________________
૯૬ પરમનો સ્પર્શ
| સત્ય જ શોધવાની બાબત છે. એ વાત ઈશ્વરની મૂર્તિ સમક્ષ હાથ જોડીને ઊભા હોઈએ ત્યારે આપણે યાદ કરતા નથી.
ગ્રીસના પાયથાગોરસ જેવા ગણિતશાસ્ત્રીએ તો કહ્યું છે કે “સત્ય એ તો ઈશ્વરનો આત્મા છે અને એનો પ્રકાશ તે ઈશ્વરનું શરીર છે.” સત્ય જ સઘળાં બંધનોમાંથી મુક્ત કરી શકે તેમ છે અને આ બંધનમુક્તિ ઈશ્વરપ્રાપ્તિ માટે આવશ્યક છે, આથી ઈશ્વરદર્શનની સાથોસાથ સત્યની દીર્થયાત્રાના કઠોર અને અજ્ઞાત પથ પર ચાલવાનું સામર્થ્ય સાધકે જગાડવું જોઈએ.
ઈશ્વર અંગેના આપણા અભિપ્રાયો પણ કેવા અધીરા, અતાર્કિક અને ઉતાવળા છે ! કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે એટલે ઈશ્વરનું નામ ભૂંસી નાખવા તૈયાર થઈ જઈએ છીએ. જીવનમાં કોઈ મોટો આઘાત આવે
એટલે વ્યક્તિ સીધો આઘાત ઈશ્વરના અસ્તિત્વ પર કરશે. કોઈ નિષ્ફળતા | મળે તો એના દોષનો ટોપલો ઈશ્વર પર ઢોળીને એના તરફ અણગમો ધરાવતો બની જાય છે.
એક સંસ્કૃત સુભાષિતમાં કળિયુગના મહિમાની જે વાત કરી છે એનું સ્મરણ થાય છે. “જતા ગીતા નારાં વરિષ પુરા થપId”થી શરૂ થતા સુભાષિતમાં કહ્યું છે, “ગીતા નાશ પામી ગઈ છે, પુરાણો કોઈ ઠેકાણે છુપાઈ ગયાં છે, સ્મૃતિનાં વાક્યો નાશ પામ્યાં છે અને વેદના મંત્રો દૂર ચાલ્યા ગયા છે, હમણાં તો જે લક્ષ્મીના દાસ બનીને રહેલા છે, તેમનાં વચનોથી મોક્ષપદ મળશે, એમ મનાય છે. ખરેખર ! હે કળિયુગ ! તારો જ આ મહિમા છે.” ધર્મની વર્તમાન પરિસ્થિતિનું આ સુભાષિતમાં આ કળિકાળે હૂબહૂ નિરૂપણ છે.
ઈશ્વરપ્રાપ્તિ પૂર્વે તે અંગેની ત્રણ ભ્રાંતિ દૂર કરવાની જરૂર છે : એક તો ઈશ્વરની પ્રતિમાને જોઈ એટલે ઈશ્વર પ્રાપ્ત થઈ ગયા એવી ભ્રાંત ધારણા, બીજું, એને વિશે ઊંડા અભ્યાસ કે ગહન ચિંતન વિના ઉતાવળા અભિપ્રાયો પોતાની મરજી અને સ્થિતિ પ્રમાણે વીંઝવા અને ત્રીજી વાત એ કે એની પ્રાપ્તિ માટેના દીર્ધ સત્યમાર્ગનો વિચાર ન કરવો.
આ માર્ગના પ્રવાસીને અનેક આકર્ષણો સંસારમાં પુનઃ પાછા ખેંચતાં હોય છે. કેટલાય અવરોધો એની રુકાવટ માટે પ્રયાસ કરતા હોય છે. કેટલીય મુશ્કેલીઓ એના માર્ગમાં શિલારૂપ બનીને આડી પડી હોય છે અને તેમ છતાં ઈશ્વરપ્રાપ્તિ કરવા માટે નીકળેલો સાધક આ સહુને વટાવતો