________________
तमसो मा ज्योतिर्गमय,
मृत्योर्मा अमृतं गमय ।" હે પરમાત્મા, આપ મને અસત્યમાંથી સત્ય પ્રતિ, અંધકારમાંથી પ્રકાશ પ્રતિ, મૃત્યુમાંથી અમૃત પ્રતિ લઈ જાઓ.”
પરમાત્મા પાસેથી શું માગવાનું હોય ? તેનો કેવો અદ્ભુત ઉદ્ગાર અહીં સાંભળવા મળે છે ! બસ, એટલી જ ઇચ્છા કે તે સત્ય, પ્રકાશ અને અમૃત તરફ લઈ જાય. તે એવી ત્રણ બાબતો છે કે જેનાથી જીવન ભર્યું ભર્યું થઈ જાય.
પ્રસન્નતા એ પરમેશ્વરની પ્રસાદી છે. જીવનની પ્રત્યેક ક્ષણને પરમાત્મા પ્રસન્નતાથી મઢી દે છે. સાધક મનોમન નિશ્ચય કરે છે કે ‘હવે આ યાતનાગ્રસ્ત, તણાવગ્રસ્ત, ચિંતાગ્રસ્ત અને કષાયગ્રસ્ત જીવનમાંથી બહાર નીકળવું છે. આજ સુધી એ હરિના મારગની યાત્રાનો સાચો આનંદ હું પામી શક્યો નહીં, કારણ કે એ માટેની શૂરવીરતા હું કેળવી શક્યો નહીં, હવે દૃઢ નિર્ધાર સાથે અધ્યાત્મની યાત્રાએ હું નીકળ્યો છું.”
SO
પરમનો સ્પર્શ ૧૩૩
જ
|c