________________
કે ‘વિકાસ ઈશ્વરનું અગ્રોન્મુખ કદમ છે.’ આમ વિકાસથી ઈશ્વરપ્રાપ્તિ ભણી જઈ શકાય છે. આ વિકાસને માટે સત્યને માર્ગે યાત્રા કરવાની હોય છે. આ સત્યની ખોજ કે પછી સત્યના પ્રયોગો એ ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ છે. સત્યને એક પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી ઈશ્વરસ્વરૂપે જોવામાં આવ્યું છે. ‘મહાભારત'માં સ્વયં ઋષિ વેદવ્યાસે કહ્યું છે, ‘સત્ય અવિનાશી બ્રહ્મ છે, સત્ય અવિનાશી તપ છે.” જ્યારે ચાણક્ય કહે છે:
“સત્યેન ઘાર્યતે પૃથ્વી, સત્યેન તપતે વા | सत्येन वाति वायुश्च, सर्वं सत्ये प्रतिष्ठितम् ।।"
‘સત્યથી પૃથ્વી સ્થિર છે, સત્યથી સૂર્ય પ્રકાશે છે. સત્યથી જ પવન વાય છે. સત્યને કારણે જ બધું સ્થિર છે.’
ચાર્લ્સ ડિકન્સે કહ્યું છે કે “સત્ય કિરણોમાં કિરણ, સૂર્યોમાં સૂર્ય, ચંદ્રોમાં ચંદ્ર અને નક્ષત્રોનું નક્ષત્ર છે. સત્ય સર્વનું સારભૂત તત્ત્વ છે.’ અને આથી જ જગતમાં સહુ કોઈએ સત્યનો મહિમા કર્યો છે. છેક ઋગ્વદથી આરંભીને મહાત્મા ગાંધીજી સુધી અને એ પછી પણ સત્યની વાત થઈ છે. શ્રીમદ્ રાજચંદ્ર તો બધા ધર્મોને પાર એવા સત્યધર્મની વાત કરી છે. આમ ધર્મનો માર્ગ એ સત્યની શોધનો માર્ગ છે.
સત્ય અને ગુલાબ બંનેની આસપાસ કાંટા હોય છે. પરમની પ્રાપ્તિના માર્ગે લાંબી યાત્રા ખેડવી પડે છે અને પછી એ પરમ પાસે પહોંચી શકાય છે. મંદિરમાં સામે દેખાતી ઈશ્વરની મૂર્તિ જોતાં એવું અનુભવીએ છીએ કે જાણે ઈશ્વર પ્રાપ્ત થઈ ગયો, પણ ત્યારે તે સત્ય ભૂલી જઈએ છીએ કે ઈશ્વરપ્રાપ્તિની યાત્રા તો ઘણી લાંબી છે !
પરમ સમીપ ઊભેલો સાધક ક્યો મનોભાવ લઈને જાય છે ? મોટે ભાગે વ્યક્તિ પોતાની યાચના અને માગણી લઈને અથવા તો અતૃપ્ત ઇચ્છા લઈને પરમ આગળ પ્રાર્થના કરે છે. મોટા ભાગની વ્યક્તિઓ મૂર્તિ સન્મુખ ઊભી રહીને ઈશ્વરનો વિચાર કરવાને બદલે પોતાની આંતરિક અતૃપ્તિ અને વિકૃતિનું પ્રાગટ્ય કરતી હોય છે. પોતાના જીવનનાં પ્રલોભન અને ભયની વાત કરીને એનો પડઘો ઈશ્વરમાં પાડવાનો પ્રયાસ કરીએ છીએ. આમ ઈશ્વરને પામવાને બદલે આપણી જાતને વર્ણવીએ છીએ. એના સત્યપથે ચાલવાને બદલે આપણી અધૂરપને આગળ કરીએ છીએ. મહાત્મા ગાંધીજીએ કહ્યું તેમ ‘સત્યથી મોટો બીજો કોઈ ઈશ્વર નથી'. સૌપ્રથમ
પરમનો સ્પર્શ ૯૫
5