________________
જીવનથી પીછેહઠ કરશે.
વર્તમાન જીવનને યોગ્ય રીતે ધારણ કરવા અને વિકસિત કરવા માટે આવેગપૂર્વક સર્જનાત્મકતાથી વિચારવું પડશે. અશક્ય લાગતી ઘણી બાબતો વ્યક્તિએ પોતાની સર્જનાત્મકતાથી સત્ય કરી છે. જગતમાં જેણે વૈચારિક ક્રાંતિ કરી છે, તેઓએ જગતને સાવ ભિન્ન વિચાર આપ્યો છે અને એમાંથી ક્રાંતિનું સર્જન થયું છે. આથી સર્જનાત્મક વિચારો વ્યક્તિને નવી દિશા ચીંધે છે અને એ દિશામાં ગતિ કરનાર કશુંક નવું સિદ્ધ કરે છે.
સરદાર વલ્લભભાઈ પટેલે ચોપાસ પથરાયેલાં રજવાડાંઓની વચ્ચે અખંડ ભારતની રચનાની સિદ્ધિ માટે એક નવો વિચાર આપ્યો અને ખંડ ખંડમાં વિભક્ત એવા ભારતમાંથી અખંડિત ભારતનું સર્જન કર્યું. લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનના યુદ્ધ સમયે ‘જય જવાન, જય કિસાન'નું સુત્ર આપ્યું અને દેશ આખો જાગી ઊઠ્યો. આ વિચારે દેશની પ્રજામાં પાકિસ્તાન સામેના યુદ્ધને માટે સમર્પણની સબળ ભાવના જગાડી. આથી જ કોઈ મહાન સ્વપ્ન આવે, એની રાહ જોઈને બેસી રહેવાનું નથી, પરંતુ વ્યક્તિએ સર્જનાત્મક રીતે એને શોધીને પોતાના જીવનમાં એનું વાવેતર કરવાનું છે.
આ સ્વપ્નનું વાવેતર થતાં જીવનમાંથી ઘણી વસ્તુઓની બાદબાકી થઈ જશે. કોઈ એક ધ્યેય પ્રાપ્ત થાય પછી એ ધ્યેયને અનુરૂપ ન હોય તેવી ઘણી બાબતો આપોઆપ જીવનમાંથી વિદાય લેશે. કોઈ એક દૃષ્ટિ મળે એટલે ઘણી માન્યતાઓનો છેદ ઊડી જશે અને નવી વૈચારિક સૃષ્ટિનું નિર્માણ થશે. પહેલાં બહારથી નકામી વસ્તુઓ લઈને જીવનમાં જથ્થાબંધ ચીજવસ્તુઓનો ઢગલો કરતા હતા. હોંશે હોંશે બજારમાં જઈને એની ખરીદી કરતા હતા. ધનવૈભવ બતાવવા માટે એ વસ્તુઓ ઘણી મોંઘી હોય, તોપણ ખરીદીને લાવતા હતા અને ઘરમાં પ્રવેશનારા સહુ કોઈ એ બરાબર જુએ અને જોઈને પ્રશંસા કરે, તે રીતે ગોઠવતા હતા. પણ જેવું આંખોમાં પરમતત્ત્વ પ્રેર્યું સ્વપ્ન આવે કે પછી એ સઘળું વ્યર્થ લાગે છે. વૈભવ બતાવવાની ઇચ્છા જ આથમી જાય પછી ઘરમાં ચીજવસ્તુ કઈ રીતે ગોઠવવી એનો સવાલ જ ઊભો થતો નથી.
હવે જે કંઈ ઘરમાં લવાશે, તે સમગ્રતયા વિચાર કરીને લવાશે,
પરમનો સ્પર્શ ૧૪૫