________________
Jthe lokah leb
AT ક્ષિતિજ પર દૃષ્ટિ ઠેરવે છે. કોઈનું મન નાનું વાદળું જોઈને નાચી ઊઠે
છે તો કોઈને આખું આકાશ જોયા વિના ચેન પડતું નથી. આવી જ રીતે જીવનમાં વ્યક્તિ કેવું મોટું સ્વપ્ન જુએ છે એના પર એના જીવનનો આધાર હોય છે.
રશિયાના પ્રસિદ્ધ નવલિકાકાર ગોગોલે “ઓવરકોટ' નામની નવલિકા લખી છે કે જેમાં એના નાયકની એક જ ઇચ્છા હોય છે કે ગમે તે થાય, પણ જિંદગીમાં એક સરસ ઓવરકોટ મેળવવો અને પછી એ પ્રાપ્તિની આસપાસ જ એનું આખું જીવન ઢાળી દે છે. ઘણી વ્યક્તિનું જીવન એક જ માર્ગે ચાલતું હોય છે. કેટલાકને વર્તમાન જીવનથી અસંતોષ હોય છે, પરંતુ એમની આંખમાં ભવિષ્યને માટેનું કોઈ સ્વપ્ન હોતું નથી.
સામાન્ય સ્વપ્ન રાખનારનું જીવન સામાન્ય બની રહે છે, જ્યારે મોટું ૬ સ્વપ્ન સેવનારને જીવનમાં વધુ મોટો પડકાર ઝીલવાનો આવે છે. એને
સિદ્ધ કરવા એ પ્રબળ ઉત્સાહથી પુરુષાર્થ-શક્તિને પ્રગટાવે છે અને પોતાના ભવિષ્ય અંગે ઊંચાં સ્વપ્નો અને ઉત્તેગ મનોરથો સેવે છે. આથી વ્યક્તિએ મોટા અને શુભ વિચારો કરવા જોઈએ, મોટી યોજનાઓ કરવી જોઈએ અને એને અનુલક્ષીને મહાપુરુષાર્થ કરવો જોઈએ. એનો પુરુષાર્થ જેટલો વિરાટ હશે, એટલું એનું જોશ વિશેષ હશે. એનું સ્વપ્ન જેટલું વ્યાપક હશે, એટલી એની સિદ્ધિ વિરાટ હશે.
સ્વપ્ન એ તો એક બીજ છે અને એ બીજમાંથી વિરાટ વટવૃક્ષ સર્જાય છે. અબ્રાહમ લિંકનની આંખોમાં અમેરિકાના પ્રમુખપદનું સ્વપ્ન હતું અને કદરૂપા, વધુ ઊંચાઈવાળા અને ગરીબીથી ઘેરાયેલા અબ્રાહમ લિંકન અંતે અમેરિકાના પ્રમુખ બનીને રહ્યા.
- ગાંધીજીનું સ્વપ્ન હતું અહિંસક માર્ગે દેશને આઝાદ કરવાનું. જ્યારે આઝાદી માટે હિંસા, હત્યા અને વિરોધીનો નાશ અનિવાર્ય ગણવામાં આવતાં હતાં, ત્યારે મહાત્મા ગાંધીએ અહિંસા, પ્રેમ અને વિરોધીઓને જીતી લેવાની કળા દ્વારા દેશને આઝાદી અપાવવાનું સ્વપ્ન જોયું અને સિદ્ધ કરી બતાવ્યું. ખરો મહિમા છે બીજનો. જો બીજ જ ન હોય તો કશું ઊગતું નથી અને કશી લણણી થતી નથી. એ જ રીતે જો ભવિષ્યને માટે આંખોમાં કોઈ સ્વપ્ન નહીં હોય તો વ્યક્તિ જ્યાં હશે ત્યાં જ જીવનભર રહેશે અને સમય જતાં એ સ્થિતિચુસ્ત બની જશે અથવા તો પોતાના