જાય એવું એના જીવનમાં બનતું નથી. આ નશાની મસ્તી એટલે કે એના અનુભવની લાલી અનોખી છે. એનું વર્ણન કરતાં મહાયોગી આનંદઘનજીએ કહ્યું છે : મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી, તન ભાઠી અwોઈ પીએ કસ, જાગે અનુભવ લાલી.” શરીરરૂપી ભઠ્ઠીમાં શુદ્ધસ્વરૂપ અગ્નિ પ્રજવલિત કરીને અનુભવરસમાં પ્રેમરૂપી મસાલો નાખી, તેને મનરૂપી પ્યાલામાં ઉકાળીને તેનું સત્ત્વ પીએ છે ત્યારે અનુભવની લાલી પ્રગટ થાય પરમનો સ્પર્શ ૨૪૭ આવી ‘અનુભવલાલી' પ્રગટ થાય, ત્યારે વ્યક્તિમાં પરમ આધ્યાત્મિક | આનંદ છલકાઈ ઊઠે છે. એ ચોતરફ આનંદની રેલમછેલનો અનુભવ કરે છે. કર્મમળથી રહિત થયેલી સિદ્ધ આત્મદશા એ આ આનંદની પરાકાષ્ઠા છે. અખો એ જ આનંદની વાત કરતાં કહે છે કે આ ચૈતન્યના વિલાસના આનંદની છોળો ઉડાડતો ‘હું હસતો રમતો હરિમાં ભળ્યો’ અને એ પરમજીવનની પ્રાપ્તિના આનંદને ગાતો અખો કોઈ ચમત્કારનું વર્ણન કરતો હોય એમ કહે છે, “છીંડું ખોળતાં લાધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ.” અધ્યાત્મનો સ્પર્શ થતાં “છીંડું ખોળતાં લાધી પોળ' જેવો અનુભવ થાય છે. અધ્યાત્મમાં પ્રવેશ થતાં જ એને ભીતરમાં રહેલા અપાર ચૈતન્યવૈભવની પ્રતીતિ થાય છે અને પછી તો વ્યક્તિ એની મસ્તીમાં ડૂબી જાય છે. એમાં ક્યારેક જુદા જુદા ભાવ જાગે છે, કોઈક વાર એ ઈશ્વરને જ Page #257 -------------------------------------------------------------------------- ________________ 248 પરમનો સ્પર્શ વિરહથી સ્મરે છે તો ક્વચિત્ એને ઠપકો પણ આપે છે, પરંતુ એક ક્ષણ પણ એનાથી ઈશ્વરનું સ્મરણ અળગું થતું નથી, આથી જ એની આતુરતા, એની ઉદાસીનતા, એનો વિરહ અને એનું મિલન એ સાંસારિક ભાવોથી તદ્દન ભિન્ન ભાવાનુભૂતિ હોય છે. જો કોઈ એમ કહે કે અહીં ભક્તને ઈશ્વર મળતો નથી, તેથી ઉદાસીન છે તો તેમાં ઉદાસીનતાનું સહેજેય મહત્ત્વ નથી. ભક્તની પ્રભુમિલનની અભીપ્સાનો મહિમા છે. આથી પગમાં ઘૂંઘરું બાંધીને નાચતી મીરાંના આનંદને આપણે વ્યવહારજગતના આનંદ સાથે સરખાવવાની ભૂલ કરી બેસીએ છીએ. હકીકતમાં ભૌતિક જગતનાં મિલન અને વિરહ કરતાં પરમના સ્પર્શ માટે અનુભવાતાં મિલન અને વિરહ ભિન્ન હોય છે. અધ્યાત્મની ભૂમિકાએ પહોંચતાં સાધક પરમને સાદ પાડે છે, પણ પોતાનો એ સાદ પરમને સંભળાશે કે નહીં એની એ કોઈ ચિંતા કે આશંકા | સેવતો નથી. હકીકતમાં પોતાનો સાદ પરમ સાંભળે છે, એમ માનીને જ એ સાદ પાડતો હોય છે. આનો અર્થ એ કે વ્યવહારજગતના કે પ્રણયજીવનના શબ્દોનો આપણે આધ્યાત્મિક જીવનની ઓળખ માટે ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ એના ગહન આધ્યાત્મિક અર્થને પૂર્ણ રીતે પ્રગટ કરી શકતા નથી. સંત કબીર એક વાર રસ્તા પરથી ચાલ્યા જતા હતા અને એકાએક બોલી ઊઠ્યા, “ઓહ ! કેટલી બધી વર્ષા થઈ રહી છે, હું તો પલળી ગયો છું.” બાજુમાં એમના શિષ્યો ગ્રીષ્મની ગરમીને કારણે પરસેવાથી રેબઝેબ બનીને પલળી રહ્યા હતા. એમને સમજાયું નહીં કે સંત કબીર જે વર્ષાનો અનુભવ કરે છે, એ છે ક્યાં ? એમને તો ધોમધખતા તાપનો અનુભવ થતો હતો. બસ, આ જ ભૌતિક ભાવજગત અને આધ્યાત્મિક અનુભવજગત વચ્ચેનો ભેદ છે. શબ્દો સરખા, પણ એમના ભાવ વચ્ચે આભ-જમીનનું નહીં, બલ્ક આકાશ-પાતાળનું અંતર !