________________
પોતાના લક્ષ્ય પ્રતિ પહોંચે છે. સંત-મહાત્માઓનું જીવન જોઈએ ત્યારે આ સત્યમાર્ગની મુશ્કેલીઓનો ખ્યાલ આવે છે. એમણે કપરા સંજોગોમાં અપાર વૈર્ય રાખ્યું છે. કેટલાય આઘાત સહન કર્યા છે. પ્રભુવિરહની વેદનાનો તલસાટ અનુભવ્યો છે. આ બધું થવા છતાં પરમના સ્પર્શનું પોતાનું ધ્યેય છોડ્યું નથી. એની ભક્તિને તિલાંજલિ આપી નથી. એને મેળવવાની મમત પડતી મૂકી નથી.
ક્યારેક સાધક ઈશ્વરના માર્ગે ગતિ કરવાનો પ્રારંભ કરે છે, ત્યારે એને વિશે તત્કાળ અર્ધદગ્ધ અને અર્ધપક્વ અભિપ્રાયો ઉછાળવા માંડે છે. ધૈર્યપૂર્વક પ્રગતિ કરવાને બદલે એનાં અર્ધસત્યવાળાં તારણો ને નિર્ણયો જાહેર કરવા માંડે છે તો ક્વચિત્ પ્રાપ્ત થતી સિદ્ધિ કે લબ્ધિઓની જાળમાં ફસાઈને એ ઈશ્વરને ભૂલીને ચિત્ર-વિચિત્ર ચમત્કાર કરવા બેસી જાય છે. સત્યનો એક અંશ માત્ર પ્રાપ્ત થયો હોય અને એ પરમ સત્યની પ્રાપ્તિનો ઢંઢેરો પીટે છે. ઈશ્વરની ભક્તિ કે પ્રાપ્તિ એ તો અખૂટ ધૈર્ય અને દીર્ઘ પુરુષાર્થ માગી લે છે. આથી જ નરસિંહ મહેતાએ કહ્યું છે, “ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે.” આવી બ્રહ્મલોકમાં નથી એવી ભક્તિ પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયાસ જરૂરી છે. ધ્રુવ કે પ્રલાદ, નરસિંહ કે મીરાં, સુરદાસ કે કબીરના જીવનનું અવગાહન કરીએ છીએ, ત્યારે ખ્યાલ આવે કે આ સત્યનો માર્ગ કેટલો કઠિન છે. આમાં ગ્રંથોનો સહારો, ગુરુનો આશરો, ધ્યાનનો આધાર અને અનુભવોનું ભાથું - એ બધું મળતું હોય છે અને એને સથવારે સાધક દૃઢ સંકલ્પબળથી સત્યમાર્ગ પર ઈશ્વરપ્રતિ આગેકૂચ કરતો હોય છે.
ઈશ્વર પ્રત્યે કેવો ભાવ રાખીને જઈશું ? કથામાં બગાસાં કે ઝોકાં ખાતા લોકો તમે જોયા હશે. મંદિરના ઓટલે ગપાટા મારતા ‘ભક્તોને પણ દીઠા હશે. મંદિરને મિલનસ્થાન માનતાં યુવક-યુવતીઓને પણ તમે જાણો છો. જીવનમાં કશું કામ કરવાનું નથી, માટે મંદિરનો ઓટલો ઘસનારા કે એને ચર્ચાનો ચોતરો બનાવી દેનારા લોકો પણ મળી રહેશે. ઘરના ચાલતા ટંટા-ફિસાદ કે કલહથી અકળાઈને અથવા ઘરમાં થતી તિરસ્કારપૂર્ણ ઉપેક્ષાને ટાળવા માટે મંદિરના આશ્રિત ‘ઉપાસકો’ પણ મળશે, પરંતુ આમાંથી એકેયનો ભાવ એ ઈશ્વરપ્રાપ્તિ માટેનો સાચો ભાવ નથી. શુષ્ક ક્રિયાકાંડની જડતા ધારણ કરીને ઘણી વ્યક્તિઓ પરમ પાસે જાય છે. હકીકતમાં પરમનો સ્પર્શ પામવા નિરાશા કે કંટાળાથી નહીં પરંતુ ઉત્સાહ
પરમનો સ્પર્શ ૯૭