________________
jdhâ [lth &€b
૨૬
પાંચ તોફાની અશ્વો અને મનમોજી સારથિ !
પાંચ ખુંખાર, તોફાની અને અત્યંત ધમાલિયા ગોવાળો રઘ ધસમસતો જઈ રહ્યો હોય અને એ રથ પર એનો સારથિ અશ્વોને પોતાની ઇચ્છા પ્રમાણે આમતેમ દોડાવતો, ઉછાળતો અને કુદાવતો હોય તે કલ્પના સહુને વિદિત છે. આ પાંચ અમ એટલે આપણી પાંચ ઇન્દ્રિયો અને એના પરનો સારિય એટલે આપણું મન. આ મન ઇચ્છે તે પ્રમાણે આપણી ઇંદ્રિયોને દોડાવે છે અને એ અશ્વરૂપી ઇંદ્રિયો જો હાંફી જાય તો એને આગળ ધપાવવા માટે નિર્દય બનીને ચાબુક ફટકારે છે. એ થાકી જાય તો એની લગામ કચકચાવીને જોરથી ખેંચે છે અને એ અમાં દોડતા દોડના પડી જાય, તો એને બળજબરીથી ઊભા કરીને દોડાવ્યે રાખે છે.
આ ઇન્દ્રિયો કરે છે શું ? એ ઇન્દ્રિયો માનવીને નિર્ધારિત કરેલી દિશામાં દોડાવ્યે રાખે છે. ઇંદ્રિયોનો ગુલામ માનવી માત્ર એક જ ઇંદ્રિયની ઇચ્છા સંતુષ્ટ કરવા જતાં થાકીને લોથપોથ બની જાય છે, ત્યારે અહીં તો પાંચ – પાંચ ઇંડિયોનો ઉલ્કાપાત હોય છે, જે માનવીને આમતેમ દોડાવતી. ફંગોળતી, ઉછાળતી, પકવતી, કરતી રહે છે. આ પ્રક્રિયામાં આંખનું એક આગવું રૂપ છે. આંખ બે બાબત ધરાવે છે. એક છે પ્રતિબિંબ અને બીજી છે પ્રભાવકતા, વ્યક્તિનું જે ભીતર હોય છે, એનું પ્રતિબિંબ એની આંખમાં પડે છે. તમારા ભીતરમાં વાસના ખદબદતી હશે, તો એ આંખમાં છલકાવા લાગશે. તમારા હૃદયમાં સંતો તરફ આદર હશે, તો એ સંતને જોતાં આંખો છલકાઈ જશે. એ રીતે ઈશ્વરભક્તિનો અગાધ સાગર અંતઃકરણમાં ઘૂઘવતો હોય તેવી વ્યક્તિ પ્રભુદર્શન પામે ત્યારે એની આંખોમાંથી આનંદનો ધોધ વહેતો હોય છે.
આંખ એ વ્યક્તિનો સૌથી વધુ નિકટનો, ગાઢ પરિચય આપે છે, એ એના ભીતરનું પ્રતિબિંબ છે એ સાચું, પરંતુ એના ભવિષ્યની ખોજ પણ છે. જો આંખમાં વાસના હશે, તો જોનારો આ જગતમાંથી બીજું
|_