________________
બધું ત્યજીને માત્ર વાસના જ શોધશે. જો એ આંખમાં વસ્તુઓની લાલસા હશે, તો જોનાર આ જગતમાં રહેલી વસ્તુઓને ઝીણી નજરે જોતો રહેશે.
અને જેની લાલસા હશે એના તરફ ચકળવકળ આંખ ફેરવ્યા કરશે. જો એ આંખમાં અધ્યાત્મભાવ વિહરતો હશે, તો જોનારની નજર આ જગતને જોશે ખરી, પરંતુ એ નજરમાં ભૌતિક જગત પ્રત્યેની ઉદાસીનતાનો અહેસાસ થશે.
આમ આંખ એ ભીતરનું પ્રતિબિંબ આપતી હોવાની સાથોસાથ બહારના જગતમાંથી એ પ્રતિબિંબને પોષક સામગ્રી શોધતી હોય છે અને આથી જ આંખ વ્યક્તિના હૃદયમાં વસતા ભાવોને દર્શાવે છે.
આંખની ઇન્દ્રિયનું બીજું કામ છે પ્રભાવ. આંખ દ્વારા વ્યક્તિ સામેની વ્યક્તિને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ વિભૂતિની આંખનું તેજ વિશાળ જનમેદની પર પથરાઈ જાય છે. ભગવાન બુદ્ધની આંખોમાં વહેતી કરુણા સર્વત્ર પથરાઈ જતી હતી. સ્વામી વિવેકાનંદની આંખોનું તેજ સહુને આકર્ષક બનતું હતું. ઓશો રજનીશની આંખોમાં એક મંદ પ્રભાવકતા હતી. એનો અનુભવ એમને શ્રવણ કરનારાઓને હંમેશાં થતો હતો. આંખની ઇન્દ્રિય એ વ્યક્તિની ભારી છે અને એ બારી બંને બાજુ ખૂલે છે. આંખથી એ ભીતરને જુએ છે અને આંખથી એ બહારની દુનિયાને પણ જુએ છે અને એથી જ આંખનો સંયમ અતિ કઠિન સંયમ હોવાથી શાસ્ત્રોએ વારંવાર એના પર ભાર મૂક્યો છે. એ ચરાગ જગાવે છે,
એ ચક્ષુરાગ વ્યક્તિને મહારાગી બનાવે છે. ઋષિ વિશ્વામિત્ર મેનકાથી મોહિત થયા હતા અને એવા મોહનાં દૃષ્ટાંતો તમામ ધર્મોની કથાઓમાં મળે છે.
એ જ આંખ જ્યારે પરમનો સ્પર્શ પામીને પરમાત્માને જુએ છે, ત્યારે એનું રૂપ જુદું હોય છે. ઋગ્વેદસંહિતામાં કહ્યું છે ઃ पश्यदक्षएवान न विचेतदन्धाः
‘જેની પાસે આંખ છે અને જે જ્ઞાની છે, એ જ દૃષ્ટિવાન
છે. જ્યારે જ્ઞાન વિનાની વ્યક્તિ અંધ છે.'
પરમનો સ્પર્શ ૧૩૫
જોકે અંધ તો એ છે કે જેની પાસે આંખની દૃષ્ટિ હોવા છતાં એ આંખનો દુરુપયોગ કરે છે; જેની પાસે દૃષ્ટિ હોવા છતાં એ દૃષ્ટિને
વિષયવાસનામાં લીન રાખે છે; જેની પાસે નજર હોવા છતાં એ નજરને આ
00